આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2012

ઉમરેઠથી પરિવર્તન પાત્રાનો આરંભ


ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ પરિવર્તન યાત્રા આજે ઉમરેઠ ખાતે આવી પહોંચી હતી. કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ નિકળેલ પરિવર્તન યાત્રામાં ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેદનીને સંબોધતા રાજ્ય સરકારને આડા હાથે લેતા કેશુભાઈ પટેલે નર્મદા યોજના સહીતના મુદ્દે રાજ્ય સરકારની ટીકા કરી હતી. આ સમયે ર્ડો.કે.ડી.જેસ્વાની, ચેતનભાઈ પટેલ સહીત આણંદ ખેડા જિલ્લાના ગુજરાત પરિવર્તન પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

ઉમરેઠમાં ફ્લાવર ગન..!


ગન અને તોપની વાત થાય એટલે સૌ પ્રથમ આપણા મગજમાં ખૂન ખરાબા અને લડાઈ ઝગડાના વિચારો આવે પણ હવે તેવું નથી ઉમરેઠના આર.કે.સાઊન્ડ દ્વારા એક અનોખી તોપ ડેવલોપ કરવામાં આવી છે તેમાં દારૂગોળો નહી પણ ફૂલ ભરવામાં આવે છે. આમ તો તોપ રાજા મહારાજાના વખતમાં કિલ્લાના રક્ષન માટે અને યુધ્ધમાં થતો હતો પરંતું, ઉમરેઠના આર.કે.સાઊન્ડ દ્વારા બનાવેલ આ તોપથી ફુલોનો વરસાદ થશે. આર.કે.સાઊન્ડના સંચાકલ રાજ શાહએ જણાવ્યું હતુ કે, આ તોપ હાલમાં ગુજરાતમાં માત્ર ઉમરેઠ માંજ છે, આવી અન્ય એક તોપ મુંબઈના એક વ્યક્તિ સાથે પણ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આ તોપનો ફ્લાવર ગન તરીકે ઉપયોગ થાય છે. શુભ પ્રસંગે વરઘોડા કે જાનના સ્વાગર માટે આ ફ્લાવર તોપ(ગન)નો ઉપયોગ કરવામાં આવે છે. હવે, આર.કે.સાઊન્ડ ઉમરેઠ દ્વારા આવી અનોખી એન્ટીક ફ્લાવર તોપ વિકસાવવામાં આવતા ઉમરેઠ પંથકના લોકો પણ પોતાને ત્યાં ઉજવવામાં આવતા વિવિધ પ્રસંગમાં તેઓ ઉપયોગ કરી શકે છે. આ અંગે વધુ માહિતિ માટે તમે આર.કે.સાઊન્ડનો  મો. ૯૮૨૪૦૨૦૧૭૯ ઉપર સંપર્ક કરી શકો છો.

ઉમરેઠમાં શ્રી વારાહિમાતાજીનો હવન સંપન્ન


ઉમરેઠના વારાહી ચોક ખાતે શ્રી વારાહીમાતાજીનો હવન શ્રધ્ધાભેર યોજાયો હતો. હવનના દર્શન કરવા ઉમરેઠ સહીત બહારગામના ભક્તો મોટી સંખ્યામાં પધાર્યા હતા અને હવનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ હવનમાં હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી ધારન કરવામાં આવે તો સ્વાસ્થય સારૂં રહે તેવી માન્યતા છે. રાત્રિના ૧૧ કલાકે શરૂ થતા આ હવનની પૂર્ણાહૂતિ છેક સવારે છ કલાકની આસ પાસ થાય છે, ત્યાર બાદ પરંપરાગત રીતે વારાહીમાતાજીના મંદિર બહાર ગરબા કરવામાં આવે છે. આ વર્ષે હવનમાં યજમાન પદે બેસવાનો લાહ્વો મધુસુધન નટવરલાલ તલાટી તથા જીજ્ઞેશ મહેશચંન્દ્ર કોઠારીને મળ્યો હતો. કહેવાય છે આ હવનમાં યજમાન પદે નામ લખાવવામાં આવે તો ચાલીશ વર્ષે લાહ્વો મળે છે. ખાસ કરીને બાજખેડાવાડ બ્રાહ્મણોમાં આ હવનનું વિશેષ મહત્વ હોય છે, કેટલાક બાજખેડાવાડ બ્રાહ્મણો તો વિદેશ થી પણ આ હવનના દર્શન કરવા આવતા હોય છે.

ઉમરેઠમાં ધૂતારાઓની ટોળકી સક્રીય : પોલીસ નિષ્ક્રીય..!


 મહિલાઓએ સતર્ક રહેવાની જરૂર

ઉમરેઠ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી અજાણ્યા ઈસમો પોળો અને ફળીયાઓમાં શંકાસ્પદ રીતે હિલચાલ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે, વાસણો સાફ કરવાના પાઊડરના વેચાન કરવાના બહાને તેમજ અમે તમારા દૂરના સગાં છે જેવી સારીસારીવાતો કરી મહિલાઓને વાતોએ ચઢાવી તેઓને વિશ્વાસમાં લઈ (વશીકરણ) તેઓની બંગડીઓ તેમજ અન્ય દાગીણા આવા ધૂતારા પડાવી લેતા હોય છે, તાજેતરમાં ઉમરેઠના ધોબી ફળીયામાં એક મહીલાને બંગડી ધોઈ આપવાના બહાને ઠગ ઈસમે મહિલાને છેતરી હતી.કેટલીક મહિલાઓ આવા ધૂતારાનો શિકાર બને છે ત્યારે કેટલીક સતર્ક મહિલાઓ આવા ધૂતારાને માત આપવામાં પણ સફળ થાય છે.

આવીજ રીતે ઉમરેઠની ફાટીપોળમાં કોઈ અજાણ્યો ઈસમ વૃધ્ધ મહિલાને એકલી જોઈ તેને ઠગવાનો પ્રસાય કર્યો હતો પણ ઘરમાં હાજર પૂત્રવધૂની સતર્કતાને કારણે ઠગ ઈસમને ખાલી હાથે ભાગવું પડ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની ફાટીપોળમાં એક વૃધ્ધ મહિલા બપોરના સમયે પોતાના ઘરમાં એકલી બેઠી હતી અને ઘરનો દરવાજો ખુલ્લો જોઈ એક ઠગ ઈસમ ઘરમાં પ્રવેશી ગયો હતો અને આ વૃધ્ધ મહિલાને ” કેમ છો, કાકી..? શું કરે છે કાકા..?” જેવા સગાંવ્હાલા કરે તેવા સવાલો કરવા લાગ્યો..! વૃધ્ધ મહિલા આ ઈસમના ઈરાદાને પારખે તે પહેલા આ ઠગ ઈસમે વૃધ્ધ મહિલાને વશમાં કરી “કાકાએ ચાર હજાર રૂપિયા મંગાવ્યા છે, તમે મને આપી દો” કહેતા આ વૃધ્ધ મહિલાએ સકારાત્મજ અભિગમ આપ્યો પરંતુ આ વૃધ્ધ મહિલાની પૂત્ર વધુ અચાનક ઘરના બીજા રૂમ માંથી આવી જતા વૃધ્ધ મહિલાએ ચાર હજાર રૂપિયા પેલા ઠગ ઈસમને આપવા પૂત્રવધુને જણાવ્યું પરંતુ પૂત્ર વધુએ સતર્કતા દાખવી તેઓના પતિને આ અંગે ફોન કરી જાણ કરતાની સાથે પેલો ઠગ પાંચ મિનિટમાં આવું છું કહીને પલાયન થઈ ગયો હતો, અને પૂત્રવધૂની સતર્કતાની આ પરિવાર ઠગાઈનો શિકાર બનતા બચી ગયો હતો.

પોલીસ ફરિયાદ કરતા લોકો ખચકાય છે..!

ઉમરેઠ – ઠગ લોકોની સક્રીયતા ઉમરેઠમાં જગ જાહેર છે છતા પણ આવા ઠગનો ભોગ બનનાર લોકો પોલીસ ફરિયાદ કરતા ખચકાય છે. કેટલાક લોકો ચર્ચા કરી રહ્યા છે કે, આવા કેસમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે તો ઉલ્ટું ખાતર પાછળ દિવેલની સ્થિતી પેદા થાય છે. જેથી લોકો મુક્ત રીતે ઠગાઈની ફરિયાદ કરવા આગળ આવે તે માટે પોલીસે પ્રજા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવાની જરૂર છે, અને જનજાગૃતિ ફેલાય તે માટે પગલા ભરવાની જરૂર છે.રાત્રિના ગાડીઓમાં સિંઘમ બની ફરતા પોલીસની પરવા કર્યા વગર ભર બપોરે પણ ઠગ ઈસમો સક્રીય જ રહે તો નવાઈ નહી..!

ઉમરેઠ પોલીસ બજારમાં સિંઘમ અને બસ સ્ટેશનમાં…?

ઉમરેઠ પોલીસ બજારમાં નાના વાહન ચાલકો પાસે દાદાગીરી કરી છે અને જાણે સિંઘમ હોય તેવું બતાવે છે, પણ પોલીસની જીપ બજાર માંથી બસ સ્ટેશન જાય એટલે સાણી સીતા થઈ જાય છે. બસ સ્ટેશનની આજૂ બાજૂ અસંખ્ય છકડા ઉભા રહે છે તેઓની જોડે ઉમરેઠ પોલીસનું કાંઈ ઉપજતું નથી. પી.એસ.આઈની જીપ લઈને નિકળે છે ત્યારે બહૂ રૂઆબમાં આવી જાય છે, બજારમાં પોલીસની જીપ સામે કોઈ વાહન આવી જાય તો તેને રીવર્સ કરાવવા મજબૂર કરવામાં આવે છે, પોલીસની દાદાગીરી એટલી હદે વધી ગઈ છે કે, રાત્રીના સમયે બજારમાં પોળ કે ફળીયામાં પરવાંગી લઈ ગરબા આયોજન થાય છે ત્યાં પણ પોલીસ ની જીપ પસાર થતા સમયે ગરબા બંધ કરાવી ખૂરશી અને અન્ય વાહનો હટાવી દેવા નાગરિકોને ફરજ પાડવામાં આવે છે. ત્યારે ગામમાં વિવેક દાખવી બસ સ્ટેશન વિસ્તારમાં પોતાની સિંઘમગીરી પોલીસ બતાવે તો ખરૂં કહેવાય..!

નવરાત્રિ મહોત્સવ -૨૦૧૨ શ્રી ગૃપ, નાસિકવાળા હોલ – ઉમરેઠ (PHOTO)


This slideshow requires JavaScript.

દેવાંગ મહેતા – મહામાનવથી વિશેષ


દેવાંગ મહેતાને હું નજદિકથી જાણતો હતો, તે અમારા પરિવારજન હતા. તેઓએ દેશમાં સોફ્ટવેર ક્ષેત્રમાં અમુલ્ય યોગદાન આપ્યું હતુ અને દૂનિયાના નકશા ઉપર ભારતની છાપ છોડી હતી. દેવાંગ મહેતાના વખાણ કરતા જીતેન્દ્રભાઈ જોષી થાકતા ન હતા. બે-ત્રણ દિવસ પહેલા અનાયસે મૂળ ઉમરેઠના હાલ મણિનગર, અમદાવાદ ઠરીઠામ થયેલા જીતેન્દ્રભાઈ જોષી આજે પણ ઉમરેઠની કેટલીક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે તેમજ મણિનગર સિનિયર સીટીઝન ફોરમમાં પણ હોદ્દો ધરાવે છે. તેઓ સાથે દેવાંગ મહેતાની કેટલીક ચર્ચા કરી, હું જે પણ કાંઈ દેવાંગ મહેતા અંગે જાણતો હતો તે તેમને જણાવ્યું અને તુરંત તેમને તેમની બેગ માંથી એક પુસ્તક નિકાળી મને આપ્યું અને કહ્યું તું દેવાંગ મહેતા અંગે જે કાંઈ જાણે છે તેમાં આ પુસ્તક વધારો કરશે.

દેવાંગ મહેતા સિવાય તેઓએ સિનિયર સિટીઝનોને ઉપયોગમાં આવે તેવા પુસ્તક પણ લખેલ છે. જે અંગે વધુ જાણકારી અને પુસ્તક પ્રાપ્ત કરવા તેમનો તમે સંપર્ક કરી શકો છે. દેવાંગ મહેતાના પુસ્તકમાં તેઓના સંપર્ક અંગે વિસ્તૃત માહિતી આપેલ છે. દેવાંગ મહેતા – મહામાનવથી વિશેષ પુસ્તકની ઉપરોક્ત ઈ-કોપી અંગે પ્રતિભાવો તમે જીતેન્દ્રભાઈ જોષીને પત્ર કે ફોન દ્વારા આપી શકો છો.

ઉમરેઠમાં વારાહીમાતાજીનો ૨૫૫મો ભવ્ય હવન યોજાશે.



ઉમરેઠમાં બિરાજમાન હાજરા હજૂર શ્રી વારાહીમાતાજીનો ૨૫૫મો ભવ્ય હવન તા.૨૩.૧૦.૨૦૧૨ને મંગળવારના રોજ પરંપરાગત રીતે શ્રી ચંન્દ્રકાન્તભાઈ દશરથલાલ દવેના આચાર્ય પદે અને શ્રી મધુસુધન નટવરલાલ તલાટી અને જીજ્ઞેશભાઈ મહેશચંન્દ્ર કોઠારીના યજમાન પદે શ્રી વારાહી ચોક ખાતે રાત્રે ૧૧.૦૦ કલાકે યોજાશે જેની પૂર્ણાહૂતિ સવારે ૬.૦૦ કલાકે થશે.

શ્રી વારાહીમાતાજીનો વિખ્યાત હવન ભારતભરમાં માત્ર કાશી અને ઉમરેઠ ખાતે યોજાય છે, જેથી આજે પણ ઉમરેઠને છોટા કાશીના હૂલામના નામથી સંબોધીત કરવામાં આવે છે. આ હવનનું ધાર્મિક મહત્વ ખૂબજ છે. હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે આ હવનમાં યજમાન બનવાનો લાહ્વો મળે છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકો તેમજ મુંબઈ, અમદાવાદ, વડોદરા અને સુરત સહીત વિદેશના ભક્તો પણ આ હવનના દર્શનનો લાભ લેવા અચુક ઉમરેઠ આવતા હોય છે, અને વારાહીમાતાજીના હવનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. માન્યતા છે કે આ હવન દરમ્યાન હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરોને ગાંઠ મારી પહેરવામાં તો સ્વાસ્થય સારૂં રહે છે.

જય કિશાન


ચરોતરના ખેડૂતો નવી રીત ભાત અપનાવવા માટે પ્રચલિત છે. વર્ષમાં ત્રણ પાક કેવી રીતે મેળવવા અને કૃષી ક્ષેત્રે કઈ રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું તેની ગણતરી ચરોતરના ખેડૂતો જ યોગ્ય રીતે કરી શકે. ચરોતરના ચતુર કિશાન ઓછા ખર્ચમાં ખેતીનું કામ કરવા માટે અવનવા નુસખા અપનાવે છે, આવીજ રીતે પોતાના રોજબરોજના કામમાં પણ કરકસર પૂર્વક અખૂટ આનંદ મેળવવા માટે આવા ચરોતરના ચતુર ખેડૂતો નિતનવા નુસખા અજમાવતા હોય છે, ઉમરેઠ પાસેના ઓડ ગામના એક ખેડૂતે પોતાના હોન્ડા બાઈક પાછળ ટ્રોલી જોડી વધુ માલ સામાન લઈ જવા માટે બાઈકનો ઉપયોગ કરે છે. આ ખેડૂત કહે છે કે સ્કૂટરના સાદા બે પૈડા અને લોખંડ હલકા વજનની પ્લેટોથી ટ્રોલી બનાવી હોન્ડા સાથે જોડી દીધી છે, જેથી રોજબરોજ ખેતરમાં ખાતર કે ઘાસના પૂળા જેવી ચીજ વસ્તુ વધારે પ્રમાનમાં લાવવા લઈજવા સુગમતા અને સસ્તુ પડે છે. ટ્રોલી લગાવવાથી બાઈકની એવરેજમાં નુકશાન ન થાય..? તે સવાલના જવાબમાં ખેડૂતે જણાવ્યું હતુ કે, એવરેજ સાથે થોડું સમાધાન કરવું પડે છે, પણ અંતિમ હિસાબ કરીયે તો ઓછી એવરેજ થી પણ કોઈ ફરક નથી પડતો સરવાડે રીક્ષા કે ટ્રેક્ટરની સરખામનીમાં આ નવો નુસ્ખો સસ્તો અને સારો સાબીત થાય છે. આર.ટી.ઓ ના નિયમને આ રીત અનુરૂપ છે..? તેવા પ્રશ્નના જવાબમાં આ ખેડૂતે જણાવ્યું હતુ કે આ નિયમને અનુરૂપ છે કે નહી તે ખ્યાલ નથી પણ આર.ટી.ઓ સાથે વિવાદથી બચવા આ ટ્રોલીનો માત્ર ખેતરથી ઘરે અને ઘરેથી ખેતરમાં જવા માટેજ ઉપયોગ કરૂં છું અન્ય ગામમાં જવાનું હોય તો આ ટ્રોલી ફોલ્ડીંગ હોવાને કારણે નિકાળી દવ છું જેથી આર.ટી.ઓની પણ ગરીમા જળવાઈ રહે. ખરેખર આવા કરકસરીયા ચરોતરના ચતુર ખેડૂતોને જોઈ “જય કિશાન” કહેવું યોગ્ય જ છે ને..! (વિવેક દોશી, આપણું ઉમરેઠ)

ટ્રેન ટુ અમદાવાદ


ઉમરેઠ થી અમદાવાદ જવા માટે હવે ઉમરેઠ રેલ્વે સ્ટેશન થી એક ટ્રેન ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેનમાં છેક ગાંધીનગર સુધી પણ જઈ શકાય છે. દાહોદ ગાંધીનગર અને ગાંધીનગર દાહોદ રૂટ શરૂ કરવમાં આવેલ છે જે વાયા આણંદ ઉમરેઠ રૂટ થઈને જાય છે. ઉમરેઠ થી અમદાવાદ ટ્રેનમાં જવા માટે ઉમરેઠ રેલ્વે સ્ટેશનથી સાંજે ૪.૩૦ કલાકે ટ્રેન મળી શકશે જે ગાંધીનગર સુધી જાય છે. આ ટ્રેન આણંદ ખાતે લગભગ ૨૦ મિનિટ ઉભી રહે છે. એકંદરે સાંજના સમયે શાંતિથી અમદાવાદ જવા ઈચ્છતા લોકો માટે આ ટ્રેન આશિર્વાદ સમાન બની રહેશે કારણ કે સૌથી સારી વાત તે છે કે ઉમરેઠ થી અમદાવાદ જવા આ ટ્રેનમાં માત્ર રૂ.૧૫.૦૦ ભાડું છે.