આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2009

લ્યો..કરો વાત હવે,૧૦૮ ને પણ નડે અકસ્માત…!


લ્યો..કરો વાત હવે,૧૦૮ ને પણ નડે અકસ્માત…!

108 van

108 van

લોકો ને અકસ્માત કે ઈમરર્જ્ન્સીના સમયમા સમયસર હોસ્પીટલમા પહોચાડતી ૧૦૮ વાન ને પણ અકસ્માત નડે છે,હા સાચુ નથી લાગતુને…પણ હકીકત છે ઉમરેઠ આણદ માર્ગ ઉપર માર્ચ-૦૯ માસ દરમ્યાન એક ૧૦૮ વાન પુરઝપાટે દોડતી હતી ત્યારે એક કાર ચાલક પાસે તેને અક્સ્માત થયો હતો જ્યારે આ સમયે અન્ય ૧૦૮ વાન ધ્વારા ઇજાગ્રસ્તો ને હોસ્પિટલમા ખસેડવાની કામગીરી કરવામા આવી હતી
(તસ્વીર-સરદાર ગુરજરી માથી આભાર સહ)

ક્યાક વાચીને ગમી ગયેલા વાક્યો..


(૧)એ.એમ.ટી.એસ.ની બસોમાં ડ્રાયવરની ઉપરના ભાગે લખ્યું હોય છે-

ભારતીય સંસ્કૃતિ વિદેશમાં વખણાય છે,
માટે સભ્યતાથી બેસો કાચમાં બધું દેખાય છે!

(૨)એક ટ્રક પાછળ વાંચેલું…

યમરાજના અધિક્રુત એજન્ટ (!!!!)

ઉપરનુ વાક્ય વાચી મારા એક અજાણ્યા મિત્ર Dhaivat Trivedi એ કોમેન્ટકરી..

સાવધાન – અમારી બીજી અનેક શાખાઓ છે !

(૩)એ.એમ.ટી.એસ.નું વધુ એક નજરાણું…

વાદમાં સર્વશ્રેષ્ટ અમદાવાદ !
(તો પછી વિવાદમાં સર્વશ્રેષ્ઠ ??)

(૪)તમે વાહન પર બેઠા છો કે નનામી પર ? ધીમે ચલાવોને યાર !

–>મારા બિજા એક અજાન્યા મિત્ર Sarth ને યાદ આવેલા કેટલાક વાક્યો..

(૫)ખાનગીમાં કહેવાથી ખામી સુધરી જાય છે. (???)

(૬)હત્યાએ કદી દુનિયાનો ઇતિહાસ બદલ્યો નથી. (ઇતિહાસમાં નજર નાખો તો સારું!!)

(૭)જે જેટલી ચીજો વગર ચલાવી શકે,એ એટલો જ મહાન છે.

(૮)નગરજનો નમસ્તે,કચરો ન ફેંકો રસ્તે.

(9) મિત્ર નીશાત શાહની ટી-શર્ટ ઉપર લખેલુ વાક્ય…

            Good Guys Are Go to Haven
                                                          &
                                        Bad Guys Are Go To Women…

(૧0)સમલૈગીક સબધો ને માન્યતા મળ્યા પછી આઈફા એવોર્ડના સમારોહમા રીતેશ દેસમુખ અને  બોમન ઈરાનીની ટિપ્પણી

cartoon

cartoon

 

 

“પહેલા માતા-પિતા છોકરાને કહેતા,બેટા છોકરી સારા ઘરની અને આપણી નાતની હોય તેવી સાથે પરણજે ,જ્યારે કેટલાક છુટછાટ રાખતા માતા-પીતા પોતાના છોકરાને કહેતા બેટા છોકરી ગમે તે નાતની હોય ચાલસે પણ ચાલ ચલન સારા હોય તેવી છોકરી ને પરણજે
પણ હવે માતા પિતા પોતાના છોકરા ને કહશે
“બેટા તુ છોકરી સાથે જ પરણજે”…!

<—કાર્ટુન સૌજન્ય – સરદાર ગુર્જરી

 

 

  • ધીરે ચલોગે તો બાર બાર મિલેંગે
    નહીતો હરિ કે દ્વાર મિલેંગે
    (જયેશભાઈ ઉપાધ્યાયના બ્લોગ પરથી ઉઠાતરી કરેલ વાક્ય )
    http://jayeshupadhyaya.wordpress.com/

“પૂત્રી” દેવી ભવઃ


અમારા ઉમરેઠ ગામની બાજુ મા એક ખભોળજ નામે ગામ આવ્યુ છે,ત્યા તાજેતરમા એક દાખલા રુપ કીસ્સો બન્યો જો સમાજ આ દાખલા ને સહજ રીતે અપનાવી લે તો સમાજ મા દિકરા અને દિકરી વચે નો ભેદ કાય માટે નીકળી જાય તેમ છે.
   બન્યુ એવુ કે ખભોળજ ગામમા પટેન પરીવારના એક લગભગ ૮૨ વર્શના કાકાનુ અવસાન થયુ તેઓને એક પણ પુત્ર ન હતો જ્યારે બે પુત્રી હતી, જ્યારે તેઓના અવસાન પછી તેઓને કાધ કોણ આપસે ને તેઓની મ્રુત્યુ પછીની ક્રીયા કોણ કરસે પ્રસ્ન બધાને મુઝવતો હતો અન્તે તેઓની પુત્રી આગલ આવી ને પોતાના પિતાની અર્થીને કાધ આપી તેમજ તેમના પીતાની મરજી પ્રમાણે તેઓની આખ નુ દાન કરી તેમના દેહને અગ્નીદાહ પણ આહ્યો..અને પાછળની તમામ ક્રિયાઓ પણ તેઓ ધ્વારા કરવામા આવી એક ગામડામા રહેતા આ પટેલ પરીવારના લોકો આવા ક્રાન્તિકારી વીચારો ધરાવે છે જોઈને સમાજ ના લોકો વિચારમય બની ગયા સાથે સાથે સમાજ મા દાખલા રુપ બની ગયેલ આ યુવતીઓની પ્રસસા પણ કરવા લાગ્યા..ધન્ય છે આવી દિકરીઓ…ભગવાન કરે બધાને આવી દિકરીયો મળે…મોટાભાગે લોકો પોતાના ઘરે દિકરો જન્મ પામે તેવી મનોકામના રાખતા હોય છે પણ આવી દિકરીઓ ને જોઈ લોકો આવનારા દિવસો મા દિકરી પામવાની મનોકામના રાખે તો નવાઈ નથી…!

દશ વ્યક્તિને Forward કરો..નહિતો..અપશુકન થશે…!


આજકાલ અંધ શ્રધ્ધા લોકોના મનમા ઘર કરી ગઈ છે, હું થોડા દિવસ પહેલા નવરો બેઠો ..મોબાઈલ મચેડતો હતો..ને ફટાક દઈને મેસેજન રીગ વાગી લાગ્યુ મેસેજ મા કોઈ જોક,શાયરી હસે પરતુ મેસેજ જોયો તો એક સરસ મઝાનો ગણપતિ દાદા નો ફોટો (આમ તો ફોટો ના કહેવાય ફોટા જેવુ લાગતુ હતુ) હતો ને મેસેજ મા નીચે લખ્યુ હતુ.”આ ગણપતી મુંબઈ ના સિધ્ધી વિનાયક મદિર ના છે ,ત્યા થી આ મેસેજ આવ્યો છે તમે આ મેસેજ દશ જણાને ફોરવર્ડ કરો આમ કરશો તો ૧૦ દિવસ મા તમને સારા સમાચાર મળશે ને આ મેસેજ ની અવગનણા કરશો તો તમારી સાથે આવનાર દશ દિવસમા અપશુકન થશે..! અને સાવધાન આ મેસેજ ભુલ થી પણ ડીલીટ ના કરશો નહિતો તમાર ઉપર મોટી ઉપાદી આવશે.

લો કરો વાત… ભગવાન કદી લોકો ને પોતાનું માર્કેટીંગ કરવાનુ કે ભલા..? આ તો કેવી વાત મે તો તરત મેસેજ ડીલીટ કર્યો ને મેસેજ ડીલીટ કરે આજે લગભગ બે મહીના થયા મારા ઉપર કોઈ મોટી ઉપાદી નથી આવી..!! કે કોઈ અપશુકન પણ નથી થયા..!! મને જે મારા મિત્રાએ મેસેજ મોકલ્યો હતો તે કદી મને મેસેજ તો દુર મિસ કોલ પણ નથો કર્તો એટલો બધો ચીગુસ કે તેને કામ હોય તો પણ યેનકેન પ્રકારે બિજાના ફોન થી લોકો ને ફોન કરે પોતાનો ફોન તો માત્ર સોભાના ગાઠિયાની જેમ મુકી રાખે…પણ જોયુ ને ભગવાન પણ આવા લોકોના ફોન નુ બેલેન્સ કેવી રીતે ઓછુ કરે છે..ફટાક દઈને દશ જણાને મેસેજ મોકલી દશ રૂપીયાની પત્તર ઠોકી નાખી..!

આ દુષણ મેસેજ એકલા મા નથી પણ  ઈ-મેલ મા પણ છે પણ તમે જાનો છો ને ઈ-મેલ મા કોઈ પૈસા નથી થતા.એટલે કોણા બાપ ની દિવાળી…કરે જાવ ફોરવડ…પણ મેં આવા અંધ શ્રધ્ધા ધરાવલા લોકોની ખબર લેવાનો એક મસ્ત રસ્તો શોધી રાખ્યો છે , હવે જે મને આવા ફોર્વર્ડ કરવા વાળા મેસેજ મોકલે છે હું તેજ વ્યક્તિને દશ વાર તે મેસેજ મોકલી દવ છું .(કહેવાની જરુર નથી ઈન્ટરનેટ ઉપર ફ્રી મેસેજ કરવા દે તેવી અઢળક સાઈટો છે.) બસ પછી જે તે વ્યક્તિને સૌ લોકો ને મેસેજ મોકલવો પડે ને…?

..અને હા મારો આ આર્ટીકલ દશ જણાને ફોરવડ કરો ની તો તમારી જોડે અપશુકન થશે…!!!!

ઓર્કુટની ગુજરાતી મેગેઝિન,છાપા અને કોલમ કોમ્યુનીટીના સભ્યોએ ઈ-મેગેઝીન “ધ રીડર્સ”તૈયાર કર્યુ..


 

ખાસ કરીને ઈન્ટરનેટ ઊપર લોકો ટાઈમ પાસ કરવા ચેટીગ કરતા હોય છે,તેમજ સોસીયલ નેટવર્કીગ ની સાઈટૉ ધ્વારા પોતાના મિત્રો સાથે સપર્ક મા રહેતા હોય છે,ખાસ કરી ને યુવાધન હાલમા સોસીયલ નેટવર્કીગ ની સાઈટૉ ઉપર ધામા નાખી બેસી જતુ હોય છે,સોસીયલ નેટવર્કીગ ની સાઈટૉ નો લોકો દુર ઉપયોગ પણ કરે છે પરતુ જો આ સાઈટોનો સકારાત્મક ઉપયોગ કરવામા આવે તો તેનાથી અનેક વસ્તુઓ સિખી સકાય છે તેમજ જાણી સકાય છે.આવીજ રીતે ઓર્કુટ ની ગુજરાતી છાપા અને મેગેઝીન નામની કોમ્યુનીટી ના સભ્યો અને સચાલકોએ ઓરકુટનો સકારાત્મક ઉપયોગ કરી ઓન લાઈન મેગેઝીન તૈયાર કરી અનોખી મિશાલ કાયમ કરી છે..વધુમા ઓર્કુટમા ગુજરાતી છાપા અને મેગેઝીન નામની કોમ્યુનીટી છે..જેમા લગભગ ૨૯૦ સભ્યો છે..છેલ્લા કેટલાય દિવસથી આ કોમ્યુનીટી ક્રિએટીવ કાર્યો કરી રહી છે..બીજી જુને આ કોમ્યુનીટીને એક વર્શ પુરુ થતુ હતુ જે અગાઊ આ કોમ્યુનીટીના સચાલકો  લજ્જા,જાગ્રત અને ભિશ્મક પડીત (એલ.વી.એ)ના મગજમા કોમ્યુનીટીના પહેલા વર્શ ની ઊજવણીના ભાગ રુપે કાઈ નવુ કરી કોમ્યુનીટી ને ભેટ આપવાનુ વિચાર્યુ અને અતે કોમ્યુનીટીને મેગેઝીનની ભેટ આપવાનૂ નક્કી કર્યુ કોમ્યુનીટીના સચાલકો એ પોતાનો આ વીચાર કોમ્યુનીટીના સભ્યો ને જણાવ્યો બધા સભ્યો ખુસ થઈ ગયા અને આ મેગેઝીન માટે કાઈ લખવની અને અન્ય રીતે સહાય કરવાની ખાતરી આપી કોમ્યુનીટીના સચાલકોએ સભ્યો ને પોતાના લેખ સબમીટ કરાવવા માટે લગભગ ૧૫ થી ૨૦ દિવસનો સમય આપ્યો…પણ કોમ્યુનીટીના મહારથી સભ્યો ને દિવસો ઓછા પડ્યા છેવટે સચાલકોએ લેખો સબમીટ કરાવવા પાચ દિવસનો સમય વધારે આપ્યો બધા સભ્યોએ પોતાના લેખો સબમીટ કર્યા..મેગેઝિનના કામમા બધા સભ્યો વ્યસ્ત થઈ ગયા હતા ત્યા સવાલ આવ્યો કે,મેગેઝીન નુ નામ શુ રાખવુ ,ત્યારે કોમ્યુનીટીમા પોલ ધ્વાર મેગેઝીનનુ નામ “ધ રીડર્સ” રાખવાનુ નક્કી થયુ.

ખાસ વાતતો એ છે કે ,આ કોમ્યુનીટી મા પ્રિન્ટ અને ઈ-મીડીયાના કેટલાક દીગગ્જોએ પણ પોતાના અનુભવનો લાભ આપ્યો ,ગુજરાતી છાપા અને મેગેઝીન નામની કોમ્યુનીટીમા પત્રકાર જગતના અગ્રણીઓ જેવાકે ધૈવત ત્રિવેદી,સૌરભ શાહ,લલિત ખંભાયતાએ પણ પોતાના લેખ લખી કોમ્યુનીટીના વાચકોનો ઉત્સાહ વધાર્યો હતો ,જ્યારે કોમ્યુનીટીના નવા ઓન લાઈન મેગેઝીનના વિમોચન સમયે સૌરભ શાહએ મેગેઝીનમા લખાયેલા લેખોનુ પી.એમ કર્યુ હતુ અને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો..મેગેઝીનમા તત્રી સ્થાને થી લખતા રજની અગ્રવાત કોમ્યુનીટી અગે માહીતી આપી હતી. જ્યારે કોમ્યુનીટીના એક વાચક ધ્વારા કટાર લેખક ઉર્વિશ કઠારી અને જય વસાવડાનો ઈન્ટર્વ્યુ નઈ મેગેઝીનને ચાર ચાદ લગાવી દિધા હતા. કોમ્યુ.પ્રથમ વર્ષગાંઠે, વાંચકો દ્વારા અને અનુભવી મહાનુભાવના ટેકાથી નિર્માણ થયેલ મેગેઝિન ડાઉન લોડ માટે-