આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: શ્રી સ્વામિનારાયણ મંદિર

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉજવણી


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલા વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની પરંપરાગત રીતે ઉજવની કરવામાં આવી હતી. શાકોત્સવના મહત્વને સમજાવતા ભક્ત જયંતભાઈ ચોકસીએ જણાવ્યુ હતુ કે,સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના સુપ્રસિદ્ધ એવા લોયા ગામમાં અઢાર મણ ઘીનાં વઘાર કરી સ્વયં રીંગણનું શાક બનાવ્યું હતું, ત્યારથી હરભિકતો શ્રદ્ધાપૂર્વક શાકોત્સવની કરે છે જે પરંપરા અનુસાર ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તો દ્વારા શાકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંપ્રદાયની મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા ઉપર શાક અને રોટલા બનાવવામાં આવ્યા હતા અને તે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાઈ સૌ ભક્તોએ સમૂહમાં આ પ્રસાદ લીધો હતો. વર્ષો પહેલા લોયા ગામમાં સ્વયંમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરી સંતોને પ્રસાદ આપ્યો હતો અને આ પરંપરા આજે પણ ચાલતી આવી છે. આ પ્રસંગે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી રઘુવીરચરણદાસજી, પાર્ષદ કાન્તી ભગત, તેમજ ડાકોર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી વિજયપ્રસાદજી અને શ્રી હરિજીવનદાસજી ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા. શાકોત્સવને સફળ બનાવવા માટે મંદિરના ટ્રસ્ટીઓ જયંતભાઈ ચોકસી, પદ્યુમનભાઈ શુક્લ, અને સત્સંગ મંડળના યુવામિત્રો દ્વારા જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યુવા પારાયણની ઉજવણી


ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને અનુલક્ષી યુવાનોના સર્વાંગીક વિકાસ સહીત યુવાનોમાં ધાર્મિક ભાવના વધે તે હેતુ થી યુવા પારાયણનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરના યુવા કાર્યકરો દ્વારા ધાર્મિક વક્તવ્યો સહીત યુવાન પોતાના જીવનમાં કઈ રીતે સફળતાપૂર્વક પોતાનો વિકાસ કરી શકે તેવા વિવિધ મુદ્દા ઉપર પ્રવચન યોજવામાં આવ્યું હતું આ યુવા પારાયણમાં લગભગ ૩૫૦ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો અને સત્સંગ થી થતા ફાયદા અંગે ચર્ચા કરી હતી. આ સમયે ભજન કિર્તન સહીતની અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓનું પણ આયોજન થયું હતું. બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં હાલમાં બાળકોના સર્વાગીક વિકાસ માટે બાળ પારાયણનું ત્રણ દિવસ માટે સત્ર યોજવામાં આવેલ છે, જેની પૂર્ણાહૂતિ ૨૫.૮.૨૦૧૩ના રોજ યોજાશે.

ઉમરેઠના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવ ઉજવાયો.


ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. છેલ્લા દશ દિવસથી ચાલતા હિંડોળા મહોત્સવમાં વિવિધ કલાત્મક હિંડોળ ઉપર શ્રીજીને ઝુલાવવામાં આવ્યા હતા. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર હિંડોળા મહોત્સવ દરમ્યાન બી.એ.પી.એસ યુવા મંડળ દ્વારા ચોક સ્ટીક, આઈસ્ક્રીંમ,ચલણી નોટો તેમજ સિક્કા સહીત વિવિધ વસ્તુના ઉપયોગથી કલાત્મક હિંડોળા બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં યુવાનો ને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે,તેમ ઉત્કર્ષભાઈ સુથારે જણાવ્યું હતું.

શ્રીજીને ચંદનના વાઘા….


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીજીને અખાત ત્રીજ નિમિત્તે ચંદનના કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઉનાળામાં ગરમીને કારાને વર્ષોથી અખાતત્રીજના દિવસે શ્રીજીને ચંદનના વાઘા પહેરાવવાની પરંપરા છે. (તસ્વીર - કીરીટભાઈ ચોકસી, ઉમરેઠ)

ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રીજીને અખાત ત્રીજ નિમિત્તે ચંદનના કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ઉનાળામાં ગરમીને કારાને વર્ષોથી અખાતત્રીજના દિવસે શ્રીજીને ચંદનના વાઘા પહેરાવવાની પરંપરા છે. (તસ્વીર – કીરીટભાઈ ચોકસી, ઉમરેઠ)

 

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં હરિ જયંતિની ઉજવણી


ઉમરેઠ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના બાલ પ્રવૃતિ અને યુવા પ્રવૃતિ વિભાગ દ્વારા તાજેતરમાં હરિ જયંતિ મહોત્સવની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને બી.એ.પી.એસ. બાળ પ્રવૃત્તિ અંતર્ગત બાળકોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર વિવિધ નાટક ભજવ્ય હતા. બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરના યુવા ગૃપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, બાળકોના જ્ઞાનમાં વધારો થાય અને તેઓ વાંચન કરવ માટે પ્રેરાય તે હેતુંથી સેવા,સંપ,સમર્પણ,સંયમ અને સત્સંગ સહીત પ્રાર્થનાના સહીતના મુદ્દાને આવરી લેતા યુવા અને બાળકોને ઉપયોગી પુસ્તકોનું વિમોચન ઉમરેઠ સરસ્વતી સ્કૂલના રાકેશભાઈ ગુરુજી,પ્રકાશભાઈ ગોહીલ, વિપુલભાઈ,સુર્યકાન્તભાઈના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી હરિ જયંતિ નિમિત્તે મહા આરતીમા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થીત રહ્યા હતા તેમ નિર્દેશક ઉત્કર્ષભાઈ સુથારે જણાવ્યું હતુ. બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ઉમરેઠ દ્વારા યુવા અને બાળકોનું જ્ઞાન વધે અને તેઓ વાંચન અને લેખન પ્રવૃત્તિ સાથે સંકળાય તેવા કાર્યો અવિરત કરવામાં આવે છે. (ફોટો – ઉત્કર્ષ સુથાર)

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે.


ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન “સંકલ્પદિધ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ” શ્રી રાધાકૃષ્ણ દેવનો ૧૪મો પાટોત્સવ તા.૩૦.૩.૨૦૧૩ થી તા.૫.૪.૨૦૧૩ સુધી ઉજવાશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે શ્રીમદ્સત્સંગિજીવનની કથાનું રસપાન શા.સ્વા.હરિગુણદાસજી કથામૃતનું રસપાન કરાવશે.પોથીયાત્રા ભક્ત.જગદીશભાઈ અને બિપીનભાઈના પાનેતર પાર્ક ખાતેના નિવાસ્થાનેથી તા.૩૦.૨.૨૦૧૩ના રોજ સવારે ૮.૩૦ કલાકે નિકળશે. તા.૩૧.૩.૨૦૧૩ના રોજ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ,તા.૧.૪.૨૦૧૩ના રોજ રાસોત્સવ, તા.૨.૪.૨૦૧૩ના રોજ ઠાકોરજીનો પટ્ટાભિષેક તેમજ તા.૩.૪.૨૦૧૩ના રોજ હોમાત્મક મહાપુજા, તા.૪.૪.૨૦૧૩ જળયાત્રા, તા.૫.૪.૨૦૧૩ના રોજ અભિષેક દર્શન, અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે તા..૪.૨૦૧૩ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે હસ્યનો દરબાર , તા૨.૪.૨૦૧૩ના રોજ સત્સંગ ડાયરો અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ધાર્મિક આયોજનનો ભક્તોને લાભ લેવા માટે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના પુજારી સ્વા.શ્રી દિવ્યપ્રકાશદાસજી, પા.કાંતિ ભગત તથા યજમાન પરિવાર અને સમસ્ત સત્સંગ સમાજએ જણાવેલ છે.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં શાકોત્સવની ઉજવણી


  • ગોપાળનંદ સ્વામિનો જન્મોત્સવ પણ ઉજવાયો.

sakotsav_umrethnઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલા વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની પરંપરાગત રીતે ઉજવની કરવામાં આવી હતી. શાકોત્સવના મહત્વને સમજાવતા ભક્ત કીરીટભાઈ ચોકસીએ જણાવ્યુ હતુ કે,સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના સુપ્રસિદ્ધ એવા લોયા ગામમાં અઢાર મણ ઘીનાં વઘાર કરી સ્વયં રીંગણનું શાક બનાવ્યું હતું, ત્યારથી હરભિકતો શ્રદ્ધાપૂર્વક શાકોત્સવની કરે છે જે પરંપરા અનુસાર ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હરિભક્તો દ્વારા શાકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંપ્રદાયની મહિલાઓ દ્વારા ઈંટોના ચૂલા ઉપર શાક અને રોટલા બનાવવામાં આવ્યા હતા અને તે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધરાઈ સૌ ભક્તોએ સમૂહમાં આ પ્રસાદ લીધો હતો. વર્ષો પહેલા લોયા ગામમાં સ્વયંમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શાકોત્સવ કરી સંતોને પ્રસાદ આપ્યો હતો અને આ પરંપરા આજે પણ ચાલતી આવી છે. આ પ્રસંગે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રી સહીત અન્ય મંદિરોના સંત મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તોને આશિર્વચન આપ્યા હતા.

વધુમાં ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ગોપાળનંદ સ્વામિના જન્મોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે મહાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપાળનંદ સ્વામિના મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં હાજરાહજૂર ગોપાળનંદ સ્વામિ સમક્ષ ગોળની બાધા રાખવાની મહત્વ છે. ભક્તો પોતાની માનતા પૂરી થાય તે માટે ગોપાળનંદ સ્વામિ સમક્ષ ગોળ ધરાવવાની બાધા રાખે છે, કેટલાય ભક્તો પોતાની માનતા પૂરી થતી હોવાનું પણ માની રહ્યા છે જેથી ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં ગોપાળનંદ સ્વામિનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં ચલણીનોટોના હિંડોળા.


ઉમરેઠના ઓડબજાર ખાતે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ચલણીનોટોના હિંડોળા કરવામાં આવ્યા હતા. આ સમયે મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો.ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન શ્રીજીને વિવિધ હિંડોળે ઝુલાવવામાં આવે છે તેમ જણાવતા મંદિરના ભક્ત કિરીટભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે, ઉમરૅઠ સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ સ્વામિનારાયણ ભગવાનના નામે છે જેથી મંદિરનું ધાર્મિક મહત્વ ખૂબજ વધારે છે, માત્ર ઉમરેઠ નાજ નહી બહારગામના ધર્મપ્રેમિઓ પણ ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે આવે છે. (ફોટો – મયંક પટેલ)

For More Photos You May Visit My Facebook Account :: http://www.facebook.com/vivekdoshi2000

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રા ઉત્સવ ઉજવાયો.


ઉમરેઠના વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો હાજર રહ્યા હતા અને રથ ખેંચી ધન્યતા અનુભવી હતી. વર્ષોથી મંદિરમાં પરંપરા છે કે, રથયાત્રાના દિવસે શ્રીજીને રથમાં બેસાડી મંદિરની પરિક્રમા કરાવવામાં આવે છે.  (ફોટો-નિમેષ ગોસ્વામી)

 

 

ભાગવત સપ્તાહ પારાયણ @ શ્રી સ્વામિનારાયણ મંદિર – ઓડ બજાર


ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટ મહોત્સવ ઉજવાયો


ઉમરૅઠના ઓડ બજાર વિસ્તાર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી દરમ્યાન અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે શ્રીજીને વિવિધ વાનગીઓ ધરાવવામાં આવી હતી. દિવ્ય દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત ઉમરેઠના વૈષ્ણવ મહાજન મંદિર, સાત સ્વરૂપની હવેલી અને મગનલાલજી મંદિર સહીત લાલ દરવાજા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં પણ અન્નકુટ દર્શનનો ભક્તોએ લાહ્વો લીધો હતો.

(તસ્વીર – મયંક પટેલ – ઉમરેઠ)

આયુર્વેદીક કેમ્પ યોજાશે.


ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી દેવનારાયણ આયુર્વેદ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું રવીવારે સવારે ૯ થી ૫ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ર્ડો સિધ્ધરાજસિંહ રેવર તેમજ ર્ડો શીલા માલીવાડ પોતાની સેવા આપશે. સર્વે જરૂરિયાતમંદ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા સ્વામિનારાયણ મંદિરના તંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.

ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ યોજાયો


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો .આ પ્રસંગે અન્નકુટના દર્શનનું ભવ્ય આયોનજ કરવામાં આવ્યું હતું.  દર્શનનો લાભ લેવા  ભક્તો ઉમટી પડ્યા હતા. (ફોટ – મયંક પટેલ, ઉમરૅઠ)

સ્વામિનારાયણ મંદિરના ૧૨મા પાટોત્સવ નિમિત્તે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિતે નિકળેલ શોભાયાત્રામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ દરમ્યાન સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા આ પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે મંદિરમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. 

..અને ચોરી કેમેરામાં કેદ થઈ ગઈ


બન્યુ એવું કે ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે એક સત્સંગીને ત્યાંથી પોથીયાત્રા નિકળી હતી. પોથીયાત્રા પહેલા સત્સંગીને ત્યાં કેટલાક મહેમાનો આવ્યા હતા જેમાના એક મહેમાનના વોલેટમાં વધારે પ્રમાણમાં રોકડ રકમ હતી. આ મહેમાન ભક્તિમાં તરબોતરબ થઈ પોથીયાત્રા દરમ્યાન ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા જ્યાં એક મહિલાએ તેમનું વોલેટ લઈ લીધુ અને પોથીયાત્ર માંથી અચાનક ઘર ભેગી થઈ ગઈ.

થોડી વાર બાદ જ્યારે પોથીયાત્રા મંદિર પહોંચી ત્યારે પેલા મહાશયને ખ્યાલ આવ્યો કે તેમનું વોલેટ ક્યાંક ગાયબ છે, તેઓએ તેમના અન્ય સ્વજનોને વાત કરી અને તેઓના વોલેટને સૌ કોઈશોધવા લાગ્યા. તેવામાં એક મહાશય બોલ્યા કે તેઓએ પોતાના હેન્ડીકેમમાં પોથીયાત્રાના કેટલાક દ્રશ્યો કેદ કર્યા છે તેઓએ પોથીયાત્રાની શરૂઆતના દ્રશ્યો જોયા ત્યાંજ મંદિરના કાર્યકરોએ એક મહિલાને જોતાની સાથે આ કૃત્ય તેનું જ હોવું જોઈયે તેમ જણાવ્યું અને જોત જોતામાં આ મહિલાની શંકાસ્પદ હિલચાલને આધાર બનાવી મંદિરના કાર્યકરો આ મહિલાને ઘરે પહોંચી ગયાને ઘરમાં જઈ સીધી વોલેટની શોધખોળ શરૂ કરી. આખરે તેઓનો શક સાચો નિકળ્યો આ બદમાશ મહિલાના ઘર માંથી પેલા સજ્જનનું વોલેટ મળ્યું..!

..મહિલા સમજી કોઈએ વધુ બબાલ ન કરતા મામલો ત્યાં ને ત્યાંજ પતાવી દીધો, ના પોલીસ ના ઢીશુમ ઢીશુમ. જોયુ ને આપણા સમાજમાં આજે પણ મહિલાઓને કેટલું માન આપવામાં આવે છે…! જય સ્વામિનારાયણ…જય સ્વામિનારાયણ

ઉમરેઠની નવા જૂની


*

  • ઉમરૅઠના વૈષ્ણવ મંદિરમાં (હવેલી) કથાનું આયોજન કરેલ છે સર્વે વૈષ્ણવોને લાભ લેવા જેવો છે.
  • વડતાલ તાબાના ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના ૧૨મા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ્ ભાગવત સપ્તાહ સપ્તાહ પારાયણનુ તા.૨૩.૩.૨૦૧૧ને બુધવારના રોજ આયોજન કરવામાં આવેલ છે. જેની પૂર્ણાહૂતિ ૨૯.૩.૨૦૧૧ને મંગળવારના રોજ થશે. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. કથાના વક્તા તરીકે ઉમરેઠના શ્રી રઘુવીરચરણદાસજીના શીષ્યો સ્વામિશ્રી રામાનુજદાસજી તેમજ સ્વામિ હરિગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહેશે.
  • વ્હોરા કોમના ધર્મગુરૂના જન્મ દિવસને ધ્યાનમાં લઈ વહોરવાડમાં દિવ્ય રોશની કરવામાં આવી છે, આ વિસ્તારમાં આનંદ ઉત્સાહ નું જોરદાર વાતાવરણ જામ્યું છે.
  • ગરમીની શરૂઆત થઈ ગઈ છે, બસ સ્ટેન્ડ સામે બાદશાહ શેઢીનો રસ પણ ચાલુ થઈ ગયો છે, સાગર ની આઈસ ડીશ હજૂ દેખાઈ નથી, સાગરની ચોકલેટ ફ્લેવરની આઈશ ડીશ ખાવાની મઝા જ કાંઈ ઓર છે.
  • બોર્ડની પરિક્ષા શાંતિપૂર્ણ ચાલી રહી છે, હવે પહેલા કરતા સ્કૂલીની આજૂ બાજૂ પ્રમાણમાં ટોળા ઓછા દેખાયા, લાગે છે વાલીઓ હવે કોપી કરાવવા કરતા છોકરાને ભણાવવામાં વધારે રસ રાખી રહ્યા છે.
  • ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં આવેલ ગિરિરાજધામનું કામ અંતિમ ચરણમાં આવી ગયું છે, અલબત કામ પતી ગયું કહીયે તો પણ ચાલે, ગિરિરાજધામનું નિર્માણ સંપૂર્ણ પૂર્ણ થશે અને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે ત્યારે વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમરેઠ પધારશે.

ઉમરેઠમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી, સ્વામિનારાયણ મંદિરમાં દિપોત્સવ ઉજવાયો


This slideshow requires JavaScript.

ઉમરેઠમાં દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં તમામ ધાર્મિક સ્થાનોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે ઉમરેઠના ઓડબજાર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દિપોત્સવ કરવામાં આવ્યો હતો ત્યારે મંદિર દીપથી ઝળહળી ઉઠ્યું હતુ.
(તસ્વીર – મયંક પટેલ – ઉમરેઠ)

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના ગણેશજીની શોભાયાત્રા બાદ વિસર્જન કરાયું.


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના ગણેશજીની શોભાયાત્ર રંગે ચંગે નગરમાં ફરી હતી જ્યારે શોભાયાત્રામાં નગર સહિત આજૂબાજુના ગામના સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો સહિત ગણેશ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

બપોરના સુમારે નિકળેલ આ શોભાયાત્રામાં ઠેર ઠેર યુવાન ધ્વારા મટકી ફોડ કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો જ્યારે શોભાયાત્રામાં યુવાનોએ ગણપતિ બાપા મોરીયાનો જય ગોષ કરી વાતાવરણમાં અનેરી ધાર્મિકતા ફેલાવી હતી. જ્યારે નગર યાત્રા કરી ગણેશજીની પ્રતિમાં વારાહિ ચકલા વિસ્તારમાં આવી પહોંચી હતી અને તળાવ પાસે શ્રીજીની પ્રતિમાંનું પુજન અને આરતી કરવામાં આવી હતી ત્યાર બાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.