આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2010

રવીવાર (ભાગ-૨)


Google Earth as on 30.8.2010

રવીવારે સાંજે ૮.૩૦ પછી આપણા ઉમરેઠમાં જોરદાર વરસાદ પડ્યો, પહેલાતો વિજળીના ભયાનક ચમકારા અને પછી ગાજવીજ સાથે વરસાદ એક વિજળીનો ચમકારોતો એટલો મોટો હતો કે જાણે બ્લાસ્ટ થયો હોય તેવો અનુભવ થયો.

લગભગ ચાર કલાક એટલે કે મોડી રાત્રે ૧૨.૩૦ સુધી એક ધાર્યો સાંબેલા ધારે વરસાદ ખરેખર ભયાનક હતો. હજૂ પણ આવનારા કેટલાક દિવસો સુધી ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસા રહેશે તેમ ગઈકાલે ટી.વીમાં જોયું હતું. હમના જ ગુગલ અર્થમાં દેશનો નકજો જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે દેશ ઉપર વરસાદના વાદળ કેટલા છવાયેલા છે. આ ગુગલ અર્થમાં દેખાતી તસવીર જૂની હશે કે નવી ખ્યાલ નહિ પણ જો આ તસવીર નવી હોય તો ચોક્કસ ગુજરાત ઉપર મેઘરાજાની સવારી આવાની નક્કી જ.

રવીવાર


આજે રવીવારને ફરી આપણા ઉમરેઠમાં પાવર કટનું ભૂત ધૂન્યું, છેલ્લા બે ત્રણ રવીવારે લાઈટો બંધ નતી રહી જેથી પાવર કટનું ભૂત બાટલીમાં આવી ગયું તેવું સમજતો હતો પણ સવારે ૯ થી બપોરે ૨ સુધી આજે લાઈટો બંધ રહેતા રવીવારની મજા બગડી ગઈ ૨ વાગે લાઈટો આવી અને “થ્રી ઈડીયટ ” મૂવી જોવા બેસ્યો ને પછી થોડીવારમાં ધોધમાર વરસાદ થતા પોળમાં મિત્રો સાથે પત્તા રમ્યો (દો,તીન પાંચ અને લાસ્ટ કાર્ડ)(તીન પત્તી નહિ હો…)

..બસ પછી ફરી લાઈટો ગઈ પણ કલાક માટે ને આવી એટલે ઓફિસમાં થોડું જૂનું કામ તમામ કરવા માળ્યો..સાંજે હું ને મિત્રો નવરા પડીયે તો ચા ની ચુસ્કી પાક્કી…

દર રવીવારે લાઈટો બંધ રાખીને એમ.જી.વી.સી.એલ વાળાને શું મળતું હશે….?

ઉમરેઠમાં પોલીસ આવાસનો લોકાર્પણ સમારોહ યોજાયો


ઉમરેઠ નગરમાં નવનીર્મિત પોલીસ આવાસનું ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી ખંડવાવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

હવે જી-મેલથી કરો મોબાઇલ કૉલ


હવે જી-મેલ ઈ-મેલ પુરતું સીમીત નથી હવે, જી-મેલથી કોલ પણ થઈ શકશે આ અંગે વધુ માહિતી માટે વાંચો આ સમાચાર...

ઉમરેઠમાં શ્રાવણ મહિનો…


શ્રાવણ માસ એટલે ભક્તીનો માસ આ મહીનામા કરેલ ભક્તિ અન્ય મહિના મા કરેલ ભક્તિ કરતા વધુ ફળ આપે છે.શ્રાવણ માસ નાના,મોટા,વૃધ્ધ, તમામ ને ગમતો મહીનો ..
નાના બાળકો ને સ્કુલમા રજાઓ વધુ મળે છે,ધધાદારીઓને આ મહીને ઘરાકી વધુ હોય છે,વૃધ્ધ લોકોને કલાત્મક હિળોડા અને વિવિધ દર્શનનો લહ્વો મળે છે,શ્રાવણ મહીનો શીવ પાર્વતીની ઉપાસના કરવાનો મહીનો છે.

ઉમરેઠમાં શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. શ્રાવણ માસ એટલે ભક્તિનો માસ ઉમરેઠના વિવિધ મહાદેવ તેમજ મંદિરોમાં ખાસ કરીને મહિલા ભક્તોનો ભારે ઘસારો થઈ રહ્યો છે. સવારના સમયે સ્ટેશન રોડ અને પંચવટી વિસ્તારમાં આવેલ મહાદેવ સહિત વૈષ્ણવ મહાજન મોટા મંદિર, મગનલાલજી મંદિર અને પગલ મંદિરમાં રીતસર ભક્તોનું પુર આવી જાય છે.

શ્રાવણ મહિનો એટલે ડાકોરના ઠાકોરની આરાધના કરવાનો સમય, શ્રાવણ માસમાં સવારના સમયે ડાકોરના ઠાકોરની મંગળા આરતી કરવા પગપાળા જઈ ભક્તો ધન્ય થઈ રહ્યા છે તેમજ આરતી કરી ગોટા અને ખમણનો પણ આનંદ લઈ રહ્યા છે.

આ તો કરી શ્રધ્ધા ની વાત પણ ખબર છે કેટલીક મહિલાઓ શ્રાવણ મહીનાની બિજાજ કોઈ હેતુ થી રાહ જોતી હોય છે,હા..શ્રાવણ મહીનામા સાડીઓ નો સેલ હોય છે,ડ્રેસ મટીરીયલ્સ,સોનાચાદીના શો રુમ વિગેરે જગ્યએ સેલ હોય છે સસ્તી ખરીદી માટે પણ શ્રાવણ માસ ની લોકો રાહ જોવે છે,એટલે જ શ્રાવણમાસ ને “સેલ” નો માસ પણ કહેવાય છે.

શ્રાવણીયા જુગારનું પણ ખુબ મહત્વ કેટલાક લોકો માટે હોય છે, શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીના દિવસે તેમજ અન્ય દિવસોમાં કેટલાક જુગારીઓ ગામમાં ખૂણે ખાંચરે જગ્યા શોધી જુગાર રમવાની કૂચેષ્ટા પણ કરતા હોય છે પરંતું આનંદની વાતએ છે કે પહેલાના સમય કરતા પ્રમાણમાં જુગાર રમવાનું ચલન ઓછું થયું છે પણ દૂઃખની વાત તે પણ છે કે લોકો ગામમાં નાના પાયે રમાતા જુગારની જગ્યાએ શહેરોમાં મોટા પાયે રમાતા જુગાર ધામમાં પણ આંટો મારતા હોવાની ખૂણે ખાંચરે ચર્ચા થાય છે…!

રવીવાર


આજે રવીવાર અને એક ખાસ વાત ઉમરેઠમાં લાઈટ નથી ગઈ, પાણી પણ બરાબર આવ્યું છે અને ઓફિસમાં કામ પણ નથી એકંદરે સરસ રવીવાર છે. બપોરે ભરપુર આરામ અને સાંજે વહેલું ઉઠાશે તો મિત્રો સાથે ચા ની ચુસ્કી પાક્કી…

સંતરામ મંદિર ઉમરેઠની વેબ સાઈટ….


ઉમરેઠ સંતરામ મંદિરની વેબ સાઈટ બનાવવાનું કામપુર જોશમાં ચાલી રહ્યું છે. સંતરામ મંદિરની વેબ સાઈટ ઉપર સંતરામ મંદિરના ભક્તો ઘરે બેઠા દર્શન કરી શકશે તેમજ સંતરામ મંદિર ધ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો જાણી શકશે.

આ સાથે આગામી ૨૩.૧૦.૨૦૧૦ થી ૩૧.૧૦.૨૦૧૦ સુધી યોજાનાર પૂ.મોરારીબાપુની કથાનું પ્રસારણ પણ વેબ સાઈટ દ્વારા કરવા માટે પ્રસાસો કરવામાં આવી રહ્યા છે જો બધુ બરાબર રહેશે અને આયોજન મુબજ તમામ કામ પૂર્ણ થશે તો પૂ.મોરારીબાપુની કથા ઘરે બેઠા વિદેશના ભક્તો ઈન્ટરનેટના માધ્યમથી રસપાન કરી શકશે.

સંતરામ મંદિર- ઉમરેઠની વેબ સાઈટની લીન્ક નીચે મુજબ છે.

http://santrammandirumreth.org/

ઉમરેઠમાં ઠેર ઠેર ઉભરાતી ગટરોથી નગરજનિ પરેશાન , રોગચાળાને આમંત્રણ…!


ઉભરાતી ગટર

ઉમરેઠ નગરમાં કેટલાક વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે રાહદારીઓ સહિત સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે ઉભરાતી ગટરોને કારણે રોગચાળાની પણ દહેશત લોકોમાં ઘર કરી ગઈ છે. એક તરફ લોકો ઉભરાતી ગટરના કારણે નાકે હાથ રાખે છે ત્યારે લોકો ફરિયાદ કરે ત્યારે તંત્રના હાથ કાન ઉપર થઈ જાય છે.

ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ દેવશેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરો ઉભરાઈ રહી છે છતા પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી જ્યારે તંત્રના આળશું અભિગમને કારણે લોકોને ખાસ્સી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક તરફ ચોમાસાનો સમય છે સરકાર ધ્વારા સ્વચ્છતા રાખવા અને પાણી ઉકાળીને પીવા જેવી સ્વાસ્થયને લગતી સલાહ આપે એ ત્યારે સરકારી તંત્ર દ્વારા જ ગટર ઉભરાતી હોવા છતા તેનો નિકાલ નહી કરાતા લોકો અચરજ માં મુકાઈ ગયા છે.

ત્યારે રોગચાળો સક્રીય થાય તેના પહેલા તંત્ર સાબદું બને તેવી લોકો લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે.

રાજકિય નેતાઓનું નાટક…!


રાહુલ ગાંધીનું નાટક

રાજકિય નેતાઓ પોતે સામાન્ય માણસ છે તેમ બતાવવા કેટલાક નાટક કરતા હોય છે. ઉપરનું ચિત્ર ફોર્વર્ડ ઈ-મેલ ધ્વારા પ્રાપ્ત થયેલ છે.

ઉમરેઠમાં ૧૫મી ઓગષ્ટની ઉત્સાહભેર ઉજવણી


ઉમરેઠમાં ૧૫મી ઓગષ્ટની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારના સમયે વરસાદને કારણે ધ્વજવંદનમાં મુશ્કેલીઓ નડશે તેવો લોકોને ભય હતો પરંતું ધ્વજવંદનના સમયે વરસાદે વિરામ લેતા શાળા- અને સરકારી કચેરીઓમાં શાંતીપૂર્ણ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

ઉમરેઠની જ્યુબિલી , એચ.એમ.દવે, સેંન્ટ ઝેવિયર્સ, નગરપાલિકા સ્કૂલ તેમજ શીશુ વિદ્યાલયમાં સાંસ્કૂતિક તેમજ મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે ઉમરેઠની તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખશ્રી ભૃગુરાજસિંહ ચોહાણ, મામલતદાર કચેરી ખાતે અનસુયાબેન ઝા, નગર પાલિકા ખાતે પ્રમુખ સરોજબેન રાણા, ન્યાય પાલિકામાં સિવિલજજ શ્રી શાહ સાહેબના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ આ સમયે સરકારી કચેરીઓના અધિકારીઓ સહિત કર્મચારી હાજર રહ્યા હતા.

ઉમરેઠના સાંઈબાબા મંદિર તેમજ બદ્રીનાથ મહાદેવમાં ચોરી


સાંઈ મંદિરમાં ચોરી

ઉમરેઠ સંતરામ મંદિર સંચાલીત સાંઈ મંદિર તેમજ બદ્રીનાથ મંદિરમાં ગતરાત્રીના તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને લગભગ દોઢ લાખ ઉપરાંતની મતા ચોરી કરી હતી. ઉમરેઠ રતનપૂરા માર્ગ ઉપર આવેલ સાંઈબાબાના મંદિર તેમજ તેની બાજુમાં આવેલ બદ્રીનાથ મહાદેવમાં તસ્કરોએ ચોરી કરી હતી જેમાં સાંઈબાબાના મંદિરની ગ્રીલ તોડી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટી, સાંઈબાબાના આભૂષનો, ચાંદીના વાસણો સહિત અન્ય કિંમતી વસ્તુઓ ઉઠાવી ગયા હતા. જ્યારે સાંઈબાબાના મંદિર પાસે આવેલ બદ્રીનાથ મહાદેવમાં રહેલી કિંમતી વસ્તુઓ પણ આ ચોર ઉઠાવી ગયા હતા. જ્યારે ગુરૂવારના દિવસે મોટી સંખ્યામાં સાંઈબાબાના દર્શન કરવા લોકો ઉમટી પડતા હોય છે જેથી આ દિવસે મંદિરમાં ચઢાવો વધુ આવે છે અને દાન પેટીની આવક પણ અન્ય દિવસોની સરખામણીમાં વધારે હોય છે જેથી ચોરોએ તમામ પાસાનો અભ્યાસ કરી ચોરી કરવાનો દિવસ નક્કી કર્યો હશે તેવું સ્થાનિકોનું માનવું છે.

જ્યારે આ અંગે ઉમરેઠ પોલિસને જાણ કરાતા ઉમરેઠ પોલિસ ઘટના સ્થળે આવી ડોગ સ્કોડની મદદથી ચોરોનું પગેરૂં મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે ભગવાનના ધામમાં પણ ચોરોએ પગપેસારો કરી દેતા નગરમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
ઉમરેઠના સાંઈ મંદિરમાં ગુરૂવારના દિવસે કેવી ચહેલ પહેલ હોય છે જોવા માટે અહિયા ક્લિક કરો.

સંતરામ મંદિર ઉમરેઠ


શ્રી સંતરામ મંદિર ઉમરેઠની ટૂંક સમયમાં વેબ સાઈટ લોન્ચ થશે તેમજ ૨૩-૧૦-૨૦૧૦ થી ૩૧.૧૦-૨૦૧૦ સુધી સંતરામ ધામ , ઉમરેઠ ખાતે યોજાનાર પૂ.મોરારીબાપુની કથાનું વેબ સાઈટના માધ્યમની જીવંત પ્રસારણ કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. જો ભગવાનની ઈચ્છા હશે તો પૂ.મોરારીબાપુની કથાનો લાભ આપ સૌ ઈન્ટરનેટ ધ્વારા ઘરે બેઠા પણ લઈ શકશો. સાઈટનું નામ ટૂંક સમયમાં “આપણું ઉમરેઠ” બ્લોગમાં મુકવામાં આવશે.

જય મહારાજ…

.. ઉર્જા મંત્રીનો ઉમરેઠમાં આટો


.. અહો ભાગ હમારે જો આપ હમારે દ્વાર પધારે કોઈ મોંઘેરા મહેમાન આપણે ત્યાં આવે તો આપણા મોં માંથી અચુક આવું વાક્ય સરી જાય. પણ અમારા ઉમરેઠમાં કોઈ મોંઘેરા મહેમાન ગામમાં આવે તો કોઈના મોં માં આવું વાક્ય આવતું નથી સ્વભાવિક છે, નગરજનો માળખાગત સુવિધા જેવી કે લાઈટ અને પાણી માટે તરસ્યાં હોય તો ગામમાં તાલુકા પંચાયતનું મકાન બને કે વન મહોત્સવ ઉજવાય તેમને શો ફેર પડવાનો..?

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી વીજ સમસ્યા છે પણ કોણે પડી છે હું જ નવરો છું એટલે લખ્યા કરું છું. આજે ગામમાં ઉર્જા મંત્રી આવ્યા સાથે મોટું ધીન જનરેટર લઈને આવ્યા..
ભા’ઈ વટ કહેવાય ઉર્જા મંત્રી આવવાના હોય અને સમારોહમાં લાઈટ વિલન બને કેમ ચાલે..? ચાલુ વરસાદે એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ પણ ફુલ ડ્રેસ હાજર થઈ ગયા હતા. અને આપણે વરસાદમાં લાઈટ બંધની ફરિયાદ લઈને જઈયે તો તુરંત તેમના મોં માંથી અગનગોળા વર્ષે..

મામલતદારથી માંડી કલેક્ટર સુધી તમામ વહિવટી તંત્રના રખેવાળો છેલ્લા બે ચાર દિવસથી ઉર્જા મંત્રીની આવો ભગતની તૈયારીમાં લાગી ગયા હતા. છે રસ્તા ઉપર હરિજન શોધ્યા ન જડે ત્યાં હરિજનોની ફોજ મુકી દીધી હતી જે ખાડા વર્ષોથી પુરાતા ન હતા તે રાતો રાત પુરાઈ ગયા..

મંત્રીજી ફરી ક્યારે ઉમરેઠમાં આટો જરૂરથી મારજો….

હું શું કરુ છું…?


..કોમ્યુટર ઉપર વાયરસનો હૂમલો થયો છે..? ક્વીક હીલના હાલ બેહાલ છે. કોમ્યુટર એટલુ બધુ સ્લો થઈ ગયું છે કે ઈ-મેલ પણ જોવાનું મન નથી થતું તો બ્લોગ અપ-ડેટ કરવાની વાત મૂર્ખામી ભરી છે. (ફોરમેટ કરવું નથી)

ઉપરથી કંપનીમાં હળતાલ, વરસાદ, બિમારી વિગેરે વિગેરે… એટલે જ બ્લોગ પણ અપડેટ નથી થતો..! 

..અરે હા ત્યાં સુધી જૂના મુદ્દા વાંચવાના બાકી હોય તો નજર મારો.

ટૂંક સમયમાં મળીશું , ત્યાં સુધી વાંચતા રહો આપણું ઉમરેઠ..

ઉમરેઠ ની નવા-જૂની


ઉમરેઠના આજકાલ હાલ બેહાલ છે, ખરાબ રસ્તા અપૂરતો પાણી પૂરવઠો અને વીજ સમસ્યા અને પાછું ગઈકાલે સાંજે  તોફાની વરસાદે લોકોની પત્તર રગડી નાખી.. બન્યું તેમ કે ગઈ કાલે સાંજે ઉમરેઠમાં વંડોળિયા સાથે વરસાદ થયો કેટલાક ઝુપડ પટ્ટી વિસ્તારના લોકો બેઘર થઈ ગયા. ઉમરેઠ બેચરી ફાટક પાસે આવેલ મારવાડી વસાહતમાં ખાસ્સુ નુકશાન થયું છે. તેમજ બસ સ્ટેશન પાસે એક ઝાડ પડી જતા તે ઝાડ નીચે આવેલ દૂકાન અને એક સ્કૂટરના રામ રમી ગયા હતા.

..ખેર કોઈ જાનહાની નથી થઈ તે સારી વાત છે, પરંતુ ગઈકાલે સાંજે પડેલ ભયંકર તોફાનીયો વરસાદ મારા ૨૯ વર્ષમાં પહેલી વાર જોયો. તે વરસાદને જોઈ આવ..રે વરસાદની જગ્યાએ ચોક્કસ લોકોના મનમાં જાવ…રે વરસાદ ગાવાનું મન થઈ ગયું હશે જ…ભારે વરસાદને પવન ને કારણે લગભગ સાત કલાક સુધી વીજ પૂરવઠો પણ ગુલ થઈ ગયો હતો. તેથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા “હોરર” એપીશોડ ક્લાઈમેક્સ જોવાનું પણ ચુકી ગયો.

..બે ચાર દિવસમાં પાછા મંત્રીઓ ઉમરેઠમાં આવાના છે, આ સમયે પ્રસંગ છે તાલુકા પંચાયત કચેરીના નવા મકાનના લોકાર્પણ નો.. ગામમાં જે રસ્તેથી મંત્રીશ્રી આવવાના છે ત રસ્તા સાફ-સફાઈ સાથે થીંગડા મારવાનું કામ શરું થઈ ગયું છે. (આમ તો આવું કહેવાની જરૂર ન હોય) અને હા કદાચ તે મંત્રી ફકીરભાઈ વાઘેલા હશે..