આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2019

ઉમરેઠમાં આરોગ્ય કેમ્પ યોજાયો.


zaydascamp

ઉમરેઠમાં ઝાયડસ હોસ્પિટલ આણંદ તેમજ લાઈફ કેર ટ્રસ્ટના સંયુક્ર ઉપક્રમે રાહત દરે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આણંદની ઝાયડસ હોસ્પિટલના ર્ડો.ઋતવિક ત્રિવેદી, ર્ડો.પરાગભાઈ પટેલ,ર્ડો.રૂપલ પટેલ તેમજ સ્ટાફ મિત્રોએ પોતાની સેવા આપી હતી. સદર આરોગ્ય કેમ્પમાં ૧૩૩ લાભાર્થોઓને નિષ્ણાંત ર્ડોક્ટર દ્વારા તપાસવામાં આવ્યા હતા સમગ્ર સંચાલન લાઈફ કેર ટ્રસ્ટ ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

ઉમરેઠ – પેટ્રોલ પંપ પર સી.એન.જી ગેસ પૂરવઠો પુરો પાડવા રીક્ષા ચાલકોની રજૂઆત.


ઉમરેઠ ઓડ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પર સી.એન.જી ગેસ ઉપલબ્ધ હોય છે, પરંતુ તાજેતરમાં પેટ્રોલ પંપ પર એચ.પી.સી.એલ ના સેલ્સ ઓફિસર દ્વારા પંપનું નિરીક્ષક કરવામાં આવ્યું હતુ જેમાં પંપ પર સી.એન.જી પુરનાર સ્ટાફ દ્વારા હેલ્મેટ અને સેફ્ટી શુઝ ન પહેરેલા હોવાને કારણે સી.એન.જી પુરવઠો બંધ કરી દીધો હતો, ત્યાર બાદ પંપ સંચાલકો દ્વારા સી.એન.જી પુરનાર સ્ટાફને તાબળતોબ સેફ્ટી હેલ્મેટ અને સુઝ પહેરવા કડક નિર્દેશ પણ આપી દીધા હતા જેનું હવે ચુસ્ત રીતે પાલન પણ થઈ રહ્યું હોવા છતા લગભગ સાત દિવસ થી ઉમરેઠના પેટ્રોલ પંપ પર સી.એન.જી ગેસ પુરવઠો આપવામાં આવતો નથી જેથી આજે ઉમરેઠના રીક્ષા ચાલકો દ્વારા ઉમરેઠ તાલુકા મામલતદાર જે.પી.દવેને રજૂઆત કરી સદર મુદ્દે દખલ કરી યોગ્ય સ્તરે રજૂઆત કરવા જણાવ્યું હતું. રીક્ષા ચાલકોને રજૂઆત ને સ્વીકારી ઉમરેઠ તાલુકા મામલતદાર જે.પી.દવેએ સદર રજૂઆત ઉચ્ચ સ્તરે મોકલી આપી તેમાં ઘટતુ કરવા સકારાત્મકતા દાખવી હતી. વધુમાં ઉમરેઠના રીક્ષા ચાલકોએ આક્ષેપ કર્યો હતો કે ઉમરેઠ તો શું મોટા ભાગના સી.એન.જી પંપ પર ફીલર દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવતા, માત્ર એક્કલ દુક્કલ પંપ પરજ હેલ્મેટ અને સેફ્ટી સુઝ પહેરવામાં આવે છે તો માત્ર ઉમરેઠના પંપ ઉપર જ કાર્યવાહી કેમ કરાય છે, જાણી જોઈ ઉમરેઠના સી.એન.જી કીટ ધરાવતા રીક્ષા અને કારચાલકોને હેરાન કરવામાં આવતા હોવાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. એક તરફ ચુંટણી નજદિક આવી રહી છે ત્યારે જ ઉમરેઠના એક માત્ર સી.એન.જી પંપ પર સી.એન.જી પુરવઠો ખોરવાતા પુરવઠા વિભાગ દ્વારા પણ સદર સી.એન.જી સ્ટેશન પર પુરવઠો પૂર્વવત થાય તે માટે ચક્રોગતિમાન થયા હોવાનું સૂત્રો દ્વારા માહીતી પ્રાપ્ત થઈ રહી છે.

ઉમરેઠમાં સી.એન.જી ગેસ પુરવઠો કંપની દ્વારા પૂર્વવત કરવામાં આવે તે માટે આણંદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલભાઈ બામણીયાએ કંપનીના સેલ્સ એરીયા મેનેજરને વાત કરી સત્વરે સુરક્ષાની સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું, કંપની અને પંપના ટેક્નીકલ ઈશ્યુને કારણે સામાન્ય લોકોને તકલીફ ન પડે તે દિશામાં આગળ વધવા પણ તેઓએ સેલ્સ એરીયા મેનેજરને જણાવ્યું હતું.

શ્રીજીની સુવર્ણ તુલા


suvarn_tuila.jpg

વડતાલ તાબાના ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરનો દ્રિ-દશાબ્દી મહોત્સવની ભક્તિભેર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આજે રાજુભાઈ મનુભાઈ પટેલ અને જયંતભાઈ ચોકસીના યજમાન પદે શ્રીજીની સુવર્ણ તુલાના દિવ્ય દર્શનનોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજીને આજે સુવર્ણ થી તોલવામાં આવ્યા હતા. ભક્તોએ શ્રીજીને સુવર્ણ થી તોલવા માટે તુલામાં મનમુકીને સુવર્ણ અર્પણ કર્યું હતું. 

ઉમરેઠમાં સી.એન.જી ગેસનો પુરવઠો ખોરવાતા રીક્ષા ચાલકો પરેશાન.


ઓડ ચોકડી પાસે સેલ્સ ઓફિસરની વિઝીટ દરમ્યાન સી.એન.જી ફીલરે સેફ્ટી હેલ્મેટ અને સેફ્ટી શુઝ ન પહેરા હોવા થી સી.એન.જી પુરવઠો બંધ કરાયો.

ઉમરેઠની ઓડ ચોકડી પાસે આવેલા સી.એન.જી સ્ટેશન પર ગત રવીવાર થી સી.એન.જી પુરવઠો ખોરવાઈ જતા ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના સી.એન.જી રીક્ષા ચાલકો સહીત સી.એન.જી કાર ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રીક્ષા ચાલકોએ સી.એન.જી ભરાવવા માટે ચલાલી અથવા ડાકોર સુધી લાંબા થવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠની ઓડ ચોકડી પાસે આવેલ સી.એન.જી પંપ પર નિયમિત રીતે સી.એન.જી નું વિતરણ થઈ રહ્યું હતુ પરંતુ ગત રવિવારના રોજ કંપનીના સેલ્સ એરીયા મેજેનર દ્વાર પંપની મુલાકાત કરવામાં આવી હતી જેમાં કાર અને રીક્ષામાં સી.એન.જી પુરનાર વર્કરો દ્વારા સેફ્ટી કેપ તેમજ સેફ્ટી શુઝ ન પહેરેલા હોવાનું ફલીત થયુ હતુ જેને ગંભીર નોંધ લઈ સેલ્સ ઓફિસર દ્વારા તાત્કાલીક ધોરણે સદર પેટ્રોલ પંપને સી.એન.જી પુરવઠો ન આપવા માટે જણાવ્યું હતુ. બીજી બાજૂ પંપ સંચાલકોએ જણાવ્યું હતુ કે કંપની દ્વારા સુચના આપ્યા મુજબ અમે સુરક્ષા સાધનો વર્કરોને પુરા પાડ્યા છે અને તેઓને સેફ્ટી સુઝ સહીત હેલ્મેટ પણ પહેરવા દિશા નિર્દેશ આપી દીધા છે અને સદર સુરક્ષા માનકો પર ખરા ઉતરવા અમે કટીબધ્ધ છે. પંપ સંચાલકએ ઉમેર્યુ હતુ કે કંપની પાસે પૂનઃ સી.એન.જી પૂરઠો બહાલ કરવા અમે સંપર્કમાં છે.

સી.એન.જી પૂરવઠો શરૂ કરાવવા અમે પગલા ભરીશું – ગોપાલ બામણીયા (પુરવઠા અધિકારી)

ઉમરેઠ તાલુકાનો એક માત્ર સી.એન.જી પંપ પર છેલ્લા પાંચ દિવસ થી સી.એન.જી પુરવઠો ન મળતો હોવાની બુમ ઉઠતા પુરવઠા અધિકારી ગોપાલભાઈ બામણીયાએ જણાવ્યું હતુ સદર મુદ્દે યોગ્ય તપાસ કરી ઉમરેઠમાં સી.એન.જી પુરવઠો પૂર્વવત થાય તે માટે સકારાત્મક પગલા ભરીશું.

સુરક્ષા કારણો થી સી.એન.જી પુરવઠો બંધ કરાયો છે.- અરવિંદ ગોવીલ, એચ.પી.સી.એલ

ઉમરેઠના ઓડ ચોકડી વિસ્તારમાં આવેલ સી.એન.જી પંપ પર છેલ્લા પાંચ દિવસ થી સી.એન.જી પુરવઠો ખોરવાયો હોવા અંગે વડોદરા રીજન ના અધિકારી અરવિંદ ગોવીલે જણાવ્યું હતુ કે સદર પંપ પર સુરક્ષા કારનો થી સી.એન.જી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. પંપ સંચાલક દ્વારા સુરક્ષાને લઈ સંતોષ કારક પગલા ભરવામાં આવશે ત્યારે તે અંગે અમે સી.એન.જી ગેસ પુરો પાડતી કંપનીને જાણ કરી સી.એન.જી પુરવઠો બહાલ કરવા જણાવી શકીયે છે.

સી.એન.જી ભરાવવા માટે ૪ કલાક ખોટી થવું પડે છે. – રીક્ષા ચાલક

ઉમરેઠમાં સી.એન.જી પુરવઠો ખોરવાઈ જતા ઉમરેઠના સી.એન.જી રીક્ષા ચાલકો હેરાન થઈ ગયા છે, રીક્ષા ચાલક દિવાલરભાઈએ જણાવ્યું હતુ કે, ઉમરેઠમાં સી.એન.જી ન હોવાને કારણે છેક ચલાલી સુધી સી.એન.જી ભરાવવા જવું પડે છે, જેમાં ચાર કલાક જેટલો સમય બગડે છે જેથી ધંધો કરવાનો સમય પણ પુરતો રહેતો નથી પૈસા અને સમય બંન્ને નો ખુબજ બગાડ થઈ રહ્યો છે, ઉમરેઠમાં સત્વરે સી.એન.જી પુરવઠો બહાલ થાય તેવી તેઓએ માંગ કરી હતી.

ઓડ – દિપડો પકડાયો હોવાનો વિડીયો વાઈરલ, જાણો શું છે હકિકત..!


ગઈકાલે મોડી રાત્રે દીપડો પકડાયો હોવાનો વિડીયો વાઈરલ થયો હતો.

પ્રવર્તમાન ડીઝીટલ યુગમાં સમાચાર ઝડપ થી એકબીજાને મોકલવા માટે શોશિયલ મીડીયા કારગત સાબીત થઈ રહ્યુ છે, પરંતુ અમુક વખતે શોશિયલ મીડીયાને કારણે અફવાઓ અને ખોટા સમાચારો વહેતા થઈ જતા હોય છે. ગઈ કાલે ઉમરેઠ પાસેના ઓડ ખાતે સાંજના સુમારે સ્ટેશન રોડ વિસ્તાર થી રતનપુરા તરફ જતી સીમના પટ્ટામાં સ્થાનિકો દ્વારા દિપડો દેખ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને આ અંગે તેઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી જેને પગલે વન વિભાગ દ્વારા સ્થળ પર આવી સ્થાનિકોના દાવાને ચકાસતા સદર વિસ્તાર માંથી દિપડાના પંજા જોવા મળ્યા હતા અને વન વિભાગ તેમજ દયા ફાઉન્ડેશન દ્વારા દિપડો પકડવા માટે પાંજરા પણ મુકવામાં આવ્યા હતા પરંતુ દિપડો હાથ લાગ્યો ન હતો. જ્યારે રાત્રીના દશ-અગિયારના અરસામાં ઉમરેઠ સહીત ઓડ ની આજૂબાજૂના ગામના લોકોને વોટ્સએપમાં એક વિડીયો મળવા લાગ્યો જેમાં એક દીપડો પગ બાંધેલી હાલતમાં જમીન દોષ થયેલો બતાવવામાં અવ્યો હતો અને માત્ર એક લીટીમાં ઓડમાં દિપડો પકડાઈ ગયો તેમ લખાણ સાથે મુકવામાં આવ્યું હતુ જેને પગલે લોકોએ ધનધનાધન આ વિડીયો એક બીજાને મોકલવાનું શરૂ કર્યું હતુ પરંતુ આ અંગે અમારા સુત્રોએ વન વિભાગનો સંપર્ક કરી દીપડાના વાઈરલ વિડીયો અંગે પુચ્છા કરતા વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે દીપડો હજૂ પકડાયો નથી, જેથી વાઈરલ વિડીયોમાં કોઈ તથ્ય નથી અને તે અન્ય કોઈ વિસ્તારનો હોવાનું ફલીત થયું હતું. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી હજૂ દીપડાની કોઈ ભાળ મળી ન હતી

જાણો શા માટે ઉમરેઠ પોલીસનો સ્ટાફ કથા મંડપમાં પહોંચ્યો..?


શ્રી સ્વામિનારાયણ મંદિરના દ્રિ-દશાબ્દી મહોત્સવ નિમિત્તે યોજાયેલ ભાગવત સપ્તાહમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને ઉપસ્થીત ભક્તોએ સલામી આપી.
 
1.jpg

સરહદ પર જે રીતે લશ્કરના જવાનો સતર્ક રહી દેશની સીમા સાચવે છે, તેવીજ રીતે રાજ્ય અને ગામમાં લોકોની રક્ષા કરવાનું કામ પોલીસ કરે છે. રાત દિવસ વાર તહેવાર જોયા વગર તેઓ સતત લોકોની સેવા કાજે તૈયાર રહે છે જેને કારણે આપણે આરામ થી હરીફરી શકીયે છે, પોલીસ ની સદર કામગીરીની પ્રશંશા કરતા ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરના દ્રિ-દશાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાયેલ ભાગવત સપ્તાહની વ્યાસ પીઠે બિરાજમાન પૂ.હરિગુણદાસજી સ્વામીએ જણાવ્યુંણ હતુ તેઓના આ શબ્દો લોકોના કાને પડતા કથા મંડપમાં ઉપસ્થિત સૌ કોઈ પોતાના સ્થાન ઉપર ઉભા થઈ ગયા હતા અને પોલીસ કર્મીઓને સલામી આપી સન્માનીત કર્યા હતા. આ પ્રસંગે ઉમરે પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ રણજિતસિંહ ખાંટ તેમજ ઉમરેઠ પોલીસ સ્ટેશનના સ્ટાફને મંદિરના તપોમૂનિ ગુરુ રઘુવીર ચરણદાસજીના હસ્તે પુષ્પમાળા તેમજ શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું.

SSU_2265SSU_2361

ઓડ – સ્ટેશન રોડ પર સીમ વિસ્તારમાં દિપડો દેખાયો – વન વિભાગ દ્વારા દિપડો પકડવા પાંજરા મુકાયા..!


diplo01.jpg

dipalo6ઉમરેઠ પાસેના ઓડ ગામે આજે સાંજના સમયે સૂર્ય જર્દા થી સ્ટેશન રોડ વિસ્તારની સીમ તરફ દિપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સીમ વિસ્તારમાં દિપડાના પગલા દેખાતા ભયભીત થયેલા ગ્રામ્યજનો દ્વારા વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી જેને પગલે વન વિભાગ હરકતમાં આવ્યું હતુ અને દિપડો પકડવા ચક્રોગતિમાન કરાયા હતા. વધુમાં આ અંગે સ્થાનિકોની ચર્ચા મુજબ ગત રાત્રિના ઉમરેઠ તાલુકાના ભાટ્ટપુરા ગામની સીમ વિસ્તારમાં પણ દિપડો દેખાયો હોવાની વાત મળી હતી જે અંગે વન વિભાગ દ્વારા તપાસ કરતા દિપડાના પગલા દેખાયા હતા પરંતુ દિપડો હાથ લાગ્યો ન હતો. બીજી બાજૂ રાવડી તલાવડી યોગેશ્વર કૃષી કુટીર પાસે પણ દિપડો દેખાયો હતો જે અંગે પણ વન વિભાગે તપાસ કરતા દિપડાના પગલા દેખાયા હતા જેથી એક જ દિપડો ઉમરેઠ ની આજૂ બાજૂના ગામમાં ફરતો હોવાની દહેશત વ્યાપી રહી છે. વધુમાં કેટલાક સ્થાનિકો ત્રણ દિપડા સીમ વિસ્તારમાં દેખાયા હોવાની ચર્ચા કરી રહ્યા હતા. હાલમાં ઉમરેઠ વન વિભાગ , આણંદ વન વિભાગ સહીત દયા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા દિપડો પકડવા સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ છે તેમજ સ્થાનિકોને કોઈ નુકશાન ના થાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને પ્રભાવીત વિસ્તારમાં લોકોને અવરજવર કરવા પર રોક લગાવવામાં આવી હતી.

 

દિપડો પકડવા ત્રણ પિંજરા મુકાયા.

 
dipalo03.jpg

ઓડમાં દિપડો પકડવા માટે તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતુ અને સીમ વિસ્તારમાં જૂદી જૂદી જગ્યાએ ત્રણ પિંજરા મુકી દિપડાને પકડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પિંજરામાં કેડના પાન સહીત દિપડો આકર્ષાય તેવી ખાદ્ય વસ્તુઓ પણ મુકવામાં આવી હતી આ લખાય છે ત્યાં સુધી દિપડો પકડમાં આવ્યો હોય તેવી જાણવા મળ્યું નથી. 

 
વર્ષ પહેલા સૈયદપુરામાં પણ દિપડો દેખાયો હતો..!
 

ગત જાન્યુઆરી-૨૦૧૮ના અરસામાં આણંદ જિલ્લાના સૈયદપુરામાં પણ દિપડો દેખાયો હતો. તે સમયે પણ વન વિભાગ દ્વારા દિપડો પકડવા ઓપરેશન હાથ ધરાયું હતુ પરંતુ દિપડાને જીવતો પકડવામાં તંત્ર નિષ્ફળ નિવળ્યું હતુ એકજ વર્ષમાં પૂનઃ આણંદ જિલ્લામાં દિપડાએ દેખા દેતા લોકોમાં ભય સાથે કૂતૂહલ સર્જાયું છે. જાણકારો તેમ પણ કહી રહ્યા છે કે આણંદ જિલ્લામાં મહીસાગરની કોતર વિસ્તાર આવતો હોવાને કારણે ભટકેલા દિપડા આવી રીતે સીમમાં પ્રવેશતા હોય છે. 

ડ્રાઇફ્રુટ નો અન્નકુટ


ઉમરેઠ ના શ્રી સ્વામિનારાયણ મંદિર ના દ્રિ-દશાબ્દી મહોત્સવ નિમિત્તે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર માં શ્રીજી ને ડ્રાઇફ્રુટ નાઅન્નકુટ ધરાવવામાં આવ્યા હતા.

ઉમરેઠના પરેશ શાહનું પૂ.રમેશભાઇ ઓઝાના હસ્તે સન્માન


RSS ના મુખપત્ર સાધના સાપ્તાહિક માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ઉમરેઠ ના પરેશભાઇ શાહ નું કથાકાર પુ.રમેશભાઇ ઓઝા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ ઉલ્લેખનીય છે કે આ પહેલા ભૂતકાળ માં મોહન ભાગવત દ્વારા પણ તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. ૨૪ માર્ચના રોજ કર્ણાવતી ખાતે પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના હસ્તે વરિષ્ઠ પત્રકાર તથા દિવ્ય ભાસ્કરના પૂર્તિ એડિટર કૃષ્ણકાંત ઉનડકટને શ્રી રમણભાઈ શાહ – ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દિવસે અમદાવાદની ધી ગુજરાર સ્ટેટ કો. ઓપરેટીવ બેંકના ઓડિટોરિયમમાં એક ભવ્ય પુરસ્કાર અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે શ્રી કૃષ્ણકાંત ઉનડકટને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સાથેસાથે વર્ષ દરમિયાન સાધનાના પ્રચાર-પ્રસાર માટે શ્રેષ્ઠ કાર્ય કરનારા કાર્યકર્તાઓનું સન્માન પણ આ કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું.

ઉમરેઠ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો – ચેક પરત ફરતા વહેપારીને ફટકારી દશ વર્ષની સજા..!


– લે-ભાગુ વહેપારીઓમાં ફફડાટ અને શાહુકાર વહેપારીઓમાં આનંદની લાગણી

2019-02-15_062341.1385180000.jpg

ચેકને કાગળનો કટકો સમજનાર લેભાગુ વહેપારીઓ માટે દાખલા રૂપ ચુકાદો તાજેતરમાં ઉમરેઠ કોર્ટે આપતા લેભાગુ તત્વોમાં ભયની લાગણી જ્યારે સાહુકાર વહેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વધુમાં આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ તાલુકાના બાજીપુરા ગામના ખેડૂત હસમુખભાઈ મણીભાઈ પટેલ પાસે થી તમાકુની દલાલી કરતા રતનભાઈ જેસંગભાઈ પરમાર રહે માલવણ તા.ઠાસરાએ ૨૦૧૩માં રૂ.૩૦,૯૦,૩૭૦ની તમાકુ આપી હતી જે પેટે તેઓએ રૂ. ૧૯,૯૦,૦૦૦ ની ચુકવણી પણ કરી હતી જ્યારે બાકીના રૂ.૧૦,૪૯,૩૭૦ ની વારંવાર ઉઘરાણી કરતા બાકી રકમના હિસાબ પેટે રૂ.૫ લાખનો બેન્ક ઓફ બરોડા સેવાલિયાનો ચેક આપેલ જે ચેક ફરિયાદીએ ઓડ અર્બન કો.ઓપરેટીવ બેંકમાં દેખાડ કરતા ચેક ઈનસફિશયટ નો શેરો મારી પરત ફરતા અને નોટિસનો જવાબ ના આપતા હશમુખ પટેલે ઉમરેઠ કોર્ટમાં રતન પરમાર વિરુદ્ધ કલમ ૧૩૮ મુજબની ફરિયાદ કરી હતી. આ અંગેનો કેસ ઉમરેઠની પ્રિ.સી.જજ આઈ.આઈ.પઠાણની કોર્ટમાં ચાલીજતા કોર્ટે તમામ પાસાઓ ચકાસતા નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ મુજબ ના ગુનામાં તો.દારને તકસીરવાન ઠરાવી તો.દાર રતનપરમારને તકસીરવાન ઠેરવી દશ વર્ષની સાદી કેદની સજા ફરમાવી હતી અને આરોપીએ ચેકની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો.

ઉમરેઠના શ્રી સ્વામિનારાયણ મંદિરનો દ્રિ-દશાબ્દી મહોત્સવ ઉજવાશે.


તા. ૨૪/૩/૨૦૧૯ થી ૩૦/૩/૨૦૧૯ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન

swaminarayan.jpg
 

ઉમરેઠ નિવાસી સંકલ્પસિધ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ તથા અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સ.ગુ.યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીના કૃપાપ્રદાતા અને યશભોક્તા થી ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ નિમિત્તે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર દ્વારા દ્રિ-દશાબ્દી મહોત્સવની ઉજવણી આધ્યાત્મિક ઉન્નતિના આદર્શ પ.પુ.સ.ગુ.સ્વા.શ્રી રઘુવીરચરણદાસજીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. સદર મહોત્સવમાં વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરોના સંત,મહંત વિશેષ ઉપસ્થીત રહેશે અને પોતાની દિવ્ય વાણીનો હરિભક્તોને લાભા આપશે. દ્રિ-દશાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.૨૪.૩.૨૦૧૯ થી ૩૦.૩.૨૦૧૯ સુધી શા.સ્વા.શ્રી હરિગુણદાસજી મહારાજના વક્તા પદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવમાં આવ્યું છે. તા.૨૪.૩.૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૭.૩૦ કલાકે પોથીયાત્રા પ.ભ.જયંતભાઈ નટવરલાલ ચોકસીના નિવાસ સ્થાન થી નિકળશે જે કથા મંડપ ખાતે એસ.એન.ડી.ટી મેદાન ખાતે પહોંચશે. સવારે ૧૦ થી ૧ કલાક સુધી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બપોરે ૩.૩૦ કલાકે ડ્રાઈફ્રુટના અન્નકુટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૫.૩.૨૦૧૯ને સોમવારના રોજ સવારે ૪ કલાક થી રાત્રીના ૧૨ કલાક સુધી અખંડ ધુન તેમજ ૮.૩૦ કલાકે યજ્ઞ અને બપોરે ૩.૩૦ થી ૫.૩૦ કલાક સુધી મુખવાસના અન્નકુટનો લાભ લેવા મંદિર પ્રશાશન દ્વારા જણાવવામાં આવ્યું હતું. તા.૨૬.૩.૨૦૧૯ના રોજ સાંજે ૬ કલાકે ઠાકોરજીનો પુષ્પ અભિષેક , તા.૨૭.૩.૨૦૧૯ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રામ જન્મોત્સવ, સવારે ૧૧ કલાકે નંદ સંતોનું પુજન, બપોરે ૩.૩૦ કલાક થી ૫.૩૦ કલાકે ફલકુટોત્સવ ત્યાર બાદ સાંજે ૫ કલાકે યજ્ઞની પૂર્ણાહૂતિ અને ૫.૩૦ કલાકે શ્રી કૃષ્ણ જન્મોત્સવ કરવામાં આવશે. તા.૨૮.૩૨૦૧૯ના રોજ સવારે ૮ કલાકે ગોપાળાનંદ સ્વામિનું પુજન સાંજે ૫ કલાકે ઠાકોરજીની સુવર્ણ તુલા તેમજ તા.૨૯.૩૨૦૧૯ના રોજ સવારે ૭.૩૦ કલાકે મહાપુજા અને સાંજે ૪ કલાકે શોભાયાત્રા નિકળશે. નિત્ય કથાનું રસપાન શા.સ્વા.શ્રી હરિગુણદાસજી મહારાજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ તેમજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ કલાકે કરાવશે. આ ઉપરાંત રાત્રી કાર્યક્રમમાં  ૨૪.૩.૨૦૧૯ના રોજ રાત્રીના ભજન સંધ્યા, તા.૨૫.૩.૨૦૧૯ના રોજ અમિત જાદુગરનો શો, તા.૨૬.૩.૨૦૧૯ના રોજ રાસોત્સવ, તા.૨૭.૩.૨૦૧૯ના રોજ મહીલામંચ અને તા.૨૮.૩૨૦૧૯ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રશાશન દ્વારા જણાવવામાં આવ્યુથતુ કે, સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ પણ સદવિદ્યા ટીવી પર કરવામાં આવશે આ ધાર્મિક અને સાંસ્ક્રૃતિક કાર્યક્રમનો લાભ લેવા માટે હરિભક્તોને મંદિરના વહીવટ કર્તા દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

ઉમરેઠ – પંચવટી વિસ્તારમાં હોળીના અંગારા પર ભક્તો ચાલ્યા..!


ઉમરેઠની ચોકસીની પોળના ગોપાલલાલજી મંદિરમાં કોપરાની હોળી પ્રગટાવી.


કોપરાની હોળીનું અનેરું ધાર્મિક મહત્વ

આણંદ જિલ્લાનું ઐતિહાસીક ઉમરેઠ નગર અનેક ધાર્મિક કારણોસર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર સ્થાન છે. જગવિખ્યાત ૧૯ કવચનો હવન ઉમરેઠના વારાહીમાતાના સાનિધ્યમાં થાય છે. ઉમરેઠમાં રાજા રણછોડના પગલા પણ આવેલા છે તેમજ ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ વડતાલતાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો દસ્તાવેજ ખુદ ભગવાન શ્રી સ્મામિનારાયણના નામે છે. આવી ધાર્મિક ભૂમિ પર નગરની ચોકસીની પોળ ખાતે આવેલ દોઢસો વર્ષ જૂના ગોપલલાલજી મંદિરમાં ભગવાન સમક્ષ પરંપરાગત રીતે કોપરાની હોળી પ્રગટાવવામાં આવે છે. સદર હોળીમાં કોપરાની કાચલીઓ મુકી તેને પ્રગટાવવામાં આવે છે. હોળી પ્રાગટ્ય બાદ ચોકસીની પોળની મહિલાઓ બાળકો સહીત પૂરુષો હોળીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે. હોળી પ્રગટે ત્યારે ચોકસીની પોળની મહિલાઓ હોળીના ગીતો ગાઈ પોતાની ભક્તિ અને ઉત્સાહ પ્રગટ કરે છે. હોળી પ્રગટાવ્યા બાદ મંદિરમાં આરતી પુજા વિધિ પણ કરવામાં આવે છે. ઉમરેઠમાં સદર ચોકસીની પોળમાં બિરાજમાજ ગોપાલલાલજી મંદિરના ઠાકોર અને ઠકરાણી સમક્ષ પ્રગટાવવામાં આવતી કોપરા હોળી સમાજના તમામ લોકો અનુસરે તે સમયની માંગ છે.

ધાર્મિક પરંપરા સાથે વાતાવરણની પણ જાળવણી થાય છે.

કોપરાની કાચલી થી હોળી પ્રગટાવવાની પરંપરાને કારણે ધાર્મિક પરંપરા તો સચવાય છે જે સાથે સાથે લાકડાનો બચાવ થાય છે અને વાતાવરણ પણ સચવાય છે. જો બધા લોકો લાકડાની જગ્યાએ આવી પરંપરાગત હોળી પ્રગટાવે તો તેઓની ધાર્મિક પરંપરા અને વાતાવરણ બંન્ને સચવાય.

પૂરુષોના નામે જ કોપરા અર્પણ કરાય છે.

ચોકસીની પોળના મીનાબેન ચોકસીએ જનાવ્યું હતું કે, કોપરા થી પ્રગટાવવામાં આવતીમાં કોપરાની કાચલીઓ ઘરમાં જેટલા પુરૂષો હોય તેટલીજ આપવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતુ કે તેમના ઘરમાં બે પૂરુષો છે જેથી તેઓ પોતાના ઘર તરફ થી માત્ર બે જ કોપરાની કાચલી હોળી પ્રગટાવવા આપી શકે છે. આ પરંપરા વર્ષો થી ચાલી આવે છે.

ઉમરેઠના જય લાધાવાળાએ GATE ની પરિક્ષામાં ઓલ ઈન્ડિયામાં ૯૬ રેંક મેળવ્યો..!


પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલ માંથી તેમજ એન્જીનીયરીંગ વિદ્યાનગરની જી.એચ.પટેલ કોલેજ માંથી કર્યું હતું.
jay (1).jpg
 
તાજેતરમાં ગેટની પરીક્ષાનું પરિનામ જાહેર કરવામાં આવ્યું હતુ જેમાં ઉમરેઠના જય ઘનશ્યામ લાધાવાળાએ ગેટ સ્કોર ૮૮૮ સાથે ઓલ ઈન્ડીયા રેન્ક ૯૬ પ્રાપ્ત કરી પોતાની કોલેજ્સ સ્કૂલ અને પરિવાર સાથે સમાજના ગૌરવમાં વધારો કર્યો હતો. આ અંગે જય લાધાવાળાએ જણાવ્યું હતુ કે જાહેર ક્ષેત્રની અગ્રણી કંપણીઓમાં ક્લાસ વન અધિકારી તરીકે નિમણુંક માટે ગેટની પરીક્ષા લેવાય છે જે પાસ કરવા માટે તેઓ દ્રઢ સંકલ્પ સાથે મહેનત કરી રહ્યા હતા તેઓએ ઉમેર્યું હતુ કે ઉમરેઠની જ્યુબિલી સ્કૂલમાં ૧૨ સાયન્સ પાસ કર્યા બાદ વિદ્યાનગર સ્થીત જી.એચ.પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજીમાં અભ્યાસ કર્યો હતો. જય લાધાવાળાની સદર સિધ્ધિ બદલ તેઓના પરિવારજનોએ અને શુભેચ્છકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. 

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉમરેઠ બ્રાન્ચમાં “કરન્સી ચેસ્ટ બ્રાન્ચ” સુવિધા બંધ કરવા હીલચાલ..!


કરન્સી ચેસ્ટ બ્રાન્ચ તરીકે ઉમરેઠ સ્ટેટ બેંક સેવા બંધ કરશે તો  શિડ્યુલ બેંક તેમજ ખાનગી બેંકોને નાણા મુકવા મુશ્કેલી પડશે.
 
sbi.jpgઉમરેઠમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ધ્વારા કરન્સી ચેસ્ટ બ્રાન્ચ તરીકે સુવિધા પુરી પાડવામાં આવે છે, જેને બંધ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઉમરેઠ શાખા દ્વારા હીલચાલ થતી હોવાની સૂત્રો દ્વારા માહીતી મળી રહી છે બીજી બાજૂ ઉમરેઠ સ્ટેટ બેંકના મેનેજર દ્વારા આ અંગે જણાવ્યું હતુ કે હજૂ માત્ર સદર સુવિધા બંધ કરવા બેંકના ઈન્ટરનલ મેનેજમેન્ટ વચ્ચે ચર્ચા થઈ રહી છે જેને અંતિમ નિર્ણય હજૂ લેવાયો નથી. ઉલ્લેખનીય છે કે કરન્સી ચેસ્ટ બ્રાન્ચ તરીકે ઉમરેઠ સ્ટેટ બેંક દ્વારા સુવિધા બંધ કરવામાં આવશે તો ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામની ખાનગી તેમજ શિડ્યુલ બેંક ને પોતાના પૈસા મુકવા માટે તેમજ નવી નોટો ની લેવડ દેવડ માટે અન્ય બેંકની કરન્સી ચેસ્ટ બ્રાન્ચ નો સહારો લેવો પડશે. હાલમાં બેંકો દ્વારા વધારે સુવિધા આપવાની હોળ જામી છે ત્યારે ઉમરેઠ સ્ટેટ બેંક દ્વારા કરન્સી ચેસ્ટ બ્રાંન્ચ ની સુવિધા બંધ કરવામાં આવનાર હોવાની વાતો ને લઈ વહેપારી આલમ સહીત ખાનગી તેમજ શિડ્યુલ બેંકો દ્વારા નારાજગીનો માહોલ વ્યાપ્યો છે. ઉમરેઠ સ્ટેટ બેંક દ્વારા કરન્સી ચેસ્ટ બ્રાંન્ચ સુવિધા ઉપર થી બંધ કરવા માટે નિર્દેશ મળ્યા હોવાનું બેન્કના સુત્રો દ્વારા ચર્ચા થઈ રહી છે પરંતુ બેંક દ્વારા ખર્ચ નું ભારણ ઘટાળવા માટે સદર નિર્ણય લેવા માટે હીલચાલ થઈ રહી હોવાનું બેંક ક્ષેત્રના વિશેષજ્ઞ જણાવી રહ્યા છે. 
 
શું છે કરન્સી ચેસ્ટ બ્રાંન્ચ..?
 
કરન્સી ચેસ્ટ બ્રાંચ એટલે શિડ્યુલ તેમજ ખાનગી બેંકો પોતાની વધારાની કેશ કરન્સી ચેસ્ટ બ્રાંચમાં ભરી શકે છે તેમજ નવી નોટો તેમજ અન્ય નાણાકિય વ્યવહારો બેંક કરન્સી ચેસ્ટ બ્રાંચ દ્વારા કરે છે. 
 
કરન્સી ચેસ્ટ બ્રાન્ચ સુવિધા શા માટે બંધ કરાય છે..?
 
ઉમરેઠ સ્ટેટ બેંક શાખા દ્વારા અચાનક કરન્સી ચેસ્ટ બ્રાન્ચ સુવિધા બંધ કરવાનો નિર્ણય કેમ લેવાયો તેના જવાબમાં બેંકિંગ ક્ષેત્રના વિશેષજ્ઞો દ્વારા જણાવ્યું હતુ કે કરન્સી ચેસ્ટ બ્રાન્ચએ રીઝર્વ બેંકના નિયમોનું પાલન કરવું પડે છે જેમાં નિયત સીસ્ટમ ને અનુસરી સિક્યુરીટીઝ, કાર્ટીંગ સહીત અન્ય ખર્ચનું ભારણ ઓછુ કરવા પણ બેંક દ્વારા સદર સુવિધા બંધ કરવાની ગણતરી હોઈ શકે

પુષ્ટીમાર્ગીય હવેલીઓમાં વૈષ્ણવોના ઠાકોરજીની સેવા કરવાની વ્યવસ્થા કરવી જોઈયે – પ.પૂ.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી


ઉમરેઠ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ફુલફાગ હોલી રસીયા કાર્યક્રમ યોજાયો.

vyo03vyo4
 

vyo02પુષ્ટીમાર્ગમાં ઠાકોરજીની સેવા ખુબજ અઘરી હોવાને કારને વૈષ્ણવો હવે ઠાકોરજીની સેવા કરવાનું ટાળી રહ્યા છે. હાલની દોડભાગ ભરી જિંદગીમાં વૈષ્ણવોને બહારગામ જવાનું થતુ હોય છે, તેવ સમયે અને ઘરમાં સુતક હોય ત્યારે પણ ઠાકોરજીની સેવાનો પ્રશ્ન ઉદભવે છે જેના નિરાકરણ માટે પુષ્ટીમાર્ગીય તમામ હવેલીમાં વૈષ્ણવોના આવા ઠાકોરજીની સેવા માટે અલાયદા મુખ્યાજીની વ્યવસ્થા કરી હવેલીમાં ઠાકોરજી પધરાવવાની વ્યવસ્થાની ખુબ જરૂર છે, આવો ક્રાંતિકારી વિચાર વૈષ્ણવો સમક્ષ શ્રી વ્રજરાજ મહોદયજીએ ઉમરેઠ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ઉમરેઠ શાખા દ્વારા આયોજિત ફુલફાગ રસિયા મહોત્સવમાં મુક્યો હતો અને ઉમેર્યું હતુ કે રાજકોટ ખાતે હવેલીમાં આ અંગે તેઓ દ્વારા શરૂઆત પણ કરવામાં આવનાર છે. શ્રી વ્રજરાજકુમાર મહોદયજીએ વચનામૄત કરતા જણાવ્યુ હતુ કે, કિર્તન કરવા થી ઠાકોરજી વિશેષ પ્રસંન્ન થાય છે, અમુક વૈષ્ણવો કિર્તન નથી આવડતુ તેવા બહાના કરે છે, પણ જો તે યોગ્ય ભાવ થી શીખવામાં આવે તો તે અશક્ય પણ નથી, આપણે ફિલ્મી ગીતો શીખ્યા વગર ગાઇ શકીયે છે તો કિર્તન કેમ ન આવડે તેઓએ ઉમેર્યુ હતુ કે સંગીત ઇશ્વર ને પામવા માટે ઉત્તમ માધ્યમ છે. શ્રી વ્રજરાજકુમાર મહોદયજીએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ ના વૈષ્ણવો ખુબજ ભક્તિમય છે. કેટલાય લોકો ને ત્યા પુષ્ટ કરેલા ઠાકોરજી ની પણ સેવા આજે પણ vyo01થાય છે, તેઓએ વૈષ્ણવવો ને ઉદ્દેશી જણાવ્યુ હતુ કે ઠાકોરજીની સેવા ભાવ સાથે કરવામાં આવે તો ઠાકોરજી અવશ્ય સ્વીકારે છે. ઉમરેઠ વી.વાય.ઓ દ્વારા નવી ધાર્મિક પ્રવૄત્તિ કરવામા આવે તેવી મહારાજશ્રીએ આજ્ઞા કરી હતી. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ઉમરેઠ શાખા દ્વારા નાશિકવાળા હોલ ખાતે યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમાર મહોદયજીના સાનિધ્યમાં તેમજ રાજુભાઈ એન.શેઠ,કનુભાઈ રમણલાલ દોશી (ડાકોર),મદનલાલ કાન્તિલાલ દોશીના મનોરથીપદે તેમજ રાજેશ્રીબેન શાહ અને રસીકભાઈ ચોકસીના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો.  ફુલફાગ રસીયા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજૂબાજૂ ના ગામના વૈષ્ણવો મોટી સંખ્યા માં ઉપસ્થીત રહ્યા હતા અને ફુલફાગ રસિયા મહોત્સવ નો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપકભાઈ ચોકસીએ કર્યું હતુ તેમજ આભાર વિધિ ભાવેશભાઈ શાહએ કરી હતી તેઓએ શ્રી વીશા ખડાયતા વણિક મંડળ નાશિકવાળા હોલના પ્રમુખ રાકેશભાઈ શાહ, નયનભાઈ શાહ (બારદનવાળા) નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવ્યેશભાઈ દોશી, પ્રણવ શાહ, રાજૂબેન શાહ,પ્રકાશભાઈ શાહ તેમજ કદમભાઈ દોશી અને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના સભ્યો તેમજ વૈષ્ણવોએ ભારે જહેમત ઉઠાવી હતી.