આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2021

ઉમરેઠ – યુવા મોરચા દ્વારા વૄક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.


ઉમરેઠ તાલુકા – શહેર યુવા મોરચા દ્વારા પર્યાવરણ અંગે યુવાનોમાં જાગૄતિ લાવવા માટે વૄક્ષા રોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ યુવા મોરચાના પ્રમુખ આવૄત પટેલ તેમજ મહામંત્રી કૌટિલ્ય બાવાવાળાએ ઉપસ્થીત યુવા કાર્યકરોને પર્યાવરણ અંગે અન્ય યુવાનોમાં જાગૄતિ લાવવા જણાવવામાં આવ્યું હતુ. જન્મ દિવસ તેમજ અન્ય પ્રસંગ ની યાદગીરી અર્થે વૄક્ષ ઉછેરવા માટે સુચન કર્યું હતું. કાર્યક્રમમાં આણંદ જિલ્લા યુવા મોરચા ના પથિકભાઈ તેમજ તાલુકા પ્રમુખ વિમલ પટેલ, શહેર પ્રમુખ હર્ષ શહેરાવાળા ઉપસ્થીત રહ્યા હતા.

હવે , વેક્સીન સર્ટીફીકેટમાં ઓનલાઈન સુધારો કરી શકાશે.


વેક્સીન સર્ટીફીકેટમાં નામ, ઉંમર સહીત લીંગ માં કોઈ ભૂલ થઈ હોય તો તમે ઓનલાઈન ઘરે બેઠા પણ સુધારી શકો છો તે માટે તમારે નીચે દર્શાવેલ સ્ટેપ અનુસરવાના રહેશે..

(૧) સૌ પ્રથમ તમે https://www.cowin.gov.in/home ઓપન કરો
(૨) જમણી બાજૂ ઉપરની સાઈડ ખુણામાં Ragister/Sing In YourSelf લખેલું આવશે તેના પર ક્લીક કરો.
(૩) ત્યાર બાદ તમારો રજીસ્ટર મોબાઈલ નંબર એન્ટર કરો.
(૪) રજીસ્ટર મોબાઈલ એન્ટર કર્યા બાદ તમને એક OTP મળશે જે એન્ટર કરો.


(૫) OTP એન્ટર કર્યા બાદ નીચે દર્શાવ્યા મુજબ સ્ક્રીન ઓપન થશે જેમા Raise an issue ઉપર ક્લીક કરો.


(૬) Raise an issue ઉપર ક્લીક કર્યા બાદ નીચે મુજબ સ્ક્રીન ઓપન થશે જેમાં Correction in Certificate ઉપર ટીક કરો.

(૭) ત્યાર બાદ નીચે દર્શાવ્યા પ્રમાણે સર્ટીમાં સુધારા કરવા માટે ઓપશન બતાવશે તમારે જે વસ્તુ સુધારવી હોય તેના પર ક્લીક કરો. દા.ત. તમારે Year Of Birth સુધારવું હોય તો તેના પર ટીક કરી તમારું સાચુ Year Of Birth એન્ટર કરો.

(૮) સાચી વિગત એન્ટર કર્યા બાદ તમને નીચે મુજબ મેસેજ મળી જશે, પછી ઓનલાઈન સુધારો થયા બાદ તમારું સર્ટીફીકેટ તમે ડાઉન લોડ કરી શકો છો.

%d bloggers like this: