આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2020

શ્રી ગણેશદાસજી મહારાજે હું પણ કોરોના વોરીયર્સ અભિયાન હેઠળ સંકલ્પ લઈ ભક્તોને પણ માસ્ક પહેરવા આહ્વવાન કર્યું.


SHREE GANESHDASJI MAHARAJ, UMRETH – SANTRAM TEMPLE

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાની દ્વારા તાજેતરમાં ૨૧/૫/૨૦૨૦ થી તારીખ ૨૭/૫/૨૦૨૦ સુધી “હું પણ કોરોના વોરીયર્સ” અભિયાનની જાહેરાત કરી હતી જેમાં નાગરિકોને વડિલો અને બાળકો સાથે ઘરમાં રહેવા, ઘર બહાર જરૂરિયાતના સમયે નિકળતા માસ્ક પહેરવો તેમજ દો ગજ કી દુરી એટલે કે શોશિયલ ડીસ્ટન્સ રાખવા સંકલ્પ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે પણ “હું પણ કોરોના વોરીયર્સ” અભિયાન અંતર્ગત સંકલ્પ લીધો હતો અને જણાવ્યું હતુ કે પ્રવર્તમાન સમયમાં કોરોના મહામારી સામે ની લડાઈમાં જીતવા સૌ કોઈએ ઘર બહાર નિકળતા સમયે માસ્ક અવશ્ય પહેરવો જોઈયે તેમજ ઘરમાં નાના બાળકો તેમજ વડીલોની વિશેષ કાળજી લઈ તેઓ ને ઘર બહાર ન નિકળવું પડે તેની કાળજી લેવી જોઈયે તેમને આ ઉપરાંત જણાવ્યું હતુ કે ઘર બહાર ખરીદી કરવા નિકળીયે ત્યારે શોશિયલ ડીસ્ટન્સ રાખવું ખુબ જરૂરી છે તેમજ સાબુ કે સેનેટાઈઝર થી વારંવાર હાથ ધોવા તેમજ પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતે સુરક્ષીત છે કે નહી તે જાણવા અનુરોધ કર્યો હતો.

સ્મરણાંજલિકા કેસેટના નિર્માતા એન.કે.પરીખનું નિધન


સ્મરણાંજલિકા કેસેટના નિર્માતા અને મૂળ ઉમરેઠના નવનીતલાલ કેશવલાલ પરીખ (એન.કે.પરીખ) નું આજે ટુકી માદગી બાદ મુંબઈ ખાતે નિધન થયું હતુ જે સમાચાર ઉમરેઠ ખાતે તેઓના વતનમાં મળતા તેઓના સ્વજનો સહીત વૈષ્ણવ સંપ્રદાયમાં શોક ની લાગણી ઉલ્લેખનીય છે કે સ્મરણાંજલિકા કેસેટ પુષ્ટીમાર્ગના ભજન માટે વિખ્યાત હતી જેના નિર્માતા એન.કે.પરીખ હતા, સમગ્ર વૈષ્ણવ સમુદાયના ઘરે ઘરે સ્મરણાંજલિકા કેસેટ સવારે વગાડાવામાં આવતી હતી પ્રવર્તમાન યુગમાં કેસેટ નું ચલણ બંધ થતા સદર કેસેટ નું ડીઝીટલાઈઝેશન કરી પેન ડ્રાઈવમાં સમાવી લીધી હતી ઉપરાંત પુસ્તક સ્વરૂપે પણ તાજેતરમાં પ્રકાશીત કરી હતી. એન.કે.પરીખ ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિમાં પ્રમુખ પદે તેમજ કારોબારી સભ્ય પદે પણ ભૂતકાળમાં પોતાની સેવા આપી હતી.

સરકારી સ્કૂલના શિક્ષકે લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓને પોસ્ટકાર્ડ લખી જૂની વાતો વાગોળી..!


ઉમરેઠના સાજીદ સૈયદ સર વિંઝોલની પ્રાથમિક શાળામાં એકવીશ વર્ષથી ફરજ બજાવે છે. 

એક તરફ ખાનગી સ્કૂલો દ્વારા વેબીનાર ધ્વારા વિદ્યાર્થીઓના સંપર્કમાં રહી વિડીયો કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે સંપર્કમાં રહેવામાં સરકારી સ્કૂલના શિક્ષક દ્વારા નવો કિમિયો શોધી નાખવામાં આવ્યો છે. સરકારી સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહેવા માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના સાજીદ સૈયદ સર ઉમરેઠ પાસેના અને ઠાસરા તાલુકાના વિંઝોલ ગામની સરકારી સ્કૂલમાં ૨૧ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે હાલમાં તેઓ શાળાના આચાર્ય તરીકે કાર્યરત છે અને શાળાના તમામ ૨૩૩ વિદ્યાર્થીઓના નામ તેઓને કંઠસ્થ યાદ છે, વિદ્યાર્થીઓના પરિવારમાં કોણ-કોણ છે તેનું પણ તેઓ ધ્યાન રાખે છે અને આજ બધી વિગતો સાથે વિદ્યાર્થી સહીત તેઓના પરિવારજનોના ખબર અંતર પોસ્ટ કાર્ડ થી તેઓ પુછી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ લગભગ ૨૩૩ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટકાર્ડ લખી દીધા છે.સાજીદ સૈયદ સરે જણાવ્યું હતુ કે, અમારી સ્કૂલનું નામ વિંઝોલ પ્રાથમિક જીવન શાળા છે, પ્રાથમિક શાળા આગળ તેઓએ “જીવન” શબ્દ ઉમેરવાનું કારણ જણાવતા ઉમેર્યું હતુ કે, અમારી શાળામાં બાળકોને જીવતા તો શિખવ્યે જ છે પરંતુ તેમને જીવવા પણ દઈયે છે, મતલબ બાળક ને જે વિષયમાં રૂચિ હોય તે વિષયમાં તેને કોઈ રોકટોક વગર આગળ વધવા મદદ કરીએ છે. જીવનમાં અમુક વાતો વિદ્યાર્થીઓ પચાવી શકતા નથી અને તેઓ ઉતાવળે ન ભરવાના પગલા ભરી દેતા હોય છે જેથી વિદ્યાર્થીઓને નિષ્ફળતા પચાવવાના પાઠ પણ શિખવવામાં આવે છે. લગભગ ૨૧ વર્ષ થી વિંઝોલ સ્કૂલમાં હોવવાના કારને વિદ્યાર્થીઓ સહીત તેઓના પરિવારજનોને પણ તેઓ સારી રીતે ઓળખે છે, ઉપરાંત અમુક વિદ્યાર્થીઓના પિતા પણ તેઓના હાથ નીચે ભણી ચુક્યા છે, જેથી અહિયા તેઓને એક પરિવાર જેવો માહોલ મળે છે.સરકારી સ્કૂલમાં મોટાભાગે  વિદ્યાર્થીઓ કોમ્યુટર અને ઈન્ટરનેટ ઘરે વાપરી સકવા આર્થિક રીતે સક્ષમ હોતા નથી જેને પગલે ખાનગી સ્કૂલની જેમ તેઓ વિદ્યાર્થીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા ભણાવી તો નથી શકતા પરંતુ તેઓને પોસ્ટકાર્ડ લખી તેઓના ખબર અંતર ચોક્ક્સ પુછી રહ્યા છે. પ્રવર્તમાન કપરી પરીસ્થીતીમાં શિક્ષક કો પત્ર મળવાથી વિદ્યાર્થીઓને માનસીક શાંતિ મળે છે અને પરિવાર સિવાય પણ તેઓને અંગત રીતે કોઈ વ્હાલ કરતું હોય તેવો તેમને અહેસાસ મળે છે. શાળાના આચાર્યનો પત્ર તેમના ઘરે જાય જેને લઈને તેઓનું મનોબળ ઉંચુ જાય છે અને તેઓ ભણતર પ્રત્યે વધુ સજાગ થાય છે.વિદ્યાર્થીઓના વાલી સ્માર્ટ ફોન વાપરતા હોય છે તેઓને વોટ્સએપ દ્વારા થોડા ભણતર ને લગતા મેસેજ મોકલી વિદ્યાર્થીઓ ભણવામાં વ્યસ્ત રહે અને તેઓને લેશન આપવાનું કામ તેમજ પરીક્ષાનું પેપર મોકલવાનું વોટ્સએપ દ્વારા શરૂ કર્યું છે, વિદ્યાર્થીઓ લેશન કરી વોટ્સએપમાં તેઓને પાછું પણ મોકલી રહ્યા છે, વિદ્યાર્થીઓ તરફ થી આવો સકારાત્મક જવાબ મળતા તેઓને પણ આત્મ સંતોષનો અનુભવ થતો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

%d bloggers like this: