આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2017

ચૂંટણી રથ : ઉમરેઠ PART 01 AND PART 02


PART 01

https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvivekdoshiumreth%2Fposts%2F10211005313754438&width=500

PART 02

https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvivekdoshiumreth%2Fposts%2F10211005305634235&width=500

ઉમરેઠ – ડમ્પર વીજ લાઈન સાથે ટકરાતા ૫ વીજ થાંભલા, ૧ ડી.પી ધરાશય


રાત્રીના ૨.૧૫ કલાકની આસપાસ બનેલી ઘટના, એમ.જી.વી.સી.એલને લાખ્ખોનું નુકશાન

This slideshow requires JavaScript.

ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના લગભગ ૨.૧૫ કલાકે એક ડમ્પર ગફલત ભરી રીતે હંકારતા ડમ્પર વીજ લાઈન સાથે ટકરાયું હતુ જેને કારને સદર વીજ લાઈન સાથે જોડાયેલા ૫ જેટલા વીજ થાંભલા અને એક ડી.પી ધરાશય થઈ ગઈ હતી અને અડધા ઉમરેઠમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠના બસ સ્ટેશન વિસ્તારમાં નગરના મુખ્ય દરવાજા પાસે થી પસાર થતા હાઈવે રસ્તા ઉપર થી એક અજાણ્યું ડંપર પુર ઝડપે જઈ રહ્યું હતુ જે પોલીસ સ્ટેશન થી ગામ તરફ જતી વીજ લાઈન સાથે ટકરાતા સદર લાઈન પર આવતા પાંચ જેટલા વીજ પોલ ધરાશય થઈ ગયા હતા. અચાનક વીજ પોલ ધરાશય થતા બસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતા અન્ય વાહનો પોતાની જગ્યાએ ઉભા રહી ગયા હતા પરંતુ ડંમ્પર ચાલક ત્યાંથી ફરાર થવામાં સફળ થયો હતો. ઉમરેઠ એમ.જી.વી.સી.એલ કચેરી ઘટના સ્થળ થી માંડ ૨૦૦ મીટર દુર હોવાને કારણે તાબળ તોળ એમ.જી.વી.સી.એલ ના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને રસ્તો ક્લિયર કરી ટ્રાફિક પુર્વવત કર્યો હતો. સદનસીબે વીજ કરંટ કે વીજ પોલ પડવાને કારણે કોઈ જાનહાની ન થઈ હોવાને કારણે એમ.જી.વી.સી.એલ ના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે ઉમરેઠ ટાઉન ઈજનેર આનંદભાઈ ધોખાઈએ જણાવ્યું હતુ કે વીજ થાંભલા ઉભા કરી ડી.પી કાર્યરત કરવા યુધ્ધના ધોરણે કામ શરૂ કરી સવારના સમયે વીજ પુરવઠાથી પ્રભાવીત થયેલા કેટલાક વિસ્તારમાં બેક-અપ એનર્જી થી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો હતો જ્યારે બાકીના વિસ્તારમાં પણ વહેલી તકે વીજ પૂરવથો પૂર્વવત કરવા એમ.જી.વી.સી.એલના અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગી ગયા હતા. તેઓએ ઉમેર્યું હતુ કે સદર ઘટનાના પગલે એમ.જી.વી.સી.એલને માતબર નુકશાન થયુ છે અને સ્થાનિકોને અગવડતાનો સામનો કરવો પડ્યો છે, સમગ્ર ઘટના માટે જવાબદાર ડમ્મપ ચાલક સામે તેઓ ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી.

ઉમરેઠના વિવિધ વિસ્તારના ગણેશજીની ઝાંખી


સાચીમાતા યુવક મંડળ, ચોકસી બજાર - ઉમરેઠ

સાચીમાતા યુવક મંડળ, ચોકસી બજાર – ઉમરેઠ

મોઢવાળા, તુળજામાતા - ઉમરેઠ

મોઢવાળા, તુળજામાતા – ઉમરેઠ

જામ્બાબારી - ઉમરેઠ

જામ્બાબારી – ઉમરેઠ

રાજપુતચોરા - ઉમરેઠ

રાજપુતચોરા – ઉમરેઠ

ભટ્ટવાળી પોળ, ઉમરેઠ

ભટ્ટવાળી પોળ, ઉમરેઠ

સારસીયાની ખડકી, ઉમરેઠ

સારસીયાની ખડકી, ઉમરેઠ

પત્થરવાળી પોળ, ઉમરેઠ

પત્થરવાળી પોળ, ઉમરેઠ

ભટ્ટ નો ખાંચો , ઉમરેઠ

ભટ્ટ નો ખાંચો , ઉમરેઠ

હરસિધ્ધીમાતા યુવક મંડળ, વાંટા - ઉમરેઠ

હરસિધ્ધીમાતા યુવક મંડળ, વાંટા – ઉમરેઠ

વ્યાસ ચોરા - ઉમરેઠ

વ્યાસ ચોરા – ઉમરેઠ

(21)ravadiyavad_Umrethn22vata_street_umreth_n.jpg

દરજીવાડ ના નાકા, ઉમરેઠ

દરજીવાડ ના નાકા, ઉમરેઠ

(24)kharvavadi_umreth_n

રાજપુત યુવક મંડળ - વાંટા - ઉમરેઠ

રાજપુત યુવક મંડળ – વાંટા – ઉમરેઠ

ઓમ ગૃપ - ઉમરેઠ

ઓમ ગૃપ – ઉમરેઠ

(1)Kachiyavad_Umreth

કાછીયાવાડ, દાદાનો દરબાર – ઉમરેઠ

(2)Shelatiyakuva_Umreth

શેલતિયા કૂવા – ઉમરેઠ

(3)vaghanath_chakla_Umreth

વાઘનાથ ચકલા – ઉમરેઠ

(4)pat_pole_Umreth

પાટ પોળ – ઉમરેઠ

(5)varahi_Chakla_Umreth

વારાહી ચકલા – ઉમરેઠ

(6)shilivaga_Umreth

શીલીવગા – ઉમરેઠ

(7)piplimata_umreth

પીપળીમાતા – ઉમરેઠ

(8)UFC_umreth

યુ.એફ.સી.ગૃપ – હવન ચોક , ઉમરેઠ

(9)devpath_devsheri_Umreth

દેવપથ ગૃપ, દેવશેરી – ઉમરેઠ

(10)panchavati_Umreth

પંચવટી મિત્ર મંડળ – ઉમરેઠ

(11)aadhy_shakti_yuvak_Mandal_Umreth

આદ્ય શક્તિ ગૃપ – ખરાદીની કોઢ ઉમરેઠ

થામણા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો.


જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડા ઉપસ્થીત રહ્યા

IMG-20170824-WA0044

જીસીઇઆરટી ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન વલાસણ ઉપરાંત તાલુકા પંચાયત ઉમરેઠ તથા બીઆરસીભવન ઉમરેઠ દવારા આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન 2017/18 પ્રાથમિક શાળા થામણા મુકામે યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કક્ષાએ પ્રથમ આવેલ કૃતિઓ એ ભાગ લીધો હતો કુલ પાંચ વિભાગમાં પંચોતેર કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમના પથદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રમુખ શ્રી જિલ્લાપંચાયત શ્રીમતી કપિલાબેન ચાવડા ના હસ્તે કરવામાં આવ્યું હતું , આ વખતે થામણા સરપંચ રેખાબેન પટેલ,ઉપસરપંચ ચંદ્રકાન્ત પટેલ,સિનિયર સિટીજન ફોર્મ ના હોદ્દેદારો,બીટ નિરીક્ષક ,લાઈઝન ઓફિસર તિલોત્તમાબેન ,શિક્ષક સંઘ ઉમરેઠના પ્રમુખ બહાદુર સિંહ ,મંત્રી ગોવિંદભાઇ પટેલ,સુભાષભાઈ પ્રજાપતિ,બીઆરસી કો-ઓર્ડીનેટર -સીઆરસીઓ,પે-સેન્ટર આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર પાંચ વિભાગમાં પ્રથમ નંબરે પસંદ થશે બાળ વૈજ્ઞાનિકોએ જિલ્લાકક્ષાએ યોજાનાર ગણિત-વિજ્ઞાન મેળામાં ભાગ લેવાણી તક મળશે યજમાન શાળાના આચાર્ય ઠાકોર તથા સટાફ મિત્રોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થનાર ગ્રામજનો તથા દાતાશ્રીઓ નો આભાર માન્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગ્યટ્ય થી કરવામાં આવી હતી

ઉમરેઠમાં ગણેશજીની ભક્તિભેર સ્થાપના


અગિયાર દિવસ સુધી વિધ્નહર્તાની થશે આરાધના

This slideshow requires JavaScript.

ઉમરેઠમાં આજે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવનો શુભ આરંભ થઈ ગયો છે. નગરના વિવિધ ગણેશ પંડાલોમાં આજે શુભ મહુર્ત સાચવીને શ્રધ્ધાભેર ગણેશજીની પુજા અર્ચના કરી સ્થાપન વિધિ યોજાઈ હતી. આ સમયે ધાર્મિક વાતાવરણ જામ્યું હતું. સવારે ગણેશજીની આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉમરેઠના ચોકસી બજારમાં સાચીમાતા યુવક મંડળ દ્વારા પ્રથમ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મિતેષભાઈ શાહ (આગરવાવાળા), કદમ દોશી, ભાવિન (મુન્નાભાઈ) શાહના મુખ્ય યજમાન પદે ગણેશ સ્થાપના વિધિ યોજાઈ હતી. ઉમરેઠના સાચીમાતા યુવક મંડળના ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે યશ શાહ, પરમ શાહ, અર્પણ શાહ તેમજ કૃણાલ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે સાચીમાતાના ગણેશજીને કીલ્લામાં બિરાજમાન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દેવપથ ગૃપ દેવશેરી, કાછીયાવાડ દાદાનો દરબાર, શેલતિયાકૂવા તેમજ પંચવટી વિસ્તારમાં પણ ગણેશજીની પુજા કરી આજે સ્થાપના કરવામાં આવી હતી.

 

ઉમરેઠના ધનંજય શુક્લને ગૌ સેવા બદલ બ્રહ્મગૌરવ એવોર્ડ એનાયત.


n

તાજેતરમાં અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા અમદાવાદ દ્વારા બ્રહ્મગૌરવ એવોર્ડ- ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઉમરેઠના ધનંજયભાઈ શુક્લને ઉમરેઠ તાલુકામાં ગૌ સેવા કરવા બદલ પ્રમાણપત્ર અને એવોર્ડ એનાયત કરી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે સમગ્ર ગુજરાતભર માંથી બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ પંથકમાં ગાયમાતા કોઈ પણ જગ્યાએ પીડાતી હોય ત્યારે ધનંજયભાઈ શુક્લ ગૌ સેવાકાજે ૧૦૮ ની જેમ પહોંચી જાય છે. આ ઉપરાંત ગાયોને કતલ ખાને જતી રોકવા પણ તેઓ સજાગ છે.

જો તમારે નાશિકવાળા હોલમાં ગરબા રમવા હોય તો આ જરૂર વાંચો ..!


જો તમે ઉમરેઠમાં રહેતા હોવ અને શ્રી ગૃપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ-૨૦૧૭માં નાશિકવાળા મેદાનમાં ગરબા રમવા ઈચ્છતા હોવ તો આ ખબર તમારા માટે ખુબ જરૂરી છે.

આ વર્ષે શ્રી ગૃપ દ્વારા ગરબા રમવા ઈચ્છુક ભાઈઓ માટે ફરજિયાત પાસ પધ્ધતિ રાખી છે. ગરબા રમવા ઈચ્છુક ભાઈઓએ તા.૨૫.૮.૨૦૧૭ થી ૦૫.૯.૨૦૧૭ સુધીમાં ગરબા રમવા માટે પાસ મેળવવા એક ફોર્મ ભરી શ્રી ગૃપને સુપ્રત કરવાનું રહેશે. આ ફોર્મ ભરવા માટે રૂ.૧૫૦/- શુલ્ક રાખવામાં આવેલ છે. ભાઈઓ દ્વારા ગરબા રમવા માટે જે ૧૫૦/- રૂપિયા આપવામાં આવશે તે તમામ રકમ શ્રી ગૃપ દ્વારા ભારતીય સેનાના હીત માટે સુપ્રત કરવામાં આવશે.

sg01

દર વર્ષની જેમ બહેનો માટે ગરબા રમવા કોઈ ફી વસુલ કરવામાં નહી આવે.

લોક લાગણી અને માગણીને આધીન શ્રી ગૃપ દ્વારા આ વર્ષે ગરબા રમવા ઈચ્છુક ભાઈઓપ માટે પાસ વ્યવસ્થા અમલમાં મુકી છે, અને ગામના યુવાનો સદર કાર્યમાં સહકાર આપશે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. 

sg02_n

 

બેસણું


બેસણું

champaben

ઉમરેઠ થી વસંતલાલ કેશવલાલ પરીખ (સંદીપ કાપડ ભંડાર)ના જયશ્રી કૃષ્ણ. સખેદ

જણાવવાનું કે મારા ધર્મ પત્નિ અ.સૌ.ચંપાબેન વસંતલાલ પરીખનું તા.૧૬.૮.૨૦૧૭ના

રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૮.૮.૨૦૧૭ને સોમવારના રોજ રાખેલ છે.

સ્થળ – દશા ખડાયતા ની વાડી –  સમય – સવારે ૯ થી ૧૦.૩૦

લી.

નિમેષ વસંતલાલ પરીખ –  સંદીપ વસંતલાલ પરીખ (કેનેડા)

મોબાઈલ નંબર – ૯૮૨૪૪ ૬૮૨૦૬

મહાગુજરાત ચળવળમાં શહીદ થયેલા ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશ ભટ્ટને પુષ્પાંજલી અર્પણ કરાઈ.


મહાગુજરાત ચળવળમાં કેટલાય લોકોએ શહીદ થયા હતા જેમાં ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનારી પેઢીને સ્વ.સુરેશભાઈ ભટ્ટનું બલીદાન સ્મરણમાં રાખે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવી હતી જ્યાં શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ દ્વારા તેઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે, આજે ઉમરેઠની ગુજરાતી શાળા નં.૧ ના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સામાજિક સેવકો દ્વારા સ્વ.સુરેશભાઈ ભટ્ટની ખાંભી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વ.સુરેશભાઈ ભટ્ટના બલીદાનને સૌ કોઈએ યાદ કર્યું હતું. આ સમયે હરિવદનભાઈ ભટ્ટએ જણાવ્યું હતુ કે, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ન હતી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય અસ્તીત્વમાં હતું, જેમાં થી ગુજરાતને છુટુ કરવા માટે ગુજરાતીઓ દ્વારા જે ચળવળ કરવામાં આવી હતી જેમાં સ્વ.સુરેશભાઈ ભટ્ટએ સક્રીય રીતે ભાગ લીધો હતો અને તેઓ શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે મહાગુજરાતની ચળવળમાં ઉમરેઠના ત્રણ પનોતા પૂત્રો સ્વ.સુરેશ ભટ્ટ, સ્વ.હરિહર ખંભોળજા તેમજ સ્વ.અશોક ભટ્ટએ મહત્વનું યોગદાન આપ્યું હતુ જેમાંથી સ્વ સુરેશ ભટ્ટ મહાગુજરાત ચળવળ દરમ્યાન શહીદ થયા હતા. .હરિહર ખંભોળજા અને સ્વ. અશોક ભટ્ટએ ગુજરાતની રાજનીતીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આ ત્રણેય ઉમરેઠના સપૂતોને તેમના બલીદાન અને ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે ઉમરેઠની પ્રજા અને ખાસ કરીને બ્રહ્મસમાજ ક્યારે પણ નહી ભૂલે. શ્રધ્ધાંજલિ કાર્યક્રમ દરમ્યાન ઉમરેઠ નગરપાલિકાના સભ્ય ભદ્રેશભાઈ વ્યાસ, ગૌ સેવક ધનંજય શુક્લ, સામાજિક કાર્યકર અનીલભાઈ ત્રિવેદી, ગુજરાતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.

હમિદપુરા ખાતે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનનો લોકાર્પણ સમારોહ યોજાયો.


પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઉમરેઠ તાલુકાની ૧૨૧ મહીલાઓને ગેસ જોડાણનું વિતરણ કરાયું.

ujjavala

u_oઉમરેઠ તાલુકાના હમિદપુરા ગામ ખાતે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનનો લોકાર્પણ સમારોહ તેમજ ઉમરેઠ તાલુકામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૨૧ લાભાર્થી મહીલાઓને ગેસ જોડાણનો વિતરણ કાર્યક્રમ રોહીતભાઈ પટેલ (ખાણ ખનીજ મંત્રી)ના હસ્તે યોજાયો હતો. સમારોહની શરૂઆતમાં હમિદપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી. આણંદ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એમ.એમ.પારધીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ર્ડો.ધવલભાઈ પટેલ (કલેક્ટરશ્રી), રોહીતભાઈ પટેલ (મંત્રી,ખાન-ખનીજ) કપીલાબેન ચાવડા (પ્રમુખ, જિલ્લા પંચાયત) તેમજ રોહીતભાઈ (સરપંચ, હમિદપુરા)એ દીપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મુક્યો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા રોહીતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, હમિદપુરામાં ૨.૩૯ કરોડના ખર્ચે પુરવઠા વિભાગનું ગોડાઉન બનતા હવે ઉમરેઠ તાલુકાના દુકાનદારોને જથ્થો લેવા માટે આણંદ સુધી નહી જવું પડે. હમિદપુરામાં ગોડાઉન બનતા સ્થાનિક લોકોને રોજગારી મળશે અને લાભાર્થીઓનું અનાજ સુરક્ષીત રીતે તેઓના તાલુકા માંજ ઉપલબ્ધ બનશે. વધુમાં તેઓએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ પ્રાપ્ત કરનાર મહીલાઓને અભિનંદન પાઠવ્યા હતા અને બાકી રહેલા લાભાર્થીઓને સત્વરે પોતાના ગેસ જોડાણ મેળવી ધુમાળા રહીત ચુલો કરવા માટે આહ્વાન કર્યું હતું. સમારોહમાં ઉપસ્થીત મહીલા લાભાર્થીઓને મંત્રીશ્રી રોહીત પટેલ, કપીલાબેન ચાવડા (પ્રમુખ-જિલ્લા પંચાયત), રોહીતભાઈ (સરપંચ, હમિદપુરા)ના હસ્તે ગેસ જોડાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરેઠની એમ.જીતેન્દ્ર શાહ એચ.પી.ગેસ ડીલરના ૧૦૧ તેમજ દિનેશ બ્રધર્સ ભારત ગેસના ૨૦ મળીને કુલ ૧૨૧ લાભાર્થીઓને ગેસ જોડાણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમરેઠ તાલુકા મામલતદાર એ.એ.પટેલ, પુરવઠા મામલતદાર શેલત તેમજ જિલ્લા પુરવઠા અધિકારી એમ.એમ.પારધીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કોમલબેન શર્મા (પણસોરા)એ કર્યું હતુ અને અંતે આભારવિધિ બી.જી.ઉપાધ્યાયએ કરી હતી. કાર્યક્રમ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થીત રહ્યા હતા.

u2o

ujjawala02

ઉમરેઠ લાયોનેસ કલબ દ્વારા જેલમાં રક્ષાબંધન ની ઉજવણી.


raxabandhan_n

ઉમરેઠ લાયોનેસ કલબની બહેનો દ્વારા આજે જેલમાં કેદીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લાયોનેસ કલબના નિતાબેન વ્યાસે જણાવ્યું હતુ કે જેલમાં પોતાના ગુન્હાની સજા કાપતા કેદીઓ સામાજિક જીવન થી દુર હોય છે તેઓ માટે તહેવાર કે સામાન્ય દિવસ સરખા જ હોય છે તેઓને પણ વાર-તહેવાર ઉજવવા મળે અને પોતાના પરિવારની ખોટ ન પડે અને ભવિષ્યમાં તેઓ સારા રસ્તે પોતાનું જીવન પસાર કરે તે માટે લાયોનેસ કલબ ની બહેનો દ્વારા જેલના કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ કલબ ના પ્રમુખ રાવજીભાઈ પટેલ, સામાજિક કાર્યકર ઘનશ્યામભાઈ પરમાર તેમજ ઉમરેઠના વરિષ્ઠ પત્રકાર કમલભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોતાની સામે સદર માનવીય અભિગમ દાખવવામાં આવતા કેદીઓને હર્ષના આસુ આવી ગયા હતા અને ભવિષ્યમાં કેદ પૂર્ણ કર્યા બાદ સારા રસ્તે જીવન વિતાવવાનો સંકલ્પ કર્યો હતો.

ઉમરેઠ નો સોસાયટી વિસ્તાર એલ.ઇ.ડી લાઇટ થી ઝગમગશે.


light

ગુજરાત સરકારની સ્કીમ એનર્જી સેવીંગ સ્કીમના લંક્ષાકને પુરો કરવા વિજળી બચાવો અભિયાન અંતર્ગત ઉમરેઠ નગરની વિવિધ સોસાયટીઓમાં એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવનાર છે. નગરપાલિકા દીવા-બત્તી કમીટીના ચેરમેન કનુભાઈ શાહ દ્વારા ધનલક્ષ્મી સોસાયટીમાં શ્રીફળ વધેરી સદર કાર્યની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકાના શાશક પક્ષના નેતા હર્ષ શહેરાવાળા, હેમાલીબેન શુક્લ તેમજ લાઈટ વિભાગના નિતિનભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા. કનુભાઈ શાહએ જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં વિજળી ની બચત થશે અને નગરની વિવિધ સોસાયટીઓ એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટ થી ઝગમગ થશે.

ઉમરેઠ પોલીસ સ્ટેશનની જિલ્લા કલેકટર ર્ડો.ધવલ પટેલે મુલાકાત કરી.


polioce02

આજે ઉમરેઠના નવ નિર્મિત પોલીસ સ્ટેશનની જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો.ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ઉમરેઠ પોલીસ સ્ટેશન સ્માર્ટ પોલીસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે, પોલીસ સ્ટેશનમાં આધુનિક સુવિધાઓ થી સજ્જ છે ત્યારે જિલ્લા કલેક્ટરશ્રીએ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી વિવિધ રેકોર્ડનું નિરીક્ષણ કર્યું હતુ અને ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એ.જે.ચૌહાણ તેમજ સ્ટાફના મિત્રોની પ્રશંશા કરી હતી.

ABP News Gujarati – Umreth Vidhan Sabha Assembly


%d bloggers like this: