આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2017

બોલીવુડ સહીત રમત જગતની હસ્તીઓના મેક-અપ આર્ટીસ્ટ તરીકે લંડનમાં ખ્યાતમાન ઉમરેઠની પૂર્વિ શાહ.


તાજેતરમાં દીયા ઓર બાતી ફેઈમ ગૌતમ ગુલાટી સહીત ભૂતકાળમાં રણબીર કપુર,દિપીકા પાદુકોણ અને અમિતાભ બચ્ચનના સેટ પર કામ કરવાની મળી હતી તક.

purvi_with_gutam_gulatiઉમરેઠના કેટલાય લોકો હાલમાં વિશ્વના અનેક દેશોમાં વસવાટ કરી રહ્યા છે તેમજ પોત પોતાના ધંધા વ્યવસાયમાં શિખર પર પહોંચી પોતાના પરિવાર સહીત ગામનું નામ રોશન કરી રહ્યા છે, આવીજ રીતે ઉમરેઠની પૂર્વિ શાહ પણ લંડનમાં વસવાટ કરી પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ કામગીરી કરી પોતાના ગામનું નામ રોશન કરી રહી છે. છેલ્લા દશ વર્ષ થી લંડમાં સ્થાહી થયેલ ઉમરેઠની પૂર્વિ શાહ હાલમાં ત્યાં હેર આર્ટીસ્ટ અને મહેંદી આર્ટીસ્ટ તરીકે ખ્યાતમાન બની ગઈ છે, ખાસ કરીને બોલીવુડ સહીત ફિલ્મ ઈન્ડ્રસ્ટીઝની અનેક હસ્તીઓને પોતાની કલા કારીગરીનો તે પરચો બતાવી ચુકી છે, તાજેતરમાં વરૂન ધવન સહીત ટીવી કલાકાર સુજાતા જોષી માટે કામ કર્યું હતુ આ પહેલા ભૂતકાળમાં શિલ્પા શેઠ્ઠી માટે પણ કામ કરેલ છે. પૂર્વિ શાહએ જણાવ્યું હતુ કે લંડનમાં અવારનવાર ફિલ્મો સહીત સિરીયલના શુટીંગ થતા હોય છે, આ સાથે ક્રિકેટ સહીત ફુટબોલનો પણ અહીયા ભારે ક્રેઝ છે જેથી અવાર નવાર રમતવીરો પણ અહીયા આવતા હોય છે ત્યારે એડ શુટીંગ થી માંડી હાઈ-ફાઈ પાર્ટીમાં કલાકારો અને રમતવીરો પોતાને બધા થી અલગ દેખાવવા માટે મેકઅપ આર્ટીસ્ટ,હેર આર્ટીસ્ટનો ઉપયોગ કરે છે. ભવિષ્યમાં ગુજરાતમાં આવી કોઈ મોટા શહેરમાં આવી સદર વ્યવસાય શરૂ કરવાની તેઓ આયોજન કરવાના છે તેમ તેઓએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતુ કે, ભૂતકાળમાં અમિતાભ બચ્ચન, દિપીકા પાદુકોણ અને રણબીર કપુર જેવા બોલીવુડના કલાકારોને પણ મળી ચુકી છે.ટી.વી સીરીયલ દીયા ઓર બાતીના કલાકાર ગૌતમ ગુલાટીનો મેક-અપ પણ તાજેતરમાં એક શુટિંગ દરમ્યાન કરવાનો મોકો મળ્યો હતો. 

%d bloggers like this: