આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2018

સંતરામ મંદિર સંચાલિત બી.ડી.પટેલ જનરલ હોસ્પિટલ માં દર્દીઓને ફ્રુટ વિતરણ કરાયુ


ઉમરેઠ દેવશેરી સામે તસ્કરો ત્રાટક્યા – સતત બિજા દિવસે ઉમરેઠ માં ચોરી નો બનાવ


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ દેવશેરી સામે મુકેશભાઈ પંચાલના મકાનમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યા હતા. ગઈકાલે જ ઉમરેઠમાં ત્રણ દૂકાણોના તાળા તુટ્યા બાદ આજે ફરી એક મકાનમાં ચોરીનો બનાવ બનતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ પંચાલ ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરના વ્યવસાથ સાથે સંકળાયેલા છે, તેઓની દિકરી વિદ્યાનગર ભણતી હોવાને કારણે પોતાનું નિત્ય કામ પતાવી સાંજે તેઓ વિદ્યાનગર સ્થિત પોતાના ઘરે પરિવાર સાથે જતા રહે છે જેને પગલે તેઓન ઘર દરોજ્જ રાત્રીના બંધ રહે છે જેની તક જોઈ તસ્કરોએ તેઓના ઘરમાં આજે હાથ માર્યો હતો. મુકેશભાઈ પંચાલના જણાવ્યા મુજબ તેઓના ઘર માંથી પ્રાથમિક દ્રષ્ટીએ રોકડ્ડ રકમ સહીત, જૂના સિક્કા, ટી.વી ની ચોરી થઈ છે. હવે ઉમરેઠ પોલીસ માટે ચોરોને પકડવા પડકારબની ગયો છે કેમ કે બે દિવસ પહેલા જ ઉમરેઠ પોલીસે ચોરીના બનાવો થી બચવા નગરના વહેપારીઓ સાથે બેઠક કરી તેઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

ઉમરેઠ તાલુકા પંચાયતની કમીટીઓની સત્તા ટી.ડી.ઓ સુપ્રત કરાઈ


સામાન્ય સભામાં પ્રમુખ મધુબેન પરમાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કમીટીઓની સત્તા સુપ્રત કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો.

ઉમરેઠ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાય સમય થી સત્તાની ખેંચતાણ ચાલી રહી છે. થોડા સમય ભાજપ સત્તા પર હાવી થઈ જાય છે તો થોડા સમય બાદ કોગ્રેસ કમબેક કરે છે, ત્યારે ત્યારે તાજેતરમાં ભાજપ પૂનઃ તાલુકા પંચાયતના સત્તાના સમીકરો પોતાના હાથમાં કરી દીધા હોવાનો દાવો કરી રહ્યું છે. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરેઠ તાલુકા પંચાયતમાં તાજેતરમાં સામાન્ય સભા મધુબેન પરમાર (પ્રમુખ)ના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સમયે તાલુકા પંચાયતની તમામ કમીટીઓની સત્તા તાલુકા વિકાસ અધિકારીશ્રીને સુપ્રત કરવા માટે તેઓએ પ્રસ્તાવ મુક્યો હતો જેની તરફેનમાં નવ મત મળ્યા હતા જ્યારે તેની વિરૂધ્ધમાં આઠ મત મળતા પ્રસ્તાવ મંજૂર થયેઓ અને તમામ કમીટીની સત્તા તાલુકા વિકાસ અધિકારીને સોપવામાં આવતા કોગ્રેસ પાસે રહેલી તમામ કમીટીઓ હવે તાલુકા વિકાસ અધિકારી પાસે જતી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચુંટણીમાં બે સભ્યોએ ભાજપ તરફેણમાં મતદાન કરતા કોગ્રેસ પાસે થી સત્તા ભાજપ પાસે જતી રહી હતી ત્યાર બાદ કમીટીઓની રચના સમયે પૂનઃ બે રીસાયેલા સભ્યો કોગ્રેસ તરફેન માં આવી જતા કમીટીઓની રચનામાં પૂનઃ કોગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો જ્યારે સામાન્ય સભામાં કોગ્રેસ પાસે થી કમીટીની સત્તા છીનવી તાલુકા વિકાસ અધિકારી ને સોપવામાં ભાજપ સફળ રહ્યું હતુ ત્યારે આવનારા દિવસોમાં કોગ્રેસ ધ્વારા કેવો અભિગમ દાખવવામાં આવશે તે જોવું રહ્યું. ઉમરેઠ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધીકારી શ્રી જોષી સાહેબે જણાવ્યું હતુ કે કમીટીના ચેરમેન યથાવ રહેશે પણ તેઓનું કાર્યક્ષેત્ર બદલાશે. જ્યારે ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ચાવડાએ જણાવ્યું હતુ કે અમારા કેટલાક સભ્યો અનિવાર્ય સંજોગોને આધીન સામાન્ય બેઠકમાં હાજરી આપી શક્યા ન હતા જેને પગલે કમીટીઓની સત્તા અંગેનો પ્રસ્તાવ તેઓના પક્ષમાં આવ્યો હતો આ અંગે પૂનઃ ફેરબદલ કરવા અમે પ્રયત્નશીલ રહીશું.

ઉમરેઠ દશા ખડાયતા મહીલા પાંખ દ્વારા શરદોત્સવ ઉજવાયો


ઉમરેઠ સાચીમાતા યુવક મંડળ દ્વારા ડાકોર જતા પદયાત્રીકો ની સેવા માટે કેમ્પ યોજાયો.


ઉમરેઠ શિવાય પરિવાર દ્વારા દશેરા પર્વે શોભાયાત્રા તેમજ રાવણ દહન કાર્યક્રમ યોજાયો.


હર હર મહાદેવ અને જયશ્રીરામ ના નાદ વચ્ચે ૩૦ ફુટ ઉંચા રાવણના પુતળાનું દહણ કરાયું.

ઉમરેઠમાં સૌપ્રથમ વખત શિવાય પરિવાર દ્વારા દશેરા પર્વની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રા બાદ રાવન દહનનો કાર્યક્રમ યોજાયો હતો શોભાયાત્રા બપોરે ૪ કલાકે નગરના રઘુનાથજીના મંદિર ખાતે થી નિકળી હતી જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરી નગરના બાળકો સહીત સૌ કોઈ મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં વિશેષજ્ઞો દ્વારા તલવાર બાજી સહીતની કરતબો બતાવવામાં આવી હતી. શોભાયાત્રાનું નગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ અને શ્રી રામની લોકોએ આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. નગર વિહાર કરી શોભાયાત્રા સાંજે ૭ કલાકે નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે આવી પહોંચી હતી જ્યાં શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતુ જ્યાં યોજાયેલ સમારોહમાં  ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીશાસ્ત્રી સ્વામી શ્રી હરિગુણ સ્વામિ તેમજ  પદે હરેશભાઈ વાકાણી વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. રાવણ દહણના સાક્ષી બનાવા માટે ઉમરેઠના નગરજનો એસ.એન.ડી.ટી મેદાન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને જયશ્રી રામ અને હરહર મહાદેવના નારા સાથે વાતાવરણ ગજવ્યું હતું

 

ઉમરેઠ – નવરાત્રીમાં માતાજીની ભક્તિ સાથે દેશ ભક્તિનો સંગમ..!


ઉમરેઠ – શિવાય પરિવાર દ્વારા દશેરા પર્વે રાવણ દહણ નો ભવ્ય કાર્યક્રમ યોજાશે.


– શોભાયાત્રામાં રામલીલાના પાત્રો ની ઝાંખી  અને શસ્ત્ર પુજન પણ કરાશે.

ઉમરેઠ માં શિવાય પરિવાર દ્વારા દશેરા પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શિવાય પરિવાર્ના કૌટીલ્ય બાવાવાળાએ જણાવ્યુ હતુ કે, દશેરા પર્વ ની ઉજવણી ના ભાગરૂપે તા.૧૯.૧૦.૨૦૧૮ ના રોજ બપોરે ૩.૩૦ કલાકે દલાલ પોળ પાસે આવેલ રઘુનાથજી ના મંદિર થી ભવ્ય શોભાયાત્રા નિકળશે. શોભાયાત્રામાં રામલીલા ના વિવિધ પાત્રો ની ઝાંખી દર્શાવવામાં આવશે, આ ઉપરાંત શોભાયાત્રા માં ભજન મંડ્ળી સહીત ધાર્મીક માહોલ માં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. સાંજે ૬ કલાક ની આસપાસ શોભાયાત્રા નું નગરના એસ.એન.ડી.ટી મેદાન ખાતે સમાપન થશે જ્યાં શસ્ત્ર પુજન કરવામાં આવશે ત્યાર બાદ સત્ય નો અસત્ય પર વિજય સ્વરૂપે શ્રી રામ રાવણ નું દહન કરશે. ઉમરેઠ માં સૌ પ્રથમ વખત યોજાનાર રાવણ દહન કાર્યક્રમ ને લઇને નગરજનો માં ઉત્સાહ નો માહોલ છે. શિવાય પરિવારના પવન ગાંધીએ જણાવ્યુ હતુ કે, રાવણ લગભગ ૨૫ થી ૩૦ ફુટ નો રહેશે, જે નગરના કલાક્ષેત્રે અગ્રગણ્ય કહેવાતા જયંતભાઇ પેઇન્ટર ઘાસ ના પૂળા તેમજ વાંસ અને થર્મોકોલ થી બનાવી રહ્યા છે, છેલ્લા બે દિવસ થી રાત દિવસ રાવણ ના પૂતળા બનાવવાનું કાર્ય ચાલી રહ્યુ છે જે આગામી બે દિવસ માં પૂર્ણ થઇ જશે. શિવાય પરિવાર ના સમર્થ દોશી અને જિગર પટેલે જણાવ્યુ હતુ કે રાવણ દહણ સમયે સુરક્ષા કાજે ચુસ્ત બંદોબસ્ત સહીત ફાયર ફાઇટર, અને એમ્બ્યુલન્સ પણ ખડે પગે તૈયાર રાખવામા આવશે. શિવાય પરિવાર ના સ્વયંમ સેવકો સદર કાર્યક્રમ ને અભૂતપૂર્વ બનાવવા ભારે જહેમત કરી રહ્યા છે

 

ઉમરેઠમાં વારાહિ માતાજીનો ૨૬૧મો ઐતીહાસિક હવન હોજાશે.


-હવનમાં યજમાન પદે બિરાજવા ૪૦ વર્ષ રાહ જોવી પડે છે..! 
– હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦કીલો ઘી,૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે.
 
varahi.jpg
ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિમાતાનો આસો સુદ-૯ ને ૧૮/૧૦/૨૦૧૮ ને ગુરુવારના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે  તેમજ ભાસ્કરભાઈ એચ.ભટ્ટ પરિવારના યજમાન પદે યોજાશે. હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહિમાતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે.ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે આ હવણ દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીસ ગાંઠો મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦કીલો ઘી,૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે.ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષી સહિત ઉમરેઠનું તંત્ર ખડે પગે તૈયારીઓમાં લાગી ગયુ છે. ઉલ્લેખનીય છે કે સદર હવન પહેલા વિશિષ્ટપુજા કરવામાં આવે છે જે ત્રણ પ્રહરની હોય છે એટલે કે તે દિવસે સવારે દશ કલાકે ત્યાર બાદ સાંજે સાત કલાકે અને રાત્રે દશ કલાકે પુજા વિધિ કર્યા બાદ જ હવન શરૂ થાય છે. માતાજી જે સ્થળે પ્રગટ થયા હતા તે જ સ્થળ પર આ હવન કરવાની વર્ષો થી પરંપરા ચાલી રહી છે. આ હવનની ખાસ વિશેષતા તે છે કે હવન માટે કોઈ કુંડ બનાવવામાં આવતો નથી જમીન પર માત્ર ગાયનું ગોબર તથા માટીનું લીપણ જ કરવામાં આવે છે અને તેની ઉપર હવનમાં ઉપયોગમાં લેવાના કાષ્ટ ગોઠવવામાં આવે છે. વારાહી ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષીએ જણાવ્યું હતુ કે, વિક્રમ સંવત ૧૮૧૦ ઈ.સ ૧૭૫૪માં શ્રી વારાહી-અંબા માતાજીની મૂર્તિઓ ભોલવા કૂવા માંથી પ્રગટ થઈ હતી અંદાજે ૨૬૦ વર્ષ પૂર્વે શ્રી વારાહી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જે મૂર્તિ હાલ જે મંદિર છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી મુકાઈ હતી. વારાહીમાતાજીના હવન નિમિત્તે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે જેમાં તા.૧૮.૧૦.૨૦૧૮ના રોજ સવારે ૧૦ કલાકે પ્રાતઃ પુજા, સાજે ૭ કલાકે મહા આરતી, સાંજે ૭.૩૦ કલાકે હવન સ્થાપન પુજન, રાત્રે ૧૦ કલાકે રાત્રી પુજન, રાત્રે ૧૧.૦૦ કલાકે હવન પ્રારંભ તેમજ ૧૯.૧૦.૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૬.૩૦ કલાકે હવનની પૂર્ણાહૂતિ યોજાશે. ત્યારબાદ વારાહી માતાજીના ગરબા સવારે માતાજીના સન્મુખ કરવામાં આવશે.
 
અંગ્રેજો પણ માતાજીમાં શ્રધ્ધા રાખતા…!
 
ઉમરેઠ- અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો. જ્યારે અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરિકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.
 
ચોર આંધળા થઈ ગયા..!
 
કહેવાય છે અંગ્રેજોના સમયમાં મંદિરમાં ચોરી કરવાના ઈરાદાથી કેટલાક ઈસમો પ્રવેશ્યા હતા, આ સમયે મંદિરની કેટલીક ચીજો તેઓ એ ખરાબ ઈરાદા સાથે લેતા તેઓ તુરંત આંધળા થઈ ગયા હતા અને ચોરી કરી મંદિરની બહાર પણ નિકળી શક્યા ન હતા , જ્યારે આ સમયે મંદિરના પૂજારી આવી પહોંચતા તેઓને પરિસ્થિતીનો તાગ મળી ગયો અને પૂજારીએ ચોરોને માતાજી સમક્ષ પોતાની ભૂલ કબૂલી માફી માગવા જણાવ્યુ, ચોરોએ સાચા દિલથી માફી માગતા તેઓને આખે દેખાવવાનું શરુ થઈ ગયુ હતુ. અને આ રીતે વારાહિ માતાજીએ પોતે હાજરા હજુર હોવાની ખાતરી આપી હતી.

ઉમરેઠમાં ઓમ ગૃપ દ્વારા નાશિકવાળા હોલ ખાતે અને શ્રી ગૃપ દ્વારા એસ.એન.ડી.ટી ગ્રાઉન્ડમાં ગરબાનું ભવ્ય આયોજન.


 નગરના વાંટા સ્ટ્રીટમાં પણ શેરી ગરબાની રમઝટ જામશે.

IMG-20181007-WA0005.jpg
એક તરફ નવરાત્રીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યુવાધન ગરબે રમવા માટે થનગનાટ કરી રહ્યું છે, યુવાનો અને યુવતિઓ દ્વારા નવરાત્રીની ખરીદીને લઈ અંતીમ ઓપ આપી રહ્યા છે. ત્યારે બીજી બાજૂ ખેલૈયાઓને ગરબા રમવામાં મઝા પડે અને કોઈ મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે ગરબાના આયોજકો દ્વારા પણ તડામાર તૈયારીઓ અંતિમ ચરણમાં આવી ગઈ છે. ઉમરેઠમાં વાંટા વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં માં શેરી ગરબાની રમઝટ તો જામશે જ સાથે સાથે નગરમાં ઓમ ગૃપ દ્વારા નાશિકવાળા હોલ ખાતે તેમજ શ્રી ગૃપ દ્વારા એસ.એન.ડી.ટી મેદાન ખાતે ભવ્ય ગરબાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
 
ઉમરેઠના ઓમ ગૃપ દ્વારા નગરના નાશિકવાળા હોલ ખાતે ભવ્ય ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે. ઓમ ગૃપ ભાવિન પટેલ અને અન્ય સભ્યોએ જણાવ્યું હતુ કે ઓમ ગૃપ દ્વારા વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી ગરબાનું સફળ આયોજન કર્યું હતુ ત્યાર બાદ હવે ૨૦૧૮માં પણ નગરના નાશિકવાળા હોલ ખાતે ગરબાનું ભવ્ય આયોજન હાથ હાથ ધરાયું છે અને તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતુ કે ગરબા ગ્રાઉન્ડમાં હજાર થી પંદર સો સુધી ખેલૈયા વ્યવસ્થિત ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેને પગલે ખેલૈયા ગરબા રમવામાં ગીચતા ન અનુભવે આ ઉપરાંત પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થામાં સાત સો થી નવ સો લોકો બેસીને તેમજ તેટલાજ પ્રેક્ષકો ઉભા ઉભા પણ ગરબાનો આનંદ લઈ શકે તેવી વ્યવસ્તથા કરવામાં આવી રહી  છે. ઓમ ગૃપના સભ્યોએ ઉમેર્યુ હતુ કે ગરબા રમવા માટે યુવાનો અને યુવતિઓ માટે ટ્રેડીશનલ ડ્રેસ ફરજિયાત રાખેલ છે જેથી ગરબાની ગરીમા જળવાઈ રહે. તેમજ ગરબા રમવા કે જોવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલ નહી કરવામાં આવે યુવાનો અને યુવતિઓ તમામ માટે ગરબા રમવા અને જોવા માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે, સાથે સાથે તેઓએ ઉમેર્યુ હતુ કે આ વર્ષે અદાજે ગરબામાં દશ લાખ જેટલો ખર્ચ આવશે.
 
રાજશ્રી વૃંદ દ્વારા ગરબાની રમઝટ – ઉમરેઠના ઓમ ગૃપના ગરબામાં વિદ્યાનગરનું રાજશ્રી વૃંદ યુવાધનને હિલોઢે ચઢાવશે,તેમ જણાવતા ગૃપના સભ્યોએ જણાવ્યું હતુ કે, રાજશ્રી વૃંદ દ્વારા અનેક ગરબાના સહીત કાર્યક્રમ આપવામાં આવ્યા છે, વિદ્યાનગર સહીત ચરોતરમાં તેમજ વિદેશમાં પણ રાજશ્રી વૃદના સભ્યો દ્વારા કાર્યક્રમ કરેલ છે અને આ વર્ષે ઉમરેઠના યુવાધનને રાજશ્રી વુંદ ઓમ ગૃપના માધ્યમ થી હિલોઢે ચઢાવશે.
 
ગરબા માંથી બચેલ ફંડ દ્વારા સેવાકિય પ્રવૃત્તો કરાય છે. – ઓમ ગૃપ
ઉમરેઠના ઓમ ગૃપના સભ્યોએ જણાવ્યું હતુ કે ગરબા મહોત્સવમાં અંદાજે દશ લાખ જેટલો ખર્ચ થશે અને આ દરમ્યાન જે રૂપિયા બચશે તે માંથી સામાજિક અને ગરીબો માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે ભૂતકાળમાં ગરબા દરમ્યાન બચેલા રુપિયા માંથી દિકરી વ્હાલ નો દરીયો કાર્યક્ર્મ યોજ્યો હતો, આ માટે ગરીબ લોકોને ભણવા માટે તેમજ ગરીબ ઘરની યુવતોને મેરેજ માટે સહાય પણ આપવાનું કાર્ય કરવામાં આવે છે, ગૌરી વ્રતમાં યુવતિઓ ને આઈસ્ક્રીમ વિતરણ તેમજ નગરના ધાર્મિક સ્થળો પર શ્રધ્ધાળુંઓને બેસવા બાકડા તેમજ શિક્ષન સંકુલમાં મિનરલ વોટર પ્લાન્ટ ની પણ ઓમ ગૃપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે પણ ગરબામાં જે પૈસા વધશે તે માંથી લોક ઉપયોગી સેવા કાર્ય માટે પૈસા નો ઉપયોગ કરવા તેઓઈ ખાતરી આપી હતી. 
Screenshot_20181007-134151_1
 

ઉમરેઠ નગરમાં આ વર્ષે એસ.એન.ડી.ટી મેદાન ખાતે શ્રી ગૃપ દ્વારા તા.૧૦.૧૦.૨૦૧૮ થી ૧૮.૧૦.૨૦૧૮ સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી શિવનાદ વૃંદના સથવારે કરવામાં આવશે. નવરાત્રી મહોત્સવ દરમ્યાન ભાઈઓ તેમજ બહેનો માટે ફ્રી માં ગરબા રમવાની સુવિધા સહીત બહેનો માટે બેઠક વ્યવસ્થા પણ ફ્રી માં ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવતા શ્રી ગૃપના હર્ષ શહેરાવાળાએ જણાવ્યું હતુ કે, સુરક્ષ કારણ થી ભાઈઓ માટે ગરબા રમવા માટે આઈ.કાર્ડ ફરજિયાત છે, જે વિનામુલ્યે રજિસ્ટ્રેશન કરાવી શ્રી ગૃપની ઓફિસ ખાતે થી મેળવી શકાશે. તેઓએ ઉમેર્યુ હતુ કે, ભાઈઓ માટે પ્રવેશ પણ ફ્રી રાખવામાં આવ્યો છે, અને ઉભા-ઉભા ભાઈઓ ગરબાનો આનંદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ભાઈઓએ માત્ર બેસીને ગરબાનો આનંદ લેવો હોય તો જ પાસ લેવા જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, નગરના એસ.એન.ડી.ટી મેદાનમાં ગરબા રમવા માટે ખેલૈયાઓને વધુ જગ્યા મળશે અને જે લોકો ગરબા જોવા માગતા હોય તેઓ માટે પણ વધારેમાં વધારે વિશાળ બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ગરબા ગ્રાઉન્ડમાં દાતાશ્રીઓ તેમજ મહેમાનો માટે અલાયદી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને ગરબા ગ્રાઉન્ડમાં ફુડ કોર્ટ પણ ઉભી કરવામાં આવશે જેથી ખેલૈયા સહીત ગરબાનો આનંદ લેવા આવેલા લોકો ગ્રાઉન્ડ માંજ રીફ્રેશ થઈ શકે. નગરના ખેલૈયાઓ તેમજ ગરબા રસીકો શીવનાદ ગૃપના સથવારે ઝુમવા માટે થનગનાટ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

શીવનાદ વૃંદ દ્વારા ગરબાની રમઝટ – શ્રી ગૃપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવ-૨૦૧૮માં દર વર્ષની જેમ આ વર્ષે પણ શીવનાદ વૃંદ દ્વારા શદાશિવ દવે અને સ્મૃતિ દવેના ગરબાના તાલે ઉમરેઠનું યુવાધન હિલોઢે ચઢશે ઉલ્લેખનીય છે કે શીવનાદ વૃંદ ઉમરેઠમાં ખાસ્સુ લોકપ્રિય છે આ ઉપરાંત શવનાદ ગૃપ તાજેતરમાં જલસો લાઈવ જિમિંગ માં પણ પોતાની કલા પ્રસ્તુત કરી સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયું છે શીવનાદ વૃંદ દ્વારા ચરોતર સહીત દેશના વિવિધ રાજ્યમાં પોતાના ગરબા શો કરેલા છે.

ઉમરેઠ તાલુકા પંચાયત પેટા ચુંટણી… રતનપુરા બેઠક પર કોગ્રેસના અમર જોષી વિજેયતા.


અમર જોષી (કોગ્રેસ)ને ૨૧૩૫, ભાસ્કરભાઈ પટેલ (ભાજપ)ને ૧૪૩૬ મત મળ્યા જ્યારે ૭૧ મત નોટામાં પડ્યા.
cong01cong04
 
ઉમરેઠ તાલુકા પંચાયતની રતનપુરા બેઠકના મહેન્દ્રભાઈ જોષી (ગોરખભાઈ)નું ગત જાન્યુઆરી માસમાં અવસાન થતા સદર બેઠક માટે ખાલી પડી હતી જેને પગલે તાજેતરમાં રતનપુરા બેઠક પર પેટા ચુંટની યોજાઈ હતી. પ્રતિષ્ઠાનો જંગ બનેલી ઉમરેઠ તાલુકા પંચાયત રતનપુરા બેઠકની ચુંટણી જીતવા માટે બંન્ને પક્ષના દિગ્ગજોએ પોતાનું જોર લગાવ્યું હતું, ભાજપ તરફે ધારાસભ્ય અને સાંસદ સભ્ય સહીત કોગ્રેસ તરફે તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રણનિતિ સહીત પ્રચાર કાર્યમા સક્રીય હતા. આ ચુંટણીમાં કોગ્રેસ તરફે મહેન્દ્રભાઈ જોષીના પુત્ર અમર જોષીએ ઝંપલાવ્યું હતુ જ્યારે સામે ભાજપ તરફેણમાં ભાસ્કરભાઈ પટેલ મેદાનમાં હતા. પેટા ચુંટણીમાં ૭૪.૮૬ ટકા મતદાન થતા બંન્ને પક્ષ તરફ થી જીતના દાવા થયા હતા પરંતુ આજ રોજ યોજાયેલ મત ગણતરીમાં મતપેટીઓ ખુલતા ૬૯૯ મત થી અમરભાઈ જોષી વિજેયતા બનતા કોગ્રેસ ખેમાં માં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. કોગ્રેસના મહેન્દ્રભાઈ જોષીને ૨૧૩૫ જ્યારે ભાજપના ભાસ્કરભાઈ પટેલને ૧૪૩૬ મત મળ્યા હતા જ્યારે નોટામાં ૭૧ મત પડ્યા હતા. અમર જોષીએ જણાવ્યું હતુ કે, સદર વિસ્તારમાં અમે છેલ્લા કેટલાય વર્ષો થી સક્રીય છે, તેમજ પ્રજાજનોને પડતી મુશ્કેલીઓ અમે દૂર કરવા સતત પ્રયત્નશીલ રહ્યા છે જેને પગલે પ્રજાએ તેઓની પસંદગી બરકરાર રાખતા તેઓએ આનંદ સાથે ગર્વની લાગણી પ્રગટ કરી હતી, ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ ચાવડા તેમજ કોગ્રેસના કાર્યકરો અનેપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કપીલાબેન ચાવડા, ભ્રુગરાજસિંહ ચૌહાણએ અમર જોષીને અભિનંદન પાઠવ્યા હતા અને વિજયઉત્સવ ઉજવ્યો હતો. હવે ઉમરેઠ તાલુકા પંચાયતમાં કોગ્રેસની સ્થિતિ વધુ મજબુત બની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉમરેઠ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ-પ્રમુખ તો ભાજપના છે પરંતુ તમામ મહત્વની કમિટી કોગ્રેસના હાથમાં છે. હવે ઉમરેઠ તાલુકા પંચાયતમાં કુલ-૨૨ બેઠકો પૈકી કોગ્રેસ પાસે – ૧૩   ભાજપ પાસે – ૮  તેમજ ૧ સીટ અપક્ષના ફાળે છે

ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંડળના હોદ્દેદારોની વરણી કરાઈ.


ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંડળની સામાન્ય સભા તાજેતરમાં દશા ખડાયતાની વાડી ખાતે યોજાઈ હતી જેમાં નવા વર્ષ માટેના હોદ્દેદારોની સર્વાનુંમતે વરણી કરવામાં આવી હતી જેમાં દશા ખડાયતા કેળવણી મંડળના ચેરમેન પદે કનુભાઈ દોશી (ડાકોર) તેમજ રસીકભાઈ ચોકસી (ઉમરેઠ)ની પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત દશા ખડાયતા કેળવણી મંડળની વિવિધ કમિટીઓની રચના કરી તેના હોદ્દેદારો વરાયા હતા. તમામ નવવનિયુક્ત હોદ્દેદારોને ઉપસ્થિત જ્ઞાતિજનોએ શુભેચ્છા પાઠવી હતી. ચેરમેન કનુભાઈ દોશી અને પ્રમુખ રસીકભાઈ ચોકસીએ જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં જ્ઞાતિજનો માટે કાર્યો કરવા તેઓ કટીબધ્ધ છે, તેઓએ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ – પર પ્રાંતીય લોકો સાથે ઉમરેઠના વહીવટી તંત્ર ના અધિકારીઓની બેઠક – પર પ્રાંતિઓ ની સુરક્ષા ની ખાતરી કરી તેઓને ભય મુક્ત રહેવા આશ્વાસન


ઉમરેઠ એસ.એન.ડી.ટી મેદાન પાસે આવેલ મારવાડી ની ચાલી વિસ્તાર ખાતે ઉમરેઠ પંથક ના પર-પ્રાંતીય લોકો સાથે તંત્ર ના અધિકારીઓએ બેઠક કરી તેઓ સુરક્ષીત છે અને તેઓ ને કોઇ પણ સમસ્યા પડે તો વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ સકારત્મક રીતે તેઓની સાથે જ છે તેવું આશ્વાસન સાથે સુરક્ષા ની ખાતરી આપી હતી. ઉમરેઠ તાલુકા મામલતદાર જે.પી.દવેએ પર પ્રાંતીયોને જણાવ્યુ હતુ કે ઉમરેઠ પંથક માં પર પ્રાંત ના લોકો સંપુર્ણ સૂરક્ષીત છે, તાજેતર માં બનેલી સુંદલપૂરા ની ઘટના ને ટાંકી તેઓએ ઉમેર્યુ હતુ કે તે માત્ર અંગત અદાવત ની પૈસા લેતીદેતી ની ઘટના હતી. ઉમરેઠ પંથકમાં પર પ્રાંતીય લોકો સાથે કોઇ અઘટીત બનાવ બન્યો નથી. ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલ શાહએ જણાવ્યુ હતુ કે ઉમરેઠ માં વસતા પર પ્રાંતીય લોકો અને ઉમરેઠ ના લોકો વચ્ચે ઘરેબો છે બંન્ને લોકો પરિવાર ની જેમ રહે છે, તેઓ એ સૌ પર પ્રાંતીય લોકો ને કોઇ પણ જાત ના ઘભરાટ વગર રોજિંદા કાર્યો કરવા જણાવ્યુ હતુ. સદર બેઠક અંગે પર પ્રાંતીય લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને વહીવટી તંત્ર ના સદર અભિગમ ની પ્રશંશા કરી હતી. બેઠક માં ના.મામલતદાર આઇ.જી.ઠક્કર, કનુભાઇ શાહ, ઉપ-પ્રમુખ ન.પાલીકા ઉમરેઠ તેમજ ન.પા ના સભ્યો, ભાજપ સંગઠન ના સભ્યો, ઉમરેઠ પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિશેષ હાજર રહ્યો હતો.

ઉમરેઠ ડાકોર રોડ પર અકસ્માત નો વાઈરલ થયેલ મેસેજ નું સત્ય..!


વાઇરલ મેસેજ

વાઇરલ મેસેજ

છેલ્લા બે-ત્રણ દિવસ થી વોટ્સએપ પર એક મેસેજે લોકોમાં કૂતૂહલ સર્જ્યું છે. જી હા ઉમરેઠ ડાકોર માર્ગ પર બિલેશ્વર મહાદેવ પાસે એક ઈનોવા કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે અને તેમાં ઈનોવામાં બેઠેલા અગિયાર લોકોનું મોત થયું છે. આ મેસે જેમ જેમ લોકો સુધ પહોંચી રહ્યો છે તેમ તેમ લોકો આ અકસ્માત અંગે એક બીજાને પુછી રહ્યા છે, અરે..હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે આ મેસેજને લઈ કેટલાક પ્રતિષ્ઠીત મીડીયાના માણસો દ્વારા પણ ઉમરેઠ ડાકોરના પોતાના સુત્રોને આ અકસ્માત અંગે પુછવામાં આવે છે..ખરેખર આવો કોઈ અકસ્માત ઉમરેઠ ડાકોર માર્ગ પર થયો જ નથી. અકસ્માતના ફોટા બીજી કોઈ જગ્યાના છે, તમે જોઈ શકો છો એક ફોટામાં ટ્રકોની લાઈન દેખાય છે તેની બરોબર સામે બીજી એક ટ્રક વિરૂધ્ધ દિશા જતી દેખાય છે, આ ઉપરાંત એક વ્યક્તિ ડીવાઈડર ઉભેલો દેખાય છે. ફોટા માં દેખાતું ડીવાઈડર ખુબજ મોટું છે તેટલું મોટુ ડીવાઈડર ઉમરેઠ ડાકોર માર્ગ પર ક્યાંય પણ આવતું નથી જેમ ફોટામાં દેખાય છે તેમ રસ્તાની બંન્ને બાજૂ ટ્રક ની અવર જવર છે, આટલો મોટો માર્ગ પણ ઉમરેઠ ડાકોર રોડ પર ક્યાંય પણ નથી. આ ઉપરાંત ઉમરેઠ ડાકોર માર્ગ પર બિલેશ્વર મહાદેવ પાસે ના માર્ગ પર કોઈ અકસ્માત થયો હોય તેના નિશાન પણ ક્યાંય દેખાતા નથી કે કોઈ સમાચારપત્રમાં પણા આ અંગે નોંધ લેવાઈ નથી જેથી સાબીત થાય છે કે આ માત્ર અફવા છે અને બીજી કોઈ જગ્યાના અકસ્માતને ઉમરેઠ ડાકોર રોડ પર અકસ્માત કરી ખપાવી દેવામાં આવ્યો છે.

%d bloggers like this: