આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2018

ભરોડા વિનય મંદિર ના ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.


bharoda.jpg
ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે આવેલ ભરોડા વિનય મંદિરના ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ વિદાય શુભેચ્છા તેમજ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભરોડા પ્રણામી મંદિરના મહંત ટહલ કિશોરદાસજી મહારાજેએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમજ ભરોડા કેળવણી મંડળના પ્રમુખ અને સીવીએમના નવ નિયુક્ત ચેરમેન ભીખુભાઇ બી.પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ભીખુભાઈએ  વિદ્યાર્થીઓ ને શિક્ષણ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી. આણંદ એજ્યુકેશન કોલેજના પ્રાધ્યાપક પિનાકીનભાઈ યાજ્ઞિકે પ્રાસંગિક પ્રવચન તેમજ શાળાના આચાર્ય વી.એસ.પટેલે આમંત્રિત મહેમાનોનો સ્વાગત પરિચય આપ્યો હતો. ૨૨ ગામ કોલેજના આચાર્ય ડો.હિતેશ પટેલ ગામના અગ્રણી ઠાકોરભાઈ પટેલ રમણભાઈ પટેલ,દિલીપભાઈ પટેલ,મંડળના સભ્ય રાધેશ્યામ પટેલ,ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમનું સંચાલન એન એમ પરમારે કર્યું હતું.

ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૯મો પાટોત્સવ યોજાશે.


પાટોત્સવ નિમિત્તે  ધાર્મિક તેમજ મનોરંજન કાર્યક્રમ સાથે વન વિચરણલીલા કથા સપ્તાહનું આયોજન
swamionarayan.jpg
ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલા અને નગરમાં આસ્થાનું પ્રતિક સમાન વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૧૯મો પાટોત્સવ ભક્તિભેર તા.૬.૩.૨૦૧૮ થી ૧૨.૩.૨૦૧૮ સુધી ઉજવાશે. આ પ્રસંગે પોથીયાત્રા યજમાન રાજૂભાઈ પટેલ (બાજીભટ્ટના ઝાંપા) થી નિકળી શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે જ્યાં કથા પ્રારંભ સવારે ૯.૩૦ કલાકે કરવામાં આવશે. સાંજે ૬.૦૦ કલાકે ઘનશ્યામ જન્મોત્સવ તેમજ તા.૮.૩.૨૦૧૮ના રોજ રાત્રે ૯ કલાકે મહીલા મંચ, તા.૯.૩.૨૦૧૮ને રાત્રે ૯.૩૦ કલાકે રાસ-ગરબા અને તા.૧૦.૩.૨૦૧૮ના રોજ રાત્રે ૯ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળધૂન મંડળ દ્વારા રજૂ કરવામાં આવશે. તા.૧૦.૩.૨૦૧૮ના રોજ સવારે ૭.૩૦ કલાકે મહાપૂજા, તા.૧૧.૩.૨૦૧૮ને સવારે ૭.૩૦ કલાકે ગોપાળાનંદજી સ્વામિનું પુજન તેમજ સાંજે ૪ કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૨.૩.૨૦૧૮ના રોજ સવારે ૫ કલાકે મંગળા આરતી, ૬.૩૦ કલાકે અભિષેક દર્શન, સવારે ૮.૩૦ કલાકે શણગાર આરતી, બપોરે ૧૧ કલાકે કથા પૂર્ણાહૂતિ તેમજ બપોરે ૧૨ કલાકે અન્નકૂટ દર્શનનો લાભ લેવા માટે ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામની ધર્મપ્રિય જનતાને એક યાદીમાં ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી રઘુવિરચરણદાસજીએ જણાવ્યું છે.

ઉમરેઠ જી.આઈ.ડી.સીમાં વેટ-જી.એસ.ટી વિભાગ દ્વારા દરોડાની ચર્ચા


ક્રોસ એન્ટ્રી અંગે તપાસનો છેડો જી.આઈ.ડી.સી ની સો-મીલ સુધી પહોંચ્યો હતો.
1.GIDC-Logo
ઉમરેઠમાં વેટ – જી.એસ.ટી વિભાગ દ્વારા ગતરોજ જી.આઈ.ડી.સીમાં કેટલીક સો-મીલમાં સર્વે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું સુત્રો દ્વારા ખબર પ્રાપ્ત થઈ રહી છે. ક્રોસ એન્ટ્રીના કારણે ઉમરેઠ જી.આઈ.ડી.સીમાં જૂના વેટ તેમજ જી.એસ.ટી અંગે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં કેટલાક વહેપારીઓ ઉપર દંડાત્મક કાર્યવાહી પણ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આ અંગે ઉમરેઠ જી.આઈ.ડી.સીના સો-મીલ સંચાલકો તેમજ કોઈ અધિકારી દ્વારા  કોઈ જાણકારી આપવામાં આવી ન હતી પરંતુ સુત્રોની વાત ધ્યાનમાં લઈયે તો ઉમરેઠની જી.આઈ.ડી.સીમાં લગભગ વીશ થી પચ્ચીસ જેટલા અધિકારીઓ જી.એસ.ટી તેમજ જૂના વેટ અંગે તપાસ કરવા આવ્યા હતા જેમાં કેટલાક વહેપારીઓને દંડ પણ કરાય હોવાનું જાણવા મળી રહ્યું છે. જી.એસ.ટી-વેટ વિભાગની સદર કામગીરીને પગલે જી.આઈ.ડી.સી સહીત નગરના અન્ય વહેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી છે

ઉમરેઠ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષની વરણી કરાઈ.


– ગોરખભાઈ જોષીના નિધનથી જગ્યા ખાલી હતી.

27umt01.jpg

ઉમરેઠ તાલુકા પંચાયતના અધ્યક્ષ ગોરખભાઈ જોષીનું ગત જાન્યુઆરી ૧૫ના રોજ અવસાન થયું હતું, જેને પગલે છેલ્લા દોઢ મહીનાથી તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષની જગ્યા ખાલી પડી હતી. સદર જગ્યા ભરવા માટે તાલુકા પંચાયતના પ્રમુખ ગાયત્રીદેવીની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળી હતી જેમાં દિલીપસિંહ રાજે કારોબારી અધ્યક્ષ માટે શીલી-૨ બેઠકના જશભાઈ મોહનભાઈ પરમારની દરખાસ્ત મુકી હતી જેને અલ્પેશભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો. જેનો સૌ કોઈએ સ્વીકાર કરતા જશભા મોહનભાઈ પરમારને કારોબારી અધ્યક્ષ તરીકે જાહેર કર્યા હતા. ગાયત્રી દેવી ચૌહાન તેમજ તાલુકા પંચાયતના સભ્યોએ તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી જ્યારે જશભાઈ પરમારે સૌ કોઈનો આભાર વ્યક્ત કરી પોતાને સોપેલ જવાબદારી નિષ્ઠાપુર્વક નિભાવવા માટે કટીબધ્ધતા દર્શાવી હતી.

ઉમરેઠ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અશ્વીન શેલતના હસ્તે.. ઉમરેઠના સાર્વજનિક પુસ્તકાલય દ્વારા પ્રકાશીત “ઉમરેઠનો ઈતિહાસ” પુસ્તકનું વિમોચન કરાયું.


vachanalay_umreth.jpg
સ્વ.ભોગીલાલ ભીખાભાઈ ગાંધી લીખીત અને રાવ સાહેબ મયારામ જોયતારામ ઠાકર સાર્વજનિક પુસ્તકાલય દ્વારા પ્રકાશીત “ઉમરેઠનો ઈતિહાસ” પુસ્તકનું વિમોચન ઉમરેઠ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અશ્વીનભાઈ શેલતના હસ્તે કરવામાં આવ્યું હતું.  ઉમરેઠના ઈતિહાસ પુસ્તની પહેલી કોપી શોશિયલ મિડીયામાં ઉમરેઠને વિશ્વના ફલક ઉપર લાવનાર વિવેક દોશીને પુસ્તકાલયના સંચાલક હરિવદનભાઈ પંડ્યાના હસ્તે સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ સ્થાને અશ્વીનભાઈ શેલત, અતિથિ વિશેષ પદે ર્ડો.સાજિદભાઈ સૈયદ, પૂર્વ ધારાસભ્ય સુભાષભાઈ શેલત, સાર્વજનિક પુસ્તકાલયના ચેરમેન કમલેશભાઈ ભટ્ટ, મંત્રી મિલનભાઈ વ્યાસ ઉપસ્થીત રહ્યા હતા. એચ.એમ.દવે સ્કૂલના આચાર્ય કે.જે.પારેખે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આમંત્રિતોનો શાબ્દીક આવકાર આપ્યો હતો. “ઉમરેઠનો ઈતિહાસ” પુસ્તનનું વિમોચન અશ્વીનભાઈ શેલતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદબોધન કરતા સાર્વજનિક પુસ્તકાલયના સંચાલક હરિવદનભાઈ પંડ્યાએ જણાવ્યું હતુ કે, ઉમરેઠનો ઈતિહાસ પુસ્તક ની છેલ્લા કેટલાય સમય થી માંગ હતી. પુસ્તકાલયમાં કેટલાય લોકોએ આ પુસ્તક અંગે માગણી કરી હતી. જ્યારે તેઓના પુસ્તકાલયમાં સ્વ.ભોગીલાલ ભીખાભાઈ ગાંધી દ્વારા હસ્ત લીખીત પુસ્તક હતુ પરંતુ તે ખુબજ જૂનું હોવાને કારણે તે કોઈને આપી શકાય તેમ ન હતું તેમાં લખેલ લખાણ તેમજ કાગળ ખુબજ ખરાબ સ્થીતીમાં હોવાને કારણે તેના રખરખાવમાં ખુબજ મુશ્કેલી પડતી હતી જેને કારણે પુસ્તકાલયના સંચાલકો દ્વારા તે હસ્ત લીખીત કોપીને પૂનઃ લખી તેની ઝેરોક્ષ કઢાવી હતી અને પુસ્તક તરીકે પ્રકાશીત કરવાનું કાર્ય શરૂ કર્યું હતું. વધુમાં પુસ્તક અંગે માહિતી આપતા હરીવદનભાઈ પંડ્યાએ જણાવ્યું હતુ કે, ઉમરેઠનો ઈતિહાસ પુસ્તક ખુબજ દુર્લભ તેમજ ખુબજ ચીવટ અને મહેનત થી રચાયેલ દસ્તાવેજી પુરાવાનો એક નિચોડ છે. જુદી જુદી માહીતીને સત્યતાની એરણ પર ટીપીને સુવર્ણકાય માહીતી પ્રદાન કરેલ છે. નગરની વિવિધ સામાજિક અને શૈક્ષનિક સંસ્થાને સદર પુસ્તક ભેટ સ્વરૂપે પણ આપી ઉમરેઠના ઈતિહાસથી લોકોને અવગત કરાવવાનો સાર્વાજનિક પુસ્તકાલયનો પ્રયાસ છે. ઉમરેઠનો ઈતિહાસ પુસ્તકના વિમોચન પ્રસંગે રાવ સાહેબ મયારામ જોયતારામ ઠાકર સાર્વજનિક પુસ્તકાલયના હોદ્દેદારો, સંચાલકો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થીત રહ્યા હતા. 

ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં રમત ગમત દિવસની ઉજવણી.


02baps.jpg
પ્રવર્તમાન યુગમાં એક તરફ યુવાધન ડીઝીટલાઈઝેશન તરફ આગળ વધી ગયું છે. કોમ્યુટર અને મોબાઈલમાં બાળકો ગેમ રમવામાં વ્યસ્ત છે ત્યારે જૂની રમતો જેવી કે દોડ,લંગડી, ખોખો તેમજ કબ્બડી જેવી રમતોથી યુવાધન વંચિત ન રહે તે હેતુ થી ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર દ્વારા રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહીતી આપતા યુવા સત્સંગી કેયુર પટેલે જણાવ્યું હતુ કે, મંદિરમાં ધાર્મિક સાથે ઈતર પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના વિકાસમાં સહભાગી બનવામાં આવે છે. બાળકો કોમ્યુટર અને મોબાઈલ ગેમ થી બહાર આવી આઉટ ડોર રમતોને પણ ન્યાય આપે અને તેઓમાં ખેલદીલીની ભાવના વધે તે હેતુ થી રમત-ગમત મહોત્સવ ઉજવાયો હતો જેમાં ૧૦૦ થી પણ વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રમત ગમત મહોત્સવમાં કોથળા દોડા, લીંબુ ચમચી, કબડ્ડુ, દોડ સહીતની રમતો રમાડવામાં આવી હતી અને વિજેયતા થયેલા બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

ઉમરેઠની ડીઝીટલ પોસ્ટ ઓફિસમાં સર્વર ડાઉનની એરર


post.jpg

ઉમરેઠ તાલુકા ની મુખ્ય પોસ્ટ ઓફીસ માં છેલ્લા ત્રણ ચાર દિવસ  સર્વર ડાઉન થવા ની સમસ્યા થી પોસ્ટ માં નાણાકીય અને પોસ્ટ ને લગતા વ્યવહારો માટે આવતા પ્રજાજનો ખુબ જ પરેશાન થયા છે  અને ખાસ કરી ને એમ આઈ એસ માં જેમને રોકાણ કર્યું છે એવા સીનીયર સિટીઝનો ને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવો પડી રહ્યો છે પોસ્ટ ઓફીસ ના સર્વર ડાઉન થવા ની સમસ્યા હવે લગભગ કાયમી બની ગઇ છે એકતરફ સરકાર દેશ ને ઙીજીટલાઇશેન તરફ લઇ જવા ની વાતો કરે છે અને બીજી તરફ દર અઠવાઙીયે પોસ્ટ ઓફીસ નુ સર્વર ડાઉન થવા કે બંધ હોવા ના કારણે પોસ્ટ ના ખાતેદારો ને સીનીયર સીટીઝન તથા પેન્શનરો ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહયો છે.સાથે સાથે લોકોને એકનો એક જવાબ આપી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પણ પરેશાન થઈ ગયા છે અને લોકોના ગુસ્સાનો ભોગ સ્ટાફના લોકોએ બનવું પડે છે.આ અંગે ઉમરેઠ ના અગ્રણી અશોકભાઇ પટેલ ને જણાવ્યા અનુસાર  ઉમરેઠ એ તાલુકા મથક છે ચાલીસ થી વધારે ગામો ના માણસો ના વ્યવહારો ઉમરેઠ સાથે સંકળાયેલા  છે અને કામ ના ભારણ ના કારણે ઉમરેઠ માં બે પોસ્ટ ઓફીસ ફાળવાયેલ હતી પરંતુ છેલ્લા  કેટલાય સમય થી ઉમરેઠ  વ્હોરવાઙ વીસ્તાર મા આવેલ પોસ્ટ  ઓફીસ ને તાળુ મારી દેવા મા આવતા    માર્કેટ યાર્ડ પાસે આવેલ  મેઈન પોસ્ટ ઓફીસ  મા કામ નુ ભારણ વધી ગયેલ છે પરંતુ છેલ્લા ચારેક દીવસ થી થપોસ્ટ ઓફિસો માં સર્વર ડાઉન ની સમસ્યા ના કારણે દોઢેક લાખ ની વસ્તી ધરાવતા ઉમરેઠ તાલુકા ના પ્રજાજનો ને પોતાના પોસ્ટ ના નાણાકીય તથા પોસ્ટ ને લગતા વ્યહ્વારો માં ખુબ મુશ્કેલી ઓ નો સામનો કરવો પડી રહ્યો છે અને ખાસ કરી ને સીનીયર સિટીઝનો કે જેમને રીટાયર્ડ થયા બાદ મળેલા નાણા નું રોકાણ પોસ્ટ ની એમ આઈ એસ સ્કીમ માં કર્યું છે કે જેથી માસિક મળતા ફિક્ષ વ્યાજ ના નાણા માંથી પાછળ નું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી સકાય પરંતુ કાયમી સર્વર  ડાઉન ના કારણે તેમને દસ મિનીટ ના કામ માં ચારેક કલાક કરતા વધારે સમય નો બગાડ કરી ને પણ નાણા નથી મળતા અને ઉમર ના કારણે બીજો કામધંધો ન કરી સકતા બીજી આવક ના હોઈ તેમને છતાં પૈસે ભૂખે મારવા નો વારો આવે છે.આ અંગે ઉમરેઠ પોસ્ટ ના પોસ્ટ માસ્તર મંહમદસીરાજ એ શેખ એ જણાવ્યું હતું કે હાલ બધા વ્યવહારો ઓનલાઈન થઇ ગયા છે એ વાત સાચી છે પરંતુ છેલ્લા ચાર દીવસ ઉપર થી જ સર્વર બંધ હતુ અને આ એકલા ઉમરેઠ નહી પરંતુ આખા ભારત દેશ મા આ સમસ્યા ઉભી થઈ  હતી   સર્વર ડાઉન થવા ના લીધે અમે અમારા ગ્રાહકો ને સારી સર્વિસ આપી સકતા નથી   આ અંગે અમે ઉપર રજૂઆત પણ કરેલ છે  અને આજ થી આ પ્રોબ્લેમ નુ સમાધાન થઇ જશે અને ફરી થી અમે રાબેતા મુજબ સેવાઓ ચાલુ કરી દઇશુ

ઉમરેઠ એચ.એમ.દવે સ્કૂલના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો.


hmdave.jpg

આ પ્રસંગે ઉમરેઠ એજ્યુકેશન સોસાયટી સંચાલીત એચ.એમ.દવે સ્કૂલના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ પણ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ જેઓએ શાળાને પ્રવર્તમાન સમયમાં સહયોગ કર્યો હોત તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. આગામી દશ અને બારની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સુંદર પ્રદર્શન કરે તે માટે તેઓને શાળા પરિવાર તરફ થી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોને ઉમરેઠ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અશ્વીનભાઈ શેલતે ભોજન આપ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ સ્થાને અશ્વીનભાઈ શેલત, અતિથિ વિશેષ પદે ર્ડો.સાજિદભાઈ સૈયદ, પૂર્વ ધારાસભ્ય સુભાષભાઈ શેલત, સાર્વજનિક પુસ્તકાલયના ચેરમેન કમલેશભાઈ ભટ્ટ, મંત્રી મિલનભાઈ વ્યાસ ઉપસ્થીત રહ્યા હતા. એચ.એમ.દવે સ્કૂલના આચાર્ય કે.જે.પારેખે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આમંત્રિતોનો શાબ્દીક આવકાર આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

સદ્ભાવના સિનિયર સિટિઝન ફોરમ ઉમરેઠમાં સમાજ શિક્ષણ શિબિર યોજાઈ


k1.jpg

ફોરમ ઉમરેઠમાં આણંદ જિલ્લાના હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુભાષભાઈ નીલના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા સમાજ અધિકારીની કચેરી દ્વારા સમાજ શિક્ષણ શિબિરનું આયોજન એકડીયાની વાડી ઉમરેઠ મુકામે તાજેતરમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન પદેથી ઠાસરાના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ હેમંતભાઈ પંડ્યાએ વડીલોને અહંમની મીણબત્તી બુઝાવીને સુખની ચાંદની મેળવવા જણાવી ધર્મના ઘારક બનવા હિમાયત કરી હતી. અતિથિ વિશેષ પદેથી બોલતા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી નિપમભાઈ શાહે સમાજ કલ્યાણ કચેરીની અનેક લાભદાયી યોજાનાઓની સવિસ્તાર માહિતી આપી હતી. સમારંભના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા હોમર્ગાડઝ કમાન્ડન્ટ સુભાષભાઈ નીલે ધ્યાન અને યોગ સાથે ૧૦ મિનિટ કસરત કરવા જણાવી નવરાશના સમયે ગમતું કામ કરી અન્યને મદદરૂપ થવા જણાવ્યું હતું. સભાનું સફળ સંચાલન દિપકભાઈ શેઠે કર્યુંં હતું અને અંતમાં આભાર દર્શન શિરિષભાઈ ઠાકરે કર્યું હતું.

ઉમરેઠના ભાલેજમાં વીશ યુવકોને ફુડ પોઈઝનીંગ


ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામે લગ્ન પ્રસંગમાં પિરસવા ગયેલા વીશ જેટલા યુવકોને ને ફુડ પોઈઝનીંગ થતા તેઓને સારવાર અર્થે નડીયાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા.વધુમાં  મોડીરાત્રે જમીને તેઓ પરત ફર્યા હતા ત્યારે વીશ જેટલા યુવકોને વહેલી સવારે પેટમાં ગરબડ સાથે ઝાડા-ઊલટી થઇ જતાં તેઓને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સીવીલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે બપોરના બાદ તેઓની તબિયતમાં સુધારો જણાતા રજા આપી દેવામાં આવી હતી. ભાલેજ ગામે કુરેશી ફળીયામાં રહેતા સોહીલ મહમ્મદ કુરેશી, આસીફ શેખ, સૈફઅલી મલેક સહિત વીશ જેટલા યુવકો અમદાવાદ લગ્ન સમારોહમાં પીરસવા માટે શનિવારે ગયા હતા. મોડી રાત્રે જમણવાર પતાવી જમી-પરવારીને ભાલેજ આવ્યા હતા. રવિવાર વહેલી સવારે સોહીલ કુરેશી સહિત ૨૦ યુવકોને ફૂડ પોઇઝીંગ થઇ જતાં ઝાડા-ઊલટી ગયા હતા. જેથી સવાર-સવારમાં ભાગ દોડ મચી ગઇ હતી. અને તમામ યુવકોને પ્રાથમિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લવાયા હતા જ્યાં વધુ સારવાર માટે જરૂર દેખાતા તેઓને નડિયાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઉમરેઠ સીનીયર સીટીઝન ફોરમનો સ્થાપના દિવસ ઉજવાશે.


ઉમરેઠ સીનીયર સીટીઝન ફોરમનો સ્થાપના દિવસ આગામી તા.૪.૩.૨૦૧૮ના રોજ નગરની એકડીયાની વાડી ખાતે સવારે ૯.૩૦ કલાકે યોજાશે. આ પ્રસંગે યોજાનાર સમારોહમાં ઉદ્ગાટક પદે ગોવિંદભાઈ પરમાર (ધારાસભ્ય-ઉમરેઠ), આશિર્વચનદાતા પદે બ્ર.કુ.નિતાબેન, મુખ્ય મહેમાન પદે એ.ઝેડ.મહેતા(સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદ), રશ્મીભાઈ જે શાહ (ચેરમેન- અર્બન બેંક),આર.ટી.શાહ (વકીલ),રાકેશભાઈ શાહ (ઉ.પ્રમુખ અર્બન બેંક) તેમજ અતિથિ વિશેષ પદે ઈશ્વરભાઈ કોન્ટ્રાક્ટર(આઈ.કોન), પરાગભાઈ ચોકસી(મંત્રી- ચોકસી મહાજન), પિયુષભાઈ બશેરી ( લીગલ સેલ એડવાઈઝર), ઘનશ્યામભાઈ પરમાર (સહમંત્રી સી.સી.ફોરમ) વિશેષ ઉપસ્થીત રહેશે. આ અંગે વધુ માહીતી આપતા મુકુંદભાઈ તલાટીએ જણાવ્યું હતુ કે છેલ્લા સત્તર વર્ષ થી સતત સીનીયર સીટીઝન ફોરમ ઉમરેઠ નગરમાં સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યું છે, જીવનની સંધ્યા કાળે પણ ફોરમના સભ્યો ઉત્સાહભેર નિવૃત્તિનો આનંદ લઈ રહ્યા છે, ત્યારે તેઓના કાર્યોને બિરદાવવા અને પ્રોત્સાહન આપવા સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓડ નગરપાલિકાના પ્રમુખ પદે પ્રશાંત પટેલ અને ઉપ-પ્રમુખ પદે જગદીશભાઈ ઠાકોર ચુંટાયા.


ode.jpg

ઓડ નગરપાલિકામાં કોગ્રેસની ભવ્ય જીત બાદ આજે ઓડ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખની ચુંટણી સવારે ૧૧.૩૦ કલાકે યોજાઈ હતી. કોગ્રેસને સ્પષ્ટ બહૂમતિ મળતા પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણી માત્ર ઓપચારીકતા જ બાકી હતી. ત્યારે કોગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે પ્રશાંતભાઈ પટેલ અને ઉપ પ્રમુખના ઉમેદવાર પદે જગદીશભાઈ ઠાકોર મેદાનમાં હતા જ્યારે સામે ભાજપ બાજૂ થી પ્રમુખ માટે હસમુખભાઈ મકવાના અને ઉપપ્રમુખ માટે ભીખાભાઈ પરમારએ ઝંપલાવ્યું હતુ.  ચુંટણી અધીકારી એમ.એમ.પારધીએ જણાવ્યું હતુ કે ઓડ નગરપાલિકાના પ્રમુખ માટે પ્રશાંત વિનુભાઈ અને ઉપ પ્રમુખ પદે જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોરને ૧૮-૧૮ મત સાથે વિજેયતા જાહેર કરાયા હતા. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ પ્રશાંતભાઈ પટેલને પ્રમુખ પદ માટે મૌતિકભાઈ પટેલે દરખાસ્ત મુકી હતી જેને હિમેનભાઈ પટેલે ટેકો આપ્યો હતો જ્યારે ઉપ પ્રમુખ પદ માટે જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોર માટે અંકુંરભાઈ પટેલએ દરખાસ્ત મુકી હતી જેને સંજયભાઈ પટેલે ટેકો જાહેર કર્યો હતો. કોગ્રેસના તમામ ૧૮ મત બંન્ને ઉમેદવારોને મળતા તેઓને વિજેયતા જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ પક્ષ તરફ થી પ્રમુખ માટે હસમુખભાઈ મકવાનાને ૮ અને ઉપપ્રમુખ માટે ભીખાભાઈ પરમાર ૮ મત મળ્યા હતા. પ્રશાંતભાઈ પટેલ અને જગદીશભાઈ ઠાકોરને કોગ્રેસી કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સમયે પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ અને ઉપ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ઓડ ની પ્રજા અને કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્યક્ત કરી ઓડના વિકાસ માટે કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતુ.

રતનપુરાનો બંધ પડેલ ફાટક નં.૧૯ કાર્યરત કરવા કિસાન યુનિયન સંઘ દ્વારા ઉમરેઠ મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરાયું.


ફાટક ખુલ્લો કરી ફાટક મેન દ્વારા ફાટક કાર્યરત રહે તેવી માંગ.

IMG-20180223-WA0186.jpg

ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે છેલ્લા કેટલાય સમય થી માનવરહીત ફાટક નં.૧૯ કાયમ માટે બંધ કરી દેવામાં આવતા ફાટક પાર રહેતા ખેત-મજૂરો, ખેડૂતો તેમજ તબેલા ધારકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રતનપુરાના ખેડૂતોને પડતી આ સમસ્યા અંગે કિસાન યુનીયન સંઘ દ્વારા આજે ઉમરેઠ તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી ફાટક ખુલ્લો મુકી ફાટક પર ગેટમેનની નિમણુક કરી ફાટક પૂનઃ કાર્યરત કરવા તેમજ બંધ ફાટકને કારણે મજૂરો અને ખેડૂતોને થયેલ નુકશાન અંગે વળતર આપવા માટે માંગ કરવામાં આવી છે. વધુમાં આ અંગે કિસાન યુનીયન સંઘના રવીભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રતનપુરાના રહીશો દ્વારા છેલ્લા છ વર્ષ થી સદર ફાટક ખોલી તેને કાર્યરત કરવા વિવિધ સ્તર પર રજૂઆતો કરવામાં આવી છે. વિસ્તારના સાંસદ અને ધારાસભ્યની પણ રજૂઆતો અને ભલામણ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરી હોવા છતા સદર ફાટક બંધ રાખવામાં આવે છે. આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતુ કે બંધ ફાટકને કારણે સોલંકી પરિવારની ગર્ભવતી મહીલાને સમયસર સારવાર ન મળતા અને ફાટક ઓળંગવાની તકલીફને કારણે ગર્ભમાં બાળકનુ મૃત્યુ થઈ ગયું હતુ. આ ઉપરાંત ફાટક પાર ખેતરોમાં રહેતા પશુઓને પણ સમયસર વેટરનીટી ર્ડોક્ટરની સેવા પ્રાપ્ત ન થતા ખેડૂતોએ પશુ ધન ખોવવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત બાળકો અને વૃધ્ધ લોકોને પ્રતિદિન આ બંધ ફાટક ઓળંગવા મુશ્કેલીઓ પડે છે જેને કારણે સત્વરે આ ફાટક ખુલ્લો નહી કરાય તો ભવિષ્યમાં ના છુટકે રેલ રોકો આંદોલન કરવાની પણ ચિમકી કિસાન યુનીયન સંઘના રવી પટેલે આપી હતી. ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર સ્વીકારી તંત્ર દ્વારા રતનપુરાના રહીશોની માગણી અંગે યથાયોગ્ય જગ્યાએ રજૂઆત કરવા સકારાત્મકતા દાખવવા અંગે ખાતરી આપી હતી.

 

ઉમરેઠમાં પ્રસિધ્ધ વક્ત સંજય રાવલનું વકતવ્ય યોજાયું.


ઉમરેઠ ખાતે ગતરોજ પ્રસિધ્ધ મોટીવેશન સ્પીકર સંજય રાવલનું ભય મુક્ત જીવન વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. સંજય રાવલને શાંભળવા ઉમરેઠની કલાપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. સંજય રાવલે પોતાની આવવી અદા અને શૈલીમાં વ્યાખ્યાન રજૂ કરી ઉપસ્થીત મહેમાનો અને શ્રોતાઓને ખુશ કરી દીધા હતા. શોશિયલ મિડીયામાં ઉમરેઠના લોકોએ સંજય રાવલના વ્યાખ્યાન માંથી કેટલાક વન લાઈનર અને તેઓના વિચારો શેર કર્યા હતા જે ના કેટલાક અંશ નિચે મુજબ છે. #વિવેક #દોશી #ઉમરેઠ #આપણુંઉમરેઠ
sr.jpg
– જ્યારે જ્યારે જગત મને નડે છે ત્યારે ત્યારે મને મારા માંથી કશું જડે છે.. #SanjayRavalAtUmreth
– જો મેરા હૈ વો જાયે નહી ઓર જો જાયે વો મેરા નહી..! #SanjayRavalAtUmreth
-પતિ બન્યો તે પતિ ગયો. #SanjayRavalAtUmreth
– દરેક માતા પિતાને એક જ સલાહ છે કે બાળકો ના તમે ટ્રસ્ટી બનજો માલિક નહી.. #SanjayRavalAtUmreth
– હું ફરી જરૂર ઉમરેઠ આવીશ, પણ એક શરત કે જે લોકો પોતાના માતા પિતાને દરોજ્જ પગે લાગતા હોય તે જ લોકો મને શાંભળવા આવે #SanjayRavalAtUmreth
– ઉમરેઠમાં મારા સેમિનારમાં આટલી બધી પબ્લીમ જોઇ મનેજ ભય લાગે છે. #SanjayRavalAtUmreth
– લોકો કહે છે કે રામાયણ નો સમય સતયુગ હતો, પણ મને તમે કહો કે રામાયણમાં રાજા દસરથ ના પુત્ર રામની પત્નિનું અપહરણ થયું હતુ અત્યારે કોઈની તાકાત છે કે અત્યારના રાજાના ધરની કોઈ મહિલાનું અપહરન કરે..? અત્યારના સમય માં તે શક્ય જ નથી તેથી આજનો યુગ સતયુગ છે તેમ હું માનું છું. #SanjayRavalAtUmreth
– મુસલમાનો ની મને એક વાત બહુ ગમે છે,મુસલમાનોના કદી ગરડા ઘર નથી હોતા. #SanjayRavalAtUmreth
– હું ભવિષ્યમાં તેવી યુનિવર્સીટી ખોલવા માગું છુ કે ત્યાં મારા નિયમો થી જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે. #SanjayRavalAtUmreth – મારી યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને જે કરવું હોય તે કરવાની છુંટ.- પાંચમાં ધોરણ થી પ્રેમના પાઠ ભણાવીશું..! – ટીચરોનો સ્ટાર્ટીંગ પગાર એક લાખ હશે.
– ભારતના ભવિષ્યનું ઘડતર કરનાર શિક્ષકો પાસે વસ્તી ગણતરી જેવા કામ કરાય છે. ખરેખર શિક્ષકોને તો લાલ બત્તીવાળી કાર આપવી જોઈયે. #SanjayRavalAtUmreth
– હું મફતમાં સેમિનાર કરૂં છું તેનું એક રહસ્ય છે. સેમિનાર મફતમાં હોય અને હું સેમિનારના સ્થળ પર પહોંચું અને વ્યવસ્થા માનપાન બરાબર ના લાગે તો હું હાથ ઉંચા કરી જતો પણ રહું..જાવ..ભાઈ મને અહિયા ઠીક ના લાગ્યું.. આયોજકો મારું શું ઉખાડી લેવાના છે, મેં તેમની પાસે પૈસા ક્યાં લીધા છે. પૈસા નથી લીધા એટલે હું ભય મુક્ત છું, અને તમે (શ્રોતા) પણ પૈસા ખર્ચ કર્યા વગર મને શાંભળવા આવ્યા છો તો હું અધ વચ્ચે જતો રહું કે ના પણ આવું તમારે શું ફરક પડે, કદાચ હું જે બોલ્યો તે તમને ના ગમે તો તમારા પૈસા પણ ક્યાં પડી જવાના છે…! તમે પણ પૈસા ખર્ચ કર્યા વગર આવ્યા છો તેથી તમે પણ ભય મુક્ત છો. #SanjayRavalAtUmreth
– હું મારી યુનિવર્સીટીના આઈડ્યા અંગે મુખ્યમંત્રીને મળવા માટે કેટલાય વર્ષો થી રાહ જોવું છુ પણ સાલું મેળ નથી પડતો આજે ઉમરેઠમાં એક વ્યક્તિએ સીધી મુખ્ય મંત્રીને મળવા માટે પીન મારી આપી છે. હવે મુખ્યમંત્રીને મળવાનું પાક્કું લાગે છે. #SanjayRavalAtUmreth
– સંજય રાવલના મેં બહુ વક્તવ્યો યુટ્યુબ અને ફેશબુક પર શાંભળ્યા છે, તે હંમેશા #માતૃભાષા માંજ વકતવ્યો રજૂ કરે છે, આજે #માતૃભાષાદિવસ છે અને ઉમરેઠમાં તેમનું વકતવ્ય મેલોડી ગૃપ દ્વારા યોજાયું છે જે બદલ સંજય રાવલ અને મેલોડી ગૃપને અભિનંદન – પરાગ ચોકસી – Parag Chokshi Gabhawala #SanjayRavalAtUmreth
-સાલુ જે જીવનમાં જરૂરી છે તે ભણાવવામાં નથી આવતું અને જે ભાણાવવામાં આવે છે તે કામ નથી આવતું. સાલુ નાનપણ થી સ્કૂલમાં ભણાવવામાં આવે છે કે સુરજ ફલાની દીશા માંથી ઉગે ને ઢીકની દીશામાં આથમે પણ ખરેખર સુર્ય ઉગમતો આથમ તો જ નથી પૃથ્વી ગોળ ફરે છે એટલે સુરજ ઉગતો ને આથમતો લાગે છે. #SanjayRavalAtUmreth
– -સ્કૂલમાં પહેલા જઈયે ને તરત લાઈનમાં ઉભા કરી એક પ્રતિજ્ઞા લેવડાવતા હતા કે “ભારત મારો દેશ છે, ને બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે” તો સાલું પરણવા પાકિસ્તાન જવાનું..? #SanjayRavalAtUmreth
– થોડા સમય પહેલા મને એક પ્રસિધ્ધ ટોક શો માં વકતવ્ય આપવાનું આમંત્રણ મળ્યું હતું. ટોક શો માં અંગ્રેજીમાં વકતવ્ય આપવાનું હતું, પણ મે હા પાડી, મારા સ્ટાફના લોકોએ મને કહ્યું સર અંગ્રેજીમાં વક્તવ્ય આપવું નું છે કેવી રીતે થશે..? મે કહ્યું મને જે આવડે છે તે હું બોલીશ બાકી જે થવાનું હશે તે થશે. પછી મેં તે ટોક શોના થોડા અંશો દેખ્યા ત્યારે ખબર પડી કે બીજી બધી ભાષામાં પણ વક્તાઓને બોલવાની પરમીશન મળે છે. ફ્રેંચનો વક્તા ફ્રેંચમાં બોલતો હતો, જર્મનીનો વક્તા જર્મનમાં તો હું ગુજરાતીમાં કેમ ના બોલી શકું..? મેં તરત મારા સ્ટાફને કહ્યું કે પેલા ટોક શો વાળાને કહી દો કે સંજય રાવલ #ગુજરાતી માં જ બોલશે. આમ કહ્યું ને મારા સ્ટાફના લોકો ટેન્શનમાં આવી ગયા કે આટલા મોટા ટોક શો વાળાને સામે થવાનું..? ટોક શો વાળાને મેં સંદેશો મોકલ્યો કે મારે ગુજરાતીમાં બોલવું છે, અને ટોક શો વાળાએ ગુજરાતીમાં બોલવાની ના પાડીને મારા સ્ટાફને કહ્યું કે તમારા સાહેબ અમારા શો મા ના ચાલે..! મેં પણ મારા સ્ટાફને કહી દીધુ કે તેમને કહી દો કે #ગુજરાતી વગરનો ટોક શો આપણે ના હાલે..! આપણે ક્યાં તેમની પાસે પૈસા કમાવવા જવું છે..? બોસ તમે સાચુ નહી માનો ખાલી અઠવાડીયામાં તેમનો ફરી ફોન આવ્યો ને કહ્યું સંજયભાઈને અમારા શો માં મોકલો #ગુજરાતી પણ ચાલશે..! અને મે તે ટોક શો માં #ગુજરાતી માંજ વકતવ્ય આપ્યું હતું. તે ટોક શો નું નામ #TEDx હતુ.
#SanjayRavalAtUmreth #Umreth #AapnuUmreth
– ..અને છેલ્લે, જે કરો તે બેસ્ટ કરો, સફળતા ઝખ મરાઈને તમારી પાસે આવશે. #SanjayRavalAtUmreth

ઉમરેઠ – ૯ ફેબ્રુઆરીથી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.


ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાન ખાતે ૯.૨.૨૦૧૮ થી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રી ગૃપ દ્વારા સ્વ.ભગવતલાલ મોહનલાલ દલાલના સહયોગથી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તા.૯.૨.૨૦૧૮ને શનિવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે ઓપનીંગ સેરીમની યોજાશે જેમાં આશિર્વચન દાતા પદે મહંતશ્રી ગણેશદાસજી મહારાજ (સંતરામ મંદિર,ઉમરેઠ),પ.પૂ.યોગીપુરૂષ સ્વામી (બી.એ.પી.એસ – આણંદ), ઉદ્ગાટક પદે ગોવિંદભાઈ પરમાર (ધારાસભ્યશ્રી, ઉમરેઠ), તેમજ અતિથિ વિશેષ પદે સુજલભાઈ શાહ (ઉમરેઠ શહેર પ્રમુખ- ભાજપ), સંગીતાબેન પટેલ (પ્રમુખ ન.પા.ઉમરેઠ),ઝરીનાબેન ચૌહાણ (ઉપ.પ્રમુખ)ઈમ્તિયાઝ શેખ (ચેરમેન-રમતગમત કમિટી) ખાસ ઉપસ્થીત રહેશે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠની ડે-નાઈટ ક્રિકેટ મેચ રમવા સમગ્ર ગુજરાતભર માંથી નામી ખેલાડીઓ આવે છે. હાલમાં ક્રિકેટ મેદાન સહીતની તૈયારીમાં આયોજકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તે શ્રી ગૃપના હર્ષ શહેરાવાળાએ જણાવ્યું હતું.

ઓડ નગરપાલિકા ચુંટણી – ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધી ટક્કર..!


 ભાજપ સત્તા ટકાવી રાખવા તો કોગ્રેસ સત્તા મેળવવા કટીબધ્ધ

40188626.jpg
આગામી નગરપાલિકાની ચુંટણી માટે ઉમરેઠ વિધાનસભાના ઓડ ગામની નગરપાલિકાના કોગ્રેસ અને ભાજપના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે ઓડ નગરપાલિકામાં કોગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે જ્યારે એન.સી.પી ધ્વારા આ વખતે કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા નથી. આ પહેલા ઓડ નગરપાલિકામાં એન.સી.પી બે બેઠક પર વિજેયતા થયું હતું. નવા સિમાંકન બાદ ઓડમાં એક વોર્ડ ઓછો થયો છે હવે કુલ ૬ વોર્ડની ૨૪ બેઠક પર ભાજપ અને કોગ્રેસ આમને સામને છે. જ્યારે કેટલાક અપક્ષ ઉમેદવારો બંન્ને પક્ષનું ગણિત બગાડી શકે છે તેમ પણ સ્થાનિક રાજકિય દિગ્ગજો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નવા સિમાંકન પહેલા ઓડ નગરપાલિકામાં ૭ વોર્ડમાં ૨૧ સભ્યો હતા હવે એક વોર્ડ ઓછો થયો છે અને ૬ વોર્ડમાં ૨૪ સભ્યો રહેશે. આમ એક વોર્ડ ઓછો થઈ ૩ સભ્યો વધારે ચુંટાશે.
કોગ્રેસના ઉમેદવારોની યાદી – 
વોર્ડ નં. ૧
સાંતાબેન ભીખાભાઇ ઠાકોર
ભગવતીબેન ધુળાભાઇ ઠાકોર
ભુલાભાઇ લલ્લુભાઇ ઠાકોર
જગદીશ રાવજીભાઇ ઠાકોર
વોર્ડ નં.૨
જીતુભાઇ રાવજીભાઇ વાઘરી
કૈલાસબેન કીરીટભાઈ અહીમકર
મધુબેન મનુભાઇ દેવીપૂજક
નરેશભાઇ રણછોડભાઇ ચૌહાણ
વોર્ડ નં.૩
સરફરાજમીયા ગુલાબમીયા મલેક
અંજનાબેન મહેન્દ્વસિંહ છાસટીયા
રઈજીભાઈ મનુભાઈ ભોઈ
સજજનબેન પ્રવિણસિંહ પરમાર
વોર્ડ નં.૪
અંકુરભાઇ સાપુરભાઇ પટેલ
હિમેનકુમાર ચંદ્વકાંતભાઇ પટેલ
જયશ્રીબેન વિકાસભાઇ પટેલ
ભુમિકાબેન સુહાસભાઇ પટેલ
વોર્ડ નં.૫
સંજયભાઇ હરમાનભાઇ પટેલ
પ્રશાંતભાઇ વિનુભાઇ પટેલ
દીપ્તીબેન વિનુભાઇ પટેલ
જયાબેન પુનમભાઇ પટેલ
વોર્ડ નં.૬
માનાભાઇ શંકરભાઇ પરમાર
પીન્કીબેન મીથુનભાઇ ખ્રિસ્તી
ભાવનાબેન હિરૂભાઇ પટેલ
મૌલીકભાઇ શનાભાઇ પટેલ
ભાજપના ઉમેદવારોની યાદી – 
વોર્ડ નં.૧
દક્ષાબેન સુરેશભાઈ ઠાકોર
કાન્તાબેન રાઉલજી
ગોવિંદભાઈ મોહનભાઈ ઠાકોર
રજનીકાન્ત ભઈજીભાઈ ઠાકોર
વોર્ડ નં.૨
વર્ષાબેન કમલેશભાઈ તળપદા
મીનાબેન સુરેશભાઈ દેવીપુજક
હસમુખભાઈ નાથાભાઈ મકવાણા
રાયસીંગભાઈ રાવજીભાઈ માળી
વોર્ડ નં.૩
લીલાબેન સંજયભાઈ ભોઈ
સરોજબેન કમલેશભાઈ રાઉલજી
રમણભાઈ લક્ષ્મણભાઈ રાઉલજી
ભીખાભાઈ બેચરભાઈ પરમાર
વોર્ડ નં.૪
અનીષાબેન વિજયભાઈ પટેલ
ભાવનાબેન ઈન્દ્રવદનભાઈ પટેલ
રાજૂભાઈ ચંદુભાઈ પટેલ
વિશાલ શાંતિલાલ પટેલ
વોર્ડ નં.૫
ભાવિકાબેન પરેશભાઈ પટેલ
રંજનબેન અર્જુનભાઈ પરમાર
સંજયભાઈ હિરૂભાઈ પટેલ
દિલીપભાઈ મંગળભાઈ પટેલ
વોર્ડ નં.૬
રીટાબેન ઈશાકભાઈ ખ્રિસ્તી
વિરબાળા રમણભાઈ પટેલ
વિનોદભાઈ ગોરધનભાઈ વાઘેલા
મનોજભાઈ મગનભાઈ પટેલ
%d bloggers like this: