આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2022

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિનો ૨૭મો ઈનામ વિતરણ સમારોહ યોજાયો.


ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતીનો ૨૭મો ઈનામ વિતરન તાજેતરમાં દશા ખડાયતા ની વાડી ખાતે નિખિલ કુમાર શ્યામસુંદરલાલ શાહ (જબુકાવાળા)ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.સમારોહમાં અતિથિ વિશેષ પદે હેમલ રશ્મિકાંત શાહ (અમદાવાદ), નિમિત કિરીટકુમાર દોશી (આણંદ), રોમેશ નિતીનકુમાર શેઠ (જાગનાથ વાળા) અને કૌશલ નરેન્દ્રભાઈ શાહ (ભરૂચ) અને ભોજન ના દાતા ભદ્રેશભાઈ હસમુખલાલ શાહ (વડોદરા) ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆત પ્રિયાંશી શાહ એન વૄંદા ચોકસીએ પ્રાર્થના થી કરી હતી તેમજ મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કર્યું હતું. મંત્રી રાજેશભાઈ શાહએ જ્ઞાતિની વિવિધ પ્રવૄતિઓનો અંગે સમજ આપી હતી. આવકાર પ્રવચન કરતા પ્રમુખ શિતાંષભાઈ શાહએ જણાવ્યું હતુ કે શિક્ષણ એજ સુખી થવાની ચાવી છે, માતા પીતાએ પોતાના બાળકોના શિક્ષણ ને પ્રાયોરીટી આપવી જોઈયે તેઓએ ઉમેર્યું હતુ કે જ્ઞાતિજનો માટે આગામી દિવસોમાં પ્રવાસ સહીત સ્વાસ્થ્ય ને લગતા કાર્યક્રમો વિચારાધીન છે,  જ્ઞાતિની વિવિધ કમીટીમાં યુવાનોને સ્થાન આપવા બદલ તેઓએ ઘનશ્યામભાઈ શેઠ (જાગનાથવાળા), જગદીશભાઈ શ્રોફ, તેમજ દિપકભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. દિપકભાઈ દેસાઈની જ્ઞાતિ પ્રત્યે વિવિધ સેવા બદલ તેમને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.   સમારોહમાં ધો.૧ થી ૧૨ સહીત ગ્રેજ્યુએટ તેમજ અન્ય ફેકલ્ટીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા. ૭૦ વર્ષ થી ઉપરના જ્ઞાતિના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ લગ્ન જીવનના ૪૫ વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા હયાત દંપતીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. લવભાઈ દોશી (નગરપાલીકા સભ્ય)એ જણાવ્યું હતુ કે જ્ઞાતિજનોને સરકારી યોજના અંગે માહીતી આપી હતી અને જેતે યોજનાનો લાભ લેવા તેઓએ પ્રત્યક્ષ માર્ગદર્શન આપવા માટે તૈયારી બતાવી હતી. સમારોહનું સફળ સંચાલન દર્શના દોશી અને બિંદુબેન દોશીએ કર્યું હતુ જ્યારે આભાર વિધિ મુકુંદભાઈ દોશી (ડાકોર)એ કરી હતી