આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2011

ઉમરેઠમાં પ્રવર્તમાન પહેલી..! પત્રકાર,પોલીસ અને બૂટલેગર માંથી સાચું કોણ..?


ઉમરેઠમાં હાલમાં અજીબો ગરીબ પહેલી પ્રવર્તમાન બની છે. આ પહેલીમાં મુખ્ય ત્રણ કીરદાર પોલીસ, પત્રકાર અને બુટલેગર છે. કહેવાય છે એક સાપ્તાહિક પેપરના પત્રકારે નગરમાં છાગટા બનેલા એક કહેવાતા બુટલેગર અને તેઓના દારૂના ધંધાને લઈ બુટલેગર સહીત પોલીસને પણ લપેટમાં લઈ એક લેખ પ્રસિધ્ધ કર્યો હતો.

લેખ પ્રસિધ્ધ થયાના બીજા જ દિવસે આ પત્રકારને શંકાસ્પદ પરિસ્થીતીમાં કોઈએ ઢોર માર માર્યો હતો ત્યારે આ અંગે આ પત્રકારના કહ્યા મુજબ તેઓને આ બુટલેગર અને પોલીસે પોલીસ સ્ટેશનમાં બોલાવી ફટકાર્યો હતો જ્યારે આ અંગે પોલીસ કહે છે કે આ કલાકાર પત્રકારે જાતે જ પોતાનું માથું પોલીસ સ્ટેશનમાં આવી ટીચાડી ઘાયલ થયો છે.

..ખેર વાત જે પણ હોય તે આ પત્રકારે જાતે પોતાને ઈજા પહોંચાડી હોય તો તેને માનસીક ડોક્ટરની અને પોલીસે તેને ફટકાર્યો હોય તો તેને ન્યાય મળવાની  જરૂરીયાત છે. હાલમાં ઉચ્ચ કક્ષાએ આ અંગે આ પત્રકારે રજૂઆત કરી છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ અંગે તાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વણમાંગી સલાહ – આમ તો આપણે વણમાગી સલાહ કોઈને આપતા નથી છતા પણ આ મુદ્દાને શાંત કરવો હોય તો, બુટલેગરે પત્રકારને વર્ષે ચાર-પાંચ જાહેરાત, પોલીસને નિયમિત હપ્તો આપવો જોઈયે અને પોલીસે પણ પત્રકારને કાંઈ આપવું જોઈયે (કાંઈ એટલે પકડેલી દારૂની બોટલ માંથી બે-ત્રણ બોટલ, અથવા ગમે તે..)અને પત્રકારે પણ સમજીને પેપરમાં અનાપ સનાપ લખ્યા વગર ગાય ભેંશના નિબંધો જ લખવાના ..બસ સીમ્પલ..! પછી પોલીસે કોઈને મારવા પણ નહી પડે કે કોઈએ જાતે ઘાયલ થઈ પોલીસને લપેટમાં પણ નહી લેવા પડે..!

ચલ..એ..ગણપત, દારૂ લા…

 

ઉમરેઠની નવા જૂની


  • ઉમરેઠમાં રસ્તા બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારમાં રસ્તા બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હોય તેમ લોકો ચર્ચા કરે છે આવી અનેક ચર્ચાઓ વચ્ચે વિપક્ષ ધ્વારા રસ્તાનો નમૂનો તપાસ માટે લેબમાં મોકલાવ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
  • ઉમરેઠના બોરડી ફળીયામાં એક ઘર પાડવામાં આવતા સમયે ઘરના ભોય તળિયે ખોદ કામ કરવામાં આવતા ઘ નીચેથી એક વાવ હોવાના અવશેષ મળ્યા હતા. આ વાતની જાણ થતા લોકોના ટોળે ટોળા ભેંગા થઈ ગયા હતા. (ફોટો જોવા અહિયા ક્લીક કરો)

ચાલો બસ ત્યારે ગરમી વધી રહી છે સાથે સાથે આળશ પણ આવે છે વધુ લખવાનો મુળ નથી, આવજો..

ઉમરેઠમાં નવા રસ્તા બનાવવાનું કામ શરૂ તેમજ ચીફ ઓફિસરે ટેક્ષ બાકીદારોની ઉઘરાણી કાઢી.


આખરે છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠમાં પેચીદો બનેલો રસ્તાનો પ્રશ્ન હવે હલ થઈ જતા નગરજનો રાહત અનુભવશે, હવે ઉમરેઠમાં પાવાગઢની મોજ નહી મળે. ઉમરૅઠ નગર પાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં નવા રસ્તા બનાવવાનું કામ આજથી શરૂ કરી દીધુ છે જે હવે આગામી ટૂંક સમયમાં સંપૂર્ણ નગરમાં તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.

બીજી બાજુ ઉમરેઠ નગર-પાલિકાના નવા મહિલા ચીફ ઓફિસરે નગરજનોના બાકી પડતા ટેક્ષની પઠાણી ઉઘરાણી શરૂ કરી છે જેના પગલે ઉમરેઠ નગર પાલિકા ધ્વારા છેલ્લા બે-ત્રણ દિવસમાં લગભગ ૪ થી ૫ લાખ રૂપિયા જેટલો ટેક્ષ વસુલ કરવામાં આવ્યો જે જ્યાં જરૂર લાગે ત્યાં મિલકટો ને સીલ પણ કરવાની કામગીરી કરવામાં આવી હતી જ્યારે નવા ચીફ ઓફિસરના આવા કડક વલણને કારણે ટેક્ષ બાકીદારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

એકંદરે ઉમરેઠમાં હવે પાણી પછી રસ્તાનો પ્રશ્ન પણ દૂર થતા હવે નગરજનોન હાશકારાનો અનુભવ થશે તેમા કોઈ બે મત નથી છતા પણ રસ્તાની ગુણવત્તા જળવાઈ રહે તેઓ મત નગરજનો પ્રગટ કરી રહ્યા છે.

.. ઉમરેઠના યુવાને હિંમત દાખવી ટ્રક રોકાવી, અને ૮૦ ટન ગૌ-માસનો જથ્થો જપ્ત કરાવ્યો..!

ઉમરેઠની નવા જૂની


  • ઉમરેઠમાં લગ્નની સિઝન આ વર્ષે ભારે છે, ઘર કરતા વાડીમાં વધારે જમવું પડે છે. તેમાં પણ દશા ખડાયતાની વાડીતો હવે ઘર જેવી જ લાગે છે. અરે..અરે..રે..તમે બધા ઈર્ષા ના કરશો ચાંલ્લો અને ભેટ સોગાદ પણ એટલી આપવાનીજ હોય છે.
  • ઉમરેઠના અક્ષરપુરષોત્તમ સ્વામિનારયણ મંદિરમાં દિવ્ય ઉત્સવ આવતી કાલથી શરૂ થશે ત્યારે મોટી સંખ્યામાં હરિભક્તો આ મહોત્સવનો લાભ લઈ ધન્યતા અનુભવશે. આ મહોત્સવ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી છ-સાત દિવસ ચાલશે.
  • હજૂ પણ ઉમરેઠમાં રસ્ત નવા બનાવવાનું મહૂર્ત નિકળ્યું નથી, કોઈ સારા ગોર મળે અને જલ્દી મહૂર્ત કાઢે તેવી નગરજનોની પ્રબળ ઈચ્છા છે. પણ સકારાત્મક વિચાર રાખીયે તો ઉમરેઠમાં બેઠા પાવાગઢની મોજ મળે છે. (નોંધ-એકનું એક વાંચી કંટાળશો નહી..)
  • ઉમરેઠમાં નવા મહિલા ચીફ ઓફિસર આવ્યા છે, બહુ કડક લાગે છે ગામમાં વેરો ભરવા માટે નગરજનો ને સ્પષ્ટ સુચના આપી દીધી છે, પાલિકાના કર્મચારીઓને પણ લે-મેલ કરાવી દે તેવા ચીફ ઓફિસર આવ્યા છે. બે વરિષ્ઠ કર્મચારીઓને તો યોગ્ય ફરજ ન બજાવવા માટે નોટીશ પણ તેઓએ ફટકારી હોવાનું જાણવા મળે છે. ટૂંકમાં કહિયે તો અંધેર નગરીમાં એક બલ્બ ઝળહળી ઉઠે તેવી આશા દેખાય છે.
  • ગયા રવીવારે ભાણીએ છુક-છુક ગાડી જોવાની જીદ કરી જેથી તેને રેલ્વે સ્ટેશન લઈ ગયો. લગભગ અડધો કલાક સુધી છુક-છુક ગાડીની રાહ જોઈ રેલ્વે સ્ટેશન ભાણીને રમાડી છેવટે એક માલગાડી આવી અને ભાણી ખુશ થઈ ગઈ. સારું છે ભાણીબેન હજૂ નાના છે અને પેસેન્જર ટ્રેન જોવાની જીદ નથી કરતા નીતો આણંદ રેલ્વે સ્ટેશન જવું જ પડે કારણ કે ઉમરૅઠ માં તો દિવસમાં ત્રણ-ચાર પેસેન્જર ટ્રેન જ આવે છે. અત્રે ફરીથી ઉલ્લેખનિય છે કે રાજ્ય કક્ષાના રેલ્વે પ્રધાન ઉમરૅઠના સંસદ સભ્ય પણ છે.
  • કેટલાય ગામડા અને શહેરો જોયા જ્યાં જઈયે ત્યાં “સંસદ સભ્યની ગ્રાન્ટ માંથી” અને “ધારા સભ્યની ગ્રાંન્ટ માંથી” લખેલા પાટીયા કે બોકડા દેખાય છે પણ ઉમરેઠમાં આવા પાટીયા કે બાકડા દેખવા મારી આંખો તરસી રહી છે.
  • વીજ કંપની વાળા ખાસ્સા સુધરી ગયા છે, તે ખરેખર કાબીલે દાદની વાત છે છેલ્લા બે-ત્રણ રવીવાર સારા જાય છે. હવે તો ઉનાળો ડોકાચીયા કરવા લાગ્યો છે હવે તો વીજ કંપની વાળા લબાડ બને તો ખલાસ… બહુ વખાણવા નથી નીતો પાછો કાલે રવીવાર છે ને તે જાત પર આવશે તો લોચા…
  • ક્યાંક વાંચ્યુ છે કે, દરેક સફળ પૂરૂષની પાછળ એક મહિલાનો હાથ હોય છે, તેવીજ રીતે ઉમરૅઠનો વિકાસ થાય તો કહી શકાય કે, ઉમરૅઠના વિકાસ પાછળ બે મહિલાઓનો હાથ છે એક નવા મહિલા ચીફ ઓફિસર અને બીજા નવા મહિલા મામલતદાર જોઈએ તેઓ નેતાઓને ભારે પડે છે કે નેતાઓ તેમને ભારે પડે છે..!

..ખેર મારા લખવાથી કે તમારા વાંચવાથી કોઈ ફેર નથી પડવાનો,પણ આતો બ્લોગ બનાયો જ છે તો કાંઈ લખવું તો પડે જ ને, તમે પણ ફેશબુકમાં કે ટ્વીટરમાં ફરતા ફરતા અહિ આવી ને કંટાળી ગયા હોય તો માફ કરજો, બાકી થાય તે કરી લે જો..અને ફરી અહિયા વાંચવા આવવું જ હોય તો મોસ્ટ વેલ કમ…

ચાલો ત્યારે અત્યારે બસ આટલું જ ફરી બહુ બધા દિવ પછી મળીશું..

.જય ઉમરેઠ..

નાસીકવાલા હોલ ઉમરેઠનું આધુનિકરણ હાથ ધરાયું,જ્ઞાતિની દિકરીઓના રાહત દરે લગ્નની યોજના અમલી


ઉમરેઠ નાસીકવાલા હોલને આધુનિક બનાવવાના પ્રયત્નો પ્રમુખ મુકુંદભાઈ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેના ભાગ રૂપે નાસીકવાલા હોલના બાલ્કની પાસેના બે રૂમ એ.સી બનાવવામાં આવ્યા છે તેમજ અન્ય રૂમો પણ રહેવા લાયક રંગરોગાન કરી જ્ઞાતિજનોની સુવિધા માટે સજ્જ કરવામાં આવેલ છે. ભવિષ્યમાં હજૂ પણ વધુ સારી સગવડ નાસીકવાલા હોલમાં ઉપલબ્ધ બને તેવી અનેક યોજનાઓ ધ્યાનમાં છે આ યોજના પુરી કરવા જ્ઞાતિજનો ઉદાર હાથે ફાળો આપી પોતાના માદરે વતન ઉમરેઠમાં પોતાના વડિલો અને પોતાનું નામ વહેતું રાખે તેવી આશા છે.

વધુમાં હાલના મોંધવારીના યુગમાં મધ્યમ આર્થિક પરિસ્થીતી ધરાવતા જ્ઞાતિજનો સારીરીતે પોતાની પૂત્રીનું લગ્ન જ્ઞાતીના હોલમાં રૂ.૭૫૫૧/-માં કરી શકે તેવી યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૨૦/૨/૨૦૧૦ના રોજ એક લગ્ન સમારોહ પણ યોજાશે.આ યોજના માટે ફંડ પેટે રૂ,૧,૬૭,૦૦૦નું દાન પણ જાહેર થયેલ છે આગામી સમય માં આ ફંડ ૫ લાખ સુધી પહોંચી જાય તેવી ઈચ્છા છે જેથી ભવિષ્યમાં મધ્યમ વર્ગના લોકો આ યોજનાનો લાભ વધુને વધુ લઈ શકે આ યોજના માટે રૂ.૨ લાખ થી વધુ ફાળો આપનાર દાતા આગળ આવે તે આવકાર દાયક છે જેથી આ ટ્રસ્ટ કાયમી ધોરણે જ્ઞાતિની કન્યાઓના હીતમાં કામ કરી શકે.

નાસીકવાળા હોલના આધુનિકરણ માટે તેમજ અન્ય રીતે નાસીકવાળા હોલ માટે જો કોઈ જ્ઞાતિજન કે અન્ય વ્યક્તિ ફાળો આપવા ઈચ્છા ધરાવતા હોય તેમને આ અંગે વધુ માહિતી મેળવવી હોય તો વિના સંકોચ પ્રમુખ મુકુંદભાઈ શાહનો સંપર્ક કરે e-mail : mmmabap@gmail.com

મોદીને અમાસ પણ નથી નડતી …!


આજે તાબળતોડ મુખ્યમંત્રીએ પોતાના મંત્રી મંળડનું વિસ્તરણ કર્યું હતુ, અને તમામ નવા મંત્રીઓને સપથ પણ લેવડાવ્યા હતા. આજે અમાસ હોવા છતા પણ મોદીના મંત્રીઓએ કોઈ હીચકીચાટ વગર શપથ ગ્રહન કર્યા હતા જ્યારે ચુંટણી સમયે ફોર્મ ભરવાની પ્રકીયાથી માંડી મત ગણતરી માટે જવા માટે પણ મહૂર્ત જોયા વગર નેતાજી આગાપાછા થતા નથી. જો’યુંને દબંગ મોદી સાહેબને અમાસ પણ નથી નડતી.