આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2012

આવું કેમ..?


ગઈકાલે ગોધરાકાંડને દશ વર્ષ પૂર્ણ થયા. સમાચાર પત્રો અને ન્યુઝ ચેનલો દ્વારા ૨૦૦૨ ગુજરાત રમખાણગ્રસ્તોના પરિવારજનોની વ્યથા દર્શાવતા ઈન્ટર્વ્યું પ્રસિધ્ધ કર્યા અને બતાવ્યા. સાબરમતી એક્સ્પ્રેસના જે ડબ્બામાં કારસેવકો મૃત્યુ પામ્યા હતા તેઓના પરિવારજનોની કોઈ પણ મિડિયા દ્વારા ખબર સુધ્ધા લેવામાં ન આવી. સાબરમતી ટ્રેનમાં જે કાંઈ બન્યું તે પછી ગુજરાતમાં તોફાન ફાટી નિકળ્યા હતા. મોટી ચેનલો હોય કે મોટા વર્તમાનપત્રો બધા ગોધરાકાંડના રમખાણગ્રસ્તો નીજ વાત કરે છે. કોઈને કારસેવકો યાદ આવતા નથી જેથી જરૂર બધાના મનમાં સવાલ થયો જ હશે આવું કેમ..?

ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં જોખમી ખાડાથી સ્થાનિકો પરેશાન


  • સ્કૂલના બાળકો આજ માર્ગે અવર જવર કરે છે.

ઉમરેઠના વોર્ડ નં.૮માં આવેલ સોસાયટી વિસ્તારમાં જોખમી ખાડાને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. રજની નગર સોસાયટી થી સરસ્વતી શીશુ વિદ્યાલય સ્કૂલ તરફ જવાના માર્ગે પટેલ વાડી પાસે જોખમી ખાડા પડ્યા છે. આ ખાડા એટલા મોટા છે કે અંધારામાં અબોલા પશુ પણ તેમા પડી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

વધુમાં આ માર્ગ ઉપરથી શાળાએ જતા બાળકો વધારે અવર જવર કરે છે.આ માર્ગ ઉપર અનેક સોસાયટીઓ આવેલ હોવાને કારને અવર જવર પણ વધારે રહે છે. સંધ્યાકાળના સમયે અંધારામાં બાળકો અને વૃધ્ધો આ ખાડાનો ભોગ બની શકે છે. ત્યારે આ વિસ્તારની ગરીમા અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પટેલ વાડી પાસેના ખાડા સત્વરે લાગતા વળગતા તંત્ર દ્વારા પુરવામાં આવે તે ખૂબજ જરૂરી છે.

ઉમરેઠમાં સુરક્ષા સંચેતના મેળો યોજાયો.


ઉમરેઠની શ્રી સરસ્વતી શીશું વિદ્યાલય ખાતે એચ.પી ગેસ દ્વારા સુરક્ષા સંચેતના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ પદે સારસા મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી), અતિથિ વિશેષ પદે ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ,ર્ડો.એમ.બી.ભગત તેમજ એચ.પી.સી.એલના વડોદરા સેલ્સ એરીયા મેનેજર કેતન કાર્નિક ઉપસ્થિત રહ્યા હતા.

આ સમયે લીઓ બર્નેટ ગૃપ દ્વારા એલ.પી.જી ગેસના વપરાશ સમયે તકેદારી રાખવાના વિવિધ મુદ્દા મનોરંજન નાટક, વિવિધ રમતોના માધ્યમથી ઉપસ્થિત મહિલાઓને સમજાવ્યા હતા. ઉપસ્થિત મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતૂં જેમાં વિજેયતા મહિલાઓને ઈનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ સમયે મનોરંજન થી ભરપુર મેળાનો લાભ લઈ હિનાબેને જણાવ્યું હતુ કે, આમ મનોરંજન સાથે એલ.પી.જી ગેસના વપરાશ સમયે તકેદારી રાખવાની વાતો મહિલાઓ સુધી પહોચાડવાનો અભિગમ ખરેખર પ્રશંશાને પાત્ર છે. આવા અવેરનેશ દાખવતા કાર્યક્રમથી મહિલાઓને ફાયદો થશે.

ભાગવત સપ્તાહ પારાયણ @ શ્રી સ્વામિનારાયણ મંદિર – ઓડ બજાર


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા મફત નેત્રનિદાન કેમ્પ યોજાયો


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ, શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ તેમજ એક વૈષ્ણવના સંયુક્ત ઉપક્રમે નગરના સિનિયર સિટીઝન હોલ ખાતે મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉમરેઠ સહીત આજૂબાજુના ગામના કુલ ૧૧૨ દર્દીઓને ર્ડો સમીરભાઈ ભાવસાર, ર્ડો રસિકભાઈ પરમાર, ર્ડો સતરૂપા, અને ર્ડો સંકેત શાહ દ્વારા તપાસવામાં આવ્યા હતા.

કુલ ૧૧૨ દર્દી માંથી ૧૫ જેટલા દર્દીઓને મફત ઓપરેશન માટે કરમસદ પહોંચાડવાની કામગીરી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને જરૂરી માર્ગ દર્શન ર્ડોકટરની તીમ દ્વારા પુરુ પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સિનિયર સિટીઝન ફોરમના સભ્યો તેમજ પ્રમુખ સુરેશભાઈ શાહ અને મંત્રી ગોપાલભાઈ શાહએ ભારે જહેમત ઉઠાવી હતી. નેત્ર નિદાન કેમ્પનો લાભ લેનાર દર્દીઓએ સેવા આપનાર ર્ડોકટરશ્રીઓ તેમજ સિનિયર સિટીઝન ફોરમના સભ્યો અને નામ વગર સેવા કરનાર વૈષ્ણવનો આભાર વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં જરૂરિયાત મુજબ દર્દીઓનું ઓપરેશન તબક્કાવાર હાથ ધરવામાં આવશે.

ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર અકસ્માત – બે વ્યક્તિના મોત


ઉમરેઠ લીંગડા માર્ગ ઉપર આવેલ દામોદરીયા વડ પાસેના ભયજનક વળાંક પાસે નડિયાદ તરફથી આવતી ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક સવાર અને બાઈક પાછળ બેઠેલા વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અંગે ઉમરેઠ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ ગાયત્રી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો.


ઉમરેઠ નગરના બેચરી ફાટક રોડ વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થતા ગાયત્રી મંદિરનો રજત જયંતિ મહોત્સવ ભક્તિભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્ર્મ અને શોભાયાત્રા સહીત ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતૂ. ગાયત્રી મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે નિકળેલ શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને શ્રી ગાયત્રી માતાજીનો જય-જયકાર કર્યો હતો. ગતરોજ ગાયત્રી મંદિર ખાતે ડાયરો યોજાયો હતો જેમાં કલા પ્રેમીઓ સહીત ભક્તો મોતી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉમરેઠ ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે રજત જયંતિ નિમિતે તા.૧૯.૨.૨૦૧૨ના રોજ ૫૧ કુંદી ગાયત્રિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે આશિર્વચન દાતા તરીકે સંતરામ મંદિર ઉમરેઠન મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, પ.પૂ સ્વામી મુક્તાનંદજી, તત્વતીર્થ- અમદાવાદ તેમજ સ્વામી દયાનંદજી અને સ્વામી વિદિતાત્માનંદજી ખાસ ઉપસ્થિત રહેશે.સમગ્ર મહોત્સવને સુંદર રીતે પાર પાડવા માટે ગાયત્રી પરિવાર પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભીખુભાઈ જે.દવે, ર્ડો કિશનભાઈ દવે તેમજ ગાયત્રી પરિવારના સભ્યો ભારે જહેમત ઉથાવી રહ્યા છે. રવીવારે યોજાનાર ૫૧ કુંડી યજ્ઞના દર્શન કરવા ઉમરેઠની ધર્મપ્રિય જનતાને જાહેર આમંત્રણ છે.

મેગી ખરીદતા પહેલા બે મિનિટ વિચારજો..!


બે મિનિટમાં ઝટપટ તૈયાર થતી મેગી ખરીદતા પહેલા બે મિનિટ વિચાર્યા વગર હવે છુટકો નથી. બજાર માંથી મેગીનું ૭૯ રૂપિયાનું પેકેટ ખરીદ કર્યું, જેના ઉપર વજન ૬૪૦ ગ્રામ લખેલું હતું. અનાયસે ઈલેક્ટ્રોનીક્સ કાંટા ઉપર આ પેકેટનું વજન કર્યું ત્યારે ૫૫૦ ગ્રામ નિકળ્યું. દૂકાનદાર પ્રામાણિક હતો તો તેને પેકેટ પરત લઈ લીધુ પણ દુકાનદારે કંપનીમાં આ અંગે જાણ કરી તો કંપનીના કોઈ ઉચ્ચ અધિકારીએ કહી દીધુ,” તમારા મેગી વેચવી હોય તો વેચો, નહિતો રહેવા દો..!”

..ખેર ગ્રાહક તરીકે હું તો બચી ગયો પણ પેલા દુકાનદારનું શું..? હવે એક વાત ચોક્ક્સ છે મોટી કંપની હોય તો પણ માલ ચકાસીને લેવો જરૂરી બન્યો છે. જાગો ગ્રાહક જાગો મેગી ખરીદતા પહેલા બે મિનિટ વિચારો..!

ઉમરેઠ કોર્ટ કંપાઊન્ડમાં જૂની રજિસ્ટાર કચેરીની બિસ્માર હાલત


  • હોનહારત થવાની સંભાવના વ્યક્ત કરતું વકીલ મંડળ

ઉમરેઠ કોર્ટ કંપાઊન્ડમાં આવેલ જૂની રજિસ્ટાર કચેરી બિસ્માર હાલતમાં હોવાને કારણે નવી રજિસ્ટાર કચેરીમાં કર્મચારીઓ સુરક્ષીત થઈ ગયા છે પરંતું જૂની રજિસ્ટાર કચેરી આસપાસ ઉભા રહેતા નાગરિકોની સુરક્ષા ભગવાન ભરોશે છે. હાલમાં નવી રજિસ્ટાર કચેરી કાર્યરત પણ થઈ ગઈ છે પરંતું જૂની રજિસ્ટારની કચેરી બિસ્માર હોવાને કારણે ગમે ત્યારે પડી જવાનો ભય કોર્ટ કંપાઊન્ડમાં નિત્ય અવરજવર કરનાર વકીલો સહીત સરકારી કર્મચારીઓને સતાવી રહ્યો છે, ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ બિસ્માર કચેરીને ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ કરવામાં આવી રહી છે.

વધુમાં કોર્ટ કંપાઊન્ડમાં નગરપાલિકા કચેરી, પેટા તિજોરીની કચેરી તેમજ પોલીસ સ્ટેશન સહીત ન્યાયાલય આવેલ હોવા છતા આજ પરિસરમાં આવેલ બિસ્માર જૂની રજિસ્ટારની કચેરી દૂર કરવામાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે. ચોમાસામાં બિસ્માર થયેલ જૂની રજિસ્ટાર કચેરી ગમે ત્યારે પડી જાય તો મોટી હોનહાતર થવાની સંભાવના છે. આ બિસ્માર કચેરી પાસે સરકારી કામકાજ માટે કોર્ટ કંપાઊન્ડમાં આવતા નાગરિકો ટાઈપીસ્ટ જોડે પોતાના દસ્તાવેજો ટાઈપ કરાવતા હોય છે તેમજ કીટલી ઉપર લોકો ચા-નાસ્તો પણ કરતા હોય છે, વળી આ જર્જરીત કચેરી પાસે ઝાડ આવેલ હોવાને કારણે લોકો વિસામા તરીકે પણ આ જગ્યાનો ઉપયોગ કરે છે ત્યારે જો આ બિસ્માર જૂની રજિસ્ટાર કચેરીની ઈમારત દૂર કરી નાગરિકો માટે બેઠક વ્યવસ્થા સાથે સંકુલ બનાવવામાં આવે તેમ લોક માંગ થઈ રહી છે. એક તરફ નગરમાં બિસ્માર અને જર્જરીત મકાન દૂર કરવામાં નગરપાલિકા તંત્ર દખલગીરી કરે છે ત્યારે નગરપાલિકા સંકુલમાં આવેલ બિસ્માર જર્જરીત જૂની રજિસ્ટાર કચેરી દૂર કરવામાં પાલિકા તંત્ર પણ કવાયત કરે તે આવકારદાયક રહેશે.

ઉમરેઠમાં મહાશિવરાત્રી પર્વ ઉજવાશે.


ઉમરેઠના શ્રી અમરેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત રીતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી તા.૨૦.૨.૨૦૧૨ના રોજ કરવામાં આવશે. આ પ્રસંગે યોજાનાર મહાપુજામાં ગં.સ્વ. દક્ષાબેન અનિલભાઈ ભટ્ટ યજમાન પદે બિરાજશે. શોભાયાત્રા બપોરે ૨.૩૦ કલાકે શ્રી અમરેશ્વર મહાદેવ ખાતેથી નિકળશે. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નગરની ધાર્મિક જનતાને દર્શનનો લાભ લેવા મંદિરના વ્યવસ્થાતંત્ર દ્વારા જણાવવામાં આવેલ છે.

ઉમરેઠમાં મફત નેત્ર નિદાન કેમ્પ યોજાશે.


ઉમરેઠના એક વૈષ્ણવના સૌજન્યથી સિનિયર સિટીઝન ફોરમના સહયોગથી સિનિયર સિટીઝન હોલ ઉમરેઠ ખાતે તા.૧૩.૨.૨૦૧૨ના રોજ મફત નેત્ર નિદાન કેમ્યનું આયોજન કરલ છે. આ કેમ્પમા પ્રમુખ સ્વામિ મેડીકલ કોલેજ – શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના આંખ વિભાગના ર્ડોક્ટરો પોતાની સેવા આપશે. આ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છતા જરૂરિયાતમંદ લોકોએ સવારે ૧૦ થી ૧૧ કલાકે સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ કેમ્પમાં આંખોની સારવાર સાથે જરૂરિયાતમંદ દર્દીને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે મફત ઓપરેશન પણ કરી આપવામાં આવશે તેમ એક યાદીમાં સિનિયર સિટીઝનના પ્રમુખ સુરેશભાઈ શાહએ જણાવેલ છે.

અવસાન નોંધ


લીલાબેન મણિલાલ ચોકસી (રહે, ચોકસીની પોળ)નું તા.૪.૨.૨૦૧૨ને શનિવારના રોજ દૂઃખદ અવસાન થયું છે.

ઉત્તર પ્રદેશથી ચોરી થયેલ કાર ઉમરેઠ માંથી મળી..!


ઉત્તર પ્રદેશના હરિદ્વાર જિલ્લાના એક ગામ માંથી ટાટા સફારી કાર ચોરી કરી કારનો ડ્રાઈવર અને તેનો સાગીરત ગુજરાતમાં પ્રવેશ્યા હતા. ગુજરાતમાં આવી કારની નંબર પ્લેટ બદલી નાખી હતી, જ્યારે હરતા ફરતા આ કાર ચોરી કરી ડ્રાઈવર ઉમરેઠ ખાતે સૈફુલ્લાબાવાની દરગાહ પાસે મુકી જતો રહ્યો હતો જ્યારે બે દિવસ સુધી બીનવારસી પડી રહેલ કારની તપાસ કરતા પોલીસને કાર માંથી ઉત્તર પ્રદેશ અને ગુજરાતની બે નંબર પ્લેટો મળી આવી હતી. આ કાર ચોરી કરનાર ઈસમો કયા ઈરાદાથી કાર ચોરી કરી ગુજરાતમાં પ્રવેશ્યા હતા..? કારની નંબર પ્લેટ તેઓએ કેમ બદલી નાખી..? કારના મૂળ માલિકને આ અંગે ફોન કરી તેને કેમ જાણ કરી..? તેવા સવાલો પોલીસને પજવી રહ્યા છે. આ અંગે ઉમરેઠ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાન જાણવા મળે છે.

ઉમરેઠ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદની ટીમ વિજેયતા


  • જય અંબે ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી

જય અંબે ટ્રસ્ટ ઉમરેઠ દ્વારા યોજાયેલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં અમદાવાદની સ્વીટી ઈલેવન અને ઉમરેઠની સરદાર પટેલ ઈલેવન વચ્ચે જંગ થયો હતો. શરૂઆતમાં હોટફેવરેટ કહેવાતી સરદાર પટેલ ઈલેવન ફાઈનલ સુધી પહોંચી જતા ઉમરેઠના દર્શકો ફાઈનલ મેચને લઈ ભારે રોમાંચીત હતા. પરંતું ફાઈનલ મેચમાં અમદાવાદની સ્વીટી ઈલેવને ઉત્કૃષ્ઠ દેખાવ કરતા સરદાર પટેલ ઈલેવન- ઉમરેઠનો પરાજય થયો હતો.

વધુમાં દર્શકોથી ખચાખચ ભરેલા ઉમરેઠના એસ.એન.ડી.ટી મેદાનમાં અમદાવાદની સ્વીટી ઈલેવનને પ્રથમ બેટીંગ કરતા નિરધારીત ૨૦ ઓવરમાં ૧૮૪ રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. પરંતુ સરદાર પટેલ ઈલેવનના સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન ઉત્કૃષ્ઠ પ્રદર્શનને કારણે ઉમરેઠના દર્શકોને સરદાર પટેલ ઈલેનનના વિજયની આશા હતી પરંતુ સુંદર બેટીંગ બાદ સુંદર બોલીંગને કારણે અમદાવાદની સ્વીટી ઈલેવનના ખેલાડીઓએ સરદાર પટેલ ઈલેવનના બેસ્ટમેનોને માત્ર ૧૪૦ રનમાં ઓલ આઊટ કરી ઉમરેઠની પ્રતિષ્ઠીત ડે-નાઈટ ક્રિકેટ ટુર્મામેન્ટમાં વિજેયતા હાસલ કરી હતી.

%d bloggers like this: