આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: જીવન આધાર સેવા સંકુલ- ઉમરૅઠ

ઉમરેઠ જીવન આધાર સેવા સંકુલનો આઠમા વર્ષમાં પ્રવેશ…


વધુ જાણકારી અને સેવા માટે નીચેના વ્યક્તિનો સંપર્ક કરી શકો છો.

– સ્થાપક –

(૧) હરિવદન કનૈયાલાલ શાહ (તેલવાળા) – મો.૯૩૨૭૯૬૪૮૧૩ અને ૯૪૨૯૬૬૩૭૩૭

– કાર્યકર –

(૧) નીતીનભાઈ રમણલાલ શાહ (ઘંટીવાળા) – મો.૯૪૨૬૫૨૪૦૦૯

(૨) અનિલ ટી.દેસાઈ – મો.૯૪૨૮૪૩૫૫૦૨

 

 

 

ઉમરેઠમાં સતત સાત વર્ષથી નિરાધાર વૃધ્ધોને ઘરે બેઠા બે રૂપિયામાં ભોજન પિરસતું “જીવન આધાર સેવા સંકુલ”


  • “જીવન આધાર સેવા સંકુંલ”નો સાતમાં વર્ષમાં પ્રવેશ , નિરાધાર વૃધ્ધો માટે આશિર્વાદ સમાન સંસ્થાની પ્રસંશાપાત્ર કામગીરી.

હાલમાં મોંધવારીનો યુગ ચાલી રહ્યો છે, બે ટંક ભરપેટ સ્વાદિષ્ટ અને પોષ્ટીક ભોજન ગરીબ અને નિરાધાર વૃધ્ધો માટે સ્વપ્ન સમાન બની ગયું છે. પરંતું છેલ્લા સાત વર્ષથી ઉમરેઠની જીવન આધાર સેવા સંકૂલ નામની સંસ્થા ઉમરેઠના લગભગ ૧૦૫ જેટલા ગરીબ નિરાધાર લોકોને ઘરે બેઠા ગરમા ગરમ ભોજન પિરસી સમાજમાં સેવાની અનોખું ઉદાહરણ પુરૂ પાડેલ છે. તેઓની આ સેવાકિય પ્રવૃતિને પ્રોત્સાહન આપવા નગરની રજનીનગર સોસાયટી સામે ન.પા દ્વારા જગ્યાની પણ ટુંક સમયમાં સત્તાવાર ફાળવણી થવાની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આજના જમાનામાં ઘરમાં બે-ત્રણ ભાઈઓ હોય તો મા-બાપને ઘરમાં રાખવા વારા રાખે છે. બે ત્રણ ભાઈઓ વચ્ચે માતા-પિતા ફુંટબોલની જેમ ફંગોળાઈ પોતાનું જીવન પસાર કરવા મજબુર થઈ જાય છે, કેટલાક લોકો તો પોતાના મા-બાપને સાથે રાખતા પણ નથી અને તેઓને નિરાધાર અવસ્થામાં એકલા અટુંલા રાખતા હોય છે. ત્યારે આવા નિરાધાર અને એકલવાયું જીવન જીવતા લોકોની વહારે ઉમરેઠના ત્રણ યુવાનો અનિલભાઈ દેસાઈ, હસમુખભાઈ શાહ તેમજ હરિવદનભાઈ શાહ આવી તેઓને દરોજ સવારે ગરમા ગરમ ભોજન માત્ર બે રૂપિયામાં ઘરે બેઠા પુરું પાડે છે.

ઘરે ઘરે તમામ નિરાધાર વૃધ્ધોને સમયસર ગરમા ગરમ ભોજન મળી રહે તે માટે “જીવન આધાર સેવા સંકુંલ” દ્વારા સાયકલીસ્ટ રાખવામાં આવ્યા છે, જેઓ સમયસર વૃધ્ધોને ઘરે બેઠા ભોઇજન પુરું પાડે છે. ક્યારેક કોઈ કારણસર કોઈ માણસ ન આવે ત્યારે સંસ્થા દ્વારા સ્પેશિયલ રીક્ષા કરી વૃધ્ધોને ભોજન પૂરું પાડવામાં આવે છે. હાલમાં આ સંસ્થાને લગભગ સાત વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને સંસ્થા દ્વારા લગભગ બે લાખથી પણ વધુ ટીફીન વૃધ્ધોને ઘરે બેઠા પહોંચાડવામાં આવ્યા છે. સંસ્થાના રસોઈયા તેમજ હેલ્પર બહેનો દ્વારા સારી રીતે ભોજન બને તે માટે સંસ્થાના સંચાલક યુવાનો ધ્વારા વારાફરથી નિયમિત સંસ્થાની મુલાકાત કરવામાં આવે છે અને લોકોના ઘર સુધી યોગ્ય સમયે સ્વાદિષ્ટ અને પૌષ્ટીક ભોજન મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

નિરાધાર વૃધ્ધોને સ્વાદીષ્ટ ભોજન મળે તે જ ઉદ્દેશ – અનિલભાઈ દેસાઈ

ઉમરેઠ – “જીવન આધાર સેવા સંકુલ”ના સંચાલક અનિલભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજના મોંધવારીના સમયમાં નિરાધાર લોકોને ઘરે બેઠા સ્વાદીષ્ટ ભોજન મળે તેવીજ અમારી ઈચ્છા છે. અમારા આ સેવા યજ્ઞમાં લોકો પોતાના સ્વજનોની જન્મ તિથિ અને મરણ તિથિ નોંધાવી અમોને આર્થિક સહકાર આપે છે અને લોકોના આવા સહકારથી અમોને પ્રોત્સાહન મળે છે અને અમે વધુને વધુ નિરાધાર વૃધ્ધોની સેવા માટે પ્રયાસ કરીયે છે.

“જીવન આધાર સેવા સંકુલનું કામ પ્રસંશાને પાત્ર – જીવીબેન

નિરાધાર લોકોને વરસાદ કે તાપની પરીસ્થિતીમાં પણ ઘરે બેઠા સ્વાદિષ્ટ પૌષ્ટીક આહાર મળે તેવું તેઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જીવન આધાર સેવા સંકુલના સંચાલક પોતાનો કિંમતી સમય કાઢી આ સંસ્થા વિના કોઈ સ્વાર્થ ચલાવે છે તેથીજ નિરાધાર વૃધ્ધો બે ટંક ભોજન બે રૂપિયામાં ઘરે બેઠા મેળવી શકે છે. આજે કેટલાય લોકો તેવા છે કે જેઓ નિરાધાર છે અને બે ટાઈમ ખાવાના પણ તેઓને ફાંફા પળે છે ત્યારે આવી સંસ્થા તેઓને ભોજન આપી ખરેખર પુણ્યનું કામ કરે છે.

(Open Your Facebook Account and Click Hear for More Photo about JIVAN AADHAR SEVA SANKUL’s ACTIVITY)

જીવન આધાર સેવા સંકુંલ ઉમરેઠ – On TV9 Gujarati


ઉમરેઠના જીવન આધાર સેવા સંકુંલ દ્વારા થતી સેવાની નોંધ ગુજરાતની લોક પ્રિય ગુજરાતી ન્યુઝ ચેનલ Tv9 એ લીધી હતી અને જીવન આધાર સેવા સંકું ધ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલું રહે તે માટે પ્રોત્સાહન રૂપે એક રીપોર્ટ તાજેતરમાં Tv9 ગુજરાતી ચેનલ ઉપર રજૂ કર્યો હતો જે નીચે મુજબ છે.

ઉમરેઠના “જીવન આધાર સેવા સંકુંલ” નામની સંસ્થા અંગે આ અગાઉ પણ આપણું ઉમરેઠમાં લખવામાં આવ્યું હતું. “જીવન આધાર સેવા સંકુલ” નગરના નિરાધાર લોકોને માત્ર બે રૂપિયામાં ઘરે બેઠા સ્વાદિષ્ટ ભોજન પુરૂં પાડતી સંસ્થા છે આ અંગે વધુ વાંચવા અહિયા ક્લિક કરો. તમે પણ આ સેવાના ભગીરથ કાર્યમાં સાથ આપી શકો છો.

જીવન આધાર સેવા સંકુલનો દેના બેકનો ખાતા નં-૦૦૯૦૧૦૦૦૪૩૪૮ છે.

ઉમરેઠમાં વૃધ્ધો માટે આશિર્વાદ સમાન “જીવન આધાર સેવા સંકુલ”


આજના ફાસ્ટ યુગમાં યુવાનો એક તરફ પોતાની ફરજો ચુકી પોતાના મા-બાપને તરછોડી તેમને એકલવાયુ જીવન જીવવા વૃધ્ધાશ્રમમાં ધકેલી દેતા હોવાના દાખલા આપણે જોયા છે.જે મા બાપએ પોતાના છોકરાને ઉછેરવા પોતાની ઈચ્છાઓનું ખૂણ કરી બાળકોને સક્ય હોય તેટલી સવલતો આપવામાં પાછીપાણી નથી કરી તેવા મા-બાપને પોતાના જીવનનાં છેલ્લા વર્ષોમાં બે ટંક ખવડાવવાનું થાય ત્યારે કેટલાક છોકરાના પેટમાં ચુક આવે છે ત્યારે આવા છોકરા પોતાના મા-બાપથી અલગ રહેવા નિકળી જતા હોય છે ,તો કેટલાક નફફટ લોકો પોતાના મા-બાપને વૃધ્ધાશ્રમમાં પણ ધકેલી દેતા શરમાતા નથી.

ત્યારે આજના આ યુગમાં પણ કેટલાય યુવાનોના મનમાં સેવાકાર્યોની ધૂન હંમેશા વગતી રહે છે તેનો ઉત્તમ દાખલો આણંદ જીલ્લાના ઉમરેઠ નગરમાં જોવા મળી રહ્યો છે.ઉમરેઠના ત્રણ યુવાનોને ચાર વર્ષ પહેલા સેવા કરવાની ધગશ થતા તેઓએ નગરના નિરાધાર વૃધ્ધોને દરોજ્જ સવારના સમયે ભોજન ઘરે બેઠા ભોજન આપવાનું શરુ કર્યુ, શરુઆતમાં તેઓએ પોતાની આ સેવા મફત આપવાનું શરુ કર્યુ પરંતુ મફતમાં ખાવાની વૃત્તિ ન ધરાવતા લોકોએ આ સેવાનો લાભ લેવાનું ટાળ્યુ જેથી આ સંસ્થા ધ્વારા રુપિયા ૨/- ના ટોકન ચાર્જથી પોતાની સેવા ચાલુ રાખી,અને ખુબજ ટુંકા ગાળામાં “જીવન આધાર સેવા સંકુલ” નામની સંસ્થા આકાર પામી,આ સંસ્થા નગરના નિરાધાર વૃધ્ધોને ઘરે બેઠા ૨/- રુપિયાના ટોકન ચાર્જથી ગરમા ગરમ ભોજન આપી આવે છે.આજે લઘભગ ૧૦૩ જેટલા નિરાધાર વૃધ્ધો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે,જ્યારે ભોજન સરસ બને તે માટે સંસ્થા ચલાવતા ત્રણ યુવાનો અનિલભાઈ દેસાઈ,હરિવદનભાઈ શાહ તેમજ હસમુખભાઈ શાહ વારાફરથી સંસ્થાની અવાર નવાર પ્રત્યક્ષ મુલાકાત પણ કરે છે અને સંસ્થાના કર્મચારીઓના કાર્ય ઉપર દેખરેખ રાખે છે.

સંસ્થાના રસોઈયા ધ્વારા બનતુ ભોજન વૃધ્ધોને સવારે ઘરે બેઠા મળે તે માટે સંસ્થા ધ્વારા ત્રણ માણસો રાખવામાં આવ્યા છે.જે નગરના જુદા જુદા વિસ્તારમાં ફરી વૃધ્ધોને ઘરે જઈને ભોજન આપી દેતા હોય છે.જ્યારે કોઈ કર્મચારી કોઈ કારણથી આવી ન શકે ત્યારે અન્ય કર્મચારી તેઓના વિસ્તારમાં જઈ વૃધ્ધોને ત્યાં ભોજન આપી આવે છે.નગરમાં ત્રણ યુવાનો ધ્વારા થતા આ કાર્યની પ્રસંસા થઈ રહી છે,ત્યારે હાલમાં આ સંસ્થએ પાંચ વર્ષ સફળતાથી પુર્ણ કર્યા છે.

સંસ્થા ચાલુ થઈ ત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ ત્રણ યુવાનોએ નગરના અન્ય સેવાભાવી લોકો પાસેથી ફાળો લઈ સંસ્થામાં પ્રાણપુરી પોતાની સેવાકિય પ્રવૃતિઓ ચાલુ રાખી હતી જ્યારે હાલમાં હવે સામેથી લોકો આવી પોતાના સ્વજનની વર્ષગાંઠ કે પછી અન્ય દિવસની તિથિ લખાવી જે તે દિવસનો ખર્ચો પોતાને માથે લઈ જતા હોય છે.હાલમાં સંસ્થા ધ્વારા ૧૦૦ થી પણ વધુ લોકોને ઘરે બેઠા ભાવતા ભોજણ પીરસવામાં આવે છે.જ્યારે આ સંસ્થાની સેવા લેતા વૃધ્ધો પણ આ ભગીરથ કાર્યથી ખુબ ખુશ છે અને આવા કાર્યને તેઓ બિરદાવી રહ્યા છે. (Open Your Facebook Account and Click Hear for More Photo about JIVAN AADHAR SEVA SANKUL’s ACTIVITY)

તા.ક – જો તમે પણ આ યુવાનોના ભગીરથ કાર્યમાં સાથ આપવા માગતા હોવ અને આર્થિક કે અન્ય સહયોગ કરવા માગતા હોવ તો જીવન આધાર સેવા સંકૂલના સંચાલકશ્રી ને મો.૯૪૨૮૪ ૩૫૫૦૨ઉપર સંપર્ક કરી શકો છો. તમે પણ આ સેવાના ભગીરથ કાર્યમાં સાથ આપી શકો છો. જીવન આધાર સેવા સંકુલનો દેના બેકનો ખાતા નં-૦૦૯૦૧૦૦૦૪૩૪૮ છે.