આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2009

હું આતંકવાદીને આતંકવાદી કેમ કહું છું…?


હું  આતંકવાદીને આતંકવાદી એટલા માટે કહું છું, કારણ કે અત્યાર સુધી ભારતમાં કેટલાય આતંકવાદી હુમલાઓ થયા છે જેમાં આ બદમાશ આતંકવાદીઓએ કેટલાય બેકસુર લોકોની હત્યા કરી છે. પરંતુ આ લબાડ આતંકવાદીઓએ જ્યારે દિલ્હી સંસદ ઉપર હૂમલો કર્યો ત્યારે કોઈને પણ મારી ન શક્યા..! જો ત્યારે કોઈ સારી કક્ષાના આતંકવાદીઓ આવ્યા હોત ને સંસદમાં થોડા બદમાશોને પાડી દીધા હોય તો ભારત અત્યારે ક્યાં થી ક્યાંય આવી ગયું હોત જ્યાં સુધી દેશના કહેવાતા સંસદીયા રખેવાળોની આંખો નહી ખુલે ત્યાં સુધી કસાબ ને અફઝલ જેવા આતંકવાદીઓ ને તો જલસા…! આ લબાડ આતંકવાદીઓ સંસદભવનમાં કશું ન ઉકાળી શક્યા એટલે જ તેઓ મારી દ્ર્ષ્ટીએ આતંકવાદી છે.

જોયું ને મેં કહ્યું તુ ને કસાબને કાંઈ નહિ થાય….


થોડા દિવસ પહેલા મેં એક પોસ્ટ કરી હતી, કસાબ ને પણ કાંઈ નહી થાય…!
જે આજે સ્પષ્ટ રીતે યથાર્ત થતી દેખાઈ રહી છે, હજુ સંસદના સંસદના દુશ્મન અફઝલ ગુરુ ફાંસીના માચડાથી દૂર છે ત્યારે કસાબ હજુ તો કેટલાય વર્ષ સુધી ભારતની મહેમાન ગતિ માનશે તે વિચારવું પણ મુર્ખામી ભર્યું છે.

૨૬/૧૧ ના બનાવને એક વર્ષ જેટલો સમય થઈ ગયો. આ હુમલાને અંજામ આપવા આવેલ આતંકવાદીઓ પૈકી એક માત્ર કસાબ જીવતો પકડાયો જ્યારે અન્ય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. કસાબ વિરુધ્ધ ઢગલા બંધ પુરાવા હોવા છતા પણ આજે તેને સજા આપવામાં ભારતનું ન્યાય તંત્ર નિષ્ફળ નિવળ્યું છે. જ્યારે એવું કહીએ તો અતિરેક નહી હોય કે કસાબે પોતાની જીંદગીના સારા દિવસો ભારતમાં જોયા હશે કારણ કે જાણે મામા ભાણિયાને સંભાળતા હોય તેમ તંત્ર કસાબને સાચવી રહ્યું છે. ક્યારે સુધરશે ભારતનું ન્યાય તંત્ર (ઝડપી બનશે…?)

સ્વાર્થ


કેટલાક લોકો વર્ષના વચલા દિવસે પણ સામે જોઈને ડોકુ પણ નથી ધુનાવતા પણ કામ પડે એટલે ખભે હાથ મુકી દેતા હોય છે.

ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઓવરબ્રીજનું કામ પૂર્ણ કરવાની મુદત પૂર્ણ છતા કામ ચાલુ..!


 

ઓવર બ્રીજનું અધુરૂં કામ

ઓવર બ્રીજનું અધુરૂં કામ

 

 

ઓવર બ્રીજનું અધુરૂં કામ

ઓવર બ્રીજનું અધુરૂં કામ

 

ઉમરેઠ ઓડ માર્ગ ઉપર ઉમરેઠ જી.આઈ.ડી.સી પાસે રેલ્વે ફાટક પર ઓવરબ્રીજ બનાવવાનું કામ શરુ થયે લગભગ ચાર-પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છતા પણ આ ઓવરબ્રીજનું કામ પૂર્ણ ન થતા ઉમરેઠ નગરના સ્થાનીકો સાથે સદર રસ્તે થી પસાર થતા રાહદારીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. આ ઓવરબ્રીજના અધુરા કામને કારણે ઉમરેઠ જી.આઈ.ડી.સી લગભગ સંપર્ક વિહોણું થઈ ગયું હોય તેમ ભાષી રહ્યું છે. જેના કારણે જી.આઈ.ડી.સીના વેપાર ધંધા પડીભાગવાના આરે આવી ગયા છે. આ અંગે ઉમરેઠ જી.આઈ.ડી.સીના એક વહેપારીએ જણાવ્યું હતુ કે વર્ષોથી ઓવરબ્રીજનું કામ ચાલું છે જેના કારણે ઉમરેઠથી જી.આઈ.ડી.સી જવા માટે રતનપૂરા કે પછી નવાપૂરા ચોકડીના માર્ગથી અવર જવર કરવી પડે છે. જેના કારણે સમય અને ઈંધનનો વ્યય થાય છે. ઓવરબ્રીજનું કામ ચાલુ હોવા છતાં પણ ઉમરેઠથી જી.આઈ.ડી.સી તરફ જવા માટે સર્વીસ રોડ બનાવવામાં આવ્યો નથી જેથી જી.આઈ.ડી.સીના વેપાર ધંધાને ખુબજ માઠી અસર થઈ રહી છે.જો જી.આઈ.ડી.સી ના વહેપારીઓની વાતને ધ્યાનમાં લઈયે તો તેઓના મુજબ છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં જી.આઈ.ડી.સીના વહેપારીઓનું ટર્નઓવર ૫૦ ટકાથી પણ ઓછું થઈ ગયું છે. જો નજીકના ભવિશ્યમાં ઉમરેઠ ઓડ માર્ગ ઉપર રેલ્વે ફાટક પર બનતો ઓવરબ્રીજ સત્વરે પૂર્ણ નહિ થાય તો ઉમરેઠ જી.આઈ.ડી.સી વર્તમાનમાં ભૂતકાળ બની જાય તેમા કોઈ બે મત નથી.

 

નગીનભાઈ પટેલ, સોસાયટી વિસ્તારના રહિશ

નગીનભાઈ પટેલ, સોસાયટીના રહીશ

 

વધુમાં ઉમરેઠ ઓડ માર્ગ ઉપર જી.આઈ.ડી.સી પાસે ઓવરસ્બ્રીજનું કામ ચાલુ હોવાને કારણે વડોદરા તરફ જતો તમામ ટ્રાફીક ઉમરેઠના સોસાયટી વિસ્તાર માંથી ડાઈવર્ટ કરાયો છે જ્યારે થોદો ટ્રાફિક રતનપૂરા માર્ગ ઉપર ડાઈવર્ટ કરવામાં આવ્યો છે જેના કારણે ઉમરેઠના સોસાયટી વિસ્તારના લોકો અને રતનપૂરાના સ્થાનિકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વધુમાં ઉમરેઠના સોસાયટી વિસ્તારમાં એક શાળા, તેમજ એક વાડી આવેલી છે જેના કારણે અહિયા બારે માસ અવર જવર હોય છે ત્યારે મોટા વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે અકસ્માતનો ભય આ માર્ગ ઉપરથી અવર જવર કરનારાઓમાં રહેતો હોય છે. જ્યારે ઉમરેઠના સદર વિસ્તારમાં જય અંબે એવન્યુ, શશાંક પાર્ક, રજનીનગર સોસાયટી, અમોધ પાર્ક સોસાયટી, યમુનાપાર્ક સોસાયટી, કૃષ્ણ સોસાયટી કર્ણાવતી સોસાયટી, ધનલક્ષ્મી પાર્ક જેવી સોસાયટી આવેલી છે. ત્યારે આવા વિસ્તાર માંથી ભારે વાહનો ની અવર જવર થાય ત્યારે આ સોસાયટીના લોકો ને ખલેલ પહોંચે છે અને આ સોસાયટીના બાળકો રમતા હોય ત્યારે તેઓને અકસ્માત થવાની પણ સંભાવના નકારી શકાય તેમ નથી.જેથી ઉમરેઠ ના સોસાયટી વિસ્તારની સુરક્ષા પણ આ ઓવરબ્રીજના કારણે ખતરામાં હોય તેમ લાગી રહ્યું છે જ્યારે તાજેતરમાંજ એક બાળકી રિક્ષાની ટક્કરથી આ વિસ્તારમાં મૃત્યુ પામી હતી છતા પણ તંત્ર ઘોર નિદ્રામાં હોવાનૂં ભાસી રહ્યું છે.

 

આશીષ ઠક્કર, વેપારી- જી.આઈ.ડી.સી

આશીષ ઠક્કર, વેપારી- જી.આઈ.ડી.સી

 

વધુમાં ઉમરેઠની સોસાયટી વિસ્તાર સહિત જી.આઈ.ડી.સીના વહેપારીઓ દ્વારા ઉમરેઠ જી.આઈ.ડી.સી પાસે ઓવરબ્રીજનું કામ સત્વરે પૂર્ણ થાય તે માટે તેમજ જી.આઈ.ડી.સી માં જવા માટે સર્વીસ રોડ બનાવવા માટે સ્થાનિક તંત્ર, નેતાઓ, અધિકારીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી પરંતુ નધનિયાતા ઉમરેઠના તંત્રના વિકાસ માટે કોઈ પણ તંત્રના અધિકારીઓ કે પછી અધિકારીઓએ કોઈ પણ પગલા ન લીધા હોવાનું ભાસી રહ્યું છે. ઉમરેઠના વિકાસનાને આગળ વધારવા માટે ઓવરવ્રીજનું કામ સત્વરે પૂર્ણ થાય તે ખુબજ જરુરી છે.

જીવના જોખમે અવર જવર

 

જીવના જોખમે અવર જવર

જીવના જોખમે અવર જવર

 

ઉમરેઠ જી.આઈ.ડી.સી પાસે ઓવરબ્રીજ બનતો હોવા છતા ત્યાં કોઈ સર્વીસ રોડની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી જી.આઈ.ડી.સી માં રહેતા અને ધંધો કરતા વહેપારીઓ પોતાના જીવના જોખમથી રોજ બરોજની અવર જવર રેલ્વે પાટા કુદાવી કરવા મજબુર બની ગયા છે.

૧૯.૫.૨૦૦૬ સુધીમાં કામપૂર્ણ કરવાનું હતું હજુ પણ કામ ચાલુ

 

મુદત પૂર્ણ છતા કામ ચાલું

મુદત પૂર્ણ છતા કામ ચાલું

 

ઉમરેઠ જી.આઈ.ડી.સી પાસે ઓડ માર્ગ ઉપર બનતાો વરબ્રીજનું કામ તા.૧૯-૫-૨૦૦૬ના દિવસે પૂર્ણ કરી દેવાનું હતુ જે સરકારી તંત્ર કે પછી લાગતા વળગતા તંત્ર દ્વારા તે અંગેનું બોર્ડ પણ લગાવ્યું હતુ પરંતુ આજ દિન સુધી આ કામ પૂર્ણ થયું નથી.

રેલ્વે તંત્ર દ્વારા રેલપટ્ટી ઉપરના બ્રીજનું કામપૂર્ણ

લીખો તો કુછ અપના લીખો…!


        ગઈ કાલે ટી.વી માં એક એડ જોઈ જેમાં એક લેખક બેઠા હતા ત્યાં એક યુવક પસાર થતો હતો તે યુવાનના હાથમાં તે લેખકની લખેલી બુક હતી. આ યુવકે લેખકને કહ્યુ “સર ઓટોગ્રાફ પ્લીઝ, મેં ભી એક દીન આપકે જૈસા લીખુંગા” ત્યારે લેખક સાહેબે પોતાની પાસે થી પાર્કર પેન આપી ને કહ્યું ” મેરે જેસા મત લીખના, લીખો તો કુછ અપના લીખો”

           આપણા બ્લોગ જગતમાં પણ કેટલાય લોકો ઉઠાંતરી કરવામાં માહિર છે. તેમને આ પેન ખરીદી કાંઈ પોતાનું લખવાનો પ્રયત્ન કરવો જોઈયે. આમ તો હવે લોકો પેનથી નહી પરંતુ કી-બોર્ડ લખતા હોય છે છતા પણ કોપી- પેસ્ટ કરનારા ઉપર આ એડ દ્વારા સારો કટાક્ષ કરાયો છે.

ઉમરેઠનું રેલ્વે સ્ટેશન શોભાના ગાઠિયા સમાન નગરજનો ત્રાહિમામ્


રેલ્વે સ્ટેશનના વિકાસ માટે નેતાઓ ક્યારે સક્રીય થશે..?

ઉમરેઠ નગરમાં અંગ્રેજોના સમયમાં રેલ્વે સ્ટેશન બન્યા બાદ આજ દિન સુધી તેના વિકાસ માટે કોઈ પણ કાર્યો ન થયા હોવાનું ઉમરેઠના જાગૃત નાગરિકો કહી રહ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જુના રેલ્વે સ્ટેશન આજે પણ જૈસે થૈ ની સ્થિતીમાં જોવા મળે છે. ઉમરેઠ રેલ્વ સ્ટેશન ઉપર દિવસમાં બે-ત્રણ પેસેન્જર ટ્રેન આણંદ અને ગોધરા જવા માટે મળે છે. બાકી આખો દિવસ માલગાડીઓથી ઉમરેઠ રેલ્વે સ્ટેશન ધમધમતું હોય છે. જે જોઈ ઉમરેઠના નાગરિકો નગરમાં પૂરતા પ્રમાનમાં રેલ્વે સેવા બહાલ કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી કરી રહ્યા છે. ઉમરેઠના રેલ્વે સ્ટેશન ઉપર ગણી ગાંઠી ગાડીઓ આવતી હોવાને કારણે ઉમરેઠના રેલ્વે સ્ટેશન ઉપર માળખાગત સુવિધાનો સદંતર અભાવ વર્તાય રહ્યો છે. કેન્ટીનની વાત તો દુર પાણીન પાઊચ વેચનારા પણ ઉમરેઠના રેલ્વે સ્ટેશન ઉપર દેખાતા નથી.
         વધુમાં ઉમરેઠ નગરને તાલુકાનો દરજ્જો મળે વર્ષો વિતી ગયા હોવા છતા પણ નગરના રેલ્વે સ્ટેશન ઉપર તાલુકા કક્ષાને શોભે તેવી સુવિધા બહાલ કરવામાં તંત્ર નિષ્ફળ નિવળ્યું છે જેના કારણે ઉમરેઠ નગરના વેપાર ધંધા પાટા ઉપરથી ઉતરી જવાના આરે આવી ગયા છે.ત્યારે નગરના કેટલાક જાગૃત નાગરિકો નગરમાં પૂરતી રેલ્વે સેવા બહાલ કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે નગરના કેટલાક અગ્રણી વહેપારીઓએ જણાવ્યું હતુ કે, નગરમાં રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવે તો નગરમાં ધંધા રોજગારને નવા પ્રાણ મળે તેમ છે. ઉમરેઠ હાલમાં વિકાસના વળાંક ઉપર ઉભુ છે ત્યારે અપૂરતી રેલ્વે સેવા નગરના વિકાસ માટે અનિવાર્ય હોય તેમ લાગી રહ્યું છે.
           હાલમાં નગરના માર્કેટયાર્ડ થી માંડી વડાબજાર વિસ્તાર સુધીના વહેપારીઓ પોતાના ધંધા વેપાર માટે ખાનગી વાહનો કે પછી એસ.ટી.બસ નો ઉપયોગ કરે છે. ઉમરેઠમાં એસ.ટી.સેવા પણ અપુરતી છે જેના કારણે વહેપારીઓનો સમય અને પૈસાનો પણ વ્યય થાય છે. જો ઉમરેઠમાં પૂરતી રેલ્વે સેવા ખાસ કરીને ઉમરેઠ થી વડોદરા અમદાવાદ સીધી રેલ્વે સેવા બહાલ કરવામાં આવે તો ઉમરેઠના મરણ પથારીએ પડેલા વેપાર ધંધા ફરી ધમધમતા થઈ શકે છે.ઉમરેઠ સાથે લગભગ ૪૨ થી ૪૫ જેટલા ગામડા જોડાયેલા છે, જેથી જો ઉમરેઠ રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવી પૂરતી રેલ્વે સેવા આપવામાં આવે તો નગરમાં રેલ્વે સ્ટેશન ધમધમતું બની સકે છે. હાલમાં ઉમરેઠ અને આજુબાજુના ગામડાના લોકો અપૂરતી રેલ્વે સેવા અને બસ સેવા ને કારણે પોતાના જીવના જોખમે શટલીયાનો સહારો લઈ રહ્યા છે.
        વધુમાં ઉમરેઠ નગરનું ધાર્મિક મહ્ત્વ પણ વધુ છે, ઉમરેઠમાં પ્રખ્યાત સંતરામ મંદિર, દાઊદી વ્હોરા કોમની પ્રસિધ્ધ દરગાહ તેમજ મુસ્લીમ સમુદા માટે શ્રધ્ધાના કેન્દ્ર સમાન સૈફુલ્લાબાવાની દરગાહ પણ આવેલી છે. જ્યારે હાલમાં વૈષ્ણવ સમાજનું ગિરિરાજધામ પણ આકાર પામી રહ્યું છે, જેથી આવનારા દિવસોમાં ઉમરેઠનું ધાર્મિક મહત્વ વધારે થઈ જશે. આમ ઉમરેઠમાં તમામ ધર્મોના લોકોની અવર જવર વધશે તો નગરમાં રેલ્વે સેવા સારી હોય તો લોકોની સુવિધામાં વધારો થાય તે ચોક્ક્સ છે.

                 

                 જાગૃત નાગરિક ધ્વારા સંસદ સભ્યને રજુઆત

      ઉમરેઠથી વડોદરા અને અમદાવાદ જવા માટે સીધી રેલ્વે સેવા બહાલ કરવા નગરના જાગૃત નાગરિક ધ્વારા સંસદ સભ્યને પણ રજુઆત કરી હતી. આ રજુઆતને ધ્યાનમાં લઈ સંસદ સભ્યએ રેલ્વે મિનિસ્ટર મમતા બેનરજીને પણ એક પત્ર પાઠવી ઉમરેઠથી વડોદરા અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં રેલ્વે સેવા બહાલ કરવા ભલામણ કરી છે. પરંતુ આજ દિન સુધી ઉમરેઠમાં રેલ્વે સેવા બહાલ ન થતા કેન્દ્રનું ઉમરેઠ પ્રત્યે ઓરમાયું વર્તન સ્પષ્ટ છતું થાય છે.

                                                 ********************

આણંદના પ્રસિદ્ધ દૈનિક સરદાર ગુર્જરીમાં ઉપરોક્ત મેટરને વાચા મળેલ છે. તે માટે સરદાર ગુર્જરીનો આભાર. સરદાર ગુર્જરીમાં ઉપરોક્ત મેટર વાચવા માટે અહિંયા ક્લિક કરો.

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા વેબ સાઈટ લોકાર્પણ સમારોહ યોજાયો.


દીપપ્રાગટ્ય

દીપપ્રાગટ્ય

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા http://khadayatadue.com/ વેબ સાઈટનો લોકાર્પણ સમારોહ ગતરોજ દશા ખડાયતાની વાડી ખાતે યોજાયો હતો.આ સમયે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતાં અને જ્ઞાતિની વેબ સાઈટનું પ્રોજેક્ટર દ્વારા પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં આ સમયે યોજાયેલ સમારોહમાં પ્રમુખ પદે શ્રી રસિકભાઈ ચીમનલાલ ચોકસી, અતિથિ વિશેષ પદે ડો.મધુસુધનભાઈ ભગત, તેમજ સમસ્ત ખડાયતા જ્ઞાતિના અગ્રણી નવીનચંદ્ર સુતરીયા, રશ્મિભાઈ શ્રોફ, અરવીંદભાઈ સુતરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.સમારોહનો આરંભ કુ. ભૂમિ ચોકસીએ પ્રાર્થના દ્વારા કર્યો હતો, ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવોનું જ્ઞાતિની મહિલાઓ દ્વારા ભેટ પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્ઞાતિના પીઢ અને અગ્રણી શ્રી રસિકભાઈ ચોકસી અને અન્ય મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. જ્યારે શ્રી રસિકભાઈ ચોકસીએ આ સમયે કોમ્પ્યુટર પર ક્લીક કરી જ્ઞાતિની વેબ સાઈટ વિધિવત્ ખુલ્લી મૂકી હતી.આ સમયે જ્ઞાતિજનો સમક્ષ વેબ સાઈટનું પ્રોજેક્ટર દ્વારા પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

સમારોહના પ્રમુખનું સન્માન

સમારોહના પ્રમુખનું સન્માન

કેળવણી મંળડના પ્રમુખ અને વેબ સાઈટ પ્રોજેક્ટના દાતા એન. કે. પરીખ દ્વારા બારીકાઈથી વેબ સાઈટના વિવિધ વિભાગોની સમજ આપવામાં આવી હતી. તેમ જ ભવિષ્યમાં વેબ સાઈટને અનુલક્ષી આયોજનની તેઓએ ટૂંકી રૂપરેખા સમજાવી હતી. વેબ સાઈટથી આપણે એક બીજાના સંપર્કમાં રહી શકીશું અને જ્ઞાતિ એટલે ” વિશાળ કુટુંબ” એ ભાવના પુનર્જીવિત કરી શકીશું. સમારોહના પ્રમુખ શ્રી રસિકભાઈ ચોકસીએ જ્ઞાતિની વેબ સાઈટ જોઈ વેબ સાઈટના ભરપૂર વખાણ કર્યાં હતાં અને જ્ઞાતિના પ્રમુખ એન. કે. પરીખ ને અભિનંદન પાઠવ્યા હતાં આ સમયે તેઓએ જ્ઞાતિના કાર્યોથી પ્રભાવિત થઈ જ્ઞાતીના ફંડમાં ૫૧,૦૦૦નું યોગદાન આપવાની જાહેરાત કરી હતી.

 ઉપસ્થિત જ્ઞાતિજનો
ઉપસ્થિત જ્ઞાતિજનો

અતિથિ વિશેષ પદે પધારનાર મહાનુભાવોએ પોતાના પ્રત્યુત્તરમાં દશા ખડાયતા જ્ઞાતિના કાર્યોની પ્રશંસા કરી હતી, તેમ જ વેબ સાઈટ જેવા પ્રોજેક્ટને સફળ બનાવનાર કેળવણી મંડળના પ્રમુખ એન. કે. પરીખ ની સરાહના કરી હતી. તેમજ તેઓએ ઉમેર્યું હતું. કે વેબ સાઈટથી હવે દશા ખડાયતા જ્ઞાતિ વિશ્વના ફલક ઉપર આવી ગઈ છે. શ્રી અરવિંદભાઈ દોશી, વડોદરા, શ્રી રશ્મિભાઈ શાહ,એ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. જ્યારે વેબ સાઈટ સમિતિના કન્વીનર શ્રી પંકજભાઈ શાહ, વેબ સાઈટ ડેવલપર શ્રી વિનીરભાઈ શાહ, અમદાવાદ તેમજ વેબ સાઈટના સંકલનકર્તા શ્રી વિવેક દોશીનું સમારોહના પ્રમુખ શ્રી રસિકભાઈ ચોકસીએ ભેટ પુસ્તક આપી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજેશભાઈ દોશી, વડોદરાએ કર્યું હતું. . આભારવિધિ ભાવેશભાઈ શાહએ કરી હતી. સમારોહને સફળ બનાવવા મંત્રી શ્રી રાજેશભાઈ શાહ તેમજ શ્રી રોહિતભાઈ દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી.

વિટામીન “એમ”


કહેવાય છે વિટામીન “એમ” ની ઉણપ હોય તો કોઈ પણ રોગ થઈ શકે છે. પરંતુ વિટામીન “એમ” પુરતા પ્રમાણમાં હોય તો કોઈ રોગ થાય નહિ તે કહેવું યોગ્ય નથી. અને હા..વિટામીન “એમ” થી કોઈ રોગ મટી જાય તે પણ જરુરી નથી.

વિટામીન “એમ” એટલે “Money”

ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળીની ઉત્સાહભેર ઉજવણી


ઉમરેઠ સંતરામ મંદિરમાં દેવ દિવાળીના દિવસે દિપમાળાના દર્શનનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. દેવ દિવાળીને ધ્યાનમાં રાખી સંતરામ મંદિરમાં અન્નકુટનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમયે આર્શીરવચનમાં સંતરામ મહારાજે સૌ કોઈને નવું વર્ષ સુખદાયી અને ફળદાયી બને તેવા આર્શીવાદ આપ્યા હતા.

દેવ દિવાળી દર્શન, રણછોડરાયજી મંદિર- ડાકોર


ડાકોર રણછોડરાયજી મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે લાખ્ખોની સંખ્યામાં ભક્તોએ શ્રી રાજા રણછોડરાયજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

દાન કરવા માટે ઓવર ટાઈમ..!


ગઈ કાલે મારા ફુવા તેમના યુ.એસ ના મિત્ર લઈ ઘરે આવ્યાં, આવી તેમને તેમના મિત્ર સાથે અમારી ઓળખાન કરાવી. તેટલામા મારી મમ્મીએ ફુવાના મિત્રને કહ્યું, “મેં તમને સવારે મંદિર બહાર જોયા હતા ત્યાં બધા શાક-ભાજી વેંચનાર કહેંતા હતા કે તમે બહું દાન કરો છો. આજે મંદિર બહાર તમેજ ગરીબો ને બજાર માંથી ખરીદીને નવા કપડા આપ્યા હતા ને..?”
આટલું શાંભળી ફુવાના મિત્ર બોલી ઉઠ્યા’ “ઓહ..શાકવાળા પણ આવી વાત કરે છે.”
મમ્મએ કહ્યું ” હા, શાકવાળા જોડેથી જ મને જાણવા મળ્યું કે તમે અહિયા ગરીબોને દાન કરો છો” સારું કહેવાય લગભગ ૫૦ જેટલા ગરીબોને તમે ત્યાં કપડા આપ્યાં આમ પણ શિયાળો આવે છે તેમને બહું કામ લાગશે.”
લગભગ ૫૦ જેટલા ગરીબોને પહેરવા માટે કપડા આપ્યા શાંભળી હું દંગ રહી ગયો મે તેમને પુછ્યું “ખરેખર કાકા બધા ગરીબોને કપડા આપ્યાં…?
તેમને કહ્યું ” હા.. હું જ્યારે ભારત આવવાનો હોવ છું, ત્યાર પહેલા છ – સાત મહિના થી જોબ ઉપર ઓવર ટાઈમ કરવાનું શરું કરી દવ છું, અને તેના થી જે આવક વધારાની થાય તે રકમનું ભારતમાં આવીને ગરીબો ને દાન કરું છું, આપણી થોડી મહેનતથી કોઈ ગરીબનું ભલુ થતુ હોય તો આપણું શું જાય છે..?”
ધન્ય છે, આવા લોકો જે દાન કરવા મહેનત કરે છે. જો બધા એન.આર.આઈ આવું વિચારે તો…?