આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2017

– શરબત વિતરણ શિબિર –


– શરબત વિતરણ શિબિર –

images

ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા

આજે તા.૧૬.૫.૨૦૧૭ સવાર ૧૧ થી ૧ કલાક સુધી

જાગનાથ મહાદેવ પાસે શરબત વિતરણ કાર્યક્રમ રાખેલ આવેલ છે.
પ્રમુખ – આવૃતભાઈ પટેલ
મહામંત્રી – કૌટીલ્ય બાવાવાળા

ગુજરાતી ફિલ્મ અભિનેત્ર ભાવિની જાની ઉમરેઠના મહેમાન બન્યા..!


શેનોન ડાન્સ એકેડમીના સમર કેમ્પના સમાપન સમારોહમાં ભાગ લીધો.
2 (1)3) (1)શેનોન ડાન્સ એકેડમીના સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાનપદે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ભાવીની જાની, કનુભાઈ આર.દોશી(કરોડપતિ,ડાકોર), પરાગભાઈ ચોકસી, વિરેનભાઈ દેસાઈ (આણંદ) ર્ડો.પ્રકાશભાઈ શાહ(બાયડ)અને રાકેશભાઈ શાહ (કોષાધ્યક્ષ,ભાજપ) તેમજ હર્ષ શહેરાવાળા(કાઉન્સિલર),વિજયભાઈ જિલ્કા (ડાકોર) ઉપસ્થીત રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સમારોહની શરૂઆતમાં શેનોન ડાન્સ એકેડમીના સંચાલક સોનુ દોશીએ આવકાર પ્રવચન કરી સૌને શાબ્દીક આવકાર આપ્યો હતો.પ્રાસંગિક પ્રવચન કરતા દાનવીર કનુભાઈ આર.દોશી (ડાકોર) દ્વારા નાના બાળકો માટે રાહતદરે થતી પ્રવૃત્તિની પ્રસંશા કરી હતી તેઓએ સોનુ દોશીને ડાકોરમાં પણ કેમ્પ શરૂ કરવા આમંત્રણ આપ્યુ હતુ અને બાળકોને ઈત્તર પ્રવૃત્તિ શિખવવા આર્થિક ફાળો આપવાની તૈયારી બતાવી હતી. સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેનાર ર્ડો.પ્રકાશભાઈ શાહ(બાયડ)એ સુંદર ગીત રજૂ કર્યું હતુ અને ઉપસ્થીત લોકોને મંત્રમુગ્ન કરી દીધા હતા. એકેડમીના બાળકો દ્વારા વિવિધ ડાન્સ સહીત મનોરંજનના કાર્યક્રમ રજૂ કરાયા હતા. ગુજરાતી ફિલ્મ અભિનેત્રી અને કાકા ચાલે વાંકા ટીવી સિરીયલમાં કાકીનું પાત્ર ભજવનાર ભાવિની જાની શેનોન ડાન્સ એકેડમીના સમર કેમ્પના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા. તેઓની એક ઝલક મેળવવા બાળકો સહીત મહીલાઓ મોટી સંખ્યામાં સમારોહ સ્થળે ભેગા થયા હતા અને તેઓની સાથે તસ્વીરો લીધી હતી. સમારોહમાં પ્રાસંગિક ઉદબોધન કરતા ભાવીની જાનીએ શેનોન ડાન્સ એકેડમીના સોનુ દોશીના સંઘર્ષ થી સફળતા સુધીનો ચિત્તાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમની સફળતા બદલ શુભેચ્છા વ્યક્ત કરી હતી. ભાવીની જાનીએ જણાવ્યું હતુ કે હાલમાં તેઓ દુરદર્શન ચેનલ પર સિરીયલ તેમજ આગામી ફિલ્મ આહટમાં કામ કરી રહ્યા છે, તેઓએ ઉમેયુ હતુ કે આવનારા દિવસોમાં તેઓ પ્રોડક્શન હાઉસ શરૂ કરી રહ્યા છે,તેઓનું પ્રોડક્શન હાઉસ અમદાવાદના પોળ કલ્ચર પર આધારીત ગુજરાતી ફિલ્મો બનાવશે તેમ તેઓએ કહ્યું હતું થઈ જશે ગુજરાતી ફિલ્મમાં શાન્તા આન્ટી અને ગુજ્જુભાઈમાં તેઓનો રોલ ખુબજ રમુજી રહ્યો હતો અને તે રોલ કરવાની તેઓને ખુબ મજા આવી હતી આ ઉપરાંત કાકા ચાલે વાંકા સિરીયલમાં કાકી તરીકે ની ભૂમિકાને કાર્કીદીની શ્રેષ્ઠ તક તરીકે તેઓએ ટાંકી હતી. સોનુ દોશી દ્વારા બાળકો માટે કરવામાં આવતી ઈત્તર પ્રવૃત્તિને વેગ મળે તે માટે તેઓએ તમામ સહયોગ કરવાની તૈયારી બતાવી હતી અને શુભેચ્છા પાઠવી ઉમરેઠ ની પ્રજા દ્વારા મળેલ પ્રેમને વખાણ્યો હતો. સમારોહમાં ઉપસ્થીત લોકો સાથે તેઓએ સેલ્ફી પણ લીધા હતા. 

કોમ્યુટર યુગમાં પણ ધબકતી રંગોળીની કલા


unnamed.jpg
કોમ્યુટર યુગમાં કેનવાસ ઉપર કોઈપણ વ્યક્તિનું આબુહૂ ચિત્ર બે ત્રણ ક્લિકમાં ઉતારી શકાય છે. અવનવી ડિઝાઈન અને જરૂરીયાત મુજબ કોમ્યુટરયુગમાં દૂકાન કે ઓફિસના સાઈન બોર્ડ કે અન્ય સામગ્રી હવે પલવારમાં હાજર થઈ જાય છે. પરંતુ આજના ઝડપી યુગમાં પણ કેટલાક આર્ટીસ્ટ દ્વારા રંગોળી પ્રથા ધબકતી રાખવામાં આવી છે અને કલાના કદરદાનો દ્વારા આવા આર્ટીસ્ટોને સમયાંતરે પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.ઉમરેઠના જયંત પેઈન્ટરના હાથોમાં જાદૂ છે તેમ કહીયે તો પણ અતિરેક નહી હોય, જયંત પેઈન્ટર રંગોળીના કલરથી કોઈ પણ વ્યક્તિનો ફોટો આબેહું પ્લાઈવુડ સીટ ઉપર ઉતારી શકે છે. આ ઉપરાંત રંગોળીથી પાણીમાં પણ ચિત્રો ઉપસાવવાની કલા તેઓ અજમાવી રહ્યા છે. ઉમરેઠમાં પ્રસંગોપાત કલાના કદરદાનો દ્વારા જયંત પેઈન્ટરની કારીગરીનો લાભ ઉઠાવવામાં આવે છે અને તેઓ લોકોની આશા ઉપર ખરા પણ ઉતરે છે. જ્યંત પેઈન્ટરે રમેશ ઓઝા સહીત કેટલાય અગ્રણી વ્યક્તિના ચિત્રો રંગોળીથી પ્લાઈવુડ સીટ ઉપર ઉતારેલા છે. આ ઉપરાંત ધાર્મિક પ્રસંગોમાં મહાપ્રભુજી તેમજ શ્રીજીબાજાના પણ ચિત્રજી તેઓએ આબેહૂ બનાવેલ છે. હાલમાં પણ ઉમરેઠના કેટલાય કલાપ્રેમીઓ પોતાના ઘરમાં થતા સારા-નરસા પ્રસંગે જયંત પેઈન્ટર દ્વારા પોતાના સ્વજનનું રંગોળી ચિત્ર બનાવડાવાનું ચુકતા નથી. હાલના કોમ્યુટર યુગમાં જયંત પેઈન્ટ જેવા કલાના કસબીઓને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સહીત પ્રજાએ પણ સમયાંતરે તેઓની કલાની કદર કરવી જરૂરી છે જેથી આવનારા દિવસોમાં ભવિષ્યની પેઢી પણ આ કલાથી વંચિત ન રહે..!

ઉમરેઠમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેયતા ર્ડો.પરિમલ દેસાઈનો સન્માન સમારોહ યોજાયો.


– લેસીક અને રીફેક્ટીવ સર્જરીમાં વિશેષ યોગદાન બદલ તાજેતરમાં ર્ડો.પરિમલ દેસાઈને મેડીકલ ક્ષેત્રનો સર્વોચ્ચ ર્ડો.બી.સી.રાય એવોર્ડ પ્રાપ્ત થયો.
DK01_n

ર્ડો.પરિમલ દેસાઈનું જ્ઞાતિના શુભેચ્છકો દ્વારા સન્માન

DK023_n

ઉપસ્થિત જ્ઞાતિજનો

મુળ ઉમરેઠના અને ગુજરાતના સુપ્રસિધ્ધ આઈ સર્જન ર્ડો.પરિમલ દેસાઈનું મેડીલક ક્ષેત્રે પ્રતિષ્ઠીત તેમજ સર્વોચ્ચ કહેવાતા ર્ડો.બી.સી.રોય એવોર્ડ તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીના હસ્તે પ્રાપ્ત થતા દશા ખડાયતા જ્ઞાતિના શુભેચ્છકો દ્વારા તેઓનો સન્માન સમારોહ દશા ખડાયતાની વાડી ખાતે ચીમનભાઈ ચોકસીના અધ્યક્ષ અને ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજના આશિર્વચનદાતા પદે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે કેળવણી મંડળના પ્રમુખ નિતિનભાઈ દોશી(ડાકોર) અને વાડી પ્રમુખ ઘનશ્યામભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં આવકાર પ્રવચન નિતિનભાઈ દોશીએ કર્યું હતુ, તેમજ સન્માનિય ર્ડો.પરિમલભાઈ દેસાઈનો પરિચય ચોકસી અવનીએ આપ્યો હતો. તેઓએ ર્ડો. પરિમલ દેસાઈને સૌ જ્ઞાતિજનો વતી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આશિર્વચનદાતા શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે આઈ સર્જન તરીકે ર્ડો.પરિમલ દેસાઈનું નામ સમગ્ર ગુજરાત સહીત દેશમાં ગુંજતુ થયું છે. તેઓએ ઉમેર્યું હતુ કે મેડીકલ કાઉન્સિલના સર્વોચ્ચ તેવા ર્ડો. બી.સી.રોય એવોર્ડ તેઓને રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત થતા માત્ર તેમના સમાજ જ નહી પરંતુ સમગ્ર ઉમરેઠ નગર માટે ગૌરવની વાત છે. તેઓએ કહ્યું હતુ કે ર્ડો. પરિમલ દેસાઈ પોતાની કાર્ય કુશળતાનો ગરીબો અને જરૂરિયાતમંદોને પણ લાભ આપે છે, નડિયાદ સંતરામ મંદિર દ્વારા આઈ કેમ્પમાં હજ્જારો યુવતિઓને આંખના નંબર ઉતારવાના કેમ્પમાં તેઓએ પોતાની સેવા ભુતકાળમાં આપી છે. આ ઉપરાંત ઉમરેઠમાં શ્રી નારાયણ આઈ કેર સેન્ટરની સ્થાપના માટે પણ તેઓનું માર્ગદર્શન તેમજ સહયોગ મળ્યો હતો. સમારોહમાં વિશેષ ઉપસ્થીત ર્ડો.મોનાબેન દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ તેમજ ર્ડો.પરિમલ દેસાઈના સન્માન બદલ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉમેયું હતુ કે જ્ઞાતિમાં માત્ર પુરુષો જ ઉચ્ચ હોદ્દા પર છે, ભવિષ્યમાં જ્ઞાતિના વિવિધ આયોજનો તેમજ સંચાલન માટે સ્ત્રીઓને પણ સુકાન આપવું જોઈયે. ર્ડો.પરિમલભાઈ દેસાઈએ પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં સૌ જ્ઞાતિજનો સાથે તેઓના પરિવારના સભ્યો અને મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે,૧૯૯૫માં જ્યારે લેસીક પધ્ધતિ થી સમગ્ર દેશ અજાણ હતો ત્યારે તેઓ દેશમાં પ્રથમ વખત લેસીક પધ્ધતિ થી ઓપરેશન કરવા માટેના મશીન લાવ્યા હતા જેને પગલે આજે તેઓ સફળતાના સર્વોચ્ચ શિખર પર બિરાજમાન થયા છે, તેઓએ સમય અને સંજોગ બદલ વહેપાર ધંધામાં જરૂરિ પરિવર્તન લાવવા સલાહ આપી હત અને જણાવ્યું હતુ જી જીવનમાં સફળ થવું હોય તો સહાસ કરવોજ પડે છે, જોખમ ખેડનાર નેજ સફળતા રૂપી ફળ ચાખવાની તક મળે છે. તેઓએ ઉમેર્યું હતુ કે રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા બાદ અનેક જગ્યાએ તેઓના સન્માન થયા પણા જ્ઞાતિજન દ્વારા મળેલ સન્માન અવિસ્મરણીય રહ્યું. સમારોહને અનુલક્ષી જ્ઞાતિજનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા અને ર્ડો.પરિમલ દેસાઈ સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અવની ચોકસી અને ભાવેશ શાહએ કર્યું હતું. આભાર વિધિ મુકુંદભાઈ દોશીએ કરી હતી.

ઉમરેઠમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાશે.


ઉમરેઠમાં મેલોડી ગૃપ અને ઉમરેઠ યુવા ક્રાંતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ નું આયોજન તા.૮.૫.૨૦૧૭ને સોમવારના રોજ રાત્રે ૮.૩૦ કલાકે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ઉમરેઠ મેલોડી ગૃપના કલાકારો દેશ ભક્તિના ગીતો થી શુરમય શ્રધ્ધાંજલિ શહીદોને અર્પણ કરશે અને શહીદ જ્યોત પ્રજવલિત કરશે. આ કાર્યક્રમમાં ઉમરેઠ ની દેશપ્રેમિ જનતાને ભાગ લેવા આયોજકોએ જણાવ્યું હતું.