આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2019

ઉમરેઠના વૈષ્ણવ દ્વારા શ્રીનાથજી મંદિરમાં સમાધાન વિભાગનો જીર્ણોધ્ધાર કરાયો.ગોસ્વામી તિલકાયિત શ્રી ૧૦૮ શ્રી ઈન્દ્રદમનજી (શ્રી રાકેશજી) મહારાજની આજ્ઞા થી તેમજ ગોસ્વામીશ્રી ભૂપેશકુમારજી(શ્રી વિશાલબાવાશ્રી)ની પ્રેરણા થી ઉમરેઠના ગં.સ્વ.સુધાબેન શાહ દ્વારા સ્વ.રમેશચંન્દ્ર નટવરલાલ શાહની પૂણ્યતિથિ નિમિતે તેઓના સ્મરણમાં શ્રીનાથદ્વાર ખાતે શ્રીનાથજી મંદિરમાં સમાધાન વિભાગનો જીર્ણોધ્ધાર કરાવ્યો હતો જે અંતર્ગત આજે પૂજાવિધિ યોજાઈ હતી અને સમાધાન વિભાગને વિધિવધ અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વ.રમેશચંન્દ્ર નટવરલાલ શાહ પરિવારના સભ્યો સહીત વૈષ્ણવો ઉપસ્થીત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સમગ્ર સમાધાન વિભાગનું કાર્ય અધિકારીશ્રી સુધાકર ઉપાધ્યાય તેમજ દિનેશશંન્દ્ર મહેતાની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સમાધાન વિભાગના જીર્ણોધ્ધારનો લાભ મળતા સ્વ.રમેશચંન્દ્ર નટવરલાલ શાહ પરિવારે ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ઉમરેઠમાં શ્રીનાથજીના સાક્ષાત સ્વરૂપ શ્રી ધ્વજાજીની ભવ્ય શોભાયાત્રા નિકળી.


s2.jpg

s3s4s6s7s8s9s10s12s15s16s17

તિલકાયત ગો.૧૦૮ શ્રી ઈન્દ્રદમનજી મહારાજશ્રીની આજ્ઞાથી જગદગુરૂઈ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના મનોરથ સ્વરૂપે આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રીની અધ્યક્ષતા તથા ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનીધ્યમાં શ્રીનાથજીના સાક્ષાત સ્વરૂપ શ્રી શ્રીનાથજી ધ્વજાજીની ઉમરેઠમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.  સવારે ૮.૩૦ કલાકે યજમાન જયંતિલાલ જે કાચવાળાના નિવાસ સ્થાન ત્રણ પોળ થી નિશાન ડંકા તેમજ બેન્ડબાજા સાથે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. શોભાયાત્રામાં કિર્તન મંડળી સહીત શ્રીનાથજી, મહાપ્રભુજી અને શ્રી યમુને મહારાણીની વેશભૂષા સાથે યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં વલ્લભકુળ આચાર્યો સહીત વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. નગરના વિવિધ વિસ્તારમાં શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થયું હતું. શ્રીનાથજીના સાક્ષાત સ્વરૂપ શ્રી શ્રીનાથજી ધ્વજાજીના દર્શન કરવા ઉમરેઠના વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ધ્વજાજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. શોભાયાત્રા નગર વિહાર કરી શ્રી ગીરીરાજધામ ખાતે પહોંચી હતી જ્યા જગદગુરૂઈ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ની આજ્ઞા થી આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રી અને વલ્લભકુળના આચાર્યો ધ્વારા ધ્વજાજીનું આરોહન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ રાજભોગ દિવ્ય દર્શન કરી વૈષ્ણવોએ ધન્ય બન્યા હતા.

– શ્રી ગીરીરાજધામ ખાતે ધજાજી આરોહણ કરાયું.

s1.jpg

ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે સામુહિક ષષ્ઠીપૂર્તિ યોજાઈ.


s1s3

s22s2

ઉમરેઠમાં શ્રી શ્રીનાથજી ધ્વજાજી આરોહણ મહોત્સવ અંતર્ગત જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પિઠાધેશ્વર શ્રી વલ્લભચાર્ય મહારાજશ્રીની આજ્ઞા થી ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે આજે શ્રી દેવકીનંદજી મહોદયશ્રી તેમજ શ્રી પીન્કીબાવાશ્રીની વિશેષ ઉપસ્થીતીમાં સામુહીક ષષ્ઠીપૂર્તિ યોજાઈ હતી. પ્રસંગે યજમાન જયંતિલાલ જે કાચવાળા તેમજ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ષષ્ઠીપૂર્તિમાં ભાગ લીધો હતો અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. ષષ્ઠીપૂર્તિમાં શ્રી દેવકીનંદજી મહોદયશ્રી તેમજ શ્રી પીન્કીબાવાશ્રીના વરદ હસ્તે શ્રીફળ વધેરવામાં આવ્યું હતુ.

ઉમરેઠમાં શ્રી શ્રીનાથજી ધ્વજાજી મહોત્સવ અંતર્ગત શ્રીનાથજી મહાત્મય કથા નો આરંભ


જગદગુરૂઈ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના મનોરથ સ્વરૂપે આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રીની અધ્યક્ષતા તથા ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનીધ્યમાં ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે શ્રી શ્રીનાથજી ધ્વજાજી આરોહન મહોત્વસની ઉજવણીના ભાગ રૂપે આજે શ્રીનાથજી મહાત્મય કથા નો આરંભ થયો હતો. આ પ્રસંગે શ્રી દેવકીનંદજી મહોદયશ્રી, શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રી તેમજ હિરેનભાઇ શાસ્ત્રીજીએ દિપ પ્રાગ્ટય કર્યુ હતુ. આ પ્રસંગે યજમાન જયંતિલાલ જે કાચવાળા પરિવાર તેમજ વૈષ્ણવ સમુદય મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી, શ્રી દેવકીનંદજી બાવાશ્રીના વચનામૄત તેમજ હિરેનભાઇ શાસ્ત્રીજી ના કંઠે શ્રીનાથજી મહાત્મય કથા નું રસપાન કર્યુ હતુ. #ઉમરેઠ #પુષ્ટીત્રિવેણી

ઉમરેઠમાં શ્રી શ્રીનાથજી ધ્વજાજી આરોહણ મહોત્સવ અંતર્ગત આજ થી કથા પ્રારંભ .તિલકાયત ગો.૧૦૮ શ્રી ઈન્દ્રદમનજી મહારાજશ્રીની આજ્ઞાથી જગદગુરૂ વૈષ્ણવાચાર્ય પંચમ પીઠાધીશ્વર ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્યજી મહારાજશ્રી (કામવન)ના મનોરથ સ્વરૂપે આહિતાગ્ની ગો.શ્રી દેવકીનંદજી મહોદયશ્રીની અધ્યક્ષતા તથા ચિ.ગો.શ્રી વિઠ્ઠલનાથજી બાવાશ્રીના સાનીધ્યમાં ઉમરેઠના શ્રી ગીરીરાજધામ ખાતે શ્રી શ્રીનાથજી ધ્વજાજી આરોહણ મહોત્વસની ઉજવની તા.૫ જૂન થી ૮ જૂન સુધી યોજાશે. આજે તા. ર જૂન થી ૪ જૂન સુધી શ્રી હિરેનભાઈ શાસ્ત્રીજી (ઉપલેટાવાળા)ના શ્રીમુખ થી બપોરે ૪ થી ૭ કલાકે શ્રીનાથજી મહાત્મય કથાનો વૈષ્ણવોને લાભ મળશે. આ ધાર્મિક આયોજન નો લાભ લેવા સૌ વૈષ્ણવોને યજમાન કાચવાળા પરિવારે જણાવ્યું છે.

%d bloggers like this: