આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2020

ઉમરેઠ – કોગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા મુદ્દે આવેદનપત્ર અપાયું


ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિ તેમજ ઉમરેઠ શહેર કોગ્રેસ દ્વારા આજે તાલુકા મામલતદારશ્રીને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને પરત ખેંચવા આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉમરેઠ શહેર કોગ્રેસ પ્રમુખ સંજય પટેલ તેમજ ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ અમર જોશી અને કાર્યકરો દ્વારા ઉમરેઠ તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદન પત્ર સુપ્રત કરી પેટ્રોલ અને ડીઝલ ભાવ વધારાને પરત ખેંચવા તેમજ એક્સાઈઝ ડ્યુટી ઘટાળી પ્રજા પર પડતો બોજો ઓછો કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવેદનપત્ર આપવા કોગ્રેસ કાર્યકરો સાયકલ અને ઉંટ ગાડી પર બેસી ગયા હતા અને સુચક સુત્રો સાથે પ્લેકાર્ડ દર્શાવ્યા હતા.

ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયનું ૯૩% પરિણામ


આજે જાહેર થયેલ ધો.૧૦ના પરિનામમાં ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયનું ૯૩% પરિનામ આવ્યું હતું. શાળાનો પાર્થ હરિશભાઈ પ્રજાપતિ ૯૨.૫૦% અને ૯૯.૯૩ પર્સેન્ટાઈલ સાથે શાળા અને કેન્દ્રમાં પ્રથમ નંબરે પાસ થયો હતો. જ્યારે અલ્પેશ બંસબહાદુર યાદવ ૯૦.૩૩% અને ૯૯.૭૭ પર્સેન્ટાઈલ સાથે શાળા તેમજ કેન્દ્રમાં દ્રિતિય અને વિશ્રૃતિ અંકિત શેઠ ૮૮.૮૮% અને ૯૯.૫૬ પર્સેન્ટાઈલ સાથે શાળામાં તૃતિય સ્થાને ઉત્તરણીય થઈ હતી. તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય,શિક્ષક સહીત ચેરમેન ર્ડો.એમ.બી.ભગતે તેમજ વિદ્યાર્થીઓના પરિવારજનોને શુભેચ્છા વ્યક્ત કરી હતી અને તેઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ – વર્ષો જૂનું વડનું ઝાડ ધરાશય – બાઈક અને કારને નુકશાન


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ ગુજરાતી શાળા પાસે વર્ષો જૂનુ વડનું વૃક્ષ આજે સવારે ધરાશય થઈ ગયું હતુ. સદનસીબે સ્કૂલ બધ હોવાને કારણે કોઈ વિદ્યાર્થીઓ ન હોવાને કારણે મોટી હોનહારત ટળી હતી. પરંતુ વૃક્ષ નીચે પાર્ક કરેલા એક બાઈક અને કારને ભારે નુકશાન થયું હતું. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠ ઓડ બજારમાં આવેલ સરકારી સ્કૂલના પટાંગણ પાસે વર્ષો જૂનુ વડનું વૃક્ષ હતુ જે આજે સવાર વગર વરસાદ કે પવને ધરાશય થઈ ગયુ હતુ જેને પગલે આજૂબાજૂની વિસ્તારના લોકો ગભરાઈ ગયા હતા. વૃક્ષ ધરાશય થતાની સાથે લોકોએ વૃક્ષની શાખા હટાવી નીચે કોઈ દબાયું નથી તે તપાસ કરી હતી સદનસીબે વૃક્ષ નીચે કોઈ ન હોવાને કારણે લોકોએ રાહત અનુભવી હતી જ્યારે વૃક્ષ નીચે પાર્ક કરેલા બાઈક અને કાર ને મોટુ નુકશાન થયું હતું.

ઉમરેઠ – VYO કોવિડ-૧૯ સંલગ્ન જીવન જીવવાની કળા અંતર્ગત સ્વાસ્થ્ય વેબીનારનું અયોજન


૭/૬/૨૦૨૦  રવિવાર ના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, ઉમરેઠ દ્વારા યુવાવૈષ્ણવાચાર્ય  પૂ પા.ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની પ્રેરણા અને આજ્ઞાથી  કોવિડ 19 ને સંલગ્ન જીવન જીવવાની કળા અંતર્ગત એક સ્વાસ્થ્ય વેબીનારનું અયોજન  ગૂગલ મીટ એપ્લિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કી નોટ સ્પીકર તરીકે ભરૂચ ના ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડો સુકેતું દવે (સુપ્રિટેનડેન્ટ વેલ્ફેર હોસ્પિટલ) એ પોતાના સચોટ અને એકદમ સરળ ભાષામાં અને છણાવટ દ્વારા લોકડાઉન પછી સરકાર દવારા આપવામાં આવેલ અનલોક 1 માં કોવિડ19 સાથે કેવી રીતે જીવવું અને તેની અસરો વિશે સુંદર માહિતી આપી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે કોવિડ19 નો ડેથ રેટ ખૂબ જ ઓછો છે . અને રિકવરી રેટ વધારે છે , અને કોરોના ના પેશન્ટ એક જ રોગ હોય તો રિકવર થઈ જાય છે પરંતુ સાથે ડાયાબિટીસ, બીપી, કેન્સર કે કિડની ને લગતી બીમારી હોય તો તેમનું મૃત્યુ થાય છે. સાથે જણાવ્યું હતું કે આનાથી બચવાનો રસ્તો ફક્ત ને ફક્ત સારું આરોગ્ય જ છે. વ્યક્તિ જેટલું હેલ્ધી રહેશે તેટલી કોરોનાથી બચવાની શકયતા વધારે રહેશે. આની સાથે સોશિયલ ડિસ્ટનસિંગ નું મહત્વ સમજાવ્યું કે ડિસ્ટનસિંગ રાખી ને માસ્ક પહેરવાથી ફક્ત કોવિડ 19 જ નહીં પણ પ્રદુષણ અને સંક્રમણ થી થતા બીજાબધાં રોગોથી પણ બચી શકાય છે. તો સૌ એ પોઝિટિવ માઈન્ડ સાથે કોવિડ 19 થી ડર્યા વગર જીવવું જોઈએ તેવી સુંદર સમજ આપી હતી. આ વેબીનાર માં ડો સુકેતુ દવે નો પરિચય ઉપપ્રમુખ શ્રી પરાગ ચોકસી એ આપ્યો હતો અને સંચાલન યુથ વિંગ પ્રમુખ શ્રી કદમ દોશી એ કર્યું હતું. આ વેબીનારમાં પ્રમુખ શ્રી દિવ્યેશ દોશી તથા મહિલા વિન્ગ પ્રમુખ  શ્રી રાજેશ્રીબેન શાહ અને મંત્રી શ્રી ભાવેશ શાહ સહિત ના હોદ્દેદારો અને ઉમરેઠ, વડોદરા, ભરૂચ અને ચેન્નાઇ,અમદાવાદ,આણદ ના વૈષ્ણવો સહિત 50 થી 55 વૈષ્ણવોએ લાભ લીધો હતો.

%d bloggers like this: