આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2011

ઉમરેઠની નવાજૂની


 • ઉમરેઠમાં ગઈ કાલે મુકુંદભાઈ શાહ (નાસિકવાળા)ના યજમાન પદ ભક્તિભેર મહાપ્રભુજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભજન-કિર્તન સહિત પ્રભાતફેરી જેવા ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા નાસિકવાળા હોલથી વૈષ્ણવ મંદિર સુધી ભક્તિગીતોના તાલ સાથે નિકળી હતી આ સમયે દર્શનનો લાહ્વો લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.
 • ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં આજે વહેલી સવારે તળાવમાં અચાનક હજ્જારો માછલીઓ મૃત હાલતમાં મળી હતી, સવારના સમયે તળાવ માંથી અસહ્ય વાસ મારતા લોકોએ તળાવમાં નજર કરી આ માછલીઓ મૃત હાલતમાં જોઈ અચરજમાં મુકાઈ ગયા હતા. ચર્ચાઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિએ તળાવમાં ઝેરી પ્રદાર્થ નાખ્યો હશેને ટપો ટપ આ માછલીઓનું મૃત્યું થયું હશે. હાલમાં માછલીઓના અને પાણીના નમુના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપેલ છે.
 • ઉમરેઠના મોચીવાડ સહિતના અન્ય કેટલાય વિસ્તારમાં ગઈકાલે અચાનક નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં ઉમરેઠના તમામ વિસ્તારોમાં નવા રસ્તા બનાવવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારનથી કેટલાક ચોક્કસ વિસ્તારમાં રસ્તા બનાવવાનું કામ બંધ રાખવામાં આવ્યું હતું આ સમયે ચર્ચા થતી હતી કે રાજકિય હુસાતુંસીને કારણે કેટલાક ચોક્કસ વિસ્તારમાં નવા રસ્તા બનાવવામાં આવ્યા નથી પરંતું ગઈકાલે સત્તાધીશો ધ્વારા આબા બાકાત રહેલ કેટલાક વિસ્તારમાં નવા રસ્તાનું કામ શરૂ કરી દેવાતા સત્તાધીશોના આલોચકોની બોલતી બંધ થઈ ગઈ છે.
 • ઉમરેઠમાં સ્વર્ણિમ ગુજરાત સમાપન મહોત્સવ ઉજવાશે જે અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, મશાલ યાત્રા સહિત આતિશબાજી અને રેલી જેવા કાર્યક્રમનું પાલિકા ધ્વારા આયોજન કરવામાં આવેલ છે.

નામમાં શું રાખ્યું છે…?


મારું સ્કૂલનું,ઘરનું, ઓફિસનું, વ્હાલથી વેરથી કોઈ પણ રીતે બસ એક જ નામ છે “વિવેક” વિવેક ને વિવેક…છતા પણ કેટલાક લોકો મારું નામ ખબર ન હોય તોય ગમે તે નામથી બોલાવી મારા ફોઈ બનવાનો તુચ્છ પ્રયાસ કરી દે છે.

..ખેર આજે એક મહાશયે મને નવા નામથી બોલાવ્યો..વિજય.આ પહેલા કેટલાય લોકો મને ભયલું,પીન્ટું,વિકાસ અને હાર્દિક નામથી બોલાવી ચુક્યા છે હું પણ વાંધો ઉઠાવતો નથી કેમ કે શેક્સ્પિયરે નતું કહ્યું નામમાં શું રાખ્યું છે…? છતા પણ દિલના કોઈ ખૂણામાં પ્રશ્ન તો થયા જ કરે છે કે સાલું તેઓને મારું નામ ખબર જ નથી તોય આટલા કોન્ફીડન્ટ થી કેમ બીજા નામથી બોલાવે છે. આવા પણ લોકો હોય છે. પણ હા હું તો કોઈને આવું લાગતું વળગતું કે ભળતા નામથી ક્યારે નથી બોલાવતો, નામ ખબર ન હોય ને કોઈને બોલાવવાની જરૂર પડે તો કાકા, દોસ્ત, બોસ કે સાહેબ જેવા શબ્દોનો ઉપયોગ કરી જ દેવા નો…

આમ પણ નામમાં શું રાખ્યું છે.

થોડા પ્રશ્નો..(?)


 • આપણે જે વ્યક્તિને ત્યાં લગ્ન પ્રસંગ સહ-પરિવાર હાજરી આપીએ છે તેજ વ્યક્તિને ત્યાં કોઈનું મૃત્યુ થયું હોય તો બેસણામાં એક વ્યક્તિ જાય તો ચલાવી લઈયે છે, આવું કેમ..?
 • લગ્ન પ્રસંગે જ ચાંલ્લા પ્રથા કેમ..? મૃત્યુ સમયે આ પ્રથા કેમ નથી..?
 • ભજન કિર્તનમાં ગેરહાજર રહી ભોજનમાં આપણે કેમ અચુક પહોંચી જઈયે છે…?
 • મોટાભાગના લોકો તેવું કેમ વિચારે છે કે, તે હોશિયાર છે અને જે પ્રમાણે તે મહેનત કરે છે તે પ્રમાણે તેમને ફળ નથી મળતું..?
 • સ્કૂટર અને સાયકલ અથડાય તો હંમેશા સ્કૂટર વાળાનો જ વાંક કેમ..? તેવીજ રીતે સ્કૂટર અને કાર વાળો અથડાય તો કાર વાળાનો વાંક કેમ..?
 • કાંઈ વિચાર કરવા માટે સૌથી સારી જગ્યા કઈ..? તમને સારા વિચારો ક્યારે આવે છે..?
 • ..અને આવા વિચારો મને જ કેમ આવે છે…?

વિવેક વાણી


જન્મ અને મરણના ચક્ર માંથી જે બાકાત છે તે જ ભગવાન છે બાકીના જે લોકો પોતાને ભગવાન ગણે છે તે ખરા અર્થમાં પાખંડી અથવા તો “સંત”,”મહંત” છે.

રવીવાર


સુવાનું ઉઠવાનું ખાવાનું ફરી સુવાનું ઉઠવાનું અને ખાવાનું ….બસ બીજી કોઈ જ મગજમારી નહી. જોરદાર આરામથી ભરપૂર રવીવાર રહ્યો બધા રવીવાર આવા જાય તેવી આશા. વચ્ચે થોડા ફોન કોલ્સ મજા બગાડવા આવ્યા પણ ચાલ્યા કરે..! આખો દિવસ રવીવારે લાઈટો જવાની દહેશત હતી પણ નઠારી સાબીત થઈ પણ હા ફક્ત અમારા વિસ્તારમાં ઉમરેઠના બીજા અન્ય વિસ્તારોમાં લાઈટ વગર લોકો પરસેવે રેબઝેબ થઈ જ ગયા હશે. આ રવીવારે લાઈટ સાથે જલસા કર્યા પણ આવતા રવીવારે શું થશે રામ જાણે..! સ્વાભાવિક રીતે આવતા રવીવારે સ્ટેગરીંગમાં અમારા વિસ્તારનો વારો આવશે જ, જેથી આવતા રવીવારે આખો દિવસ વગર લાઈટે રહેવા માનસિક રીતે અત્યાર થી તૈયારી શરૂ કરી દીધી છે.

ગરમી બોસ, જોરદાર છે ઉમરૅઠમાં માપી નથી પણ અનુભવ થી વિશેષ શું હોય. પણ હવે બરફનો ગોળો હાજર છે કોઈ ચીન્તા નહી.

ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા જિલ્લા કક્ષાની ‘બેસ્ટ સિંગર કોમ્પીટીશન’ યોજાશે.


સ્પર્ધામાં ભાગ લેવા માટેનું જરૂરી ફોર્મ ડાઊનલોડ કરવા અહિયા ક્લિક કરો.


(સમાચાર સ્ત્રોત – દિવ્ય ભાસ્કર)  દિવ્ય ભાસ્કરના સહયોગથી ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા આગામી જુન માસમાં ‘બેસ્ટ સિંગર કોમ્પીટીશન’ યોજાનાર છે. સિંગીગ ગ્લોરી ઓફ ચરોતરના બેનર હેઠળ યોજાનાર આ સ્પર્ધામાં બે વિભાગ પાડવામાં આવ્યાં છે. જેમાં ૮થી ૧૬ વર્ષ તથા ૧૭ વર્ષથી ઉપર માટે બીજો વિભાગ રાખવામાં આવ્યો છે. આણંદ – ખેડા જિલ્લાના ઉભરતા ગાયકો માટેની આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સારેગામા ફેઈમ રાજા હસન હાજર રહેશે.

‘દિવ્ય ભાસ્કરના સહયોગથી રોટરી ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા આયોજીત સિંગીગ ગ્લોરી ઓફ ચરોતરમાં બેસ્ટ સિંગર કોમ્પીટીશન રાખવામાં આવી છે. જેમાં આણંદ – ખેડા જિલ્લાના વતની કોઈ પણ યુવક – યુવતી ભાગ લઈ શકશે. આ સ્પર્ધા તા.૨૬મી જુને આણંદ – સોજીત્રા રોડ પર આવેલા એસ.આર. પાર્ક ખાતે યોજાશે. ઈવેન્ટ ચેરમેન સંદીપ શાહ

જો કે, તે પહેલા તા.૧૪મી મેના રોજ આણંદ જિલ્લાના સ્પર્ધકો માટે આણંદના જે. ડી. વકીલ રોટરી હોલ, ઈરમા ગેટ પાસે, મંગળપુરા ખાતે ઓડિશન રાખવામાં આવ્યું છે. જ્યારે તા.૧૫મી મેના રોજ ખેડા જિલ્લાના સ્પર્ધકો માટે રોટરી કોમ્યુનીટી હોલ, ચેતક પેટ્રોલ પંપ સામે, નડિયાદ ખાતે ઓડિશન રાખવામાં આવ્યું છે. આ બન્ને સ્પર્ધામાં નિર્ણાયક તરીકે યોગી પાઠક તથા લતાબેન કાનેકટર (સંગીત વિસારદ) હાજર રહેશે.’

આણંદમાં ચરોતરના ગાયકો માટે યોજાનાર સ્પર્ધા ઉપરાંત ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા અપંગો માટે સર્જરી કેમ્પ અને સાધન સહાય અને વરિષ્ઠો માટેના કાર્યક્રમો રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ડાન્સ ઈન્ડીયા ડાન્સ ફેઈમ ફિઝીકલ હેન્ડીકેપ કમલેશ પટેલ પણ ભાગ લેશે.’વિનોદ પ્રજાપતિ, રોટરી ક્લબ, પ્રમુખ, ઉમરેઠ

સિંગીગ ગ્લોરી ઓફ ચરોતર કાર્યક્રમ હેઠળ યોજાનાર બેસ્ટ સિંગર કોમ્પીટીશનમાં કુલ ૩૦ સ્પર્ધકને ફાયનલમાં પહોંચવાનો મોકો મળશે. આ માટે તા.૧૪ અને તા.૧૫ના રોજ આણંદ – ખેડા જિલ્લાના સ્પર્ધકો માટે ઓડિયન્સ યોજાશે. પરાગ ચોક્સી, કો. ચેરમેન

ઉમરેઠમાં ર્ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ…


છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠના રોહિત સમાજ ધ્વારા રોહિતવાસ વિસ્તારમાં ર્ડો આંબેડકરની પ્રતિમાં મુકવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આખરે  ર્ડો.આંબેડકર જયંતિના દિવસેજ ર્ડો આંબેડકરની પ્રતિમાનું  અનાવરણ  ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી હરિકૃષ્ણદાસજી મહારાજના હસ્તે  અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અંબાલાલ રોહિતની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

…ખેર તંત્રએ તો પ્રતિમા મુકવા માટે મંજૂરી આપી, પ્રતિમાં મુકાઈ પણ ગઈ અને તેનું અનાવરન પણ થઈ ગયું , હવે પ્રતિમાની ગરીમા જાળવવા પણ સમાજના લોકો અને તંત્ર સજાગતા દાખવે તે પણ જરૂરી છે. બાકી ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ગાંધીજીના સ્મારકની દશા તમે જાણો છો ને..?

આજ કાલ ઉમરેઠના હાલ..


 • ઉમરેઠમાં હાલમાં ધાર્મિક માહોલ ચાલી રહ્યો છે, આજે ઉમરૅઠમાં રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાજીના જવારા પ્રસંગે હાથી-ઘોડા સાથે શોભાયાત્રા નિકળી હતી.
 • સિકોતેર માતા અને વારાહિ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન યોજાયો હતો
 • મોચીવાડમાં વૈષ્ણવ સંપ્રદાય માટે કથાનું આયોજન થયું છે કથાનો લાભ લેવા વૈષ્ણવો મોટી સંખ્યામાં હાજર રહે છે. વક્ત પદે પૂ.શાત્રીજી બિરાજેલ છે.
 • ઉમરેઠ નગર પાલિકાના બે કર્મચારીઓ ધ્વારા નગર પાલિકાના નાણાની ઉચાપત કરવા બદલ ચીફ ઓફિઓસર ધ્વારા તેઓને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કહેવાય છે ઉચાપત લગભગ બે લાખની કરવામાં આવી હતી આ ઉચાપત અંગે ચીફ ઓફિસરને ખ્યાલ આવતા આ બે કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ કરવાની તૈયારી કરાતા તાબળતોળ આ કર્મચારીઓએ રોકડ રકમ પાલિકામાં જમા કરાવી હતી જેથી પાલિકા તંત્ર ધ્વારા પોલિસ ફરિયાદ કરવાનું ટાળી માત્ર તેઓને સસ્પેન્ડ કર્યા છે. આ ઘટના અંગે પાલિકાના કર્મચારીઓ અવાક બની ગયા છે.
 • નગરમાં હવે, ગરમી પોતાની જોર બતાવી રહી છે, અને પાછું એમ.જી.વી.સી.એલ પણ જાત પર આવી ગયું છે. છેલ્લા બે રવીવારથી નિયમિત ૩ થી ૫ કલાક માટે નગરના જૂદા જૂદા વિસ્તારમાં વીજ પૂરવઠો ખોરવાઈ જાય છે.
 • જંત્રીમાં થયેલ જંગી ભાવ વધારાના વિરોધમાં ધારાસભ્ય લાલસિંભાઈ વડોદિયા અને સુભાષભાઈ શેલતની આગેવાની હેઠળ કોગ્રેસી કાર્યકરોએ ઉમરેઠ મામલતદારને આવેદન પત્ર સુપ્રત કર્યુ હતુ અને જંત્રીનો વધારો પાછો ખેંચવા આહ્વાન કર્યું હતું.

માછલી ઉપર “ઓમ” અને “સ્વસ્તિક”ના ચીન્હો દેખાતા અચરજ…!


આપણું ઉમરેઠમાં આજે વાત થશે આણંદની, આણંદમાં અમિતભાઈ પરમાર નામના વ્યક્તિને માછલીઓનો શોખ છે અને પોતાનો આ શોખ પુરો કરવા તે હંમેશા પોતાની ઓફિસમાં એક્વેરીયમ રાખતા હોય છે. આમ પણ વાસ્તુ શાસ્ત્ર ની દ્રષ્ટીએ પણ એક્વેરીયમ ઘરમાં કે ઓફિસમાં રાખવું શુભ માનવામાં આવે છે.  આપણે અત્યાર સુધી કેટલાય કહેવાત ચમત્કારો જેવાકે, ગણપતિ દૂધ પીવે છે, ભીંત ઉપર સાંઈબાબાની આકૃતિ દેખાય છે, નાળિયેરમાં ગણેશજી દર્શન આપે છે, રોટલીમાં ઓમ દેખાય છે, ને હવે આણંદના અમિતભાઈ પરમારની ઓફિસમાં રહેલા એક્વેરીયમની એક માછલી ઉપર ઓમ અને સ્વસ્તિક દેખાય છે. સાચું ન લાગે તો જોવો નીચેનો વિડીયો….

એક વાત તો છે, ગણપતિ દૂધ પીવે છે, ભીંત ઉપર સાંઈબાબાની આકૃતિ દેખાય છે, નાળિયેરમાં ગણેશજી દર્શન આપે છે, રોટલીમાં ઓમ દેખાય છે વિગેરે બાબતમાં એક વાત સામાન્ય છે કે તમામ કહેવાતા ચમત્કારો નિર્જીવ વસ્તુ ઉપર થયા છે. પરંતું આ સમયે માછલી ઉપર ઓમ અને સ્વસ્તિકનું ચિન્હ દેખાતા ખરેખર લોકો આ ઘટનાને કૂતુહલભરી નજરે જોઈ રહ્યા છે,અને લીન્ક થી હટીને કોઈ ઘટના થાય તો હંમેશા કૂતુહલ નોજ વિષય બને છે. અને હવે અહિયા તો શ્રધ્ધા પણ છે અને પુરાવા પણ…!!!!

ઉમરેઠમાં ૧૫૦થી વધુ પ્રિ-પેઈડ વીજ મીટરો મુકાયા – ગુજરાતમાં પ્રિ-પેઈડ વીજ મીટરની સૌ પ્રથમ શરૂઆત ઉમરેઠથી થઈ હતી.


ગુજરાતમાં સૌ પ્રથમ આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં એમ.જી.વી.સી.એલ ધ્વારા એમ.જી.વી.સી.એલ કચેરી ઉમરેઠ ધ્વારા ટેક્નોલોજીના યુગ સાથે તાલ મેળવી નગરમાં પ્રી-પેઈડ વીજ મીટરો પણ બેસાડાવામાં આવ્યા છે. જે ગ્રાહકો પ્રી-પેઈડ વીજ મિટરનો ઉપયોગ કરે તેઓને કાયમ માટે વીજ બીલ ભરવાની ઝંઝટથી છુટકારો મળી જાય છે અને તેઓ પોતાની જરૂરીયાત મુબજ વીજ મિટરમાં બેલેન્સ કરાવી શકે છે અને જેટલી રકમ નું રીચાર્જ કરાવ્યું હોય તેટલી તેમને વીજળી વાપરવા મળે છે. આ વીજ મિટરમાં બેલેન્સ ઓછું થાય ત્યારે ચોક્ક્સ પ્રકારનો બીપ અવાજ થાય છે એજ્થી ગ્રાહક પોતાનું વીજ મિટર રી-ચાર્જ કરાવી દે છે આ માટે જરૂરી કૂપનો પહેલેથી ગ્રાહકો ખરીદી ઘરે જ રાખે છે અને જેમ જેમ જરૂરીયાત પડે ત્યારે તેનું રીચાર્જ કરી દેતા હોય છે.

આ પ્રથા અમલમાં આવવાથી વીજ કંપની વાળાને ઘાલખાતનો ડર રહેતો નથી અને વીજ કનેક્શન પણ કાપવાની જહેમત કરવી પડતી નથી. જ્યારે બીજી બાજૂ ગ્રાહકને પણ દર મહિને વીજ બીલ ભરવા સમય બગાડવો પડતો નથી અને પોતે કેટલા સમયમાં કેટલી વીજળી નો ઉપયોગ કરે છે તેન પન તેઓને ચોક્ક્સ જાણ રહે છે. પ્રી-પેઈડ વીજ કૂપન એમ.જી.વી.સી.એલની કચેરી ખાતે ઉપલબ્ધ હોય છે. કોઈ સમયે જો ગ્રાહક વીજ કૂપન ખરીદવાનું ભુલી જાય કે એક દમ વધુ વીજળી વાપરવાની થાય તો આ મિટરમાં ૨૫૦ રૂપીયા ની ક્રેડીટ પણ આપવામાં આવે છે જેથી ગ્રાહકને કૂપન ખરીદવા જવા માટે સમય મળી રહે.આ સિવાય ગ્રાહક લાંબા સમય માટે બહારગામ જાય તો ચોકસ કોડ નાખી મિટર બંધ પણ કરી શકાય છે જેથી તેનો દૂર ઉપયોગ ન થઈ શકે.

ગ્રાહકલક્ષી અભિગમ દાખવી ગ્રાહકોને વધુને વધુ સવલત મળે તે હેતું થી એ.ટી.પી મશીન કાર્યરત કરવામાં આવ્યું છે જેના કારણે વીજ બીલ ભરવા માટે બારી ઉપર લાઈન હોય તો પણ આ એટીપી મશીનથી ગ્રાહકો વીજ બીલ ભર શકે છે. આ એટીપી મશીનમાં ગ્રાહક પોતાનો ગ્રાહક નંબર એન્ટર કરે કે તુરંત ગ્રાહકનું નામ આવી જાય છે અને જે રકમ ભરવાની હોય તે ની ચલણી નોટ મશીનમાં એન્ટર કરી નિયત ચલણી નોટો મશીનમાં નાખતા ની સાથે ગ્રાહકને વીજ બીલ ભર્યાની પહોંચ પણ મળી જાય છે. સામાન્ય કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા ગ્રાહકો સહેલાઈથી આ મશીનનો ઉપયોગ કરી લાંબી લાઈનમાં ઉભા રહેવાનું ટાળી પોતાનો સમય બચાવી વીજ બીલ સહેલાઈથી ભરી શકે છે. જ્યારે આ પ્રણાલી હાલમાં ઉમરેઠ પંથકમાં નવી હોવાને કારણે આ મશીનની બાજૂમાં એક ટેક્નીશીયન પણ હાલમાં ઉભો રહે છે જેથી ભણેલા ગણેલા ગ્રાહકો સાથે ગામડાના કે જેઓ કોમ્યુટર જ્ઞાન ધરાવતા નથી તે પણ એ.તી.પી મશીનથી સમય બચાવી વીજ બિલ ભરી શકે નગરની એમ.જી.વી.સી.એલ કચેરીમાં આ સેવા ઉપલબ્ધ થતા નગરજનો સંતોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

ndtv  ન્યુઝ ચેનલ ઉપર આવેલ એક રીપોર્ટ…

વિવેક વાણી


..જો તમારી કોઈ પણ સુખ કે દૂઃખની વાત હજૂ પણ ખાનગી જ હોય તો મતલબ તમારો કોઈ ખાસ મિત્ર નથી.

Bye Bye Facebook અને બીજૂ બધુ..!


 • ફેશબુકમાં જ થોડા દિવસ પહેલા ફેશબુક એકાઊન્ટ ડીલીટ કરવાની વાત કરી હતી પણ મોટાભાગના લોકો એપ્રીલ ફુલ સમજ્યા હતા પણ તે હકીકત જ હતી મેં ફેશબુક એકાઊન્ટ ખરેખર ડીલીટ કરી નાખ્યું છે, હા પણ આ માત્ર વેકેશન છે એક દોઢ મહિનામાં પાછો ફરી ફેશબુક જોઈન કરી જ દઈશ (મિંયા ઠેરના ઠેર). ફેશબુકનું વ્યસન ના થઈ જાય તેથી વર્ષમાં એક દોઢ મહીનો ફેશબુક નહી વાપરવાનો નિરધાર કર્યો છે. એક મહિનો મોબાઈલ ફોન પણ ત્યજી દેવાનો વિચાર આવ્યો છે પણ તે શક્ય નથી.આ પહેલા ઓરકૂટ છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દીધુ હતુ, પણ એકાઊન્ટ હજૂ ડીલીટ કર્યું નથી.
 • ભારત વિશ્વકપ જીત્યું તે ખરેખર અવિસ્મરણીય છે. આ સમય હંમેશા માટે થંભી જાય તેવી ઈચ્છા છે. વિશ્વ વિજેયતા બનવું તે ખરેખર ખુબજ મોટી વાત છે. અમારા ઉમરેઠમાં પણ ભારતના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. પંચવટી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને આતીશબાજી કરી હતી અન્ય વિસ્તારમાં પણ આવોજ માહોલ હતો.
 • ઉડતી ઉડતી એક વાત મળી અને આ વાત જાણી ખુબ અચરજ થયું કે, ઉમરેઠમાં પણ તિરૂપતી બાલાજીનું મંદિર છે પણ અફસોસ તે છે કે આ મંદિર ક્યાં છે..? તે આ વાત કહેનારને પણ ખબર નથી કદાચ ૧ એપ્રીલે વાત મળી હતી તેથી વાત બહૂ ગંભીરતાથી લીધી નથી છતા પણ આ અંગે પહેલા પણ ક્યાંક શાંભળ્યું હતુ જેથી જાણવાની પ્રબળ ઈચ્છા છે કે ખરેખર ઉમરેઠમાં તિરૂપતી બાલાજીનું મંદિર છે…? જો કોઈને આ અંગે વધુ જાણકારી હોય તો ચોક્કસ જણાવજો..
 • “આપણું ઉમરેઠ” બ્લોગના એક વાચક મુકુંદભાઈ શાહ (નાસિકવાળા)એ એક પ્રશ્ન કર્યો હતો કે, ઉમરેઠના સટાકપોળમાં વર્ષો પહેલા ખડાયતા જ્ઞાતિ ધ્વારા શિવણ ક્લાસ ચલાવવામાં આવતો હતો અને તેની નીચે એક મીની લાઈબ્રેરી પણ હતી. ખડાયતા જ્ઞાતિ ધ્વારા આ બંન્ને સારા કામ કેમ બંધ કરી દેવામાં આવ્યા છે શું તે પૂનઃ કાર્યરત થાય તેમ નથી..?

 

ઉમરેઠના સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ યોજાયો


ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરનો ૧૨મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો .આ પ્રસંગે અન્નકુટના દર્શનનું ભવ્ય આયોનજ કરવામાં આવ્યું હતું.  દર્શનનો લાભ લેવા  ભક્તો ઉમટી પડ્યા હતા. (ફોટ – મયંક પટેલ, ઉમરૅઠ)

સ્વામિનારાયણ મંદિરના ૧૨મા પાટોત્સવ નિમિત્તે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિતે નિકળેલ શોભાયાત્રામાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ દરમ્યાન સમગ્ર વાતાવરણ ભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલા આ પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે મંદિરમાં અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા. 

ઉમરેઠ – અમદાવાદ તેમજ ઉમરેઠ – વડોદરા વચ્ચે સીધી રેલ્વે સેવાને મંજૂરી – ટૂંક જ સમયમાં રેલ્વે ધ્વારા ઉમરેઠથી વડોદરા અને અમદાવાદ જઈ શકાશે. .!


તમો એપ્રીલ ફુલ બની ગયા છો.

%d bloggers like this: