આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2015

ઉમરેઠમાં મતદાર જાગૃતિ અભિયાન


MATDAN

ઉમરેઠ નગરપાલિકામાં મતદારો વધુને વધુ મતદાન કરવા આવે તે હેતુ થી ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીના ચુટણી અધીકારી આર.ટી.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમ નગરમાં મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરેઠમાં છેલ્લા કેટલાય દિવસ થી મત નું મહત્વ સમજાવતા પોસ્ટરો સહીત યુવાનો અને વૃધ્ધો તમામ વર્ગના મતદારો મતદાન કરવા પ્રેરાય તેમા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉમરેઠના વિવિધ વિસ્તારોમાં એક ફોર વ્હિલર વાહનમાં મોટા બેનરો સાથે લાઊડ સ્પીકર થી મતદાન કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. સદર કાર્ય સાથે સંકળાયેલ જે.એ.મંસુરી, નિતિનભાઈ સુથાર, નિતિનભાઈ પટેલ સહીત ચુંટણીલક્ષી કાર્યમાં જોડાયેલ સ્ટાફ સદર અભિયાનને તેજ બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

ઉમરેઠ દેના બેન્કનું એ.ટી.એમ બંધ રહેતા ગાહકોને પરેશાની.


એક તરફ ખાનગી બેંકો દિવસે દિવસે પોતાની ગ્રાહકલક્ષી સેવામાં વધારો કરી રહી છે. ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વ્યવસ્થાઓ કરી ગ્રાહક બેંક ટ્રાન્જેક્શન સરળ રીતે કરી શકે તે માટે પગલા ભરે છે. બીજી બાજૂ પરિસ્થિતિ થી વિપરીત સરકારી બેંક ગ્રાહક પ્રત્યે દુરલક્ષ રાખી પોતાની સેવાઓ પાંગળી કરી રહી હોય તેમ લાગે છે. ઉમરેઠના પંચવટી વિસ્તારમાં આવેલ દેના બેંકના ગ્રાહકો પણ બેન્કની એ.ટી.એમ સર્વીસ થી હેરાન થઈ ગયા છે. એ.ટી.એમ બેંકની બહાર હોવા છતા ગ્રાહકોએ પૈસા ઉપાડવા બેંકમાં લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે કાંતો અન્ય બેન્કના એ.ટી.એમ સેન્ટરનો ઉપયોગ કરવો પડે છે. પ્રવર્તમાન સમયમાં એ.ટી.એમ અનિવાર્ય બની ગયું છે. પૈસા ઉપાડવા માટે તમામ બેંક પોતાની શાખા બહાર એ.ટી.એમ મશીન રાખે છે. પરંતુ એ.ટી.એમ મશીન વ્યવસ્થિત કામ ન કરતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાય છે. વધુમાં ઉમરેઠના નિશીત શાહએ જણાવ્યું હતુ કે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં માત્ર દેના બેન્કનું એક એ.ટી.એમ મશીન શાખા બહાર મુકવામાં આવેલ છે. જે મહિનામાં લગભગ ૧૫ દિવસ સુધી બંધ હાલતમાં રહે છે. જ્યારે એ.ટી.એમ ચાલુ હોય ત્યારે પણ માત્ર બેન્કના કામકાજના સમયે જ એ.ટી.એમ ચાલુ રાખવામાં આવે છે જેથી રાત્રીના સમયે પૈસા ઉપાડવા માટે ગ્રાહકોએ અન્ય બેંકના એ.ટી.એમનો ઉપયોગ કરવો પડે છે. કેટલીયવાર દેના બેંકના એ.ટી.એમમાં ટ્રાન્જેક્શન ફેલ થતુ હોવાની પણ ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે ગ્રાહકોના હિતમાં દેના બેંક નગરના પંચવટી વિસ્તારનું એ.ટી.એમ મશીન નિયમિત કાર્યરત કરે તેવી લોકમાંગ થઈ રહી છે.

5 X 3 = 1 OPY FLAX

ઉમરેઠ વીશા ખડાયતા જ્ઞાતિ દ્વારા સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહ યોજાયો.


vk_photaશ્રી વીશા ખડાયતા વણિક મંડળ ઉમરેઠ દ્વારા તાજેતરમાં નાસિકવાળા હોલ ખાતે જ્ઞાતિમાં વિશિષ્ટ સિધ્ધિ ધરાવતા જ્ઞાતિજનોનો સન્માન સમારોહ તેમજ તેજસ્વી તારલાઓને ઈનામ વિતરક કરવામાં આવ્યું હતું.  ઉમરેઠ વિશા ખડાયતા વણિક મંડળના ઉપક્રમે લાભપાંચમ પ્રસંગે યોજાતા સ્નેહ મિલન સમારોહમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ તેમજ વિશિષ્ટ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે પ્રો.જ્યોતિકાબેન પીનાકીનભાઈ શેઠ (પ્રો.એચ.કે.ચા વાળા કોલેજ- કપડવંજ),નિકુંજભાઈ રંણછોડલાલ શાહ(પોલા) પ્રો.અલ્પેશભાઈ તલાટી,તેમજ ર્ડો.અનિલભાઈ બાલકૃષ્ણ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહને સફળ બનાવવા જ્ઞાતિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉમરેઠ ખડાયતા બંધુઓ દ્વારા કાર્યરત મેલોડી ગૃપ ઓફ ઉમરેઠ દ્વારા આ પ્રસંગે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જ્ઞાતિજનો દ્વારા જૂના નવા ગીતની રમઝટ બોલાવવામાં આવી હતી. તસ્વીરમાં મંડળના પ્રમુખ અનિલભાઈ ગાંધી, મંત્રી નિલેશ શાહ, પ્રોજેક્ટ ચેરમેન જૈમિનભાઈ શાહ પ્રો.જ્યોતિકાબેન પિનાકીનભાઈ શેઠને જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માનીત કરતા નજરે પડે છે

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નં.૭ના ઉમેદવાર


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

અરવિંદભાઈ એલ.પટેલ

બી.જે.પી

જરીનાબેન એન.ચૌહાણ

બી.જે.પી

જીતુભાઈ કનુભાઈ ભીલ

બી.જે.પી

મનુભાઈ આશાભાઈ પટેલ

એન.સી.પી

મુકેશભાઈ નટવરભાઈ વસાવા

એન.સી.પી

મુમતાઝબેન એમ મલેક

એન.સી.પી

રંજનબેન કાન્તિભાઈ તળપદા

બી.જે.પી

લીલાબેન અર્જુનભાઈ વાઘેલા

એન.સી.પી

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નં.૬ ઉમેદવારની યાદી


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

અલ્પાબેન તેજસભાઈ ઠાકર

એન.સી.પી

કનૈયાલાલ નવીનચંન્દ્ર શાહ

બી.જે.પી

તીલાબેન નયનભાઈ ગાભાવાળા

એન.સી.પી

બિનલબેન પ્રશાંતકુમાર શાહ

એન.સી.પી

ભદ્રેશભાઈ મોહનલાલ પટેલ

એન.સી.પી

રમીલાબેન કનુભાઈ પટેલ

બી.જે.પી

હર્ષ સંજયકુમાર શહેરાવાળા

બી.જે.પી

હેમાલી શ્રેણીકભાઈ શુક્લ

બી.જે.પી

જયશ્રી રમણીકલાલ મહેતા

અપક્ષ

૧૦

રામજીભાઈ મહીજીભાઈ રબારી

અપક્ષ

૧૧

હીનાબેન મુકેશકુમાર દોશી (એચ.પી.ગેસવાળા)

અપક્ષ

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નં.૫ના ઉમેદવારો


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

ઈશ્વરભાઈ કાભાઈભાઈ પટેલ

બી.જે.પી

કનુભાઈ શનાભાઈ પટેલ

બી.જે.પી

નિલાબેન સુરેશભાઈ જોષી

બી.જે.પી

બાબુભાઈ રામાભાઈ વાઘરી

એન.સી.પી

ભગવતીબેન એચ નાયક

બી.જે.પી

ભદ્રેશભાઈ કાન્તિલાલ વ્યાસ

એન.સી.પી

રેણુકાબેન પી.ભટ્ટ

એન.સી.પી

સ્મીતાબેન કે. પટેલ

એન.સી.પી

અંબાલાલ સી.વાઘરી

અપક્ષ

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નં.૪ના ઉમેદવારો


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

ઉપેન્દ્રભાઈ પી.રાણા

એન.સી.પી

ગૌરાંગભાઈ એચ.શા.પટેલ

બી.જે.પી

જયપ્રકાશ કાન્તિલાલ શાહ

બી.જે.પી

માયાબેન જે.શાહ

એન.સી.પી

મુકેશભાઈ સોમાભાઈ પટેલ

બી.એસ.પી

વર્ષાબેન રાજૂભાઈ કાછીયા

બી.જે.પી

સંગીતાબેન જી પટેલ

એન.સી.પી

સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ

બી.જે.પી

હેમંતભાઈ મનુભાઈ પંડ્યા

એન.સી.પી

૧૦

અરવિંદભાઈ એ પટેલ

અપક્ષ

૧૧

અલ્પેશ એ દવે

અપક્ષ

૧૨

શીતલબેન બાલકૃષ્ણભાઈ શાહ

અપક્ષ

૧૩

સોનલબેન મુકેશભાઈ કાછીયા

અપક્ષ

૧૪

સંગીતાબેન હીતેશભાઈ કાછીયા

અપક્ષ

૧૫

સંજયભાઈ મોહનભાઈ પટેલ (લુલી)

અપક્ષ

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નં.૩ના ઉમેદવારો


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

અશોકભાઈ અંબાલાલ પટેલ

બી.જે.પી

કુસુમબેન ગણપતભાઈ વડોદીયા

બી.જે.પી

જયેશ બેચરભાઈ પટેલ

એન.સી.પી

પારૂલ રાજેન્દ્રભાઈ પટેલ

એન.સી.પી

ભાનુબેન અશોકભાઈ ભોઈ

એન.સી.પી

ભારતીબેન જયંતિભાઈ વાઘરી

બી.જે.પી

વિષ્ણુભાઈ છોટાભાઈ વાઘેલા

એન.સી.પી

સોમાભાઈ એ પટેલ

બી.જે.પી

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નં.૨ના ઉમેદવારોની યાદી


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

મીનાબેન અલ્તાફમિંયા મલેક

બી.જે.પી

ઈમ્તિયાઝ ગુલામમહંમદ શેખ

બી.જે.પી

કાશ્મિરાબેન દિપકભાઈ પટેલ

એન.સી.પી

કોકિલાબેન કાન્તિભાઈ ચૌહાણ

બી.જે.પી

કૌશિકભાઈ જગદીશભાઈ સોલંકી

એન.સી.પી

ખાલીદાબાનુ એમ કાજી

એન.સી.પી

પરેશ મોહનલાલ પટેલ

એન.સી.પી

મુકેશ ગોપાલભાઈ પટેલ

બી.એસ.પી

રાજૂભાઈ રમણભાઈ વાઘેલા

બી.જે.પી

ઉમરેઠ નગરપાલિકા વોર્ડ નંબર – ૧ ના ઉમેદવારની યાદી


અ.નં.

ઉમેદવારનું નામ

પક્ષ

કમળાબેન રમણભાઈ પટેલ

એન.સી.પી

જગદીશભાઈ મોહનલાલ રાણા

એન.સી.પી

નીતાબેન રજનીકાન્ત પટેલ

બી.જે.પી

પ્રકાશભાઈ કાભાઈભાઈ પટેલ

એન.સી.પી

બિજલબેન ભાવિનભાઈ પટેલ

એન.સી.પી

મેહૂલ વિનુભાઈ પટેલ

બી.જે.પી

શારદાબેન રમેશભાઈ પટેલ

બી.જે.પી

શૈલેષકુમાર ગુલાબસિંહ બારોટ

બી.જે.પી

પ્રવિણભાઈ આર.પટેલ

નવીન ભારત નિર્માણ મંચ

૧૦

મહેશ નરસિંહભાઈ ઠાકોર

નવીન ભારત નિર્માણ મંચ

૧૧

રીમાબેન દિપકભાઈ પટેલ

નવીન ભારત નિર્માણ મંચ

૧૨

હીનાબેન શૈલેષભાઈ પટેલ

નવીન ભારત નિર્માણ મંચ

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠા નો જંગ તો એન.સી.પી માટે વકરો એટલો નફો સાબિત થશે.


પાટીદારોનો એક વર્ગ એન.સી.પીને ટેકો આપશે તેવી ચર્ચાઓ.

BJP-NCP_7555ઉમરેઠ નગરપાલિકાની ચુંટણી માટે ભાજપની ટીકીટ વાંચ્છુકો માટે આજે કતલની રાત સાબીત થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવતી કાલે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવાની તૈયારીઓ થઈ રહી છે, ભાજપની ટીકીટ થી ચુંટણીમાં ઝંપલાવવા ઉમેદવારોની લાઈન લાગી છે, ત્યારે બીજી બાજૂ અસંતુષ્ટ ઉમેદવારો માટે એન.સી.પી દ્વારા લાલ જાજમ બિછાવવામાં આવી છે. ભાજપ દ્વારા મોટા માથા ની ટીકીટ કાપવામાં આવે તેવી શક્યતાને પગલે એન.સી.પી બાજ નજર રાખી બેઠું છે.

જેથી ભાજપ દ્વાર હજ્જારો વિચાર કરી ટીકીટ ની ફાળવણી કરવામાં આવે તો નવાઈ નહી. આગામી નગરપાલિકા ચુંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે ત્યારે એન.સી.પી માટે વકરો એટલો નફો સાબિત થશે. હજૂ ઉમરેઠના રાજકારણમાં ભિષ્મ પિતા કહેવાતા સુભાષભાઈ શેલત દ્વારા પોતાના પત્તા ખોલવામાં આવ્યા નથી જેથી એન.સી.પી સહીત ભાજપ પોતાના ઉમેદવારોને જાહેર કરવામાં દ્રિગામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવનારી ચુંટણીમાં સુભાષ શેલત દ્વાર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવશે કે નહી તે યક્ષ પ્રશ્ન છે.જ્યારે સુભાષ શેલત ચુંટણીમાં ઝંપલાવશે નહી તો કયા પક્ષને ટેકો કરશે તે પણ ચર્ચાઓ થઈ રહી છે.

ઉમરેઠ શાહ-પટેલ પરિવારનો પ્રથ સ્નેહ મિલન સમારોહ યોજાયો.


૫૦ વર્ષનું લગ્ન જીવન વટાવી ચુકેલ સભ્યો તેમજ વડીલોને સન્માતીત કરાયા.

sp02 sp03

ઉમરેઠ ખાતે શાહ-પટેલ પરિવારનો પ્રથમ સ્નેહ મિલન સમારોહ અત્રે નાસિકવાળા હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે પરિવારના અગ્રણીઓ દ્વારા દિપ પ્રાગટ્ય કરી સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ સ્નેહ મિલન પ્રસંગે શાહ-પટેલ પરિવારના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૭૦ વર્ષ વટાવી ચુકેલા પરિવારના વડીલોનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત પોતાના લગ્ન જીવનના ૫૦ વર્ષ વટાવી ચુકેલા પરિવારના સભ્યોને પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. વધુમાં કિરીટભાઈ શાહ પટેલે જણાવ્યું હતુ કે, સમગ્ર સ્નેહ મિલન સમારોહની તૈયારી કરવા પરિવારના સભ્યો દ્વારા જે બેઠકો યોજી હતી તેની સી.ડી નું ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું. સમારોહ બાદ મનોરંજન તેમજ રમત ગમતના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરણ શાહ અને ચિત્રા શાહ-પટેલે કર્યું હતું. 

%d bloggers like this: