આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2014

કાળી ચૌદશના દિવસે કરો ઉમરેઠમાં બિરાજમાન હનુમાનજીના દર્શન..


દિવાળીમાં રંગોળી પુરવાનું ખાસ મહત્વ


RANGOLEEદિવાળીમાં રંગોળી પુરવાનું ખાસ મહત્વ છે. કહેવાય છે દિવાળીના સમયે લક્ષ્મીજી ઘરે પધારતા હોય છે. આ સમયે લક્ષ્મીજીને આવકારવા તેમજ વિવિધ રંગોની જેમ તમામ લોકોના જીવનમાં વિવિધ ખુશીઓનો વાસ થાય તેવી અભિવ્યક્તિ રંગો ધ્વારા કરવામાં આવે છે. ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં બે નાના ભુલકા તિર્થ શાહ અને આશ્વી ગાંધી ઘરની બહાર રંગોળીને આખરી ઓપ આપતા નજરે પડી રહ્યા છે.

ઉમરેઠના જીતપૂરા ભરોડા માર્ગનું ખાતમહૂર્ત યોજાયું.


bosky1

ઉમરેઠ તાલુકાના જીતપૂરા ભરોડા માર્ગ માટે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ દ્વારા તાજેતરમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે આજે જીતપૂરા ભરોડા માર્ગનું કામ શરૂ થતા યોજાયેલ પૂજાવિધિમા ધારાસભ્ય જયંતભાઈ પટેલ, સરપંચ અશ્વીનભાઈ પટેલ, ઉમરેઠ તાલુકા યુવા એન.સી.પી પ્રમુખ પીન્કેશ પટેલ સહીત ગ્રામ્યજનો હાજર રહ્યા હતા. જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સૌ પ્રથમ ગામડાઓમાં માળગાગત સુવિધાઓનો વિકાસ કરવો જરૂરી છે જેના ભાગરૂપે ઉમરેઠ તાલુકાના વિવિધ ગામોમાં આજ રીતે નવા રસ્તાઓ બનશે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં આડેધડ ઉભી રહેતી બસોને કારણે મુસાફરો પરેશન.


  • પ્લેટફોર્મ ઉપર બસ ઉભી રહેતી નથી મુસાફરોએ બસની પાછળ દોડાદોડ કરવી પડે છે.

Jpeg

ઉમરેઠ બસ સ્ટેશન નવું બન્યા પછી બકરી કાઢતા ઊંટ ગુસ્યું હોવાનો લોકો અહેસાસ કરી રહ્યા છે. નવા બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર બસ ન ઉભી રહેતી હોવાને કારણે મુસાફરો ખાસ્સા પરેશાન થઈ રહ્યા છે રણીધણી વગરના ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ દુર કરવા એસ.ટી તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરે છે પરંતું કોઈ પરિણાત્મક પગલા ભરતું નથી જેને કારણે ઉમરેઠના મુસાફરોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

ઉમરેઠ બસ સ્ટેશનમાં બસ સ્ટેશનમાં પ્રવેશતા સામેની બાજૂ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેને કારણે બસ ડ્રાઈવરને પ્લેટફોર્મ ઉપર બસ લઈ જવામાં મુશ્કેલી પડે છે જેથી બસ ડ્રાઈવર બસ સ્ટેશનમાં પ્રવેશ કરી તેને યોગ્ય લાગે ત્યાં બસ ઉભી રાખે છે જેથી પ્લેટફોર્મ પર ઉભા રહેલા મુસાફરોને જ્યાં બસ ઉભી હોય ત્યાં દોડીને જવું પડે છે, આવા સમયે મહીલાઓ અને બાળકો સહીત વૃધ્ધ લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બસ પાછળ દોડવાને કારણે વૃધ્ધો અને મહીલાઓ કેટલીક વાર પડી જવાના પણ બનાવો બન્યા હોવાનું સ્થાનિકો ચર્ચા કરે છે.

છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ બસ સ્ટેશનમાં પડતી સદર મુશ્કેલી અંગે ગામના જાગૃત લોકો દ્વારા ડાકોર ડેપો સહીત એસ.ટી તંત્રમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતા એસ.ટી તંત્ર માત્ર કાગળ પર કાર્યવાહી કરી સબ સલામતની બંડો પોકારે છે પરંતું હકીકતમાં ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોની મુશ્કેલીઓ જ્યાંની ત્યાંજ હોવાનું લોકો કહી રહ્યા છે.

એસ.ટી.તંત્ર ધારાસભ્યને પણ ઉઠા ભણાવે છે..?

ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી મુશ્કેલીઓ અંગે ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ દ્વારા તાજેતરમાં રજૂઆત કરવામાં આવી હતી, આ સમયે ગણતરીના દિવસોમાં એસ.ટી તંત્ર દ્વારા તેઓને પ્રત્યુત્તર પાઠવી બસ પ્લેટફોર્મ ઉપર ઉભી રહેશે અને ડાકોર ડેપો માંથી એક કર્મચારી ઉમરેઠ બસ સ્ટેશનમાં વ્યવસ્થા જાળવવા ઉપસ્થિત રહેશે અને એસ.ટી તંત્રના અન્ય અધિકારી દ્વારા પણ આ અંગે સર્પ્રાઈઝ વીઝીટ થતી રહેશે તેવું લેખિતમાં ધારાસભ્યને પ્રત્યુત્તરમાં જણાવવામાં આવ્યું હતું પરંતુ હજૂ પણ ઉમરેઠ બસ સ્ટેશનમાં પ્લેટફોર્મ ઉપર બસ નથી ઉભી રહેતી તે સનાતન સત્ય છે.

પ્લેટફોર્મની ગોઠવણી વ્યવસ્થીત નથી – બસ ડ્રાઈવર

ઉમરેઠ બસ સ્ટેશન પર બસ વ્યવસ્થીત રીતે પ્લેટફોર્મ પ બસ ન ઉભી રાખવાનું કારણ પુછતા કેટલાક બસ ડ્રાઈવરોએ જણાવ્યું હતુ કે ઉમરેઠ બસ સ્ટેશનમાં બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા સામેની બાજૂ પ્લેટફોર્મ છે જેથી બસ ઉલ્ટી દીશામાં વાડી રીવર્સ કરી પ્લેટફોર્મ પર લઈ જવી પડે આમ કરવામાં સમય વધારે લાગે છે તેમજ અકસ્માતનો પણ ભય રહે છે જેથી જ્યાં જગ્યા દેખાય ત્યાં બસ ઉભી રાખવી પડે છે. પ્લેટફોર્મની યોગ્ય રીતે ગોઠવણી થાય તો આ સમસ્યા દૂર થઈ શકે તેમ છે.

જમણી અને ડાબી બાજૂ પ્લેટફોર્મ બનાવવાની જરૂર

ઉમરેઠ બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા જમણી બાજૂ અને ડાબી બાજૂ પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે તો કાયમી રીતે ઉમરેઠ બસ સ્ટેશનમાં મુસાફરોને પડતી સમસ્યા દૂર થઈ શકે છે. બસ સ્ટેશનમાં પ્રવેશ કરતા જમણી બાજૂ વડોદરા અને અમદાવાદ તરફ જતી બસ અને ડાબી બાજૂ ડાકોર તરફ જતી બસ ઉભી રાખવામાં આવો તો ડ્રાઈવરો સહીત મુસાફરોને રાહત થાય તેમ છે તેવું મુસાફરો સહીત બસ ડ્રાઈવરો મત વ્યક્ત કરી રહ્યા છે.

બસ સ્ટેશનના પ્લેટફોર્મના રી-એરેન્જમેન્ટ અંગે રજૂઆત – જયંત પટેલ (ધારાસભ્ય)

ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે તાજેતરમાં વા.વ્ય.મંત્રી નિતિનભાઈ પટેલને ઉમરેઠ બસ સ્ટેશનમાં પડતી સમસ્યાને લઈ રજૂઆત કરી છે, અને ઉમરેઠ બસ સ્ટેશનથી બસ રૂટ વધારવા સહીત બસ સ્ટેશનમાં સુવિધાઓ વધારવા તેમજ પ્લેટફોર્મ રી-એરેન્જમેન્ટ કરવા સહીતના સુધારા વધારા અંગે ટુંક સમયમાં પરિણાત્મક પગલા ભરવામાં આવશે તેવી ખાતરી મળી છે.

ઉમરેઠમાં નવા રસ્તા બનવાનું કામ પાછું ઠેલાયું..!


ચોમાસા પછી બનનારા રસ્તા હવે દિવાળી પછી બનશે.

છેલ્લા કેટલાય વર્ષથી ઉમરેઠના રસ્તાઓની હાલત તદ્દન બિસ્માર થઈ ગઈ છે તેમાં પણ હાલમાં ખાસ કરીને દરજીવાડના નાકા તેમજ ચોકસી બજાર વિસ્તારની સ્થિતિ અત્યંત દયાજનક બની ગઈ છે, થોડા મહીના ઉપર ચોકસી બજારમાં થિંગડા મારીને લોકોની કોણીએ તંત્રએ ગોળ ચોપળ્યો હતો પરંતુ દરજીવાડના નાકા વિસ્તારમાં તો રીતસર પાવાગઢ ચઢતા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે,આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા બાદ રસ્તા બનાવવાની ખાતરી આપવામાં આવી હતી, જ્યારે હવે ચોમાસા બાદ ફરી પાલિકા તંત્રએ દિવાળી પછીની મુદત આપતા હવે ઉમરેઠના લોકોએ દિવાળીમાં પણ ખરાબ રસ્તાની પરેશાનીનો ભોગ બનવું પડશે.

ઉમરેઠના કેટલાય વિસ્તારોમાં મુખ્ય માર્ગોની હાલત ખરાબ છે, પ્રજાજનો આક્ષેપ કરી રહ્યા છે કે, જ્યારે પણ રસ્તા બને ત્યારે ગણતરીના મહીનાઓમાં તુટી જતા હોય છે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતનો તેઓએ ભોગ બનવું પડે છે. દરજીવાડના નાકા વિસ્તારમાં દિવસભર મોટી સંખ્યામાં અવર જવર થતી હોય છે જેથી લોકોને ભારે અગવડ પડી રહી છે. વાહન ચાલકતો શું ચાલતા અવર જવર કરતા લોકોને પણ આ માર્ગ પરથી અવર જવર કરવું મુશ્કેલ બની રહ્યું છે. દરજીવાડના નાકા સહીતના નગરના અન્ય માર્ગ તંદુરસ્ત થાય તેની નગરજનો કાગદોળે વાટ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પાલિકાના સૂત્રો દ્વારા અગાઊ સદર વિસ્તારના રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ ફાળવણી થઈ ગઈ છે અને ટેન્ડર પ્રક્રિયા પણ હાથધરવામાં આવશે તેવી વાતો કરી હતી પરંતુ હાલમાં સદર વિસ્તાર ઉબડ ખાબડ રસ્તાથી ઓળખાય છે તે હકીકત છે.

દિવાળી પછી નવા રસ્તા બની જશે – સંજય પટેલ , પ્રમુખ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલને નગરના બિસ્માર રસ્તા અંગે પુછતા તેઓએ જણાવ્યું હતુ કે દરજીવાડ નાકા સહીત અન્ય વિસ્તારમાં રસ્તા નવા બનાવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, ચોમાસાને કારણે રસ્તા બનાવવામાં વિલંબ કર્યો હતો પરંતુ હવે દિવાળી બાદ ચોક્કસ નવા રસ્તા બની જશે તે માટે ટેન્ડર પણ મંગાવવામાં આવ્યા છે જે આજકાલમાં ખોલવામાં આવશે અને દિવાળી વેકેશન બાદ નવા માર્ગનું કામ શરૂ થઈ જશે.

Umreth Khadayata Besanu #Vadodara


image

Varahi Mata Havan Darshan Umreth


image

Varahi Mata havan Starte at Umreth .

ઉમરેઠના એક માત્ર ગાંધી સ્મારકની ઉપેક્ષા..!


gandhi.smarak

ગાંધીજીના મૃત્યુબાદ ઉમરેઠના ગાંધીવાદી વિચાર ધરાવતા લોકો દ્વારા ગાંધીજીનું અસ્થીનું એક ફુલ લાવીને ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર ગાંધી સ્મરાક બનાવ્યો હતો. આ સ્મારક ઉપર ગાંધીજીના વિચારો અંકીત કરવામાં આવ્યા હતા. આજે પણ ઉમરેઠમાં મોટા ભાગના લોકો આ સ્મારકના મહત્વથી વંચિત હશે અને આ સ્મારકને માત્ર ચોતરા તરીકે ઓલખે છે. હકીકતમાં ઉમરેઠની સામાજીક અને સરકારી સંસ્થાઓ દ્વારા સદર ગાંધી સ્મારકની થતી ઉપેક્ષાને કારણે લોકો આ ગાંધી સ્મારકના મહત્વથી વંચિત રહ્યા છે. વર્ષમાં વચલા દિવસે પણ નગરની કોઈ સ્વૈછીક કે સરકારી સંસ્થા દ્વારા સદર ગાંધી સ્મારકને ધ્યાનમાં લેવામાં નથી આવતો ગાંધી સ્મારકની આવી ઉપેક્ષા જોઈ પ્રવર્માન સમયમાં ગાંધીવાદી વિચારધાર ધરાવતા વૃધ્ધ નાગરીકોની લાગણી દુભાતી હશે તેમાં કોઈ બે મત નથી ત્યારે આવનારા સમયમાં ઉમરેઠમાં કાર્યરત સિનિયર સીટીઝન ફોરમ સહીત સરકારી સંસ્થાઓ સદર ગાંધી સ્મરાકની ગરીમા જાળવવા કટીબધ્ધ બને તેમ નગરજનો અપેક્ષ રાખી રહ્યા છે.

ઉમરેઠમાં સ્વચ્છતા અભિયાનમાં નગરસેવકો જોડાયા..!


રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગાંધી જયંતિના પવિત્ર દિવસથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે. સદર સ્વચ્છતા અભિયાન અતર્ગત ઉમરેઠ નગરપાલિકા તેમજ રોટરી ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ સમયે ઉમરેઠના પંચવટી વિસ્તારમાં ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપ પ્રમુખ અલ્તાફભાઈ મલેક તેમજ ઉમરેઠ તાલુકા મામલતદાર જી.આર.વસાવા, ના.મા દિપકભાઈ પટેલ, ના.મ મનીષભાઈ ભોઈ તેમજ રોટરી ક્લબ ઓફ ઉમરેઠના પ્રમુખ સંદિપભાઈ શાહ અને પાલિકા તેમજ રોટરી ક્લબના સભ્યો ઉપસ્થીત રહી જાતે ઝાડું લઈ પંચવટી વિસ્તારમાં સાફ સફાઈ કરી હતી અને સ્વચ્છતા અભિયાનના શ્રીગણેશ કર્યા હતા. આ પ્રસંગે અધિકારીઓ દ્વારા નગરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ઉપસ્થીત લોકોને સપથ લેવડાવ્યા હતા અને આદર્શ નાગરિક તરીકે સ્વચ્છતા બરકરાર રાખવા આહ્વાન કર્યું હતું.