આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2012

2012 in review


તમામ વાંચકોનો ધન્યવાદ તેમજ નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા…

Here’s an excerpt:

4,329 films were submitted to the 2012 Cannes Film Festival. This blog had 29,000 views in 2012. If each view were a film, this blog would power 7 Film Festivals

Click here to see the complete report.

ઉઘરાણી


ધંધો લઈને બેસીયે એટલે ઉધાર તો આપવું જ પડે અને નાના-ગામમાં ધંધો હોય તો શરમમાં ઉધાર આપ્યા વગર છુટકો નથી. બે-ત્રણ દિવસ પહેલા ઉમરેઠની એક દૂકાનમાં ગયો ત્યાં દૂકાનમાં કેટલાક લોકોના નામ લખ્યા હતા અને નામ સામે રકમ અને ગામનું નામ લખ્યું હતું. કૂતુહલવશ મેં દૂકાનદારને પુછ્યું શું છે કાકા આ બધુ કેમ આ બધા નામ અને સામે રકમ લખી છે. પેલા દૂકાનદારે જવાબ આપ્યો, “આ તો ઉઘરાણીનું લીસ્ટ છે, આમ જાહેરમાં નામ લખીયે એટલે ઉઘરાણીએ જવું ન પડે જે તે બાકીદાર ગ્રાહકનો લાગતો વળગતો દૂકાને આવેને લીસ્ટમાં તેનું નામ જોવે એટલે બાકીદાર સુધી વાત પહોંચે જ અને પૈસા દોડતાને દોડતા તે આપી જાય..!” મેં પુછ્યું આવી રીતે કોઈ પૈસા આપી ગયું…? તેમને કીધું, ” હા..કેટલાય લોકો આપી ગયા..તમારું પણ કોઈ લાગતું વળગતુ લીસ્ટમાં હોય તો સંદેશો આપી દે જો…”

વહેપારીની આ તરકીબ ખરેખર ગમી અને કહેવું જ પડ્યું ” વોટ આઈડીયા સરજી…”

ઉમરેઠ વિધાનસભા-૧૧૧ સંપૂર્ણ વિગતવાર માહિતી


umreth111-vishlesan-2

ઉમરેઠમાં એન.સી.પીના જયંત પટેલ(બોસ્કી)નો વિજય


  • ઉમરેઠના સ્થાનિક અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતને ૨૧૦૪૨ મત મળ્યા…!

ઉમરેઠ વિધાનસભા બેઠક ઉપર જયંતભાઈ પટેલ (બોસ્કી)નો તેઓના પરંપરાગત હરીફ ગોવિંદભાઈ પરમાર સાથે અત્યંત રસાકસીબાદ ૧૩૯૪ મતથી વિજય થયો હતો. એન.સી.પીના જયંત પટેલ (બોસ્કી)ને ૬૭૩૬૩ મત મળ્યા હતા જ્યારે તેઓના હરિફ ભાજપના ગોવિંદભાઈ પરમારને ૬૫૯૬૯ મત મળ્યા હતા ઉમરેઠના લોકલ ઉમેદવાર સુભાષભાઈ શેલતને ૨૧૦૪૨ મત મળ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. વિજય બાદ જયંતભાઈ પટેલ(બોસ્કી)એ જણાવ્યું હતુ કે ઉમરેઠની પ્રજાએ મારા ઉપર જે વિશ્વાસ રાખી મને વિજેયતા બનાવ્યો છે તે માટે હું તેઓનો આભારી છુ તેઓએ પક્ષના કાર્યકરો સહીત ઉમરેઠના કોગ્રેસના કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જયંતભાઈ પટેલ ઓડ ચોકડી પાસે વ્રજ મિરા કોમ્પેક્ષ ખાતે કાયમી ધોરણે કાર્યલય પણ શરૂ કરવાની જાહેરાત કરી છે અને ઉમરેઠના સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરી નગર સહીત મત વિસ્તારના વિકાસને અગ્રીમતા આપવાની ખાતરી આપી છે. હવે આવનારા સમયમાં જયંત પટેલ (બોસ્કી) ઉમરેઠનો કેટલો વિકાસ કરે છે એતો “સમય” જ બતાવશે..!

હવે, ઉમરેઠમાં કોગ્રેસ ઈતિહાસ બની જશે અને ભવિષ્યમાં એન.સી.પી અને ભાજપ વચ્ચે જંગ થતો રહેશે. ઉમરેઠના સ્થાનિક ભાજપનું વર્ચસ્વ યથાવત્ રહેશે અને એન.સી.પી સ્થાનિક ઉમરેઠના રાજકારણમાં પણ રસ દાખવે તો નવાઈ નહી. બીજૂ ઉમરેઠ ભાજપની સ્થાનિક બોડીએ વિષ્ણુભાઈ પટેલને ટીકીટ ન મળી હોવા છતા ભાજપ પ્રત્યે વફાદારી રાખી જેથી તેઓનું કદ બીજેપી તેમજ નરેન્દ્રભાઈ મોદી આગળ વધશે. ભવિષ્યમાં વિષ્ણુભાઈ પટેલને જિલ્લા ભાજપમાં કોઈ પદ મળે તો નવાઈ નહી.

વિવેક વાણીઉમરેઠમાં સુભાષભાઈ શેલતે ગટરની સુંદર વ્યવસ્થા કરી છે, જેથી ઉમરેઠમાં કાદવ ના થયો અને કમળ ના ખિલ્યું…!

ઉમરેઠમાં ૧૦૪ વર્ષના આદીબેન રાવળે મતદાન કર્યું


પી.એસ.આઈ કે.આર.મોઢીયાએ ૧૦૪ વર્ષના મતદારનું પુષ્પ ગુચ્છથી સ્વાગર કર્યું

ઉમરેઠ નગરમાં લોકશાહીના પર્વમાં એક તરફ યુવાવર્ગે સહીત મહીલાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો ત્યારે નગરના જાગનાથ ચકલામાં રહેતા ૧૦૪ વર્ષના આદીબેન રાવળે પણ મતદાન કરી લોકશાહીની ગરીમા જાળવી હતી સાથે સાથે પોતાની ફરજ પણ અદા કરી હતી.ઉમરેઠના કોર્ટ કંપાઊન્ડ ખાતે આવેલ સીટી સર્વે કચેરીના મતદાન કેન્દ્ર ઉપર પોતાના પરિવાર સાથે આદીબેન રાવળ મત નાખવા આવી પહોંચતા તેઓનીં ઉંમર અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ આર.કે.મોડીયાને જાણ થતા સદી વટાવી ચુકેલા મતદારને આવકારવા ખુદ પી.એસ.આઈ પોતાના સ્ટાફ સાથે આદીબેન રાવળ સુધી પહોચી ગયા હતા અને મતદાન કરવા તેઓને નંબર આવે ત્યાં સુધી તેઓને બેસવાની વ્યવસ્થા કરી આપી હતી અને તેઓનો ઉત્સાહ વધારવા માટે તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગર કર્યું હતું.

આ સમયે ભાવવિભોર બની ગયેલા આદીબેન રાવળે અશ્રુભીની આંખે જણાવ્યું હતુ કે અમે ગરીબ મધ્યમ વર્ગના છે, વાડીમાં અને ઘરકામ કરીને અમે ગુજારો ચલાવીએ છે, છતા પણ અમારી પાસે બી.પી.એલ કાર્ડ નથી કે અમોને કી સરકારી સહાય પણ મળતી નથી છતા અમે ક્યારેય નાસીપાસ થતા નથી અને જ્યારે પણ લોકશાહીના પર્વમાં મતદાનની ફરજ અદા કરવાનો સમય આવે ત્યારે અમે અચુક મતદાન કરીયે છે. તેઓએ ઉમેર્યું હતુ કે, મેં કેટલીય સરકાર આવતા ને જતા જોઈ છે, પહેલાના જમાનામાં અને આજના જમાનામાં બધુ બહૂ બદલાઈ ગયું છે અને અત્યારે મોંધવારીએ અમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી છે.

મતદાન


આજે કાંઈ’ક કર્યું ખાસ – મતદાન

આજ કર્યું કાંઈ'ક ખાસ - મતદાન

એન.સી.પીના ઉમેદવારે મતદાન કર્યું –

ઉમરેઠ વિધાનસભા-૧૧૧ના એન.સી.પી ઉમેદવાર જયંતભાઈ પટેલ(બોસ્કી)એ આજે સવારે ૮.૩૦ કલાકે ચિખોદરાના દિવાલી બાલમંદિર ખાતે થી મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

મતદારોમાં ઉત્સાહ

 

ઉમરેઠમાં એન.સી.પીની જાહેર સભા યોજાઈ


ઉમરેઠના એસ.એન.ડી.ટી ગ્રાઊન્ડ ખાતે બપોરે ૨.૩૦ કલાકે એન.સી.પીની સામરખાથી નિકળેલી રેલી સભામાં ફેરવાઈ હતી. આ પહેલા સામરખાથી રેલીનું પ્રસ્થાન થયું હતુ જે વણસોલ ભાલેજ સહીતના ઉમરેઠ તાલુકાના વિવિધ ગામમાં ફરી હતી. ઉમરેઠ નગરમાં એન.સી.પી ની સભામાં ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન, ભોજપુરી ફિલ્મના મહાનાયક કિશન સહીત એન.સી.પીના પ્રભારી મુકેશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રવીના ટંડને જાહેર સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, ઉમરેઠ વિસ્તારની પ્રજા ખરેખર નસિબદાર છે જેઓને હિરો જેવા નેતા મળ્યા છે, ઉમરેઠના લોકોને જયંતભાઈ પટેલને અપવાવવા રવીના ટંડને આહ્વાન કરી એન.સી.પી કોગ્રેસના સંયુક્ત ઉમેદવાર જયંતભાઈ પટેલને જંગી બહૂમતિથી વિજેયતા બનાવવા આહ્વાન કર્યું હતું. આ સમયે ગુજરાત એન.સી.પીના પ્રભારી મુકેશભાઈ ગાંધીએ પણ ઉમરેઠના વિકાસ માટે એન.સી.પીને વિજેયતા બનવા મતદારોને અપીલ કરી હતી. આજે પ્રચારના અંતિમ દિવસે ઉમરેઠ પંથકમાં સ્ટાર પ્રચારક રવીના ટંડન સહીત ભોજપુરી ફિલ્મ સ્ટાર કિશન આવતા એન.સી.પી ખેમામાં ભારે ઉત્સાહ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં રેલી સહીત સભામાં લોકો હાજર રહ્યા હતા

ઉમરેઠમાં હેમા માલીનીએ ભાજપની સભા સંબોધી


ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારના પ્રાચાર અર્થે નગરના ભગવાન વગા વિસ્તારમાં આજે બપોરી ફિલ્મ સ્ટાર ડ્રીમ ગર્લ હેમા માલીની આવ્યા હતા અને સભા સંબોધતા ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને વિજેયતા બનાવવા ઉપસ્થિત જનમેદનીને આહવાન કર્યું હતું. તેઓએ જનાવ્યું હતુ કે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં ખૂણે ખૂણે વિકાસ કરવામાં આવ્યો છે જેથી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બનાવવા લોકોને અપીલ કરી હતી. હેમા માલીનીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મહીલાઓ વધારે ઉપસ્થીત રહી હતી. સભામાં ભૃગુરાજસિંહ ચૌહાણ, વિષ્ણુભાઈ પટેલ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર – રીતેશ પટેલ)

અવસાન નોંધ / બેસણું – ઉમરેઠ એકડા વીશા ખડાયતા


વિરેનકુમાર મહેન્દ્રભાઈ શાહ (યુ.એસ.એ)નું તા.૩.૧૨.૨૦૧૨ના રોજ દૂઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૧.૧૨.૨૦૧૨ને મંગળવારના રોજ દશાનગર વણિકની વાડી, ઠાસરા મુકામે બપોરે ૩ થી ૪.૩૦ કલાકે રાખેલ છે.

ઉમરેઠ બેઠક ઉપર ક્ષત્રિય મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે


એન.સી.પીના જયંતભાઈ પટેલ અને સુભાષ શેલત ફેશબુક ઉપર સક્રીય
 
ઉમરેઠ બેઠક ઉપર યુવા મતદારોને આકર્ષીત કરવા માટે એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ સહીત અપક્ષ ઉમેદવાર સુભાષ શેલત સક્રીય થયા છે. આ ઉપરાંત બી.જે.પી દ્વારા આઈ.ટી સેલ પણ સક્રીય થઈ યુવા મતદારોને આકર્ષવા મથામન કરી રહ્યો છે. હાલમાં ફેશબુકમાં એન.સી.પીના જયંતભાઈ પટેલના ૭૮૫ , સુભાષ શેલતના ૬૭૯, તેમજ ભાજપ આઈ.ટી સેલ ઉમરેઠના ૧૩૮ ફોલોઅર્સ છે. ખૂબજ ટુંકા ગાળામાં એન.સી.પીના જયંતભાઈ પટેલ ફેશબુક ઉપર સારસા સહીત ઉમરેઠના યુવાનોમાં લોકપ્રિય સાબીત થઈ રહ્યા છે.

વિધાનસભાની ચુંટણીને આડે હવે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકિય પક્ષોના ઉમેદવારો સહીત અપક્ષ ઉમેદવારો પણ પ્રચાર અભિયાનમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, અને કોઈપણ ભોગે પ્રજાને પોતાની તરફ વાળવા પ્રયાસ કરી રહ્યા છે. ઉમરેઠમાં આમતો એન.સી.પી અને બી.જે.પી વચ્ચે સીધી ટક્કર છે. પરંતું ઉમરેઠ બેઠક ઉપર ત્રણ વખત વિધાનસભાની ચુંટની જીતી ચુકેલા માજી આરોગ્યમંત્રી સુભાષભાઈ શેલત પણ અપક્ષ મેદાનમાં આવી ગયા હોવાને કારણે ઉમરેઠ બેઠક ઉપર ચુંટણી જંગ રોમાંચક સાબીત થાય તો નવાઈ નથી.ઉમરેઠ બેઠક ઉપર હાલમાં એન.સી.પી અને કોગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોવાને કારણે કોગ્રેસ માંથી વિધાનસભાની ચુંટણી જીતેલા લાલસિંહ વડોદીયાની ટીકીટ કપાઈ ગઈ હતી જેથી નારાજ થઈ લાલસિંહ વડોદીયા હાલમાં ભાજપમાં જોડાઈ જતા ઉમરેઠ પંથકના ક્ષત્રિય મતદારો કેવો અભિગમ દાખવશે તેની ઉપર એન.સી.પી સહીત ભાજપ અને અપક્ષ ઉમેદવારોની પણ નજર હોય તેમાં નવાઈ નથી.

  • એન.સી.પીના ઉમેદવાર જયંતભાઈ પટેલ (બોસ્કી)ને તમાકુંના ધંધાને કારણે સારસા મત વિસ્તાર સહીત ઉમરેઠ મત વિસ્તારમાં ક્ષત્રિય સમાજના લોકો સાથે ના ધંધાકિય સબંધો કામ લાગશે અને તેઓ ક્ષત્રિય મતમાં મોટું ગાબળું પાડી શકવા સક્ષમ સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે ઉમરેઠ બેઠક ઉપર લગભગ ૪૯ ટકા જેટલા ક્ષત્રિય મતદારો છે. હાલમાં સ્થાનિક ઉમરેઠમાં અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતનું જોર લાગી રહ્યું છે. જેને કારણે સીધું નુકશાન ભાજપના ઉમેદવારને થઈ શકશે. સ્થાનિક ઉમરેઠના લગભગ ૫૧ ટકા જેટલા મત ગત વિધાનસભાની ચુંટણીમાં ભાજપના વિષ્ણુભાઈ પટેલને મળ્યા હતા જ્યારે કોગ્રેસના લાલસિંહ વડોદીયાની જીત થઈ હોવા છતા તેઓને સ્થાનિક ઉમરેઠના માત્ર ૩૯ ટકા જેટલા જ મત મળ્યા હતા જેથી સ્વભાવિક રીતે ઉમરેઠના જે મત સુભાષભાઈ શેલત મેળવશે તેની સીધી ખોટ ભાજપે સહન કરવાનો વારો આવે તેમાં બે મત નથી.ઉમરેઠના સ્થાનિક વોટ મેળવવા માટે હાલમાં જયંતભાઈ પટેલ (બોસ્કી) પણ મેદાનમાં આવી ગયા છે. આ ઉપરાંત તાજેતરમાં જયંતભાઈ પટેલ દ્વારા ઉમરેઠના તમામ વિસ્તારમાં લોક સંપર્ક પણ કરવામાં આવ્યો હતો આ સમયે ઠેર થેર તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું જેથી અપક્ષને વોટ ન આપવો તેવી માનસીકતા ધરાવતા મોટાભાગના બુધ્ધિજીવીઓ જયંતભાઈ પટેલ(બોસ્કી)ને મત આપે તો નવાઈ નહી આ પરિસ્થિતીમાં સ્થાનિક ઉમરેઠના વધુ ને વધુ મત મેળવી બોસ્કી ભાજપના પ્રભુત્વવાળા થામણા,ભાટ્ટપુરા,બેચરી,જાખલા,ફતેપુરા,રાહતલાવ,ખાંખણપુર જેવા ગામનો લીડ સરભર કરી શકે છે પરંતું તે પણ જરૂરી નથી કે ગત સમયે ભાજપ તરફ જોખ રાખનાર ગામડા ચાલુ વર્ષે પણ તેજ અભિગમ સાથે મતદાન કરે.

  • સુભાષ શેલતને કારણે ભાજપના વોટ બગડશે આ ઉપરાંત ઉમરેઠ સહી ભાલેજ સુરેલી ધુળેટા જેવા ગામના મુસ્લીમ મત સુભાષ શેલતને મળે તો તેની સીધી અસર એન.સી.પીના મતને થશે.

હાલમાં ભાજપનું પ્રભુત્વ ધરાવતા બેચરી પટ્ટાના ગામોના વોટ જી.પી.પીના ઉમેદવાર અશ્વિન પટેલ ખેંચી જાય તેવી શક્યતા છે, જેથી આ વિસ્તાર માં પણ જી.પી.પીના ઉમેદવારોને કારણે ભાજપને નુકશાન નથી શકે તેમ છે.બીજી બાજૂ ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર ક્ષત્રિય હોવાને કારણે તેઓ ઉમરેઠ પંથકના ક્ષત્રિય મતો મેળવી પોતાની જીત પાક્કી હોવાનું માની રહ્યા છે. આ ઉપરાંત તેઓ સાથે ઉમરેઠની સ્થાનિક ભાજપની બોડી પણ ખભે ખભા મિલાવી પ્રચાર કરી રહી છે. પરંતુ ઉમરેઠ પંથકના ક્ષત્રિય મત કોગ્રેસની વોટ બેન્ક હોવાનું પણ નિષ્ણાંતો મત પ્રગટ કરી રહ્યા છે. ખાસ કરીને ઉમરેઠ વિધાનસભાના કોગ્રેસી અગ્રણી ગણપતસિંહ ચૌહાણ સહીત લક્ષ્મણસિંહ ચાવડા જેવા ક્ષત્રિય અગ્રણીઓ આ વિસ્તારના ક્ષત્રિયો ઉપર સારી પક્કડ ધરાવે છે. હાલમાં ઉમરેઠ કોગ્રેસમાં શુન્યવકાશ છે જેથી એન.સી.પીને દેખીતી રીતે કોગ્રેસનો જોઈયે તેવો સપોર્ટ ન મળતો હોવાનું દેખાઈ રહ્યું છે જેથી ક્ષત્રિય મતોનું ધ્રુવિકરણ થાય અને તેનો સીધો લાભ ભાજપ લઈ જાય તો એન.સી.પી માટે આ બેઠક કપરા ચઢાન રૂપ સાબિત થાય તેમા બે મત નથી. હાલમાં કોગ્રેસના ગણપતસિંહ ચૌહાણ અને લક્ષ્મણસિંહ ચાવડા નિષ્ક્રીય થઈ ગયા છે. જેથી ક્ષત્રિય સમાજ કયો માર્ગ પકડશે તે એન.સી.પી સહીત ભાજપ માટે યક્ષ પ્રશ્ન છે. કહેવાય છે, ભાજપના ગોવિંદભાઈ પરમાર ક્ષત્રિય ઉમેદવાર હોવાથી ભાજપે તેઓ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે, ત્યારે ક્ષત્રિયો પોતાના પરંપરાગત કોગ્રેસ પક્ષને છોડી ભાજપ તરફી મતદાન કરશે..? કે પછી કોગ્રેસના સહયોગી એન.સી.પી તરફ તેઓનો જોખ રહેશે તેની ઉપર રાજકિય પક્ષોના ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

  • ભાજપના ગોવિંદભાઈ પરમાર પક્ષ પલ્ટું ઈમેજ ધારણ કરતા હોવાથી ક્ષત્રિયો તેઓને પુરેપુરો સપોર્ટ કરે તેવી શંભાવના ઓછી છે, સાથે લાલસિંહ વડોદીયાને કારણે પણ ક્ષત્રિય સમાજ ભાજપને વોટ ન આપે તેવા પણ સમિકરનો રચાય તો નવાઈ નહી.

ઉમરેઠમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રીગણેશ કરાયા – કાલથી એન.સી.પી મેદાનમાં આવશે..!


ગોવિંદભાઈ પરમારચુંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકિય પક્ષો દ્વારા લોક સંપર્ક અને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. રવીવારે ઉમરેઠમાં ભાજપ દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમાર સહીત વિષ્ણુભાઈ પટેલ અને ઉમરેઠ નગરપાલિકાના સભ્યોએ નગરના વિવિધ બજારમાં વહેપારીઓનો સંપર્ક કરી ભાજપને વોટ આપવા માટે અપીલ કરી હતી.

વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ એન.સી.પીના ઉમેદવાર મંગળવારથી ઉમરેઠ પંથકમાં પ્રચાર લોકસંપર્ક કરશે. ઉમરેઠમાં ભાજપ અને એન.સી.પી વચ્ચે કાંટાની ટક્કર છે, ત્યારે સ્થાનિક અને લોકપ્રિય ઉમેદવાર સુભાષભાઈ શેલત બંન્ને રાજકિય પક્ષના ઉમેદવારોને હંફાવવા સક્ષમ છે અને સુભાષભાઈ શેલત આ ચુંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમ પણ રાજકિય નિષ્ણાંતો ચર્ચા કરી રહ્યા છે. બીજી બાજૂ ઉમરેઠના ખોરવાડના ગણપતસિંહ ચૌહાણને કોગ્રેસે મેન્ડેટ ન ફાળવતા તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે તેઓ કોગ્રેસના અપક્ષ ઉમેદવાર સુભાષભાઈ શેલતને સમર્થન કરશે કે કોગ્રેસની સહયોગી પાર્ટી એન.સી.પીને સમર્થન કરશે તે યક્ષ પ્રક્ષ છે ત્યારે ગણપતસિંહ ચૌહાણનું સમર્થન મેળવી ક્ષત્રિય વોટ ઉપર જે પક્ષ પોતાનું પ્રભુત્વ સ્થાપશે તે પક્ષનો વિજય થાય તેમાં બે મત નથી.

ઉમરેઠમાં એન.સી.પીનું કાર્યાલય ખુલશે.


જયંતભાઈ પટેલ(બોસ્કી) રૂબરૂ સવારે ૯ થી ૧૨ મળી શકશે.

જયંતભાઈ પટેલ(બોસ્કી)

જયંતભાઈ પટેલ(બોસ્કી)

ઉમરેઠમાં ભાજપ અને એન.સી.પી દ્વારા સારસા મત વિસ્તારના ઉમેદવારોને ટીકીટ ફાળવવામાં આવતા ઉમરેઠ પંથકના નાગરિકો પોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરવા માટે સારસા સુધી લાંબા થવું પડશે તેવી અટકળો થઈ રહી હતી પરંતુ એન.સી.પીના સારસા મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ઉમરેઠના નાગરિકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે છેક સારસા કે ચિખોદરા સુધી લાંબા નહી થવું પડે ઉમરેઠ ઓડ ચોકડી પાસે મિરા કોમ્પ્લેક્ષ ખાતે એન.સી.પીની કાયમી ધોરણે ઓફિસ કાર્યરત થશે જ્યાં સવારે ૯ થી ૧૨ સુધી જયંતભાઈ પટેલ(બોસ્કી) રૂબરૂ નગરજનોના પ્રશ્નોને વાચા આપવા હાજર રહેશે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, તેઓની ગેરહાજરીમાં પણ ઓફિસ કાર્યરત રહેશે અને ઉપસ્થિત તેઓના પ્રતિઓનિધિ સવારે ૧૨ થી ૫ સુધી લોક પ્રશ્નોનુ નિરાકરણ લાવવા કાર્યરત રહેશે જેથી ઉમરેઠની જનતા નિસંકોચ તેઓનો સંપર્ક કરી નગરના વિકાસમાં સહભાગી બની શકે.