આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2016

ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થી કલા ઉત્સવમાં અગ્રેસર


 

તાજેતરમાં આણંદ ખાતે આણંદ જિલ્લા કલા ઉત્સવ-૨૦૧૬નું આયોજન થયું હતું. જેમાં ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલય સ્કૂલના બે વિદ્યાર્થીઓ વાદન વિભાગમાં જિલ્લા કક્ષાએ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક વિભાગમાં દ્રિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. શાળાના આકાશ અમરીશભાઈ ગુપ્તા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઉ.માધ્યમિક વિભાગમાં દ્રિતિય ક્રમે તેમજ ગૌરવ જીગ્નેશભાઈ અગ્રવાલ માધ્યમિક વિભાગમાં દ્રિતિય ક્રમે વિજેયતા થયા હતા અને શાળા સહીત પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું હતું. તેઓની આ સિધ્ધિ બદલ શાળાના આચાર્ય તેમજ ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે તેઓને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજીએ દિવંગત પુ.શ્રી ઈન્દીરાબેટીજી (પુજ્ય જીજી)ને ભાવાંજલિ અર્પણ કરી.


ganeshdasji_vrajraj.jpg

ઉમરેઠ સંતરાત મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ પુ.શ્રી ઈન્દીરાબેટીજીને ભાવાંજલી અર્પણ કરવા માટે વડોદરા આધ્યાત્મિક સંકુલ વ્રજધામ ખાતે પધાર્યા હતા જ્યા પુ.પા.ગો.૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીને મળ્યા હતા અને પુ.ઈન્દીરાબેટીજી (પુજ્ય જીજી) સાથેના તેઓના સંસ્મરણો વાગોળ્યા હતા. શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ વૈષ્ણવ સંપ્રદાયમાં પુ.જીજી ખુબજ લોક પ્રિ હતા, પુષ્ટીમાર્ગના પ્રચાર પ્રસાર સહીત સેવાકીય પ્રવૃત્તિઓ માટે સૌ કોઈ તેઓને હંમેશા યાદ રાખશે.

ઉમરેઠની શ્રી સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં ઝળક્યા.


તાજેતરમાં ખેલમહાકુંભ-૨૦૧૬ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થી હિતેશ કીરીટભાઈ પરમારએ સુંદર દેખાવ કરી લાંબી કુદમાં દ્રિતિય તેમજ ૨૦૦મી દોડમાં પણ દ્રિતિય નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત મન પિનલ પટેલએ યોગાસનમાં તૃતિય નંબર પ્રાપ્ત કર્યો હતો. બંન્ને વિદ્યાર્થીએ શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું હતુ. તેઓને મળેલ સદર સિધ્ધિ બદલ સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુદન ભગત તેમજ આચાર્યએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલના શ્રેય શાહએ સંગીત વાદનમાં જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.


ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની સંગીત સ્પર્ધા માટે શ્રેય શાહ ભાગ લેશે.

jilla_

સ્વસ્છતા અને સામાજિક સમરસતા કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવની ભવ્ય ઉજવણી વઘાસી ખાતે કરવામાં આવી હતી. સદર કલા ઉત્સવમાં સંગીત વાદન સ્પર્ધામાં ઉમરેઠની સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા શ્રેય જીજ્ઞેશભાઈ શાહ પ્રથમ ક્રમાંકે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેયતા થયા હતા અને પોતાના પરિવાર સહીત શાળાનું ગૌરવ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રેય જીજ્ઞેશ શાહ આ પહેલા તાલુકા કક્ષાની સંગીત વાદન સ્પર્ધામાં વિજેયતા થયા હતા અને હાલમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેયતા થતા તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્ય છે. રાજ્ય કક્ષાની સ્પર્ધા આગામી માસમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ પ્રસંગે શ્રેય શાહએ જણાવ્યું હતુ કે તેઓને પહેલે થી સંગીત વાદનમાં રસ હતો. ઘરમાં માતા-પિતા દ્વારા તેઓના શોખને પ્રોત્સાહન મળે તે માટે તમામ પ્રયત્નો કર્યા તેઓને સેંટ ઝેવિયર્સ સ્કૂલ માંથી નિહીલ મેકવાન તેમજ સંગીત શિક્ષક દિનેશભાઈ વાઘેલાનું માર્ગદર્શન મળ્યું જેના ફળ સ્વરૂપે તેઓ તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ સંગીત વાદનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રેય શાહ જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા કાન્તિલાલ ગોરધનદાસ શાહ અને સુભાષભાઈ ગાંધી પરિવાર  તેમજ સેંટ ઝેવિયર્સ સ્કૂલ પરિવાર ઉમરેઠ મેલોડી ગૃપએ અભિનંદન પાઠવ્યા હતા. અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ તેઓ વિજેયતા બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

મુંબઈથી ચોરેલી કાર સાથે ઉમરેઠમાં બે શખ્સો ઝડપાયા


paresh

ઉમરેઠ પોલીસે આજે ક આઈ ટેન કારનો પીછો પકડીને મુંબઈના બે વાહનચોરને ચોરેલી કાર સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મુંબઈ પોલીસના હવાલે કરવાની કાર્યવાહી હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ પોલીસ હમીદપુરા ચોકડી નજીક ખાનગી વોચમાં હતી ત્યારે વાસદ તરફથી એક આઈ ટેન કાર નંબર એમએચ-૦૪, ડીઆર-૨૫૫૭ની આવી ચઢતા પોલીસે શંકાને આધારે તેને અટકાવવા માટે ઈશારો કર્યો હતો પરંતુ કારના ચાલકે કારને ઉમરેઠ-ઓડ ચોકડી તરફ ભગાડી મુકી હતી. જેથી પોલીસે પીછો પકડીને કારને આંતરી ઝડપી પાડી હતી. કારમાં સવાર બે શખ્સોને પકડીને નામઠામ પૂછતાં તેઓ રાજીવ પ્રવિણચન્દ્ર સુરૂ (રે. જે. પી. રોડ, અંધેરી, વેસ્ટ મુંબઈ)તથા ધર્મેન્દ્ર મહંતસિંગ સીંગ (રે. ગોરેગાંવ, પશ્ચિમ મુંબઈ)ના હોવાનુ ખુલવા પામ્યું હતુ. કારના દસ્તાવેજી પુરાવાઓ માંગતા તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. જેથી પોલીસ મથકે લાવીને કડક પૂછપરછ કરતાં આ કાર ગોડબંદર રોડ નજીક ફાઉન્ટન હોટલ થાના જિલ્લો (મુંબઈ)તી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

અવસાન નોંધ / બેસણું


અવસાન નોંધ / બેસણું

p2

હર્ષદભાઈ મોહનલાલ શાહ (કાંકણપુરવાળા) નું તા.૫.૧૦.૨૦૧૬ને બુધવારના રોજ દુખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૭.૧૦.૨૦૧૬ને સોમવારના રોજ રાખેલ છે.

સ્થળ – નાશિકવાળા હોલ,

ઓડ બજાર – ઉમરેઠ
સમય – સવારે ૯ થી ૧૦.૩૦ કલાકે

કનુભાઈ મોહનલાલ શાહ (કાંકણપુરવાળા) પરિવાર
માળીવાળા ની પોળ , ઉમરેઠ

પૌરવ શાહ – જીગર શાહ

 

ઉમરેઠમાં શ્રી વારાહી માતાજીનો ઐતિહાસિક હવન સંપન્ન.


હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળાદોરાને ગાંઠ મારી શરીરે ધારણ કરવામાં આવે સ્વાસ્થય સુખ મળતું હોવાની માન્યતા.

3.jpg

2.jpgઉમરેઠમાં વારાહી માતાનો હવન આસો સુદ-૯ ને સોમવાર રોજ તા.૧૦.૧૦.૨૦૧૬ને રાત્રે ૧૧.૦૦ કલાકે શ્રી વારાહી માતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે તેમજ ગૌરાંગ કીર્તિકાન્ત ભટ્ટ પરિવારના યજમાન શરૂ થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે શરૂ થયેલ સદર હવનમાં ૧૯ કવચ હોમવામાં આવ્યા હતા. સવારે લગભગ ૫.૩૦ કલાકે છેલ્લુ કવચ હોમાયા બાદ હવનની પૂર્ણાહૂતિ યોજાઈ હતી. હવનના દર્શન કરવા ઉમરેઠના નગરજનો સહીત સમગ્ર ગુજરાત અને દેશમાં વસતા બ્રાહ્મણ પરિવારના ભક્તો વિશેષ ઉમરેઠ પધાર્યા હતા.

1.jpgઅમદાવાદ જમાલપુર ખાડીયા વિસ્તારના ધારાસભ્ય ભુષણ ભટ્ટ, એલીસબ્રીજ મત વિસ્તારના ધારાસભ્ય રાકેશભાઈ શાહ સહીત ઉમરેઠ પાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ હવન ના દર્શન કરવા વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને માતાજીના હવનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હોવાને કારણે હવન ના આયોજકો દ્વારા વિશાળ એલ.ઈ.ડી સ્ક્રીન પર હવન સ્થળ પર લાઈવ ટેલીકાસ્ટ બતાવવામાં આવ્યું હતુ જેથી હવનના દર્શન લોકોએ શાંતિ પૂર્ણ રીતે કર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ થી ઉમરેઠ પોલીસ દ્વારા હવન સ્થળે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ સાથે કાળા દોરાને ગાંઠ મારી પહેરવામાં આવે તો સ્વાસ્થય સુખ પ્રાપ્ત થતુ હોવાની ઉમરેઠ સહીત વિશ્વભરમાં રહેતા બ્રાહ્મણોમાં માન્યતા છે. જેથી હવન દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારવા લોકો હવનનું પૂર્ણાહૂતિ સુધી તમામ ૧૨૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શન કર્યા હતા – મિહીર જોષી, આયોજક

ઉમરેઠમાં પુ.ઈન્દીરાબેટીજી (પુ.જીજી)ની શ્રધ્ધાંજલિ સભા યોજાઈ.


પુ.જીજીને સંગીતમય શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ.

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ઉમરેઠ શાખા દ્વારા આજે પ.પુ.ગો.૧૦૮ શ્રી ઇન્દીરાબેટીજી (પુ.જીજી) ને ભાવાંજલી આપવા ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પુજ્ય જીજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. સંસ્થાના અગ્રણી ભાવેશ શાહએ પુ.ગો.ઈન્દીરાબેટીજીના જીવન ચરિત્રની સવિસ્તાર માહીત આપી હતી અને પુષ્ટીમાર્ગ માટે તેઓના કાર્યની પ્રશંશા કરી હતી. આ પ્રસંગે નડિયાદ ની જીવદયા સંસ્થા દ્વારા શ્રધ્ધાંજલી સંગીત રજૂ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ ને સફળ બનાવવા નિમેષ ઝવેરી, કદમ દોશી, ભાવેશ શાહ, અને દિવ્યેશ દોશીએ જહેમત ઉઠાવી હતી. (ફોટો- વિવેક દોશી)

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા ઉમરેઠ ખાતે પુસ્તકની પરબ કાર્યક્રમ યોજાયો.


unnamed-1

ઉમરેઠ ખાતે શ્રી ગૃપ દ્વારા આયોજીત યશોત્સવ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ આણંદ જિલ્લા પ્રચાર વિભાગ દ્વારા પુસ્તક ની પરબ કાર્યક્રમના ભાગરૂપે બુક  સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે.એન.યુ નું સત્ય , આવરણ, પશ્ચિમીકરણ વગર આધુનિકરણ, વર્તમાન સમયમાં હિન્દુત્વ જેવા યુવાનો માટે પ્રેરણાદાયક સહીત રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા વિવિધ પુસ્તકોનું વેચાણ કરવામાં આવ્યું હતું. ગરબા મહોત્સવમાં પુસ્તક ની સદર પરબ ને યુવાનો દ્વારા બહોળો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. આ સમયે તાલુકા કાર્યવાહક અજયભાઈ દેસાઈ, તાલુકા શારિરીક પ્રમુખ કેતનભાઈ પટેલ, પ્રચાર વિભાગ કાર્યકરતા ભુષણભાઈ શાહ, જલ્પન વ્યાસ, હર્ષ શહેરાવાળા  ઉપસ્થીત રહ્યા હતા. જિલ્લા પ્રચાર પ્રમુખ પ્રદિપભાઈ ઉપાધ્યાય અને પ્રચાર સમિતિના સતીષભાઈએ વિશેષ હાજરી આપી હતી અને મહાઆરતીનો લાહ્વો લીધો હતો. (વિવેક દોશી, ઉમરેઠ)

ઉમરેઠ મેલોડી ગૃપ તથા ખેડા આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવ ઉજવાશે.


ઉમરેઠ મેલોડી ગૃપ તથા ખેડા આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ સિનિયર સીટીઝન ફોરમ દ્વારા આગામી તા.૧૭.૧૦.૨૦૧૬ને સોમવારના રોજ સાંજે ૭ કલાકે ગુરુદત્તાત્રેય મંદિરના પટાંગણમાં ૧૮મો નવરાત્રી મહોત્સવ યોજાશે. આ અંગે મેલોડી ગૃપના ડીરેક્ટર પપ્પુભાઈ શાહ તેમજ સદભાવના પરિવાર ટ્રસ્ટના પ્રમુખ કમલભાઈ વ્યાસ (પેઈન્ટરે) નગરની ગરબાપ્રેમી જનતાને સદર નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. સદર ગરબા મહોત્સવમાં બેસ્ટ ડ્રેસ, અને બેસ્ટ એક્શન ના ઈનામો એનાયત કરવામાં આવશે.