આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2010

ઉમરેઠના વોર્ડ નં-૮ માં પાણીની વિકટ સમસ્યા..!


ખાલી ડોલ

ઉમરેઠ નગરનો સૌથી વધુ સાક્ષર અને ઉચ્ચ મોભાવાળો કહેવાત વોર્ડ નં-૮ હાલમાં જળ વીનાના નળની સમસ્યાથી ઝઝુમી રહ્યો છે. ઉમરેઠના સદર વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી જળ સંકટ હાવી થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સદર વિસ્તારની મહિલાઓ પાણી વીના પોતાની રોજબરોજની દૈનિક ક્રીયાઓ કરવા મજબુર થઈ ગઈ છે ત્યારે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં વ્યસ્ત ઉમરેઠના નગરપતિઓને આ મહિલાનોની પાણીની સમસ્યા દૂર કરવામાં કોઈ પણ જાતનો રસ ન હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે.

 
તાજેતરમાં ઉમરેઠના વોર્ડ નં-૮ ની મહિલાઓ દ્વારા પાલિકામાં બે વખત રૂબરૂ જઈ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ ઉમરેઠના સદર વોર્ડમાં પાણી પુરવઠો આપવામાં કેમ કિન્નાખોરી દાખવવામાં આવે છે તે વોર્ડ નં-૮ ની મહિલાઓ માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. થોડા દિવસ અગાઊ ઉમરેઠના વોર્ડ નં-૮ ના મોચીવાડ વિસ્તારની મહિલાઓ મોરચો લઈ પાલિકા ભવનમાં રજૂઆત કરવા ગઈ હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા ટૂંક સમયમાં પાણી પુરવઠો યથાવત થઈ જશે તેવી હૈયાધારના આપવામાં આવી હતી.
ત્યારે આ વિસ્તારની મહિલાઓ દ્વારા સંયમ જાળવી પાલિકા દ્વારા આપવામાં આવેલ હૈયાધારણા ઉપર વિશ્વાસ રાખ્યો હતો પરંતુ આજે તે વાતને લગભગ ૨૩ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતા પણ ઉમરેઠના વોર્ડ નં-૮ માં પાણીની સમસ્યા જૈસે થે ની સ્થિતીમાં દેખાઈ રહી છે, ત્યારે હાલમાં ઉમરેઠ પાલિકામાં વોર્ડ નં-૮ ની પાટપોળ,ગંગાપોળ રેવાકાકાની પોળ સહિત અન્ય વિસ્તારની મહિલાઓ પણ પાણીના પ્રશ્ને નગર પાલિકામાં ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચી હતી ત્યારે પણ પાલિકા તંત્ર દ્વારા માત્ર હૈયાધારના આપવામાં આવી હતી તો શું પાલિકા તંત્ર માત્ર હૈયા ધારના આપી પોતાની જવાબદારી માંથી છટકી જવા માગે છે…?
..એક તરફ નગરના કેટલાય વોર્ડમાં પાણીની રેલમ છેલ થઈ રહી છે, પ્યાલો પાણી માગરા પાણીના ધોધ વહી રહ્યા છે તો પછી પાલિકા દ્વારા વોર્ડ નં-૮ પ્રત્યે કેમ કિન્નાખોરી ભર્યું વલણ દાખવવામાં આવે છે…? જો કોઈ ટેક્નિકલ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવવામાં તંત્ર દ્વારા કેમ કોઈ નક્કર પગલા ભરવામાં નથી આવતા…? શું ઉમરેઠના વોર્ડ નં-૮ ના રહિશોને કાયમ પાણીની સમસ્યા સહન કરવી પડશે..? કે પાલિકા તંત્ર ખરેખર વોર્ડ નં-૮ માં પાણીની સમસ્યા દૂર કરવામાં સક્રીય રીતે કોઈ અસરકારક પગલા ભરશે તેમ વોર્ડ નં-૮ ના રહિશો વિચારી રહ્યા છે.
વધુમાં વિલંબનાની વાત તો એ છે કે, વોર્ડ નં-૮ની પ્રજએ પાલિકામાં ત્રણ સભ્યોને ચુંટીને મોકલ્યા છે જે હાલમાં સત્તાની ખુરશી ઉપર આરામ કરી રહ્યા છે. ત્યારે સ્વર્ણિમ ગુજરાતના વહિવટ પતે એટલે તરત વોર્ડ નં-૮ માં પાણી પહોંચાડવાનો વહિવટ વોર્ડ નં-૮ ના સભ્યો શરૂ કરે તેવી લાગણી સાથે માગણી વોર્ડ નં-૮ ના રહિશો કરી રહ્યા છે.

વોર્ડ નં-૮ ના રહીશો શું કહે છે…?

– પહેલા ડોહળું પાણી આવતું હતુ , હવે તો તે પણ આવતું બંધ થઈ ગયું છે, રમીલાબેન રહેવાસી વોર્ડ નં-૮

 

– પીવાનું પાણી પૈસા ખર્ચી મંગાવવું પડે છે, શીલાબેન રહેવાસી વોર્ડ નં-૮

– સવારે ૧૦-૧૫ મિનિટ અને સાંજે પણ દશ પંદર મિનિટ જ પાણી આવે છે. શ્વેતાબેન , રહેવાસી,વોર્ડ નં-૮ 

– પાણીનો ફોર્સ પણ ઓછો હોવાને કારણે કપડા-વાસણ કરવા ઘરની બહાર જવું પડે છે, પુષ્પાબેન , રહેવાસી વોર્ડ નં-૮ 

– પાણીની સમસ્યાને કારણે અમાતે ત્યાં વેકેશન કરવા આવેલ ભાણા-ભાણી વહેલા પાછા જતા રહ્યા. રાગીણીબેન રહેવાસી, વોર્ડ નં-૮

ચીફ ઓફિસર શું કહે છે..?

ઉમરેઠના વોર્ડ નં-૮ માં પાણીની સમસ્યા અંગે ચીફ ઓફિસરનો સંપર્ક કરતા જણાવ્યું હતુ કે અઠવાડિયામાં બે વખત પાણીની મોટર બળી ગઈ હતી જેનું રીપેરીંગ કામ કરાવેલ છે અને સાંજ સુધીમાં પાણી પુરવઠ પૂર્વવત થઈ જશે. જ્યારે તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં ઊનાળાનો સમય ચાલતો હોવાને કારણે જળ સ્તર નીચા ગયા હોવાને કારણે પણ પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે.

વોર્ડ નં-૮ના સભ્ય શું કહે છે…?

વોર્ડનં-૮ ના સભ્ય આર.સી.શાહ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, વોર્ડ નં-૮ માં પાણી પૂરવઠો પૂર્વવત કરવા ચીફ ઓફિસરને રજુઆત કરી છે છતા પણ મોટરનો પ્રશ્ન હલ ના થાય ત્યાં સુધી તેઓએ વોર્ડ નં-૮ ના લોકોને જરૂરિયાત મુજબ ટેંકર ધ્વારા પણ પાણી પુરૂ પાડવાની તૈયારી બતાવી હતી.

સ્વર્ણિમ ઉમરેઠ..?


ખુલ્લો પાણીનો વાલ્વ

એક તરફ સ્વર્ણિમ ગુજરાત દિવસની સમગ્ર ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના વિવિધ ગામને નવોઢાની જેમ સજાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઉમરેઠમાં માળખાગત સુવિધ પણ સાચવવામાં તંત્રની બેદરકારી અનેક સવાલો ઉભા કરી રહી છે. ઉમરેઠના વડા બજાર વિસ્તારથી કૃષ્ણ સિનેમા તરફ જવાના રસ્તા ઉપર પાણી સપ્લાયનો વાલ્વ ખુલ્લો હોવાને કારણે કોઈ રાહદારી કે વાહન ચાલક પડી જાય તેની પુરે પુરી સંભાવના છે. સવારના સમયે ત ફ્રુટની લારી વાળા અહિયા દબાણ કરી ઉભા રહે છે, પરંતું રાત્રિના સમયે અહિયાં અકસ્માત સર્જાય તેમાં કોઈ બે મત નથી ત્યારે અકસ્માત સક્રીય થાય તે પહેલા તંત્ર સાબદું બને તે જરૂરી છે.

ઉમરેઠના બિસ્માર રસ્તાને કારણે રાહદારીઓ પરેશાન


– વડાબજાર, ચોકસી બજાર ઓડ બજાર સહિતના રસ્તા ઉબળ-ખાબળ..!

ચોકસી બજાર

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય સમયથી રસ્તાનોની હાલત ખરાબ થઈ જતા નગરના વાહન ચાલકો સાથે રાહદારીઓ પણ પરેશાન થઈ ગયા છે. કેટલાય વિસ્તારના રસ્તાઓની હાલત એટલા હદે ખરાબ થઈ ગઈ છે કે, આ વિસ્તારમાં ફરતા પાવાગઢ ચઢતા હોય તેવો અહેસાસ થાય છે. ત્યારે ખરાબ રસ્તાને કારણે કેટલાય સમયે તો વાહન ચાલકો પડી જવાના કે રાહદારીઓને ઠેક્કર વાગવાના પણ બનાવો બની રહ્યા છ ત્યારે નગરના બિસ્માર રસ્તાને તંદુરસ્ત કરવામાં લાગતા વળગતા તંત્ર દ્વારા સદતર ઉપેક્ષા કરવામાં આવતી હોવાનું નગરજનો જણાવી રહ્યા છે.

 

એક તરફ આવનારી લગ્નની સિઝનને કારણે નગરના બજારોમાં ઘરાકીનો

કોર્ટ રોડ

માહોલ જામવા લાગ્યો છે, ત્યારે નગરમાં ઉમરેઠ સહિત આજુબાજુના ગામડાના લોકોની ચહેલ પહેલ વધવા લાગી છે જેના કારણે નગરના ઓડ બજાર, વડા બજાર અને ચોકસી બજારમાં વધારે અવર જવર થઈ જાય છે અને ટ્રાફિક સમસ્યાનો લોકોને સામનો કરવો પડે છે ઉપરથી બિસ્માર રસ્તાને કારણે પણ આ વિસ્તારમાં લોકોની સમસ્યા વધુ પીડા દાયક પુરવાર થઈ જાય છે.

 

વધુમાં ચર્ચા થઈ રહી છે કે, ઉમરેઠમાં ગત સમયે નગરપાલિકાની ચૂંટણી પહેલા તંત્ર દ્વારા રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા હતા. ત્યારે જે તે સમયે ઉતાવળથી રસ્તા બનાવવામાં આવ્ય હોવાને કારણે હાલમાં રસ્તાની ખરાબ હાલત થઈ ગઈ છે.,અતયંત ખરાબ થઈ ગઈ છે.

દરજીવાડ નાકા

આમ પણ ઉમરેઠમાં પહેલેથી પ્રેથા પડી છે કે પાલિકાની ચુંટણી આવવાને થોડો સમય બાકી હોય ત્યારેજ રસ્તા બનાવવાનું કામ કરાય છે. અને આચાર સહિતા પહેલા રસ્તા બનાવવાનું કામ પૂર્ણ કરી દેવું પડતું હોવાને કારણે રસ્તો બનાવવામાં ઉતાવળ કરવામાં આવે છે અને રસ્તાઓની ગુણવત્તા જળવાતી નથી.

 

રસ્તા બનાવવાનું કામ સવારના સમયે પણ કરવામાં આવે છે જેથી રસ્તો બનતાની સાથે ગણતરીના સમયમાં લોકો તેનો ઉપયોગ શરૂ કરી દેતા હોય છે જેથી તેની ગુણવત્તાને અસર પહોંચે છે અને રસ્તો બન્યા પછી ચોમાસામાં બધી પોલ ખુલી જાય છે ઉમરેઠમાં રસ્તા નવા બને તેના ટૂંકા ગાળા માંજ ખરાબ થઈ જતા હોય છે, ભ્રષ્ટાચાર આચરવા માટે રસ્તાનું કામ તંત્રને ખુબ જ પ્રિય છે. ઉમરેઠ નગરમાં આવેલ ચોકસી બજારમાં રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે જેના કારણે સ્થાનિકો સહિત ખરીદી કરવા આવતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ચોકસી બજારમાં સીધા રસ્તા ઉપર પણ લોકોએ ખાડાથી બચવા સર્પાકારમાં પોતાના વાહનો ચલાવવા પડે છે.

તેવીજ રીતે નગરના વડા બજાર થી કોર્ટ રોડ તરફ જતા રસ્તા અને

વડા બજાર

 
દરજીવાડ તેમજ્ હાલત પણ અત્યંત ખરાબ છે આ રોડ ઉપરથી દિવસમાં નગર પાલિકા સહિત તંત્રના કેટલાય ઉચ્ચ અધિકારીઓ અવર જવર કરે છે પણ કોઈના પેટનું પાણી હાલતું નથી

 

 

 

 

પાલિકાના એક સભ્યએ જણાવ્યું હતુ કે પાલિકા પાસે રસ્તો બનાવવા માટે ની ગ્રાન્ટ છે પણ કયા કારણો થી આ કામ શરૂ થતુ નથી તે સમજાતું નથી .

આ અંગે ચીફ ઓફિસર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રસ્તા બનાવવા માટેની કાર્યવાહિ શરૂ થઈ ગઈ છે અને આગામી દોઢ બે મહિનામાં નગરના રસ્તા બનાવવાનું કામ શરૂ થઈ જશે.

ફુંવારાની જગ્યાએ બીજો વિકલ્પ વિચારના હેઠળ છે.


ઉમરેઠના ત્રણ વિસ્તારમાં ફુંવારા બંધ હાલતમાં છે, જ્યારે લાખ્ખોના ખર્ચે બનાવેલ ફુંવારાની બંધ હાલત જોઈ આ ફુંવારા બનાવવા માટે આર્થિક સહયોગ કરનાર દાતાઓની લાગણી દૂભાય તે સ્વાભાવિક છે.
આ અંગે ઉમરેઠ નગર પાલિકાના ચીફ ઓફિસરનો ટેલિફોનથી સંપર્ક કરી નગરમાં પૂનઃ ફુંવારા ચાલુ કરવામાં આવશે કે નહી તેમ પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતુ કે, “ફુંવારાનો રખરખાવ ખર્ચ પોસાય તેમ નથી ફુંવારાને કારણે આર્થિક બોજો પડે છે પાણી અને વીજળીનો પણ વ્યય થાય છે ઉપરથી વીજબીલ પણ વધારે આવે છે. જેથી ફુંવારા પૂનઃ શરૂ કરવાનો પાલિકાનો કોઈ વિચાર નથી.
..ખેર હવે ફુંવારા ચાલુ નહી થાય પાંચ થી છ લાખના ત્રણ ફુંવારા હશે જ આને કહેવાય રૂપિયાનું પાણી…!

ઉમરેઠમાં લોકભાગીદારીથી બનાવેલા ફુંવારા નામશેષ – દાતાઓના પૈસા માથે પડ્યા..!


ઉમરેઠ નગરમાં વહિવટદારના સમયમાં નગરને શુશોભીત કરવાના હેતુથી લાખ્ખોના ખર્ચે નગરના ભગવાન વગા , વડા બજાર તેમજ ઓડ બજાર વિસ્તારમાં ફુંવારા મુકવામાં આવ્યા હતા. વડા બજાર વિસ્તારમાં તો ફુંવારા સાથે લાઈટીંગ ટ્રી પણ મુકવામાં આવ્યા હતા જેનું વાજતે ગાજતે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ પણ વહિવટદારના કાર્યકાળનો અંત આવતા ની સાથે જ ઉમરેઠના આ ફુંવાર અને લાઈટીંગ ટ્રી ની રોનકનો પણ અંત આવી ગયો હતો જે આજ દીન સુધી પૂર્વવત ન થતા નગરજનો પાલિકા તંત્રની કાર્યક્ષમતા ઉપર સવાલ કરી રહ્યા છે.
ઉમરેઠમાં વડાબજાર વિસ્તારમાં એક ખાનગી કંપણીના સહયોગથી પાલિકા દ્વારા વહિવટદારના સમયમાં ફુંવારો મુકવામાં આવ્યો હતો આજે આ ફુંવારાની હાલત દયનીય બની ગઈ છે. આ વિસ્તાનના કેટલાક દૂકાનદારોની વાત ધ્યાનમાં લઈએતો ફુંવારાના કેટલાક ભાગ અસામાજિક તત્વો ચોરી કરી ગયા છે હાલમાં આ ફુંવારાની હાલત અત્યંત બિસ્માર છે. આ ફુંવારાની આસપાસના દૂકાન ધારકો પોતાની દૂકાનનો કચરો પણ આ ફુંવારામાં નાખતા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં ઊનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે લોકો મોટી સંખ્યામાં રાત્રીના સમયે બસ સ્ટેશન વિસ્તારમાં ફરવા આવે છે જેથી આ વિસ્તારનો ફુંવારો સત્વરે ચાલુ કરવામાં આવે તેમ લોક માંગ પ્રવર્તમાન બની છે.
વધુમાં ભગવાન વગા વિસ્તારમાં સુંદર કલાત્મક નળ આકારનો ફુંવારો મુકવામાં આવ્યો હતો અમદાવાદ લો ગાર્ડન નજીક મુકેલ નળના ફુંવારા જેવો આબેહૂ ફુંવારો આ વિસ્તારમાં વહિવટદારના સમયમાં મુકવામાં આવ્યો હતો આ સમયે આ ફુવારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભગવાન વગા વિસ્તારમાં આવતા હતા. આ ફુંવારો જે તે સમયે નગરમાં કૂતુહલનો વિષય બની ગયો હતો.ખૂણે ખાચરે ચર્ચાતી વાતો ધ્યાનમાં લઈએ તો આ ફુંવારો હાલમાં ઉમરેઠ પાલિકાના ભંગાર કક્ષની શોભા બની ગયો છે.
વધુમાં ઉમરેઠના સ્થાનીક વહેપારીના સહયોગથી ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર પાસે પણ રંગીન ફુંવારા મુકવામાં આવ્યા હતા જેની વહિવટદારના સમય બાદ જે તે સત્તાધીશ પક્ષ દ્વારા યોગ્ય દેખરેખ ન થતા આ ફુંવારા આજે બિસ્માર હાલતમાં આવી ગયા છે. ત્યારે ફુંવારા માટે દાન આપનાર દાતાઓની લાગની દૂભાતી હોય તેમાં કોઈ બે મત નથી જો નગરના દાતાઓના સહયોગથી ઉભી કરવામાં આવેલ નગરની શોભાની આજ રીતે અવગણના કરવામાં આવશે તો આવનારા દિવસોમાં કોઈ વહેપારી લોકભાગીદારીના કાર્યોમાં સહકાર નહી આપે તેવી પણ અંદરખાને નગરમાં લોક ચર્ચા થઈ રહી છે.

ઉમરેઠ તાલુકા પંચાયતના નવા મકાનનું કામ પુરજોશમાં..!


તાલુકા પંચાપત કચેરી- ઉમરેઠ

ઉમરેઠ નગરના વારાહિદરવાજા વિસ્તારમાં આવેલ તાલુકા પંચાયત કચેરી સરકારી શાળામાં ચાલતી હતી જેના કારણે તાલુકા પંચાયત કચેરીના હોદ્દેદારો  કર્મચારીઓ સહિત પોતાના કામ માટે કચેરીમાં આવતા લોકોને અગવળ પડતી હતી સાથે સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેના કારણે તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણને તાલુકા પંચાયર કચેરી બનાવવા માટે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિતના ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે ઉમરેઠ મામલતદાર કચેરી પાસે તાલુકા પંચાયત કચેરી બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ જે ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ જાય તેમ દેખાઈ આવે છે. તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી પાસે પાસે આવી જતા હવે, સરકારી કામ કાજ માટે લોકોને અગવળતા ઓછી રહેશે.

વધુમાં આ અંગે તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણાએ જણાવ્યું હતુ કે, નવી તાલુકા પંચાયત કચેરીના નિર્માણ પછી કચેરીમાં તમામ વિભાગો જૂદા જૂદા થઈ જશે જેના કારણે જેતે ખાતામાં પોતાના કામ અર્થે આવતા લોકોને સગવળતા મળશે , આઈ.ડી.એમ.સી યોજના, બાળ વિકાસ યોજના , ટી.ડી.ઓ ને લગતાકામ , એન્જીનીયરને લગતા કામ તેમજ આગણવાડી જેવા વિભાગો અલગ રહેશે જેથી જે તે વિભાગમાં પોતાના કામ લઈને આવતા પ્રજાજનો તેમજ સરપંચોને વધુ સરળતા રહેશે જ્યારે પોતાના કામ માટે આવેલ લોકો માટે બેઠક વ્યવસ્થા અને સંડાસ-બાથરૂમની પણ તાલુકા કચેરીમાં વ્યવસ્થા કરવામાં આવશે તેમજ પ્રમુખ ઉપ-પ્રમુખની પણ અલગ કેબીન બનાવવામાં આવશે જ્યારે આવનારી ૨૦ થી ૨૫ તારીખ સુધી આ તાલુકા પંચાયત કચેરીનું કામ પૂર્ણ કરવાનો અને લોકાર્પણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અથવાતો જૂન મહિનામાં આ તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે.

રવીવાર


આ રવીવાર  સરસ રહ્યો કારણ કે, રવીવાર હોવા છતા લાઈટો બંધ ન રહી કદાચ હવે રવીવારના બદલે સોમવારે લાઈટો બંધ રહેવાની છે તેવી બિન સત્તાવાર માહીતી મળી છે. ઉમરેઠ ના  વહેપારી મહાજન દ્વારા એમ.જી.વી.સી.એલ ની કચેરીમાં ગત અઠવાડિયે આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ કદાચ તેની અસર છે.
 
લાઈટો બંધ ન થઈ એટલે સ્વાભાવિક રીતે સવાર ૧૦ વાગે પડી બસ થોડીવારમાં રેડ્ડી થઈ મિત્રો સાથે ગાંઠિયા ને ચટણી આરોગ્યા ગપ્પા સપ્પા મારી ઉમરેઠમાં આમ તેમ રખડી ૧૨.૩૦ ઘરે ભોજન કર્યું ને પથારી ભેગા થયા.

દર્શન

 આ રવીવારે સાંજે ૬ વાગ્યાની જગ્યાએ ૩ વાગે ઉત્થાપણ થઈ ગયા અધિકમાસને કારણે એક સબંધીને ત્યાં પાઠ હતા ત્યાં દર્શન કરવા જવાનું હતુ, દર્શન કરી થોડૂં સાઈબર કેફેમાં સર્ફીંગ કર્યું જ્યાં ભ્રાતા ટીકુ પાસેથી નેટ બેંકીંગના પાઠ ભણ્યો  જે હવે આવનારા સમયમાં ખૂબજ કામ લાગશે.

 

સાંજે ફરી બસ સ્ટેશન ચા ની કીટલી ઉપર મિત્રો સાથે ચા ની ચુસ્કીને થોડી ગપસપ કરી , આજે સોમવાર છે  સવારે ઘરેથી ઓફિસ જવા નિકળ્યો ત્યારે ઘર બાજૂ લાઈટો બંધ થ ગઈ હતી પણ ગુડ ન્યુઝ એ છે કે ઓફિસમાં લાઈટો ચાલુ છે, અને હા બીજા ગુડ ન્યુઝ તે છે કે લંચ માટે ઘરે ગયો ત્યારે લાઈટો આવી પણ ગઈ હતી.

રવીવારે સાંજે ઉમરેઠ પ્રેમી મુંકુંદભાઈ નાસિકવાળા સાથે ફોન ઉપર વાત કરી , ઉમરેઠ માટે કાંઈ કરી છુટવાની ભાવના કાબીલે દાદ છે, પરંતુ ઉમરેઠના વિકાસ માટે એક નહિ અનેક મુંકુંદભાઈની જરૂર છે, અને તેમાં પણ નગરના વિકાસના રસ્તા ઉપર રોડા નાખનારાની ભરમાર ઉમરેઠમાં છે.

ચટણીપુરી

રાત્રે ફોઈને ત્યાં ફુવાના હાથની ચટણીપુરી અને ભેળ ખાવાનો પોગ્રામ હતો પેટભરીને ચટણીપૂરી અને ભેળ ઝાપટી ને પંચવટી બરફનો ગોળો ખાઈ મોટો ઓળકાર મારી ઘરે પહોંચ્યા ને કહેવાની જરૂર નથી પછી થોડી જ વારમાં સોમવારની રાહ જોતા પથારી ભેંગા થઈ ન્યુઝ પેપર ઉપર નજર કરી લીધી. એકંદરે રવીવાર ખુબ સરસ રહ્યો.

ઉમરેઠમાં શ્રી પુરુષોત્તમનામસહસ્ત્રમ્ પુસ્તક તેમજ સી.ડીનું વિમોચન કરાયું.


વિમોચન

ઉમરેઠની દશા ખડાયતા વાડી ખાતે શ્રી પુરુષોત્તમનામસહસ્ત્રમ્  પુસ્તક તેમજ સી.ડીનું વિમોચન જ્ઞાતિના અગ્રણી અતુલભાઈ શાહ, અમદાવાદના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ સમયે જ્ઞાતિના પ્રમુખ ન.કે.પરીખ (મુંબઈ) સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ખાસ ઉલ્લ્લેખનીય છે કે, શ્રી પુરુષોત્તમનામસહસ્ત્રમ્  પાઠની સી.ડી કિશનગઢ પાર્લાના ગો.સ્વામિ પૂ.શ્યામમનોહરજીના કંઠે તૈયાર કરવામાં આવી છે.

 

આ સમયે જ્ઞાતિના પ્રમુખ ન.કે.પરીખ દ્વારા ઉપસ્થિત વૈષ્ણવોને શ્રી પુરુષોત્તમનામસહસ્ત્રમ્  પાઠના હાર્દની વિગતવાર સમજ આપવામાં આવી હતી. જ્યારે ઉમરેઠની ગલાગોઠડીયા ની પોળમાં ચાલતા મહિલા ભજન મંળડની બહેનો ને પણ શ્રી પુરુષોત્તમનામસહસ્ત્રમ્  પુસ્તક અને સી.ડીનું વિનામુલ્યે વિતરણ ન.કે.પરિખ દ્વારા કરવામાં આવ્યું હતુ, આ સમયે તેઓએ જણાવ્યું હતુ કે આવનારા નજીકના દિવસોમાં દશા ખડાયતા જ્ઞાતિજનોને અન્ય ત્રણ ધાર્મિક સી.ડીનું પણ વિતરણ કરવામાં આવશે.

ઉમરેઠ પંથકના ખેડૂતોને તમાકુના ધાર્યા ભાવ ન મળતા ખેડૂતોમાં ચિંતાની લાગણી


તમાકુ

ચરોતરનો ઉંબરો કહેવાતા ઉમરેઠ પંથકમાં ખેડૂતોને તમાકુના ધાર્યા ભાવ ન મળતા જગતના તાત કહેવાવા ધરતીપૂત્રોમાં ચિંતાની લાગણી દેખાઈ રહી છે જેની અસર અન્ય વહેપાર ધંધા પર પણ પડશે તેમ નગરનો વહેપારી વર્ગ જણાવી રહ્યો છે.

વધુમાં ઉમરેઠ પંથકના કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષે તમાકુનો સારો કહેવાતો ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીનો ભાવ મળ્યો હતો જેના કારણે ચાલુ વર્ષે બધા ખેડૂતોએ હોંશે હોંશે તમાકુનો પાક પકવ્યો હતો જ્યારે ચાલુ વર્ષે હજુ વહેપારીઓ દ્વારા મન મુકીને ખરીદી ન કરવામાં આવતા મોટા ભાગના ખેડૂતોનો તમાકુનો પાક પોતાના ઘર કે ખરીમાં પડ્યો છે. જ્યારે બધા વહેપારીઓ સંપીને તમાકુનો ભાવ ન આપતા હોવાનું પણ કેટલાય ખેડૂતો ફરિયાદ કરી રહ્યા છે.

આ અંગે તમાકુના વહેપારીઓ એપોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે તેઓને પણ આગળ તમાકુ ખરીદનારા ને કયો ભાવ પોસાસે અને તેઓની માંગ કેવી રહેશે તેવા અનેક પાસા વિચારવા પડે છે જ્યારે વહેપારીઓ ધ્વારા ખેડૂતો પાસેથી  તમાકુ રોકડેથી કે હપ્તે થી ખરીદ કરે છે ખેડૂત પાસેથી તમાકુ રોકડેથી ખરીદવામાં આવે તો વહેપારીએ તમામ રકમ ખેડૂતને આપવી પડે છે અને હપ્તેથી ખરીદવામાં આવે તો તમામ રકમના ચેક ખેડૂતને વહેપારીએ આપવા પડે છે જે ખેડૂત પોતાની જરૂરિયાત મુજબ બજારમાં શરાફ પાસે ડીસ્કાઊન્ટથી વટાવી લેતા હોય છે.

જ્યારે બીજી બાજુ તમાકૂના વહેપારીઓને રાજ્ય બહારના મોટા વહેપારીઓને ઉધાર થી તમાકુ મોટા ભાગે આપવાની રહે છે અને તેઓને રીસ્કનું પ્રમાણ પણ વધી જાય છે જ્યારે રાજ્ય બહારના વહેપારીઓ પૈસા આપવામાં આનાકાની કરે કે બે બોલા થાય તો તમાકૂના વહેપારીની આર્થિક પરિસ્થિતી પાતળી થઈ જવાના પણ એંધાન વર્તાય છે. ત્યારે આવી પરિસ્થીતીમાં વહેપારીઓ સંપીને તમાકૂનો ભાવ ન આપતા હોવાની વાતને તમાકૂના વહેપારીઓ પાયા વિહોણા કહી રહ્યા છે.

જ્યારે ઉમરેઠ પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે કે તમાકુના વહેપારીઓ મિટીંગો કરી તમાકુ નીચામાં નીચા ભાવે ખરીદી કરી તગડો નફો કમાવવાની પેરવીમાં છે પરંતુ તાજેતરમાં ઉમરેઠ પંથકમાં જૂદા જૂદા ગામમાં ખેડૂતોની સભાઓ મળી હતી અને તેમાં ખેડૂતોએ સર્વ સંમત્તિથી તમાકુ પોતાને ખોટ ન જાય તેવા ભાવે જ વહેપારીઓને આપવા એક મત કર્યો હતો.

તમાકુના ભાવને લઈ વહેપારીઓ અને ખેડૂતોના તર્કને જોતા તમાકૂના ભાવને લઈ ચરોતર પંથકમાં ભારે અસમંજસની પરિસ્થીતી પેદા થઈ છે ત્યારે સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરી ખેડૂતો અને વહેપારીઓના હિતને ધ્યાનમાં રાખી તમાકુના તળીયાના ભાવ રાખવાની જરૂર છે તેમ કેટલાક નિષ્ણાંતો મત વ્યક્ત કરી રહ્યા છે.

..ખેર તમાકૂના ભાવને લઈ ખેડૂતો અને તમાકુના વહેપારીઓ વચ્ચે જે પણ રંધાઈ રહ્યું હોય પણ કેટલાય ખેડૂતો પોતાના આર્થિક પાસા અવળા ન પડે તે હેતુ થી પોતાની તમાકુ જે તે ભાવે વેંચવા લાગ્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે કે, તમાકુના પાક પર નભતા ચરોતરના ઉંબરા તેવા ઉમરેઠ પંથકના ખેડૂતોને તમાકુનો યોગ્ય ભાવ નહિ મળે તો ઉમરેઠ પંથકના અન્ય વહેપાર ધંધા ઉપર પણ તેની પરોક્ષ અસર થશે અને ખેડૂતોની ખરીદ શક્તિ ઘટશે.

– ગત વર્ષે ૧૦૦૦ થી ૧૫૦૦ ભાવ હતો જે ચાલુ વર્ષે ૫૦૦ થી ૮૦૦ સુધી છે.

ઉમરેઠમાં બાગ-બગીચાની દશા સુધારવા સામાજિક સંસ્થાઓએ આગળ આવવાની જરૂર


 ઉમરેઠમાં ત્રણ બાગ બગીચા ઉજ્જળ હાલતમાં છે.

ઉમરેઠ નગરમાં વર્ષો પહેલા દાતાઓના સહકારથી બાગ બગીચાઓનું નિર્માણ થયું હતુ જેની હાલત અત્યારે ખંડેરમાં ફેરવાઈ જતા નગરજન આ બાગ બગીચાને ફરી લીલાછમ બનાવવા માટેની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તંત્ર દ્વારા આ બાગ બગીચાના રખરખાવમાં સદંતર ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે લોકભાગીદારીથી કે કોઈ ક્લબ કે સામાજિક સંસ્થાના સહાયથી આ બાગ ગગીચાની દશા સુધારવા આવે તેમ લોકમત પ્રવર્તમાન બન્યો છે.

ઉમરેઠના ઓડ બજારમાં પહેલાના સમયમાં શ્રીજીબાગ હતો જ્યાં સુંદર ફુંવારો પણ મુકવામાં આવ્યો હતો પરંતું જે તે સમયમાં પાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે આ બાગ ઉજ્જળ બની ગયો હતો અને અસામાજિક પ્રવૃત્તિનો અડ્ડો બની ગયો હતો. જ્યારે સમય જતા પાલિકા તંત્ર દ્વારા આ શ્રીજીબાગની જગ્યામાં શોપીંગ સેન્ટર ઉભુ કરી રોકડી કરી દેવામાં આવી હતી.

ઉમરેઠમાં આવેલ કૃષ્ણ સિનેમા સામે પણ પહેલાના સમયમાં એક બાગ હતો જેની હાલત પણ હાલમાં ઉજ્જળ અને વેરાન બની ગઈ છે હાલમાં આ કહેવાતા ઉજ્જળ બાગમાં સવાર થી સાંજ અસામાજિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે તેમજ મોબાઈલ કંપણીને ટાવર ઉભુ કરવાની મંજૂરી આપી લાગતા વળગરા તંત્ર દ્વારા રોકડી પણ કરી દેવામાં આવી છે જ્યારે કહેવાય છે આ બાગની વિવાદાસ્પદ જમીન હોવાને કારણે તેનો વિકાસ નથી થતો.

જ્યારે ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર આવેલ વૈકુંઠધામ ખાતે પણ નગરપાલિકા સંચાલિત એક બાગ છે જેની હાલત પણ વેરાન બની ગઈ છે અહી કોઈક વાર પાલિકાના માણસો આવી સાફ સફાઈ કરે છે પણ જે અપૂરતી છે જેના કારણે ગણતરીના સમયમાં જ આ બાગ ઉજ્જળ થઈ જાય તેમાં કોઈ બે મત નથી.

ત્યારે નગરમાં નવા બાગ બગીચા બનાવવાની જગ્યાએ હાલમાં જે બાગ બગીચા ઉજ્જળ હાલતમાં છે તેનો જીર્ણોધ્ધાર કરવામાં માટૅ નગરની કોઈ સામાજિક સંસ્થા કે કલબ આગળ આવી આ ઉજ્જળ બાગ બગીચાને  દત્તક લઈ તેનો  લોકભાગીદારીથી વિકાસ કરે તેમ નગરજનો લાગણી વ્યકત કરી રહ્યા છે.

open ’til we close


open 'til weclose

આઈ.પી.એલ , ઉમરેઠમાં….


આઈ.પી.એલ મેચો અંતના આરે છે, ત્યારે નેટ ઉપર વિવિધ ગામના લોકો પોતાના ગામના વિસ્તારોની ટીમ બનાવી રહ્યા છે. હાલમાં નેટ ઉપર વડોદરાના વિવિધ વિસ્તારોની ટીમોનો એક ઈ-મેલ મળ્યો હતો જ્યારે અમારા ઉમરેઠમાં પણ આઈ.પી.એલ આવે તો ટીમોના નામ કેવા હોય તેવી કલ્પણા કોઈએ (મેં નહી હો) કરી છે.

If IPL come to UMRETH (UPL)teams will b

1. ‘KACHIYAWAD’ kNIGHTRIDERS{KKR)

2.ROYAL CHALLANGERS ‘BARELIPOLE’ {RCB)

3.’DALALPOLE’ CHARGERS{DC}

4.’CHOKSIBAZAR’ SUPER KINGS{CSK}

5.’DEVSHERI DAREDEVILS'{DD}

6.’MANDIRVARI POLE’ INDIANS{MI}

7.KINGS X1 “PANCHVATI”{KXIP}

8.’RAJNINAGAR’ ROYAL{R.R}….

9.PAT STREET , PANTHERS {P.P}

ALL MATCHES WILL BE PLAYED IN S.N.D.T…STDIYAM .
TICKET BOOKING IS OPEN.

તો કહો તમારી ટીમ કઈ છે…?

ઉમરેઠમાં બિસ્માર વાવ..! – ૧


ઉમરેઠમાં આવેલ ભદ્રકાળી માતાના મંદિરની વાવ મિનળદેવીએ બંધાવી હોવાનું માનવામાં આવે છે. પહેલાના સમયમાં ઉમરેઠ ચરોતર વિસ્તારમાં સમૃધ્ધ નગર કહેવાતું હતુ કેટલીય જગ્યાએ ઉમરેઠને સોનાની પાંખ તરીકે પણ ચીતરવામાં આવેલ છે. પરંતુ ઉમરેઠમાં આવેલ હેરીટેજ વ્યાખ્યામાં બંધ બેસતી વાવ, તળાવની કમાણો વિગેરેનું જતન કરવાનો જે તે ખાતા પાસે સમય નથી જો આ વાવનું માત્ર રંગરોગાન કરવામાં આવે તો પણ જોવાલાયક સ્થળ તરીકે તેનો વિકાસ થઈ શકે તેમ છે.

તાજેતરમાં જ હેરીટેજ દિવસની ઉજવણી કરવામાં આવી પરંતુ સરકાર આવા દિવસોની ઉજવણી માત્ર કાગળ પર કરતું હોય છે, જ્યારે કેટલીક સંસ્થાઓ આવા દિવસે કોઈ સ્મારક કે હવેલીમાં એકઠા થઈ જે તે દિવસે જે તે ઈમારતો સ્મારકોને યાદ કરતી હોય છે.
ઉમરેઠ ભદ્રકાળી વાવની બિસ્માર હાલત અંગે વધુ વાંચવા માટે   અહિયા ક્લિક કરો.
નોંધ- ઉમરેઠના ઈતિહાસમાં આ વાવ મિનળદેવીએ બંધાવી હતી તેમ જણાવવામાં આવ્યું છે તેમજ કેટલાક ગ્રંથોમાં આ વાવ વણઝારા લોકોએ બાંધી હતી તેમ પણ ઉલ્લેખ છે તેમ કેટલાક લોકો માની રહ્યા છે.

બ્લોગ વાણી


– બ્લોગમાં પોસ્ટ કરવાનો કોઈ ખર્ચ નથી થતો , કદાચ એટલેજ કેટલીક પોસ્ટોનો કોઈ અર્થ નથી હોતો.
– કેટલાક લોકોના બ્લોગને હીટ મળે છે, પણ કોમેન્ટ નથી મળતી કદાચ કોપી પેસ્ટ વાળા લખાણમાં કોઈ કોમેન્ટ નથી કરતું
– કેટલાક લોકો બ્લોગમાં લખી લખી થાકી જાય છે , પણ કોમેન્ટ ન મળે ત્યારે બ્લોગમાં પોતાના બ્લોગને મળેલ હીટ જણાવે છે અને કહે છે, હવે તો તમારા પ્રતિભાવો જણાવો..!
– કેટલાક લોકોના બ્લોગને કોમેન્ટ ન મળે ત્યારે રગવાયા બગવાયા થઈ જાય છે, અને જેમ તેમ કરી કોમેન્ટ મેળવવાના રસ્તા શોધતા થઈ જાય છે.
– કેટલાક બ્લોગર્સ માટે કોમેન્ટ વ્યસન થઈ ગયું છે, અને જેમતેમ કરીને કોમેન્ટ કેવી રીતે મેળવવી તેના રાગ રસ્તા કરતા હોય છે.
– કોમેન્ટનું વ્યસન પૂરુ કરવા માટે ટાઈમ વેસ્ટ કર્યા વગર આવા બ્લોગર્સ કોપી-પેસ્ટના રવાષે ચઢે છે.
– …છતા પણ પોતાના બ્લોગ ઉપર કોમેન્ટ ન મળે એટલે પ્રસિધ્ધ બ્લોગરોને છંછેડે છે અને સસ્તી પ્રસિધ્ધી મેળવે છે.
– અને છેલ્લે આવું કરવાથી તેમને કોમેન્ટ પણ મળે છે અને તેમનો બ્લોગ ટોપ બ્લોગ અને તેમની પોસ્ટ ટોપ પોસ્ટમાં આવી જાય છે.

રવીવાર લાઈટો બંધ…!


રાબેતા મુજબ ગઈકાલે પણ અમારા ઉમરેઠ ગામમાં સવારે ૮ થી ૨ લાઈટો બંધ રહી હતી છેલ્લા કેટલાક મહિનાથી દર રવીવારે પાંચ થી છ કલાક સુધી લાઈટો બંધ રહે છે. દૂકાનદારોને ઘરાકી બગડે છે, સાથે સાથે લોકોના પ્રસંગો પણ બગડે છે, અને મારા જેવાનો રવીવાર બગડે છે. ખેર હું તો સવારે મિત્ર સાથે ડાકોર દર્શન કરી આવ્યો પણ નગરના કેટલાક વહેપારીઓનો ગુસ્સો હદ વટાવી ગયો નગરના કેટલાક વહેપારીઓ સીધા આવેદન પત્ર આપવા નગરની વીજકચેરી માં ઉપડી ગયા. ત્યાં વીજ કચેરીના સંચાલકે શું કહ્યું જાણવા અહિયા ક્લીક કરો.

સંપૂર્ણ ગુજરાતી, ભાષામાં ભેળસેળ


ચાલક મંડળ

ભાષામાં ભેળસેળ

આજે સવારે બ્લોગ ખોલ્યો ત્યારે કેટલાક ફેરફાર જોયા જેમાં Dashbord ની જગ્યાએ ચાલક મંડળ દેખાયું તેમજ New Post ની જગ્યાએ નવી ટપાલ અને About Blog  ની જગ્યાએ બ્લોગ વીશે લખેલુ દેખાયું લાગે છે હવે વર્ડપ્રેસ ગુજરાતીઓ માટે સંપૂર્ણ રીતે ગુજરાતીમાં આવતુ લાગે છે.
ગુજરાતીમાં સંચાલક મંડળ જોઈ બ્લોગના મુખ્ય પેજની વિઝીટ કરી ત્યારે ભાષાની ભેળસેળ જોવા મળી જ્યાં સંગ્રહીત લેખોમાં કેટલાક મહિનાઓના નામ અંગ્રેજી અને કેટલાક મહિનાઓના નામ ગુજરાતીમાં દેખાયા લાગે છે વર્ડપ્રેસમાં રીપેરીંગ (મરામ્મત)નું કામ થઈ રહ્યું છે.

પાણી વગરની પાણીની પરબ…!


અમારા ઉમરેઠ નગરનું રેલ્વે સ્ટેશન અનોખું છે,રેલ્વે સ્ટેશન તો છે પણ રેલ ગાડી દિવસમાં માંડ બે ત્રણ વખત આવે છે.  તેવીજ રીતે રેલ્વે સ્ટેશન તો છે પણ પાણી ભાગ્યેજ જોવા મળે છે. રેલ્વે સ્ટેશનની પાણીની પરબ ના નળ જળ વગર કોરા ધાક્કોર જ રહેતા હોય છે. એક વાક્યમાં કહિયે તો અમારું ઉમરેઠનું રેલ્વે સ્ટેશન માળખાગત સુવિધા પણ ધરાવતું નથી..!

રવીવાર


… અરે આ રવીવારે અમારા ઉમરેઠમાં લાઈટો બંધ નથી રહી એકંદરે આજે રવીવાર સારો છે. સવારે ઓફિસમાં અચાનક જવાનું થયું પછી મિત્ર સાથે ડાકોર રાજા જણછોડજીના દર્શન કરવા ગયો મેડા ઉપરના ખમણ ખાધા ફરી ઓફિસમાં અને ઓફિસનું કામ પતે એટલે સીધો પથારી ભેગો સાંજે છ વાગે ઉઠીસ ને પછી પાછી અમારી ટપુ સેના જોડે ગપ્પા સપ્પા અડધી ચા તો જોડે ખરી જ.

બે ચહેરા અને છ આંગળીઓ ધરાવતું બાળક…!


ઉમરેઠની સંતરામ હોસ્પિટલમાં એક મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો. બાળકને બે મોઢા અને પગમાં છ આંગળીઓ હતી. બાળકને બચાવવા માટે ર્ડોક્ટરની ટીમ મહેનત કરી રહી છે. (સરદાર ગુર્જરી માં વાંચવા અહિયા ક્લિક કરો)

ઉમરેઠમાં છેલ્લા બે દિવસથી ગંદા પાણીના પુરવઠાને કારણે ગૃહિણીઓ પરેશાન


પીવાના પાણીની સમસ્યા, નાહ્વા ધોવામાં પણ ઉપયોગમાં આ ગંદુ પાણી લઈ શકાય તેમ નથી…!

ગંદુ પાણી..

ઉમરેઠમાં છેલ્લા બે દિવસથી પાલિકામાંથી આવતુ પાણી ખુબજ ગંદુ આવી રહ્યાનું નગરની ગૃહિણી જણાવી રહી છે, ત્યારે આ પાણી એટલી હદે ગંદુ છે કે પીવાની વાતતો દુર આ પાણી નાહ્વા ધોવા પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.

 

એક તરફ થોડા મહિનાઓ પહેલા નગરમાં તમામ જગ્યાએ સારું અને સ્વચ્છ પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા પ્લાન્ટ નાખવાની વાતો કરવામાં આવી હતી જે પોકળ પુરવાર થયા બાદ બે દિવસથી પાલિકા દ્વારા પુરુ પાડવામાં આવતુ પાણી ડોહળું અને ગંદુ આવતું હોવાને કારને લોકો તરેહ તરેહ ની ચર્ચાઓ કરી રહ્યા છે.

વધુમાં પહેલીથી ઉમરેઠમાં વધારે પડતા ટી.ડી.એસ વાળું પાણી આવે છે જે લોકોની સ્વાસ્થય માટે હાનિકારક જ છે ત્યારે ટી.ડી.એસ વાળું પાણી હવે ડોહળું આવતા નગરમાં રોગચાળાને આમંત્રણ પાઠવવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પાણીના સપ્લાઈની લાઈન અને ગટરની લાઈન ભેગી થઈ ગઈ હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. ત્યારે નગરમાં કોઈ ચોક્કસ વિસ્તાર નથી મોટાભાગે સમગ્ર વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા હોવાને કારણે પાલિકા તંત્રએ આ સમસ્યા નિવારવા કોઈ ચોક્કસ પગલા લેવા પડે તેમ જરૂરી લાગી રહ્યું છે. નહિતો આવનારા સમયમાં નગરમાં ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાય તેમાં કોઈ બે મત નથી.