આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: June 2010

ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં કોમી છમકલું, પોલીસે મામલો સંભાળ્યો.


મોડી રાત્રીએ નાની બાબતમાં ઉમરેઠના ખુબજ સંવેદનશીલ કહેવાતા જાગનાથ ભાગોળ વિસ્તારમાં કોમી છમકલું થતા વાતાવરણ તંગ થયું હતું. જ્યારે પોલિસે સતર્કતા દાખવી સમગ્ર મામલો સંભાળી લીધો હતો અને આ છમકલાને મોટું સ્વરૂપ બનતા અટકાવી નગરમાં શાંતિ ડહોળનાર અસામાજિક તત્વોની નાપાક ઈચ્છાઓ ઉપર પાણી ફેરવ્યું હતું.

વધુમાં નગરમાં થતી ચર્ચા મુજબ ઉમરેઠના જાગનાથ ભાગોળ વિસ્તારમાં ગતમોડી રાત્રીના એક વ્યક્તિની મરઘી મરી ગઈ હોવાની બાબતે અન્ય વ્યક્તિ પર આક્ષેપ કર્યો હતો આ બંન્ને વ્યક્તિ અલગ અલગ કોમના હોવાને કારણે તેમનો ઝગડો વધુ ઉગ્ર બન્યો હતો અને વાત એક બીજાની કોમ સુધી પહોંચી ગઈ હતી જેથી સદર વિસ્તારમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતુ જેની જાણ ઉમરેઠ પોલીસને થતા તાબળતોળ તેઓ જાગનાથ ભાગોળ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને રાજકિય આગેવાનો અને અન્ય અગ્રણી લોકોને એકઠા કરી મામલાને થાળે પાડ્યો હતો અને આ વિસ્તારમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

જ્યારે આ અંગે ઉચ્ચ પોલિસ અધિકારીઓને પણ જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલિસ અધિકારીઓ પણ મોડી રાત્રે ઉમરેઠ આવી પહોંચ્યા હતા અને સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. અને નગરમાં શાંતિ જળવાઈ રહે તે માગે આયોજન બધ્ધ પોલિસ પોઈન્ટ મુકી ધીધા હતા.

ઉમરેઠ કોર્ટમાં છુટાછેડાના કેસ અર્થે આવેલ બે પરિવારો બાખડ્યા…!


ઉમરેઠ નગરની કોર્ટમાં આજે અજીબો ગરીબ કિસ્સો બનવા પામ્યો હતો. ઉમરેઠ પાસેના એક ગામડાના એક યુવાન અને યુવતિના લગ્ન સમાજના રિતીરીવાજ મુજબ થયા હતા પરંતુ થોડા સમય બાદ યુવાન અને યુવતિને એક બીજા સાથે ન ફાવતા યુવતિ પોતાના ઘરે જતી રહી હતી અને આ યુવાન અને યુવતિએ છુટા થવાનો નિર્ણય લીધો હતો જેના અનુસંધાનમાં ઉમરેઠની કોર્ટમાં તેઓનો છુટાછેડાનો કેસ ચાલતો હતો.

જ્યારે અવાર નવાર મુદતના સમયે આ યુવાન અને યુવતિના પરિવારો કોર્ટમાં આમને સામને આવી જતા હતા. જ્યારે આજે કોર્ટમાં મુદત હોવાથી બંન્ને પક્ષના પરિવારજનો કોર્ટ સંકુંલમાં હાજર હતા જ્યારે કોર્ટની કાર્યવાહિ પૂર્ણ થતાની સાથે તેઓ કોર્ટના કંપાઊન્ડ માંજ આમને સામને આવી ગયા હતા અને એક બીજાને ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા જ્યારે મામલો વધુ ગંભીર બનતા બંન્ને પક્ષના લોકોએ છુટા હાથે મારામારી કરી હતી અને એક બીજાના કપડા પણ ફાડી નાખ્યા હતા ત્યારે કોર્ટ કંપાઊન્ડમાં થયેલ આ બનાવના પગલે કોર્ટમાં ઉપસ્થિત વકીલો, મેજીસ્ટ્રેટ સહિત અન્ય લોકો અચરજમાં મુકાઈ ગયા હતા.

જ્યારે પોલિસ સ્ટેશન પાસે જ હોવાથી તુરંત પોલિસ આવી પહોંચી હતી અને મામલો થાળે પાડી બંન્ને પરિવારના લોકોની પુછપરછ હાથ ધરી હતી. કોર્ટ કંપાઊન્ડમાં છુટાછેડા અર્થે આવેલ બે પરિવાર વચ્ચે થયેલ ધિંગાણું જોઈ લોકોમાં હાસ્યનું મોજૂ ફરી વળ્યું હતું. અને આ સમગ્ર ગટના નગરમાં ટોક ઓફ ધી ટાઊન બની ગઈ હતી.

રવીવાર


…સાડા અગિયાર થયા, તેવો અવાજ કાને અથડાયો ને ઉત્થાપણ થઈ ગયું, બસ પછી સ્નાન ને સંણગાર કરી બજારમાં અડધો કલાક ફર્યો ને ઘરે આવી ભોજન કર્યું.

ટી.વી ચેનલ ફેરવતા ફેરવતા દુરદર્શન પર અટકી ગયો જ્યાં ” પા ” ફિલ્મ ચાલતી હતી આમ પણ મોડો ઉઠેલો એટલે બપોરે સુવાનો ઈરાદો ન હતો “પા” ફિલ્મ આખી જોઈ ખરેખર મઝા આવી ખુબ સરસ ફિલ્મ છે.

..ફિલ્મ જોઈને ફરી સુઈ ગયો સાંજે મિત્રો સાથે અમારા “ટી” પોઈન્ટ ઉપર રાબેતા મુજબ ચા પીધી ને ભાણીને લઈ કલાક આંટો મારી આવ્યો.

રાત્રે ઘરે જમી ફરી ટી.વી બોક્સ સામે, રવીવાર હોવાથી કોઈ ટી.વી જોવામાં ભાગ ન પડાવે એટલે સ્વાભાવિક રીતે રીમોટ મારી પાસે જ હતુ. ને કોઈક ચેનલ ઉપર “તારે જમીન પર” ચાલતું હતું રીમોટ બાજૂમાં મુક્યું ને “તારે જમીન પર” આખુ જોઈ નાખ્યું તે પણ ખુબજ સુંદર ફિલ્મ લાગી. એક જ દિવસમાં બે સરસ મુવી જોઈ જોરદાર મઝા આવી ગઈ.. અને હા ગઈકાલે બંન્ને મુવીમાં એકદમ થોડી ડુંગળી સમારવી પડી તેવું કદાચ પહેલીવાર બન્યું.

એકંદરે સરસ સીમ્પલ સન્ડે રહ્યો..!

..નાટકબાજ નેતા અને કાર્યકરો


ભા.જ.પ રાજ કરતું હતું અને પેટ્રોલિયમ પેદાશના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે કોગ્રેસે પેટ્રોલિયમ પેદાશના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો.

bp.blogspot.com

આજે કોગ્રેસ સત્તા પર છે અને પેટ્રોલિયમ પેદાશનો ભાવ વધારો કર્યો છે ત્યારે ભા.જ.પ તેનો વિરોધ કરે છે.

bjp_protest.outlookindia.com

… અને તે પણ હકિકત છે, કોગ્રેસ અને ભાજપ કોઈ પણ સત્તામાં હોય પણ આપણે સામાન્ય માણસો થોડું બબડી ખિસ્સા ઢીલા કરતા જ રહિયે છે. પેટ્રોલિયમ પેદાશમાં ભાવ વધારો અનિવાર્ય છે, તે ભા.જ.પ અને કોગ્રેસ બંન્ને પક્ષના લોકો ને ખબર છે, આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ અને ઓઈલ કંપણી દ્વારા કરવામાં આવતી હજ્જારો કરોડની ખોટનો ઉકેલ ભાવ વધારા સિવાય કાંઈ નથી જેથી મન મક્કમ રાખી આ ભાવ વધારો સહન કરવો રહ્યો. ત્યારે આ પરિસ્થિતીમાં પોતાના રાજકિય ટટ્ટુ સીધા કરવા રાજકિય પક્ષો દેશમાં દેખાવ અને વિરોધ પ્રદર્શનના નામે તોડફોડ કરી જનતા અને સરકારની મિલકતોને નુકશાન પહોંચાડે તે કેટલું યોગ્ય છે…?

..ખેર , પેટ્રોલના ભાવ વધવાથી મને તો કોઈ ફેર નહિ પડે કારણ કે, મારી પાસે કોઈ વાહન નથી , પણ હા મારા એક મિત્ર પાસે બાઈક છે, તે ને પણ પેટ્રોલના ભાવ વધારાથી કોઈ ફેર નથી પડતો તેવું તેને મને કહ્યું મેં અચરજ થી તેનેં પુછ્યું, કેમ..? તારી પાસે તો બાઈક છે.. તેને કહ્યું ” હું તો પહેલા પણ પચ્ચાસનું પુરાવતો હતો ને હજુ પણ પચ્ચાસનું જ પુરાવું છું” (જોક)

સાહેબ, ” પાંચમાં ધોરણમાં છોકરાં આવ્યા પણ વાંચતા લખતા પણ નથી આવડતું “


ઉમરેઠમાં આવેલ સરકારી સ્કૂલમાં હાલમાં પ્રવેશ મહોત્સવની મોસમ ચાલી રહી છે જેના ભાગરૂપે ઉમરેઠની વિવિધ ત્રણ સરકારી સ્કૂલોમાં જુદા જુદા મંત્રીઓની હાજરીમાં શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, શિક્ષણ ક્ષેત્રમાં વિકાસ થાય અને ગરીબ બાળકોને સુંદર શિક્ષણ મળે તે માટે સરકારનું આ સકારાત્મક પગલું ખરેખર કેટલું સકારાત્મક છે તે જાણી ખરેખર તમોને આશ્રર્ય થશે..!

ઉમરેઠમાં શાળામાં ઉજવવામાં આવતા ત્રિ-દિવસીય મહોત્સવમાં ગઈકાલે સમાજ કલ્યાણ મંત્રીશ્રીએ ખાસ હાજરી આપી હતી. શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી તેમજ સુખડી ખવડાવી તેઓને શાળામાં આવકાર્યા હતા તેમજ બાળકોના સુંદર ભવિષ્ય માટે તેઓના વાલીઓને પોતાના બાળકોન શિક્ષીત બનાવવા આહ્વવાન કર્યું હતું.

વાજતે ગાજતે સમારોહ પૂર્ણ થયા બાદ મંત્રીજી ગામના પછાત વિસ્તારમાં લોક સંપર્ક કરવા નિકળ્યા સાથે સ્થાનિક મામલતદાર, તેમજ અન્ય અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં લોક સંપર્ક દરમ્યાન શિક્ષણ અંગે મોટી મોટી વાતો કરનાર મંત્રીના હોશ ઉડી ગયા જ્યારે ઉપસ્થિત વાલી ગણ માંથી એક મહાશયે મંત્રીજીને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે, સાહેબ, ” પાંચમાં ધોરણમાં છોકરાં આવ્યા પણ વાંચતા લખતા પણ નથી આવડતું ” આવું કેવું શિક્ષણ હોય…! શાળામાં શિક્ષકો એક બીજા સાથે વાતો ના વડા કરવા માંથીજ ઉંચા નથી આવતા, છોકરાને આપેલ ગૃહકાર્ય તપાસવાનો પણ શિક્ષકો પાસે સમય નથી. એક છોકરાને પાંચમાં સુધી લખતા વાંચતા ન આવડે તો સમજ્યા કે છોકરામાં ખામી હશે કે તેને ભણવામાં ધગશ નહિ હોય પણ કેટલાય છોકરાં છે કે તેઓને પાંચ માં ધોરણમાં હોવા છતા લખતા વાંચતા નથી આવડતું…!

આ જાણી રાબેતા મુજબ મંત્રીએ લાગતા વળગતા અધિકારીઓને આ અંગે નોંધ લેવાની બાંહેધરી આપી ભવિષ્યમાં નગરમાં શિક્ષણનું સ્તર ઉંચું આવે તેવા પ્રયત્નો કરવાની હૈયાદારણા આપી. લ્યો હવે તમેજ કહો ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કોઈ અર્થ ખરો…?

(પૂરક માહિતી – ગુજરાત સમાચાર, તા.૨૬.૬.૨૦૧૦)

ખાડાવાળા રસ્તા કરતા, થિંગડાવાળા રસ્તા સારા…!


ઉમરેઠના નગરજનો છેલ્લા કેટલાય વર્ષથી ખરાબ રસ્તાને કારણે હેરાન પરેશાન થઈ ગયા હતા, ત્યારે તેઓ માટે થોડી રાહતની ખબર છે.

..હા થોડી જ રાહત કારણ કે, રસ્તા નવા નહિ પરંતું જે રસ્તા ખરાબ છે તે રસ્તા ઉપર થિંગડા મારવામાં આવી રહ્યા છે. આ અંગે નગરમાં થતી ચર્ચા ને ધ્યાનમાં લઈએ અને પાલિકાના સત્તાવાર સભ્યોની બિનસત્તાવાર વાત માની લઈયે તો પાલિકામાં નવા રસ્તા બનાવવા આવેલ ગ્રાન્ટ પાલિકાના આંતરિક કલેહને કારણે વણવપરાયેલ પડી રહી અને જ્યારે પાલિકાને નવા રસ્તા બનાવવાનું સુઝ્યું ત્યારે ઉપરથી ….. ઓર્ડર મળ્યો કે ચોમાસાની આગામી સિઝનને લઈ રસ્તા નવા ન બનાવવા… લ્યો થઈ રહ્યું… વાત પણ સાચી જ છે ને… ચોમાસું ડોકાચિયા કરે છે ત્યારે નવા રસ્તા થોડા બનાવાય…!

..અહિયા લખવાનું મન થાય છે ” ખાડાવાળા રસ્તા કરતા, થિંગડાવાળા રસ્તા સારા…!”

આકાશ માંથી ઉમરેઠ…!


.. જોવો આકાશ માંથી ઉમરેઠ આવું લાગે

આપણું ઉમરેઠ

આમ તો મેં તમોને આકાશ માંથી ઉમરેઠ બતાવી કોઈ ધાડ તો નથી મારી પણ આજે કાંઈ લખવાનો મુદ્દો ન મળ્યો  ( દરોજ્જ કાંઈ લખવું જરૂરી પણ નથી હો..!) એટલે ગુગલ મેપ માંથી ઉમરૅઠનું સેટેલાઈટ પિક્ચર મુક્યું. અને હા સાથે સાથે મનમાં એક પ્રશ્ન પણ થયો કે, આ ગુગલમાં દેખાતું ચિત્ર કેટલું જૂનું હશે..? જો કોઈને ખ્યાલ હોય તો આ અંગે જણાવશો.

ઉમરેઠમાં નવા બસ રૂટ ફાળવવાની વાત તો દૂર, જે છે તે પણ ઓછા કરાય છે…!


એક તરફ ઉમરેઠના વિકાસ કાજે ઉમરેઠમાં રેલ સેવા સહિત બસ સેવા સારી થાય તેમ નગરજનો લાગણી સાથે માગણી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ તંત્ર દ્વારા નગરના વિકાસની જાણે ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે.

ઉમરેઠ થી આણંદ જવા માટે હાલમાં અપુરતી બસ સેવા છે, જે માટે ઉમરેઠ થી આણંદ જવા માટે નવી બસ મુકવામાં આવે તેલ મુસાફરોએ રજુઆત કરી હતી. ત્યારે વધુ બસ સેવા બહાલ કરવાની વાત તો દૂર પરંતુ હાલમાં જે પણ કાંઈ બસ સેવા ઉમરેઠમાં છે તે ઓછી કરવામાં આવી રહી છે.

..હા તમે સાચુ વાંચ્યું ઉમરેઠમાં જે છે તે બસ રૂટ પણ ઓછા થતા જાય છે. હાલ માંજ આણંદ જિલ્લાના પ્રસિધ્ધ દૈનિક સરદાર ગુર્જરીના રીપોર્ટ અનુસાર ઉમરેઠ-વાઘોડિયા વાયા વાસદ, સારસા, ઓડ બસ એકાએક બંધ કરાતા વડોદરાથી રાત્રિ મુસાફરોને ઓડ, વાસદ, સારસા આવવામાં ખૂબ જ હાલાકીભરી સ્થિતિ અનુભવવી પડે છે.

આ બસ રાત્રે ૭-૩૦ કલાકે વડોદરાથી ઉપડતી હતી જે ૮-૩૦ કલાકે ખંભોળજ આવી ૯-૧૫ કલાકે ઉમરેઠ પહોંચતી હતી. રાત્રે આ રૂટના વડોદરાથી નોકરીયાતો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી હતી. પરંતુ સદર લોકલ બસ રૂટ બંધ કરાતા સમગ્ર રૂટના ગામોના મુસાફરો વિકટ સ્થિતિમાં મૂકાઈ ગયા છે. સદર રૂટને પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

ત્યારે ઉમરેઠના રાજકિય નેતાઓ અને અધિકારીઓ પોતએ પહેરેલ સાડી અને બંગડી ઉતારી હવે નગરના વિકાસ કાજે આગળ આવે તેમ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે.

ઉમરેઠના બજારોમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ શું..?


સાંકડા અને ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને બજારોમાં દૂકાનો બહાર બિન્દાસ પાર્ક કરવામાં આવતા વાહનો.. ઉમરેઠના રહેવાસી હોય કે ક્યારેક ઉમરેઠની મુલાકાત કરી હોય તેવા લોકો ઉમરેઠ વીશે વિચારે તો આવું જ કાંઈ ચિત્ર પહેલ દ્રષ્ટીએ ઉપસી આવે તેમાં કોઈ બે મત નથી.

ઉમરેઠમાં પ્રવર્તમાન ઉપરોક્ત સાંકડા અને ખરાબ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને આડેધડ પાર્કિંગની સમસ્યા નિવારવા માટેની જવાબદારી કોણી છે…? પાલિકા તંત્રની…? પોલિસ તંત્રની..? તાલી એક હાથે નથી વાગતી..! પાલિકા તંત્ર અને પોલિસ તંત્ર સાથે સામાન્ય પ્રજાજન પણ આ અંગે જાગૃતિ દાખવશે તો જ ઉપરોક્ત સમસ્યાનું જડમૂળ માંથી નિરાકરણ આવશે.

પ્રજાજનો જાતે જ બજારમાં આડેધડ પાર્કિંગ કરે છે. અને ઉપરથી કોઈ પોલિસ કે પાલિકાનો કર્મી આ અંગે ઠપકો આપે ત્યારે ” હું કોણ, મને ઓળખો છો…?” જેવા વાક્યો બોલી રૂઆબ છાંટે છે. કેટલીક વખર સરફરેલા પોલિસ કર્મી આવા લોકોને સામે જવાબ આપી તેમની બોલતી પણ બંધ કરી ડે છે. પણ તેવા જૂજ પોલિસ વાળા હોય છે કે સામી છાતીએ કોઈને કાંઈ બોલી શકે કેમ કે કોઈને સીધો કરવા જાતે પણ સીધા હોવું જરૂરી છે.

ઉમરેઠમાં થોડા સમય પહેલા ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે વન-વે પ્રથા અમલમાં મૂકવામાં આવી હતી, જે નિષ્ફળ નિવળી હતી. આજે પણ સરકારી તંત્રના ચોપડે પંચવટી થી કોર્ટ રોડ અને કોર્ટ રોડથી બસ સ્ટેશન તરફ જવા માટે તેવીજ રીતે બસ સ્ટેશન થી પંચવટી આવવા માટે વડાબજાર વાયા સટાક પોળ ખરાદીની કોઢ વિસ્તારમાં વન-વે નો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતું શેઠની શિખામણ ઝાંપા સુધી કેનવી વહૂ નવ દાહ્ળા ની કહેવત અનુસાર આ વન-વે માંડ ૧૦/૧૨ દિવસ ચાલ્યો તે પણ ઢંગઢળા વગરનો.

દિવસના ૪૦ રૂપિયા વાળા પેદા વન-વેનો અમલ કરવા મુકવામાં આવતા અને તે પણ ગામના ને ગામના એટલે બિચારા પેદા લોકોની શેહ શરમ રાખી ચલતી કા નામ ગાડીની જેમ બાજૂમાં બેસી રહેતા ને જેને મન ફાવે તેમ જવા દેતા.

..અને જવાજ દે ને ખુદ પોલિસ ની જીપ જ વન-વે નો અમલ ન કરતી હોય તો બીજા ને તેઓ શું વન-વેનો અમલ કરાવવાના અને બીજા કરે પણ ખરા…! તેજ રીતે પાલિકાના કર્મચારીઓ અને સભ્યો પણ તેજ રીતે ણું જ છે ને ઉમરેઠ તેવો અભિગમ રાખી વન-વે નો અમલ કરે…? ગામના ઠેકેદારો, અને વગદારો લીલા લ્હેર કરે સામાન્ય પ્રજા ને સજા…!?

..ખેર આ બધુ તો ઠીક પણ મુખ્ય મુદ્દો છે , નગરમાં પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યા ખરાબ રસ્તા અને વન-વે ના અમલના પ્રશ્નનો હલ શું..?

તો, સૌ પ્રથમ તો પોતાની વગ ખિસ્સામાં મુખી સામાન્ય નાગરિકની જેમ ગામના ઠેકેદારોએ ફરવું પડશે. પોતાની દૂકાન બહાર વાહનો પાર્ક કરવામાં દૂકાનદારોએ ડિસીપ્લીન રાખવું પડશે તેમજ પોતાના ગ્રાહકોને પણ ડિસીપ્લીનથી વાહનો પાર્ક કરવા કહેવું પડશે. જરૂર પડે ને મોટું વાહન બજાર માંથી પસર થાય ત્યારે પોતાના પાર્ક કરેલા વાહનો સહેજ બાજુમાં ખસેડવા દૂકાન માંથી પોતાના ગુમાસ્તાને  દૂકાનદારે ઓર્ડર કરવો પડશે.

અન્ય ઉમરેઠની ભૌગોલીક પરિસ્થિતી તેવી છે કે , તેમાં વન-વે નો અમલ કરાવવો બુધ્ધિનું પ્રદર્શન કહેવાય, પંચવતી થી માળીવાળાની પોળમાં જવું હોય તો વડા બજાર ફરીને જવાનું…? શું કોર્ટમાં કામ કરતા વકિલો કે નગરપાલિકામાં કામ કરતા સભ્યો અને કર્મચારીઓ પણ પંચવટીથી વડાબજાર થી કોર્ટ કે પાલિકામાં જશે..? ને પોલિસની ગાડી પોલિસ સ્ટેશન માંથી નિકળી પંચવટી થઈ વાયા વડાબજાર બસ સ્ટેશન જશે…? જો આ બધા પ્રશ્નો નો જવાબ હામાં હોય તો ઉમરેઠમાં વન-વે નો અમલ શક્ય છે. બાકી ખાલી નાટક કરી સામાન્ય પ્રજાને પજવાનો કોઈ અર્થ નથી.

ઉમરેઠના ખરાબ રસ્તાનો ઉકેલ હવે, ચોમાસા પછી જ હલ થશે ત્યાં સુધી પ્રજાજનો ને સહનશીલતા રાખવી પડશે. અને નાગરિકોએ પોતાની ફરજોનું પાલન કરી હક્કની માગણી કરતા રહેવું પડશે.

એલચી, ચિત્રલેખા, ઈશિતા…


ચિત્રલેખા , ૨૧ ડિસેમ્બર-૨૦૦૯ના અંકમાં ઈશિતાની મુખવાસ કોલમમાં “એલચી” તરીકે નીચેનું વાક્ય પ્રસિધ્ધ થયું હતું.

તમે ઈચ્છતા હો કે બધા તમારા વિશે સારું બોલે તો, મહેરબાની કરીને તમે ચૂપ રહો…!

ઈશિતા…

રવીવાર


આ રવીવાર તેવું કાંઈ ખાસ નથી થયું કે લખવું પડે ..છતા પણ…પરંપરા જળવવવા માટે

આ રવીવારે ભરપુર આરામ કર્યો… બસ બીજૂ કાંઈ નહી…!

ગાંઠીયા તો શનિવારે જ મિત્રો સાથે આરોગી દીધા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા…


ગઈકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ જોઈ જેમાં પાણી બચાવવા માટે મુંબઈના ડે.મેયર તેમજ સચીન ટેન્ડુલકરની જાહેરાત બતાવવામાં આવી હતી જે ખરેખર સુંદર કાર્ય હતું. આમ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં હસી મઝાક સાથે વિવિધ મેસેજ પણ આપવામાં આવે છે તે સરસ હોય છે.

..પણ ગઈ કાલના ભાગમાં કાંઈ અજુગતુ લાગ્યું, એક તરફ સચીન ટેન્ડુલકરની પાણી બચાવો અભિયાનની એડ બતાવવામાં આવી, તેમજ ડે.મેયર નો પણ એક મેસેજ બતાવવામાં આવ્યો અને તરત પછીના સીનમાં “લગાન” ફિલ્મનું એક ગીત બતાવવામાં આવ્યું જેમાં ગોકુલધામના રહેવાસીયો પહેલા વરસાદની મોજ લેતા હતા. જેમ લગાન ફિલ્મમાં પુરા ગીત દરમ્યાન વરસાદ પડતો બતાવે છે તેજ રીતે સીરીયલમાં પણ કૃત્રિમ વરસાદથી આ ગીતનું શુંટિંગ થયું હશે મતલબ પાણીનો બગાડ…!

એક તરફ પાણી બચાવોનો મેસેજ આપવામાં આવ્યો ની બીજીજ મિનિટે આમ કૃત્રિમ વરસાદના સીનથી અઢળક પાણી વેડફી નાખવામાં આવ્યું તે કેટલું વ્યાજબી છે…?

ઉમરેઠમાં રાજકિય હુંસાતુસી વચ્ચે નગરનો વિકાસ રૂંધાયો…!


આપણા ઉમરેઠમાં રસ્તાઓની હાલત અત્યંત દયાજનક છે. થોડા જ દિવસો પહેલા નગરમાં નવા રસ્તા બનાવવા માટે પાલિકા તંત્ર દ્વારા ચહેલ પહેલ શરૂ કરવામાં આવી હતી જે માટે જરૂરી પરવાનગી સહીત અન્ય કાયદાકીય કાર્યવાહિ પણ શરૂ થઈ ગઈ હોવાનું કેટલાક રાજકિય દિગજ્જો સાથે ચર્ચામાં જાણવા મળ્યું હતું.

..પરંતુ હાલમાં પાલિકાના અત્યંત નજીકના કહેવાતા સુત્રો તરફથી બિન સત્તાવર રીતે જાણવા મળ્યું છે કે સંભવિત ચોમાસાની પરિસ્થિતીને કારણા હાલ પુરતું રસ્તા નવા બનાવવાનું કામ અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવેલ છે. જેના કારણે હાલમાં નવા રસ્તાની સુવિધા નગરજનો માટે ઉભી નહી થાય, અને નગરજનોએ આ ખરાબ રસ્તાની વેદના સહન કર્યા સિવાય અન્ય કોઈ બીજો વિકલ્પ પણ નથી.આ દૂઃખદ સમાચાર વચ્ચે રસ્તા ઉપર થિંગડા મારી કામચલાઉ રાહત નગર જનોને આપવાની વાતો પણ થઈ રહી છે.

જો પાલિકા તંત્ર ધારત અને પાલિકા તંત્રમાં સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ ન હોત તો હાલમાં ઉમરેઠમાં રસ્તા સહિતના અન્ય વિકાસના કાર્યને વિજળી વેગ મળ્યો હોત તેમાં કોઈ બે મત નથી સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિસંગતતા તો સમજ્યા પણ સત્તાપક્ષના સભ્યો અને પ્રમુખ વચ્ચે વિસંગતતા કેવી રીતે હોય..? જે નગરજનોને સમજાતું નથી. નગરમાં હાલમાં ચર્ચા ચાલી રહી છે કે સત્તાપક્ષના સભ્યોને નગરમાં વિકાસ કાર્યો કરવા હોવા છતા પ્રમુખનો કંન્ટ્રોલ વિપક્ષના હાથમાં હોવાને કારણે નગરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.

જો આ ચર્ચામાં સહેજ પણ હકિકત હોય તો, નગરના હાલના નેતાઓ ૮૦ના દાયકાના નેતાઓ જેવીજ ભૂલ કરી રહ્યા છે. ૮૦ ના દાયકામાં પણ નગરના બે નેતા વચ્ચે ના અહમને કારણે નગરનો વિકાસ રૂંધાયો હતો જેનું પરિનામ આજની પેઢી ભોગવી રહી છે. ત્યારે જે થી ગયું તે ભૂલી જે તે પક્ષ સત્તામાં હોય તે પોતાની આગવી સુઝ બુઝથી નગરમાં વિકાસ કાર્યો કરે તે ખુબ જરૂરી છે.

નગરમાં થોડા મહિનાઓ પછી પાલિકાની ચૂંટણી આવી રહી છે હવે ત્યાર પછી જ નવા રસ્તા બનવાનું કામ થશે ત્યારે આવનારી ચુંટણીમાં મતદારો સકારાત્મક મતદાન કરી કોઈ એક પક્ષને બહૂમતિ અપાવે તો જ ગામનો વિકાસ સરસ રીતે પાર પડશે નહિતો ઉમરેઠનું ગંદુ રાજકારણ આવનારા સમયમાં લોકોને ગામ છોડી અન્ય ગામમાં સ્થડાંતર કરવા મજબુર કરે તેમા કોઈ બે મત નથી.

રવીવાર


આ રવીવારે ઓફિસમાં ઈનામી યોજનાનો ડ્રો હતો. જેથી સવારે સમય ઓફિસ માંજ પસાર થઈ ગયો, ત્યા બાદ ઘરે ગયો ત્યારે રાબેતા મુજબ લાઈટની રામાયણ ચાલુ હતી એટકે કે, લાઈટો બંધ હતી. જેથી પોળના મિત્રો સાથે ગાંઠીયાની લારીએ જવા પ્રસ્થાન કર્યું.

જોત જોતામાં કલાક પસાર થઈ ગયો અને ઘરે આવ્યા, પણ લાઈટોના કોઈ ઠેકાણા ન હતા. જેથી પોળમાં ઓટલા સભા કરી અને મિત્રો સાથે ઈધર દુધરની વાતો કરી. લગભગ બપોરે ૧ કલાકની આસપાસ લાઈટો આવી એટલે બપોરનું ભોજન કરી ન્યુઝ પેપર વાંચ્યા..! અને પછી રાબેતા મુજબ પથારી ભેગા.

સાંજે મિત્રનો ફોન આવ્યો ને ડાકોર જવાનો પ્રોગ્રામ બનાવ્યો. આ વખતે ડાકોર મંદિરમાં પહોંચ્યાને દર્શન બંધ થઈ ગયા, જેથી અડધો કલાક સુધી દર્શન ફરી ખુલે તે માટે રાહ જોવાની હતી. જેથી “મેડા ઉપર”ના ખમણ ખાવા જતા રહ્યા. પછી થોડીવાર રહી મંદિરમાં ગયાને દર્શન કર્યા. આ વખતે મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા ખુબ નબળી લાગી, મોબાઈલ ફોન કે અન્ય વસ્તુ સાથે કેટલાય લોકો મંદિરમાં ફરતા જોવા મળ્યા. તેમજ એક મિત્રએ કહ્યુ કે, પ્રસાદમાં આપવામાં આવતી કોથળીઓ સરકાર દ્વારા પ્રતિબંધીત છે છતા મંદિરમાં બેરોકટોક આવી કોથળીઓ વાપરવામાં આવે તે કેટલું વ્યાજબી છે..?

..ખેર દર્શન કરી ડાકોરની દાબેલી ખાવા ગયા અને ગોટાનો કાર્યક્રમ રદ કર્યો, કારણ કે ઘરે પાણીપુરી રાહ જોતી હતી. એકંદરે સરસ રવીવાર રહ્યો..

Poll: આપણું ઉમરેઠ બ્લોગ કેવો લાગ્યો..?


આપણું ઉમરેઠ બ્લોગ કેવો લાગ્યો ..? અહિયા ક્લિક કરો અને વોટ આપો……

ઉમરેઠમાં પૂનઃ ગંદા પાણીનું ભૂત ધુન્યું , નગરના છેવાડાના વિસ્તારમાં ડોહળું પાણી આવતા મહિલાઓનો પાલિકામાં દેખાવ


છેલ્લા કેટલાય સમયથી વિવિધ મુદ્દે વિવાદમાં રહેલ ઉમરેઠ પાલિકાનો વહીવટ પુનઃ પાણીના મામલે ચર્ચામાં છે. અગાઉ ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી ન મળતું હોવાના મામલે મહિલાઓ રોષે ભરાઈ હતી. જયારે તાજેતરમાં પાણીની પાઈપ લાઈનમાંથી આવતા ડહોળા પાણીને કારણે આરોગ્યને ગંભીર અસરો સહિતની ઉગ્ર રજૂઆતો સાથે મહિલાઓએ પાલિકા ભવનમાં હલ્લાબોલ કર્યો હતો. તાજેતરમાં જ પાણી વિભાગના ચેરમેનએ પોતાના પદ ઉપરથી રાજિનામું ધરી દીધુ હતુ જેના થોડા જ દિવસોમાં પાણીની પાઈપલાઈનો તંદુરસ્ત કરવા માટેને જરુરી સામાન ખરીદવા માટે ટેન્ડર નોટિશ બહાર પાડવામાં આવી હતી. જેથી આવનારા દિવસોમાં નગરમાં પાણીની લાઈનો અને અન્ય પાણી પુરવઠાને લગતા સાધનોની મરામ્મત હાથ ધરવામાં આવે તેમાં કોઈ બે મત નથી.

પરંતુ હાલમાં તો ઉમરેઠના નગર જનો જળ વિનાવા નળની પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હાલમાં નગરના કેટલાક વિસ્તારોમાં દિવસમાં એક જ સમય પાણી પૂરવઠો આપવામાં આવે છે જે થોડી જ મિનિટો માટે આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ જાણવા મળતી વિગતોમાં ઉમરેઠના રાવળિયાવાડ સહિતના વિસ્તારમાં છેલ્લા પાંચેક દિવસથી પાણીની લાઈનમાંથી કચરા સહિતનું ડહોળું પાણી આવી રહ્યું છે.

આ અંગે સ્થાનિકોએ પાલિકાના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી હતી. પરંતુ અગાઉની જેમ જ સદર ગંભીર મામલે પણ કોઈ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી.આથી ઉશ્કેરાયેલ મહિલાઓ આજે પાલિકા કચેરીએ ડહોળા પાણીના વાસણો સાથે પહોંચી ગઈ હતી. ચીફ ઓફિસરને સમગ્ર મામલે ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં સદર પાણીના ઉપયોગથી રોગચાળો ફેલાવવાની દહેશત પણ વ્યકત કરી હતી. જો કે પાલિકા તંત્રએ શરૂઆતમાં સ્ટાફની અછત હોવાનું કારણ આગળ ધર્યુ હતું પરંતુ મહિલાઓનો રોષ નિહાળીને ત્વરિત કાર્યવાહી હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે હાલમાં ઉમરેઠના કેટલાક વિસ્તારમાં લોકો ઝાડા ઉલ્ટીની ફરિયાદો લઈ ડોક્ટરના ધ્વાર ખખડાવી ચુક્યા છે ત્યારે પરિસ્થિતી કાબુ બહાર જાય તે પહેલા તંત્ર ધ્વારા કોઈ પગલા ભરવામાં આવે તેમ લોક લાગણી સહિત માગણી પ્રવત્રમાન બની છે.

( with thanks SardarGurjari)

“રાજનીતી” થી કરોડો આવ્યા, પણ પ્રકાશ ઝા ને કાંઈ ન મળ્યું…!


કારણ

કારણ

કારણ

કારણ

કારણ

કારણ

કારણ

કારણ

કારણ

કારણ
.
.
.
.
.
.
.
.

.

.

.

.

.

.
બિટીયા (કેટરીના)સબ કુછ સમેટ કે લે ગઈ..!

રાજનીતી-૨ આવે તો…?


રાજનીતીની સફળતા પછી જો પ્રકાશ ઝા રાજનીતી-૨ લઈને આવે અને તેનો પહેલો સીન કેટરીનાબેન કરે અને તેનો ડાયલોગ કેવો હોય તે કલ્પના કરી છે જે નીચે મુજબ છે.

(શોટ-૧, ટેક-૧ – રાજનીતી-૨ , કેટરીનાબેન કૈફ..એક્શન)

” યે ખુશી કે આશું સુખે નહિ અબ તક ઓર ન હમ ઈન્હે સુખને ભી દેંગે..!

જબ તક આપકા જવાબ નહી મિલતા, કી કેસે આપને “રાજનીતી” કો ઈતના પ્યાર કીયા..?

પ્રકાશજી અભી “ગંગાજલ”, “અપહરન” કી સફલતા ભુલે ભી નહી થે ઓર આપને “રાજનીતી” કો ઢેર સારા પ્યાર દે દીયા..!

આપકા યે પ્યાર હમ કભી નહિ ભૂલેંગે…

અભી તો પૈસે ગીનતે ગીનતે હમારે હાથ કા દુખાવા કમ ભી નહિ હુવાથા…

ઓર બોક્સ ઓફિસ પર આપને ઓર પ્યાર લુટા દીયા…!

જબાબ ચાહીયે હમે… ક્યા આપ રાજનીતી-૨ કો ભી ઈતના હી પ્યાર દો ગે..?

….શોટ ઓ.કે – કેટરીના વેલ ડન

પેક અપ સી.યુ ટુ મોરો…

ઉમરેઠ પાલિકાની પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી


છેલ્લા ત્રણેક દિવસથી ચરોતરમાં ધૂળની ડમરી સાથેના માહોલ સાથે ગતરોજ કાળા વાદળો ઘેરાયા હતા. જેથી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં ખાબકયા હતા. જો કે ઉમરેઠ પાલિકાની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી જવા પામી હતી. જેના કારણે નગરજનોને વિનાકારણે હાલાકી ભોગવવી પડી હતી.

ઉમરેઠના મુખ્ય માર્ગો છેલ્લા ઘણા સમયથી નવીનીકરણ ઝંખી રહ્યા છે. ખાડા-ટેકરાવાળા માર્ગોએથી પસાર થવામાં રાહદારીઓ, વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રજૂઆતો છતાંયે પાલિકા દ્વારા રોડ સુધારણા અર્થે કામગીરી હાથ ધરવામાં આવી નથી. પરિણામે ગતરોજ સામાન્ય વરસાદી ઝાપટાંને કારણે રસ્તા વધુ મુશ્કેલ બન્યા હતા.

જેમાં વડા બજારથી મંદિરવાળી પોળ, કોર્ટ રોડને જોડતો માર્ગ, ગાંધી શેરી સહિતના વિસ્તારોમાં પંથકના ખરીદારો સહિત નગરજનોની અવરજવર રહે છે. વરસાદી ઝાપટાંમાં જ રોડ પર ગંદકી વધી જતા ત્રાહિમામની સ્થિતિ સર્જાઈ હતી. સ્વચ્છતા અભિયાનમાં ઉણી સાબિત થયેલ ઉમરેઠ પાલિકા દ્વારા કચરાપેટીઓનું પણ યોગ્ય આયોજન કરાયું નથી. આગામી વરસાદી માહોલમાં ગંદકી અને બિસ્માર માર્ગોને કારણે પ્રજાના આરોગ્યને હાનિ પહોંચે તે અગાઉ પાલિકા તંત્ર જાગૃત બને તે જરૂરી હોવાનું જાગૃતજનો રોષપૂર્વક જણાવી રહ્યા છે.

રાજનીતી ” સોરી, પ્રકાશ ઝા”


રવીવારે રાજનીતી જોવા માટે ટીકીટ બુક કરાવી હતી જે અનિવાર્ય સંજોગોને કારણે રદ કરાવવી પડી..પણ ગમતા વિષયનું પિક્ચર અને ઉપરથી કેટરીનાબેનની એક્ટીંગ જોવા ખુબ આતુર હતો અને ઉપરથી લોકોના મોઢે શાંભળેલ ભરપૂર વખાણે રાજનીતી જોવાનો નશો ઓર વધારી દીધો હતો.

રવીવારે મિત્ર સાથે ચા ની ચુસ્કી મારી ઘર તરફ પાછા વળતા એક મ્યુઝીક સ્ટોરમાં મિત્રના છોકરા માટે ” થ્રી ઈડિયટ” મુવીની સી.ડી લેવા ગયા જ્યાં મારી બારીક નજર રાજનીતીની સી.ડી ઉપર પડી અને મારાથી ન રહેવાયું એક તરફ સવારે જ રાવનીતી  રાજનીતી જોવાની ટીકીટો કેન્સલ કરાવી હતી ને સાંજે રાજનીતીની સી.ડી નજરે પડી.. પહેલાતો સાચું ન લાગ્યું મને તેમ કે આ તો ભ્રમ લાગે છે, બે દિવસમાં કાંઈ સી.ડી બજારમાં થોડી આવી જાય…!

..પણ હું ખોટો હતો તે પા**** સી.ડી હતી, આમ તો આવી રીતે ક્યારેય મૂવી જોઈ ન હતી પણ રાજનીતીનો નશો કાંઈ ઓર હતો એટલે તે સી.ડી ખરીદી લીધી ને ઘરે જઈ તરત રાજનીતી જોવાનું શરૂ કરી દીધું.  પા**** સી.ડી થી મુવી જોઈ એટલે, પ્રકાશ ઝા માટે સોરી ફીલ થયું મુવી ખુબ સરસ છે. ” પણ મુવીમાં રણબીર કપુરને વારંવાર ધુમ્રપાન કરે છે તેવા સીન સારા ન લાગ્યા તે પણ હકીકત છે.” જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મુવીમાં આવા સીન ઉપર પ્રતિબંધ છે કોણ જાણે કેમ સેન્સર બોર્ડની નજર કેમ નહિ પડી હોય..?  મેં પા**** સી.ડી થી મુવી જોઈ એટલે બહુ ટીકા-ટીપ્પણી કરવાનો મારો હક્ક નથી, નહિતો કો’ક કહેશે ” સો બિલ્લી મારકે, કુત્તા જાત્રા કરને નિકલા” પણ હા છેલ્લે એટલું જરૂર કહિશ કે,

પ્રકાશ ઝાએ ધુમ્રપાનના સીન બતાવ્યા અને મેં પા**** સી.ડી થી મુવી જોઈ…

પ્રકાશ ઝા ને હું ” આવ ભા’ઈ હરખા , આપણે બેવ સરખા…!

%d bloggers like this: