આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ઈન્ટરનેશનલ ઈન્ડિયન..

દૂબઈમાં નવરાત્રિની ધૂમ..!


ચરોતરમાં મેઘરાજા ભલે ગરબામાં વિલન બનતા હોય પણ વિદેશમાં વસતા ચરોતરવાસીઓ નવરાત્રિનો ભરપુર આનંદ લઈ રહ્યા છે. દૂબઈ સ્થિત ચરોતરના જીજ્ઞેશભાઈ દોશીએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે, દૂબઈમાં અમે ઓપન પાર્ટી પ્લોટમાં ગુજરાતીઓ એકઠા થઈ ધામધૂમથી નવરાત્રો મહોત્સવ ઉજવીએ છે, આ વર્ષે પણ અહીયા ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જ્યા બધા ચરોતરવાસીઓ એકઠા થઈ ગરબા કરીએ છે. એક તરફ ગુજરાતમાં ગરબા વરગ ગુજરાતીઓ નિરાશ થઈ ગયા છે ત્યારે વિદેશમાં વસ્તા ગુજરાતી બંધુઓ ઉત્સાહભેર ગરબા કરી નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ભારતમાં વસતા ગુજરાતી બંધુઓને ચોક્ક્સ ઈર્ષા આવતી જ હશે..!

કેનેડામાં જન્માષ્ટમીની ઉજવણી.


કેનેડામાં પણ ચરોતરવાસીઓ દ્વારા જન્માષ્ટમીની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ટોરોન્ટો ખાતે મૂળ ગુજરાતી લોકો દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે નાના બાળકો દ્વારા કૃષ્ણલીલા તેમજ મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનો સૌ કોઈએ ઉત્સાહભેર આનંદ માન્યો હતો. અંતે બધા પ્રસાદી લઈ છુટા પડ્યા હતા. કેનેડામાં પણ જન્માષ્ટમીની ભક્તિભેર ઉજવણી કરતા ભારતમાં વસતા આ ગુજરાતીઓના પરિવારજનોએ હર્ષની લાગણી અનુભવી હતી અને જણાવ્યું હતું કે, તેઓના પરિવારજનો સાત સમુદર પાર પણ પોતાની પરંપરા હજૂ ભૂલ્યા નથી. 

(ફોટો – નિતલ શાહ)

અમેરીકામાં ગૌરીવ્રતની ધૂમ – વિદેશમાં પણ ધબકતી ભારતીય પરંપરા..!


  • ન્યુજર્સીની એશાએ ગૌરીવ્રત કરી ગુજરાતની પરંપરા નિભાવી.

વર્ષોથી અમેરીકા સ્થીત ગુજરાતી પરિવારના લોકોના દિલમાં હજૂ પણ ભારતીય રીત-રીવાજો અને પરંપરા ધબકી રહી છે. અમેરીકામાં જન્મ લીધો હોવા છતા ચરોતરના કેટલાક ગુજરાતી પરિવારના લોકો દ્વારા પોતાના બાળકોંમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા ધબકતી રાખવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યારે આવા માતા-પિતાઓના સંસ્કારો બાળકોમાં સકારાત્મક રીતે સીંચાતા ભારતીય રીત રીવાજોને વિના સંકોચ તેઓના બાળકો નિભાવતા હોવાના દાખલા જોવા મળી રહ્યા છે.

આવીજ રીતે ન્યુજર્સી સ્થીત મૂળ નડિયાદ અને ઉમરેઠના શાહ દંપતી ધ્વારા પોતાની દિકરીને ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિનું જ્ઞાન આપી ભારતીય રીત રીવાજોથી તે અવગત રહે તે માટે પ્રયત્નો કર્યા હતા જેના પરિનામે શાહ પરિવારની એશાએ ગુજરાતી પરંપરા મુજબ ચાલુ વર્ષે ગૌરીવ્રત રાખ્યું હતું અને જેમ ગુજરાતના વિવિધ ગામોમાં યુવતિઓ શંકર-પાર્વતિની પૂજા કરે છે તેજ રીતે વિધિવત્ ગૌરીવ્ર દરમ્યાન શંકર-પાર્વતિની આરાધના કરી હતી.

શાહ પરિવારના સભ્યો કહે છે કે, તેઓ ભલે વર્ષોથી અમેરીકામાં રહે છે, પણ તેઓ હંમેશા ભારતીય રીત રીવાજો અને તહેવારો અમેરીકામાં ખુબ મઝાથી ઉજવે છે. જેમ અમે ભારતીય પરંપરા જાળવીયે છે અને ઘરમાં પુજા પાઠ કરીએ છે તે જોઈ અમારા બાળકો પણ અમોને જ અનુસરે છે અને પુરી શ્રધ્ધા સાથે તેઓ પણ પરંપરાગત ધાર્મિક પ્રસંગો સાત સમુંદર પાર ઉજવે છે. પોતાની દિકરીના ગૌરીવ્રત અંગે શાહ પરિવાર કહે છે કે ન્યુજર્સીમાં કેટલાય ગુજરાતી પરિવારો સ્થિત છે અને તેઓ પણ પોતાની દિકરીઓને ગૌરીવ્રત કરાવતા હોય છે. ભારત જેવું અહિયા વાતાવરન અમે મંદિરો નથી મળતા પણ શ્રધ્ધાથી જો કોઈ પણ ધાર્મિક કાર્ય કરવામાં આવે તો તે આનંદ દિવ્ય હોય છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જેમ ભારતમાં ગૌરીવ્રતના છેલ્લા દિવસે જાગરણ ઉજવજવવામાં આવે છે. તેમ અમો પણ ગૌરીવ્રતના છેલ્લા દિવસે રાત્રિના મોડા સુધી જાગી પીકનીક કે ગેટ ટુ ગેધર નો કાર્યક્રમ રાખીયે છે. આ રીતે સૌ ગુજરાતી પરિવારો એક છત નીચે ભેગા પણ થઈયે છે અને અમારા બાળકો ભારતીય રીતરીવાજ મુજબ વ્રતની પણ ઉજવણી કરી શકે છે. શાહ પરિવાર નિખાલસ ભાવે જણાવ્યું હતું કે, અવાર નવાર અમે અને અહીયા સ્થિત કેટલાય ગુજરાતીઓ ઘરમાં કોઈ સારા પ્રસંગે સત્યનારાયણની પુજા પણ કરીયે છે. અમે ભલે અમેરીકામાં જન્મ લીધો હોય અમારૂં દિમાગ ભલે પશ્મિમી સંસ્કૃતિમાં રંગાયેલ હોય પણ દિલ તો હિન્દુસ્તાની જ છે..!

લંડનમાં “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્ર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરતું ગુજરાતી યુવાધન.


  • ગુજરાતી યુવાનો ધ્વારા ભારતીય રમત-ગમત,વાનગી,લગ્ન સમારોહ તેમજ પહેરવેશથી વિદેશના નાગરિકોને અવગત કરતો અનન્ય પ્રયાસ.

ભારતીય ભોજનનો સ્વાદ લેતા બ્રિટીશ નાગરીક

તમે લંડનમાં કોઈ બ્રિટીશ નાગરિકને ત્યાં જાવ અને તે ઘરમાં કેરમ રમતો હોય તો..? જો લંડનના કોઈ નાગરિકના લગ્ન સમારોહમાં તમે જાવ અને ભારતીય રીત રીવાજ મુજબ ફુલોથી સજાવેલ ચોરીમાં લગ્ન થતું હોય તો..? જો કોઈ બ્રિટીશ નાગરિક તમોને ભોજન માટે આમંત્રિત કરે અને જમવામાં અથાણું અને દાળ,ભાત શાક અને રોટલી હોય તો..? શું તમે અચરજમાં ન મુકાઈ જાવ બ્રિટીશ નાગરિક પાસે તમને ભારતિય સંગીતની સી.ડી હોય તો..? જો તમે આવું કાંઈ જોવો તો હવે અચરજમાં ન મુકાશો કારણ કે ગુજરાતના કેટલાક યુવાનો ભારતીય સંસ્કૃતિ, રમત-ગમત સહિત અન્ય રીત રીવાજોના પ્રચાર અર્થે કાર્યરત થયા છે. તેઓ ભારતીય સંસ્કૃતિને લંડનમાં ધબકતી કરવાનો અનન્ય પ્રયાસ કરી રહ્યા છે.

વધુમાં તાજેતરમાં લંડનના રોયલ ફેસ્ટીવલ હોલ, સાઊથ બેન્ક ખાતે “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્રમ નીલ સેન, પ્રણવ મશેર, અને રીકીન ત્રિવેદીના સહયોજકથી કરવામાં આવ્યો હતો.

ભારતીય જ્વેલરીનું પ્રદર્શન

ચાર દિવસ માટે યોજાયેલ આ પ્રોગ્રામમાં લગભગ ૧૫,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને

કેરમ રમતા બ્રિટીશ નાગરીક

ભારતીય રીત-રીવાજ સહિત, ભારતીય વાનગી અને વિવિધ રમતો અંગે જાણકારી મેળવી હતી. અને ભારતીય પરંપરાના ભારોભાર વખાણ કર્યા હતા. ભારતીય રમત અંતર્ગત કેરમ બોર્ડથી બ્રીટીશ નાગરિકોને અવગત કર્યા હતા કેટલાક બ્રીટીશ નાગરીકોએ કેરમ રમી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.વધુમાં મોટાભાગના બ્રિટીશ નાગરીકોએ ગણેશજીની મૂર્તિના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને તેઓનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે તેની પણ કાર્યક્રમના આયોજકોએ બ્રિટીશ નાગરીકોને સમજ આપી હતી. આ ઉપરાંત ભારતીય પરંપરા મુજબ યોજાતા લગ્ન સમારોહ અંગે પણ બ્રિટીશ નાગરીકો ખાસ્સા પ્રભાવિત થયા હતા અને ખાસ કરીને મહિલાઓ ધ્વારા મુકવામાં આવતી મહેંદી તેઓ માટે ખાસ્સુ આકર્ષનનું કેન્દ્ર બની હતી.

વધુમાં ભારતમાં થતા આયુર્વેદ ઉપચાર અંગે પણ આ સેમિનારમાં વિશેષજ્ઞો ધ્વારા માહિતી આપવામાં આવી હતી તે જાણી બ્રિટીશ નાગરીકો અચરજમાં મુકાઈ ગયા હતા. તુલસીના

ભારતીય પરંપરાથી લગ્ન અંગે બ્રિટીશ નાગરીકોને પ્રભાવિત

છોડનું ધાર્મિક મહત્વથી માંડી આયુર્વેદમાં તુલસીના પાનાનું મહત્વ તેમજ દાદીમાંનું ઓષડ કેટલું અસર કારક સાબિત થાય છે તે અંગે પણ માહિતી આ સેમિનારમાં વિદેશી નાગરીકોને આપવામાં આવી હતી.

વધુમાં આ સમગ્ર કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને સાઊથ ઈન્ડિયા જેવા રાજ્યોની ઝલકો મુકવામાં આવી હતી અને આ રાજ્યોની સંસ્કૃતિ તેમજ ગીત-સંગીતથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ગરબા અને પંજાબી ભાંગડાથી બ્રિટીશ નાગરિકો ખાસ્સા પ્રભાવિત થયા હતા.

આ કાર્યક્ર્મ દર વર્ષે ઈસ્ટર દરમ્યાન કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિને જાણવા અને માણવા લંડનના ભારતીય નાગરીકો સાથે નોંધનીય સંખ્યામાં બ્રિટીશ નાગરીકો પણ આવે છે. તાજેતરમાં યોજાયેલ “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવિન રાવલ (અમદાવાદ), જીનેશ કોઠારી (રાજકોટ), ચેતન પાનસરા (અમદાવાદ), દિપેન શાહ (,લંડન) અને નૌશિવ સોની(અમદાવાદ)એ ભારે જહેમત ઉઠાવી હતી.

લંડનમાં દર વર્ષે આ કાર્યક્રમમાં અચુક હાજર રહેતા મૂળ આણંદ જિલ્લાના ઉમરૅઠના વતની રીપલ પટેલ કહે છે કે ” આ કાર્યક્ર્મ થાય છે ત્યારે તેઓ ભારતમાં હોવાનો અહેસાસ કરે છે. વતનથી દૂર રહીને પણ ગુજરાતી યુવાનો આ રીતે ભારતીય સંસ્કૃતિ અંગે પ્રચાર કરી પોતાનો દેશ પ્રેમ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે તેઓના આ અનન્ય પ્રસાસને સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે તે ખુબજ સારી વાત છે. તેઓએ ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમમાં હું તો ચોક્કસ આવુ જ છું પણ અન્ય બ્રિટીશ મિત્રોને પણ સાથે લાવું છું. ખાસ કરીને ભારતીય પોશાક, લગ્ન વિધિ, તેમજ મહેંદી પ્રથા બ્રિટીશરોને સારી લાગતી હોય તેમ તેઓએ જણાવ્યું હતું.