આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2016

ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયનું ગૌરવ


dhairy
ઉમરેઠની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલયનું તાજેતરમાં લેવાયેલ ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં ૯૦% પરિનામ આવ્યું હતું. જેમાં શાળાના ધૈર્ય કલ્પેશભાઈ શહેરાવાળા ૯૯.૯૬ પી.આર (૯૪.૧૬ ટકા) સાથે સ્કૂલમાં તેમજ ઉમરેઠ તાલુકા કેન્દ્રમાં પ્રથમ નંબર આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય ર્ડો.એમ.બી.ભગતે ધૈર્ય શહેરાવાળાને અભિનંદન પાઠવી માર્કશીટ સુપ્રત કરી હતી. ધૈર્ય કલ્પેશભાઈ શહેરાવાળાનો કેન્દ્રમાં પ્રથમ નંબર આવતા ઉમરેઠ ખડાયતા સમાજના અગ્રણીઓ દ્વારા પણ તેઓને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આજ રીતે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધી સ્કૂલ અને ખડાયતા સમાજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. શ્રી સરસ્વતી સ્કૂલમાં ૯૦ થી વધુ પરસન્ટાઈલ મેળવનાર ૩૦ તેમજ ૮૦ થી વધુ પરસન્ટાઈલ મેળવનાર ૧૨ વિદ્યાર્થીઓ ઉત્તરણીય થયા હતા જેમાં પરીખ વ્રજાંગ ૯૯.૫૦ પી.આર , દીપ પટેલ ૯૯.૩૬ પી.આર અને નીલ સુત્તરીયા ૯૮.૯૫ પી.આર સાથે પાસ થયા હતા. 

બેસણું


jigna 001

સ્વ. જીજ્ઞાબેન વૃષાંક ગાભાવાળા

ઉમરેઠ થી પંકજકુમાર ગોવિંદલાલ શાહના જયશ્રી કૃષ્ણ.

સખેદ જણાવવાનું કે મારી પૂત્રી અને રાકેશકુમાર મોહનલાલ ગાભાવાળાની પૂત્રવધુ જીજ્ઞાબેન વૃષાંક ગાભાવાળા નું

તા.૨૨/૫/૨૦૧૬ના રોજ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું તા.૩/૬/૨૦૧૬ને શુક્રવાર ના રોજ રાખેલ છે.

સમય સવારે ૯ થી ૧૦  –  સ્થળ નાશિકવાળાની વાડી , ઉમરેઠ

લી.

રાકેશ મોહનલાલ ગાભાવાળાપંકજકુમાર ગોવિંદલાલ શાહ

·        પિયર પક્ષનું બેસણું સાથે જ રાખેલ છે.

બેસણું


harshadbhai_photo

સ્વ.છોટાભાઈ બકોરભાઈ પટેલ પરિવારના જયસ્વામિનારાયણ.

સખેદ જણાવવાનું કે અમારા ભાઈશ્રી સ્વ.વિનુભાઈ છોટાભાઈ પટેલના પુત્ર સ્વ.હર્ષદભાઈ વિનુભાઈ પટેલનું દુઃખદ અવસાન થયેલ છે.

સદગતની પ્રાર્થનાસભા બેસણું તા.૨.૬.૨૦૧૬ને ગુરુવારના રોજ રાખેલ છે.
સ્થળ – કલ્યાણ હોલ, સંતરામ મંદિર, ઉમરેઠ
સમય – બપોરે ૧૨ થી ૪ કલાકે

લી.
રમણભાઈ છોટાભાઈ પટેલ
વિષ્ણુભાઈ છોટાભાઈ પટેલ (માજી.ધારાસભ્ય)
બિપીનભાઈ છોટાભાઈ પટેલ
જયકાંતભાઈ છોટાભાઈ પટેલ (કનુભાઈ)
સ્વ.છોટાભાઈ બકોરભાઈ પટેલ – પરિવાર ઉમરેઠ

ઉમરેઠમાં લોકસંવાદ સેતુ કાર્યક્રમ – ગરમીને કારણે પ્રજાજનો ગેરહાજર,આગણવાડીની બહેનો પ્રેક્ષક ગણમાં બેસવાની ફરજ પડી.


  •  ૮૧ પૈકી સીધાસાદા સવાલોના ફટાફટ નિરાકરણ પણ ૧૮ પ્રશ્નો નીતિ વિષયક અને નકારાત્મકના કારણ સાથે વણઉકલ્યા.

 4

રાજય ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઇ પટેલ, રાજયસભાના સાંસદ લાલસિંહ વડોદીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, શહેર પ્રમુખ સુજલભાઇ શાહ, કલેકટર ડો.ધવલ પટેલ, ડીએસપી સૌરભસિંગ, જિલ્લા પુરવઠા અધિકારી આર.ટી.ઝાલા સહિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય સાથે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ૮૧ અરજીઓ રજૂઆત માટે આવી હતી. છતાંયે પ્રજાજનોની પાંખી હાજરી સામે પાલિકા, તાલુકા પંચાયત, આંગણવાડી વર્કરોને ફરજિયાત સામેલ કરવામાં આવ્યા હોવા છતાંયે ખાલીખમ્મ ખુરશીઓ સરકારી કાર્યક્રમો પ્રત્યે પ્રજાજનોની મનોસ્થિતિનું સૂચક વર્ણન કરતી હતી.

સરકારી વિવિધ વિભાગો સામેની લાંબા સમયથી વણઉકલી ફરિયાદોનો અરજદારોને સત્વરે નિકાલ મળે તેવા શુભઆશયથી સરકાર દ્વારા શરૂ કરાયેલ લોક સંવાદ સેતુ કાર્યક્રમ આણંદ જિલ્લામાં પણ વિવિધ તાલુકા મથકોએ યોજાઇ રહ્યો છે. પરંતુ મોટાભાગે અરજદારો ઓછા અને અધિકારીઓ, કર્મચારીઓ ઝાઝાનો ઘાટ જોવા મળી રહ્યો છે. આજે ઉમરેઠના ટાઉનહોલમાં પણ યોજાયેલ આ કાર્યક્રમમાં અરજદારોની પાંખી હાજરી સાથે સંખ્યા બતાવવા માટે તાલુકા પંચાયત, નગર પાલિકા, આંગણવાડી વર્કરો, પં.દિનદયાલ ગ્રાહક ભંડારોના સંચાલકો સહિતના કર્મચારીઓને ફરજિયાત હાજર રહેવા પડયું હોવાની સ્થિતિ જોવા મળી હતી.

જો કે આજે ગરમીનો પારો પણ ૪૪ ડીગ્રીએ પહોંચ્યો હોવાથી ટાઉનહોલમાં ઉપસ્થિત અરજદારો, કર્મચારીઓ પણ આકળવિકળની સ્થિતિ અનુભવતા જોવા મળ્યા હતા. ગતરોજના કાર્યક્રમમાં પાણીના પોકારની ફરિયાદો ઉઠવા પામી હોવા છતાંયે આજે પાણીના યોગ્ય આયોજનનો અભાવ અરજદારો માટે રોષનું કારણ બન્યો હતો. કાર્યક્રમમાં મોટાભાગની ફરિયાદો નગરપાલિકા અને મામલતદાર કચેરીને લગતી હતી. ઉપરાંત પંથકમાં એસ.ટી.રૂટ, ડાકોર થી આણંદ,ગોધરા અનિયમિત ટ્રેન, પશુચોરી અને તસ્કરોનો વધતો આતંક સહિતની સમસ્યાઓ પણ રજૂ કરવામાં આવી હતી. રાજય પ્રધાનની સૌરભભાઇની ઉપસિથતિમાં સંબંધિત તંત્રના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણનો જવાબ આપ્યો હતો. કુલ ૮૧ પૈકી ૧પ રજૂઆતો નકારાત્મક અને ૩ નીતિવિષયક ગણાવવા સાથે ૬૩ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો હતો.

મારી પાસે પણ ખનનના સ્થળોની યાદી છે : તુષાર પટેલ (પત્રકાર)

ઉમરેઠના પત્રકાર તુષાર પટેલ દ્વારા ખનન ના મામલે પ્રશ્ન મુકવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતુમ કે ગેરકાયદેસર ખનન વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું છે, જેના પ્રત્યુત્તરમાં સંબંધીત અધિકારી સંતોષકારક જવાબ ન આપી શકતા કલેક્ટરશ્રી ર્ડો.ધવલે અરજદાર તુષાર પટેલ ને અધિકૃત ખનન ની સાઈટનું લીસ્ટ સુપ્રત કરવા જણાવ્યું હતુ, પરંતુ અરજદારએ કલેક્ટરશ્રી ને પણ જણાવી દીધુ હતુ કે અધિકૃત ખનન ની સાઈટ્સનું લીસ્ટ તેઓ પાસે હાજર છે. પરંતુ તે સિવાય ની અન્ય સાઈટ્સ પર પણ બેરોકટોક ખનન થઈ રહ્યુ છે. તંત્ર સમક્ષ વિવિધ સ્તરે રજૂઆતો કરી હોવા છતા ગેરકાયદેસર ખનન ની પ્રક્રિયા બંધ થતી નથી. આ સમયે સબંધીત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી ગેરકાયદેસર ખનન અટકાવવા પગલા ભરવા માત્ર શાબ્દીક આશ્વાસન આપવામાં આવ્યું હતું.

 

અવસાન નોંધ


અવસાન નોંધ – પુષ્પાબેન કાન્તિલાલ ગાંધી,પાટ પોળ ઉમરેઠ નું
તા.૨૧/૫/૨૦૧૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. : Sanjay K Gandhi

 

 

 

શ્રી ગુંસાઈજી અને નવનીતપ્રિયાજી હિંચકે ઝુલે રે…


શહેનશાહ-એ-હિન્દુસ્તાન અકબર – બિરબલ, આ મહાપુરુષ શ્રી ગુંસાઈજી ના સાહેબ કોન છે..?

બિરબલ – જહાપના, શ્રી ગુંસાઈજીના સાહેબનો દિદાર કરવા તમારે સ્વયંમ તેઓની સમક્ષ ગોકુળ-વુંદાવનમાં સન્મુખ થવું પડશે.
શહેનશાહ-એ-હિન્દુસ્તાન અકબર – બિરબલ ગોકુળ,વૃંદાવન જવાની તૈયારીઓ શરૂ કરો.
બિરબલ – જો આજ્ઞા જહાપના

બિરબલ અકબરને લઈને શ્રી ગુંસાઈજીના સાહેબના દિદાર કરાવવા શહેનશાહ-એ-હિન્દુસ્તાન અકબર ને ગોકુંળ વૃંદાવન લઈ જાય છે. જ્યાં શ્રી ગોસાંઈજી નવનીતપ્રિયાજીને હિંચકે ઝુલાવતા હોય છે, તો કો’ક વાર નવનીતપ્રિયાજી શ્રી ગોસાઈજીને હિંચકે ઝુલાવતા હોય છે, એક વખત તો શ્રી ગુંસાઈજી અને નવનીતપ્રિયાજી બંન્ને સાથે હિંચકે ઝુલતા રાજા અકબર ને દેખાય છે, ત્યારે શહેનશાહ-એ-હિન્દુસ્તાન અકબર ને અહેસાસ થાય છે કે શ્રી ગુંસાઈજી જ સ્વયંમ શ્રુષ્ટીના સાહેબ છે. તેઓની આ લીલા જોઈ અકબર રાજા વૃંદાવન અને ગોકુળનું સામ્રાજ્ય શ્રી ગુંસાઈજીને સમર્પીત કરી છે. આ દિવ્ય પ્રસંગનો અલૌકિક વિડીયો નીચે છે.