આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2017

ઉમરેઠમાં શ્રી વારાહી માતાજીનો ૨૬૦મો ઐતિહાસિક હવન યોજાશે.


૧૯ કવચના હવનમાં અને ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ, તેમજ ૭૫ મણ કાષ્ટ સહીત દૂધમાં ૩૫ કિલો ચોખા રાંધવામાં આવે છે અને હવિષ્ય તરીકે તેનો ઉપયોગ થાય છે.

vara91_n.jpg

ઉમરેઠમાં વારાહી માતાનો હવન આસો સુદ-૯ ને શુક્રવારના રોજ તા.૨૯.૦૯.૨૦૧૭ને રાત્રે ૧૧.૦૦ કલાકે શ્રી વારાહી માતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે તેમજ પંકજભાઈ મહેન્દ્રભાઈ શુક્લ પરિવારના યજમાન પદે યોજાશે. હવનની પૂર્ણાહૂતિ બીજા દિવસે વહેલી સવારે ૬ કલાકે યોજાશે.

વધુમાં આ અંગે માહીતી આપતા મીહીરભાઈ જોષીએ જણાવ્યું હતુ કે, હવનની તૈયારીઓમાં બાજખેડાવાડ જ્ઞાતિના સેવકો લાગી ગયા છે, ત્યારે ખાસ કરીને બ્રાહ્મણોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા દૂર દૂરથી લોકો આવી પહોચશે. ઉમરેઠ ખાતે યોજાતા વારાહી માતાના ઐતિહાસીક હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે. આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ હોય છે. વારાહી માતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે. વારાહીમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે. હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે. ઉમરેઠમાં યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના  કાર્યકરો ખડે પગે કામે લાગી ગયા છે. ઉમરેઠના વારાહી ચકલા વિસ્તારમાં આવેલ મંદિરને સજાવવામાં આવ્યું છે. તેમજ હવન બાદ પરંપરાગત ગરબાનું પણ આ વારાહી ચોકમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉમરેઠ પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર પણ આ હવનને લઈ પોતાની તૈયારીને આખરી ઓપ આપી હવન શ્રધ્ધાભેર યોજાય તેની તૈયારીમાં લાગી ગયું છે. નવરાત્રિ દરમ્યાન આસો સુદ- એકમ થી પૂનમ સુધી દરોજ્જે વારાહી માતાજીની આરતી થશે અને ત્યાર બાદ ચંદીપાઠનું આયોજન કરવામાં આવશે. આસો સુદ-૬ થી પૂનમ સુધી શ્રી વારાહીમાતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. હવનની પૂર્ણાહૂતિ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતી શ્રી ગણેશદાસજી મહારાજ, શ્રી નિરગુણદાસજી મહારાજ (નડીયાદ), શ્રી સ્વામી મુક્તામાનંદજી (અમદાવાદ) વિશેષ ઉપસ્થીત રહેશે.

હવન અંગે માન્યતા – ઉમરેઠ વારાહી મંદિરના પ્રમુખ સુરેશભાઈ જોષીએ જણાવ્યું હતુ કે વારાહી માતાજીના હવનમાં હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો સ્વાસ્થય સારું રહે છે. બાજખેડાવાડ બ્રાહ્મણો મોટી સંખ્યામાં હવન દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારે છે અને શ્રધ્ધા સાથે શરીરે ધારણ કરે છે.

ઉમરેઠ – બેચરીમાં ધારાસભ્ય દ્વારા વિકાસ કાર્યનો લોકાર્પણ તેમજ ખાતમહુર્ત કાર્યક્રમ યોજાયો.


lokarpan_n.jpg

ઉમરેઠના બેચરી ગામે ધારાસભ્ય જયંતભાઈ પટેલના હસ્તે મહાદેવ પાસે કંપાઉન્ડ વોલનું લોકાર્પણ તેમજ વોટર વર્કસ પાસે કંપાઉન્ડ વોલનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે સદર કામ માટે ધારાસભ્ય જયંતભાઈ પટેલે પોતાની ગ્રાન્ટ માંથી કુલ પાંચ લાખની ફાળવણી કરી છે. તેઓએ જણાવ્યું હતુ કે આ અંગે ગ્રામ્યજનોની રજૂઆત મળી હતી જે અંગે તપાસ કરતા સદર બંન્ને કામ જરૂરી હોવાથી સત્વરે કામ શરૂ કરી પૂર્ણ કરવા ગ્રાન્ટ ફાળવણી કરાઈ છે. ગ્રામ્યજનોએ ધારાસભ્ય જયંતભાઈ પટેલના સદર કાર્યની પ્રશંશા કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત બેચરી ગામમાં ગ્રામ્યજનોને કોઈ અન્ય જરૂરિયાત કે અગવડ હોય તે અંગે પણ ગામના આગેવાનો સાથે ધારાસભ્યએ ચર્ચા કરી હતી. આ સમયે સરપંચ કનુભાઈ હરીજન, ડે.સરપંચ દિલીપભાઈ પટેલ, સહીત ગામના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠના વડા બજારમાં દૂકાનના શટર તુટ્યા..!


ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં ગાંધીશેરીના નાકે ગઈકાલે રાત્રે કિરાણા સ્ટોર્સનું શટર તોડી ચોરી થઈ હોવાની ઘટના બની છે.

21979407_10211200641997522_1408662934_n.jpg

ઉમરેઠ નગરપાલિકા સ્કૂલમાં નવરાત્રિ પર્વની ઉજવણી


IMG-20170923-WA0003IMG-20170923-WA0001

ઉમરેઠ નગરપાલિકા સ્કૂલમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં ડી.જેના તાલે વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ ગરબા રમ્યા હતા. શાળામાં નવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે સૌ કોઈ ટ્રેડીશનલ ડ્રેસમાં શાળામાં ઉપસ્થીત રહ્યા હતા અને શિક્ષકો સહીત વિદ્યાર્થીઓ દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. આ પ્રસંગે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નવરાત્રિ પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતુ કે નવરાત્રિ દરમ્યાન મોટા લોકો ગરબા કરતા હોય ત્યારે તેઓને મુક્ત રીતે ગરબા ગાવાનો આનંદ મળતો નથી પરતું શાળાના સાથઊ સાથે મુક્ત રીતે ગરબા ગાવાનો સ્કૂલમાં મોકો મળ્યો તેથી તેઓનોુત્સાહ અને ઉમંગ આસમાને પહોંચ્યો છે અને ખરા અર્થે નવરાત્રિ પર્વની ઉજવણી કરી હોય તેવો અહેસાસ થાય છે. શાળામાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓ ઉત્સાહીત થયા હતા અને શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠમાં બિરાજમાન શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન.


bhadrakali79_o.jpg

ઉમરેઠમાં ખેડા-આણંદ જિલ્લા સદભાવના ટ્રસ્ટ દ્વારા સર્વપિતૃ શ્રાધ્ધપક્ષ યોજાયું


01_KAMAL.jpg

ઉમરેઠમાં ખેડા-આણંદ જિલ્લા સદભાવના ટ્રસ્ટ દ્વારા ઉમરેઠ ખાતે અમાસના દિવસે સર્વપિતૃ શ્રાધ્ધપક્ષ નિમિત્તે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે સંસ્થાના પ્રમુખ કમલભાઈ વ્યાસે જણાવ્યું હતુ કે, સદભાવના પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સર્વેપિતૃ શ્રાધ્ધ નિમિત્તે બ્રહ્મ ભોજનનું આયોજન થાય છે, આ વર્ષે ઉમરેઠમાં દાતાશ્રી વિરલભાઈ વ્યાસના યજમાન પદે સર્વ પિતૃ શ્રાધ્ધનું આયોજન કરવમાં આવ્યું હતું. તેઓએ શ્રાધ્ધપક્ષ અંગે વિશેષ માહીતી આપી હતી અને સર્વ પિતૃ શ્રાધ્ધનો અર્થ તેમજ મહીમા વિગતવાર સમજાવ્યો હતો. સમગ્ર સફળ આયોજન મહીલા પાંખના નિતાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠના નામાંકિત વકીલ રશ્મીભાઈ જે.શાહ, સામાજિક કાર્યકર મુકેશભાઈ દોશી (ગેસવાળા) તેમજ સંતરામ સિનિયર સિટીઝન ફોરમના હોદ્દેદારો, વહેપારીઓ તેમજ બ્રહ્મ સમાજના હોદ્દેદારો ઉપસ્થીત રહ્યા હતા.

જાણો ઉમરેઠ વિધાનસભા બેઠકના કોગ્રેસી યુવા કાર્યકરે કેવી રીતે ટીકીટ માટે દાવો કર્યો..!


co54.jpg

આગામી ડીસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય વર્તુંળોમાં ચહેલ પહેલ વધી ગઈ છે. ઉમરેઠમાં એન.સી.પી અને કોગ્રેસના ગઠબંધનને લઈ તીરાડની વાતને પગલે કોગ્રેસી કાર્યકરો પોતાની ટીકીટ પાક્કી કરવા અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. ત્યારે ઉમરેઠ બેઠક પરથી કોગ્રેસની ટીકીટ વાંચ્છુક યુવા નેતા રવી પટેલ દ્વારા શોશિયલ મીડીયામાં “હું ધારાસભ્ય બનીશ તો..” ટાઈટલ હેઠળ પ્રજાને ૧૦૦ જેટલા વાયદા કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે રવી પટેલે પોતાની પોસ્ટમાં શરૂઆતમાં જ ચિમકી ઉચ્ચારી છે કે “જો મને પક્ષ ટીકીટ નહી આપે તો  રાહુલ ગાંઘી જી અને સોનીયા ગાંઘી જી ને માંરી ૧૦૦૦ પાના ની કામગીરી ની ફાઈલ / વીડીયો / ઓડીયો/ સમાચાર પત્રો નાં લગભગ ૨૦૦૦ કટીંગો સાથે સીધો દિલ્હી ફરીયાદ કરવા જઈશ. યુવાનોનાં સ્વપ્નાંઓ તુટી રહ્યા છે નાત જાત નાં ભેદ ભાવ માં સાચું ભારત ક્યાંક ડચકાં લઇ રહ્યું છે… “સત્ય મેવ જયતે”ની લડત લડીશ. કોગ્રેસના યુવા કાર્યકરની સદર પોસ્ટને લઈને કોગ્રેસમાં ટીકીટ વાંચ્છુંકોની ચહેલ પહેલ વધી ગઈ છે, બીજી બાજૂ એન.સી.પી અને કોગ્રેસ ગઠબંધન ને લઈ નકારાત્મક હોવાની ખબર ને લઈ ભાજપ ગેલમાં આવી ગયું છે. જો ઉમરેઠમાં એન.સી.પી અને કોગ્રેસનું ગઠબંધન નહી થાય તો ભાજપને ૨૦૦૨ પછી પુનઃ સત્તા મળવામાં શરળતા રહેશે તેમ રાજકિય વિશેષજ્ઞો ચર્ચા કરી રહ્યા છે.

જાણો કેમ ભાજપે કરવી પડી આવી ચોખવટ..!


pollll_npoll_res

આગામી વિધાનસભાની ચુંટણીને લઈને રાજકીય પક્ષોના કાર્યકરો પોતાની ઉમેદવારી માટે દાવા કરવાનું શરૂ કરી દીધુ છે. ખાસકરીને ભાજપમાં ટીકીટ માટે દાવેદારો ની સંખ્યા ખુબજ છે. તમામ દાવેદારો પોતાને મજબુત બતાવા અનેક હથકંડા અપનાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ઉમરેઠ વિધાનસભા માટે ઉમેદવારો ને લઈ એક ઓનલાઈન પોલ શોશિયલ મીડીયામાં વાઈરલ થયો હતો. જેમાં સંભવિત સક્ષમ ઉમેદવારને વોટ કરવા જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે સદર પ્રાઈવેટ પોલમાં ભાજપના અમુક જ સંભવિત ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કેટલાક સંભવિત ઉમેદવારની બાદબાકી દેખાઈ હતી. આ ઉપરાંત આવા પોલને લઈ પક્ષમાં અંદરો અંદર ભારે તર્કવિતર્ક શરૂ થયા હતા જેને પગલો સદર પોલ પક્ષ માટે કોઈ મુશ્કેલી ના સર્જે તે હેતુ થી જિલ્લા સંગઠન દ્વારા કાર્યકરોને પ્રાઈવેટ પોલ બહાર ન પાડવા વિનંતી કરતો પત્ર બહાર પાડ્યો હતો. બીજી બાજૂ સદર પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટીકીટ વહેંચણી માટે પાર્ટી દ્વારા એક ચોક્ક્સ પ્રણાલી તૈયાર કરાઈ છે જેને અનુરૂપ જ પક્ષ ઉમેદવાર નક્કી કરશે.

ઉમરેઠ જીવન આધાર સેવા સંકુંલના બાર વર્ષની ઉજવણી.


ઉમરેઠના અશક્ત અને નિરાધાર વૃધ્ધો માટે આશિર્વાદ સમાન જીવન આધાર સેવા સંકુલ નામની સંસ્થા છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે. જેઓનો તાજેતરમાં ૧૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ અંગે જીવન આધાર સેવા સંકુલના વહીવટ કર્તા હરિવદનભાઈ શાહ, અનિલભાઈ દેસાઈ તેમજ નિતીનભાઈ શાહએ જણાવ્યું હતુ કે, છેલ્લા બાર વર્ષથી સતત ચાલતા આ સેવા યજ્ઞમાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના લોકોની ખુબજ મદદ મળી છે, જેને કારણે અમોને પ્રોત્સાહન મળે છે અને અમારો આ સેવા યજ્ઞ અવિરત આઠ વર્ષથી ચાલતો આવ્યો છે. તેઓએ ઉમેર્યું હતુ કે, હાલમાં લગભગ ૧૦૫ જેટલા વૃધ્ધ લાભાર્થીઓ આ સેવાનો લાભ લઈ રહ્યા છે તેમજ છેલ્લા બાર વર્ષમાં કુલ ૪,૨૯,૬૩૫ જેટલા ટીફીન લાભાર્થીઓને પહોંચાડવામાં આવ્યા છે. હાલમાં જીવન આધાર સેવા સંકુલ નગરના અન્નક્ષેત્ર ખાતે થી ભોજન બનાવી લાભાર્થીઓને ત્યાં ઘરે બેઠા પહોંચાળે છે. સવારે ૧૦.૩૦ કલાકની આસપાસ સંસ્થાનો માણસ રીક્ષામાં ઘરે ઘરે જઈને વૃધ્ધોને ભોજન આપી આવે છે, સમગ્ર પ્રવૃતિ ઉપર સંસ્થાના ત્રણેય વહીવટ કર્તા હરિવદનભાઈ,અનિલભાઈ તેમજ નિતીનભાઈ સીધી દેખરેખ રાખે છે. જીવન આધાર સેવા સંકુલની સદર સેવાકિય પ્રવૃત્તિને બિરદાવવા નગરની એક સ્વૈચ્છિક સંસ્થા ધ્વારા તેઓને પ્રોત્સાહન આપવા માટે ભૂતકાળમાં વોકેશનલ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. અઠવાડિયાના તમામ દિવસે અલગ અલગ ભોજન વૃધ્ધોને પિરસવા માટે સંસ્થા દ્વારા કયા દિવસે શું ભોજન બનાવવું તેનું ટાઈમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે, આ ઉપરાંત નગરના સદગુહસ્થો પોતાને ત્યાં સારા પ્રસંગે આ વૃધ્ધોને પોતાના તરફ્થી એક દિવસ માટે ભોજન પણ આપતા હોય છે. આ સંસ્થાને વધુ સધ્ધર બનાવવા તેમજ વૃધ્ધોની સેવા કાજે કોઈ વ્યક્તિ આગળ આવવા માગતી હોય તો તેઓ સંસ્થાના વહીવટ કર્તાનો સંપર્ક કરી શકે છે. જીવન આધાર સેવા સંકુલના બાર વર્ષ પૂર્ણ થતા તેરમાં વર્ષમાં પ્રવેશની ઉજવણીના ભાગરૂપે રાજભોગ નું આયોજન કરવામાં આવ્યું હતુ. સંસ્થાની વર્ષગાંઠ નિમિત્તે લાભાર્થી વૃધ્ધો તેમજ જરૂરીયાત મંદને ભોજન પીરસવામાં આવ્યું હતું. જીવન આધાર સેવા સંકુંલના ત્રણેય વહીવટદારોના કાર્યની નગરમાં ભારોભર પ્રશંશા થઈ રહી છે.

ઉમરેઠ તાલુકા બક્ષી પંચ મોરચાનું સંમેલન યોજાયું.


baxi02n.jpg

આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને ભાજપ અને કોગ્રેસ દ્વારા મતદારોને પોતાની તરફ ખેંચવા અત્યાર થી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઉમરેઠ તાલુકાના ખાનકુવા ખાતે ભાજપના બક્ષીપંચ મોરચાનું સંમેલન મંત્રીશ્રી રોહીતભાઈ પટેલની ઉપસ્થીતીમાં યોજાયું હતું. આ કાર્યક્રમ આણંદ ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રી, આણંદ નગરપાલિકા ઉપપ્રમુખશ્રી કાન્તીભાઇ ચાવડા, બક્ષીપંચ સમાજના પ્રમુખશ્રી, તાલુકા ભાજપ પ્રમુખ તથા મહામંત્રીઓ ઉપસ્થીત રહ્યા હતા. ઉપસ્થીત કાર્યકરોને સંબોધન કરતા મંત્રીશ્રી રોહીતભાઈ પટેલે ભાજપ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો જનતા સુધી લઈ જવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો તેઓએ ઉમેર્યું હતુ કે કાર્યકરો જ પાર્ટીનો પાયો છે. આ ઉપરાંત બક્ષીપંચ સમાજના આગેવાનોને સદર સંમેલન સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જાણો ઉમરેઠમાં કેમ મમરા-પૌવાનો ઉદ્યોગ પડી ભાંગ્યો..?


DSCN0880.JPGઉમરેઠમાં સાઈઠના દાયકામાં શરૂ થયેલ મમરા-પૌંવાનો ઉદ્યોગ એંશીના દાયકા સુધી ચરમસીમાએ પહોંચી ગયો હતો. ઉમરેઠમાં લગભગ વીશ જેટલી મમરા-પૌંવા બનાવવાની ફેકટરીઓ ધમધમતી હતી. પરંતુ જાણે અચાનક મમરા-પૌંવાના ઉદ્યોગને કોઈની નજર લાગી હોય તેમ સદર ઉદ્યોગની પડતી થતા ટપોટમ મમરા-પૌંવાની ફેક્ટરીઓ બંધ થવા લાગી અને આજે ઉમરેઠમાં માંડ બે-ત્રણ મમરા-પૌંવા બનાવવાના યુનિટ કાર્યરત છે. વધુમાં આ અંગે પ્રાપ્ત માહીતી મુજબ છેલ્લા કેટલાય સમય થી ઉમરેઠમાં મમરા-પૌંવા ઉદ્યોગ પડી ભાંગ્યો છે, જ્યારે પોતાની મુડી ધરાવતા આર્થિક રીતે સધ્ધર વહેપારીઓ જ આજે મમરા -પૌંવાના ઉદ્યોગ સાથે ટકી રહ્યા છે અને ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત સહીત રાજ્ય બહાર પણ મમરા-પૌંવાનો નિકાસ કરી રહ્યા છે. પોતાની વ્યથા ઠાલવતા મમરા-પૌંવાનો ઉદ્યોગ બંધ કરનાર લોકો કહે છે કે, સમય ની માંગ પ્રમાણે સદર ઉદ્યોગ માટે નવી ટેક્નોલોજી મુજબ અપગ્રેડ થવું જરૂરી હતુ ઉમરેઠમાં જૂણી પ્રણાલી પ્રમાણેજ મમરા પૌંવાનું ઉત્પાદન થતુ હતુ જેને કારણે અન્ય મુડીવાદીઓ સદર ધંધામાં નવી ટેક્નોલોજ વસાવી હરીફ બની ગયા આ સમયે ઉમરેઠમાં મમરા પૌંવાના ઉત્પાદકોને ટેકો કરવા કોઈ સરકારી યોજના અમલમાં આવી હોત તો કદાચ જે તે સમયે ઉમરેઠના વહેપારીઓ પણ મમરા પૌંવાના ઉદ્યોગ ને ટકાવી રાખવા સક્ષમ બન્યા હોત. બીજી બાજૂ આજે પણ ઉમરેઠમાં મમરા પૌંવાના ઉદ્યોગ ચાલી રહ્યા છે જેઓ સમય મુજબ પોતાના ધંધામાં યોગ્ય ટેક્નોલોજી નો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલા વીજ જેટલી ફેક્ટરીઓ હતી જ્યારે આજે બે-ત્રણ ફેક્ટરીઓજ કાર્યરત છે, મમરા પૌંવાનો નિકાસ કરતું ઉમરેઠ આજે જરૂર પડે તો અન્ય ગામ કે રાજ્ય માંથી પણ મમરા-પૌંવા મંગાવવા મજબુર બન્યું છે.

ઉમરેઠમાં નવરાત્રિ પર્વની ઉજવણી માટે ખેલૈયા તેમજ આયોજકો સજ્જ


f.jpg

ઉમરેઠમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને ખેલૈયા તેમજ આયોજકો દ્વારા ગરબા મહોત્સવને લઈ આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એક તરફ યુવતિઓ દ્વારા ચણિયા ચોળીની ખરીદી કરવા છેલ્લા દિવસોમાં ચણિયા ચોળીની દુકાનો તેમજ વિવિધ એસેસરીઝ ખરીદવા માટે બજારમાં ચહેલ પહેલ કરી દીધી છે, આ ઉપરાંત બધા થી અલગ દેખાવવા માટે યુવતિઓ દ્વારા પાર્લર-સલુનનો પણ સહારો લીધો છે. બીજી બાજૂ ખેલૈયા મન મુકીને ગરબાનો આનંદ લઈ શકે તે માટે ગરબા મંડળોના આયોજકો દ્વારા પણ ગરબા ગ્રાઉન્ડ સહીત સાઉન્ડ સિસ્ટમ અને ગાયકો દ્વારા રીહર્સલનો શીલ શીલો પણ શરૂ થઈ ગયો છે. નવરાત્રિમાં ખેલૈયાને કાં નવું આપવા માટે ગાયક વૃંદ દ્વારા અવનવા ગરબા સાથે ગરબા ગ્રાઉન્ડમાં ધમાલ મચાવશે તેમ પણ કરી રહ્યા છે, ઉમરેઠમાં શેરી ગરબા તેમજ પાર્ટી ગરબા થાય છે, બંન્ને ગરબાના આયોજકો દ્વારા તૈયારીઓ આખરી ચરણમાં આવી ગઈ છે. નગરમાં કાછીયાવાડ, વાંટા સહીત અન્ય વિસ્તારમાં શેરી ગરબાની રમઝટ જામે છે આ ઉપરાંત નગરમાં પાર્ટી ગરબામાં પણ ધુમ મચાવે છે, ઉમરેઠમાં લોકપ્રિય ગરબા ગાયક શદાશીવ દવેએ જણાવ્યું હતુ કે આ વર્ષે પણ તેઓ નાશિકવાળા હોલમાં યુવાધનને ગરબે ગુમાવશે તેઓના ગાયક વૃંદ દ્વારા રીહર્ષલ પણ કરવામાં આવે છે અને પ્રાચિન અર્વાચીન ગરબા સાથે આ વર્ષે લોકોને મંત્રમુગ્ન કરતા તેઓએ તત્પરતા બતાવી હતી. માં અંબેની આરાધના સાથે ખેલૈયાઓ માટે અતીપ્રિય ગરબા મહોત્સવને ઉજવવા માટે ઉમરેઠનું યુવા ધન થનગનાટ કરી રહ્યું છે.

અવસાન નોંધ – બેસણું