આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2015

ઉમરેઠ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્વ-બચાવ શિક્ષણ શિબિરનું આયોજન


ઉમરેઠ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લીંગડા તેમજ પરવટા ખાતે સ્વ બચાવ શિક્ષણ શિબિરનું આયોજન તા.૧૮.૨.૨૦૧૫ થી ૨૮.૨.૨૦૧૫ સુધી કરવામાં આવ્યું હતું, જેનો પૂર્ણાહૂતિ કાર્યક્રમ આજે શ્રી સરસ્વતી વિદ્યામંદિર તેમજ પ્રાથમિક શાળા પરવટા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ યુ.વી.ડાભી સહીત કરાટે જુડો તાલીમ વાડોકોઈ કરાટે એકેડેમીના જીગ્નેશભાઈ ઠક્કર તથા સ્ટાફના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે વિશેષજ્ઞો દ્વારા અસામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ દ્વારા તકેદારી રાખવા માટે જરૂરી સલાહ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ અને વિદ્યાર્થીનીઓને સ્વ બચાવ માટે જરૂરી ટીપ્સ આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં લીંગડાના સરપંચ તેજૂબેન રબારી, તાલુકા પંચાયતના સભ્ય રોહીતભાઈ પટેલ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં પરવટા ખાતે યોજાયેલ શિબિરના પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં પરવટાના સરપંચ બુધાભાઈ જાદવ, પરવટા મહીલા સમિતિના સભ્યો, ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ યુ.વી.ડાભી દ્વારા રાઈફલ શુટીંગમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને સ્વાઈન ફ્લુ સામે રક્ષણ મેળવવા માટે વિવિધ સુચનો દર્શાવેલ માહીતી પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉમરેઠમાં રી-યુનિયનનો ટ્રેન્ડ યથાવત – ત્રીસ વર્ષે સ્કૂલના મિત્રો ભેગા થયા..!


 સ્કૂલના શિક્ષકો પણ રી-યુનયનમાં જોડાયા
ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ધો.૧૦ની ૧૯૮૪ બેચના વિદ્યાર્થીઓનું તાજેતરમાં ઉમરેઠ ખાતે રી-યુનિયન યોજાયું હતું. આ પ્રસંગે જે તે સમયના ક્લાસ ટીચર તેમજ અન્ય શિક્ષકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓને આજે સમાજમાં ઉચ્ચ સ્થાને જોઈ સંતોષ સાથે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.આ અંગે વિજલભાઈ જાદવે જણાવ્યું હતુ કે, તેઓ ૧૯૮૪ બેચમાં ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા હતા જ્યારે ધો.૧૦ પછી ઉચ્ચ શિક્ષણ માટે તમામ મિત્રો પોત પોતાની રીતે અલગ થઈ ગયા હતા, ત્યાર બાદ જૂજ મિત્રો સંપર્કમાં રહ્યા હતા જ્યારે અન્ય તમામ મિત્રો પોતાની જિંદગીમાં વ્યસ્ત બની ગયા હતા. તાજેતરમાં આ તમામ મિત્રોએ ઉમરેઠમાં ભેગા થવાનું વિચાર્યું અને જે મિત્રો એક બીજાના સંપર્કમાં હતા તેઓની મદદથી તમામ મિત્રો હાલમાં ક્યાં છે તે શોધી સૌ ને ઉમરેઠ ખાતે એકઠા થવાનું સફળ આયોજન કર્યું હતું. તેઓએ ઉમેર્યુ હતુ કે જૂના મિત્રોને પૂન સંપર્કમાં લાવવા માટે સ્કૂલ પ્રસાસન સહીત ફેશબુક અને વોટ્સએપનો સુંદર ઉપયોગ કર્યો હતો. ૧૯૮૪ની બેચના રી-યુનિયન પ્રસંગે ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ઈન્દીરા સિસ્ટર,દક્ષા સિસ્ટર, આર.એમ.પ્રજાપતિ સર સહીત હાલના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ટીચીગ સ્ટાફના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે જે વિદ્યાર્થીઓ પોતાના હાથ નીચે ભણી ગયેલા છે તે આજે સમાજમાં ઉચ્ચ સ્થાને જોઈ ગર્વ સાથે સંતોષની લાગણી થઈ રહી છે. લગભગ ૩૦ વર્ષે મળેલા તમામ મિત્રોએ અનહદ આનંદ વ્યક્ત કર્યો હતો જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાગણીસભર બની ગયા હતા, સ્કૂલમાં ચડ્ડી પહેરી ફરતા મિત્રો રી-યુનિયનમાં પોતાના પરિવાર સાથે આવ્યા હતા અને જૂના સંસ્મરનો યાદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક મિત્રો ખાસ રી-યુનિયન માટે વિદેશથી ઉમરેઠ આવ્યા હતા અને પોતાના મિત્રોને પોતાના પરિવાર સાથે સુખદ આનંદની પળો લીધી હતી. જૂના મિત્રોને એક મંચ પર એકઠા કરવા માટે તેમજ સમારોહને સફળ બનાવવા માટે નિકુંજભાઈ,કામીનીબેન, હિતેશભાઈ,અનંતભાઈ અને વેનુગોપાલભાઈએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠના શ્રી કુસુમહરનાથ રાધાકૃષ્ણ મંદિરની ખાત મહૂર્ત વિધિ યોજાઈ.


ઉમરેઠના શ્રી કુસુમહરનાથ રાધાકૃષ્ણ મંદિરના જીર્ણોર્ધાર્થ અર્થે ખાતમહુર્ત વિધિ શ્રી મધુસુદન શાસ્ત્રીજીના આચાર્ય પદે તેમજ જગદીશભાઈ જોશી પરિવારના યજમાન પદે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સદર વિધિ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. શ્રી ગણેશદાસજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતા અને જણાવ્યું હતુ ભગવાન આપણી ઉપર કૃપા કરી આપણે લક્ષ્મીજી પ્રદાન કરે છે ત્યારે આપણે પણ ધાર્મિક કાર્યો માટે લક્ષ્મીજી ભગવાનને અર્પણ કરવા જોઈયે. ખાતમહૂર્ત વિધિ સંપન્ન કરવા શ્રી કુસુમહરનાથ રાધાકૃષ્ણ મંદિરના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી જ્યારે ટ્રસ્ટીઓ રવીન્દ્રભાઈ ત્રિવેદી, વિનોદચંદ્ન દવે,ગીજૂભાઈ દવે,જીતેન્દ્રભાઈ જોશી તેમજ ભવદીપભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા.

થામણા ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.


ઉમરેઠ તાલુકાના થામણા ખાતે થામણા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પુરુષ અને મહીલા વોર્ડ, લેબોરેટરી તેમજ અન્ય સુવિધાઓનો વધારો કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત થામણા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડીયમમાં નવ નિર્મિત સ્ટેજ પણ આકાર પામ્યુ છે જેનો લોકાર્પણ કાર્યક્રમ આજે થામણા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલ, કૌશીકભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ્દ લાલસિંહભાઈ વડોદિયા, ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ અમદાવાદ ખાડીયા વિસ્તારના ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે થામણા ગામના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ પટેલે ગામમાં થયેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી અને ભવિષ્યમાં પણ ગામના વિકાસને અવિરત આગળ ધપાવવાની ખાતરી આપી હતી.

ઉમરેઠની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાત કરી.


ઉમરેઠની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને આજે ઉમરેઠ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી. આ સમયે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને નગરના પોલીસ સ્ટેશને લઈ ગયા હતા જ્યા તેઓનું ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ યુ.વી.ડાભીએ સ્વાગત કર્યું હતુ. તેઓએ વિદ્યાર્થીઓની પોલીસની વિવિધ કામગીરી સમજાવી હતી અને જણાવ્યું હતુ કે પોલીસ પ્રજાનો મિત્ર જ છે. ઉમરેઠ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓને પેન તેમજ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હળવા વાતાવરનમાં વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનની મુલાકાતનો આનંદ લીધો હતો.

ઉમરેઠમાં દાઉદી વ્હોરા સમાજના ૫૩માં ધર્મગુરૂના જન્મ દિવસની ઉજવણી.


સ્વચ્છ ભારત અને વૃક્ષો બચાવોની ઝાંખી ઝુલુસમાં પ્રદર્શીત કરાઈ.

DVD04દાઉદી વ્‍હોરા સમાજના ૫૩માં ધર્મગુરૂ સૈયદના મૂફદૂદલ સૈફૂદીનના જન્મ દિવસની ઉમરેઠ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દાઉદી વ્હોરાની દરગાહ ખાતે વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા અને નગરના વહોરવાડ વિસ્તારને રોશનીથી સજાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરમાં શાહી ઝુલુસ નિકાળવામાં આવ્યું હતુ, જેના પ્રસ્થાન સમયે ઉમરેઠ સંતરામ મંદિરના શ્રી હરિકૃષ્ણદાસજી મહારાજ, આમીદ સાહેબ શેખ, કુત્તુબુદ્દીનભાઈ ચોધરી ઉપસ્થિત રહ્યા હતા. શાહી ઝુલુસ વડાબજાર થી પંચવટી,ઓડબજાર થઈ વહોરવાડ વિસ્તારમાં ફર્યું હતું. ઝુલુસમાં મોટી સંખ્યામાં દાઉદી વ્હોરા સમાજના લોકો જોડાયા હતા અને ઝુલુસમાં “સ્વચ્છ ભારત” અને “વૃક્ષો બચાવો,વૃક્ષો વાવો”ની ઝાંખી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝુલુસ દરમ્યાન માર્ગ પર પડેલ કચરો દાઉદી વ્હોરા કોમના યુવાનો દ્વારા ઉપાડી કચરા પેટીમાં નાખી સ્વછતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવોની થીમ પર ઝાંખી પણ ઝુલુસમાં પ્રદર્શીત કરવામાં આવી હતી. વૃક્ષો પ્રત્યે લોકો જાગૃતિ દાખવે તે માટે વિવિધ બેનરો પણ દર્શાવવામાં આવ્યા હતા. ઝુલુસમાં મદ્રેસાના બાળકો પણ વિવિધ કલાત્મક વેશભૂષા સાથે ઝુલુસમાં જોડાયા હતા અને આકર્ષનનું કેન્દ્ર બન્યા હતા.

ઝુલુસ દરમ્યાન ઘોડો ભડકતા દોડધામ..

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ પ્રસંગે નિકળેલ બેન્ડ બાજા અને ઘોડા સાથે ઝુલુસ નિકળ્યું હતુ. ઝુલુસ ઓડ બજાર નગીના મસ્જીદ આગળ સરસ્વતી પ્રિન્ટીંગ પ્રેસ પાસે પહોંચુ ત્યારે અચાનક એક ઘોડો કાબુ બહાર થઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ સમયે ઘોડાને તેના માલિકે સુજબુજ દાખવી ઘોડાને કાબુમાં કરી ઘોડા પર સવાર બે બાળકોને ઉતારી લેતા કોઈ અપ્રિય ઘટના બની ન હતી. બેકાબુ થયેલા ઘોડાને ઝુલુસ બહાર કાઢી રાબેતા મુજબ ઝુલુસ આગળ વધ્યું હતું.

Jpeg

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિત્તે ઉમરેઠમાં નિકળેલ ભવ્ય ઝુલુસમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઝાંખી પ્રદર્શીત કરાઈ હતી. મદ્રેસાના બાળકો વિવિધ વેશભૂષા સાથે ઝુલુસમાં જોડાયા હતા તેમજ દાઉદી વ્હોરા સ્કાઊટ બેન્ડ આકર્ષનનું કેન્દ્ર બન્યું હતું. દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના જન્મ દિવસ નિમિત્તે ઉમરેઠમાં નિકળેલ ભવ્ય ઝુલુસમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઝાંખી પ્રદર્શીત કરાઈ હતી. મદ્રેસાના બાળકો વિવિધ વેશભૂષા સાથે ઝુલુસમાં જોડાયા હતા તેમજ દાઉદી વ્હોરા સ્કાઊટ બેન્ડ આકર્ષનનું કેન્દ્ર બન્યું હતું.

Jpeg Jpeg

ઉમરેઠમાં વારંવાર બી.એસ.એન.એલ નેટવર્ક ખોરવાતા પ્રજા ત્રાહિમામ્


બેન્કિગ, ઈન્ટરનેટ, મોબાઈલ સહીત લેન્ડલાઈન સેવા પ્રભાવિત

ઉમરેઠ નગરમાં છેલ્લા કેટલાય દિવસથી બી.એસ.એન.એલનું નેટવર્ક ખોરવાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બી.એસ.એન.એ નેટવર્ક ખોરવાતા માત્ર લેન્ડ લાઈન અને મોબાઈલ જ નહી પરંતુ ઈન્ટરનેટ અને બેંકિંગ સેવાને પણ અસર થઈ થઈ રહી છે. જેને પગલે બેંકમાં પણ કનેક્ટીવીટી ન મળતા છેલ્લા દશ દિવસમાં ત્રણ થી ચાર દિવસ સુધી બેન્કનું કામકાજ પણ બંધ રહ્યું હતું. વધુમાં પ્રાપ્ત માહીતી મુજબ ઉમરૅઠના કાર્તિકભાઈ શાહએ જણાવ્યું હતુ કે છેલ્લા કેટલાય દિવસથી ઉમરૅઠમાં બી.એસ.એન.એલ સેવા ઠપ્પ થઈ ગઈ છે, જેને કારણે ઈન્ટરનેટ સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે, નગરની બેંકો પણ બી.એસ.એન.એલ નેટવર્કનો ઉપયોગ કરતી હોવાને કારણે નેટવર્ક ખોરવાતા બેન્કના કામકાજ પર પણ અસર થઈ રહી છે. બેંકમાં રોજબરોજના કામ માટે આવતા વહેપારીઓ સહીત અન્ય ખાતેદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જ્યારે બીજી બાજૂ બેંક ઉપર કામનું ભારણ વધતું જાય છે.નગરમાં સાઈબર કેફે, ઓફસેટ સહીત ઓનલાઈન ધંધા-રોજગાર ધરાવતા લોકોને ખાસ્સી મુશ્કેલીઓ પડી રહી છે.

ઉમરેઠના કનુભાઈએ ૭૫મી વર્ષગાંઠની ઉજવણી સ્કૂલના બાળકો સાથે કરી.


 સ્કૂલમાં યજ્ઞ કરી વિદ્યાર્થીઓને ફ્રુટનું વિતરણ કર્યું.

KANUBHAI

સામાન્ય રીતે પોતાની વર્ષગાંઠ લોકો ધામધૂમથી પોતાના મિત્રો અને પરિવારજનો સાથે કેક કાપીને ઉજવતા હોય છે, પરંતું ઉમરેઠના એક સિનિયર સિટીઝન કનુભાઈ શાહ (કાંકણપૂરવાળા)એ પોતાનો ૭૫મો જન્મ દિવસ અનોખી રીતે નગરની શ્રી સરસ્વતી શીશુ વિદ્યાલય સ્કૂલ ખાતે ઉજવ્યો હતો અને શાળાના બાળકો સાથે હળવાશની પલોનો આનંદ લઈ ફ્રુટ વિતરણ કર્યું હતું.

આ અંગે શાળાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગતે જણાવ્યું હતું કે, ઉમરેઠના કનુભાઈ શાહ (કાંકણપૂરવાળા)એ સ્કૂલનાં પોતાના જન્મ દિવસ નિમિત્તે એક યજ્ઞ કર્યો હતો અને શાળાના બાળકો સાથે ૭૫મો જન્મ દિવસ ઉજવી અનોખી મિશાલ કાયમ કરી હતી. આ પ્રસંગે કનુભાઈ શાહ દ્વારા શાળાના વિદ્યાર્થીઓમાં ફ્રુટનું વિતરણ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે, કનુભાઈ શાહની સદર પહેલથી બાળકો પ્રભાવીત થયા હતા અને કનુભાઈ શાહની પ્રશંશા કરી હતી. શાળા પરિવારે કનુભાઈ શાહની પ્રશંશા કરી હતી જ્યારે કનુભાઈ શાહએ પોતાને જન્મ દિન ઉજવવા માટે શાળામાં આવવાનો મોકો આપ્યો તે બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કનુભાઈ શાહ સમાજ સેવામાં સદાય અગ્રેસર રહે છે તાજેતરમાં જ ગૌ-રક્ષા માટે તેઓ દ્વારા વી.વાય.ઓ ફાઊન્ડેશનના માધ્યમથી શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણા અને આશિર્વાદથી એક ગાય દત્તક લેવા માટે આર્થિક ફંડ આપ્યું હતુ આ ઉપરાંત ડાકોર પદયાત્રા કરતા પદયાત્રીકોની સેવા માટે પણ તેઓ સદાય ઉત્સાહીત રહે છે.

ઉમરેઠના ઓડ બજારમાં નગરપાલિકા શોપિંગ સેન્ટર બહાર ખુલ્લા કાંસ – દૂકાનદારો પરેશાન


પાલિકાના સત્તાધીશોને માત્ર કરોડોના બજેટ વાળા કામ માંજ રસ છે…?
IMG-20150201-WA0007

ઉમરેઠ પાલિકા દ્વારા ગત ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન કામગીરી માટે નગરના
વિવિધ કાંસને સાફ કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે ઓડ બજાર વિસ્તારમાં
એ.પી.એમ.સી સામે આવેલ નગરપાલિકા શોપિંગ સેન્ટરનો કાંસ પણ સાફ કરવામાં
આવ્યો હતો. કાંસ સાફ કરવા માટે કાંસના ઢાંકના ચાર થી પાંચ જગ્યાએ
ખોલવામાં આવ્યા હતા જે આજ દીન સુધી બંધ ન કરવામાં આવતા સદર શોપિંગ
સેન્ટરમાં દૂકાન ધરાવતા દૂકાનદાર સહીત ખરીદી માટે આવતા ગ્રાહકો હેરાન થઈ
ગયા છે. ખુલ્લા કાંસને કારને બદબું તો આવે જ છે પરંતુ સાથે સાથે ખુલ્લ
કાંસમાં પડી જવાનો પણ ભય રહે છે. સદર શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા
વહેપારીઓએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં નગરપાલિકા સ્કૂલની જ એક વિદ્યાર્થી
ખુલ્લા કાંસમાં પડી ગઈ હતી, સદનસીબે કાંસમાં પાણી ન હોવાને કારણે તેનો
આબાદ બચાવ થયો હતો. બીજૂ બાજૂ વહેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા
છે કે, સદર ખુલ્લા કાંસને બંધ કરવા માટે પાલિકામાં રજૂઆત કરી છે છતા પણ
પાલિકા તંત્ર આ કાંસને બંધ કરવામાં આળશું અભિગમ દાખવી રહ્યું છે. પાલિકા
તંત્રને માત્ર કરોડોના બજેટ ધરાવતા જ પ્રોજેક્ટો હાથમાં લેવામાં રસ છે
બાકીના કામો માળીયે ચઢી જાય છે.

સીટી ફસ્ટ એપ્લીકેશન દ્વારા ફરિયાદ કરી – આશીષભાઈ કાછીયા

ઉમરેઠના સામાજીક કાર્યકર આશીષભાઈ કાછીયાએ જણાવ્યું હતુ કે આણંદ જિલ્લા
પ્રશાશન દ્વારા પાલિકા દ્વારા પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ આવે તે
માટે સીટી ફસ્ટ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે, સદર એપ્લીકેશનથી પણ
ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલા નગરપાલિકા શોપીંગ સેન્ટર પાસે ખુલ્લા
કાંસ બંધ કરવા ફરિયાદ કરવામાં આવી છે હવે તે જોવાનું છે કે આ ફરિયદનો
કેટલા સમયમાં નિકાલ આવે છે.

ખુલ્લો કાંસ ઢાંકવા કચરા પેટીનો ઉપયોગ

ઉમરેઠ બ્રહ્મકુમારી કેન્દ્ર પાસે થી એસ.એન.ડી.ટી મેદાનમાં જવા માટેના
મુખ્ય દરવાજા ઉપર ખુલ્લો કાંસ છે જ્યાં અઠવાડિયા પહેલા એક મારૂતિ કાર પડી
ગઈ હતી, પાલિકા તંત્રએ હાલમાં આ કાસ પૂરવા માટે ખુલ્લા કાંસ ઉપર કચરા
પેટી મુકી દીધી છે ત્યારે નગરજનો સવાલ કરી રહ્યા એ કે કરોડોના ખર્ચા
કરનારી પાલિકા પાસે કાંસ પૂરવા માટેના પણ પૈસા નથી..?

%d bloggers like this: