આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2009

જોયું ને મે કહ્યુતુંને લાગણી દુભાશે જ…!


ગણેશ ચતુર્થીના થોડા દિવસો પહેલા સર્જન ,પુજન અને વિસર્જન – જય ગણેશ પોસ્ટ કરી હતી જેમાં ગણેશ વિસર્જન પછીની સંભવિત પરિસ્થિતી અંગે ચર્ચા કરી હતી, જેની આ તસ્વીર પુષ્ટી કરતી હોય તેમ લાગી રહ્યુ છે,

વિસર્જન પછી વેરવીખેરે પડેલી ગણેશજીની મૂર્તિઓ (ફોટો-એએફપી)

વિસર્જન પછી વેરવીખેરે પડેલી ગણેશજીની મૂર્તિઓ (ફોટો-એએફપી)

  જે ભગવાનની આપણે નવ દિવસ સુધી ભક્તિભાવ સાથે પુજા અર્ચના કરીએ છે,તે ભગવાની આ દશા જોઈ ખરેખર લાગણી દુભાય છે. અત્યારે મને સવાલ કરવાનું મન થાય છે, ક્યાં છે બધા હિન્દુત્વની વાતો કરનાર શું તેમની લાગણી નથી દુભાતી…?

સંસદ સભ્યનું આશ્વાસન…


અમારા ગામના સળગતા ૧૧ પ્રશ્નો અંગે “મે” મહિનામાં અમારા વિસ્તારના યુવા સંસદ સભ્યશ્રીને લેખિત રજુઆત કરી હતી. ત્રણ મહિના પછી તેમનો પત્ર મળ્યો, ને તેઓએ જણાવ્યુ કે. “તમારા ગામના પડતર પ્રશ્નો અંગે લાગતા વળગતા અધિકારીને જાણ કરી છે” ખેર..દેર સે આયે દુરસ્ત આયે આ પહેલા પણ અમારા ગામના વિવિધ પ્રશ્નો તંત્ર સમક્ષ ઉચ્ચાર્યા હતા કોઈના પેટનું પાણી હાલ્યું ન હતું આ નવા સંસદ સભ્યએ તો જવાબ પણ આપ્યો,(કામ પુરા કરશે કે નહિ રામ જાણે..!) પણ આપણે સકારાત્મક વિચારવાળા એટલે જવાબ આવ્યો તેનાથી સંતુષ્ટ થઈ ગયા, જોઈયે હવે કામ પુરા થાય છે કે નહિ. બાકી તો…કામ નહિ થાય તો આવતી ચૂટણીમાં તેમને પણ જોઈ લઈશું.

ઓમ ગૃપ – ઉમરેઠ દ્વારા નાસિકવાલા હોલમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી * એક્સલુઝીવ * વિડીયો


Advertisment

Advertisment

ઉમરેઠના નાસિકવાલા હોલ ખાતે ઓમ ગૃપ ઉમરેઠ ધ્વારા નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે,જેમાં ઉમરેઠ સહિત આજુબાજુના ગામના યુવાનો અને યુવતિઓ ભાગ લઈ નવરાત્રી પર્વનો આનંદ લઈ રહ્યા છે ત્યારે ઉપરોક્ત વિડિયોમાં ઉમરેઠનું યુવાધન ગરબાની રમઝટમાં મગ્ન બની ગયેલ દેખાય છે.

“જ્યારે બધા ગરબા ગાવાનું બંધ કરે,ત્યારે અમે ચાલુ કરીયે છે..!”


..રાત્રે ૧૨ કલાક પછી ગરબા ગાવાનો,લાઊડ સ્પીકર વગાડવાનો પ્રતિબંધ હોવા છતા પણ અમારા ગામમાં બિન્દાસ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગરબા ચાલું જ હોય છે,આટલું કાંઈ નથી ખરેખર કહું તો રાત્રે ૧૨ કલાકે ગરબા ચાલું થાય છે, તેમ કહીશ તો પણ અતિરેક નહિ હોય રાત્રીના ૧૧ કલાકે પોતાના ઘરેથી ખેલૈયાઓ સજી ધજીને નિકળી પળે છે ને ગરબા સ્થડે આવે છે,ગરબા જામતા લગભગ ૧૨ તો વાગીજ જાય ને પછી રાત્રે ૨ વાગે રીશેશ ને પછી પણ ખેલૈયાનો મુડ જણાય તો સવારના ૪ પણ વાગી જાય અને હા…છેલ્લે દિવસે તો વાત જવાદો કદાચ ગરબા ગ્રાઊન્ડ તરફથી તમે વોકીંક કે જોગીંગ માટે જાવ તો ઢોલીંડા ઢોંલ રે વગાડ મારે હિંચ લેવી છે, તેવા સુરો પણ તમારા કાન ને અથડાય તેમાં નવાઈ નહી.

એટલેજ કહું છું,  જહાં સે સબ સોચના બંધ કરતે હૈ, વહાં સે હમ સોચના શુરુ કરતે હૈ. ડાયલોગ થી પ્રેરીત એક નવો ડાયલોગ અમારા ગામ માટે ખુબ યોગ્ય લાગે છે.

“જ્યારે બધા ગરબા ગાવાનું બંધ કરે,ત્યારે અમે ચાલુ કરીયે છે..!”

આ બાબતે ગુજરાતના મારા પ્રિય શહેર વડોદરામાં સરસ નિયમો છે, મજાલ છે કોઈની રાત્રે બાર કલાક પછી ગરબા રમે…?  ખેર…જવાદો..વર્ષમાં બે-ચાર ડાહડા આવા જાય પણ મઝા આવે છે.

જબરો તારો મોબાઈલ નંબર….!


મોબાઈલનો ઉપયોગ દિવસે ને દિવસે ખુબ વધવા લાગ્યો છે, ત્યારે હવે મોબાઈલ ફોનમાં સીરીઝ પણ બદલાવા લાગી છે સામાન્ય રીતે મોબાઈલ નંબર ૯૨,૯૩,૯૪,૯૫,૯૬,૯૭,૯૮,કે ૯૯ ની સીરીઝથી શરૂં થાય છે, પણ હમણા એક મિત્રએ રીલાયન્સનો નવો ફોન અને નવો નંબર લીધો અને મારા મોબાઈલ પર તેનો નવો નંબર દર્શાવતો એસ.એમ.એસ આવ્યો નંબર જોઈ હું તો અચરજમાં પડી ગયો નં-૮૦૦૦૨૬૮*** હતો, મને લાગ્યુ ભુલથી આવો નંબર આવ્યો હશે પણ એસ.એમ.એસ માં સેન્ડર તરીકે પણ તેજ નંબર ડિસપ્લે થયો જેથી હું વધારે અચરજમાં મુકાયો મે પછી તરત તેને તે જ નંબર ડાયલ કર્યો ને કહ્યુ કે લ્યા..આ કેવો નંબર છે…? ૮૦૦૦૦૨૬૮***  આ કઈ કંપનીનોપ નંબર છે..? તેને કહ્યુ ભાઈ,આપણા ધીરુભાઈ વાળી રિલાયન્સ નોજ નંબર છે સીરીઝ બદલાઈ ગઈ છે…!

પછી મારા મ્હોમાં થી વાક્ય  પડી ગયુ ” જબરો તારો મોબાઈલ નંબર ”

ખરેખર આજે અહેસાસ થયો કે મોબાઈલનું ચલન ખુબ વધી ગયુ છે…!

ઉમરેઠમાં વારાહિ માતાનો ઐતિહાસીક હવન યોજાશે.


હવનમાં યજમાન પદે બિરાજવા ૪૫ વર્ષ રાહ જોવી પડે છે..!

હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ, ૧૫ કીલો ચોખ્ખુ ઘી, ૩૦ કિલો તલ, ૭૫ મણ કાષ્ટ તથા અનેક શ્રીફળ હોમાશે..!

વારાહિમાતાજીનું મંદિર

વારાહિમાતાજીનું મંદિર

વારાહિમાતાજીની છબી

વારાહિમાતાજીની છબી

            

ઉમરેઠ નગરમાં ઐતિહાસિક વારાહિમાતાનો “સર્વજન કલ્યાણ હવન” સંવત ૨૦૬૫ને આસો સુદ-૯ ને રવિવાર તા.૨૭.૯.૦૯ના રોજ શ્રી વારાહિમાતા હવન ચોકમાં શ્રી ચંન્દ્રકાન્તભાઈ દવેના આચાર્ય પદે ભીખુભાઈ જેશંકર દવે પરિવારના યજમાન પદે યોજાશે.હવનનો આરંભ ૨૭.૯.૦૯ને રવિવારના રોજ રાત્રે ૯ કલાકે અને પૂર્ણાહૂતિ ૨૮.૯.૦૯ને સોમવારે સવારે ૫.૩૦ કલાકે થશે.

 વધુમાં ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસીક વારાહિમાતાના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાડ જ્ઞાતીના લોકો દેશના ખુણે ખુણે થી આવી જતા હોય છે, આ સમયે બ્રાહ્મણ પરિવારમાં ઉત્સવ જેવું વાતાવરણ દેખાય છે.જ્યારે વારાહિમાતાનો હવન અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, કહેવાય છે આ હવણ દર્મ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહિમાતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ઓગનીશ ગાંઠો મારતા હોય છે.આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૫ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે, જ્યારે યજમાન ના ઘરે આ સમયે લગ્ન પ્રસંગ હોય તેવું વાતાવરણ થઈ જાય છે, ખાસ કરીને બાજખેડાવાડ ભ્રાહ્મનોમાં અનેરું ધાર્મિક મહત્વ ધરાવતા ચમત્કારી વારાહિમાતા ના હવનમાં ૧૯ કવચ હોમવામાં આવે છે તેમજ હવનમાં લઘભગ ૧૨૦ લિટર દૂધ,૧૫ કીલો ચોખ્ખુ ઘી,૩૦ કિલો તલ,તેમજ ૭૫ મણ કાષ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે દૂધમાં ૩૫ કિલો ચોખા પણ રાંધવામા આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરિકે કરવામાં આવે છે.ત્યારે ઉમરેઠમાં રવિવારે યોજાનારા આ ઐતિહાસિક હવનને સફળ બનાવના વારાહિમાતા ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષી સહિત ઉમરેઠનું તંત્ર ખડે પગે તૈયારીઓમાં લાગી ગયુ છે.

અંગ્રેજોએ મંદિરમાં તલવાર ભેટ કરી હતી..!

ઉમરેઠ- અંગ્રેજોએ પણ વારાહિમાતા હાજરા હજુર હોવાનો અનુભવ કર્યો હતો. જ્યારે અંગ્રેજોએ પણ મંદિરના ધાર્મિક મહત્વને ધ્યાનમાં લઈ મંદિરને એક તલવાર ભેટ તરિકે અર્પણ કરી હતી અને માતાજી પ્રત્યે પોતાન શ્રધ્ધા વ્યકત કરી હતી, આ તલવાર આજે પણ મંદિરમાં જ છે.

વારાહિમાતાજી નો ચમત્કાર

કહેવાય છે અંગ્રેજોના સમયમાં મંદિરમાં ચોરી કરવાના ઈરાદાથી કેટલાક ઈસમો પ્રવેશ્યા હતા, જ્યારે આ સમયે મંદિરની કેટલીક ચીજો તેઓ એ ખરાબ ઈરાદા સાથે લેતા તેઓ તુરંત આંધળા થઈ ગયા હતા અને ચોરી કરી મંદિરની બહાર પણ નિકળી શક્યા ન હતા , જ્યારે આ સમયે મંદિરના પૂજારી આવી પહોંચતા તેઓને પરિસ્થિતીનો તાગ મળી ગયો અને પૂજારીએ ચોરોને માતાજી સમક્ષ પોતાની ભૂલ કબૂલી માફી માગવા જણાવ્યુ, ચોરોએ સાચા દિલથી માફી માગતા તેઓને આખે દેખાવવાનું શરુ થઈ ગયુ હતુ. અને આ રીતે વારાહિ માતાજીએ પોતે હાજરા હજુર હોવાની ખાતરી આપી હતી.

તમે બે એકલા કેમ…?


કેટલાક લોકો એવા પ્રશ્નો કરે છે, જવાબ આપવો અઘરો પડી જાય …કાલે હું અને મારો એક મિત્ર અમારી પોળના ઓટલે બેઠા હતા, ત્યાં એક અન્ય મહાશય આવ્યાને અમારા ખબર અંતર પુછવા માડ્યાં ને પછી અમને કહ્યું ” કેમ તમે બે એકલા ” બેઠા છો…?

લો કરો વાત અમે આવો અઘરો પ્રશ્ન પુછ્યો એટલે મે પણ અઘરો જવાબ આપી દીધો
 

ભૈ અમે “બે” છે તો પછી એકલા કેવી રીતે કહેવાય…?

ઉમરેઠમાં વૃધ્ધો માટે આશિર્વાદ સમાન “જીવન આધાર સેવા સંકુલ”


આજના ફાસ્ટ યુગમાં યુવાનો એક તરફ પોતાની ફરજો ચુકી પોતાના મા-બાપને તરછોડી તેમને એકલવાયુ જીવન જીવવા વૃધ્ધાશ્રમમાં ધકેલી દેતા હોવાના દાખલા આપણે જોયા છે.જે મા બાપએ પોતાના છોકરાને ઉછેરવા પોતાની ઈચ્છાઓનું ખૂણ કરી બાળકોને સક્ય હોય તેટલી સવલતો આપવામાં પાછીપાણી નથી કરી તેવા મા-બાપને પોતાના જીવનનાં છેલ્લા વર્ષોમાં બે ટંક ખવડાવવાનું થાય ત્યારે કેટલાક છોકરાના પેટમાં ચુક આવે છે ત્યારે આવા છોકરા પોતાના મા-બાપથી અલગ રહેવા નિકળી જતા હોય છે ,તો કેટલાક નફફટ લોકો પોતાના મા-બાપને વૃધ્ધાશ્રમમાં પણ ધકેલી દેતા શરમાતા નથી.

ત્યારે આજના આ યુગમાં પણ કેટલાય યુવાનોના મનમાં સેવાકાર્યોની ધૂન હંમેશા વગતી રહે છે તેનો ઉત્તમ દાખલો આણંદ જીલ્લાના ઉમરેઠ નગરમાં જોવા મળી રહ્યો છે.ઉમરેઠના ત્રણ યુવાનોને ચાર વર્ષ પહેલા સેવા કરવાની ધગશ થતા તેઓએ નગરના નિરાધાર વૃધ્ધોને દરોજ્જ સવારના સમયે ભોજન ઘરે બેઠા ભોજન આપવાનું શરુ કર્યુ, શરુઆતમાં તેઓએ પોતાની આ સેવા મફત આપવાનું શરુ કર્યુ પરંતુ મફતમાં ખાવાની વૃત્તિ ન ધરાવતા લોકોએ આ સેવાનો લાભ લેવાનું ટાળ્યુ જેથી આ સંસ્થા ધ્વારા રુપિયા ૨/- ના ટોકન ચાર્જથી પોતાની સેવા ચાલુ રાખી,અને ખુબજ ટુંકા ગાળામાં “જીવન આધાર સેવા સંકુલ” નામની સંસ્થા આકાર પામી,આ સંસ્થા નગરના નિરાધાર વૃધ્ધોને ઘરે બેઠા ૨/- રુપિયાના ટોકન ચાર્જથી ગરમા ગરમ ભોજન આપી આવે છે.આજે લઘભગ ૧૦૩ જેટલા નિરાધાર વૃધ્ધો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે,જ્યારે ભોજન સરસ બને તે માટે સંસ્થા ચલાવતા ત્રણ યુવાનો અનિલભાઈ દેસાઈ,હરિવદનભાઈ શાહ તેમજ હસમુખભાઈ શાહ વારાફરથી સંસ્થાની અવાર નવાર પ્રત્યક્ષ મુલાકાત પણ કરે છે અને સંસ્થાના કર્મચારીઓના કાર્ય ઉપર દેખરેખ રાખે છે.

સંસ્થાના રસોઈયા ધ્વારા બનતુ ભોજન વૃધ્ધોને સવારે ઘરે બેઠા મળે તે માટે સંસ્થા ધ્વારા ત્રણ માણસો રાખવામાં આવ્યા છે.જે નગરના જુદા જુદા વિસ્તારમાં ફરી વૃધ્ધોને ઘરે જઈને ભોજન આપી દેતા હોય છે.જ્યારે કોઈ કર્મચારી કોઈ કારણથી આવી ન શકે ત્યારે અન્ય કર્મચારી તેઓના વિસ્તારમાં જઈ વૃધ્ધોને ત્યાં ભોજન આપી આવે છે.નગરમાં ત્રણ યુવાનો ધ્વારા થતા આ કાર્યની પ્રસંસા થઈ રહી છે,ત્યારે હાલમાં આ સંસ્થએ પાંચ વર્ષ સફળતાથી પુર્ણ કર્યા છે.

સંસ્થા ચાલુ થઈ ત્યારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ ત્રણ યુવાનોએ નગરના અન્ય સેવાભાવી લોકો પાસેથી ફાળો લઈ સંસ્થામાં પ્રાણપુરી પોતાની સેવાકિય પ્રવૃતિઓ ચાલુ રાખી હતી જ્યારે હાલમાં હવે સામેથી લોકો આવી પોતાના સ્વજનની વર્ષગાંઠ કે પછી અન્ય દિવસની તિથિ લખાવી જે તે દિવસનો ખર્ચો પોતાને માથે લઈ જતા હોય છે.હાલમાં સંસ્થા ધ્વારા ૧૦૦ થી પણ વધુ લોકોને ઘરે બેઠા ભાવતા ભોજણ પીરસવામાં આવે છે.જ્યારે આ સંસ્થાની સેવા લેતા વૃધ્ધો પણ આ ભગીરથ કાર્યથી ખુબ ખુશ છે અને આવા કાર્યને તેઓ બિરદાવી રહ્યા છે. (Open Your Facebook Account and Click Hear for More Photo about JIVAN AADHAR SEVA SANKUL’s ACTIVITY)

તા.ક – જો તમે પણ આ યુવાનોના ભગીરથ કાર્યમાં સાથ આપવા માગતા હોવ અને આર્થિક કે અન્ય સહયોગ કરવા માગતા હોવ તો જીવન આધાર સેવા સંકૂલના સંચાલકશ્રી ને મો.૯૪૨૮૪ ૩૫૫૦૨ઉપર સંપર્ક કરી શકો છો. તમે પણ આ સેવાના ભગીરથ કાર્યમાં સાથ આપી શકો છો. જીવન આધાર સેવા સંકુલનો દેના બેકનો ખાતા નં-૦૦૯૦૧૦૦૦૪૩૪૮ છે.

એક એવી વ્યક્તિનું નામ કહો જેનો ફોટો બધા પોતાના ખીસ્સામાં રાખે છે.?


એક એવી  વ્યક્તિનું નામ કહો જેનો ફોટો બધા લોકો પોતાના ખીસ્સામાં રાખે છે….? કોમેન્ટ બોક્સથી જવાબ આપો,અને હા..સહેલો સવાલ છે એટલે જવાબ સાચો હશે તો પણ ઈનામ નહિ મળે..તો રાહ કેમ જોવો છો જલ્દી કરો જવાબ આપો…! થૉડું વિચારો નહિતો…

જવાબ જાણવા અહિયા ક્લીક કરો.

…નહિતો વગર મંદીએ મોલમાં તાળા લાગી જશે..!


હવે “મોલ” કલ્ચરનું ચલણ વધવા માડ્યુ છે કેટલીક જગ્યાએ “મોલ”ના વળતા પાણી પણ થયા છે.જ્યારે મોલમાં સસ્તા ભાવે વસ્તુઓ મળતી હોવાથી સામાન્ય અને રોકકડ ખરીદી કરતા લોકો “મોલ”માં થી વસ્તુ ની ખરીદી કરવા વધુ આગ્રહ રાખતા હોય છે વિશાળ સંકુલમાં આકાર પામતા મોલમાં વહિવટ કરવો ખુબ મુશેકલી ભર્યુ કામ છે છતા પણ આટલા બધા મોટા મોલનો સફળ વહિવટ ટેક્નોલોજીને સહારે થઈ જાય છે તેમાં પણ કેટલીક ખામીઓ રહી જતી હોય છે. આજે આપણે અહિયા ચર્ચા કરીશું “મોલ”ના વહિવટી તંત્ર ધ્વારા રહી ગયેલી ખામીઓની.

મોલ માલિકોને છેતરવા માટે લોકો કેવા કેવા ગતકડાં કરતા હોય છે તે જાણશો તો મોં માં આંગળા નાખતા રહી જશો પણ હા..તમે ક્યારે પણ આ ગતકડાં ના કરશો પાછા..!

 તમે જાણો છો તેમ મોલમાં બહુ મોટા પ્રમાણમાં વસ્તુઓ મળતી હોય છે બધી વસ્તુઓના ભાવ યાદ રાખવા જે તે વસ્તુની સ્કીમ યાદ રાખવી મોલના સ્ટાફ માટે ખુબજ અઘરી બાબત છે, જેના માટે મોલમાં વેચવામાં આવતી તમામ વસ્તુઓ ઉપર બારકોડ સ્ટીકર મારવામાં આવે છે. જેથા આધારે વસ્તુની કિંમત નક્કી થાય છે, આ માટે પહેલેથી મોલ માલિકો તમામ વસ્તુઓના બારકોડના આધારે જે તે વસ્તુનો ભાવ કોમ્પ્યુટરમાં ફીટ કરી દે છે અને જ્યારે આપણે જે તે વસ્તુ ની ખરીદી કરીએ ત્યારે તે વસ્તુનું બારકોડ સ્ટીકર મશીન આગળ ધરતાની સાથે તેનો ભાવ કોમ્યુટરમાં આવી જાય છે આમ સરળતાથી મોલનો સ્ટાફ વસ્તુનો ભાવ યાદ રાખ્યા વગર ભૂલ રહિત ચોખ્ખો વહુવટ કરી શકે છે.

મોલમાં કોઈ ગફલત ન થાય તે માટે ખુણે ખાંચરે કેમેરા પણ મુકવામાં આવે છે,પરંતુ તેનું મોનીટરીગ ન થતુ હોવાને કારણે કેમેરા છેલ્લેતો કારગર સાબિત નથી થતા,ત્યારે સુરક્ષામાં રહેલી ખામીઓનું કેટલાક બદમાશો બારિકાઈથી અવલોકન કરી આ મોલ વાળાને છેતરવામાં સફળ થી જતા હોય છે.

-જ્યારે આપણે મોલમાં જઈયે છે ત્યારે કોઈ પણ વસ્તુ અંદર લઈ જવાની મનાઈ ફરમાવામાં આવે છે,કારણ કે કોઈ થેલી કે પાકીટમાં નાની વસ્તુ મુકી દે તો મોલ વાળા તેનું ધ્યાવ રાખી શકતા નથી,પરંતુ ક્યારે વિચાર્યુ છે કે વિના કોઈ હેન્ડબેગ કે થેલી વગર મોલમાં થી કેટલાક બદમાશો વસ્તુ લઈ આબાદ છટકી જાય તો…? તમે બરાબર વાંચ્યુ છે તમે હેન્ડબેગ વગર મોલની કેટલીક વસ્તુ લઈ આબાદ મોલની બહાર જઈ શકો છો અને પકડાવાની વાતતો બાજુમાં તમારા ઉપર કોઈને શક પણ નહિ પડે,મોલમાં કપડાં મળતા હોય છે આ કપડા પહેરવા માટે ટ્રાયલ રુમની પણ સઘવડ હોય છે.જો તમે તમારા પહેરેલા પેન્ટની નીચે મોલનું નવું પેન્ટ પહેરીલો તો લઘભગ કોઈને ખબર નથી પડતી,તેવીજ રીતે અન્ડરવેર,માં પણ આ કિમીયો કારગર સાબિત થાય છે,ત્યારે મોલના સિક્યોરીટીવાળાની બાઝ નજર પણ સ્વભાવિકરીતે કામ કરતી નથી.

બીજુ કે તમે મોલમાં જાવ અને અવનવી ખાવાની આઈટમ મફતમાં ખાવાનું મન થાય તો…? અરે ભાઈ તે પણ સક્ય છે પણ આ “મફત”માં નહિ પણ જે તે વસ્તુ એક વાર ખરીદી કરો પછી જેટલીવાર ખાવી હોય તેટલીવાર ખાઈ શકો છો,હા તમે બરાબર વાચ્યું દા.ત તમને મોલમાં કોઈ ચોકલેટ ગમી ગઈ જેનો ભાવ રુપિયા.૫૦ છે,જે તમારે ખરીદી તેનું બિલ લઈ જરુરી સિક્કો મરાવી તે ચોકલેટ ખાઈ લેવાની,પછી ફરી તેજ ચોકલેટ વિના પૈસા આપે તમે ખાઈ શકો છો જો કોઈ મોલનો સુપરવાઈઝર તમને આ અંગે રોકેટોકે તો ફટ લઈ જુનુ બિલ બતાવી તમે બિન્દાસ છટકી શકો છો.આમ એક વસ્તુની ખરીદી કરી તેનું બિલ સાથે રાખી તમે તેની તેજ વસ્તુ વરંવાર મોલમાં ને મોલમાં ખાઈ શકો છો.આમ તો મોલમાં વેચાતી વસ્તુ ત્યા ખાવા પર પ્રતિબંધ હોય છે પણ જો તમારી પાસે જે તે વસ્તુનું બિલ હોય તો તમે તે ખાઈ શકો છો.

અન્ય કે આપણે અગાઊ વાત કરી તેમ મોલમાં બારકોડ થી ભાવ નક્કી થાય એ પણ કેટલીક વસ્તુઓ તેવી હોય છે,જેમાં ઉત્પાદનકર્તા જે તે વસ્તુ પર બારકોડના સ્ટીકર લગાવી શકતા નથી દા.ત ચંપલ,કપડા પ્લાસ્ટીકના ઉત્પાદનો વગેરે આવી મોંઘી વસ્તુ પણ કેટલાક બદમશો  સસ્તાભાવ આપી આબાદ છટકી જતા હોય છે. મોલમાં કોઈ ચંપલની કિંમત ૭૦૦ રુપિયા છે અને કોઈ વ્યક્તિને તે ચંપલ ગમી જાય તો આ ચંપલ ઉપર મારેલ બારકોડનું સ્ટીકર ઉખાડી અન્ય ૧૦૦ રુપિયાના ચંપલ પરના બારકોડ સ્ટીકર ઉપર લગાવી દેવામાં આવે અને ૧૦૦ રુપીયાના ચંપલ ઉપર મારેલ બારકોડનું સ્ટીકર ૬૦૦ રુપીયાના ચંપલ ઉપર લગાવી દેવામાં આવે તો જ્યારે જે તે વ્યક્તિ કાઊન્ટર ઉપર બીલ બનાવા જાય ત્યારે આ બારકોડને આધારે તેનો ભાવ સ્ટાફનો માણસ કોમ્યુટરમાં નાખે છે પરિનામે ૬૦૦ના ચંપલ તમે માત્ર ૧૦૦માં લઈ આબાદ છટકી શકો છે.તેવીજ રીતે કોઈને ૧૦૦ ના ચંપલ પણ બારકોડ સ્ટીકરની ટ્રીકને કારણે ૬૦૦માં પણ પડે છે.

આમ મોલમાં કેમેરાની આંખો નીચે પણ કેટલાય બદમાશો પોતાની ટ્રીક અજમાવી દેતા હોય છે, જ્યારે તેઓ કેટલીકવાર સફળ તો કેટલીકવાર નિષ્ફ પણ નિવડતા હોય છે. પણ મોલ માલિકેતો આવા બદમાશોની તિરછી નજર ઉપર કાયમ બાઝ નજર રાખવી પડશે નીતો એ દિવસો દુર નથી કે જ્યારે મંદિ પણ નહી હોય છતા પણ મોલને તાળા વાગતા હશે..!

૧ ક્યુસેક એટલે કેટલુ પાણી…?


હમણા ચોમાસાનો સમય ગયો કેટલીક જગ્યએ નહિવત્ વરસાદ હતો તો કેટલીક જગ્યાએ ધોધમાર જ્યા ધોધમાર વરસાદ પડ્યો તેવા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા,જ્યારે હાલમાં યમુના નદી પણ ગાંડીતુર બની ગઈ હતી,ત્યારે અવાર નવાર ફલાણા ડેમ માંથી ૨ લાખ ક્યુસેક પાણી છોડાયુ,ઢીકણા ડેમ માંથી ૩ લાખ ક્યુસેક પાણી છોડાયુ..તેવા સમાચાર જોવા અને વાંચવા મળ્યુ હતુ.પણ કોઈ પણ માધ્યમ ધ્વારા ૧ ક્યુસેક એટલે કેટલુ પાણી..? કોઈ વિસ્તારથી જણાવતુ નથી તો જો કોઈ ને આ અંગે જે પણ જ્ઞાન હોય તે  અહિયા જણાવે તેવી વિનંતી.

જ્વાબ

ઉપરોક્ત પ્રશ્નનો જવાબ પંકજભાઈ શાહ તરફથી કોમેન્ટ ધ્વારા મળેલ છે …આભાર

૦૯-૦૯-૦૯ નો સગવડીયો સંગમ


આજે સવારે છાપુ હાથમાં લીધુ જોવા મળ્યુ કે આજે ૦૯-૦૯-૦૯ નો અનોખો સંગમ,પરંતુ મારા મત મુજબ આ કોઈ સંગમ નથી ૦૯-૦૯-૦૯ તો ૦૯-૦૯-૨૦૦૯ નું ટુકુ સ્વરુપ છે.૨૦૦૯ ને આપણે ટુકમાં ૦૯ લખવા માટે ટેવાઈ ગયા છે જેથી આપણે આજની એટલે કે,૦૯-૦૯-૦૯ તારીખ ને ૯ ના આંકડાનો અનોખો સંગમ માની લઈયે છે પરંતુ જો કોઈ શાંતિ થી વિચારશે તો અનુભૂતિ થશે કે ૦૯-૦૯-૨૦૦૯ માં ૯ ના આકડાનો કોઈ સંગમ દેખાતો નથી જો ૦૯-૦૯-૯૦૦૯ હોત તો ૯ ના આકડાનો સંગમ કહેવાય હાલમાં એટલે કે લઘભગ સાત વર્ષ પહેલા ૨ ના આંકડાનો અનોખો સંગમ ફેબ્રુઆરી માસમાં (૦૨-૦૨-૨૦૦૨) દેખાયો હતો ,જ્યારે આ સમયે ગુજરાતમાં કોમી રમખાણ થયા હતા.જ્યારે હાલમાં ૦૯-૦૯-૦૯ ની તારીખ તો માત્ર સગવડ માટે અનોખો સંગમ કરી બનાવી દીધી છે જે ખરેખર ૦૯-૦૯-૨૦૦૯ છે ને વચ્ચે ૨ નો આંકડો હોવાથી આ કોઈ સંગમ ન કહેવાય..

ઉમરેઠમાં સ્વાઈન ફ્લુની સવારી આવી પહોચી


મેક્સીકોથી શરૂ થયેલ સ્વાઈન ફ્લુની સવારી ગઈકાલે ઉમરેઠ નગરમાં આવી પહોચી હતી,સ્વાઈન ફ્લુની સવારી આવી પહોચતાની સાથે ઉમરેઠના એક શ્રમજીવી આધેડ વયના પુરુષની જીદગીની સવારીનો અંત આવી ગયો હતો.આ પહેલા પણ મે મારા બ્લોગ માં સ્વાઈન ફ્લુ અંગે એક પોસ્ટ કરી હતી ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે આપણા ઉમરેઠમાં સ્વાઈન ફ્લુનો આ ચહેરો પણ જોવા મળશે.ખેર..એક વાત તો ચોક્ક્સ છે કે,ઉમરેઠ નગરમાં સ્વાઈન ફ્લુની દસ્તક થઈ ગઈ છે જ્યારે હવે સ્વાઈન ફ્લુની સવારી માત્ર ઉમરેઠ માંથી નહિ પરંતુ સમગ્ર દેશ-દુનિયા માંથી નેસ્તોનાબૂત થાય તેવી ભગવાનને પ્રાર્થણા..
 
 ઉમરેઠમાં સ્વાઈન ફ્લુથી થયેલ મોત અંગે વધુ અહેવાલ વાંચવા  ઉમરેઠની નવાજુની વિભાગ ઉપર ક્લિક કરો.

YouTube ના વિડીયો ડાઉનલોડ કરવા માટે…


       YouTube હાલમાં લોકપ્રીય સાઈટ  છે,તેમાં લોકો જાત જાતના અને ભાતભાતના વિડીયો અપલોડ કરતા હોય છે ત્યારે કેટલાય વિડીયો આપણે ખુબ ગમી જતા હોય છે અને આવા વિડીયો આપણે આપણા કોમ્યુટરમાં ડાઉન લોડ કરવા માગતા હોઈયે છે.

          YouTube માંથી સીધો વિડીયો તમારા કોમ્યુટરમાં સેવ કરવો લઘભગ સક્ય નથી તે માટે તમારે YouTube નું ડાઉનલોડ ટુલ બાર તમારા કોમ્યુટરમાં ડાઊનલોડ કરવું પડે છે કદાચ કેટલાય લોકોઆ YouTubeના ડાઊનલોડ અંગે જાણતા હશે..તેમના માટે આ પોસ્ટ નકામી હશે મને તો આ પહેલા આ અંગે કોઈ જ્ઞાન નહતું હુ તો YouTube ના મને ગમતા વિડીયો સીધા ઓરકૂટમાં ટ્રાન્સફર કરી દેતો,પણ મિત્ર દર્શન શાહ સાથે વાત નિકળી અને તેમને મને YouTube ડાઊનલોડ ટુલબાર વિશે માહિતી આપી આ માહિતી માટે દર્શન શાહનો આભાર

તમારે YouTube નું ડાઊનલોડ ટુલબાર ડાઊનલોડ કરવું હોય તો અહિયા ક્લિક કરો.

ઊમરેઠમાં પાકીસ્તાનનો ઝંડો ફરક્યો….! (મિડિયાનો અતિરેક)


         રમઝાન મહિનો ચાલી રહ્યો છે,મુસ્લીમ બિરાદરો ધાર્મિક કાર્યક્રમો માં વ્યસ્ત છે ત્યારે પાકિસ્તાનના ઝંડાને ક્યાંક ખુણે ખાંચરે થી મળતો એક ઝંડો , ઉમરેઠના ઓડ બઝાર બાપુના તકીયા વિસ્તારમાં આવેલ એક મસ્જીદ પાસે ઝાડ ઉપર ફરકાવ્યો હતો, ને ત્યાં એક ગુજરાતી ન્યુઝ ચેનલવાળાની બાઝ નજર તેના ઉપર પડી કે કોઈ અસામાજીક તત્વએ કોમી શાંતિ ડોહળવા આ બાબતની મિડીયાને જાણ કરી ટી.વી ચેનલ વાળએ તાબળતોળ પોતાની ચેનલ ઉપર ઉમરેઠમાં પાકિસ્તાન નો ઝંડો ફર્ક્યો ન્યુઝ ચાલુ કરી દીધા

            ને આખરે તંત્ર એ દોળધામ શરુ કરી…ઝંડો પોલીસવાળા એ ઉતારી દીધી,થોડા કાગળીયા કર્યા,જવાબો લીધા,ને થોડા પેપરવાળા ને ટી.વી ચેનલ વાળા ને પણ મસાલો મળી ગયો પણ આ બધાનું છેલ્લે શું થવાનું…? કોમી એકતાને ધક્કો લાગશે,આ મુસ્લીમ બિરાદરો કોમી ભેદભાવ નહી રાખતા હોય તો પણ તેમના દિલમાં કોંમી નફરતના બીજ રોપાશે..બસ ટી.વી અને પેપર વાળા એક સમાચાર માટે નાની વાતનું વતેસર કરે તે કેટલુ યોગ્ય છે…?

   જો ટી.વી વાળા કે પેપરવાળા  ખરેખર દેશ માટે કાંઈ કરવા માગતા હોય તો અફઝલ ગુરુ અને કસાબને સક્ય હોય તેટલી જલ્દી ફાંસી મળે તે માટે આગળ કાર્યવાહિ કરવા સરકારને દબાણ કરે તે જરુરી છે બાકી પાકિસ્તાનના ઝંડા તો જુહારપુરામાં કેટલાય (કદાચ) ફરકતા હશે..!

આંન્ધ્રપ્રદેશનાં મુખ્ય મંત્રી સ્વ.રાજશેખર રેડ્ડીની જબરી લોકપ્રિયતા…!


રાજ શેખર રેડ્ડી (ફોટો-દિવ્ય ભાસ્કર)

રાજ શેખર રેડ્ડી (ફોટો-દિવ્ય ભાસ્કર)

હમણા બે દિવસ પહેલા એક હેલીકોપ્ટર દુર્ગટના માં આંન્ધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી રાજ શેખર રેડ્ડીનું અવસાન થયુ હતુ,જેના હાલમાં ખુબજ ખેરા પ્રત્યાઘાત પડ્યા છે.ટી.વી કે ન્યુઝ પેપર જ્યાં જોવો ત્યાં એકજ વાત સ્વ.રાજશેખર રેડ્ડીના મોતના આઘાત થી ૬૭ લોકોના મોત…! શું થઈ રહ્યુ છે આ બધુ…? લોકોની માનસીકતા આટલી બધી હદ વટાવી જાય હજુ પણ માનવામાં આવતુ નથી..!કોઈ વ્યક્તિના મૃત્યુને કારણે બીજી વ્યક્તિ મોતને ભેટતી હોય તે માત્ર ફિલ્મોમાં જોયુ છે,સાચા જિવનમાં આવું પ્રથમવાર જોવા મળ્યુ,મારા ખ્યાલે આ દેશની (કદાચ વિશ્વની) પહેલી આવી ઘટના હશે.આતો ઠીક છે,રાજ શેખર રેડ્ડી નું મોત દુરઘટના થી થયુ જો કોઈયે તેમની પર હુમલો કરી તેમને મારી નાખ્યા હોત તો…? વિચાર માત્ર કંપારી કરી જનારો છે.

ઉમરેઠનો અનોખો ગણેશ ભક્ત…!


 

Indravadanbhai

Indravadanbhai

ઉમરેઠમાં એક અનોખો ગણેશ ભક્ત છે,જે છેલ્લા ૨૧ વર્ષથી પોતાના વિસ્તારમાં ઉજવાતા ગણેશ મહોત્સવ માટે સ્વહસ્તે ગણેશજીની પ્રતિમા બનાવે છે,તેઓની આ શ્રધ્ધા જોઈ બધા વિચારમય બની જાય છે.વધુમાં ઉમરેઠના કાછીયાવાડ(દાદાના દરબાર) વિસ્તારમાં રહેતા ઈન્દ્રવદનભાઈ કાછીયા સ્વહસ્તે ગણેશજીની મુર્તિ છેલ્લા ૨૧ વર્શથી બનાવી પોતાના વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે.જ્યારે ગણેશ મહોત્સવ આવાની તૈયારી હોય ત્યારે દશ પંદર દિવસ પહેલાથી મુર્તિ બનાવવાનું કામ ચાલુ કરી દે છે અને ત્યાર બાદ ગણેશ મહોત્સવમાં આ મુર્તિની શ્રધ્ધા સાથે પુજા અર્ચના કરવામાં આવે છે.

ઈન્દ્રવદનભાઈએ બનાવેલ મુર્તિને જોવા માટે અહિયા ક્લિક કરો.

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉજવણી-સરદાર ગુર્જરી-૩૧.૮.૦૯


સરદાર ગુર્જરી

સરદાર ગુર્જરી

%d bloggers like this: