આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2009

૧૦૦મી પોસ્ટ


બ્લોગ જગતમાં આવ્યો ત્યારે ખબર ન હતી કે હું ૧૦૦ પોસ્ટ લખી સકીશ કોણ જાણે ક્યાંથી મારી મરજીથી મારા વિચારો અહિયા લખાઈ ગયા. આમ તો બધા માટે ૧૦૦ પોસ્ટ રમત વાત હશે પણ મારા માટે તો ઢોંસ મારવા જેવી વાત છે.

એક સરસ વિજ્ઞાપણ


ટી.વી ઉપર કેટલાય વિજ્ઞાપન એટલા સરસ આવે છે કે લોકો જોતા રહી જાય છે, ખાસ કરીને ફેવીકોલ ના વિજ્ઞાપનો ખુબ સરસ હોય છે. આ ઉપરાંત હાલમાં આઈડીબીઆઈ બેન્કનું નવું વિજ્ઞાપણ પણ ખુબ સુંદર છે  ઉપરાંત નિરમા વોશીગ પાઊડરનું પણ નવું વિજ્ઞાપણ સૌથી સરસ લાગ્યું જોવા જેવું છે તમે પણ જોવો…!

મહિલા અનામત કેટલી યોગ્ય…?


એક તરફ મહિલા અને પુરુષો વચ્ચે ભેદભાવ દૂર કરવાની વાતો કરવામાં આવે છે. સ્ત્રીઓ પૂરૂષ સમોવડી થઈ રહી છે. ત્યારે મહિલા અનામતનો કાયદો મહિલાઓ નિર્બળ છે તે સાબિત કરે છે. જો ખરેખર આપણા સમાજમાં મહિલાઓને પુરુષ જેટલુ મહત્વ આપવામાં આવતું જ હોય તો મહિલા અનામતની શું જરુર છે. મહિલાઓને અનામત આપી તેઓ ની કાર્યક્ષમતા ઉપર સમાજના કહેવાતા રખેવાળો સવાલ કરી રહ્યા છે. અનામતથી મહિલાઓને પદ આપી જે તે પદ ઉપર મહિલા સક્ષમ ન હોય તો પણ તેની ઉપર જે તે પદ ઠોકી બેસાડાય છે. જે કેટલું યોગ્ય છે…?

એક તરફ મહિલા અનામતથી મહિલાઓ નગરપાલિકા, તાલુકા પંચાયતથી માંડી વિવિધ સરકારી  કચેરીઓમાં પોતાનો હોદ્દો શોભાવે છે પરંતુ કેટલાક લોકો ને જ ખબર હશે કે આવિ સત્તાધારી મહિલાનો ના સ્થાન ઉપર ખરેખર તેમના પતિ કે પૂત્રોજ રાજ કરતા હોય છે. કેટલીય પંચાયત માં મહિલા સરપંચ હોય છે, આ મહિલા સરપંચ વહિવટ તો દૂર પણ પોતાના હસ્તાક્ષર કરવામાં પણ અસક્ષમ હોય છે તો શું તે પોતાના ગામ નો વહિવટ કરવાના..? મહિલા અનામતના કાયદા સામે જે તે મહિલાની શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવે તો તે યોગ્ય કહેવાશે. બાકી હાલમાં પણ કેટલાય ગામ તેવા છે કે જ્યાં મહિલા ઉમેદવાર સત્તા ઉપર હોય અને તેમના પતિ ને પૂત્રો “વહિવટ” કરતા હોય.

ગુજરાતમાં ફરજીયાત મતદાન..!


તાજેતરમાં વિધાનસભાનું ત્રણ દિવસનું ટુંકુ સત્ર મળ્યું હતું. જેમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર ફરજિયાત મતદાનનું બીલ પાસ કરવામાં સફળ થઈ હતી. સૌ પ્રથમતો આપનો દેશ લોકશાહી ધરાવતો દેશ છે, તો ગુજરાતમાં ફરજિયાત મતદાન કરવાની વાત ક્યાંથી આવી…?

મતદાનએ દરેક નાગરિકની ફરજ છે. અને ફરજ ક્યારે પણ ફરજિયાત બનાવવાય નહી. જો નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખરેખર ઈચ્છતી હોય કે લોકો સ્વેચ્છએ મતદાન કરવા આગળ આવે અને જનતા ઉપર ફરજિયાત મતદાનનો કાયદો થોપવામાં ન આવે તો લોકો જાતે મતદાન કરવા આગળ આવે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી શકાય. દા.ત કોઈ પરિવારમાં ૯ વ્યક્તિ છે (રેશનકાર્ડ મુજબ) અને આ તમામ વ્યક્તિઓએ મતદાન કર્યું હોય (તમામ ચુંટણી નગરપાલિકાથી માંડી લોકસભા) તો તેમને ઈન્કમટેક્ષ માંથી ૧ કે ૨ ટકા રાહત આપવી જોઈયે. અને હા..જે તે વ્યક્તિએ મતદાન કર્યું છે તેના પૂરાવા માટે ચુંટણી સમયે આંગળી ઉપર ટપકાં સાથે એક પહોંચ પણ આપવી જોઈયે જેથી જે તે વ્યક્તિ પુરવાર કરી શકે કે તેઓએ અને તેમના પરિવારે મતદાન કર્યું છે. આ સિવાય અન્ય યોજનાઓ જેવી કે બસ અને રેલ્વેમાં મતદાન કરનારા માટે અમૂક રાહત કે પછી  અન્ય યોજનાઓ બહાર પાડી શકાય.

સરકારે ફરજિયાત મતદાનનું બીલતો પાસ કર્યું પણ હજુ સુધી આ અંગેના નિયમો બહાર પાડ્યા નથી. જો કોઈ કારણસર મતદાન કરવા ન આવી શકે તો તેમની સામે કેવા પગલા ભરાશે તેમને શું સજા કરવામાં આવશે વિવિધ ખુલાશા કરવામાં આવ્યા નથી કદાચ આ અંગે આવનારા સમયમાં સરકાર ખુલાશા કરે તેમ કહેવાય રહ્યું છે. કેટલીય પરિસ્થીતીમાં કેટલાય જાગૃત નાગરિકો પણ મતદાન કરવા હાજર રહી શકતા નથી. જો કોઈ બિમાર હોય અને હોસ્પીટલાઈઝ હોય, કોઈને પેરાલીસીસ થયો હોય ને પથાર માંથી ઉઠી સકવાની પણ પરિસ્થીતીમાં ન હોય,
કોઈ અગત્યના કામથી બહારગામ હોય અને મતદાન ન કરે , કોઈને નોકરી માંથી રજા ન મળી હોય (રવિવાર સિવાય મતદાન હોય ત્યારે)આવા કિસ્સામાં સરકાર શું કરશે.

બીજુ કે , સરકાર કહે છે કે, લોકોને નેગેટીવ મતદાન કરવાનો પણ મોકો આપવામાં આવશે જો કોઈને ઉમેદવારો પૈકી કોઈ પણ ઉમેદવાર ન યોગ્ય લાગતો હોય તો આ પરીસ્થીતીમાં જનતા નેગેટિવ મતદાન કરી શકશે અને ઉમેદવારો માટે પોતાનો અનગમો વ્યકત કરી શકશે. તો સરકારશ્રીને કદાચ ખબર નહી હોય કે, આ નિયમ હાલમાં પણ પ્રવર્તમાન છે પરંતુ તમામ રાજકિય પક્ષો જાણી જોઈ આ અંગે લોકોમાં જાગૃતતા લાવતા નથી અને મોટા ભાગના લોકો આ નિયમથી અજાણ છે. અને જો લોકોમાં નેગેટીવ મતદાન અંગે જાગૃતિ આવે અને સામાન્ય ઉમેદવારના મત કરતા નેગેટીવ મત વધારે નિકળે તો શું…? ફરી ચુંટની કરાશે…? જે તે ઉમેદવારને ફરી ઉમેદવારી કરતા અટકાવાશે…? આવા કેટલાય સવાલોના જવાબ અંગે પ્રવર્તમાન સરકારે મંથન કરવાનું રહેશે.

ફરજીયાત મતદાન કરતા ચુંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોની લઘુતમ શૈક્ષણિક લાયકા નક્કિ કરવામાં આવે અને ભણેલા ગણેલા ઉમેદવારો ને ચુંટણીમાં ઝંપલાવવા પ્રોત્સાહિત કરવામાં આવે તોજ ખરા અર્થમાં લોકસાહી સાર્થક બનશે.
 

ઉમરેઠ નગરપાલિકાની પેટા ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો.


– વોર્ડ નં- ૮માં ભાજપના કનુભાઈ શાહ અને વોર્ડ નં-૨ માં મોહનભાઈ પટેલનો વિજય
 

વિજય મુદ્રા સાથે ભાજપના ઉમેદવારો

 ઉમરેઠ નગરપાલિકાની પેટા ચુંટણીની મતગણતરી અત્રે મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી હતી . સવારથીજ ઉમેદવારના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે ગણતરીના સમયમાં પરિનામ આવી જતા કહી ખુશી કહી ગમના દ્ર્શ્યો જોવા મળ્યા હતા.
           ઉમરેઠ નગરપાલિકાના વોર્ડ નં-૨ અને વોર્ડ નં-૮ માં ખાલી પડેલ જગ્યા ભરવા પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં વોર્ડ નં-૨ માં ભાજપના ઉમેદવાર મોહનભાઈ છોટાભાઈ પટેલ તેમજ અપક્ષ ઉમેદવાર ભાઈલાલભાઈ ભીખાભાઈ પટેલાએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આજરોજ પરિનામ આવતા ભાજપના ઉમેદવાર મોહનભાઈ છોટાભાઈ પટેલને ૯૬૪ મત મળ્યા હતા તેમજ તેમના હરિફ અપક્ષ ઉમેદવાર ભાઈલાલભાઈ ભીખાભાઈ પટેલને ૫૬૩ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવાર મોહનભાઈ પટેલનો ૪૦૧ મતથી વિજય થયો હતો.વોર્ડ નં-૮ ની પેટા ચુંટણી માટે ભાજપ તરફથી કનુભાઈ શાહ (બેંગ્લોરીવાળા) તેમજ અપક્ષ ઉમેદવાર કલ્પેશભાઈ શાહાએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભાજપના ઉમેદવાર કનુભાઈ શાહને ૧૦૪૮ અને અપક્ષ

ઉત્સાહિત સમર્થકો

 

ઉમેદવાર કલ્પેશભાઈ શાહને ૭૨૯ મત મળ્યા હતા જેથી ભાજપના ઉમેદવાર કનુભાઈ શાહનો ૩૧૯ મતથી વિજય થયો હતો.ભાજપના સમર્થકો અબીલ ગુલાલ અને ફુલહારથી વિજેયતા ઉમેદવારોને વધાવ્યાં હતા અને વાજતે ગાજતે નગરમાં ભારતમાતા કી જય …અને જીત ગયા ભાજપના નારા સાથે મતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

ઉમરેઠ પાલિકાની પેટા ચુંટણી સંપન્ન : ઉમેદવારના ભાવી ઈ.વી.એમમાં બંધ


ઉમરેઠ પાલિકાની પેટા ચુંટણી સંપન્ન : ઉમેદવારના ભાવી ઈ.વી.એમમાં બંધ

– મંગળવારે મતગણતરી હાથ ધરાશે.

 ઉમરેઠ નગર પાલિકાના વોર્ડ નંબર ૮ અને વોર્ડ નં-૨ માં સસ્પેન્ડ કરાયેલ બે ઉમેદવારોની ખાલી પડતી જગ્યા માટે પેટા ચુંટણી યોજાઈ હતી જેમાં વોર્ડ નં- ૨ માં ભા.જ.પના ઉમેદવાર મોહનભાઈ પટેલ ને અપક્ષ ઉમેદવાર ભીખાભાઈ પટેલ વચ્ચે જંગ થયો હતો. જ્યારે નગરના સૌથી શિક્ષિત અને ઉજળીયાત વસ્તી ધરાવતા વોર્ડ નં-૮ માં ભા.જ.પ ના ઉમેદવાર કનુભાઈ શાહ (બેંગ્લોરીવાળઆ) તેમજ અપક્ષ ઉમેદવાર પપ્પુભાઈ શાહએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે વોર્ડ નંબર ૨ અને ૮ નાં બંન્ને ઉમેદવારો એક જ જ્ઞાતિના હોવાને કારણે ચુંટણી જંગ ખરાખરઈનો બન્યો હતો. જ્યારે હવે મતદાન બાદ હવે શું પરિનામ આવશે તે તરફ સૌ કોઈ મીટ માંડી રહ્યા છે. બંન્ને વોર્ડમાં સવારથી મત આપવા માટે લોકો ઉમટી પડ્યા હતા જ્યારે સવારના સમયે લગભગ ૧૧ વાગ્યા સુધી અવિરત મતદારો મતદાન કરવા આવ્યાં હતા. જ્યારે બપોરના ૧૧ કલાક થી મતદાન કરવા લોકોનો પ્રવાહ ઓછો થઈ ગયો હતો જ્યારે આ સમયે મતદારોને ફળિયે ફળિયે ફરી જે તે ઉમેદવારના સમર્થકો મતદાન મથકે લાવતા હતા. જ્યારે નગરપાલિકાન ચુંટની હોવાને કારણે એક એક મત અગત્યના હોવાથી ઉમરેઠ બહાર રહેતા મતદારોને પણ મત આપવા લાવા લઈજવાની જે તે ઉમેદવારોએ વ્યવસ્થા કરી હતી. જ્યારે બહારગામથી પણ સ્પેસ્યલ મત આપવા કેટલાય મતદારો આવ્યા હતા. ઉમરેઠ નગરપાલિકાની પેટાચુંટણી શાંતિપૂર્ણ યોજાય તે માટે ઉમરેઠ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ચુંટણી સંપૂર્ણ રીતે ચુંટણી અધિકારી શ્રી મકવાનાની નિગરાનીમાં શાંતિપૂર્ણ યોજાઈ હતી.

રજીસ્ટરનું બટણ દબાવો..

EVM

નગરપાલિકાની ચુંટણીમાં દરવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઈ.વી.એમ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ આ અંગે તંત્ર દ્વારા ઈ.વી.એમ મશીનના વપરાશ અંગે ચૂંટની પૂર્વે કોઈ નિદર્શન કેમ્પ ન રખાયો હોવાને કારણે કેટલાય લોકો જે તે ઉમેદવારના નામ સામેનું બટન દબાવી ચાલતા બનતા દેખાયા હતા જ્યારે આ સમયે જે તે બુથમાં હાજર અધિકારીઓએ સતત લોકોને રજીસ્ટર બટન દબાવવાનું કહેતા હતા.

ઉમરેઠની સ્ટેટ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


રક્તદાન કેમ્પ

ઉમરેઠની સ્ટેટ બેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

ઉમરેઠ પાસેનું ગોકુળીયું ગામ…થામણા


ઉમરેઠથી લગભગ ૯ કી.મી ના અંતરે આવેલ થામણા ખરા અર્થમાં ગોકુલીયું ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગામમાં સરપંચની ચુટણી કેટલાય વર્ષથી થઈ નથી હંમેશા ગામ માટે કાંઈ કરી છુટવાની ભાવના ધરાવતા ચંન્દ્રકાન્તભાઈ પટેલ (મુખી)ને ગ્રામ્યજનો હંમેશા સરપંચ પદે સર્વાનુંમતે સ્વીકારી લેતા હોય છે.  પોતાના ગ્રામ્યજનોના આવા અતુટ વિશ્વાસનો ગામના સરપંચ શ્રી ચંન્દ્રકાન્તભાઈ પટેલ (મુખી) હંમેશા જળવાઈ રહે તે માટે આ ગોકુળીયા ગામ થામણાના વિકાસને હંમેશા માટે આગળ ધપાવતા રહે છે. હંમેશા ગામ એકદમ સ્વચ્છ અને ચોખ્ખુચણાક રાખવામાં આવે છે આ માટે ગ્રામ્યજનો પણ તંત્રને સાથ સહકાર આપતા હોય છે. ગામમાં દૂધ મંડળી ઈગ્લીસ મિડીયમ સ્કૂલ સહિત અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

થામણા ગામ અંગે વધુ માહિતી માટે અહિયા ક્લિક કરો
થામણા ગામના વિવિધ ફોટા જોવા માટે અહિયા ક્લિક કરો.

પ્રી-પેઈડ લાઈટ બીલ…!


ગુજરાતમાં સૌપ્રથમ વખત મોબાઈલની જેમ હવે, લાઈટબીલમાં પણ પ્રી-પેઈડની પ્રથા અમારા ગામમાં ચાલુ થઈ ગઈ છે. જેમ મોબાઈલમાં બેલેન્સ પતે એટલે સર્વીસ બંધ થઈ જાય તેમ લાઈટબીલમાં પણ બેલેન્સ પ્રથા અમલમાં આવી  છે, તમારો વપરાશ જેવો હોય તેવું રીચાર્જ કરાવો ને જલસા કરો બીલ ભરવાની ઝંઝટ માંથી પણ છુટકારો ને વીજ કંપની વાળાને પણ લેભાગુ ગ્રાહકોના વીજ કનેકશન કાપવાની કળાકૂટમાં છુટકારો પણ હા.. આ પ્રથા ફરજીયાત નથી જે તે ગ્રાહક ઈચ્છે તો જ આ પ્રથાનો ઉપયોગ કરે…

આ અંગ સરદાર ગુર્જરીમાં પ્રસિધ્ધ થયેલ આર્ટીકલ વાંચવા અહિયા ક્લિક કરો.

ચરોતરનો ઊંબરો છે, નામ એનું ઉમરેઠ છે.


ચરોતરનો ઊંબરો છે, નામ એનું ઉમરેઠ છે.
સુખ છે, શાંતી છે, સંતરામ મહારાજની કૃપા છે.
મિત્રોને મળવા માટે પંચવટી વિસ્તાર છે.
કોહિનુર બેન્ડ આખા ગુજરાતમાં પ્રખ્યાત છે.
સ્વાદ રસીકોની અહિંયા ભરમાર છે.
વાડીમાં ગોપાલ રસોઈયાની દાળ છે.
ઘરે નાસ્તામાં ભગત ચવાણાનો સ્વાદ છે.
ખાઈને પેટ ભરાય તો…
ભાભીની સોડા પીવો આવી જશે ઓઢકાર રે…
એક વાર પધારી તો જોવો…
મરવાનું પણ મન થાય તેવું અમારું સ્મશાન છે.

વિવેક દોશી , ઉમરેઠ

યુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના


હા..યુટ્યૂબના વિડિયોની મજા, નેટ કનેક્શન વિના પણ લઈ શકશો આ અંગે વધુ માહિતી માટે અહિયા ક્લીક કરો.

ભગવાનને ત્યાં પણ ધનવાન ગરીબનો ભેદભાવ શરુ થઈ ગયો છે…!


કહેવાય છે ભગવાનને ઘરે કોઈ ધનવાન કે ગરીબ નથી હોતું, ભગવાનના દરબારમાં બધાને એક જ ત્રાજવે તોલાય છે. પરંતુ હવે આ વાક્ય યથાર્ત હોય તેમ લાગતું નથી. ગઈ કાલે હું શ્રીનાથજી મંદિર (રાજસ્થાન) ગયો હતો ત્યાં મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક વ્યક્તિ મળ્યો તેમને કહ્યું “ભાઈ સા’બ ચલો દર્શન કરાદું વો ભી દર્શન ખુલનેસે ૧૦ મિનિટ પહેલે..!”અમે ત્રણ જણા ત્યાં હતા, તે ભાઈની વાત તો પહેલા મને શેખચલ્લીના વિચાર જેવી લાગી અમે ત્રણ વ્યક્તિ હતા પેલા મહાશયે રૂ.૧૦૦ ની માગણી કરી અને અમો ત્રણ જણને દર્શન કરાવવાની ગેરંટી પણ તે વ્યક્તિને રૂ.૧૦૦ આપ્યા ને ખરેખર તે અમોને મંદિરમાં મુખ્ય પરિસરની આગળ લઈ ગયો ને દર્શન ૯.૧૫ કલાકે ખુલવાના હતા તેના જણાવ્યા મુજબ ૧૦ મિનિટ પહેલા તેને અમોને દર્શન ન કરાવ્યા બરાબર ૯.૧૫ કલાકે દર્શન ખુલ્યા ને અમારા જેવા રૂ.૧૦૦ ખર્ચનારાને પહેલા દર્શન કરવા જવા દેવામાં આવ્યા અમે અંદર ગયા ત્યારે અન્ય લોકો ભગવાનના નીજ મંદિરમાં હાજર હતા. કોણે ખબર તેમને કેટલા રૂપિયા ચુકવ્યા હશે…?
પણ  ખરેખર હવે, ભગવાનને ત્યાં પણ ધનવાન ગરીબનો ભેદભાવ શરુ થઈ ગયો છે…!

તમે સવારે ચા નથી પીતા કે શું…?”


સવારે ચાલતા ચાલતા ઓફિસ જવા નિકળ્યો ઓફિસથી  થોડે દુર હતો ને એક જાણીતા મહાશય બાઈક લઈ મળ્યા તેમને મને કહ્યું ” ચાલ વિવેક મુકી જવ ઓફિસ સુધી”હું પણ કાંઈ વિચાર્યા વિના ચાલવાની આળશથી તેમના બાઈક પર બેસી ગયો. પણ બાઈક પર બેઠો કે તરત તેનું મોઢું ગંધાયું હું સમજી ગય કે મેં ખોટી સવારી પસંદ કરી. પણ સારું હતુ ઓફિસ થોડી જ દુર હતી હું સહી સલામત ઓફિસ સુધી પહોંચી ગયો ને હાશકારો અનુભવ્યો..
 
બાઈક પરથી ઉતરી મેં તેમનો આભાર માન્યો, તેમને કહ્યું “અરે તેમા આભાર શું હું આમ પણ આ બાજુ આવતો હતો ને…! “મેં કહ્યું આભાર તમે અહિયા મને મુકી ગયા એટલા માટે નહિ પણ સહીસલામત મુક્યો એટલા માટે કહું છું, તમે સવારે ચા નથી પીતા કે શું…?”
 
તે હસી પડ્યા ને કહ્યું તુ પણ છે ને…ચાલ હું જવ છું..