આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2013

હોળી – ધૂળેટી


પંચવટી

પંચવટી

ઉમરેઠમાં હોળી તેમજ ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પંચવટી વિસ્તારમાં પરંપરાગત રીતે હોળીના અંગારા ઉપર શ્રધ્ધાળુંજો ચાલ્યા હતા, જે દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ઉપરાંત નગરના ચોકસી બજાર, વાંટા, માતાની લીમડી, કાછીયા પોળ સહીત અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. નગરની ચોકસીની પોળ ખાતે નાળિયેરની નાની હોળી પ્રગટાવવામાં આવી હતી જેના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ચોકસી બજાર

ચોકસી બજાર

હોળી બાદ બીજા દિવસે ધૂળેટીની પણ નગરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી લોકો પોતાના સ્વજનો અને મિત્રોને ત્યાં જઈ એક બીજા ઉપર અબિલ ગુલાલની છોળો ઉછાળી હતી. નાના મોટા સૌ કોઈએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, જ્યારે બપોર પછી લોકો ગળતેશ્વર,લાલપુરા તેમજ મહીસાગર તરફ નાહ્વા ઉપડ્યા હતા અને સાંજના સમયે ઠેર ઠેર મિજબાનીનો દોર શરૂ થયો હતો.પંચવટીમાં હોળીના અંગારા ઉપર ચાલતા ભક્તોનો વિડીયો જોવા તમારું ફેશબુક એકાઊન્ટ ઓપન રાખી અહીયા ક્લિક કરો..

Jay Ranchod…


image
image

image

ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ પદે સુજલ શાહની વરણી


સુજલ શાહ

સુજલ શાહ

ઉમરેઠના સિનિયર સિટીઝન હોલ ખાતે ઉમરેઠ શહેર ભાજપની બેઠક મળી હતી જેમાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ પદે યુવા કાર્યકર સુજલ શાહ અને ઉમરેઠ તાલુકા ભાજપના પ્રમુખ પદે વિપુલભાઈ પટેલ (આશીપુરા)ની વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સુજલભાઈ શાહ આર.એસ.એસના સક્રીય કાર્યકર અને સામાજિક સેવક સ્વ.મુંકુંદભાઈ ચંદુલાલ શાહના પૂત્ર છે. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠ શહેર ભાજપમાં સક્રીય કાર્યકર છે, અને ઉમરેઠ બજાર સમિતિમાં સભ્ય પણ છે. તેઓને ઉમરેઠ શહેર પ્રમુખ થવા બદલ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, યુવા કાર્યકર સંદીપ શાહ તેમજ ઉમરેઠ ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી. સુજલ શાહ તેમજ વિપુલ પટેલે ભાજપના કાર્યકરોનો આભાર વ્યક્ત કરી નગર અને તાલુકા કક્ષાએ ભાજપ પક્ષને મજબુત બનાવવા કટીબધ્ધતા દર્શાવી હતી.

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે.


ઉમરેઠના વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન “સંકલ્પદિધ્ધ શ્રી ઘનશ્યામ મહારાજ” શ્રી રાધાકૃષ્ણ દેવનો ૧૪મો પાટોત્સવ તા.૩૦.૩.૨૦૧૩ થી તા.૫.૪.૨૦૧૩ સુધી ઉજવાશે. આ પ્રસંગે વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે શ્રીમદ્સત્સંગિજીવનની કથાનું રસપાન શા.સ્વા.હરિગુણદાસજી કથામૃતનું રસપાન કરાવશે.પોથીયાત્રા ભક્ત.જગદીશભાઈ અને બિપીનભાઈના પાનેતર પાર્ક ખાતેના નિવાસ્થાનેથી તા.૩૦.૨.૨૦૧૩ના રોજ સવારે ૮.૩૦ કલાકે નિકળશે. તા.૩૧.૩.૨૦૧૩ના રોજ ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ,તા.૧.૪.૨૦૧૩ના રોજ રાસોત્સવ, તા.૨.૪.૨૦૧૩ના રોજ ઠાકોરજીનો પટ્ટાભિષેક તેમજ તા.૩.૪.૨૦૧૩ના રોજ હોમાત્મક મહાપુજા, તા.૪.૪.૨૦૧૩ જળયાત્રા, તા.૫.૪.૨૦૧૩ના રોજ અભિષેક દર્શન, અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે તા..૪.૨૦૧૩ના રોજ રાત્રે ૮.૩૦ કલાકે હસ્યનો દરબાર , તા૨.૪.૨૦૧૩ના રોજ સત્સંગ ડાયરો અને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર ધાર્મિક આયોજનનો ભક્તોને લાભ લેવા માટે ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરના પુજારી સ્વા.શ્રી દિવ્યપ્રકાશદાસજી, પા.કાંતિ ભગત તથા યજમાન પરિવાર અને સમસ્ત સત્સંગ સમાજએ જણાવેલ છે.

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમનો વાર્ષોકોત્સવ ઉજવાયો


ઉમરેઠ સિનિયર સિટીઝનનો વાર્ષિક મહોત્સવ તાજેતરમાં શૈલેષભાઈ પટેલ (કિશાન પરિવાર)ની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે આર્શિર્વચનદાતા પદે પૂ.ગણેશદાસસજી મહારાજ,બ્ર.કુ નિતાબેન,સહીત ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ, અર્બન બેંકના ચેરમેન રશ્મિભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.સમારોહની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી, ત્યાર બાદ સંસ્થાના પ્રમુખ સુરેશભાઈ શાહના પત્નિ વિજ્યાબેનનું અવસાન થયેલ હોવાથી ૨ મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મુખ્યો હતો. પ્રાસંગિક પ્રવચનમાં પૂ.ગણેશદાસજી મહારાજે તેમજ ઉમરેઠ પાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે સિનિયર સિટીઝન ફોરમની પ્રવૃતિઓની પ્રશંશા કરી હતી. વાસુદેવભાઈ ઠક્કરે પોતાની આગવી શૈલીમાં પ્રવચન કર્યુ હતુ જેમાં સિનિયર સિટીઝનોની પ્રવૃત્તિઓ સહીત રામાયણ જેવા મુદ્દા આવરી લીધા હતા. સંસ્થાના મંત્રી ગોપાલભાઈ શાહએ પોતાના કાર્યકાળ દરમ્યાન સિનિયર સિટીઝન ફોરમ દ્વારા કરવામઆં આવેલ પ્રવૃત્તિઓની માહીતી આપી હતી. સભાના સફળ સંચાલન તેમજ આભારવિધિ ભરતભાઈએ કરી હતી.

સાહિત્યકાર જયંતિ એમ દલાલના પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ”નું લોકાર્પણ


સાહિત્ય ક્ષેત્રે અગ્રેસર એવા મૂળ ઉમરેઠના જયંતિ એમ દલાલના પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ” પુસ્તકનું લોકાર્પણ કલાગુર્જરીના ઉપક્રમે સાહિત્યકાર અને એક્રેલિક ઉદ્યોગના પ્રણેતા જયંતિ એમ દલાલના અમૃત મહોત્સવ પ્રસંગે મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશિર્વચનદાતા પૂ.ભુપેન્દ્રભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ર્ડો.મોહનભાઈ પટેલ અને પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ પટેલ સંપાદિત પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ”, બ્લીડિંગ હાઈટ્સ ઓફ કારગિલ (અંગ્રેજી), જેકપોટ (અંગ્રેજી) , શૂન્યાવકાશાતીલ પ્રતિધ્વની (મરાઠી),શૂન્યાવકાશમેં પ્રતિઘોષ(હિન્દી),અને કારગિલના મોરચે પુસ્તકોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે જન્મભૂમિના તંત્રી કુન્દન વ્યાસ, સંસ્કૃતવિદ ર્ડો ગૌતમ પટેલ, ઉદ્યોગપતિ અને મુંબઈના ભૂતપૂર્વ શેરીફ ર્ડો.મોહનભાઈ પટેલ, કલાગુર્જરીના પ્રમુખ અક્ષય મહેતા, ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ જોશીએ કર્યું હતું. આભાર વિધિ કલાગુર્જરીના માનદમંત્રી ઈલાબેન શાહએ કરી હતી.

 (તસ્વીરો – એન.સી.શાહ)

શ્રી ગણેશદાસજી મહારાજનો જન્મ દિવસ


ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજને જન્મ દિવસની શુભેચ્છા..

શ્રી સંતરામ મંદિર વ્યાસ ચોરા પાસે ઉમરેઠ ફોન નં.૨૭૬૩૫૧

અલક-મલકની વાતો…


  • યૈ..હોલી કબ હૈ….? ગરમી શરૂ થઈ ગઈ બોસ, હવે તળબૂચ અને શેરઢીનો રસ બજારમાં દેખાવા લાગ્યા છે. ઉમરેઠગરા માટે તો શેરઢીનો રસ એટલે બાદશાહ શેરઢીનો રસ જ, મોં માં પાણી આવ્યું હોય તો માફ કરજો નીતો સાંજે બસ સ્ટેશન બાજૂ જઈ એક ગ્લાસ ઢીંચીયાવજો, હજૂ આઈસ-ડીસ વાળાને ઠંડી ઉડી નથી લાગતી, પંચવટીમાં બરફની લારીની કાગદોળે રાહ જોવાય છે…!
  • થોડા દિવસ પહેલા ઉમરેઠના જયંત એમ.દલાલ તરફથી કેટલાક ભેટ પુસ્તકો મળ્યા, તે બદલ તેમનો આભાર, મૂળ ઉમરેઠના જયંતિ એમ.દલાલ વીશે પહેલા શાંભળ્યું હતુ, પરંતુ તેઓ સાહિત્ય ક્ષેત્રે કદાવર વ્યક્તિ છે, તે જાણી ખૂબ આનંદ થયો. આમ તો હું નવલકથા વાંચતો નથી પરંતુ “શૂન્યાવકાશમાં પડઘા” નવલકથામાં જયંતિ એમ.દલાલે ઉમરેઠને ઉજાગર કર્યું છે તે જાણી તેઓ ધ્વારા મળેલ ભેટ પુસ્તક “શૂન્ય અવકાશમાં પડઘા” વાંચવાનું શરૂ કર્યું છે. બે પ્રકરણ વાંચ્યા રસપ્રદ છે, વિજ્ઞાન, સાહિત્ય, અંગત, હિન્દુ મુસ્લીમ એકતા સહીત મિત્રતાના મુદ્દાનું મિશ્રણ કરી આ નવલકથા લખવામાં આવી હોય તેમ લાગે છે. ફરી એક વખત જયંતિ એમ દલાલનો આભાર સહીત તેઓના અમૃત પ્રસંગે વિમોચીત થનાર પુસ્તક “જિંદગીનો દસ્તાવેજ” માટે અભિનંદન.
  • પરેશભાઈ શાહ, તમે કેટલાય પરેશભાઈ શાહને જાણતા હશો પણ હું આપણા ઉમરેઠના પરેશભાઈ શાહની વાત કરૂં છું, હા અર્બન બેંક વાળા જ. થોડા દિવસ પહેલા તેઓએ આર.એસ.એસ પ્રેરિત “સાધના” પુસ્તકના થોડા અંકો આપ્યા, જેમાં સ્વામિ વિવેકાનંદ અને સરદાર પટેલનો અંગ સામેલ હતો બંન્ને અંક ખરેખર સરસ છે. સાથે સાથે આર.એસ.એસના વિચારધારી પરેશભાઈ શાહ હંમેશા સ્વદેશી ચીજ અપનાવવાનો આગ્રહ રાખે છે. તેઓ જણાવે છે, સ્વદેશી વસ્તુ અપનાવીએ તો દેશની કંપની ને ફાયદો થાય અને આપણા પૈસા દેશમાં જ રહે..! પણ આજના યુગમાં આ કેવી રીતે શક્ય છે..? અને જો આમ કરીયે તો “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવનાનું શું..? ખેર પરેશભાઈ તો માત્ર દેશી વસ્તુઓનો જ વાપરવાનો આગ્રહ રાખે છે, શું આપણામાં તે હિંમત છે..!?
  • ઉમરેઠમાં ૧૯૫૮-૫૯ની આસપાસ કોઈએ “ચિરાગ”નામનું મેગેઝિન બહાર પાડ્યું હતુ, આ અંગે જે પણ કોઈ માહિતી કોઈ જાણતું હોય તો જણાવવા વિનંતી.
  • હજૂ ઉમરેઠ બસ સ્ટેશનનો પ્રશ્ન ત્યાંનો ત્યાંજ છે, બસ અસ્ત વ્યસ્ત રીતે ગમે ત્યાં જ ઉભી રહે છે. ઉમરેઠના નાગરિકો સહીત ધારાસભ્યએ પણ આ અંગે લેખિત રજૂઆતો કરી પરંતુ એસ.ટી તંત્ર હૈ કી માનતા હી નહી…! હવે દબંગ “એસ.ટી.તંત્ર”ને કોણ સમજાવે..!

જિંદગીનો દસ્તાવેજ પુસ્તકનું વિમોચન


ઉમરેઠના જયંતિ એમ દલાલના ૭૫વર્ષના અમૃત મહોત્સવ પ્રસંગે ર્ડો. મોહન પટેલ અને નરેન્દ્ર પટેલ સંપાદિત જિંદગીનો દસ્તાવેજ પુસ્તકનો લોકાર્પણ વરિષ્ઠ પત્રકાર અને જન્મભૂમિ જૂથના તંત્રી કુંદનભાઈ વ્યાસના હસ્તે તા.૧૭.૩.૨૦૧૩ને રવીવારના રોજ નવિનભાઈ ઠક્કર સભાગૃહ, મુંબઈ ખાતે યોજાશે. આ પ્રસંગે પૂ.ભૂપેન્દ્રભાઈ પંડ્યા તેમજ ર્ડો. ગૌતમભાઈ પટેલ (સંસ્કૃતવિદ) ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓની વાણીનું રસપાન કરાવશે.

આરોગ્ય વિભાગની કામગીરી


ઉમરેઠ નગરમાં રોગચાળો ન ફાટી નિકળે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા આગોતરા આયોજન કરી લોકોમાં જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સરદ અભિયાન હેઠળ નક્કી કરેલ ટીમ નગરના વિવિધ વિસ્તારમાં જઈ લોકોને ઘરની આસ પાસ કે ધાબા ઉપર પાણી ન જમા થાય તે માટે તકેદારી રાખવા સુચનો કરે છે તેમજ જરૂરીયાતવાળા વિસ્તારોમાં ક્યાંય પણ પાણીનો ભરાવો થયો હોત તો તેનો નિકાલ કરી દવાનો પણ છંટકાવ કરવામાં આવે છે. વધુમાં પ્રશિક્ષિત ટીમ દ્વારા લોકોને રોગચાળાથી બચવા તકેદારી લેવા જરૂરી સુચનો પણ કરે છે. ઉમરેઠ પંથકમાં રોગચાળો ન ફાટે તે માટે આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવતી સદર કવાયતની નગરમાં પ્રશંશા થઈ રહી છે. ઉમરેઠના પછાત અને ગરીબ વિસ્તારમાં પણ આરોગ્ય તંત્રની આ ટીમ પહોઇંચી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે, ત્યારે સંભવિત રોગચાળાની પરિસ્થિતિને નાથવા ઉમરેઠનું આરોગ્ય તંત્ર સાબદું છે તેમ કહીયે તો ખોટું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ડેન્ગ્યુની દસ્તક શંભળાઈ છે, ત્યારે આણંદ જિલ્લા સહીત ઉમરેઠ તાલુકાનું આરોગ્ય તંત્ર સાબદુ થઈ પોતાના વિસ્તારમાં લોકો તંદુરસ્ત રહે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

જ્યોતિર્લીંગમ્ દર્શન માટે ખુલ્લુ મુકાયું.


ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરિય વિદ્યાલય ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગ રૂપે જ્યોતિર્લીંગમ્ દર્શન માટે ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન રશ્મિભાઈ શાહ(વકીલ) ખાસ ઉપસ્થિત થયા હતા. મહા શિવરાત્રી પર્વની ઉજવનીને ધ્યાનમાં રાખી ઉમરેઠ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા મહિલા સંમેલન , રાજયોગ પ્રદર્શન સહીત અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા છે અને પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલયને રોશનીથી સજાવવામાં આવેલ છે. આ દિવ્ય દર્શનનો લાભ લેવા માટે ઉમરેઠની ધર્મપ્રેમી જનતા સહીત ઉમરેઠની વિવિધ સ્કૂલના બાળકો પણ આવી રહ્યા છે. (ફોટો – રીતેશ પટેલ)

અવસાન નોંધ – બેસણું


સુરેશભાઈ ચંદુંલાલ શાહ (સેવકલાલની પોળ)ના ધર્મપત્નિ વિજ્યાબેન સુરેશભાઈ શાહનું અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૪.૩.૨૦૧૩ના રોજ સવારે ૯ થી ૧૦ કલાકે ગણપતિની વાડી, વડાબજાર ઉમરેઠ ખાતે રાખેલ છે.

બ્રહ્મસમાજનો સ્નેહ-સત્કાર સમારોહ યોજાશે.


ઉમરેઠ ખાતે ખેડા આણંદ જિલ્લા સદભાવના પરિવાર ટ્રસ્ટ અને આણંદ જિલ્લાના સમસ્ત બ્રહ્મસમાજનો ૧૩મો સ્ને મિલન તેમજ સત્કાર સમારોહ વાય.સી.પોતદાર (નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી- નડિયાદ)ની અદ્યક્ષતામાં તા.૧૭.૩.૨૦૧૩ને રવિવારના રોજ સવારે ૯ કલાકે સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાશે. આ સમારોહને સફળ બનાવવ માટે ખેડા આણંદ જિલ્લા સદભાવના ટ્રસ્ટના પ્રમુખ કમલભાઈ વ્યાસ(પેઈન્ટર) તેમજ મંત્રી ગોપાલભાઈ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.

%d bloggers like this: