આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2024

ઉમરેઠમાં કોગ્રેસનું કાર્યાલય શરૂ કરાયું – અમીતભાઇ ચાવડાએ લોક સંપર્ક કર્યો.


વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં સામાન્ય લોકસભા ચૂંટણી – ૨૦૨૪ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ વિવિધ પક્ષ ના ઉમેદવારો અને કાર્યકરો જોશભેર આગળ વધી રહ્યા છે. ગતરોજ આણંદ લોકસભા વિસ્તારના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડા એ ઉમરેઠ શહેરમાં સવારે ઓડ ચોકડી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ને ખુલ્લું મૂક્યા બાદ મોટી સંખ્યામાં હાજર રહેલ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે શહેરના વિવિધ રહેણાંક અને માર્કેટ વિસ્તારોમાં ઉનાળાની ગરમીમાં પણ યુવા ઉમેદવાર અમીતભાઇ ચાવડાએ પૈદલ જનસંપર્ક કર્યો. આ દરમ્યાન કાર્યકરો અને સ્થાનિકો માં પણ ગજબ નો ઉત્સાહ હતો. આ જનસંપર્ક ની શરૂઆત ઉમરેઠ ના સંતરામ મંદિરે દર્શન અને પૂ. ગણેશદાસજી ના આશીર્વાદ થી થયેલ, બાદમાં ઉમરેઠ ના તમામ મુખ્ય મંદિરોએ દર્શન કરતાં દેશની મહાન વિભૂતિઓ બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ સાહેબની પ્રતિમાઓ ને નમન કરતા શહેરના વિવિધ વિસ્તારો લાલદરવાજા, ખ્રિસ્તીવાસ, ભગવાન વગા, વડાબજાર, ખાટકીવાડ, રાજપૂત ચોરા, ભોઈવગા, કસ્બા વિસ્તાર, વાંટા વિસ્તાર, કોર્ટ રોડ, પંચવટી, ઓડબજાર, ભાથીજી મહારાજ મંદિર, માર્કેટયાર્ડ, સોસાયટી વિસ્તારોમાં જનસંપર્ક બાદ અંતે સિકોતરમાતા મંદિરે આશીર્વાદ લીધા. આ દરમ્યાન ડી.જે, ઢોલ નગારાંના તાલ સાથે ઠેર ઠેર તમામ સમાજ ના નાગરિકોએ ફૂલહારથી અમિતભાઇ ચાવડાનું સ્વાગત કરેલ. આ દરમ્યાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ભૃગુરાજસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મિલનભાઈ વ્યાસ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઇ જોશી, યુનુસભાઇ મુખી, ગોપાલ ચાવડા, ઉમરેઠ મ્યુ. કાઉન્સિલર લાલાભાઈ વ્યાસ, રાજેશભાઈ તલાટી, ઉમરેઠ શહેર મહામંત્રી રવી ભાઈ વડોદિયા અને તેમજ મોટો સંખ્યામાં યુવા ક્ષત્રિય અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે યુવા વય ૨૭ વર્ષે ધારાસભ્ય બનેલા અમીતભાઇ ચાવડા શિક્ષણથી ઇજનેર છે અને ૫ ટર્મ, ૨૦૦૪ થી બોરસદ અને ૨૦૦૭ થી અંકલાવ વિધાનસભાનુ પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ તેઓ સૌથી યુવા વયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, આ સમયે શહેર માં ઉપસ્થિત મતદારોને મત મુજબ અમીતભાઇ ની ઉમેદવારી અને ક્ષત્રિય આંદોલનની અસરથી આણંદ લોકસભાનો ચૂંટણીજંગ રસપ્રદ બન્યો છે.

ઉમરેઠ તાલુકાની ૪૫ દૂકાનો મતદાન ના દિવસે ૭% ડીસ્કાઉન્ટ આપવા તૈયારી બતાવી..


મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર ઉમરેઠ, તાલુકા વિકાસ અધિકારી ઉમરેઠ, ચીફ ઓફિસર ઉમરેઠના અધ્યક્ષ સ્થાને ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ દુકાનદારો, મોલ, મેડિકલ સ્ટોર,હોટલ, રેસ્ટોરન્ટ ના માલિકો સાથે તારીખ ૭/૫/૨૦૨૪ ના રોજ મતદાન કર્યા બાદ ગ્રાહકોને ખરીદી ઉપર ૭% સ્વૈચ્છિક ડિસ્કાઉન્ટ આપવા બાબતે મિટિંગનું આયોજન થયેલ .જેમાં ઉમરેઠ શહેરના કુલ ૨૩, પણસોરા ગામ ખાતે ના કુલ ૧૧, ભાલેજ ગામ ખાતેના કુલ ૧૧ દુકાનદારો,મોલ,મેડિકલ સ્ટોર, હોટલ, રેસ્ટોરન્ટના માલિકોએ સ્વૈચ્છિક સહમતી દર્શાવેલ.

ઉમરેઠના ચોથા અને છઠ્ઠા વોર્ડમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલનો લોક સંપર્ક


જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન ને વેગ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ ના પ્રચાર માટે તાલુકા ભાજપના કાર્યકરો મિતેષભાઈ પટેલના પુત્ર કિશન પટેલ સાથે પ્રચાર કાર્યમાં હતા ત્યારે આજે મિતેષભાઈ પટેલ ઉમરેઠના વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર છ માં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જ્યાં તેમને લોકોએ સુંદર આવકાર આપ્યો હતો. પ્રચાર અભિયાનમાં ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ શાહ , ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરા વાળા, પ્રકાશભાઈ પટેલ , ચેરમેન બજાર સમિતિ સહિત ,સુજલ શાહ, ઉમરેઠ નગરપાલિકાના સભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત રોજ ઉમરેઠ ખાતે ભાજપ નું મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકાયું હતુ ત્યારે હવે ઉમરેઠ પંથકમાં ચુંટની નો માહોલ જામ્યો છે. ઉમરેઠના બજારોમાં પણ ભાજપ ના ઉમેદવાર મિતેષભાઇ પટેલે વહેપારીઓ ને રૂબરૂ મળીને ભાજપને મત આપી અબ કી બાર ચારસો કે પાર સૂત્ર સાર્થક બનાવવા અપીલ કરી હતી.

ઉમરેઠ – હનુમાન જયંતિ ની ભક્તિભેર ઉજવણી.


ઉમરેઠ ખાતે હનુમાન જયંતિની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠના ઓડ બજાર અને વડા બજાર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરમાં સવાર થી ભક્તો નો ઘસારો જોવા મળ્યો હતો જ્યારે ઉમરેઠના કેટલાક હનુમાન ભક્તોએ ઉમરેઠ પાસે આવેલ નેશ ખાતે નેશીયા હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે  હનુમાનજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા અને મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ. બીજી બાજુ વડા બજાર વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરમાં પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. ઉમરેઠ ઓડ બજારમાં પરબડી નીચે સિંદુરીયા હનુમાનજીના દર્શન કરવાનો પણ ભક્તોએ લાહ્વો લીધો હતો સદર હનુમાન મંદિરે હનુમાન ચાલીસા ના વિશેષ પાઠ કરવામાં આવ્યા હતા.

“એક તક ભાજપ ને” થી માંડી ” અબ કી બાર ચારસો કે પાર” સૂત્ર સુધી ની સફર


એક સમય હતો જ્યારે ભાજપ દેશમાં લોકસભાની માત્ર બે સીટ પર સીમીત હતુ અને સત્તા પર આવવા માટે “એક તક ભાજપ ને” સૂત્ર સાથે મેદાનમાં હતુ. તે સમયે રામ મંદિર મુખ્ય મુદ્દો હતો, અત્યારે ભાજપને સત્તાનું સુકાન  મળી ગયુ છે, રામ મંદિર બની પણ ગયું છે અને રામ ભક્ત મંદિરમાં દર્શન પણ કરતા થઈ ગયા છે, રામ મંદિરનો મુદ્દો હવે સંકલ્પ પત્ર ની બહાર થઇ ગયો છે. તેવીજ રીતે ૩૭૦ ની કલમ પણ કાશ્મીર માંથી દૂર થઈ ગઈ છે. કોગ્રેસ પાસેથી સત્તાનું સુકાન મેળવવામાં ભાજપ ને ખૂબ પરિશ્રમ કરવો પડ્યો હતો. પરંતુ અત્યારે પરીસ્થીતી બિલકુલ બદલાઈ ગઈ છે જેને પગલે  દેશમાં મોટા ભાગનાં રાજ્યોમાં ભાજપ ની સરકાર છે અને કોગ્રેસ હવે લોકસભામાં ત્રણ આંકડામાં પણ પહોંચતું નથી. ૨૦૨૪ ની લોકસભાની ચુંટણીમાં હવે પ્રજા કેવો જનાદેશ આપશે તે જોવું રહ્યું.   અટલ બિહારી બાજપાઈ, મુરલી મનોહર જોશી તેમજ લાલ કૃષ્ણ અડવાની જેવા ભાજપના પાયાના નેતાઓ દ્વારા ભાજપ નું વર્ચસ્વ સાબીત કરવા માટે રાત દિવસ એક  કર્યા હતા. બાજપાઈ-અડવાની યુગમાં શાઇનીંગ ઇન્ડિયા અને ફીલગુડ જેવા સૂત્રો થી રાજનીતિ ચમકાવવા અટલ બીહારી બાજપાઈ ના પ્રયાસો પણ સરહાનીય હતા. ફીલ ગુડ અને શાઈનિંગ ઈન્ડિયા સૂત્રો મહદ અંશે સફળ રહ્યા હતા ભાજપ હવે ૨ બેઠક થી આગળ વધવા લાગી હતી. અટલબિહારી બાજપાઈ પોતાનો રાજધર્મ સુંદર રીતે નિભાવી રહ્યા હતા.  હવે અટલબિહારી બાજપાઈ નો સ્વર્ગવાસ થઈ ગયો છે, અને લાલકૃષ્ણ અડવાની અને મુરલી મનોહર જોશી ૨૦૧૯ ની ચુંટણી થી રીયાયર્ડ થઈ ગયા હતા. તાજેતરમાં લાલકૄષ્ણ અડવાણીને ભારત રત્ન પણ આપવામાં આવ્યો.   ૨૦૧૪ થી ભાજપમાં મોદી-શાહ યુગ શરૂ થયો હતો અને આ યુગમાં ભાજપ પક્ષ નો સૌથી શ્રેષ્ઠ યુગ હતો જે હજૂ પણ અકબંધ છે અને નવા નવા સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે. હવે મોદી-શાહ યુગમાં ભાજપ સત્તાની ઉપલી હરોળ માં સ્થાન બનાવી પક્ષ ને મજબુત કરી દીધો છે. ૨૦૧૪ થી ૨૦૧૯ નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાશનમાં રાષ્ટ્રભાવના, હિંદુત્વ, સહિત સબ કા સાથ સબકા વિકાસ ના મુદ્દે પૂન:  “ફીર એક બાર મોદી સરકાર” અને “નમો અગેઈન” જેવા સૂત્રો સાથે નરેન્દ્ર મોદી અને અમીત શાહના યુગમાં ભાજપ ફરી ૨૦૧૯માં પણ  સત્તાના સુકાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યુ. મેદાનમાં છે.  હાલમાં ભાજપ નો સમય બળવાન છે, અડધી ઉપર કોગ્રેસ હાલમાં ભાજપ ભેગા થઇ છે, એક સમય હતો જ્યારે માત્ર ૨ સીટ લોકસભામાં હતી ત્યારે ભાજપ હાસ્યાસ્પદ બની ગયુ હતુ આજે પરિસ્થિતિ એવી છે કે કોઇ પણ નેતા ભાજપ ની ટીકીટ મેળવવા આકાશ પાતાળ એક કરતા હોય છે. આ સફળતા ની સફર માં એક ડોકાચીયુ  ઉમરેઠની ચોકસીની પોળ કરીયે તો એક ભીંત ચિત્ર આંખે વળગે છે અને સફળતાનો સ્વાદ ચાખવા ઝઝુમતું અથવા કગરતુ ભાજપ નું સુત્ર “એક તક ભાજપ ને”  દેખાય છે ત્યારે “એક તક ભાજપ ને” થી માંડી ” અબ કી બાર ચારસો કે પાર” સુત્ર સુધી ની સફર યાદ આવી જાય છે.

ઉમરેઠ – રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી


શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા કમિટી દ્વારા આજે રામનવમી નિમિત્તે નગરના ભીડ ભંજન હનુમાન મંદિર થી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરના રામ ભક્તો જોડાયા હતા. શોભાયાત્રા નું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરના ઓડ બજાર ખાતે નવનિર્માણ પામેલ હનુમાન મંદિર ખાતે હનુમાન ચાલીસા પાઠનુ પઠન કરવામાં આવ્યું હતુ. આ સમયે લોકસભા ના ઉમેદવાર મિતેષભાઇ પટેલ, તેમજ વિમલ પટેલ, હર્ષ શહેરા વાળા, પ્રકાશ પટેલ સુજલ શાહ, કનુભાઈ શાહ અને શ્રેણિક શુક્લએ શોભાયાત્રામાં દર્શનનો લાહ્વો લીધો હતો.

ઉમરેઠ બ્રહ્માકુમારીઝ દ્વારા વરદાતા રામ જન્મોત્સવ ઉજવાયો.


ઉમરેઠ બ્રહ્મકુમારીઝ ખાતે રામનવમીની ઉજવણીના ભાગરૂપે નાટક અને નૄત્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ઓડ બ્રહ્માકુમારીઝના રૂપલબેને સ્વાગત કર્યું હતું જ્યારે બ્રહ્માકુમારી સિધુરાબેને પ્રાસંગીક પ્રવચન કર્યું હતુ. આ પ્રસંગે વિદ્યાનગર બ્રહ્મકુમારીઝના જાગૄતિબેનએ રામાયણ ની સકારાત્મક બાબતો જીવન માં ઉતારવા અને નકારાત્મક બાબતો જીવન માંથી દુર કરવા સમજ આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે રામાયણમાં રાવણ, મંથરા જેવા નકારાત્મક લોકો ના સંસ્કાર આપણે આપણા માંથી દૂર કરવા જોઈયે જ્યારે સ્વયં માં રામ રાજ્ય ની સ્થાપના કરવી જોઈયે. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલિકા સ્કૂલના બાળકો દ્વારા સુંદર નાટક અને નૄત્ય રજૂ કરવામાં આવ્યું હતું જેની ઉપસ્થિત મહેમાનો પ્રશંસા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન બ્ર.કુ અર્પિતાબેન કર્યું હતુ જ્યારે આભાર વિધિ બ્ર.કુ નીતાબેન કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ની ઉપસ્થીતીમાં ભાજપના ઉમેદવાર મિતેષભાઇ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું.


May be an image of 4 people, dais and text

ઉમરેઠ તાલુકા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૄતિ અભિયાન


સાપસીડી રમતના માધ્યમ થી ચુંટણીની પ્રક્રિયા અંગે સમજ અપાઈ

આગામી લોકસભા ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે મદદનીશ ચુંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી આણંદ  તથા મામલતદારશ્રી ઉમરેઠ દ્વારા ઉમરેઠ -૧૧૧ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ આજે ઉમરેઠ આઈ.ટી.આઈ જી.આઈ.ડી.સી ખાતે મતદાર જાગૄતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. આ સમયે યુવા મતદારોને ચુંટણી પ્રક્રિયા અંગે સમજ આપવામાં આવી હતી જેમાં મતદાર નોંધણી થી મતદાન મથકમાં મતદાન કરવાની તમામ પ્રક્રિયા ની સમજ આપવામાં આવી હતી. આ સમયે સાપ સીડી ની રમત રમાડવામાં આવી હતી અને વિજેતાઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ઉમરેઠ ખાતે યમુનાજી નો મનોરથ યોજાયો.


ઉમરેઠના ખારવા વાડી વિસ્તારમાં દોશી ફાર્મ ખાતે યમુના પ્રાગટ્ય પર્વ નિમિત્તે યમુનાજીનો દિવ્ય મનોરથ અમિતભાઈ અને તેજલબેન (વડોદરા) ના યજમાન પદે યોજાયો હતો. આ પ્રસંગે યમુનાજીના રાસ-ગરબા, નંદોત્સવ, વ્રજ પરિક્રમા, વિવાહખેલ જેવા સુંદર મનોરથ યોજાયા હતા અને દીપ આરતી નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ  કિર્તનનો વૈષ્ણવોએ લાભ લીધો હતો.  આ દિવ્ય મનોરથ દરમ્યાન યમુને મહારાણીના દર્શનાર્થે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા જેઓનો યજમાન અમિતભાઈ અને તેજલબેન (વડોદરા)એ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ શહેર ભાજપ દ્વારા ર્ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ના જન્મ દિવસ ની ઉજવણી. 


ભારતીય બંધારનના ધડવૈયા ર્ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિની ઉમરેઠ ખાતે ભાજપ શહેર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નગરના ભગવાન વગા વિસ્તારમાં ર્ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ સમયે આણંદ જિલ્લા સંસદ સભ્ય મિતેષભાઈ પટેલના પૂત્ર કીશન પટેલ, હર્ષ શહેરાવાળા (પ્રમુખ, ઉમરેઠ શહેર ભાજપ), પ્રકાશભાઈ પટેલ (ચેરમેન , બજાર સમિતિ), સંજય પટેલ (કારોબારી ચેરમેન, ઉ.ન.પા), સુજલ શાહ. ઈશ્વરભાઈ પટેલ, આવૃત પટેલ, રૂદ્રદત્ત શેલત, સહીત ભાજપના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કૌશિકભાઈ સોલંકીએ જહેમત ઉઠાવી હતી. 

ઉમરેઠ – ર્ડૉ. ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી.


ઉમરેઠ ભગવાનવગા ખાતે ર્ડૉ. ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ ની ઉજવણી અંતર્ગત ઉમરેઠ કોગ્રેસ પરિવાર તેમજ યુવાક્રાંતિ મંચ દ્વારા ર્ડૉ.ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સમયે ભદ્રેશભાઇ વ્યાસ (કાઉન્સિલ), ગોવિંદભાઇ પટેલ (કોગ્રેસ,પ્રમુખ), મિલન વ્યાસ ( યુવાક્રાંતિ મંચ) ઉપસ્થીત રહ્યા હતા. 

ચૈત્રી નવરાત્રી – શ્રી સિકોતર માતા , ઉમરેઠ દર્શન


click link below for DARSHAN

https://fb.watch/rntWPRVxR2

વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરના રજત જયંતિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહનું આયોજન


વડતાલ તાબાના ઉમરેઠ ઓડ બજાર ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરના રજતજયંતિ મહોત્સવ અંતર્ગત શ્રીમદ સત્સંગીજીવન પારાયણ ના બીજા દિવસે કથા મંડપમાં ઉપસ્થિત સંતો મહંતોએ આશિર્વચન પાઠવી સત્સંગી જીવન અંગે ઊંડાણ પૂર્વક સમજ આપી હતી તેમજ સપ્તાહના યજમાન પરિવાર ને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રીમદ્ સત્સંગીજીવન પારાયણ ના પ્રથમ દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ સહીતના દેવ ને સુકામેવાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તેમજ રાત્રીના સમયે મહિલા મંચ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ઉમરેઠ સહીત અન્ય ગામની મહિલાઓએ ભાગ લીધો હતો અને વિવિધ ધાર્મિક અને મનોરંજન કાર્યક્રમ રજૂ કર્યા હતા આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ મંદિરો ની સ્થાપના કઈ રીતે થઈ તે અંગે સુંદર રીતે રજૂઆત કરી હતી. આજે બીજા દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ , શ્રી ગોપાળાનંદ સ્વામી સહીતના દેવ ને મુખવાસ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ દિવ્ય દર્શનનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો – (વિવેક દોશી, ઉમરેઠ)