આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Category Archives: ફોટો ગેલરી

આ વર્ષની પહેલી પોસ્ટ…


ઉમરેઠ ખાતે નાના બાળકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. નાના બાળકોને સાન્ટાએ અવનવી ગીફ્ટ આપી તેઓને મનોરંજન પૂરુ પાડ્યુ હતું. નાન બાળકોએ ઉત્સાહભેર નવા વર્ષને આવકાર આપી મોજ મસ્તી કરી હતી.

જય કિશાન


ચરોતરના ખેડૂતો નવી રીત ભાત અપનાવવા માટે પ્રચલિત છે. વર્ષમાં ત્રણ પાક કેવી રીતે મેળવવા અને કૃષી ક્ષેત્રે કઈ રીતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું તેની ગણતરી ચરોતરના ખેડૂતો જ યોગ્ય રીતે કરી શકે. ચરોતરના ચતુર કિશાન ઓછા ખર્ચમાં ખેતીનું કામ કરવા માટે અવનવા નુસખા અપનાવે છે, આવીજ રીતે પોતાના રોજબરોજના કામમાં પણ કરકસર પૂર્વક અખૂટ આનંદ મેળવવા માટે આવા ચરોતરના ચતુર ખેડૂતો નિતનવા નુસખા અજમાવતા હોય છે, ઉમરેઠ પાસેના ઓડ ગામના એક ખેડૂતે પોતાના હોન્ડા બાઈક પાછળ ટ્રોલી જોડી વધુ માલ સામાન લઈ જવા માટે બાઈકનો ઉપયોગ કરે છે. આ ખેડૂત કહે છે કે સ્કૂટરના સાદા બે પૈડા અને લોખંડ હલકા વજનની પ્લેટોથી ટ્રોલી બનાવી હોન્ડા સાથે જોડી દીધી છે, જેથી રોજબરોજ ખેતરમાં ખાતર કે ઘાસના પૂળા જેવી ચીજ વસ્તુ વધારે પ્રમાનમાં લાવવા લઈજવા સુગમતા અને સસ્તુ પડે છે. ટ્રોલી લગાવવાથી બાઈકની એવરેજમાં નુકશાન ન થાય..? તે સવાલના જવાબમાં ખેડૂતે જણાવ્યું હતુ કે, એવરેજ સાથે થોડું સમાધાન કરવું પડે છે, પણ અંતિમ હિસાબ કરીયે તો ઓછી એવરેજ થી પણ કોઈ ફરક નથી પડતો સરવાડે રીક્ષા કે ટ્રેક્ટરની સરખામનીમાં આ નવો નુસ્ખો સસ્તો અને સારો સાબીત થાય છે. આર.ટી.ઓ ના નિયમને આ રીત અનુરૂપ છે..? તેવા પ્રશ્નના જવાબમાં આ ખેડૂતે જણાવ્યું હતુ કે આ નિયમને અનુરૂપ છે કે નહી તે ખ્યાલ નથી પણ આર.ટી.ઓ સાથે વિવાદથી બચવા આ ટ્રોલીનો માત્ર ખેતરથી ઘરે અને ઘરેથી ખેતરમાં જવા માટેજ ઉપયોગ કરૂં છું અન્ય ગામમાં જવાનું હોય તો આ ટ્રોલી ફોલ્ડીંગ હોવાને કારણે નિકાળી દવ છું જેથી આર.ટી.ઓની પણ ગરીમા જળવાઈ રહે. ખરેખર આવા કરકસરીયા ચરોતરના ચતુર ખેડૂતોને જોઈ “જય કિશાન” કહેવું યોગ્ય જ છે ને..! (વિવેક દોશી, આપણું ઉમરેઠ)

રસ્તા ઉપર મોર..!


અદ્ભુત, ગઈકાલે જીંદગીમાં પહેલીવાર મોર જોયો..લાઈવ અને તે પણ ઉમરેઠ ડાકોર રોડ ઉપર..!

શિંગોડા…


શિયાળાનું ફળ કહેવાતા શિંગોડા હવે બજારમાં ઠેર ઠેર જોવા મળે છે. શિયાળાને ધ્યાનમાં રાખી હાલમાં બજારમાં શિંગોડા સહીત બાફેલ મગફળી અને જામફળની પણ સ્વાદ રસીકો ભારે માંગ કરી રહ્યા છે. કદાય બહુ ઓછા લોકોને ખબર હશે કે શિંગોડા તળાવ માંથી કાઢવામાં આવે છે અને તેને બાફવામાં આવે છે. ત્યાર બાદ શિંગોડા ઠંડા પડે ત્યારે તેને ખાવવાની ખુબ મઝા પડે છે. ઉમરેઠમાં મામલતદાર કચેરી સામે તળાવમાં શિંગોડા પકવવામાં આવે છે અને ઓડ ચોકડી ઉપર તેને બાફી સ્વાદ રસીકો માટે પિરસવામાં આવે છે. ગ્રામ્યજનો સિઝનમાં સારી માત્રામાં શિંગોડાનું ઉત્પાદન વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવી દેતા હોય છે.

..અને નરેન્દ્ર મોદીએ ચશ્મા ઉતાર્યા


નરેન્દ્રભાઈ મોદી

શું આ પહેલા કદી નરેન્દ્ર મોદીનો ચશ્મા વગરનો ફોટો જોયો હતો…?

નોંધ – તસવીર ફોરવર્ડ ઈ-મેલ ધ્વારા પ્રાપ્ત થઈ હતી.

આ ફોટો જોઈ શું વિચારો છો..?


કેટલો સરસ ફોટો છે, વાંદરા કેવી સરસ મઝા થી ખાય છે, આજે તો વાંદરાને જલસા પડી ગયા..વિગેરે વિગેરે કેટલાય વિચાર મગજમાં આવે પણ એક બીજી વાત પણ વિચારવા જેવી છે બુફે લંચ કે ડિનરમાં આપણે કેટલો બધો બગાળ કરીએ છે.

જોવા જેવી તસવીર…!!


 
 

સ્ટંટ ગોટ (બકરો)...?

 
 

આ તસવીર કોણે લીધી છે ખ્યાલ નથી..! પણ જેને પણ લીધી છે સરસ છે. શું કહેવું છે તમારૂં..?

 

 

રાજકિય નેતાઓનું નાટક…!


રાહુલ ગાંધીનું નાટક

રાજકિય નેતાઓ પોતે સામાન્ય માણસ છે તેમ બતાવવા કેટલાક નાટક કરતા હોય છે. ઉપરનું ચિત્ર ફોર્વર્ડ ઈ-મેલ ધ્વારા પ્રાપ્ત થયેલ છે.

વિમાન આવે છે એટલે ફાટક બંધ છે…!


વિમાન આવે છે એટલે ફાટક બંધ છે…! કોઈ આવું બોલે તો તેને તમે શું કહો …? મૂર્ખો…? ..અરે ભાઈ તેને મૂર્ખો કહેતા પહેલા નીચેનો ફોટો જરા જોઈ લ્યો તો સારું…!

અજબ એરપોર્ટ, ગજબ રન-વે...

ઈરફાન પઠાને થામણા ગામ ખાતે રમાતી ડે-નાઈટ ક્રિકેટની મઝા લીધી..!


ઈરફાન પઠાન - થામણા (ઉમરેઠ)

ઉમરેઠ તાલુકાના થામણા ગામ ખાતે રમાયેલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગતરોજ ઈરફાન પઠાને શુભેચ્છા મુલાકાત કરી હતી અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો સાથે સાથે આણંદ જિલ્લામાં ક્રિકેટરો માટે માળખાગર સુવિધાનો વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં સહકાર પણ આપવા જણાવ્યું હતું, થામણા જેવા નાના ગામમાં પણ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન જોઈ ઈરફાન પઠાણ ગદગદ થઈ ગયા હતા.

ઈરફાન પઠાણ તેઓના પિતા અને કેટલાક અંગત મિત્રો સાથે ઉમરેઠ પાસેના થામણા ગામ ખાતે આવી પહોંચતા સાથે ઈરફાન પઠાણની એક ઝલક મેળવવા માટે થામણા સહિત અન્ય ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. થામણા ગામના સરપંચ ચંન્દ્રકાન્તભાઈ પટેલ (મુખી)એ ઈરફાન પઠાણ અને તેઓના પિતાનું સન્માન સહિત સ્વાગત કર્યું હતું.

ગુજરાતી ન્યુઝ પેપરમાં અંગ્રેજી ભૂલ..!


સંદેશ

સંદેશ ન્યુઝ પેપરની વેબ સાઈટમાં અમારા ગામ ઉમરેઠનો સ્પેલીંગ ખોટો છે, આ અંગે ગઈ કાલે ફીડબેક આપી છે પરંતુ અત્યાર સુધી સ્પેલીંગમાં સુધારો કરવામાં આવ્યો નથી. આશા છે જલ્દીથી સુધરી જશે, … ગુજરાતી ન્યુઝ પેપરમાં અંગ્રેજીમાં ભૂલ જબરૂ કહેવાય ભા’ઈ…!  અને હા.એક વાર હું ચોક્કસ કહીશ ગુજરાતીમાં જોડણીની ભૂલ કરવામાં હું એક્કો છું એટલે આવું ડાહપણ કરવું અતિરેક કહેવાય પણ મારામાં ને સંદેશમાં આભ જમીનનો ફેર છે તે પણ ના ભુલાય ને…!

બાળ મજૂરી


બાળ મજૂરી

ઉમરેઠ પંથકમાં બાળ મજૂરીનું પ્રમાણ વધી રહ્યું છે, એક તરફ સરકાર પ્રાથમિક શિક્ષણ ફરજીયાતની બંડો પોકારે છે ત્યારે બીજી બાજૂ બાળ મજૂરોનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય છે. કહેવાય છે બાળ મજૂરો સાથે બાળ ભિખારીની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે તમે પણ ક્યાંક બાળ ભિખારી જોયા જ હશે..! રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સિનેમા હોલથી માંડી અન્ય જાહેર સ્થળો ઉપર રીતસર બાળ ભિખારીઓની ભરમાળ દેખાય છે.

ત્યારે પ્રાથમિક શિક્ષણ મેળવવા બાળકો સરકારી સ્કૂલમાં આવે તે માટે સરકારે કોઈ અસર કારક પગલા લેવા જરૂરી છે.

(ફોટો- સરદાર ગુર્જરી)

open ’til we close


open 'til weclose

નથી કોઈ તેવી ખબર જેનાથી રહીયે અમે બેખબર…!


નથી કોઈ તેવી ખબર જેનાથી રહીયે અમે બેખબર...!