આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: May 2011

પોસ્ટકાર્ડની વેદના


એક વખત હતો જ્યારે મારી ખુબજ બોલબાલા હતી. દરેકના ઘરના એક ખાનામાં હું હંમેશા માટે રહેતો હતો. હું એટ્લો બધો લોકપ્રિય હતો કે કેટલાય સમયેતો પોસ્ટ ઓફિસમાં મારી અછત થઈ જતી હતી, મારો રૂવાબ તે સમયે કાંઈ ઓર જ હતો. મારી સૌથી સારી બાબત તે હતી કે હું સૌથી સસ્તો હતો ગરીબ, તવંગર બધાનો હું પ્યારો હતો. હા કેટલીકવાર મને યોગ્ય સ્થળે પહોંચાળવામાં થોડી લાલિયાવાડી થતી હતી પણ એકંદરે હું બધાના દીલ ઉપર રાજ કરતો હતો.

યાદ છે ને, તમારા ઘરમાં સારા-નરસા પ્રસંગે તમારા સ્વજનોને સંદેશો પહોંચાડવા હું હંમેશા તૈયાર રહેતો હતો. તમારી પૂત્રવધુના શ્રીમંતમાં અને તમારા લાડકવાયા દિકરાના દિકરાની બાધામાં તમે તમારા સ્વજનોને મારા માધ્યમથી જ જાણ કરી હતી. સાથે સાથે દૂ:ખદ પ્રસંગમાં પણ હું તમારી પડખે હતો તે પણ તમે કેમ ભૂલો છો…! પહેલા હું માત્ર પાંચ પૈસામાં તમારા માટે હાજર થઈ જતો હતો, સમય જતા જતા મારી કિંમત વધીને પંદર પૈસા થઈ ગઈ હતી અને હાલમાં જોરદાર મોંધવારીમાં હું માત્ર પચ્ચાસ પૈસામાં તમારા માટે હાજર થઈ જવું છે. એક વાતનો મને ખુબજ અફસોસ છે કે મારામાં તમે મર્યાદામાં રહીને લખાણ લખી શકો છો મારા આકાઓ ધ્વારા આ વીશે કોઈ ધરખમ ફેરફાર કર્યા હોત તો આજે મારો રૂવાબ કાંઈ ઓર જ હોત, પણ મારા આકાઓ ને કદાચ “અંતરદેશી પત્ર”માં વધારે રસ હતો કારણકે તેના પહેલા બે રૂપિયા ઉપજતા હતા અને હાલમાં પાંચ રૂપિયા ઉપજે છે.

અત્યારે ભલે તમે બધા મને નજર અંદાજ કરો, પણ હજૂ પણ વિમા એજન્ટો સહિત કેટલાય વહેપારીઓનો હું ચહેતો છું. વિમા એજન્ટો તેમના ગ્રાહકોને વીમાના પ્રિમયમ ભરવાની તારીખ યાદ કરાવવા આજે પણ મારો જ ઉપયોગ કરે છે. કેટલાય મારા ચાહકો આજે પણ તેમના સારા-નરસા પ્રસંગોની જાણ તેમના સ્વજનને કરવા મારોજ ઉપયોગ કરે છે. હું તમારાથી દૂર થઈ ગયો છું પણ મારું અસ્તિત્વ આજે પણ કાયમ છે અને રહેશે. હાલમાં ઈન્ટરનેટ, એસ.એમ.એસ અને ઈ-મેલના યુગમાં મારે મારી લોકપ્રિયતા ટકાવવા મારે ખુબજ સંઘર્ષ કરવો પડે છે….ખેર હું , બધાને મર્યાદામાં રાખીને લખવા માટે જગ્યા આપું છું, એટલે હું પણ બહૂ નહી લખું, આટલું જ લખી હું વિરામ કરું છું સાથે સાથે અપેક્ષા રાખું છું કે, ભવિષ્યમાં તમે બહુ નહીતો ઓછામાં ઓછો વર્ષના વચલા દહાડે મને યાદ કરશો અને તમારા સારા નરસા પ્રસંગમાં મને સાથી બનાવશો.

અપંગ ડાન્સર કમલેશ પટેલ સાથે સુરતની યુવતિએ ડાકોર ખાતે પ્રભુતામાં પગલા માડ્યા.


  • કમલેશ પટેલે રીયાલીટી ડાન્સ શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પરફોમન્સ આપેલ છે.

કહેવાય છે પ્રેમ આંધળો છે, પ્રેમ નાત-જાત, અમિર ગરીબ કાંઈ જોતો નથી બસ દીલ થી દીલ મળે અને મન થી મન મળે એટલે દૂનિયાની બધીજ ખુશીઓ પ્રેમીઓ પાસે આવી જતી હોય છે. નાત-જાત તો ઠીક પણ શારિરીક ખોડખાપણ પણ પ્રેમીનો માટે કોઈ નિસબત નથી ધરાવતી. ખરેખર આ સમયે આપણે અહેસાસ થાય છે કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે અને ધરતી ઉપર ઉજવાય છે.આવીજ રીતે સ્વર્ગમાં નક્કી થયેલા બંન્ને પગે અપંગ કમલેશ પટેલના લગ્ન સૂરતની રૂપસુંદરી અને કોઈ પણ જાતની ખોડખાપણ ન ધરાવતી પૂનમ પટેલ સાથે રાજા રણછોડરાયજીની ભૂમિ ડાકોર ખાતે યોજાયા હતા. આ સમયે કમલેશ પટેલ અને પૂનમ પટેલના પરિવારજનો પણ હાજર રહી નવ દંપતિને આશિર્વાદ આપ્યા હતા.

કમલેશ પટેલ બંન્ને પગે અપંગ હોવા છતા પણ પહેલાથી ડાન્સ નો જબરો શોખ ધરાવતો હતો. બંન્ને પગ અપંગ હોવા છતા તેને ધગસ સાથે પોતાના ડાન્સ કરવાની આવડત મહેનત કરી પૂર્ણ કરી હતી. પરિનામે કમલેશ પટેલ આજે એક સરસ અને સફળ ડાન્સર તરીકે દેશભરમાં પ્રખ્યાત થઈ ગયો છે. તાજેતરમાં રીયાલીટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પણ કમલેશ પટેલે પોતાનું પરફોમન્સ આપી સમગ્ર ભારતમાં પોતાનો ચાહકો બનાવી દીધા છે. ડાન્સ ઈન્ડિયા ડાન્સના મીથુન ચક્રવતી પણ કમલેશ પટેલની ડાન્સ કરવાની અદાથી પ્રભાવિત થઈ તેઓને શાબાશી આપી હતી અને તેઓની પ્રસંશા કરી હતી.

ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ભાગ લઈ ફેમશ થયેલ કમલેશ પટેલ ગુજરાતમાં કેટલાય શહેરોમાં સ્ટેશ પરફોમન્સ આપી ચુકેલ છે. જ્યારે થોડા સમય પહેલા સુરત ખાતે એક કાર્યક્રમમાં કમલેશ પટેલે સ્ટેજ પરફોમન્સ કર્યું હતું જેમા પૂનમ પટેલ સાથે તેઓની મુલાકાત થઈ હતી. પૂનમ પટેલ કમલેશ પટેલનું પરફોમન્સ જોઈ વિચારમાં પડી ગઈ હતી અને અપંગ હોવા છતા હાર માન્યા વગર ડાન્સ ક્ષેત્રે નામના મેળવી ચુકેલા કમલેશ સાથે મનોમન લગ્ન ગાંઠે બંધાવા સપના જોવા લાગી હતી જ્યારે પૂનમ પણ ડાન્સ ક્ષેત્રે જોડાયેલ હોવાને કારણે તેઓ વિવિધ સ્ટેજ શો અને ડાન્સ કોમ્પીટીશનમાં એક બીજાને મળતા હતા અને પોતાના ફોન નંબરની આપ લે કરી તેઓએ દોસ્તી વધારી હતી.

જોત જોતામાં કમલેશ અને પૂનમ પટેલની મિત્રતા વધુ ગાઢ બની અને બંન્નેએ લગ્ન કરવાનું વિચાર્યું ત્યારે પૂનમના પરિવારજનો તેમના આ નિર્ણયને મંજૂરી આપશે કે નહિ તે મોટો પ્રશ્ન હતો પરંતું પૂનમે ખુબજ પરિપક્વતા દાખવી પોતાના પરિવારજનોને પોતાના આ નિર્ણયમાં સાથે આપ્યો હતો પરિનામે કમલેશ પટેલ અને પૂનમ પટેલ આજે લગ્નની રેશમ ગાંઠે બંધાઈ ગયા છે.

લગ્ન પછી જીવન સાથે હાથ પગ ગુમાવી બેસે તો તમે શું કરો..?

પૂનમ પટેલને પુછવામાં આવ્યું કે બંન્ને પગે અપંગ હોવા છતા તમે કમલેશ પટેલ સાથે લગ્ન ગાંઠે બંધાવ છો ત્યારે તમે ભવિષ્યમાં પણ તેમની સાથે કેવી રીતે રહી શકશો..? ત્યારે ખુબજ નિખાલશ ભાવે પૂનમ પટેલે જણાવ્યું હતુ કે, જો હું કોઈપણ શારિરીક ખોડખાપણ ન ધરાવતા યુવાન સાથે મેં લગ્ન કર્યા હોત અને લગ્ન પછી મારા જીવન સાથીને પગ કે હાથમાં કોઈ ખોડ ખાપણ થઈ હોત તો હું શું કરત..? તેવો વળતો પ્રશ્ન કરી પૂનમ પટેલે ઉમેર્યું હતુ કે મન મળે એટલે ભવિષ્ય આપોઆપ મધુર બની જાય છે. કમલેશ પટેલ ભલે પગથી અપંગ હોય પણ તેનું વિશાળ દિલ અને તેના ટેલેન્ટ પાછળ તેની અપંગતા મને દેખાતી જ નથી.

વ્હિલ ચેર ઉપર કમલેશ પટેલે સાથ ફેરા ફર્યા…!

અપંગ કમલેશ પટેલે પૂનમ સાથે લગ્ન મંડપમાં જ્યારે વ્હિલ ચેર ઉપર સપ્તપદીના ફેરા ફર્યા ત્યારે કમલેશ અને પૂનમના પરિવારજનો અને મિત્રોમાં હર્ષના આશું આવી ગયા હતા. એક તરફ કમલેશ વ્હિલ ચેર ઉપર ફેરા ફ઼્અરતો હતો ત્યારે તેની પાછળ પૂનમ પોતાના પગ ઉપર ફેરા ફરતી હતી જ્યારે ફેરામાં વર પહેલા વધુને આવવાનો સમય થયો ત્યારે ખરેખર કમલેશના જીવનમાં પૂનમ તેની મુશ્કેલીઓનો સામનો કરવા જાણે આગળ આવી હોય તેમ લાગતું હતું ત્યારે કમલેશે પણ પૂનમને જીવનમાં ક્યારે પણ દૂ:ખ ન પડે તે માટે કાળજી રાખવા દ્રઢ નિશ્ચય કર્યો હતો.

ઉમરૅઠની સરકારી સ્કૂલના કંપાઊન્ડમાં મોબાઈલ ટાવર – સરકારી નિયમોની ઐસી તૈસી કરતી સરકારી સ્કૂલ..!


  • તંત્ર ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકામાં.

ઉમરેઠ નગરમાં સરકારી સ્કૂલના કંપાઊન્ડ માંજ છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ ટાવર હોવા છતા પણ લાગતા વળગતા તંત્ર ધ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી અને બાળકોના સ્વાસ્થય સાથે ચેડા થતા હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે. એક તરફ સરકારી તંત્ર ધ્વારા જ શાળા, સહિત રહેઠાણ વિસ્તારમાં મોબાઈલ ટાવર ન ઉભા કરવા નિયમ બનાવવામાં આવ્યો છે ત્યારે સરકારી સ્કૂલ ધ્વારાજ આ નિયમની ઠેકડી ઉડાવવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે.

વધુમાં ઉમરેઠના ભગવાન વગા પાસે આવેલ એક સરકારી સ્કૂલમાં મોબાઈલ કંપણીનું ટાવર લગાવવામાં આવ્યું છે. સ્કૂલના કંપાઊન્ડ માંજ ઉભા કરવામાં આવેલા ટાવરને લીધે સ્કૂલના કંપાઊન્ડનો કેટલોક ભાગ આ ટાવર માટે આરક્ષીત થઈ ગયો હોય તેમ લાગે છે જેના કારણે સ્કૂલના વિદ્યાર્થીઓને રમત-ગમત કરતા સમયે અગવડતા પણ પડે છે. ..ખેર રમત ગમતમાં પડતી અગવડતા તો સમજ્યા પણ આ ટાવર માંથી જે કિરણો બહાર આવે છે તે બાળકોના સ્વાસ્થય માટે ખુબજ હાનીકારક છે જે વાતથી તંત્ર અજાણ તો નહીજ હોય છતા પણ બાળકોના સ્વાસ્થય સાથે આવા ચેડા કરી સરકારી સ્કૂલના સંચાલકો શું સાબિત કરવા માગે છે તે તપાસનો વિષય છે.

આ સ્કૂલ કંપાઊન્ડ સાથે સ્કૂલની બરાબર સામે માત્ર દશ થી પંદર ફુટના અંતરે એક ખુલ્લો પ્લોટ છે તેમાં પણ અન્ય મોબાઈલ કંપણી ધ્વારા મોબાઈલ ટાવર ઉભું કરવામાં આવ્યું છે જેથી બાળકોના સ્વાસ્થય ઉપર ડબલ ચેંડા થતા હોવાનું તંત્રને માલુમ હોવા છતા તંત્ર આંખે આંધળું, કાને બહેરૂં અમે મોઢે મુંગું બની ગાંધીજીના ત્રણ વાંદરાની ભૂમિકા ભજવી રહ્યું છે.

કહેવાય છે , આ સરકારી સ્કૂલમાં મોટા ભાગે ગરીબ ઘરના બાળકો અભ્યાસ કરે છે. તેઓના વાલીઓ પણ આ મોબાઈલ ટાવરથી તેઓના બાળકને થતા નુકશાનથી અજાણ છે. મોબાઈલ ટાવરના તરંગો લાંબાગાળે બાળકોના સ્વાસ્થય ઉપર ગંભીર અસર કરે છે છતા પણ તંત્ર આ ગરીબ બાળકોને શા માટે આવા મોબાઈલ ટાવરની છાયામાં શિક્ષણ આપવા મજબુર બન્યા છે તે યક્ષ પ્રશ્ન ઉમરેઠના નગરજનો કરી રહ્યા છે

સરકાર પસંદ કરવાની આઝાદી – ગવર્મેન્ટ પોર્ટીબિલીટી


મોબાઈલ કંપણીની સેવાથી આપણે અસંતોષ હોય ત્યારે આપણે મોબાઈલ નંબર બદલ્યા વગર અન્ય મોબાઈલ કંપણીની સાથે જોડાઈ શકવાની આઝાદી આપણે મળી છે તેવી જ રીતે સરકારી યોજના બદલાય નહી પરંતું સરકારની કામગીરી થી અસંતોષ લાગે તો આપણે સરકાર પણ બદલી શકીયે તેવી યોજના અમલમાં આવે તો કેટલું સારું..!

વિચાર શેખચલ્લી જેવો છે, પણ અમલમાં આવે તો આપણા નેતા સીધા દોર થઈ જાય, અને ભારતમાં બધી ડીક્શનેરી માંથી ભ્રષ્ટાચાર શબ્દ દૂર થઈ જાય તેમા પણ નવાઈ નહી. જરા વિચારો પેટ્રોલના ભાવ વધેશે તેની જાહેરાત થતાની સાથે તરત બધા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલના ભાવ વધતા પહેલા ટેન્ક ફુલ કરાવવા જતા પહેલા પોલીંગ બુથ ઉપર જઈ ઈ.વી.એમ મશીનમાં બટન દબાવી સરકાર જ ઘરભેગી કરી દે તો..?
કોઈ નેતા ભ્રષ્ટાચાર આચરતા જણાય એટલે તરત જનતા જનાર્દન ફટાફટ ઈ.વી.એમ મશીનમાં બટન દબાવી તે નેતાને ઘર ભેગો કરી ભાખરી ને અચાર ને લાયક પણ ન રહે તેવી તેની દશા કરી દે.. ના આંદોલનની જરૂર કે ના કોઈ રેલી કે સભા કરવાની જરૂર..બિચારા અન્ના હજારેને આટલી ઉંમરે ભૂખ હળતાલ કરી દેશમાં બધે ભટકવાની પણ જરૂર ન પડે.

બસ આ યોજના અમલમાં લાવવા માટે કોઈ “મર્દ” સરકાર આવે તો મજ્જા પડી જાય. દરેક ગામમાં ઈ.વી.એમ મશીન ગોઠવેલા હોય જનતાને લાગે ત્યારે ઈ.વી.એમ મશીનમાં જઈ બટન દબાવી દે બસ સરકારનો ખેલ ખતમ, આ ઈ.વી.એમ માં થતા ફેરફાર દર મહિને ચકાસવાની પણ ગોઠવણ કરવામાં આવે જેમ મહિને મહિને પગાર માટે કર્મચારીઓ ઉચા નીચા થાય તેમ મહિને મહિને નેતા પણ પોતાની કાર્યક્ષમતાનો ગ્રાફ જોવા ઉંચા નીચા થાય.

..ખરેખર આ શેખ ચલ્લી જેવો વિચાર સાચો પડી જાય તો..કેટલી બધી મજ્જા આવે..?

ઉમરેઠમાં દર રવીવારે વીજ કાપથી પ્રજાજનો ત્રાહિમામ્


ઉમરેઠમાં દર રવીવારે વીજ કાપ કરવામા આવે છે. આ દરમ્યાન ઉમરેઠના મોટા ભાગના વિસ્તારોમાં લગભગ પાંચ થી છ કલાક સુધી લાઈટો બંધ રહે છે જેથી બાળકો સહિત મહિલાઓ અને વહેપારી વર્ગને ખાસ્સી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વહેપારીઓના ધંધા રોજગારને વીજ કાપને કારણે ગ્રાહાકી ઉપર પણ માઠી અસર પડે છે. ગત વર્ષે પણ આ અંગે ઉમરેઠના માર્કેટ યાર્ડના વહેપારીઓ સહિત નગરના વિવિધ બજારના વહેપારીઓ ધ્વારા એમ.જી.વી.સી.એલને આવેદન પત્ર આપી રવીવારે વીજ કાપ ન કરવા રજૂઆત કરી હતી છતા પણ આ વર્ષે એમ.જી.વી.સી.એલનું નકારાત્મક વલન કાયમ રહેલ છે કેટલાક વહેપારીઓ ધ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું હતુ કે ઉમરૅઠની એમ.જી.વી.સી.એલ કચેરીમાં જ વીજળીનો મોટા પ્રમાણમાં વ્યય થઈ રહ્યો છે. ભર બપોરે પણ એમ.જી.વી.સી.એલના ઉપરના માળ પર જ્યા ખુદ એમ.જી.વી.સી.એલના જુ.એન્જીનિયરનું કેબીન છે ત્યાં જ બિનજરૂરી લાઈટો અને પંખા ચાલું હોય છે. ત્યારે વીજળી બચાવવાના બહાને નગરજનોને આમ હેરાન કરવા કેટલું યોગ્ય છે..?

વધુમાં હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે નગરજનો ને ત્યાં મહેમાનોની પણ ખાસ્સી અવર જવર રહે છે. ત્યારે આવા સમયે પાંચ થી છ કલાક સુધી લાઈટો બંધ રહે ત્યારે નગરજનો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે.ઉમરેઠ એમ.જી.વી.સી.એલ દ્વારા દર રવીવારે વીજ કાપ કરવામાં આવતો હોવાને કારણે ઉમરેઠના નગરજનો ખાસ્સા પરેશાન થઈ ગયા છે.એમ.જી.વી.સી.એલના ઉમરેઠ પ્રત્યેના સદર નકારાત્મક વલણને કારણે ઉમરેઠના વહેપારીઓ બાંયો ચઢાવવાનું વિચારી રહ્યા છે.ઉમરેઠમાં દર રવીવારે વીજ કાપના નિર્ણયને લઈ એમ.જી.વી.સી.એલ ધ્વારા પૂનઃ વિચાર કરવામાં આવે તેમ લોકો માંગ કરી રહ્યા છે.

એક તરફ આણંદ જિલ્લામાં ઉમરેઠની વીજ કચેરી અવ્વલ ગણવામાં આવે છે, ઉમરૅઠ વીજ કચેરી ધ્વારા એ.ટી.પી મશીન થી વીજ બીલ ભરવાની સગવળા સાથે પ્રી-પેઈડ વીજ મીટર જેવી સવલત આપવામાં આવી છે, બીજી બાજુ નગરજનોને વીજ કાપ થી પરેશાન કરવાના બેવડા અભિગમથી નગરજનો તંત્રના અધિકારી ઉપર ફિટકાર વર્ષાવી રહ્યા છે.

ઉમરેઠના વહેપારીઓ સહિત અન્ય નગરજનોએ ઉમરૅઠમાં દર રવીવારે વીજ કાપ અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે ચોકસી બજાર , વડાબજાર સહિત કાપડના વહેપારીઓને ત્યાં ગ્રાહાકી વધારે હોય છે જેથી આ સમયે અમોને લાઈટ ન હોવાને કારણે ખુબજ મુશ્કેલી પડે છે કેટલીક વારતો ગ્રાહકો લાઈટ ન હોવાથી પાછા પણ જતા રહે છે અને અમોને નુકશાન થાય છે. Champaklal Patel

વેકેશન હોવાને કારણે ઘરમાં મહેમાનોની અવર જવર વધારે છે ત્યારે રવીવારે જ વીજ કાપ થતો હોવાથી મહિલાઓને ઘરના કામકાજમાં ખાસ્સી મુશ્કેલી પડે છે. હવે ઈલેક્ટ્રોનીક્સ આઈટમથી રસોડું ચાલતું હોય છે, દાળ વલોવવા વલોણી અને પીવા માટેના પાણીનું આર.ઓ સિસ્ટમ પણ વીજળી થી ચાલે છે જેથી અમો ખુબ હેરાન થઈ જઈયે છે. રવીવારે બાળકો કોમ્યુટર પર વિડિયો ગેમ પણ રમી શકતા નથી. Gita Shah

એમ.જી.વી.સી.એલ દ્વારા દર રવીવારે પાંચ છ કલાક વીજ કાપ કરવામાં આવે છે તેના બદલે જો દરોજ્જ અડધો કલાક વીજ કાપ કરવામાં આવે તો નગરજનો ને મુશ્કેલી પણ ના પડે અને એમ.જી.વી.સી.એલનો વીજ કાપ કરવાનો હેતુ પણ પાર પડી જાય. Rahul Patel

ઉમરેઠ રોટરી ક્લબ ધ્વારા સૂરીલા કંઠની શોધ માટે અનોખો પ્રયોગ


કો.સ્પોન્સર પસંગ મીડિયા કોમ દ્વારા સ્પર્ધકોને પ્રેક્ટિસ માટે આધુનિક સિસ્ટમ સાથે મોબાઈલ વાનની વ્યવસ્થા.

રોટરી ક્લબ ઉમરેઠ અને ‘દિવ્ય ભાસ્કર’ના સહયોગથી ર૬મી જૂને ‘સિંગિગ ગ્લોરી ઓફ ચરોતર’ હેઠળ બેસ્ટ સિંગર કોમ્પિટિશન ભાગ લેનાર પ્રેક્ટિસ માટે તેમજ કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છતા વ્યક્તિઓ ઓડિશન આપી શકે માટે આણંદ-ખેડા જિલ્લાના ગામોમાં વાન ફરશે.

ઈવેન્ટ ચેરમેન સંદિપ શાહે જણાવ્યું હતું કે ‘કોમ્પિટિશન ૮ થી ૧૬ વર્ષના અને ૧૭ વર્ષથી ઉપરના સ્પર્ધકો એમ બે વિભાગમાં યોજાશે. આણંદમાં ૧૪મી મેના રોજ જે.ડી.વકીલ રોટરી હોલ ઇરમા ગેટ પાસે અને નડિયાદમાં ૧પમી મેના રોજ રોટરી રાઉન્ડ-ટાઉન હોલ સંતરામ રોડ ખાતે ઓડિશન રાખવામાં આવ્યું છે. ઓડિશન માટે ફોર્મ નહીં ભરી શકનાર અને કોમ્પિટિશનમાં ભાગ લેવા ઈચ્છતાં લોકો ગામેગામ ફરતી વાનમાં આપી શકશે.’ કો.સ્પોન્સર પસંગ મીડિયા કોમ દ્વારા સ્પર્ધકોને પ્રેક્ટિસ માટે આધુનિક સિસ્ટમ સાથે એક મોબાઈલ વાન ફરશે.

જેનો લાભ સ્પર્ધકોને તેમજ ઓડશિન આપવા ઈચ્છતાં વ્યક્તિને મળશે. ઓડશિનમાં સારેગામા ફેઇમ યોગી પાઠક અને વોઇસ ઓફ લતા ફેઇમ લતા કાનેટકર નિર્ણાયક તરીકે હાજર રહેશે. ર૬મી જૂને યોજાનાર કોમ્પિટિશનમાં નિર્ણાયક સારેગામા ફેઇમ રાજા હસન હાજર રહેશે

(ફોટો અને અહેવાલ દિવ્ય ભાસ્કર)

Imitation Fashion Jewellery


http://uniqueshoppy.com/ please click

uniqueshoppy.com

Unique Shoppy.Com is an exclusive online store for Imitation Fashion Jewellery including Unique Products of all kinds since 2006. The blends of Ethnic, western and traditional designs provide the essence of what we stand for. The diverse range of jewellery we provide is used for several occasions and religious events which occur throughout the world. Countries spanning all continents have acknowledged and appreciated our jewellery and our services.

http://uniqueshoppy.com/ please click for more details

લંડનમાં “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્ર્મ દ્વારા ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરતું ગુજરાતી યુવાધન.


  • ગુજરાતી યુવાનો ધ્વારા ભારતીય રમત-ગમત,વાનગી,લગ્ન સમારોહ તેમજ પહેરવેશથી વિદેશના નાગરિકોને અવગત કરતો અનન્ય પ્રયાસ.

ભારતીય ભોજનનો સ્વાદ લેતા બ્રિટીશ નાગરીક

તમે લંડનમાં કોઈ બ્રિટીશ નાગરિકને ત્યાં જાવ અને તે ઘરમાં કેરમ રમતો હોય તો..? જો લંડનના કોઈ નાગરિકના લગ્ન સમારોહમાં તમે જાવ અને ભારતીય રીત રીવાજ મુજબ ફુલોથી સજાવેલ ચોરીમાં લગ્ન થતું હોય તો..? જો કોઈ બ્રિટીશ નાગરિક તમોને ભોજન માટે આમંત્રિત કરે અને જમવામાં અથાણું અને દાળ,ભાત શાક અને રોટલી હોય તો..? શું તમે અચરજમાં ન મુકાઈ જાવ બ્રિટીશ નાગરિક પાસે તમને ભારતિય સંગીતની સી.ડી હોય તો..? જો તમે આવું કાંઈ જોવો તો હવે અચરજમાં ન મુકાશો કારણ કે ગુજરાતના કેટલાક યુવાનો ભારતીય સંસ્કૃતિ, રમત-ગમત સહિત અન્ય રીત રીવાજોના પ્રચાર અર્થે કાર્યરત થયા છે. તેઓ ભારતીય સંસ્કૃતિને લંડનમાં ધબકતી કરવાનો અનન્ય પ્રયાસ કરી રહ્યા છે.

વધુમાં તાજેતરમાં લંડનના રોયલ ફેસ્ટીવલ હોલ, સાઊથ બેન્ક ખાતે “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્રમ નીલ સેન, પ્રણવ મશેર, અને રીકીન ત્રિવેદીના સહયોજકથી કરવામાં આવ્યો હતો.

ભારતીય જ્વેલરીનું પ્રદર્શન

ચાર દિવસ માટે યોજાયેલ આ પ્રોગ્રામમાં લગભગ ૧૫,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો અને

કેરમ રમતા બ્રિટીશ નાગરીક

ભારતીય રીત-રીવાજ સહિત, ભારતીય વાનગી અને વિવિધ રમતો અંગે જાણકારી મેળવી હતી. અને ભારતીય પરંપરાના ભારોભાર વખાણ કર્યા હતા. ભારતીય રમત અંતર્ગત કેરમ બોર્ડથી બ્રીટીશ નાગરિકોને અવગત કર્યા હતા કેટલાક બ્રીટીશ નાગરીકોએ કેરમ રમી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.વધુમાં મોટાભાગના બ્રિટીશ નાગરીકોએ ગણેશજીની મૂર્તિના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને તેઓનું હિન્દુ ધર્મમાં કેટલું મહત્વ છે તેની પણ કાર્યક્રમના આયોજકોએ બ્રિટીશ નાગરીકોને સમજ આપી હતી. આ ઉપરાંત ભારતીય પરંપરા મુજબ યોજાતા લગ્ન સમારોહ અંગે પણ બ્રિટીશ નાગરીકો ખાસ્સા પ્રભાવિત થયા હતા અને ખાસ કરીને મહિલાઓ ધ્વારા મુકવામાં આવતી મહેંદી તેઓ માટે ખાસ્સુ આકર્ષનનું કેન્દ્ર બની હતી.

વધુમાં ભારતમાં થતા આયુર્વેદ ઉપચાર અંગે પણ આ સેમિનારમાં વિશેષજ્ઞો ધ્વારા માહિતી આપવામાં આવી હતી તે જાણી બ્રિટીશ નાગરીકો અચરજમાં મુકાઈ ગયા હતા. તુલસીના

ભારતીય પરંપરાથી લગ્ન અંગે બ્રિટીશ નાગરીકોને પ્રભાવિત

છોડનું ધાર્મિક મહત્વથી માંડી આયુર્વેદમાં તુલસીના પાનાનું મહત્વ તેમજ દાદીમાંનું ઓષડ કેટલું અસર કારક સાબિત થાય છે તે અંગે પણ માહિતી આ સેમિનારમાં વિદેશી નાગરીકોને આપવામાં આવી હતી.

વધુમાં આ સમગ્ર કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યો જેવા કે ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને સાઊથ ઈન્ડિયા જેવા રાજ્યોની ઝલકો મુકવામાં આવી હતી અને આ રાજ્યોની સંસ્કૃતિ તેમજ ગીત-સંગીતથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ગરબા અને પંજાબી ભાંગડાથી બ્રિટીશ નાગરિકો ખાસ્સા પ્રભાવિત થયા હતા.

આ કાર્યક્ર્મ દર વર્ષે ઈસ્ટર દરમ્યાન કરવામાં આવે છે અને ભારતીય સંસ્કૃતિને જાણવા અને માણવા લંડનના ભારતીય નાગરીકો સાથે નોંધનીય સંખ્યામાં બ્રિટીશ નાગરીકો પણ આવે છે. તાજેતરમાં યોજાયેલ “ટેસ્ટ ઓફ ઈન્ડિયા” કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવિન રાવલ (અમદાવાદ), જીનેશ કોઠારી (રાજકોટ), ચેતન પાનસરા (અમદાવાદ), દિપેન શાહ (,લંડન) અને નૌશિવ સોની(અમદાવાદ)એ ભારે જહેમત ઉઠાવી હતી.

લંડનમાં દર વર્ષે આ કાર્યક્રમમાં અચુક હાજર રહેતા મૂળ આણંદ જિલ્લાના ઉમરૅઠના વતની રીપલ પટેલ કહે છે કે ” આ કાર્યક્ર્મ થાય છે ત્યારે તેઓ ભારતમાં હોવાનો અહેસાસ કરે છે. વતનથી દૂર રહીને પણ ગુજરાતી યુવાનો આ રીતે ભારતીય સંસ્કૃતિ અંગે પ્રચાર કરી પોતાનો દેશ પ્રેમ પ્રગટ કરી રહ્યા છે. ત્યારે તેઓના આ અનન્ય પ્રસાસને સારો પ્રતિભાવ પણ મળી રહ્યો છે તે ખુબજ સારી વાત છે. તેઓએ ઉમેર્યુ હતુ કે આ કાર્યક્રમમાં હું તો ચોક્કસ આવુ જ છું પણ અન્ય બ્રિટીશ મિત્રોને પણ સાથે લાવું છું. ખાસ કરીને ભારતીય પોશાક, લગ્ન વિધિ, તેમજ મહેંદી પ્રથા બ્રિટીશરોને સારી લાગતી હોય તેમ તેઓએ જણાવ્યું હતું.

અવસાન નોંધ


ઉમરેઠના માજી.ધારાસભ્ય કુસુમબેન હરિહરભાઈ ખંભોળજાનું ગતરોજ ગાંધીનગર ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૮/૫/૨૦૧૧ના રોજ સવારે ૧૦ થી ૧ કલાકે કલ્યાન હોલ, સંતરામ મંદિર ઉમરેઠ ખાતે રાખેલ છે.

ઉમરેઠના જાગનાથ દરવાજેથી ડાકોર બાયપાસ માર્ગનું ૪૦ લાખના ખર્ચે નિર્માણ થશે.


  • ધારાસભ્ય લાલસિંહ વડોદિયાના હસ્તે ખાતમહૂર્ત વિધિ યોજાઈ

ઉમરૅઠના જાગનાથ દરવાજાથી ડાકોર તરફ આવવાના રસ્તાને નવો બનાવવા માટે ધારાસભ્ય લાલસિંહ વડોદિયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી જે મંજૂર થતા આ રસ્તો બનાવવા માટે ૪૦ લાખની ગ્રાન્ટ મળશે. ત્યારે ઉમરેઠ જાગનાથ દરવાજા થી ડાકોર તરફ આવતા માર્ગને નવો બનાવી આવનારા લગભગ છ મહિનામાં લોકાર્પણ કરવાની આશા ધારાસભ્ય લાલસિંહ વડોદિયા વ્યકત કરી છે.

ઉમરેઠ ઓડ માર્ગ ઉપર જી.આઈ.ડી.સી પાસે ઓવરબ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે..?

ઉમરેઠ ઓડ માર્ગ ઉપર જી.આઈ.ડી.સી પાસે ઓવર બ્રીજનું કામ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યુ છે, જે આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી તેમજ આ ઓવર બ્રિજ બનાવવા માટે વાપરવામાં આવેલ સામાન અંગે પણ થોડા સમય પહેલા વિવાદ થયો હતો ત્યારે આ ઓવરબ્રિજનું કામ અસત્વરે પૂર્ણ કરવામાં આવે તે માટે પણ ધારાસભ્ય ગંભીરતાથી સરકારશ્રી સમક્ષ રજૂઆત કરે તે લોકમાંગ છે.

ઉમરેઠ નગરપાલિકા ધ્વારા સ્વર્ણિમ ગુજરાત સમાપન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી.


  • મશાલ રેલીમાં વિવિધ વેશભુષા સાથે નગરજનો જોડાયા.

સમગ્ર ગુજરાત રાજ્યની જેમ આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરૅઠ નગરમાં પણ “સ્વર્ણિમ સમાપન” મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરૅઠ નગર પાલિકા ધ્વારા ગુજરાત રાજ્યના સ્થાપણા દિવસની પૂર્વ સંધ્યાએ તેમજ ગુજરાત સ્થાપણા દિવસના દિવસે સ્વર્ણિમ ગુજરાત સમાપન મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને પોતાના રાજ્ય પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરી હતી.

ગુજરાત રાજ્યના સ્થાપણા દિવસની પૂર્વ સંધ્યાએ નગરપાલિકા કંપાઊન્ડ થી નગરપાલિકા સ્કૂલ સુધી પાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ પટેલની આગેવાની હેઠળ મશાલ રેલી નિકળી હતી જેમાં ઉમરેઠ પાલિકાના સભ્યો, કર્મચારીઓ સહિત ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રેલીમાં પાલિકાના સાધનોનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલીમાં અવનવી વેશભૂષા સાથે નાના બાળકોએ પણ ભાગ લીધો હતો ને તેઓ આકર્ષનનું કેન્દ્ર બન્યા હતા.

રેલીમાં રામાયણના પાત્રોમાં રામનું પાત્ર એક મુસ્લીમ બાળકે કર્યું છે, તેમ જણાવતા ઉમરેઠ પાલિકાના સભ્ય દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતુ કે આ પાત્ર થી પાલિકા કોમી એકતાનો સંદેશો આપવા માગે છે. રેલી નગરપાલિકા સ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી ત્યાર બાદ પાલિકા સ્કૂલ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

ત્યારે બાદ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે વહેલી સવારે નગરમાં પાલિકા તંત્ર ધ્વારા પ્રભાતફેરી યોજવામાં આવી હતી તેમાં પણ પાલિકા ના સભ્યો , કર્મચારીઓ સહિત નગરજનોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યના સ્થાપણા દિવસ તેમજ સ્વર્ણિમ મહોત્સવને ધ્યાનમાં લઈ ઉમરેઠની તમામ સરકારી કચેરીઓ શુશોભિત કરવામાં આવી હતી. આમ આનંદ ઉત્સાહ સાથે નગરમાં સ્વર્ણિમ સમાપન સમારોહ યોજાયો હતો.