આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં શ્રી વારાહિમાતાજીનો હવન સંપન્ન


ઉમરેઠના વારાહી ચોક ખાતે શ્રી વારાહીમાતાજીનો હવન શ્રધ્ધાભેર યોજાયો હતો. હવનના દર્શન કરવા ઉમરેઠ સહીત બહારગામના ભક્તો મોટી સંખ્યામાં પધાર્યા હતા અને હવનના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ હવનમાં હોમવામાં આવતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી ધારન કરવામાં આવે તો સ્વાસ્થય સારૂં રહે તેવી માન્યતા છે. રાત્રિના ૧૧ કલાકે શરૂ થતા આ હવનની પૂર્ણાહૂતિ છેક સવારે છ કલાકની આસ પાસ થાય છે, ત્યાર બાદ પરંપરાગત રીતે વારાહીમાતાજીના મંદિર બહાર ગરબા કરવામાં આવે છે. આ વર્ષે હવનમાં યજમાન પદે બેસવાનો લાહ્વો મધુસુધન નટવરલાલ તલાટી તથા જીજ્ઞેશ મહેશચંન્દ્ર કોઠારીને મળ્યો હતો. કહેવાય છે આ હવનમાં યજમાન પદે નામ લખાવવામાં આવે તો ચાલીશ વર્ષે લાહ્વો મળે છે. ખાસ કરીને બાજખેડાવાડ બ્રાહ્મણોમાં આ હવનનું વિશેષ મહત્વ હોય છે, કેટલાક બાજખેડાવાડ બ્રાહ્મણો તો વિદેશ થી પણ આ હવનના દર્શન કરવા આવતા હોય છે.

2 responses to “ઉમરેઠમાં શ્રી વારાહિમાતાજીનો હવન સંપન્ન

  1. Sharad joshi October 24, 2012 at 3:24 am

    Thank You very much Vivek for Havan Darshan, after 16 years i did Havan Darshan, Jai Ambe.

    Like

  2. Param Vyas November 10, 2012 at 8:29 am

    વાહ વાહ! અહિયાં દસ હજાર માઈલ દૂર બેઠા બેઠા પણ મને ઉમરેઠ જોવા મળ્યું ! હું તો કદાચ પૂરે પૂરો ઉમરેઠીયો ના કહેવાઉં પણ નેવું ટકા તો ખરો જ . આજે પણ ભાટ – પીપળી માં મારું ઘર તો છે જ . આ મંદિર થી જરાક જ તો દૂર .

    Like

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: