આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: July 2017

અવસાન નોંધ / સ્મશાનયાત્રા


post

ઈન્દુબેન મધુસુદનભાઈ શહેરાવાળા

શૈલેષભાઈ / દિલીપભાઈ (પોસ્ટવાળા) ના માતૃશ્રી ઈન્દુબેન મધુસુદનભાઈ શહેરાવાળા નું આજે તા.૩૧.૭.૨૦૧૭ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની સ્મશાન યાત્રા આવતી કાલે તા.૧.૮.૨૦૧૭ને મંગળવારના રોજ સવારે ૭.૩૦ કલાકે તેઓના નિવાસ સ્થાન પોસ્ટ ઓફિસના ખાંચા, ઓડ બજાર ઉમરેઠ ખાતે થી નિકળશે.

 

ઉમરેઠના ૧૮૦૦ વર્ષ પુરાના શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવનું શીવલીંગ સ્વયં-ભુ હોવાની માન્યતા.


ઉમરેઠના-૧૮૦૦-વર્ષ-પુરાના-શ્રી-ચંન્દ્રમુળેશ્વર-મહાદેવનું-શીવલીંગ-સ્વયં-ભુ-હોવાની-માન્યતા-750x354.jpg
 

લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા ઉમરેઠ જ્યારે અમરાવતી નગરી નામે ઓળખાતુ હતુ અને જહાં પટેલે ઉમરેઠ વસાવ્યું હતુ ત્યારે પણ ઉમરેઠમાં દક્ષિણ-પૂર્વ દીશામાં  સ્વયં-ભુ ચંન્દ્રમુળેશ્વર મહાદેવ અસ્તીત્વમાં હતું તેવી લોક માન્યતા ઉમરેઠ નગરમાં પ્રવર્તમાન છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવ હાલમાં ઉમરેઠમાં મહાદેવજીના ભક્તો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યું છે. સવાર સાંજ આરતી અને પુજા માટે મોટી સંખ્યામાં ભક્તો મહાદેવની મુલાકાત કરતા હોય છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવની ગૌરવ ગાથા કહેતા મંદિરના પુજારી પરિવારના શદાશીવભાઈ દવેએ જણાવ્યું હતુ કે તેઓના દાદા હંમેશા કહેતા હતા કે ઉમરેઠનું ચંન્દ્રમુળેશ્વર મહાદેવ સ્વયં-ભુ છે તેની પાછળ એક દંત કથા પણ જોડાયેલ છે, જેના અનુસાર જહાં પટેલ જ્યારે ઉમરેઠ નગર વસાવતા હતા ત્યારે ઉમરેઠ ઉમરાવતી નગરી તરીકે ઓળખાતું હતું તે સમયે માત્ર બ્રાહ્મણના ગણ્યા ગાંઠા ઘર હતા તે સમયે હાલમાં જ્યાં ચંન્દ્રમુળેશ્વર મહાદેવ છે તે વિસ્તારમાં એક ગાય હંમેશા પોતાના ચાંચળ માંથી બધુ દૂધ ઠાલવી દેતી હતી સાંજે ગાયના માલિક ગાયનું દૂધ નિકાળતા હતા ત્યારે તે ચોક્ક્સ ગાય દૂધ આપતી ન હતી આવું નિરંતર બનતું હતુ જેથી એક દિવસનો માલિક તે ગાય પાછળ આખો દિવસ ફર્યો ત્યારે તેને જોયું કે તે ચોક્કસ જગ્યાએ પોતાની ચાંચળ નું દૂધ ખાલી કરી દેતી હતી આવું બે ત્રણ દિવસ ચાલ્યું જેથી જે જગ્યાએ ગાય દૂધ ઢાલવતી હતી તે જગ્યાની સાફ સફાઈ વ્યવસ્થીત રીતે કરતા તે જગ્યાએ શિવલીંગ મળી આવ્યું હતુ જે જોઈ નગરના બ્રાહ્મણો વિચારમય બની ગયા હતા અને તે જગ્યાએ ત્યાર થી શીવલીંગ અસ્તીત્વમાં આવ્યું છે અને ત્યાર થી ચંન્દ્રમુળેશ્વર મહાદેવનું શીવલીંગ સ્વયં-ભુ હોવાની માન્યતા છે. તેઓએ ઉમેર્યું હતું કે પ્રાચીનકાળ થી સદર મહાદેવ અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવે છે, રાજા રજવાડાના સમયમાં સંત-મહંત ની સમાધી પણ મહાદેવ આસપાસ લીધી હતી જેના પુરાવા હાલમાં પણ મહાદેવ પરીસરમાં હાજરા હજૂર છે. સંત મહંતઓ દ્વારા મહાદેવ આસપાસ જે જગ્યાએ સમાધી લીધી હતી તે જગ્યાએ તેઓની ડેરી પણ બનાવવામાં આવી છે. સિધ્ધરાજ જયસિંહ નામના રાજાની માતા મિનળદેવીને આ મહાદેવનું ધાર્મિક મહત્વ ખબર પડતા સદર મહાદેવનો જીર્ણોધ્ધાર કરી મિનળદેવીએ મહાદેવનું નવ નિર્માણ કર્યું હતું, હકીકતમાં સદરમ મહાદેવ પહેલા ચંન્દ્ર મૌલીશ્વર મહાદેવ તરીકે ઓળખાતુ હતુ, પરંતુ ઉચ્ચારણ દિવસે દિવસે બદલાતા આજે ચંન્દ્રમુળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. મહાદેવમાં બીરાજમાન શીવજી ચંન્દ્રજી ધારાણ કરે છે જેથી પહેલાના વખતમાં મહાદેવને ચંન્દ્રમૌલિશ્વર તરીકે લોકો ઓળખતા હતા. ઉલ્લેખનીય છે કે મહાદેવમાં બીરાજમાન શીવજી મુંખારવીંદ સ્વરૂપે વર્ષમાં બે વખત નગર વિહાર કરે છે. મહાશીવરાત્રી ના દિવસે તેમજ શ્રાવણમાસમાં છેલ્લા સોમવારે મશાલ,પાલખી,છડી,ચામર સાથે ઠાઠ થી શીવજી નગરવિહાર કરે છે અને અશક્ત અને મહાદેવમાં ન આવી શકે તેવા લોકોને ઘરે બેઠા દર્શન આપે છે આ સમયે શીવજીનું દયાળું સ્વરૂપ ના દર્શન કરી ભક્તો ધન્ય થઈ જાય છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવના પરીસરમાં શીતળામાતા અને બળીયાદેવનું પણ મંદિર આવેલ છે.  શીતળામાતાનું મંદિર ખુબજ જુજ પ્રમાણમાં હોય છે ત્યારે ઉમરેઠમાં એક માત્ર ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જ શીતળામાતાનું મંદિર આવેલ છે. આ ઉપરાંત બળીયાદેવની બાધા માટે તમામ ધર્મોના લોકો મહાદેવમાં આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન ઘી ના કમળ, ફુલવાડી સહીત વિવિધ સણગારના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ઐતિહાસીક અને અનેરૂં ધાર્મિક મહત્વ ધરાવતા શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢી જોખવાની પરંપરા છેલ્લા કેટલાય વર્ષો થી ચાલે છે.લગભગ દોઢસો વર્ષથી શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં અષાઢ સુદ એકમના દિવસે અષાઢી જોખવાની પરંપરા ચાલે છે. પૂનમની સાંજે જૂદા જૂદા ધાન્યો અને કઠોળનું વજન કરી કોરા કટકામાં તેની પોટલી બનાવી મુકવામાં આવે છે અને તમામ પોટલી એક કુંભમાં મુકી તે કુંભ મહાદેવના ગર્ભ ગૃહમાં પંચ રૂબરૂ મુકવામાં આવે છે. બીજા દિવસે એટલે કે, અષાડ સુદ એકમના દિવસે પંચ રૂબરૂ કુંભ બહાર કાઢી ફરી તમામ ધાન્યો અને કઠોળ તોલવામાં આવે છે અને જે ફેરફાર નોંધાય તેને અષાઢી કહેવાય છે. જો કોઈ કઠોળ કે ધાન્યનું વજન ઓછું થાય તો તેનો પાક ઓછો થાય છે અને વહેપારીઓ તે વસ્તુનો ધંધો કરવામાં તકેદારી રાખતા હોય છે, જ્યારે કોઈ વસ્તુના વજનમાં વધારો થાય તો તે વસ્તુનો પાક સારો થાય છે તેવી ઉમરેઠ પંથકના ખેડૂતો અને વહેપારીઓમાં માન્યતા છે. શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જોખાતી અષાઢી માત્ર ઉમરેઠ પંથકમાં જ નહી સૌરાષ્ટ્રમાં પણ ખુબ પ્રચલીત છે,ત્યાંના ગંજ બજારના વહેપારીઓ તેમજ ખેડૂતો પણ અષાઢીના વર્તારા માટે મંદિર પ્રશાશનને ફોન કરી પુછતા હોય છે.


 
મહાદેવજીની આરતીનું આધ્યાત્મિક મહત્વ – ઉમરેઠમાં આવેલ શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં જે આરતી ગવાય છે તે જવલ્લેજ અન્ય મહાદેવમાં ગવાતી હશે તેમ કહેતા શદાશીવભાઈ દવેએ જણાવ્યું હતુ કે મહાદેવજીની આરતીમાં બાર જ્યોતિર્લીંગ તેમજ શીવ તાંડાવ નૃત્યનો પણ ઉલ્લેખ આવી આરતી લગભગ અન્ય કોઈ મહાદેવમાં ગવાતી નથી જેથી ચંન્દ્રમુળેશ્વર મહાદેવમાં ગવાતી આરતીનું વિશેષ ધાર્મિક મહત્વ છે.

ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શેઢી નદીના પાણી ગુસ્યા..!


ghora_n

આજે બપોરના સમયે ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે ઘોરા અને થામણા સીમ વિસ્તારમાં શેઢી નદીના પાણી ગુસતા તંત્ર તાબળતોબ હરકતમાં આવી આગોતરા આયોજન સહીત પ્રવર્તમાન પરિસ્થિતીનો તાગ મેળવવા વિવિ ગ્રામ્ય વિસ્તારોમાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આજે ડી.વાય.એસ.પી શ્રી જાડેજા, ઉમરેઠ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ એ.જે.ચૌહાણ તેમજ ઉમરેઠ મામલતદાર તેઓના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ઘોરા પહોંચ્યા હતા અને શેઢીનદીના વધતા જલસ્તર થી સંભવિત પ્રભાવિત થનાર વિસ્તારની સમીક્ષા કરી હતી.

ardin

બીજી બાજૂ ઉમરેઠના અરડી ગામ થી અલીન્દ્રા તરફ જતા માર્ગ પર શેઢી નદીના પુલ પર પાણી આવી જતા સુરક્ષા કારણ થી આ બ્રીજ બંધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ પંથકમાં છેલ્લા ૨૪ કલાક થી વરસાદ બંધ થઈ ગયો હોવા છતા શેઢી નદીમાં ઉપરવાસમાં થી પાણીની આવક ચાલુ રહેતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી આવવાના શરૂ થતા લોકોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે તંત્ર સબ સલામત ની વાત કરી રહ્યું છે અને ગમેતેવી પરીસ્થીતીને પહોંચીવળવા તેઓ સજ્જ હોવાનું જાણવા મળે છે.

 

ઉમરેઠમાં વરસાદ જૂવો વિડીયો…

ઉમરેઠ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન.


P_20170723_120904.jpg

ભારતી ચેરીટેબલ ફાઉન્ડેશન અને દશા ખડાયતા કેળવણી મંડળ ના સંયુક્ત ઉપક્રમે આંખ કાન અને ગળાના રોગો ની સારવાર માટે મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ૧૨૫ થી વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. સદર કેમ્પમાં વડોદરાના ર્ડો.ભાવિન પરીખ તેમજ ર્ડૉ.ઉન્નતી નાયરે પોતાની સેવા આપી હતી. કેમ્પ ને સફળ બનાવવા જગદીશભાઈ શ્રોફ (ચેરમેન), નિતિનભાઈ દોશી (પ્રમુખ) શિતાંશભાઈ શાહ કેતનભાઇ શાહ,રાજેશભાઇ દોશીએ જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમ્યાન ભારતી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સભ્યો સહીય ઉમરેઠ દશા ખડાયતા કેળવણી મંળડ ના અગ્રણીઓ ઘનશ્યામભાઇ શેઠ,મુકેશભાઇ દોશી, પ્રકાશભાઇ શાહ તેમજ રાજેશભાઇ દોશી અને કદમભાઇ દોશી ઉપસ્થીત રહ્યા હતા. #ઉમરેઠ

 

 

ઉમરેઠ – એમ.જી.વી.સી.એલ દ્વારા આયોજીત લોકદરબારમાં ૧૯ પૈકી ૮ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાયો.


lokdarbar01.jpg

ઉમરેઠ નગરના ટાઉનહોલ ખાતે એમ.જી.વી.સી.એલ દ્વારા આજે સવારે ૧૦ કલાકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉમરેઠ શહેર એન્જી.આનંદભાઈ તેમજ ગ્રામ્ય વિભાગના એન્જી.શર્માભાઈ સહીત એમ.જી.વી.સી.એલના અધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા અને ઉપસ્થીત અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા સકારાત્મક અભિગમ દાખવ્યો હતો. ઉમરેઠ શહેર એન્જી. આનંદભાઈએ જણાવ્યું હતુ કે, લોકદરબારમાં વિવિધ ૧૯ અરજી પ્રાપ્ત થઈ હતી જે પૈકી ૮ અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો હતો અન્ય અરજીઓ નિતિ વિષયક હોવા થી તે અરજીઓ લાગતા વળગતા અધિકારીશ્રીને ઉચ્ચ કક્ષાએ મોકલી તેનો પણ સકારાત્મક નિકાલ આવે તે માટે બનતા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. ગુજરાત કિશાન સંગના પ્રમુખ રવી પટેલની વીજ બીલ માટે એન્ડ્રોઈડ એપ્લીકેશન તેમજ વીજ બીલ કલેક્શન માટે મોબાઈલ વાનની માંગના અનુસંધાનમાં તેઓએ જણાવ્યું હતુ કે, સદર બંન્ને માંગ તાલુકા કક્ષાએ પૂર્ણ થઈ શકે તેમ નથી જેથી ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી શક્ય હોય તેટલી જલ્દી ઉમરેઠ તાલુકામાં બંન્ને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી. આ ઉપરાંત રવી પટેલે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, વીજ બીલ અડધુ કોમ્યુટરાઈઝ તેમજ અડધુ મેન્યુઅલ આવે છે આવા સમયે ભુલો થવાની શક્યતા રહે છે જેથી પુરે પુરુ બીલ કોમ્યુટરાઈઝ આપવામાં આવે તેમ માંગણી કરી હતી જેનો પ્રત્યુત્તર આપતા આનંદભાઈએ જણાવ્યું હતુ કે સંપૂર્ણ બીલ કોમ્યુટરાઈઝ મળે તે માટે એમ.જી.વી.સી.એલ દ્વારા કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે સદર કાર્ય સોફ્ટવેર તેમજ ટેક્નિકલ મુદ્દા ને કારણે પાઈપ લાઈનમાં છે જે સત્વરે શરૂ કરવા માટે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા ખાતરી આપી હતી. રવીભાઈ પટેલે ખેડુતોને વીજ ચોરીની કલમ હેઠળ દબાવવામાં આવે છે તેવો આક્ષેપ કરતા સદર કલમ દૂર કરવા માગણી કરી હતી જેના પ્રત્યુત્તરમાં અધિકારીએ જણાવ્યું હતુ કે સદર કાયદાકીય અને નિતિવિષયક મુદ્દો છે જેથી તે યોગ્ય સ્તર પર રજૂઆત કરવા સુચણ કર્યુ હતું. આ ઉપરાંત ઉમરેઠ તેમજ આજૂબાજૂના ગામના અરજદારોએ ખુલ્લી ડીપી, થાંભલા ખસેડવા જેવા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જેનું સુખદ સમાધાન કરી તેઓની સમસ્યા દુર કરવા સ્થળ પર અધિકારીઓએ સબંધીત કર્મચારીઓને જણાવ્યું હતું.

લોક દરબાર અંગે ગ્રામ્યજનો અજાણ…!

એમ.જી.વી.સી.એલ દ્વારા આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતુ જે મુદ્દે ઉમરેઠના નગરજનો અજાણ રહ્યા હતા સમગ્ર ઉમરેઠ શહેર અને ગ્રામ્ય થઈને કુલ ૧૯ અરજીઓ જ આવી હતી જે પૈકી મોટાભાગ ની અરજી ગુજરાત કિશાન સંઘ દ્વારા કરવામાં આવી હતી લોક દરબારમાં “હું બાવો ને મંગળદાસ જેવો ઘાટ ઘડાયો હતો” ભવિષ્યમાં આવા કાર્યક્રમ અંગે એમ.જી.વી.સી.એલ દ્વારા વ્યવસ્થીત જાહેરાત કરવામાં આવે તેવી ઉમરેઠના નગરજનોએ માંગ કરી છે. 

ઉમરેઠ પગલા મંદિરમાં શાકના હિંળોડાના દિવ્ય દર્શન


pagala.jpg

ઉમરેઠના પગલા મંદિરમાં શ્રાવણમાસ નિમિત્તે હિંળોડા મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજે શ્રીજીને શાકના હિંળોડે ઝુલાવવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે પગલા મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન હિંળોડા સહીત ભજન કિર્તન સહીતની ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શાકના હિંળોડાના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં મહીલા ભક્તો અને સિનિયર સિટીઝન ફોરમના સભ્યો  ઉમટી પડ્યા હતા. (ફોટો – વિવેક દોશી, ઉમરેઠ)

ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો શ્રેય શાહ પ્રથમ ક્રમાંકે વિજેયતા.


shrey.jpgઉમરેઠ તાલુકા કલાકુંભ-૨૦૧૭ તાજેતરમાં ઉમરેઠ તાલુકા મામલતદાર એ.એ.પટેલ, કન્વીનર અતીનભાઈ દરજી અને સહ કનવીનર દક્ષેશભાઈ પટેલની ઉપસ્થીતીમાં યોજાયો હતો. સદર સ્પર્ધામાં તબલા વાદન સ્પર્ધામાં ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થી શ્રેય શાહને પ્રથમ ક્રમાંક મળતા શાળાના આચાર્ય સહીત શિક્ષકોએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા. શ્રેયએ પોતાની સફળતાને શ્રેય પોતાના માતા-પિતા અને ગુરુજીને આપ્યો હતો અને ભવિષ્યમાં તબલા વાદન તેમજ સીંગીંગ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા પ્રગટ કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રેય શાહ ઉમરેઠ મેલોડી ગૃપ સહીત જ્ઞાતિના તેમજ સ્કૂલના વિવિધ કાર્યક્રમમાં સુંદર પરફોમન્સ આપી પોતાના વર્તુળમાં લોકપ્રિય છે અને તબલા વાદન ક્ષેત્રે આગળ વધવા વિશેષજ્ઞો પાસે થી માર્ગદર્શન મેળવી રહ્યા છે. 

ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા પુરગ્રસ્ત નાગરિકો માટે ફુડ પેકેટ તૈયાર કરાયા


P_20170725_093159.jpg

સેવાના ભેખધારી તેવા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજની આજ્ઞા અને નિર્દેશ અનુસાર ઉમરેઠ સંતરામ મંદિરના કાર્યકરો ગુજરાતમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્ત થયેલ નાગરિકો માટે ફુડ પેકેટ તૈયાર કરવાનું કાર્ય શરૂ કરેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફુડપેકેટ એકઠા કરી પુરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોને મોકલવાની કાર્યવાહી શરૂ થઈ હોવાનું જાણ થતા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે પણ આ સેવા યજ્ઞમાં ઝંપલાવ્યું હતું તેઓએ જણાવ્યું હતુ કે પ્રવર્તમાન આપત્તીના સમયમાં આપણા ગુજરાતી ભાઈ-બહેનો કે જેઓ પુરની પરિસ્થિતીમાં અસરગ્રસ્ત થયા છે તેઓની મદદ કરવી આપણો ધર્મ છે જે માટે મંદિરના કાર્યકરો ની ટીમ દ્વારા સતત ત્રણ દિવસ ફુડ પેકેટ બનાવવામાં આવશે એક અંદાજ મુજબ ત્રણ દિવસમાં લગભગ સંતરામ મંદિરના વિવિધ એકમો દ્વારા પીસ્તાલીસ હજાર ફુડ પેકેટ બનાવી જિલ્લા વહીવટી તંત્રને સુપ્રત કરવાનું લક્ષ રાખવામાં આવ્યું છે. સદર સમગ્ર પ્રક્રિયા ઉપર ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજ નજર રાખી રહ્યા છે. સદર સેવા યજ્ઞમાં ઉમરેઠ સંતરામ મંદિરના મેનેજર ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉ.ન.પાલિકાના કાઉન્સિલર મેહુલભાઈ પટેલ પોતાના કાર્યકરો સાથે જહેમત ઉઠાવી રહ્યા છે.

ઉમરેઠ ઠાકોર સેના દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું.


thakor01દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઉમરેઠ તાલુકા ઠાકોર સમાજના કાર્યકર્તાઓ દ્વારા ઉમરેઠ બસ સ્ટેશન વિસ્તારમાં દેખાવો કરવામાં આવ્યા હતાઅને ઠાકોર સેનાના કાર્યકરોએ રસ્તા પર  દૂધ ઢોળી GSTનો વિરોધ કર્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પર જ દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં  ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત શહેરોમાં GST સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારી હડતાળ કરી વિરોધ કરી રહ્યાં છે. ઠાકોર સેનાએ જય જવાન જય કિશાનના નારા સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઉમરેઠ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

શ્રી નારાયણ સ્કૂલ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને ચારિત્રનું ઘડતર કરશે – પૂ.ગણેશદાસજી મહારાજ


ઉમરેઠમાં સંતરામ મંદિર સંચાલિત શ્રી નારાયણ સ્કૂલના પ્લે ગૃપ,જુનિયર તેમજ સિનિયર કે.જી વિભાગનો આરંભ થયો.

ઉમરેઠના વિદ્યાર્થીઓને ભણતર માટે પોતાના મા-બાપ થી દુર ન જવું પડે અને ઘર આંગણે સારું શિક્ષણ મળી રહે તે માટે ઉમરેઠ સંતરામ મંદિર દ્વારા મુખ્ય દાતા શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા)ના માતબર દાનથી ઉમરેઠ નગરમાં શ્રી નારાયણ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની શરૂઆત કરવા જઈ રહ્યું છે તેમ જણાવતા ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે પ્રાસંગિક પ્રવચન કરતા શ્રી દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા)નો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થીત ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ સભ્ય લાલસિંહભાઈ વડોદીયા તેમજ હરિનભાઈ પાઠક (ડીરેક્ટર, ફર્ટીલાઈઝર), એમ.બી.શર્મા (આણંદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી) ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન પટેલ તેમજ દાતાશ્રી પરમાનંદભાઈ પટેલ(ઓડ) અને બ્રહ્મકુમારી નિતાબેન સહીત ઉપસ્થીત મહાનુંભાવો અને સંતરમ મંદિરની વિવિધ શાખાના સંત-મહંતશ્રીઓને આવકાર આપી દિપ પ્રાગટ્ય કર્યું હતું. તેઓએ ઉમેર્યું હતુ કે હાલમાં શિક્ષણનો વેપલો થઈ રહ્યો છે ત્યારે આવા કપરા સમય માં વાલીઓએ પોતાના બાળકને શિક્ષણ આપવા માટે અઢળક નાણા ખર્ચ કરવા પડે છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો ઉપર ખુબજ આર્થિક બોજો પડે છે જેથી નજીવી ફી થી કોઈ પણ જાતના ડોનેશન વગર સંતરામ મંદિર સંચાલિત શ્રી નારાયણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં જુ.કે.જી અને સિ.કે.જીના વર્ગો શરૂ થયા છે હાલમાં પ્રથમ વર્ષે ૨૪ જેટલા વિદ્યાર્થીઓએ દાખલો મેળવ્યો છે, આવતા વર્ષે જેમ જેમ સ્કૂલનું બાંધકામ શરૂ થશે તેમ તેમ વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગશે. વિદ્યાર્થીઓ ને ભણતર માટે અનુકુળ વાતાવરણ સ્કૂલમાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની તેઓએ તૈયારી બતાવી હતી. શાળાનો સમય હાલમાં ૮ થી ૧૨ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં શાળા માંજ ટ્યુશન પણ વિદ્યાર્થીઓને મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવશે. સંતરામ મંદિર દ્વારા શાળામાં અલ્પાહારની પણ વિના મુલ્યે વ્યવસ્થા કરવામાં આવી છે. સ્કૂલની શરૂઆત કરવા માટે સહયોગ કરનાર તમામ લોકોનો શ્રી ગણેશદાસજી મહારાજે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાસંગીક પ્રવચન કરતા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ (બોસ્કી)એ નગરમાં શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી તેઓએ જણાવ્યું હતુ કે હાલમાં કોમ્યુટરનો યુગ ચાલી રહ્યો છે જેથી શાળામાં વિદ્યાર્થીઓને કોમ્યુટરનું શિક્ષણ મળે તે માટે શાળાને જેટલા કોમ્યુટરની જરૂર હોય તે તેઓની ગ્રાન્ટ માંથી આપવાની જાહેરાત કરી હતી. વધુમાં રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયાએ શાળાના મકાનના બાંધકામમાં ત્રણ વર્ગ ખંડ માટે પોતાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી સાથે સાથે તેઓએ ભવિષ્યમાં પણ સ્કૂલના વધુ નિર્માણ માટે અન્ય નાણાકિય વર્ષમાં ગ્રાન્ટ ની ફાળવણી કરવા તૈયારી બતાવી હતી. ઉલ્લેખ્ખનીય છે કે, શાળાનો વહીવટ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે શિક્ષણ જગતને લગતા અનુભવી સંચાલકોની નિમણુક કરવામાં આવી છે જેઓ શાળાનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીના એડમીશનને લગતી કાર્યવાહી કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ તેમજ દિપકભાઈ શેઠે કર્યું હતું.

%d bloggers like this: