આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2016

Hariras Sudhanjali – Jayesh Vora ane Parivar Prastut


http://www.parikhparivar.com/

Part – 1

Part – 2

Part – 3

Part – 4

ઉમરેઠ સ્વામિનારાય મંદિર ખાતે સંકલ્પ સિધ્ધ શ્રી ઘનશ્યામ મહારાજનો ૧૭મા પાટોત્સવની ઉજવણી.


સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી સુવર્ણ સિંહાસન મહોત્સવ ઉજવાશે.
 

ઉમરેઠના ઓડ બજાર ખાતે આવેલ વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સંકલ્પ સિધ્ધ શ્રી ઘનશ્યામ મહારાજનો ૧૭મો પાટોત્સવ ભક્તિભેર પ.ભ જયંતભાઈ નટવરલાલ ચોકસીના મુખ્ય યજમાન પદે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે તા.૨૮.૩.૨૦૧૬ના રોજ શાસ્ત્રી શ્રી હરિગુણદાસજી મહારાજના વક્તા પદે કથાપારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના ભાગરૂપે યોગાયેલ કથાપારાયણ અંગે પોથી યાત્રા સ્વ.મોહનલાલ  મોતિલાલ કાછીયાના નિવાસ્થાને થી નિકળી હતી જે નગર વિહાર કરી શ્રી સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી. કથા પ્રારંભ પ.પુ.સ.ગુ શ્રી દેવકીપ્રકાશદાસજી સ્વામી, પ.પૂ.સ.ગુ.શા. શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, પ.પુ.સ.ગુ શ્રી નઓતમપ્રકાશદાસજી સ્વામી તેમજ પાર્ષદ શ્રી ઘનશ્યામગુરુ ભગત ગુરૂ શ્રી કૃષ્ણવલ્લભદાસજી સ્વામીના આશિર્વચન સાથે થયો હતો. સદર મહોત્સવમાં સ.ગુ.મહંત સ્વામિ નારાયણસ્વરૂપદાસ (પ્રયાગરાજ) તેમજ સ.ગુ.સ્વામિ વેદાન્તસ્વરૂપદાસજી (બીલીમોરા) સહયોગી સંત તરીકે ખાસ હાજર રહ્યા હતા.

 ૧૭મા પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૨૮.૩.૨૦૧૬ થી તા.૩.૪.૨૦૧૬ સુધી સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ તેમજ બપોરે ૩.૩૦ થી ૬.૩૦ સુધી કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. તા.૨૯.૩૨૦૧૬ ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણી ભારે ભક્તિભેર કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ઉમરેઠ સહીત આજૂબાજૂના ગામના ભક્તોએ ભાગ લીધો હતો. તા.૩૦.૩.૨૦૧૬ના રોજ મહીલામંચ,તા.૩૧.૩.૨૦૧૬ સવારે ૭.૩૦ કલાકે હોમાત્મક મહાપુજા, સાંજે ૫.૩૦ કલાકે ગાદીપટ્ટાભિષેક, તા.૧.૪.૨૦૧૬ના રોજ વ્યોમેશ રંમણભાઈ પટેલ (થામણા) અને કિરીટભાઈ નટવરલાલ ચોકસીના યજમાન પદે સ.ગુ.સ્વા.ગોપાળાનંદ સ્વામિના સિંહાસનમાં સુવર્ણદાન  તેમજ પુજન વિધી અને તા.૨.૪.૨૦૧૬ના રોજ જળયાત્રા-શોભાયાત્રા સાંજે ૪ કલાકે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે થી નિકળશે. પાટોત્સવ નિમિત્તે તા.૩.૪.૨૦૧૬ના રોજ બપોરે ૧૧ કલાકે અન્નકુટ દર્શન અને ૧૦.૩૦ કલાકે કથા પૂર્ણાહૂતિ થશે. કથાપારાયણ દરમ્યાન દરોજ રાત્રે સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભક્તિસભર કાર્યક્રમનો લાભ લેવા પુજારી સ્વામિ શ્રી દિવ્યપ્રકાશદાસજી મહારાજે ધર્મપ્રેમિ જનતાને જણાવ્યું છે, કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના કાર્યકરો અને સત્સંગીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

અવસાન નોંધ / બેસણું – મંજૂલાબેન અરવિંદલાલ ગાભાવાળા


મંજુલાબેન અરવિંદલાલ ગાભાવાળાનું

manjulaben

તા.૨૮.૩.૨૦૧૬ને સોમવારના રોજ નિધન થયેલ છે.

સદગતનું બેસણું તા.૨૯.૩.૨૦૧૬ને મંગળવારના રોજ

બપોરે ૩ થી ૪.૩૦ કલાકે

સ્થળ : નાશિકવાળા ભુવન, ઓડ બજાર ઉમરેઠ ખાતે રાખેલ છે.

સતીષભાઈ અરવિંદલાલ ગાભાવાળા  

 નયનભાઈ અરવિંદલાલ ગાભાવાળા
રજનીનગર સોસાયટી – ઉમરેઠ

જવાની તો જવાની પણ મોજ કરવાની..!


3.jpg
ઉમરેઠમાં ધુળેટી પર્વ નાના બાળકો અને યુવાનો એજ નહી વયસ્ક લોકોએ પણ ઉત્સાહભેર ઉજવી હતી. નગરના કેટલાક વિસ્તારમાં સિનિયર સિટીઝનો અબિલ ગુલાલ થી લથબથ થયેલા નજરે પડ્યા હતા. સદર સિનિયર સિટીઝનો દ્વારા ધુળેટીના પર્વને એક બીજા સાથે મનાવ્યો હતો અને સંદેશો આપ્યો હતો કે જવાની તો જવાની જ પણ મોજ તો કરવાની. 

કાકા હોળીનો પૈસો…


2
ધુળેટીના દિવસે ઉમરેઠની વિવિધ પોળ અને મહોલ્લા બહાર બાળકો ઉભ રહી આવતા જતા રાહદારીઓને ઉભા રાખી હોળીનો પૈસો લેતા નજરે પડ્યા હતા. ઉમરેઠમાં વર્ષો થી ચાલતી સદર પરંપરાને સમર્થન કરતા ધુળેટીના દિવસે બાળકોને મોહલ્લે મોહલ્લે પોળે પોળે લોકો પાંચ દશ રૂપિયા આપતા હોય છે. આ પૈસા ભેગા કરી બાળકો સાંજના સમયે મિજબાની કરતા હોય છે. 

ઉમરેઠમાં ધુળેટી પર્વની ઉજવણી


1
હોળી બાદ એક દિવસના પડાવ બાદ ધુળેટી પર્વની ઉમરેઠમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના વિવિધ વિસ્તારમાં સૌ કોઈ ધુળેટી પર્વને લઈ એક બીજા પર અબીલ-ગુલાલ છાંટતા નજરે પડ્યા હતા. ધુળેટી પર્વની લઈ નગરના વિવિધ મંદિરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, સ્વામિનારાયણ મંદિર તેમજ વૈષ્ણવ મંદિરમાં દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. નાના મોટા સૌ કોઈએ પોતાના સ્વજનો અને મિત્રો સાથે ધુળેટી પર્વ ઉજવ્યો હતો. 

મહંત ગણેશદાસજી મહારાજે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરી જન્મદિવસ ઉજવ્યો


૮૦૦થી પણ વધુ દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો

ઉમરેઠ સંતરામ મંદિરના કલ્યાણ હોલ ખાતે મંદિરના મહંત ગણેશદાસજી મહારાજના ૫૫માં જન્મ દિવસ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ આઠસોથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ અંગે ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે, નેત્ર નિદાન કેમ્પમાં દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જે દર્દીને ઓપરેશનની જરૂર છે તેઓને ટોકન ફી લઈ ઓપરેશન પણ રાહતદરે કરી આપવામાં આવશે. ઉમરેઠ સહિત આજુબાજુના ગામના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં ઉમરેઠ સંતરામ મંદિર સંચાલિત આંખની હોસ્પિટલના ડોક્ટર તથા સ્ટાફના સભ્યોએ પોતાની સેવા આપી હતી. ઉલ્લેખનીય છે કે ગણેશદાસજી મહારાજે ૨૨માં વર્ષે દિક્ષા લીધી હતી અને ૨૪માં વર્ષે ઉમરેઠની ગાદી પર તેઓ બિરાજ્યા હતા. હાલમાં ઉમરેઠમાં સંતરામ મંદિર દ્વારા અનેક સેવાકિય સંસ્થાઓ કાર્યરત છે.

ઉમરેઠવાસીઓના બાકી પડતા ૩.૨૨ કરોડના ટેકસની પાલિકા દ્વારા ઉઘરાણી


૧ર૦૦ નળ કનેકશન કાપવા, ર૦ર મકાનોને સીલ લગાવવાની નોટિસ ઇસ્યુ

માર્ચ એન્ડીંગની ઇફેકટ વેપારીઓ, પેઢંીઓની સાથોસાથ પાલિકાઓમાં પણ જોવા મળી રહી છે. વેપારીઓ, પેઢીઓ દ્વારા બાકીદારોનું લીસ્ટ કાઢીને ઉઘરાણી કરવામાં આવી રહી છે ત્યારે ઉમરેઠ નગરપાલિકા દ્વારા નગરજનોના બાકી પડતા ટેકસની ઉઘરાણી શરુ કરી દેવામાં આવી છે. જેથી બાકી વેરો ભરવા માટે બાકીદારોની પણ પાલિકામાં અવરજવર વધી રહ્યાનું જોવા મળે છે. ખાસ્સા સમયથી ટેકસ ન ભરનાર નાગરિકોને નોટિસ પાઠવીને જરુર પડયે નળ કનેકશન અને મકાનને સીલ લગાવવાની પ્રકિયા પણ હાથ ધરવામાં આવશેની તાકિદ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે.

ઉમરેઠ પાલિકા પ્રમુખ સંગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, ઉમરેઠના નગરજનોનો લગભગ ૩ કરોડ, રર લાખનો ટેકસ બાકી પડે છે. જેની ઉઘરાણી માટે પાલિકાની ૭ ટીમો કાર્ય કરી રહી છે. વધુમાં લાંબા સમયથી ટેકસ ન ભરનારાઓને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે પાલિકા તંત્ર દ્વારા અચાનક બાકી ટેકસની ઉઘરાણી શરૂ કરાતા બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. ટેકસ રીકવરી ઝૂંબેશ શરૂ કર્યા બાદ લગભગ બે મહિનામાં ૮પ લાખ જેટલો ટેકસ વસુલ થઇ ગયો છે.

ચીફ ઓફિસર ભારતીબેન સોમાનીએ જણાવ્યું હતું કે, ટેકસની ઉઘરાણીથી થનાર આવક નગરના વિકાસ માટે ખર્ચ કરાશે. સારી સુવિધા મેળવવા ટેકસની સમયસર ભરપાઇ કરવી એ તમામ નાગરિકોની ફરજ છે. આગામી સમયમાં શહેરના ગોલવાડથી ભારત બેકરી સુધીનો માર્ગ બનાવવાનું પાલિકા તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ઉમરેઠ પાલિકામાં નળ, ગટર, પાણી સહિતની સુવિધાઓ મેળવનાર પૈકી અનેક પ્રજાજનો સમયસર ટેકસ ભરપાઇ કરવામાં આળસુ અભિગમ દાખવતા હોય છે. આથી પાલિકા તંત્ર દ્વારા લગભગ ૧ર૦૦ લોકોને નળ કનેકશન કાપવા, ર૦ર મકાનોને સીલ મારવાની નોટિસ પણ ઇસ્યુ કરી છે.

એક્સાઈઝ ડ્યુટીના વિરોધમાં.. ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા રક્તદાન શિબિર યોજાયો.


20160317042143

સરકાર ભલે એક્સાઈઝ ડ્યુટી નાખી અમારું લોહી પીવે અમે તો રક્તદાન કરી સકારાત્મક રીતે સરકારના કડક નિયમોનો વિરોધ કરીશું તેમ કહેતા ઉમરેઠ ચોકસી મહાજનના વહેપારીઓએ આજે ઉમરેઠ ચોકસી બજારમાં આવેલ દશા ખડાયતાની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ સમયે ચોકસી મહાજનના સભ્યો સહીત નગરજનોએ રક્તદાન કર્યું હતુ જેમાં ૩૫ યુનિટ એકઠા થયા હતા જ્યારે અન્ય ૧૫ રક્તદાતાઓનું સ્વાસ્થય ઠીક ન હોવાનું જણાવી તેઓને રક્તદાન ન કરવા સલાહ આપવામાં આવી હતી. આમ ચોકસી મહાજન દ્વારા આજોજીત રક્તદાન શિબિરને સારો પ્રતિસાદ મળ્યો હતો

શ્રમજીવી પરિવારની સગીર યુવતિ પર બળાત્કાર પ્રકરણમાં… ઉમરેઠમાં ધર્મ જાગરણ સમિતિ દ્વારા રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરાયું.


  • લવજેહાદની પ્રવૃત્તિઓને ડામવા તંત્ર કડક પગલા ભરે તેવી માંગ
  • પીડીત પરિવારને પોલીસ સુરક્ષા મળે અને તેઓને માનસીક ત્રાસ આપનાર અસામાજિક તત્વોને પાઠ ભણાવવા અપીલ.
  • રેલીમાં ઉમરેઠ શહેર ભાજપ સહીત શ્રમજીવી સમાજ અને નગરના અગ્રણીઓ જોડાયા. 
  • rally01.jpg
rally02.jpg
આજે સવારે ૧૦.૩૦ કલાકે ઉમરેઠ બેચરી ફાટક પાસે ધર્મ જાગરણ સમિતિ અને ઉમરેઠ શહેર ભાજપ દ્વારા ઉમરેઠના શ્રમજીવી પરિવારની સગીર યુવતિ પર વિધર્મી યુવકો દ્વારા આચરવામાં આવેલ બળાત્કારના કેસમાં આ કુકર્મી યુવકોને કડકમાં કડક સજા આપવા તેમજ સદર કેસમાં ઢીલુ મુકનાર પોલીસ કર્મીઓની તાત્કાલીક બદલી કરવાની માંગ સાથે રેલી કાઢી ઉમરેઠ મામલતદાર સી.કે.પટેલને આવેદનસુપ્રત કરવામાં આવ્યું હતું. સદર રેલી તેમજ આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા અને અસામાજિક તત્વોને જડમુડ માંથી ઉખાડી ફેંકવા તંત્રને અપીલ કરી હતી.
 
ધર્મ જાગરણ વિભાગ સામાજિક સમિતિ દ્વારા આવેદન પત્રમા જણાવવામાં આવ્યું હતુ કે છેલ્લા કેટલાય સમય થી કેટલાક અસામાજિક મુસ્લીમ યુવાનો દ્વારા લવ જેહાદની પ્રવૃત્તિઓ આચારવામાં આવી રહી છે, જે અંતર્ગત હિન્દુ યુવતિઓને પટાવી ફોસલાવી તેઓને લાચાર બનાવી બ્લેકમેલ કરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ બંધ કરવા તંત્ર અસરકારક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ઉમેરવામાં આવ્યુ હતુ કે, ઉમરેઠમાં સગીર યુવતિ પર સુરેલીના વિધર્મી યુવાન દ્વારા કરવામાં આવેલ કુકર્મ બાદ પીડીત પરિવારના ઘરની આસ પાસ મચ્છી મટનની હાટળીઓ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા અડ્ડો જમાવવામાં આવ્યો છે, તેમજ પીડીત યુવતિના ઘરની આસ પાસ કેટલાક લુખ્ખા તત્વો બાઈક પર આવી ગંદી ગાળો બોલી તેઓને માનસીક ત્રાસ આપી રહ્યા છે. આવા લુખ્ખા તત્વોને તાત્કાલીક અસર થી પાઠ ભણાવવા તેઓએ માંગ કરી હતી.
 
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઉમરેઠની શ્રમજીવી પરિવારની સગીર યુવતિ પર સુરેલી ગામના બે વિધર્મી યુવાનો દ્વારા છ માસ સુધી યુવતિને ડરાવી ધમકાવી બળાત્કાર કરવામાં આવ્યો હતો. યુવતિ ગર્ભવતી બનતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીડીત પરિવાર પરિવાર ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો ત્યારે ફરજ પરના કોન્સ્ટેબલ દ્વારા તેઓને ભગાડી મુકવામાં આવ્યા હતા. આ અંગે નગરના કેટલાક વકીલ અને પત્રકાર મિત્રોને જાણ થતા તેઓએ પી.એસ.આઈ જે.એન.ગઢવીને વાત કરી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જે.એન.ગઢવી દ્વારા ગુન્હો દાખલ કરી ગણતરીના કલાક માં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
 
રેલી અને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં ઉપસ્થીત જનમેદનીએ સ્પષ્ટ કર્યું હતુ કે અસામાજિક તત્વો સામે કાર્યવાહી નહી કરવામાં આવે અને પીડીતાને ન્યાન નહી મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરતા તેઓ ખચકાશ નહી.મામલતદાર સી.વી.પટેલે આવેદનપત્ર સ્વીકારે સકારાત્મક પગલા ભરવા પીડીત પરિવાર સાથે ધર્મ જાગરણ સમિતિના સભ્યોને આશ્વાસન આપ્યું હતુ અને તેઓની રજૂઆત કલેક્ટરશ્રીને પહોંચાડવા કટીબધ્ધતા દર્શાવી હતી. સમગ્ર રેલી-આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ શાંતિપૂર્ણ થાય તે માટે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જે.એન.ગઢવીએ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવ્યો હતો.
 
રેલીનો રૂટ બદલવો પડ્યો –  સગીર યુવતિ પર થયેલ સામુહિક બળાત્કારમાં ન્યાય માંગવા આવેદન પત્ર આપવાના કાર્યક્રમ માટે નગરમાં થી રેલી લઈ મામલતદાર કચેરીએ પહોંચવાનું હતુ પણ તે રૂટને મંજૂરી ન મળતા રેલી બેચરી ફાટક થી રજનીનગર સોસાયટી થી મામલતદાર કચેરીએ પહોંચી હતી, જ્યા મામલતદારશ્રીને રેલીનો રૂટને મંજૂરી ન આવપા બદલ ધર્મ જાગરણ સમિતિના સભ્યએ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રત્યુત્તરમાં મામલતદારશ્રીએ જણાવ્યું હતુ કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ રેલીનો રુટ નાનો કર્યો હતો. 
 
પીડીત યુવતિને કાનુની સહાય આપવામાં આવશે. – કમલેશ પટેલ
 
પીડીત યુવતિ ગરીબ ઘરની છે,તેનો પરિવાર લાંબી કાનુની લડત લડવા આર્થિક રીતે સક્ષમ નથી જેથી આ યુવતિને ન્યાય અપાવવા માટે જરૂરી તમામ કાનુની સહાય આપવા માટે તેઓએ તૈયારી બતાવી હતી, તેઓએ ઉમેયું હતુ કે યુવતિનો સમાજ પણ તેની પડખે જ ઉભો છે. 
 
કોન્સ્ટેબલ “રત્નાજી” અને મહિલા કોન્સ્ટેબ નયનાબેનને દૂર કરવા માંગ
rally03
ધર્મ જાગરણ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આપવામાં આવેલ આવેદનપત્રમાં ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ “રત્નાજી” અને મહિલા કોન્સ્ટેબ નયનાબેનને દૂર કરવા માંગ કરી હતી અને તેઓની તાત્કાલીક ધોરણે બદલી કરવા માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે રત્નાજી દ્વારા પીડીત પરિવારની ફરિયાદ લેવામાં નકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો,જ્યારે નયનાબેન દ્વારા સદર કેસ અંગે જે.એન.ગઢવીની જગ્યાએ અન્ય ઉચ્ચ અધિકારી સાથે કરેલ ફોનની વાતચીતનો ઓડીયો લીક થયો હતો જેમાં કેસ લુલો બનાવવા માટે પ્રયન્તો થતા હોય તેવું ફલીત થયું હતું. 

– કથીત ઓડીયો ક્લિપ મામલતદારને શંભળાવી –

odio_mamlatdar.jpg

ઉમરેઠ શહેર યુવા ભાજપના કાર્યકરોએ શ્રમજીવી પરિવારની સગીર યુવતી પર થયેલ સામુહિક બળાત્કાર પ્રકરણ અંગે ઉમરેઠ પોલીસ સ્ટેશનના મહીલા કોન્સ્ટેબલ અને કોઈ અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીની ટેલોફોનીક વાતચીતનો ઓડીયો ઉમરેઠ મામલતદારને શંભળાવ્યો હતો જેમાં ફલીત થતુ હતુ કે સદર કેસને પાંગળો બનાવી દેવાશે.

ઉમરેઠની ૧૭ વર્ષની સગીરા ઉપર બે વિધર્મી યુવાનોનો ગેંગરેપ – સલમાન અને ઈરફાન નામના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા.


yuvanoઉમરેઠ શહેરના સુરેલી ફાટકથી આગળ નગરી વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષની સગીરા ઉપર સુરેલીના બે નરાધમોએ ધાકધમકી આપીને બે-બે વખત ગેંગરેપ ગુજારતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. ઉમરેઠ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને બન્ને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેલી ફાટક પાસે રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષની સગીરા કે જે ધોરણ ૮માં અભ્યાસ કરે છે. તેણીને સુરેલી ગામે રહેતો સલમાન તથા અન્ય એક શખ્સ વારેઘડીએ હેરાન પરેશાન કરતા હતા અને છએક માસ પહેલાં તેણીને ઘરની પાછળ આવેલા ખેતરમાં લઈ જઈને તેણી ઉપર બન્ને શખ્સોએ વારાફરથી ગેંગરેપ ગુજાર્યો હતો. ત્યારબાદ બન્ને જણાએ આ વાતની જો કોઈને પણ જાણ કરીશ તો તારા ભાઈને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને આ વાતની પરિવારના સભ્યોને જાણ કરી નહોતી.

દરમ્યાન ૭-૩-૧૬ની રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પણ સગીરા કુદરતી હાજતે ગઈ હતી ત્યારે બન્ને શખ્સો પાછળ-પાછળ આવી ચઢ્યા હતા અને ધાકધમકીઓ આપીને ફરી એકવાર વારાફરથી ગેંગરેપ ગુજાર્યો હતો. જેના કારણે તેણીને ગર્ભ રહી જવા પામ્યો હતો. જેથી તેણી ઉદાસ-ઉદાસ રહેતી હતી. જેની તેના મમ્મી-પપ્પાને જાણ થતાં જ તેઓએ પટાવી ફોસલાવીને સગીરાની પુછપરછ કરતાં તેણે તેની સાથે બનેલી ઉક્ત ઘટનાની હકિકત કહી સંભળાવી હતી. જેથી તેના પિતા તેણીને લઈને ઉમરેઠ પોલીસ મથકે આવ્યા હતા અને ફરિયાદ આપી હતી. પોલીસે ગેંગરેપનો ગુનો દાખલ કરીને બન્ને નરાધમોને ઝડપી પાડવા માટે સીપીઆઈ ડી. આર. મકવાણા, ઉમરેઠના પીએસઆઈ જે. એન. ગઢવી, પ્રો. પીએસઆઈ ટી. જે. દેસાઈ, ભાલેજના પોસઈ જે. પી. રાવ તથા પેરોલ ફર્લોના પીએસઆઈ જી. એ. પટેલની જુદી-જુદી ટીમો બનાવી હતી અને બન્ને શખ્સો સલમાનખાન ઐયુબખાન પઠાણ તથા ઈરફાનમીંયા યુસુફમીંયા મલેકને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તે માટે સમગ્ર ઉમરેઠ અને સુરેલી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સલમાન પરિણીત તો ઈરફાન અપરિણીત હોવાનું ખુલ્યું

ઉમરેઠની સુરેલી ફાટક પાસે રહેતા એક શ્રમજીવી પરિવારની ૧૭ વર્ષની સગીરા પર બે-બે વખત ગેંગરેપ ગુજારીને તેણીને ગર્ભવતી બનાવનાર બે નરાધમો પૈકી સલમાનખાન પઠાણ પરિણીત અને એક દિકરીનો પિતા હોવાનું ખુલવા પામ્યુ છે. જ્યારે ઈરફાનમીંયા અપરણિત હોવાનું બહાર આવ્યું છે. બન્ને શખ્સો રીક્ષા ડ્રાઈવીંગ તેમજ કડીયાકામની મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવે છે.

ઉમરેઠના પ્રથમ ભટ્ટએ ૮૦૦૦ ફુટ ઉંચે થી સ્કાઈ ડાઈવીંગ કર્યું.


sky01.pngમૂળ ઉમરેઠની ભટ્ટવાળી પોળના હાલ અમદાવાદ મણિનગર ખાતે રહેતા ભદ્રેશભાઈ અને દિપ્તિબેન ભટ્ટના પુત્ર પ્રથમ ભટ્ટે તાજેતરમાં મહેસાના ખાતે ૮૦૦૦ ફુટ્ટ ઉંચે થી સ્કાઈ ડાઈવીંગ કરવાની સિધ્ધી હાંસલ કરી હતી.ઉલ્લેખનીય છે કે મહેસાનામાં ખાનગી સંસ્થા દ્વારા નિયત ફી લઈ સ્કાઈ ડાઈવીંગની ટ્રેનિંગ આપી સ્કાઈવ ડાઈવીંગ કરવા પ્લોટફોર્મ સહીત અન્ય સુવિધા પુરી પાડવામાં આવે છે, જેનો લાભ સ્કાઈ ડાઈવીંગ ક્ષેત્રે રસ ધરાવતા લોકો લઈ રહ્યા છે, ત્યારે મૂળ ઉમરેઠના પ્રથમ ભટ્ટે સદર સંસ્થાના માધ્યમ થી ૮૦૦૦ ફુટ ઉંચે થી સ્કાઈ ડાઈવીંગ કરવાની સિધ્ધિ હાસલ કરી હતી જે બદલ આસી.કલેકટર અરૂણબાબુ ધ્વારા તેઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રથમ ભટ્ટ હાલમાં અમદાવાદ ખાતે ગ્રાફીક્સ ડીઝાઈનર તરીકે એક ખાનગી દૈનિક પત્રમાં કાર્યરત છે.

બેસણું – સ્વ.મુકેશભાઈ પ્રજાપતિ #Umreth


prajapati

સ્વ.મુકેશભાઈ પ્રજાપતિ (સોમનાથ શોપ ફેક્ટરીવાળા) નું બેસણું
તા.૧૪.૩.૨૦૧૬ને સોમવારના રોજ તેઓના નિવાસ સ્થાને રાખેલ છે.

સ્થળ – રજનીનગર સોસાયટી
સમય – સવારે ૮ થી ૧૦

સોમનાથ શોપ ફેક્ટરી પરિવાર – ઉમરેઠ

ભજન સંધ્યા – સ્વ. મીનલબેન ભાવેશકુમાર શાહના સ્મરણાર્થે – #Umreth


સ્વ. મીનલબેન ભાવેશકુમાર શાહના સ્મરણાર્થે

તા.૧૪.૩.૨૦૧૬ને સોમવાર ના રોજ ભજન સંધ્યા રાખેલ છે.
સ્થળ – નાસીકવાળા ભુવન, ઓડ બજાર – ઉમરેઠ
સમય – સાંજે ૮ કલાકે

બિપીનચંન્દ્ર નટવરલાલ શાહ પરિવાર
ભાવેશ શાહ – દર્શન શાહ – ઉમરેઠ

ઉમરેઠ ગીરીરાજ ધામ ખાતે હોળીખેલ રસીયાનું આયોજન.


શ્રી જગદગુરુજીના ૪૪માં પ્રાગટ્ય દિન મહોત્સવ અંતર્ગત જગદગુરુ વૈષવાચાર્ય પંચમ પીઠાધીશ્વર પુ.પા.ગો.૧૦૮ શ્રી વલ્લભાચાર્ય મહારાજશ્રી(કામવન)ની આજ્ઞા થી તથા ચિ.ગો.શ્રી દેવકીનંદજી બાવાશ્રી(દેવેશબાવા) તથા ચિ.ગો.શ્રી. વિઠ્ઠલનાથજી બાવાશ્રી(વ્રજાંગબાવા)ના સાનિધ્યમાં હોળી ખેલ રસીયા – ફુલફાગ કુંજનો મનોરથ તા.૧૨.૩.૨૦૧૬ને શનિવારના રોજ ઉમરેઠ શ્રી ગિરીરાજજીની તળેટીમાં ઉજવાશે. આ પ્રસંગે કેસર સ્નાન સાંજે ૭ કલાકે તેમજ હોળી ખેલ રસીયા, ફુલફાગ સાંજે ૭.૩૦ કલાકે યોજાશે. આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા શ્રી ગીરીરાજધામ ઉમરેઠના કાર્યકરોએ જણાવ્યું છે.

ઉમરેેઠ ચોક્સી મહાજન વેપારીઓ દ્વારા કેન્ડલ માર્ચ


ઉમરેઠ ચોકસી મહાજન દ્વારા જ્વેલર્સ અશોશિયેશન દ્વારા જાહેર કરવામાં આવેલ બંધને સમર્થન આપતા છેલ્લા સાત-આઠ દિવસ થી કામકાજ બંધ કર્યું છે અને એક્સાઈઝ અને પાનકાર્ડના કડક નિયમોનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે. આજે સાંજે ઉમરેઠમાં ચોકસી મહાજન દ્વારા શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડબજાર થી , મોચીવાડ પંચવટી વિસ્તારમાં કેન્ડલ માર્ચ કરી ચોકસી મહાજનના વહેપારીઓએ નવા નિયમનો વિરોધ કર્યો હતો. 

ચરોતરમાં ચોક્સી મહાજનની હડતાલના પગલે સુવર્ણકારોની કફોડી હાલત


 

  • સોના-ચાંદી ગાળનાર કારીગરો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા

એક્સાઈઝ ડ્યુટી અને પાનકાર્ડ સહિતના કાયદાના વિરૂદ્ઘમાં જ્વેલર્સ એસોસિએશનના બંધના પગલે છેલ્લા બાર દિવસથી જ્વેલર્સની દુકાનો બંધ હોવાને કારણે સોના ચાંદી ગાળવાનો ધંધો કરતા સુવર્ણકારો આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા છે. સરકાર અને જ્વેલર્સ એસોસિએશનના ઝઘડામાં સુવર્ણકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે.

આ અંગે મળતી વિગતો મુજબ સોના ચાંદીના દાગીનાની ઘડાઈ કરવાના કારીગરો મોટા ભાગે બંગાળથી આવે છે. સમગ્ર ચરોતરમાં બંગાળી કારીગરો સોના ચાંદી ગાળવાથી માંડી ઘડામણ કરવામાં માહિર છે. ચાંદીના દાગીના ધોવાથી માંડી ગ્લેટ કરવામાં પણ આ કારીગરો ઉપર જ્વેલર્સના માલિકો નિરભર રહેતા હોય છે. તેવી જ રીતે આ કારીગરોની આમદાની પણ આ જ્વેલર્સના માલિકો ઉપર નિરભર રહે છે. બંગાળથી ખાસ આજ કામ માટે આવેલા કારીગરોની આવકનો એક માત્ર સ્ત્રોત જ્વેલર્સની દુકાનો હોય છે. આ કારીગરોના જણાવ્યા મુજબ જ્વેલર્સના માલિકોના દાગીના ઘડી કે ગ્લેટ કરી અમો રોજ હિસાબ રોકડો લઈ લઈએ છીએ ત્યારે છેલ્લા સાત આઠ દિવસથી જ્વેલર્સ અને ચોક્સીની દુકાનો બંધ રહેવાથી રોજ કમાઈ રોજ પેટીયું રળનારા આ સુવર્ણકારો હાલમાં આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે.

આ કારીગરો જે પણ કાંઈ કમાય છે, તેમાંથી બચત કરી પોતાના વતનમાં પોતાના પરિવારને પૈસા મોકલતા હોય છે, પરંતુ હાલમાં તેઓની બચત પોતાના ખાવા પીવા અને રહેવામાં જ ખર્ચ થઈ જતા કેટલાક સુવર્ણકારો તેમના વતનમાં પરિવારજનોને પૈસા મોકલવામાં પણ નિષ્ફળ નીવડી રહ્યા છે. હાલમાં આખર તારીખ હોવાથી સુવર્ણકારો વધુને વધુ આર્થિક ભીંસનો સામનો કરી રહ્યા છે. સુવર્ણકારો જ્વેલર્સવાળા પાસે પૈસાની માંગણી કરે ત્યારે જ્વેલર્સવાળા પણ ધંધા શરૂ થાય ત્યાં સુધી રાહ જોવાનું જણાવી દેતા હોય છે. જેને કારણે સુવર્ણકારો પોતાની આજીવિકા માટે ફાંફા મારી રહ્યા છે.

બંધ બારણે ધંધો ચાલુ

ચોક્સી મહાજનની હડતાલના પગલે કેટલાક ચોક્સી પાછલા બારણે ધંધા કરી રહ્યા છે. મોટાભાગના ચોક્સી રાત્રે પોતાની દુકાનનો માલ ઘરે લઈ જતા હોય છે અને જરૂરિયાત મુજબના ગ્રાહકોને સીધો ઘરેથી માલ આપી દેતા હોય છે. ત્યારે આવા જૂજ ચોક્સીઓને કારણે હડતાલમાં ફૂટ પડે તેવી લોકવાયકા થઈ રહી છે.

ભરોડામાં આયુર્વેદ કેમ્પ યોજાયો


012ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે જિલ્લા પંચાયત આણંદ, આયુર્વેદ શાખા સંચાલિત આયુર્વેદ દવાખાનું અહિમા તરફથી અને ડો. જે. ડી. પનારા જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેમાં ડો. ડી. બી. વ્યાસે દર્દીઓને તપાસી સારવાર આપી હતી. કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. વનૌષધિ પ્રદર્શન, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

ઉમરેઠમાં પરિક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું.


015_n.jpg

ઉમરેઠના જ્યુબિલિ સ્કૂલ ખાતે બોર્ડના કેન્દ્રમાં પરિક્ષાર્થીઓને ફુલ અને મિઠાઈ આપી લાયોનેસ ક્લબ ઓફ ઉમરેઠ અને જ્યુબિલિ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળામાં પ્રવેશતા પરીક્ષાર્થીઓને ઉપસ્થિત મહેમાનોએ ફુલ અને મિઠાવી આપી સકારાત્મક અભિગમ દાખવી પરીક્ષા આપવા સલાહ આપી હતી. લાયોનેસ ક્લબ ઓફ ઉમરેઠના પ્રમુખ બિજલબેન ગાભાવાળા, ઉમરેઠ અર્બન બેંકના ચેરમેન રશ્મીભાઈ વકીલ, જ્યુબિલિ સ્કૂલના ટ્રસ્ટી હિમાંશુભાઈ ચોકસી, આશીષ કાંટાવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું.

ભરોડા ખાતે ભજન સંધ્યા યોજાઈ


ઉમરેઠના ભરોડા ખાતે મહાશીવરાત્રી પર્વ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન નવયુવક ભજન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે યુવકો ધ્વારા ભજન ની રમઝટ બોલાવવામાં આવી હતી અને ધાર્મિક વાતાવરણ જામ્યું હતું. ભજન સંધ્યા બાદ ગામની મહિલાઓને પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવયુવક ભજન મંડળના યુવાનોએ જણાવ્યું હતુ કે, આવનારા ઉનાળાના સમયને ધ્યાનમાં રાખી પોતાના આંગણે આવતા પક્ષીઓ તર્સ્યાં પરત ન ફરે તે માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો લાભ પક્ષીઓને થશે.

%d bloggers like this: