આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: October 2010

..અને નરેન્દ્ર મોદીએ ચશ્મા ઉતાર્યા


નરેન્દ્રભાઈ મોદી

શું આ પહેલા કદી નરેન્દ્ર મોદીનો ચશ્મા વગરનો ફોટો જોયો હતો…?

નોંધ – તસવીર ફોરવર્ડ ઈ-મેલ ધ્વારા પ્રાપ્ત થઈ હતી.

ઉમરેઠ ચરોતર ક્રે.સોસાયટીના મેનેજર પદે સલીમભાઈ યથાવત


  • સલીમભાઈએ રાજીનામું રદ કરતા ખાતેદારોમાં આનંદ

ઉમરેઠના વડાબજાર વિસ્તારમાં આવેલ ચરોતર ક્રેડીટ સોસાયટીના મેનેજર સલીમભાઈએ એકાએક રાજીનામું મુકી દેતા તેઓના પારદર્શક વહિવટ વગર બેન્ક ઉપર વિશ્વાસ ન રહેતા ખાતેદારોએ તાબળતોળ બેન્ક માંથી પોતાની થાપણો ઉપાડવાનું શરું કરી દીધુ હતુ ત્યાર બાદ બેન્કના અન્ય ડિરેક્ટરોએ બેન્ક મેનેજર સલીમભાઈને પોતાનું રાજીનામું પરત ખેંચવા માટે મનાવી લીધા હતા જેના કારણે હવે મેનેજર પદે સલીમભાઈએ પોતાનું પદ શંભાળવા તૈયારી બતાવી હોવાથી બેન્કના ખાતેદારો સહિત થાપણદારોમાં આનંદની લાગણી વ્યાપી છે અને બેન્કમાં પૈસા ઉપાડવા જતા ખાતેદારોનો પ્રવાહ અટકી ગયો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં કોગ્રેસના ઉમેદવાર તરીકે બેન્કના મેનેજર સલીમભાઈએ ઝંપલાવ્યું હતુ ત્યારે બેન્કના અન્ય વહિવટકર્તા ભાજપ તરફી કામ કરતા હતા જ્યારે સલીમભાઈની ચુંટણીમાં હાર થતા તેઓએ બેન્કમાં મેનેજર પદ ઉપરથી રાજીનામું મુકી દીધુ હોવાની ચર્ચા નગરમાં થતી હતી.

ટુ-વ્હિલર્સમાં LPG કિટને માન્યતા


લ્યો કરો વાત, હવે ટુ-વ્હિલર્સમાં LPG કિટને માન્યતા મળી ગઈ છે, સરકારે બુધ્ધિનું ફરી પ્રદર્શન કર્યું ફરી એટલા માટે કે ફોર વ્હિલર્સને જ્યારે LPG કિટની માન્યતા આપી હતી ત્યારે પહેલી વાર સરકારે બુધ્ધિનું પ્રદર્શન કર્યું હતું.

હજૂ ગુજરાતમાં એલ.પી.જી પંપ અપૂરતા છે, એલ.પી.જી પંપ જ્યાં હોય ત્યાં પ્રેશરના લફડા હોય છે અને ઉપરથી મોટી લાઈનો. એટલે સ્વભાવિક રીતે એલ.પી.જી કીટ ધરાવતા વાહન ચાલકો ઘરેલું એલ.પી.જી સિલેન્ડર માંથી ગેસ ડાઈવર્ટ પોતાના વાહનોમાં વાપરશે જ પરિનામે એલ.પી.જી ગેસની અછત..

સરકારે એલ.પી.જી પંપ પહેલા પુરતા પ્રમાણમાં પ્રસ્થાપીત કરવા જરૂરી છે નહિતો પ્રદુષન ઘટાળવાના ચક્કરમાં ઘરેલું એલ.પી.જી સિલેન્ડરોની અછત સર્જાય તેમાં કોઈ શંકા નથી. હાલની પરિસ્થીતીની હકીકતએ છે કે હજૂ ગુજરાતમાં તાલુકા કક્ષાએ પણ એક એલ.પી.જી પંપ નથી તો, ટુ વ્હિલર્સને એલ.પી.જી કીટની માન્યતા આપવાના નિર્ણય અંગે પૂનઃ વિચાર જરૂરી છે.

અવસાન નોંધ


ઉમરેઠના પ્રફુલભાઈ નટવરલાલ ગાંધીના પૂત્ર હિતેશ પ્રફુલભાઈ ગાંધીનું દુઃખદ અવસાન થયેલ છે. હિતેશભાઈ ગાંધી વ્યવસાયે વકીલ હતા. સદગતનું બેસણું તા.૩૧.૧૦.૨૦૧૦ને રવીવારના રોજ ગણપતિની વાડી, વડા બજાર – ઉમરેઠ ખાતે રાખેલ છે.

શ્રદ્ધાજલી/અવસાનનોધ/બેસણુ


  • ઉમરેઠના ભરતભાઈ ગોવિદલાલ શાહ (ટી.વી.વાળા)ના માતૃશ્રી તારાબેન ગોવિંદલાલ શાહ નું અવસાન થયેલ છે.
  • ઉમરેઠના નવનીતલાલ પૂનમચંદ શ્રોફનું દુઃખદ અવસાન થયેલ છે.
  • ઉમરેઠની ત્રણપોળ ખાત રહેતા પૂ.સવિતામાસીનું દુઃખદ અવસાન થયેલ છે.
  • ઉમરેઠના કિરીટભાઈ ચંપકલાલ ગાભાવાળાના ધર્મપત્નિ રેખાબેન કિરીટભાઈ ગાભાવાળાનું દુઃખદ અવસાન થયેલ છે.
  • ઉમરેઠના પ્રફુલભાઈ ગોરધનભાઈ પટેલ (મામા) તથા તેજસ (સ્વીટું) પ્રફુલભાઈ પટેલ નું દુઃખદ આકસ્મિક અવસાન તા.૧૦.૧૧.૦૯ને રવીવારે થયેલ છે.
  • ઉમરેઠના મંજુલાબેન બંસીલાલ શાહ (નોતરીયા પોળ)નું તા. ૧૩.૧.૨૦૧૦ના રોજ દૂઃખદ અવસાન થયેલ છે.
  • ઈંદોરના જશવંતલાલ સોમાલાલ શાહનું તા.૨૭.૧.૨૦૧૦ના રોજ દેવલોકગમન થયેલ છે.  ઉમરેઠના સુભાષભાઈ પુનમચંદ દોશીનું તા.૬.૨.૨૦૧૦ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
  • ઉમરેઠના કાન્તિલાલ શંકરલાલ દોશીનું તા.૧૨.૯.૨૦૧૦ને રવીવારના રોજ દૂઃખદ અવસાન થયેલ છે. કાન્તીલાલ શંકરલાલ દોશી ઉમરેઠ અર્બન બેન્કમાં મેનેજર તરીકે પદ શંભાળી ચુક્યા હતા.

એક વોટ કી કિંમત તુમ ક્યા જાનો ઠાકોર..!


ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક ઉપર કોગ્રેસના વારીસમીંયા ઠાકોર અને ભાજપના જહીરમીયાં ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો બંન્ને ઉમેદવારો એકજ જ્ઞાતિના હતા અને તેઓના વોર્ડમાં તેજ જ્ઞાતિ-સમૂદાયના મત વધારે હતા જેથી આ બેઠક ઉપર કોણ હારશે ને કોણ જીતશે તેની ચર્ચાઓ પણ વધુ થતી હતી જ્યારે પરિનામ આવતા ભાજપના જહીરમીયા ઠાકોરને ૧૨૫૦ અને કોગ્રેસના વારીસમીંયા ઠાકોરને ૧૨૪૯ મત મળ્યા હતા જેથી ભાજપના ઉમેદવારનો ૧ મતે અત્યંત રસાકસી પૂર્ણ વિજય થયો હતો.

ઉમરેઠની ચરોતર ક્રેડીટ સોસાયટી નબળી પડી હોવાની ચર્ચા – ખાતેદારોમાં અફડા તફડી


  • મેનેજર નગરપાલિકાની ચુંટણીમાં હાર્યા બાદ બેન્કમાં રાજીનામું આપતા તરેહ તરેહની ચર્ચા.

ઉમરૅઠ નગરના વડાબજાર વિસ્તારમાં આવેલ ચરોતર ક્રેડીટ સોસાયટ અચાનક નબળી પડી હોવાની વાત બહાર આવતા ખાતેદારોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જ્યારે ચરોતર ક્રેડીટ સોસાયટીના મેનેજર સલીમભાઈએ એકાએક રાજીનામું ધરી દેતા ખાતેદારોને બેન્ક ઉપરથી વિશ્વાસ ઉઠી જવા પામ્યો હોવાને કારણે ખાતેદારો બેન્કમાં પૈસા ઉપાડવા મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ચરોતર ક્રેડીટ સોસાયટીના મેનેજર સલીમભાઈ તાજેતરમાં યોજાયેલ પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૩માં કોગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી જ્યારે બેંકના ચેરમેન ગુલામભાઈ વોર્ડ નં.૩ માંજ ભાજપ તરફી ઉભેલા ઉમેદવારનું કામ કરતા હોવાને કારણે સલીમભાઈ મેનેજર અને ગુલામભાઈ વચ્ચે મનભેદ થયા હતા જેના કારણે સલીમભાઈને લાગી આવતા તેઓએ બેન્કના મેનેજર પદે થી ચુંટણી હારતાની સાથે રાજીનામુ આપી દીધુ હતું, જેના કારણે ખાતેદારોનો બેન્ક ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો હતો અને લોકો પૈસા ઉપાડાવા બેન્કમાં ઘસી આવ્યા હતા. કહેવાય છે ચરોતર ક્રેડીટ સોસાયટી સલીમભાઈ મેનેજરની શાખ ઉપર ચાલે છે ત્યારે તેઓના કૂશળ વહિવટને કારણે બેન્ક ઉપર વિશ્વાસ કરી ખાતેદારો પોતાની મહેનતની મુડી રોકતા હતા.

હાલમાં સલીમભાઈ મેનેજરને પોતાનું રાજીનામું પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યા છે. ચુંટણીને લઈ બેન્ક મેનેજર સલીમભાઈ અને ચેરમેન ગુલામભાઈ વચ્ચે થયેલ મનભેદને કારણે બેન્ક નબળી પડતા ખાતેદારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે છતા પણ સલીમભાઈ મેનેજર પોતાનું રાજીનામું પરત ખેંચે તો બેન્ક પૂનઃ સધ્ધર થઈ શકે તેમ ખાતેદારો મતપ્રગટ કરી રહ્યા છે.

ઉમરેઠ પાલિકાના પ્રમુખને લઈ નગરમાં અટકળોનો દોર શરૂ.


  • વિષ્ણુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ પ્રમુખ પદની રેસમાં…

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપને સ્પષ્ટ બહૂમતિ મળતા હવે, પાલિકાના પ્રમુખ પદને લઈ અટકળોનો દોર શરૂં થઈ ગયો છે ત્યારે ભાજપમાં પ્રમુખ પદના દાવેદાર ઉમેદવારોના નામનો ગંજીફો પણ ચીપાઈ ગયો છે ત્યારે ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખ પદે કોણ બિરાજમાન થશે તેને લઈને નગરમાં ચર્ચાઓ થઈ રહી છે.

હાલમાં નગર પાલિકાના પ્રમુખ માટે વોર્ડ નં.૮ના વિષ્ણુભાઈ પટેલ વોર્ડ નં.૧ના દેવેન્દ્રભાઈ પટેલ અને વોર્ડ નં.૯ના અરવિંદભાઈ પટેલ અને દિલિપભાઈ પટેલના નામો ચર્ચાઈ રહ્યા છે. ત્યારે એક વાત તો ચોક્કસ છે કે, ઉમરેઠ નગરપાલિકામાં પ્રમુખ પદે કોઈ પટેલ ઉમેદવાર જ હશે.

વોર્ડ નં.૮માં વિષ્ણુભાઈ પટેલનો વિજય થયો છે, તેઓ ધારાસભ્ય અને નગર પાલિકાના પ્રમુખ પદે વહિવટ સંભાળી ચુકેલ છે જેથી તેઓના અનુભવને કારણે તેઓ પ્રમુખ પદ માટે પ્રબળ દાવેદાર છે બીજી તરફ તેવી પણ ચર્ચા થઈ રહી છે કે, વર્ષોથી પાલિકામાં વિષ્ણુભાઈ પટેલ વહિવટ કરતા આવ્યા છે ત્યારે હવે નવા ચહેરાને પણ બહાર લાવવાની નિતિ પણ કારગત સાબિત થાય તો નવાઈ નહિ.

વોર્ડ નં.૧ના દબંગ દેવેન્દ્રભાઈ પટેલ, પણ પ્રમુખ માટૅ પ્રબળ દાવેદાર છે. તેઓ માત્ર વોર્ડ નં.૧ માંજ નહિ પરંતુ સમગ્ર ઉમરેઠ નગરમાં લોકોના માનીતા બન્યા છે, હાલની પરિસ્થીતી જોઈયે તો ભાજપના પીઢ વિષ્ણુભાઈ પટેલથી પણ તેઓની લોકપ્રિયતા ગામમાં વધારે થઈ ગઈ છે જેથી તેઓ પણ નગરના પ્રમુખ બને તેમાં કોઈ બે મત નથી પરંતુ હાલમાં તેઓ ભાજપ શહેર પ્રમુખ પદે હોદ્દો સંભાળી રહ્યા છે જેથી એક વ્યક્તિ બે પદ ની થીયરીથી તેઓને પ્રમુખ પદથી દૂર રાખવામાં આવે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે. છતા પણ ઉમરેઠ શહેર પ્રમુખ પદ પદેથી રાજીનામુ આપી દેવેન્દ્રભાઈ પટેલને પાલિકાના પ્રમુખ પદે બેસાડી વોર્ડ નં.૮ના હારેલા સભ્ય સુધાબેન શાહના પુત્રને શહેર પ્રમુખ બનાવી કામે લગાડાય તેવા પણ સમિકરણો ગતિમાન થાય તેવી ચર્ચાઓ થઈ રહી છે. જો દેવેન્દ્રભાઈ પટેલને પ્રમુખ પદે બેસાડવામાં આવે તો વિષ્ણુભાઈ પટેલનો દબદબો પણ કાયમ રહે તેમાં કોઈ બે મત નથી.

વધુમાં વોર્ડ નં.૯ના અરવિંદભાઈ પટેલ (વકિલ) પણ પોતાન વોર્ડમાં વર્ષોથી દબદબો ધરાવે છે હાલમાં પણા વોર્ડ નં.૯ના જાહેર થયેલ પરિનામમાં તેઓના સૌથી વધુ વોટ નોંધાયા છે. તેઓ બધીજ જ્ઞાતિમાં લોકપ્રિય હોવાથી તેઓનું નામ પણ પ્રમુખ પદે સંભળાઈ રહ્યું છે. ત્યારે બીજી બાજૂ વોર્ડ નં.૯માં પછાત વર્ગની વોટ બેન્કમાં લોકપ્રિય દિલિપભાઈ પટેલ પણ વોર્ડ નં.૯માં મજબુત પક્કડ ધરાવે છે. તેમજ તમાદ દાવાઓનો છેદ ઉડાવવા તેઓ સક્ષમ છે સૌથી વધારે તેઓનું જમા પાસુ તે છે કે તેઓ સ્વચ્છ છબી ધરાવે છે તેમજ શિક્ષિત અને પાલિકાના વહિવટ અંગે બહોળું જ્ઞાન ધરાવે છે છેલ્લા પાંચ વર્ષથી તેઓ નિષ્ક્રીય હોવા છતા પણ તેઓના પહેલાના અનુભવને ધ્યાનમાં રાખી ભાજપ તેઓના અનુભવનો ઉપયોગ કરી તેઓને પ્રમુખ પદે બેસાડે તો બિલકુલ નવાઈ નહી.

ઉમરેઠ પાલિકામાં વોર્ડ વાઈઝ ઉમેદવારોને મળેલ મત


ઉમરેઠ નગરપાલિકા ચુંટણી – ૨૦૧૦ ઉમેદવારોની પરિનામ

https://aapnuumreth.wordpress.com/

 

વોર્ડ નં

 

ઉમેદવારનું નામ

 

પક્ષનું નામ

 

મેળવેલ મત

 

પરિનામ

નીતાબેન આર.પટેલ 


ભા.જ.પ 875 જીત્યા
મહેન્દ્રભાઈ જે.દવે 

 

ભા.જ.પ 765 હાર્યા
દેવેન્દ્રભાઈ આર.પટેલ 


ભા.જ.પ 1055 જીત્યા
પ્રકાશભાઈ કે.પટેલ 


કોગ્રેસ  

839 જીત્યા
ચેતનાબેન દવે કોગ્રેસ 

 

797 હાર્યા
વિજયભાઈ આર પટેલ કોગ્રેસ 

 

679 હાર્યા
ઈશ્વરભાઈ પટેલ અપક્ષ 

 

409 હાર્યા
વિષ્ણુભાઈ જી.મકવાણા 


ભા.જ.પ 862 જીત્યા
મુકેશભાઈ એ કાછીયા 


ભા.જ.પ 903 જીત્યા
ગીતાબેન સી.રાણા 


ભા.જ.પ 874 જીત્યા
સંગીતાબેન પી.પટેલ કોગ્રેસ 

 

776 હાર્યા
સરોજબેન આર.રાણા કોગ્રેસ 

 

723 હાર્યા
ઉપેન્દ્રભાઈ પી.મકવાણા કોગ્રેસ 

 

787 હાર્યા
મુકેશભાઈ એસ.પટેલ બી.એસ.પી 

 

127 હાર્યા
ઈમ્તીઆઝ શેખ 

 

ભા.જ.પ 726 હાર્યા
અલ્તાબ મલેક 


ભા.જ.પ 771 જીત્યા
જશીબેન વાઘરી 

 

ભા.જ.પ 649 હાર્યા
હાજી અલ્લારખાં એમ 


કોગ્રેસ  

794 જીત્યા
વ્હોરા સલીમભાઈ જી. 

 

કોગ્રેસ 

 

716 હાર્યા
કારીગર રશીદાબેન એફ 


કોગ્રેસ  

681 જીત્યા
ઝરીનાબેન મયુદ્દીન ચૌહાણ 


ભા.જ.પ 1025 જીત્યા
ચીમનભાઈ કે.વાઘરી 


ભા.જ.પ 1014 જીત્યા
રણછોડભાઈ એસ.ભોઈ 

 

ભા.જ.પ 899 હાર્યા
મુસ્તુફાભાઈ મલેક કોગ્રેસ 

 

918 હાર્યા
મુમતાઝબાનું પઠાણ કોગ્રેસ 

 

978 હાર્યા
જયંતિભાઈ વાઘરી 


કોગ્રેસ  

1054 જીત્યા
અશોકભાઈ પટેલ 


ભા.જ.પ 1314 જીત્યા
શીતલબેન બી.શાહ 


ભા.જ.પ 1026 જીત્યા
જયેશભાઈ બી.પટેલ 


ભા.જ.પ 1334 જીત્યા
ગોવિંદભાઈ પટેલ કોગ્રેસ 

 

817 હાર્યા
રજવતસિંહ રાઊલજી કોગ્રેસ 

 

584 હાર્યા
બીનાબેન એન.શાહ કોગ્રેસ 

 

590 હાર્યા
મીનાબેન એ પટેલ 

 

અપક્ષ 160 હાર્યા
શારદાબેન આર.પટેલ 


ભા.જ.પ 1071 જીત્યા
ભૂપેન્દ્રભાઈ જી.પટેલ 


ભા.જ.પ 1034 જીત્યા
સંજપ એમ.પટેલ 


ભા.જ.પ 1014 જીત્યા
હિનાબેન શૈલેષભઆઈ પટેલ કોગ્રેસ 

 

706 હાર્યા
ભાવિક બકુભાઈ પટેલ કોગ્રેસ 

 

754 હાર્યા
મહેન્દ્રભાઈ નરસિંહભાઈ પટૅલ કોગ્રેસ 

 

809 હાર્યા
કૌશીકભાઈ પી.દવે 

 

ભા.જ.પ 740 હાર્યા
હીનાબેન આર દવે 

 

ભા.જ.પ 599 હાર્યા
શંકરભાઈ  વાઘરી 

 

ભા.જ.પ 607 હાર્યા
ભદ્રેસભાઈ કે.વ્યાસ 


કોગ્રેસ  

942 જીત્યા
રેણુકાબેન પ્રવિણભાઈ જોશી 


કોગ્રેસ  

890 જીત્યા
અંબાલાલ ચુનીલાલ વાઘરી 


કોગ્રેસ  

889 જીત્યા
શૈલેષભાઈ બી.શેઠ 

 

ભા.જ.પ 857 હાર્યા
વિણુભાઈ સી.પટેલ



 

ભા.જ.પ 973 જીત્યા
 

સુધાબેન એ.શાહ

 

 

ભા.જ.પ

 

847

 

હાર્યા

સુભાષભાઈ શેલત 


કોગ્રેસ  

1087 જીત્યા
તીલાબેન નયનભાઈ ગાભાવાળા 


કોગ્રેસ  

1067 જીત્યા
સંજય કે.શાહ 

 

કોગ્રેસ 

 

813 હાર્યા
અનંત જી.ચૌહાણ 

 

બી.એસ.પી 83 હાર્યા
દિલીપભાઈ ડાહ્યાભાઈ પટેલ 


ભા.જ.પ 911 જીત્યા
અરવિંદભાઈ લલ્લુભાઈ પટેલ 


ભા.જ.પ 1149 જીત્યા
છાયાબેન ભરતભાઈ ભટ્ટ 


ભા.જ.પ 895 જીત્યા
મક્સુદ વ્હોરા 

 

કોગ્રેસ 

 

378 હાર્યા
રમીલાબેન કે.પટેલ 

 

કોગ્રેસ 

 

575 હાર્યા
પિયુષ શુક્લ 

 

કોગ્રેસ 

 

512 હાર્યા
પરેશ એમ.ભટ્ટ 

 

બી.એસ.પી 171 હાર્યા
કેતનકુમાર વ્હોરા 

 

બી.એસ.પી 182 હાર્યા

ઉમરેઠમાં ભાજપનો કમાલ કોગ્રેસનું ભોપાળું


– વોર્ડ નં.૮માં ભાજપના વિષ્ણુભાઈ પટેલ અને કોગ્રેસના સુભાષભાઈ શેલતનો વિજય

ઉમરેઠ પાલિકાની  ચુંટણીમાં ભાજપને ૧૮ બેઠકો સાથે ચોખ્ખી બહૂમત મળી હતી. કોગ્રેસના ફાળે માત્ર ૯ બેઠકો આવતા ઉમરેઠમાં સત્તાનું પૂર્નાવર્તન થયું છે. ઉમરેઠની કુલ ૨૭ બેઠકો માટે ઉમરેઠના સ્ટેશન રોડ ઉપર આવેલ ટાઊન હોલમાં સવારે ૯ કલાકે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ભાજપે પહેલા વોર્ડથીજ જીતના શ્રી ગણેશ કર્યા હતા. પહેલા વોર્ડમાં ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ રજનીભાઈ પટેલના પત્નિ નીતાબેન પટેલનો વિજય થયો હતો જ્યારે વોર્ડ નં.૧માં એક બેઠક ઉપર કોગ્રેસે વિજય મેળવી સૌ કોઈને અચરજમાં મુકી દીધા હતા. જ્યારે બીજી બાજૂ વોર્ડ નં.૫માં ભાજપની પેનલનો ભવ્ય વિજયો હતો જ્યારે પહેલી પંદર બેઠકોના પરિણામ જાહેર થયા ત્યાર થીજ ભાજપમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું હતું ભાજપના કાર્યકરો અને ઉમેદવારોના સમર્થકો બેન્ડ બાજા ડી.જે સાથે મેદાનમાં આવી ગયા હતા જ્યારે પહેલી ૧૫ જાહેર થયેલ બેઠકમાં ૧૧ ભાજપ અને ૪ કોગ્રેસના ફાળે ગઈ હતી ત્યાર બાદ વોર્ડ નં૬ થી વોર્ડ નં.૯ની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં વોર્ડ નં.૬ માં ભજપ અને વોર્ડા નં.૭માં કોગ્રેસની પેનલ બાજી મારી ગઈ હતી જ્યારે સૌથી વધુ ચર્ચા સ્પદ અને બંન્ને પક્ષોના દિગ્ગજ ઉમેદવારો જે વોર્ડમાં હતા તે વોર્ડ નં.૮માં ભાજપ માંથી માત્ર પૂર્વ ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલનો વિજય થયો હતો જ્યારે કોગ્રેસના પૂર્વ ધારાસભ્ય સુભાષભાઈ શેલત અને મહિલા બેઠક ઉપર તીલાબેન ગાભાવાળાનો વિજય થયો હતો જ્યારે વોર્ડ નં.૮માં ભાજપના ઉપ-પ્રમુખ રહેલ સુધાબેન શાહનો પરાજય થતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. ત્યાર બાદ વોર્ડ નં.૯ માં ભાજપની પેનલનો ઝળહળતો વિજય થયો હતો.

આ પહેલા તાજેતરમાં ” આપણું ઉમરેઠ ” બ્લોગમાં નગરપાલિકામાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તે અંગે એક પોલ કરવામાં આવ્યો  હતો જેમાં પણ ભાજપનો વિજય થશે તેમ લગભગ ૫૮ ટકા લોકોએ જણાવ્યું હતુ જ્યારે કોગ્રેસનો વિજય થશે તેમ માત્ર ૪૨ ટકા લોકો વિશ્વાસ ધરાવતા હતા.

ઉમરેઠમાં ભાજપનો કમાલ , કોગ્રેસનો રકાસ..!


વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસના માજી ધારાસભ્યો વિષ્ણુભાઈ પટેલ , સુભાષભાઈ શેલત અને તીલાબેન ગાભાવાળાનો વિજય

ભાજપ – ૧૮

કોગ્રેસ – ૯

ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રિન્સીપાલને ચુંટણીમાં પ્રોટોકોલ ભંગ કરવા બદલ કારણ દર્શક નોટીશ


  • પ્રિન્સીપાલએ લેખિત માફી માગી ભૂલ કબુલી
  • ચુંટણી બાદ ઈ.વી.એમ મશીન શીલ કરવા પ્રિન્સીપાલને જાતે બેસવું પડ્યું

ઈ.વી.એમ મશીનને શીલ મારવા સેંટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સીપાલે બેસવું પડ્યું

ઉમરેઠ ડાકોર માર્ગ ઉપર આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સીપાલને તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં પ્રોટોકોલનો ભંગ કરવા બદલ કારણ દર્શક નોટીશ આપતા ખળભળાટ થઈ ગયો છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણી સમયે સેંન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલનું મકાન મતદાન સામગ્રી મુકવા, મતદાન સ્ટાફને તાલીમ આપવા, તથા મત ગણતરીની કામગીરી માટે નક્કી કરવામાં આવ્યું હતૂં.

આ અંગે સેંન્ટ ઝેવિયર્સ સ્કૂલના તંત્રને ચુંટણી પંચ ધ્વારા લેખિત જાણ પણ કરવામાં આવી હતી અને ચુંટણી સુધી સેંટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સીપાલની ઓફિસ સતત ખુલ્લી રાખવા તંત્ર ધ્વારા શાળાના પ્રીન્સીપાલને સતત સુચનાઓ પણ આપવામાં આવી હતી જ્યારે તાજેતરમા જિલ્લા કલેક્ટરએ ઉમરેઠ ખાતે સેંટ ઝેવિયર્સ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરવા શાળાની ચુંટણી લક્ષી મુલાકાત કરી હતી જ્યારે આ સમયે શાળામાં પ્રિન્સીપાલની ઓફિસ બંધ રાખવામાં આવી હતી અને તાળું મારવામાં આવેલ હતું જેથી જિલ્લા કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓએ મામલતદાર કચેરીએ બેઠક કરવી પડી હતી.

સેંન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રીન્સીપાલને સતત ઓફિસ ખુલ્લી રાખવા સુચણો આપ્યા હોવા છતા પણ તેઓ આમ કરવામાં નિષ્ફળ નિવળ્યા હતા અને તેઓ ધ્વારા પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો હતો જેથી તેઓ વિરૂધ્ધ ચુંટણી જેવી અગત્યની કામગીરીમાં અસહકાર કરવા બદલ લોક પ્રતિનિધિત્વ ધારો ૧૯૫૦ની જોગવાઈ મુજબ શિક્ષાત્મક પગલા કેમ ન લેવા તેનો લેખિત ખુલાસો માગવામાં આવ્યો છે.

વધુમાં પ્રોટોકોલનો ભંગ કરવા બદલ કારણ દર્શક નોટીશ મળતા શાળાના પ્રિન્સીપાલ ધ્વારા લેખિતમાં માફી માગવામાં આવી હતી ત્યારે તંત્ર ધ્વારા જીલ્લા તાલુકાની ચુંટણીના ઈ.વી.એમ મશીનને શીલ મારવા માટે ખુદ પ્રિન્સીપાલને કામે લગાડી પ્રીન્સીપાલની હેકડી ઉતારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે તંત્રના આવા કડક વલણથી શિક્ષણ જગતમાં પ્રિન્સીપાલ અંગે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પ્રિન્સીપાલ હંમેશા વિવાદમાં જ રહે છે…!

તાજેતરમાં ડાકોરના કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં ગાડીને પંક્ચર પડ્યું હોવાથી મોડા આવ્યા હતા ત્યારે આ પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો અને વિવાદમાં આવ્યા હતા તેમજ ઉમરૅઠના એક ઉચ્ચ સરકારી અધિકારીના પૂત્રને પણ ખોટી રીતે શાળામાં ફટકારી આ સરફરેલા પ્રીન્સીપાલે વધુ વિવાદ છેડ્યો હતો જ્યારે કેટલાક વિધ્યાર્થીઓના વાલીઓ ધ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવનાર છે તેમ ચર્ચાઈ રહ્યું છે.

ઉમરેઠ નગરપાલિકાની ચુંટનીમાં ઉમેદવારોના ભાવી ઈ.વી.એમમાં સીલ – ૭૨.૬૪ ટકા મતદાન


– ઉમેદવારો ઉપર મતદારો આફરીન

ઉમરે નગરમાં વોર્ડ નં.૮માં થોડી ચહેલ પહેલ તેમજ રગજકને બાદ કરતા સમગ્ર ઉમરેઠના તમામ વોર્ડમાં ચુંટણી પ્રક્રીયા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી જ્યારે વોર્ડ નં.૮માં પહેલેથી હાઈ ટૅન્શન ડ્રામા હોવાને કારણે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે થોડી રગજક થઈ હતી પરંતુ મામલો વધુ બિચકે તે પહેલા તંત્ર અને કેટલાક સમજૂ નાગરીકોએ બાજી સંભાળી લેતા વોર્ડ નં.૮માં પણ એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતૂ.

વધુમાં સવારથી ઉમરેઠના વિવિધ મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા આવી પહોંચ્યા હતા જ્યારે બપોર પછી આ ઘસારો પ્રમાણમાં ઓછો થયો હતો જ્યારે બપોર પછી તમામ ઉમેદવારના કાર્યકરો પોતાના સમર્થકો સાથે વિવિધ વોર્ડ માંથી મતદારોને મતદાન કરવા આવવા અપીલ કરવા આવ્યા હતા જ્યારે કેટલાય મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે જેતે પક્ષના કાર્યકરોએ વ્યવસ્થા પણ કરી હતી. ઉમરેઠમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.૪ માં અને સૌથી ઓછું મતદાન વોર્ડ નં.૯ માં થયું હતું

 

વૃધ્ધોને પણ મતદાન મથકે લાવવામાં આવ્યા..

 

 

 

 

કુલ મતદાર થયેલ મતદાન

વોર્ડ નં

પુરુષ સ્ત્રી કુલ પુરુષ સ્ત્રી

ટકા

 

1448 1308 2756 1055 926 71.88%`

 

1221 1109 2230 961 870

78.58%

 

1226 1149 2375 898 726

68.38%

 

1413 1312 2725 1139 1019

79.19%

 

1415 1392 2807 1119 976

74.63%

 

1349 1285 2634 998 954

74.11%

 

1366 1237 2603 957 779

66.69%

 

1446 1361 2807 1061 980

72.71%

૯ 

 

1327 1228 2555 924 796

67.32%

https://aapnuumreth.wordpress.com/

કુલ મતદાન – ૭૨.૬૪

મતદાન


આજે આપણો દિવસ છે, આપણો એટલે સામાન્ય નાગરિકનો, આજે આપણા ઉમરેઠમાં નગરપાલિકાની ચુંટની છે. મેં તો લાંબી લાઈનથી બચવા સવારના પહોરમાં મતદાન કરી દીધુ, પ્રમાણમાં દર વર્ષની જેમ સવારના સમયે વધારે લોકો બુથ ઉપર દેખાયા લાગે છે બધા મારી જેમ લાઈનથી બચવા વહેલા મતદાન કરવા આવ્યા હશે.

આજે ચાલુ દિવસે ચુંટની છે જેથી મતદાન ઓછું થાય તેવી શક્યતા છે છતા પણ ઉમરેઠ નગરપાલિકાની ચુંટનીમાં અને તે પણ અમારા વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસ બંન્ને ના મોટા માથા આમને સામને હોવાથી બહારગામના લોકોને પણ ઉમરૅઠમાં મતદાન કરવા માટે બંન્ને પક્ષ ધ્વારા આયોજન કરાયા છે.

જોઈયે હવે ૨૩મીએ શું થાય છે…

ઉમરેઠ નગરપાલિકામાં સત્તા ઉપર કોણ આવશે…?


થોડા દિવસ પહેલા “આપણું ઉમરેઠ” બ્લોગમાં ઉમરેઠ નગરપાલિકામાં સત્તા ઉપર કોણ આવશે મુદ્દા ઉપર એક પોલ યોજવામાં આવ્યો હતો. જેનું પરિનામ નીચે મુજબ છે.

ઉમરેઠ નગરપાલિકામાં ખુબજ ટૂંકા અંતરથી ભાજપ બાજી મારી જાય તો નવાઈ નહિ પરંતું કોગ્રેસ ધ્વારા પણ મરણિયો પ્રસાય કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલમાં તો બંન્ને પક્ષ ધ્વારા ફિંગર ક્રોસ કરવામાં આવી છે જોઈયે હવે ૨૩મીએ શું થાય છે.

ઉમરેઠના બી.એસ.પી ઉમેદવાર ઉપર થયેલ હુમલો બનાવટી નિકળ્યો…!


ઉમરેઠ નગરના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ઉમેદવારએ ચુંટણી માટે મતદારોની સહાનુભૂતિ મેળવવા પોતાનું જ અપહરન થયું હોવાની તરકટ રચી હોવાની વાત બહાર આવતા ઉમરેઠ નગરમાં આ અપક્ષ ઉમેદવારની કરતુત ઉપર સૌ કોઈ ફિટકાર વર્ષાવી રહ્યા છે.

વધુમાં વોર્ડ નં.૮ માં ભાજપ અને કોગ્રેસના બે દિગ્ગજ માજીધારાસભ્યો આમને સામને છે અને વોર્ડ નં.૮માં પહેલેથી ચુંટણીને લઈ વાતાવરણ ગરમ છે, ત્યારે વોર્ડ નં.૮ માં બી.એસ.પી ના ઉમેદવારે વોર્ડ નં.૮ માં પોતાના અપહરનનું નાટક કરી મતદારોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો જે નો પર્દાફાશ ઉમરેઠ પોલિસે ગણતરીના કલા માં જ કરી દીધો હતો.

આ અંગે વધુ વાંચવા અહિયા ક્લિક કરો

ઉમરેઠના વોર્ડ નં.૮ના ઉમેદવારને ઉઠાવી જઈ અજાણ્યા ઈસમોએ ફટકાર્યો…!


ઉમરેઠના વોર્ડ નં.૮ માંથી બી.એસ.પ ના ઉમેદવાર તરીકે ચુંટણી લડતા અનંત ચૌહાણ ને કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી જઈ મૂઢ માર મારતા નગરમાં ચકચાર ફેલાઈ ગઈ છે અને ચુંટણીને લઈ વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે.

વધુમાં વોર્ડ નં.૮ના બી.એસ.પી ઉમેદવાર અનંત ચૌહાણ પોતાના કામ અર્થે બાઈક લઈ આનંદ ગયા હતા જ્યારે પાછા ફરતા સમયે જાખલા લીંગડા માર્ગ ઉપર એક કાર માંથી અજાણ્યા ઈસમો ઉતરી તેને રોક્યો હતો જ્યારે અનંત કાંઈ સમજે તે પહેલા તેને ઉઠાવી ગાડીમાં બેસાડી મોં માં ડુચો મારી દીધો હતો અને ખુબ માર્યો હતો જ્યારે થોડીજ વારમાં અનંત બેભાન થઈ ગયો હતો જ્યારે આ ઈસમોએ આણંદ પાસે મોગરી ગામ નજીક એક જગ્યાએ રોડની બાજૂમાં ફેંકી દીધો હતો.

અનંતને ઘાયલ હાલતમાં જોતા કેટલાક લોકોએ ૧૦૮ બોલાવી હતી અને તેની સારવાર કરાવી હતી જ્યારે અનંત હોશમાં આવતા ઉમરેઠ પોતાના મિત્રો અને સ્વજનોને પોતાની સાથે ઘટેલ ઘટના અંગે જાણ કરી હતી. અને અનંતે ઉમરૅઠ આવી પોલીસ સમક્ષ હાજર થઈ આ અંગે ફરિયાદ કરી હતી હવે ઉમરેઠ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ઉમરેઠના વોર્ડ નં.૮ ના બી.એસ.પી ઉમેદવાર ઉપર થયેલા હૂમલાના પગલે સમગ્ર ઉમરેઠ નગર સ્તબ્ધ થઈ ગયું છે ત્યારે કેટલાક લોકો તેમ પણ ચર્ચા કરી રહ્યા છે કે આ રાજકિય નહિ પરંતું અંગત અદાવત પણ આ ઘટના પાછળ જવાબદાર હોય તેમાં કોઈ શંકા નથી જે પણ હોય તે પણ હાલમાં ઉમરેઠ પોલિસ આ અંગે ઉડી તપાસ કરી રહી છે.

તસ્વીર તેમજ વિડીયો જોવા અહિયા ક્લીક કરો

ઉમરેઠ વારાહિ માતાજીના હવન દર્શન * એક્સલુઝીવ વિડીયો *


આ હવનનું ઐતિહાસીક મહત્વ જાણવા માટે અહિયા ક્લીક કરો..

આ ફોટો જોઈ શું વિચારો છો..?


કેટલો સરસ ફોટો છે, વાંદરા કેવી સરસ મઝા થી ખાય છે, આજે તો વાંદરાને જલસા પડી ગયા..વિગેરે વિગેરે કેટલાય વિચાર મગજમાં આવે પણ એક બીજી વાત પણ વિચારવા જેવી છે બુફે લંચ કે ડિનરમાં આપણે કેટલો બધો બગાળ કરીએ છે.

ઉમરેઠની નવા જૂની


  • ઉમરેઠનો મિજાજ હાલમાં રંગીન અને ગરમ પણ છે.
  • રંગીન એટલા માટે નવરાત્રિનો આજે છેલ્લો દિવસ છે, પણ ઉમરેઠમાં આજે ગરબા નહિ થાય આજે ઉમરેઠમાં વારાહિમાતાજીનો હવન યોજાશે.
  • ગરમ એટલા માટે નગરમાં ચુંટણીને લઈ માહોલ ખૂબ ગરમ છે. આટલો ગરમાવો ચુંટણીનો મેં ક્યારે પણ નથી જોયો.
  • ગઈકાલે બપોરે કોગ્રેસના સંસદ સભ્ય ભરત સોલંકી નગરમાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં પોતાના કાર્યકરો સાથે લોકસંપર્ક કરી કોગ્રેસની નૈયા પાર પાડવાનો પ્રયાસ કર્યો હતો આમ જોવા જઈયે તો કોગ્રેસે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.
  • ગઈકાલે રાત્રે કોગ્રેસના અગ્રણી સુભાષભાઈ શેલતે ઓડ બજાર સ્વામિનારાયણ મંદિર બહાર જાહેર સભા યોજી હતી અને નગરમાં પરિવર્તન લાવવા જનતાને આહવાન કર્યું હતું.
  • ખેર.. સુભાષભાઈ શેલતે ભાજપ ઉપર કરેલા આક્ષેપોનો જવાબ હવે ભાજપ કેવી રીતે આપશે તે આવનારો સમય બતાવશે
  • ચુંટણીને લઈ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે, કેટલાક કાર્યકરો તો ડબલ ઢોલકી અભિગમ અપનાવી રહ્યા છે, ફુલવડી કોગ્રેસની અને દહી ભાજપનું ખાઈ રહ્યા છે. ત્યારે વોટ કોણે આપશેએ રામ જાણે..!

ચાલો ત્યારે ઉમરેઠની વધુ પંચાત સાથે ફરી મળીશું આવતા રહેજો, વાંચતા રહેજો અને હા મહેરબાની કરી તમારો ખ્યાલ રાખજો…!