આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2014

કારાવાસ દરમ્યાન ગાંધીજીએ પણ જેલમાં શ્રીમદ્ ભગવત કથાનું રસપાન કર્યું હતું – પૂ.ભાઈશ્રી


શ્રીમદ્ ભાગવત કથાના રસપાનથી જીવનમાં અનેક પડાવે સફળ થવાની ચાવી મળે છે.

3

આજે ઉમરેઠના સંતરામધામ ખાતે કથાના પ્રથમ દિવસે ભાઈશ્રી રમેશ ઓઝાએ કથાનું રસપાન કરાવતા શ્રીમદ્ ભગવત કથાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્ય કરતા સમયે આપતે જે તે કાર્ય શા માટે કરીયે છે…? તેનાથી આપણે શું મળશે..? તે માહીતી આપણી પાસે હોવી ખુબજ જરૂરી છે આપણ કાર્ય જ શા માટે કરીયે છે તે જ આપણને ખબર ન હોય તો કરેલ કાર્યના ફળથી આપણે વંચિત રહીયે છે. તે માટે શ્રીમદ્ ભગવત કથાનું રસપાન કરતા પહેલા કથાનું મહત્વ સમજવું ખુબજ જરૂરી છે. તેઓએ ઉમેર્યું હતુ કે, આપણે વિવિધ તિર્થસ્થળો પર ભગવાનના દર્શન કરવા જઈયે ત્યારે પણ જેતે તિર્થ સ્થળનું પણ મહત્વ જાણવું જરૂરી છે. ભગવત ગીતા, રામાયણ તેમજ મહાભારત ગ્રંથોના મહત્વનો પણ તેઓએ ઉલ્લેખ કરી જણાવ્યું હતુ કે આવા ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ આપણા જીવનમાં ખૂબજ ઉપયોગી સાબીત થાય છે. શ્રીમદ્ ભગવત એક રીતે ભજન છે અને જીવન દરમ્યાન સતત આપણે તે ભજન ગાતાજ હોઈયે છે. તેઓએ જણાવ્યું હતુ કે, ગાંધીજી જ્યારે જેલમાં હતા ત્યારે તેઓએ પણ પંડિત મદનમોહન માલ્વીના મુખે શ્રીમદ્ ભગવત કથાનું રસપાન કર્યું હતું. આ ઉપરાંત ગાંધીજીએ ગીતાનું પણ પઠણ કર્યું હતુ અને ગીતાને “અનાશક્તિ”નું ઉપનામ આપ્યું હતું. આજે કથાના પ્રથમ દિવસે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ સહીત સંતરામ મંદિરની વિવિધ શાખાના સંત મહંતશ્રી તેમજ પૂ.મોરારીબાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય યજમાન દેવાંગભાઈ પટેલ(ઈપ્કોવાળા), પરમાનંદભાઈ પટેલ (સૂર્ય પરિવાર-ઓડ) સહીત ભક્તોએ આરતીનો લાહ્વો લીધો હતો.

તિર્થ સ્થાનોને સ્વચ્છ રાખવા જરૂરી – પૂ.ભાઈશ્રી

રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી)એ ઉમરેઠ ખાતે કથાના પ્રથમ દિવસે સ્વચ્છતા જાળવવા ઉપર ભાર મુક્યો હતો, સાથે તેઓએ જણાવ્યું હતુ કે ખાસ કરીને ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા ખુબજ જરૂરી છે. ધાર્મિક સ્થળો પર તિર્થયાત્રીઓ મન સ્વચ્છ કરવા ભગવાનની શરણમાં જાય ત્યારે જ્યાં ભગવાનનો વાસ હોય તેજ ધામમાં ગંદકી હોય તે યોગ્ય નથી. જેથી તિર્થધામોમાં સ્વચ્છતા જાળવવા તેઓએ લોકોને અપીલ કરી હતી.

ઉમરેઠમાં ગિરિરાજધામ ખાતે પાટોત્સવની ઉજવણી


શોભાયાત્રા તેમજ કુંનવારા દર્શનનો ભક્તોએ લાહ્વો લીધો.

1

ઉમરેઠના ગીરીરાજધામે ગીરીરાજજીના પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠની સાત સ્વરૂપની હવેલી ખાતેથી શોભાયાત્રા નિકળી હતી અને નગર વિહાર કરી ગીરીરાજધામ ખાતે પહોંચી હતી. શોભાયાત્રામાં છબુબાવાશ્રી ખાસ ઉપસ્થિત રહેતા વૈષ્ણવો ભારે ઉત્સાહીત થઈ ગયા હતા. ગીરીરાજધામ ખાતે કુંનવારાના દિવ્ય દર્શનનો લાભ લેવા ભક્તોની ભારે ભીડ જામી હતી આ સમયે જગદગુરુ પંચમ પીઠાધીશ્વર ગો.શ્રી.વલ્લભાચાર્ય મહારાજશ્રીએ આશિર્વચન આપ્યા હતા, તેઓએ જણાવ્યું હતુ કે, છેલ્લા બે મહીનાથી ઉમરેઠની ભૂમિ પર અનેક ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે. સાક્ષાત શ્રીનાથજીના સ્વરૂપ શ્રી ધ્વજાજીની પણ તાજેતરમાં ઉમરેઠ ખાતે પધરામની કરવામાં આવી હતી જેથી ખરા અર્થમાં ઉમરેઠ છોટે કામવન તરીકે યથાર્ત બન્યું છે

ઉમરેઠ રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશન સુવિધા આપવાની માંગ


અંગ્રેજોના જમાનામાં જ ઉમરેઠને રેલ્વે સ્ટેશનની સુવિધા મળી ગઈ હતી, પર્ંતુ ઉમરેઠનું રેલ્વે સ્ટેશન વર્ષો થી જે તે સ્થિતિ માંજ હોવાને કારણે નગરજનો માટે રેલ્વે સ્ટેશન શોભાના ગાઠીયા સમાન બની ગયું છે. ઉમરેઠ રેલ્વે સ્ટેશન પર રીઝર્વેશનની સુવિધા પણ ન હોવાને કારણે ઉમરેઠ સહીત આજૂ બાજૂના ગામના લોકોએ ડાકોર અથવા આણંદ સુધી રીઝર્વેશન કરવા લાંબા થવું પડે છે. આણંદ અને ડાકોર રેલ્વે સ્ટેશન પર લોકલ લોકો પહેલેથી રીઝર્વેશન માટે લાઈનમાં હોવાને કારણે બહારથી જતા લોકોએ નિરાશ થવાનો વારો આવે છે. જો ઉમરેઠમાં રેલ્વે રીઝર્વેશનની સુવિધા આપવામાં આવે તો ઉમરેઠ સહીત આજૂબાજૂના ૪૨ ગામડાના લોકોને સદર સુવિધાનો લાભ મળી શકે તેમ છે આ ઉપરાંત લોકોનો સમય અને પૈસાનો પણ બચાવ થઈ શકે છે. ભૂતકાળમાં ઉમરેઠને રેલ્વે રાજ્યમંત્રી સાંસદ સભ્ય તરીકે પણ સાંપડ્યા હતા પરંતુ ઉમરેઠ રેલ્વે સ્ટેશનમાં સુવિધામાં કોઈ પણ વધારો થયો ન હતો. હાલમાં ઉમરેઠ પાસે રાજ્ય સભાના સાંસદ તેમજ લોક સભાના સાંસદ છે ત્યારે ઉમરેઠના રેલ્વે સ્ટેશનને સુવિધાજનક બનાવવા માટે કોઈ નક્કર પગલા ભરે તેમ પ્રજાજનો લાગણી સાથે માગણી પ્રગટ કરી રહ્યા છે. વધુમાં ઉમરેઠ રેલ્વે સ્ટેશન માત્ર આણંદ અને ગોધરા સાથે જ સીધી જોડાયેલ છે, અમદાવાદ જવા માટે એક ટ્રેન ઉપલબ્ધ કરવામાં આવી છે પણ તેનો સમય અટપટો હોવાને કારણે વહેપારી વર્ગ તેનો ઉપયોગ કરે તેમ નથી. આ ઉપરાંત ઉમરેઠ થી વડોદરા માટે પણ સીધી ટ્રેન સેવા શરૂ કરવામાં આવે તેવી લોકો લાગણી પ્રગટ કરી રહ્યા છે.

ભ્રષ્ટ્રાચારની હદ વટાવાઈ હોવાના આક્ષેપો સાથે ઉમરેઠ નગરપાલિકાના સત્તાધીશો વિરુધ્ધ ફરતી થયેલી નનામી પત્રિકા..!


ઉમરેઠના બુધ્ધિજીવી વર્ગનો સીધો સવાલ “જો પાલિકામાં ખરેખર ભ્રષ્ટાચાર થતો જ હોય તો નનામિ પત્રિકા ફરતી કરતો નગરનો જાગૃત યુવાન શા માટે કાયદેસરની કાર્યવાહી નથી કરતો…? શું પાલિકા દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટ્રાચારમાં આ જાગૃત યુવાનને પુરતો હીસ્સો નહી મળતો હોય..?”

ઉમરેઠ નગરમાં અવાર નવાર પાલિકાના સત્તાધીશો વિરૂધ્ધ અવનવી ભેદી પત્રિકાઓ ફરતી થવાનો શીલશીલો યથાવત્ છે. તાજેતરમાં ઉમરેઠના કેટલાય નામાંકિત લોકોને ટપાલ દ્વારા નગર પાલિકાના સત્તાધીશો દ્વારા ચલાવવામાં આવતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. વધુમાં ઉમરેઠમાં ફરતી થયેલી સદર ભેદી પત્રિકામાં નગરના પહેલી હરોળના નેતાઓને પણ ઉચ્ચારી નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે મૂક પ્રેક્ષક બની આંક આડા કાન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સમયાંતરે ફરતી થતી પત્રિકાને લઈ નગરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. નગરના બુધ્ધિજીવીઓ કહી રહ્યા છે કે જો ખરેખર નગરપાલિકામાં ભ્રષ્ટાચારા થતો હોય તો કાયદાકીય રીતે શા માટે તેની સામે લડત આપવામાં નથી આવતી..? કહેવાતો ઉમરેઠનો જાગૃત યુવાન ખરેખર નગર પાલિકામાં થતા ભ્રષ્ટ્રાચારથી વાકેફ હોય તો શા માટે કાયદાકીય રીતે તેમજ ખાતાકીય રીતે પગલા નથી ભરતો..? નગરમાં તો તેવી પણ ચર્ચા થઈ રહી છે કે, ઉમરેઠ પાલિકામાં થતા ભ્રષ્ટાચારમાં ભાગ પાડવામાં વ્હાલા દલવાની નિતિ ચાલતી હોવાને કારણે આવી પત્રિકાઓ આકાર પામે છે.

એક તરફ નગરપાલિકાના સત્તાધીશો સામે પત્રિકા ફરતી થઈ છે ત્યારે બીજૂ બાજૂ નનામી પત્રિકાને બાજૂમાં મુકી નગરમાં વિકાસ કાર્યો શરૂ થઈ ગયા છે. ગઈ કાલ થી જ નગરના ઓડ બજાર વિસ્તારમાં નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે આગામી દિવસોમાં ચોકસી બજાર, દરજીવાડના નાકા સહીતના વિસ્તારોને પણ આવરી લેવાના હોવાનું પાલિકાના વિશ્વાસ પાત્ર સુત્રો તરફથી જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ઉમરેઠના રામ તળાવનું બ્યુટીફીકેશનનું કામ બંધ પડ્યું હતુ તે પણ વેગ સાથે શરૂ થઈ ગયું છે.

કહેવાતા જાગૃત યુવાનો નનામિ પત્રિકાઓ ફરતી કરી પાલિકામાં થતા ભ્રષ્ટાચારથી નગરજનોને વાકેફ કરવાનું સુંદર કાર્ય કરી રહ્યા છે તો તેઓએ પ્રજાજનોના ઉધ્ધાર માટે એક ડગલું આગળ આવી ભ્રષ્ટાચાર સામે લડત આપવા કાયદેસરની કાર્યવાહી કરવી જોઈયે. ભ્રષ્ટાચારની ફરિયાદ કલેક્ટર,મુખ્યમંત્રી સહીત ઉચ્ચ કક્ષાએ કરવી જોઈયે તેમ નગરના બુધ્ધિજીવીઓ મત પ્રગટ કરી રહ્યા છે.

ઉમરેઠ જ્યુબિલિ સ્કૂલના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી


 j_umreth01J_umreth_2

ઉમરેઠ જ્યુબિલિ ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલીત ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનના સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી શાળા પટાંગણમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહના આશિર્વચનદાતા પદે બ્ર.કુ.જાગૃતિબેન, અધ્યક્ષ પદે નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા(મુંબઈ)મુખ્ય મહેમાન પદે વિકેશભાઈ જયંતિલાલ સુત્તરીયા (અમદાવાદ) તેમજ અતિથિ વિશેષ પદે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી), પરમાનંદભાઈ જે. પટેલ(સૂર્ય પરિવાર-ઓડ),જગદીશભાઈ શ્રોફ,કિરીટભાઈ ચંપકલાલ ગાભાવાળા સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ શૈક્ષણિક ક્ષેત્ર્રે અગ્રેસર તેવી ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલની પ્રશંશા કરતા જણાવ્યું હતુ કે, આ શાળામાં અભ્યાસ કરી ચુકેલા કેટલા વિદ્યાર્થીઓ આજે સમાજમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. ઉમરેઠની જ્યુબિલી સ્કૂલ દ્વારા વર્ષોથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્ર સહીત સમાજમાં ગૌરવભેર રહેવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે જે બહુમુલ્ય છે.

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી)એ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલ દ્વારા વર્ષોથી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું સિંચન કરવામાં આવે છે તે ધન્યતાને પાત્ર છે. જ્યારે ચરોતરમાં આંગળીના વેઢે સ્કૂલોની ગણતરી થતી હતી ત્યારે પણ ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલનું નામ પહેલું આવતું હતું. તેઓએ શાળામાં ગ્રાન્ટ તેમજ બ્લોગ પેંગવીન કરાવ્યું હોવાથી શાળા પરિવારે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે પ્રત્યુત્તરમાં તેઓએ જણાવ્યું હતુ કે, પ્રજાજનો સરકારને ટેક્ષ આપે છે અને બદલામાં સરકાર તેઓને સુવિધા આપે છે જેથી તેઓએ શાળાને જેકાંઈ આપ્યું છે તે સમાજમાં રહેલા લોકોના જ પૈસા થી આપ્યું છે. કોઈ પણ નેતા પોતાના ખિસ્સા માંથી કાંઈ આપતા નથી તેમ કહી તેઓએ કટાક્ષ કરતા ઉમેર્યું હતુ કે હું ધારાસભ્ય તરીકે સ્કૂલ માટે કાંઈ કરું અથવા બીજા પક્ષના કોઈ નેતા સ્કૂલ માટે કાંઈ કરી જાય તે તેઓની ફરજ જ છે અને નેતાઓ કામ કરવા માટે જ હોય છે. તેઓના સદર કટાક્ષ ઉપર ઉપસ્થિત મેદનીમાં હાસ્યનું મિજૂ ફરી વળ્યું હતું.

શાળાની વ્યવસ્થાપક કમિટિના ભાનુભાઈ પરીખ,જગમોહનભાઈ પટેલ,ભીખુભાઈ દવે, અરવીંદભાઈ સુત્તરીયા,હેમાંશુંભાઈ ચોકસી સહીત વિરેન્દ્રભાઈ મહેતા તેમજ શાળાના શિક્ષકો અને સ્ટાફ ની કામગીરીની પ્રશંશા કરતા મહાનુભાવોએ જણાવ્યું હતુ કે સદર શૈક્ષણિક સંસ્થાને આગળ લાવવા માટે તેઓની મહેનત નોંધણીય છે. વિશેષમાં ઉદ્યોગ પતિ નવીનભાઈ ચીમનલાલ સુત્તરીયા દ્વારા પ્રપોઝ્ડ જ્યુબિલિ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ અંગે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો. પ્રવર્તમાન સમયને અનુરૂપ ઈગ્લિસ મિડીયમ સ્કૂલ સંસ્થા દ્વારા ટુંક સમયમાં કાર્યરત બનશે તેમ નવીનભાઈ સુત્તરીયાએ જણાવ્યું હતું. સમારોહને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો સહીત સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠમાં શ્રીનાથજીના સાક્ષાત સ્વરૂપ શ્રી ધ્વજાજીની પધરામણી


image image image image image image image image image image image image image image