આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: August 2018

સ્વ.અટલજીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા.. ઉમરેઠ શહેર ભાજપ યુવામોરચા દ્વારા વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો.


મેડીકલ કેમ્પમાં ૧૦૦ થી પણ વધુ લોકોએ ભાગ લીધો.
bjpym1bjpym
 
ઉમરેઠ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલજીને શ્રધ્ધાજલિ અર્પણ કરવા આજે સવારે ૯ થી ૧૨ કલાકે વિનામુલ્યે મેડીકલ કેમ્પનું આયોજન નગરના વાંટા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું સદર કેમ્પમાં ર્ડો.મોર્યએ પોતાની સેવાઓ આપી હતી જેમાં સ્થાનિકોને ડાયાબીટીસ, બ્લડપ્રેશર, તાવ, ના દર્દીઓને તપાસી જરૂરીયાતમંદ દર્દીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કેમ્પમાં ઉમરેઠ શહેર યુવા મોરચાના પ્રમુખ આવૃત પટેલ, મહામંત્રી કૌટીલ્ય બાવાવાળા, તાલુકા પ્રમુખ ગૌરાંગભાઈ, જિલ્લા ઉપ-પ્રમુખ હર્ષ શહેરાવાળા સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને કેમ્પમાં આવેલા લાભાર્થીઓને સરકારીની મા કાર્ડ અંગે સમજ આપી હતી. સદર કેમ્પમાં માં કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો, સહીત મા કાર્ડ કયા રોગમાં તેમજ નજદીકની કઈ હોસ્પિટલમાં ચાલે છે તે અંગે પણ લોકોને સમજ આપવામાં આવી હતી. સમગ્ર સુંદર આયોજન બદલ શહેર પ્રમુખ સુજલ શાહએ યુવા મોરચાની ટીમનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. સદર મેડીલક કેમ્પમાં ૧૦૦ થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો અને સચા અર્થમાં યુવા મોરચા દ્વારા સ્વ.અટલજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

ઉમરેઠ – ચંન્દ્રમુળેશ્વર મહાદેવ શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ સુંદરકાંડ પાઠનું આયોજન


શ્રાવણમાસના છેલ્લા સોમવારે ભોલેનાથ નગરયાત્રાએ નિકળશે.
g1
 
ઉમરેઠના ઐતિહાસિક શ્રી ચંન્દ્રમુળેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારે તા.૩.૯.૨૦૧૮ના રોજ વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવશે. આ સમયે સાંજે ૪.૩૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નિકળશે અને ભોલેનાથ નગરયાત્રા કરી ઘરે બેઠા ભક્તોને દર્શન આપશે ઉલ્લેખનીય છે કે વર્ષમાં એક જ વાર ભોલેનાથ સ્વયંમ ભક્તોને દર્શન આપવા નગરયાત્રા કરે છે. સાંજે ૮.૩૦ કલાકે શ્રી નિર્ગુણદાસજી મહારાજ (સંતરામ મંદિર, નડિયાદ)ના સ્વરે શિવ મહિમ્ન સ્તોત્ર તેમજ શ્રી સત્યદાસજી મહારાજ (સંતરામ મંદિર,નડિયાદ)ના કંઠે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદસજી મહારાજ તેમજ સ્વામિ મુદિતવદનાનંદ સરસ્વતિ (આનંદ આશ્રમ,નડિયાદ) આશિર્વચન પાઠવવા વિશેષ ઉપસ્થીત રહેશે. સાંજે આરતીના સમયે ઘીના કમળ તેમજ ફુલવાડીના દર્શનનો પણ ભક્તો ને લાભ મળશે તેમ એક યાદીમાં મહાદેવના પુજારી ગીરીશભાઈ દવેએ જણાવ્યું હતું. 

ઉમરેઠ તાલુકાના મેઘવા(બડા) ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


વિવિધ વિભાગની કૂલ ૨૭૯૧ અરજીઓનો સકારાત્મક નિકાલ કરાયો.

ss4d3ss1ss2

ઉમરેઠ તાલુકાના મેઘવા(બડા) ખાતે પ્રાથમિક શાળામાં આજે ઉમરેઠ તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉમરેઠ તાલુકાના વણસોલ,સૈયદપુરા, મેઘવા(બડા), ઝાલાબોરડી,અરડી,પણસોરા,તેમજ ઉંટખરીના લાભાર્થીઓની વિવિધ વિભાગની ૧૦૯૨ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. મેઘવા ખાતે તાલુકા મામલતદાર જે પી દવે,એલ.જે.ઠક્કર(ના.મા.મહેસુલ),એમ.એસ.પુવાર (ના.મા.ઈ-ધરા), ડી.એસ.શેલત (ના.મા.પૂરવઠા)ની ઉપસ્થીતીમાં સવારે ૮ કલાકે પ્રજાજનો માટે સેવાસ્તુ ખુલ્લો મુકાયો હતો સેવાસેતુ દરમ્યાન રાજ્યસભા સાંસદ લાલસિંહભાઈ વડોદિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, એ.ટી.વી.ટીના સભ્ય વિમલભાઈ પટેલ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને તેઓના હસ્તે ઉમરેઠ એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી.ગેસ તેમજ દિનેશ બ્રધર્સ ભારત ગેસના લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણ તેમજ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમરેઠ એમ.જીતેન્દ્ર.શાહ ગેસ એજન્સીના જીમિતભાઈ દોશી તેમજ ભારત ગેસના પવનભાઈ ગાંધી વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને ગેસ જોડાણ અંગે લાભાર્થીઓને સમજ આપી હતી તેમજ સ્થળ પર નવું ગેસ જોડાણ મેળવવા ઈચ્છતા લાભાર્થીઓના ફોર્મ લઈ તેઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. સદર સેવા સેતુ દરમ્યાન ૫ વિકલાંગ સહાયની અરજી, ૧૭૬ કૃષી માહીતીની પુસ્તિકાનું વિતરણ, ૩૪ ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણ,૯૩ સ્ટેમ્પ વિતરણ,૬૫ સોગંદનામા, ૬૦૦ રોપા વિતરણ, ૫૨ આંખના દર્દીની તપાસ,૨૨ આંખના દર્દીઓને ચશ્મા વિતરણ,૪૫ તલાટીશ્રીના પંચનામા મળી કુલ ૧૦૯૨  તેમજ અન્ય ૧૬૯૯ મળી કુલ ૨૭૯૧ અરજીઓનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. 

Blood Group #umreth


https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fvivekdoshiumreth%2Fposts%2F10202957714529487&width=500

ઉમરેઠમાં સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.


CON_2CON01jpg

ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા તેઓના કાર્યલય ખાતે આજે સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સમયે કોગ્રેસ કાર્યાલયના પટાંગણમાં ઉમરેઠ તાલુકા કોગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ ચાવડા તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ કપીલાબેન ચાવડા, કોગ્રેસના અગ્રણી નેતા ભૃગુરાજસિંહ ચૌહાણ તેમજ ઉમરેઠ તાલુકાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને કોગ્રેસના કાર્યકરોએ વૃક્ષા રોપણ કરી સ્વ.રાજીવ ગાંધીની શ્રધ્ધાંજલી વ્યક્ત કરી હતી અને તેઓના સંસ્મરણો વાગોળ્યા હતા.

ઉમરેઠમાં અટલજી ને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.


IMG-20180819-WA0036IMG-20180819-WA0024

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર ભાજપ પરિવાર દ્વારા આજે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.અટલબિહારી બાજપાઇ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમયે રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા  ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર, નગર પાલીકાના પ્રમુખ સંગીતાબેન પટેલ, શહેર પ્રમુખ સુજલ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સ્વ.અટલજી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે ઉમરેઠ શહેર ના અગ્રણીઓ, વહેપારી મંળડના હોદ્દેદારો સહીત ભાજપ ની વિવિધ પાંખના કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને અટલજી ને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ચોકસી મહાજન ના પ્રમુખ પરાગભાઇ ચોકસીએ સ્વ.અટલજીના નેત્રૂત્વ સમયે દેશએ પ્રાપ્ત કરેલા સફળતાના શીખરો ને યાદ કરી તેઓની ભારોભાર પ્રશંશા કરી સમગ્ર દેશ ના હ્રદય માં ઉતેઓ કાયમ અમર રહેશે તેમ ઉમેર્યુ હતુ. ભાજપ પરિવાર દ્વાર આ સંએ વ્રુક્ષા રોપણ કરાયુ હતુ. –

ઉમરેઠ વાંટા સ્ટ્રીટમાં ૭૨મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો


vatya.jpg
આમ તો સરકારી કચેરી તેમજ શાળા કોલેજોમાં સ્વતંત્રતા દિવસ ઉજવવાની પરંપરા હોય છે પરંતુ ઉમરેઠમાં છેલ્લા કેટલાય વર્ષો થી નગરના વાટાં સ્ટ્રીટમાં સ્વતંત્રતા પર્વ નિયમિત રીતે ઉજવાય છે જેમાં સદર વિસ્તારના સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લઈ દેશ પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરે છે, આજે ઉમરેઠના વાટાં સ્ટ્રીટમાં ૭૨માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે જયઅંબે ગૃપ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ જેમાં આ વિસ્તારની મહીલાઓ, યુવાનો સહીત બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો, આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતુ કે તેઓના વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમાં વર્ષો થી છે તે સ્થળે તેઓ સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસે અચુક ધ્વજ વંદન કરી દેશપ્રેમ પ્રગટ કરે છે.

ઉમરેઠ – શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ૭૨માં સ્વતંત્રતા દિવસની ઉજવણી


sarasvati.jpg
 
ઉમરેઠના શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ૭૨માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ધ્વજ વંદન કરવા માટે હર્ષાબેન કે શેલત વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા મનોરંજન કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દેશ ભક્તિગીત, વકતવ્ય, તેમજ થીમ ડાન્સ ની રજૂઆત કરી ઉપસ્થીત લોકોને મંત્રમુગ્ન કરી દીધા હતા. આ સમયે શાળામાં શિક્ષણ ક્ષેત્રે તેમજ ઈતર પ્રવૃત્તિમાં સુંદર પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થીત મહેમાનોના હસ્તે સન્માનીત કરી ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં મહેમાન પદે ર્ડો.દિપીકાબેન.એમ.ભગત, જેતલબેન પટેલ, તેમજ વિદ્યાલયના ચેરમેન ર્ડો.મધુસુદન.બી.ભગત અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધ્વજવંદન કરાયું.


daudi vahora_n.jpg

ઉમરેઠ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઢાકપાલ ખાતે તેઓના ધર્મસ્થાનમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયા આ પ્રસંગે ઉપસ્થીત રહ્યા હતા અને ધ્વજવંદન કરી ઝંડાને સલામી આપી હતી. આ પ્રસંગે દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ સહીત તેઓના ધર્મગુરૂ અને ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ સુજલભાઈ શાહ તેમજ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.

ખાનકુવા ખાતે ઉમરેઠ તાલુકા કક્ષાનો સ્વતંત્રતા દિવસ ઉજવાયો.


khankuva_taluka.jpg

ઉમરેઠના ખાનકુવા ખાતે તાલુકા કક્ષાનો ૭૨મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો. મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે ઉમરેઠ તાલુકા મામલતદાર જે.પી.દવે ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાનકુવા શાળા સહીત તાલુકા ની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ સમયે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, ટી.ડી.ઓ બી.આઈ.જોશી, ખાનકુવાના સરપંચ સહીત ગ્રામ્યજનો, મામલતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠ બ્રાન્ચ કન્યા શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી


gujarati school4_n.jpg

ઉમરેઠ ઓડ બજાર ખાતે આવે બ્રાન્ચ કન્યા શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉમરેઠ નગરપાલીકાના કાઉન્સિલર ભદ્રેશભાઈ વ્યાસના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થીત મહેમાનો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઝંડાને સલામી આપવામાં આવી હતી શાળાના બાળકો દ્વારા મનોરંજન કાર્યક્રમો રજૂ કર્યા હતા તેમજ ભદ્રેશભાઈ વ્યાસએ આઝાદીના મહત્વ અંગે બાળકોને સમજ આપી હતી.

ઉમરેઠ એ.પી.એમ.સીમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો


apmcA0023.jpg

૭૨માં સ્વતંત્રતા પર્વ નિમિતે ઉમરેઠની એ.પી.એમ.સી ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.પી.એમ.સી ખાતે નગરના વરીષ્ઠ પત્રકાર નિમેષભાઈ ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.પી.એમ.સીના ચેરમેન સુજલ શાહ, ડીરેક્ટર સહીત માર્કેટ યાર્ડના વહેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. ધ્વજ વંદન માટે તક આપવા બદલ નિમેષભાઈ ગોસ્વામીએ સુજલભાઈ શાહ તેમજ એ.પી.એમ.સીના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. 

બેચરી નહેરમાં ગરકાવ થયેલ બાઈક ચાલકનો મૃતદેહ મળ્યો.


હજૂ એક વ્યક્તિ લાપતા હોવાની ખબર

bechari.jpgગત રોજ ઉમરેઠ પાસેના બેચરી પાસે થી પસાર થતી મોટી નહેરમાં ઉમરેઠના ખાંખણપુરાના બે આધેડ વયના લોકો બાઈક સ્લીપ ખાઈ જતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બનાવના પગલે બંન્ને વ્યક્તિઓને નહેર માંથી કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ હતી જેને પગલે નહેર માંથી એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો જ્યારે બીજા વ્યક્તિને શોધવા માટે ફાયર બ્રીગેડ તેમજ પોલીસ દ્વારા પ્રયત્નો ચાલુ હોવાની માહીતી મળી રહી છે.વધુમાં જાણવા મળ્યા મુજબ ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા ગુલાબસિંહ લલ્લુભાઇ ચૌહાણ અને ભાટપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ભલાભાઈ પુંજાભાઈ ચૌહાણ બંન્ને મિત્રો ઉમરેઠ થી બેચરી તરફ જઈ રહ્યા હતા જેવામાં બાઈક સ્લીપ ખાઈ જતા બંન્ને નહેરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેઓની ફાયર બ્રીગેડ દ્વારા શોધખોળ કરવામાં આવતા સોજિત્રા પાસે નહેર માંથી હોમગાર્ડ ગુલાબસિંહનો મૃતદેહ મળ્યો હતો જ્યારે શિક્ષક ભલાભાઈની શોધખોળ ચાલુ છે.

ઉમરેઠ – ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા પાઈલોટ અને ઈ.એમ.ટીને સન્માનીત કરાયા.


ballu.jpg

૭૨માં સ્વતંત્રતા પર્વની ઉજવનીના ભાગરૂપે આણંદ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધ્વજ વંદન કાર્યક્રમ દરમ્યાન મા.મંત્રી રમણલાલ પાટકરના હસ્તે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં પાયલોટ તરીકે ફરજ બજાવતા ઉમરેઠના બળદેવભાઈ રબારી ને તેઓની સુંદર કામગીરી બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે ઈ.એમ.ટી સુરેશભાઈ ચૌહાણને પણ તેઓના કાર્યો બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ વાનના સદર કર્મચારીઓને મળેલ સન્માન બદલ તેઓના સહયોગીઓ દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. 

મહાગુજરાત ચળવળમાં શહીદ થયેલા.. ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશ ભટ્ટને પુષ્પાંજલી અર્પણ કરાઈ.


– હરિવદનભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને સ્વ.સુરેશભાઈ ભટ્ટના બલીદાન અંગે વાકેફ કર્યા.
 
મહાગુજરાત ચળવળમાં કેટલાય લોકોએ શહીદ થયા હતા જેમાં ઉમરેઠના પનોતા પૂત્ર સ્વ.સુરેશભાઈ ભટ્ટ પણ શહીદ થયા હતા. ઉમરેઠમાં આવનારી પેઢીને સ્વ.સુરેશભાઈ ભટ્ટનું બલીદાન સ્મરણમાં રાખે તે માટે તેઓની યાદમાં ભાટવાડા વિસ્તારમાં વાંચનાલય સામે ખાંભી બનાવવામાં આવી હતી જ્યાં શહીદ દિવસે નગરની સેવાકીય સંસ્થાઓ દ્વારા તેઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવે છે. આજે ઉમરેઠની સરકારી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ સામાજિક સેવકો દ્વારા સ્વ.સુરેશભાઈ ભટ્ટની ખાંભી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વ.સુરેશભાઈ ભટ્ટના બલીદાનને સૌ કોઈએ યાદ કર્યું હતું. આ સમયે હરિવદનભાઈ ભટ્ટએ જણાવ્યું હતુ કે, જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ન હતી ત્યારે બૃહદ મુંબઈ રાજ્ય અસ્તીત્વમાં હતું, જેમાં થી ગુજરાતને છુટુ કરવા માટે ગુજરાતીઓ દ્વારા જે ચળવળ કરવામાં આવી હતી જેમાં સ્વ.સુરેશભાઈ ભટ્ટએ સક્રીય રીતે ભાગ લીધો હતો અને તેઓ શહીદ થયા હતા. ઉલ્લેખનીય છે કે મહાગુજરાતની ચળવળમાં ઉમરેઠના ત્રણ પનોતા પૂત્રો સ્વ.સુરેશ ભટ્ટ, સ્વ.હરિહર ખંભોળજા તેમજ સ્વ.અશોક ભટ્ટએ મહત્વનું યોગદાન આપ્યું હતુ જેમાંથી સ્વ સુરેશ ભટ્ટ મહાગુજરાત ચળવળ દરમ્યાન શહીદ થયા હતા. .હરિહર ખંભોળજા અને સ્વ. અશોક ભટ્ટએ ગુજરાતની રાજનીતીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. આ ત્રણેય ઉમરેઠના સપૂતોને તેમના બલીદાન અને ગુજરાત પ્રત્યેના પ્રેમને કારણે ઉમરેઠની પ્રજા અને ખાસ કરીને બ્રહ્મસમાજ ક્યારે પણ નહી ભૂલે. શ્રધ્ધાંજલિ કાર્યક્રમ દરમ્યાન ઉમરેઠ નગરપાલિકાના સભ્ય ભદ્રેશભાઈ વ્યાસ, પરેશભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ પરમાર (સા.સેવક), ગુજરાતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા.

ઉમરેઠ કોર્ટે ચાર શખ્સો ને મારામારીના કેસમાં છ માસની કેદની સજા ફટકારી


ઉમરેઠ કોર્ટ દ્વારા ૨૦૧૫ માં થયેલ મારામારીના કેસમાં ૬ આરોપીઆેને છ માસની સાદી કેદની સજા અને રૂા.પાંચસો દંડની સજા ફટકારવામાં આવી છે. આ અંગેની મળતી વિગત મુજબ ઉમરેઠ તાલુકાના આશીપુરા ગામમાં રહેતા બળવંતકુમાર ભગવાનભાઇ ભોઈએ પોલીસ ફરિયાદ કરી હતી કે, તેઓ નાની નહેરપાસે રહેતા હોઈ ગામમાં કામ અર્થે ગયા હતા, ત્યાંથી પરત ફરતા ગામની પંચાયતમાં બુમાબુમ સાંભળતા તેઓતે તરફના રસ્તા પાસે ગયા હતા,તે વખતે પંચાયતના સભ્ય ભાવિકભાઈ પ્રવીણભાઈ પટેલ પંચાયતમાં ગમેતેમ બોલતા હતા તેથી તેમને તેવું ના બોલવા પંચાયતના સભ્યો જણાવતા હતા, તેવામાં સરપંચ વર્ષાબેન અશોકભાઈ પટેલ,અશોકભાઈ પરસોત્તમભાઈ પટેલ,દેવાંગભાઈ પ્રવીણભાઈ પટેલ આવીને ગાળો બોલી ગડદાપાટુનો મારમારવા ફરી વળેલા તેથી બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો મને છોડાવવા વચ્ચે પડેલાઓમાંથી વિષ્ણુભાઈ મોહનભાઇ ભોઈને અશોકભાઈએ ફેટ પકડી ભીંતમાં પછાડતા તેમજ ભાવિકે અને દેવાંગે લાકડાનો ફાચર મારતા વિષ્ણુભાઈને ગંભીર ઈજાઓ થઇ હતી તેથી 108ને બોલાવી ઉમરેઠ સરકારી દવાખાને લઇ ગયા હતા, જ્યાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ ગયા મુજબની ફરિયાદ ઉમરેઠ પોલીસમાં નાેંધાયા બાદ આ કેસ ઉમરેઠની મેં.જ્યુ,ફ.ક કોર્ટ માં ચાલી જતાં સરકારી વકિલ રાજેશ્રીબેન એમ.ઠાકોરે આરોપીઆેને સખત સજા આપવા દલિલો કરેલ ત્યારે ઉમરેઠના મેં.ફ.કલાસ ના.દાર આઈ.આઈ.પઠાણની કોર્ટે એક મહિલા આરોપી સહિત તમામ આરોપીઆેને રૂા.પાંચસોનો દંડ તથા છ માસની સાદી કેદની સજા ફટકારતા માથાભારે બની ગામવાસીઓને રંજાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો

ઉમરેઠમાં દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું.


ઉમરેઠ માંથી ફરી “દેવાંગ મહેતા” પેદા થાય તે હેતું થી દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્ર શરૂ કરાયું છે – ગણેશ નટરાજન

dm.jpgઉમરેઠના પનોતા પૂત્ર અને વિશ્વમાં ભારતનું નામ આઈ.ટી ક્ષેત્રે રોશન કરનાર સ્વ.દેવાંગ મહેતાની સ્મૃતિમાં તેમના માદરે વતન ઉમરેઠ ખાતે દેવાંગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ,રોજગાર અને તાલીમ નિયામક-ગુજરાત, ઉમરેઠ નગરપાલીકા અને નટરાજન એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ઉમરેઠના લાલ દરવાજા પાસે આવેલ વિદ્યાભવનમાં “દેવાગ મહેતા કૌશલ્ય કેન્દ્ર”નું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ નગરપાલીકાના પ્રમુખ સંગીતાબેન પટેલ, ઉમરેઠના માજી.ધારાસભ્ય સુભાષભાઈ શેલત સહીત દેવાગ મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ નટરાજન એજ્યુકેશન સોસાયટીના ઉમાબેન તેમજ જૈમિનભાઈ, હરીશભાઈ મહેતા, માનસી મોરે, જીતુભાઈ જોશી સહીત મહાનુંભાવો ઉપસ્થીત રહ્યા હતા.ઉમરેઠમાં શરૂ થયેલ દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ સહીત તેઓ કઈ રીતે કામ કરશે તે અંગે માહીતી આપવા માટે બનાવેલ વેબ સાઈટનું સૌ પ્રથમ ઉપસ્થીત મહાનુભાવોની હાજરીમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ, સંજયભાઈ દ્વારા વેબસાઈટના ઉપયોગ અંગે સુંદર માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું. દેવાંગ મહેતા કૌશલ્ય કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ  સમારોહમાં મુખ્ય મહેમાન પદે રાજીવ મહેતા ( પ્રમુખ- અમદાવાદ મેનેજમેન્ટ એશોશિયેશન) વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતનું નામ આઇટી ક્ષેત્રે વિશ્વફલક પર મુકનાર  દેવાંગ મહેતાની ૫૬મી પુણ્યતિથિ નિમિતે શ્રી “દેવાંગ મહેતા ફાઉન્ડેશન” ધ્વારા ઉમરેઠના લાલદરવાજા ખાતે આવેલ મંછારામ શાળાના મકાનમાં “નટરાજન એજ્યુકેશન ટ્રસ્ટ” અને ઉ.ન.પા.ના સહયોગથી આઈ.ટી./નર્સિંગ ક્ષેત્રની વિવિધ સ્વરોજગારલક્ષી તાલિમ આપતી ભવ્ય સંસ્થા “દેવાંગ મહેતાઆ કૌશલ્ય વિકાસ કેન્દ્ર”નું  આજે લોકાર્પણ કરતા ની સાથે દેવાંગ મહેતાના વારસાને શોધવા માટેનું ભગીરથ કાર્ય શરૂ થયું હતું આ કેન્દ્ર દ્વારા આઈ.ટી ક્ષેત્ર સહીત નર્સિંગ, સિવણ તેમજ અન્ય સ્કીલ કોઈ વિદ્યાર્થી ડેવલોપ કરવા માગતો હશે તો સંસ્થા તેને સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે. કેન્દ્ર ની શરૂઆત થતાની સાથે લગભગ ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ સંસ્થા સાથે વિવિધ કૌશલ્ય શિખવા માટે જોડાઈ ચુક્યા છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભાને ધ્યાનમાં રાખી તેઓ સાથે પરામર્શ કરી વિદ્યાર્થીએ કયા ક્ષેત્રમાં આગળ જવું જોઈયે તે અંગે પણ માર્ગદર્શન પૂરૂ પાડશે આ કાર્ય માટે વિશેષજ્ઞોની ટીમ કાર્યરત થશે. સમારોહમાં વિશેષ અતિથિ પદે ઉપસ્થીત નાસ્કોમના સહસંસ્થાપક હરિશ મહેતાએ જણાવ્યું હતુ કે તેઓને સન ૧૯૯૯માં દેવાંગભાઇના “ઇકોનોમિક્સ ટાઇમ્સ”મા આવતાં આટીૅકલ્સ પરથી થયેલો તેમાં તેઓ ભારતની આઇટી ક્ષેત્રે રહેલી વિશાળ તકો અને મુશ્કેલીનું વિસ્તૃત આલેખન કરતાં, આ પરથી હરિશભાઇ મહેતાએ દેવાંગ મહેતાનો સંપર્ક સાધી તેઓને ભારતની આઇટી ઇન્ડર્ટ્રીને વિકસાવવા “નાસ્કોમ”માં જોડાવા જણાવ્યું જેનો દેવાંગભાઇ મહેતાએ ઓરિસ્સા સિમેન્ટ લિ. ના સી.ઈ.ઓ ની નોકરી છોડી બિનનફાકીય સંસ્થા નાસ્કોમના પ્રમુખ બની સ્વીકાર કર્યો જેનાં કારોબારી સભ્યોમાં વિપ્રો અજીજ પ્રેમજી, ઇન્ફોસીસ નારાયણ મૂતિને પણ જોડ્યાં હતાં. વધુમાં શ્રી સુભાષભાઇ શેલતે જણાવ્યું હતુ કે, કે ઇ-ગ્રામ યોજનાને દેશમાં સૌપ્રથમે સફળતાપૂવૅક આંધ્રપ્રદેશ રાજ્યમાં લાગુ કરાવવામાં ચાવીરૂપ મદદ કરનાર દિવંગત દેવાંગભાઇ મહેતાનાની નાડ તે વખતે આંધ્રના તત્કાલિન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ ઓળખી હતી અને હૈદરાબાદ આજે તેનાં ફળ મેળવી રહ્યુ છે.વધુમાં દેવાંગભાઇએ નાસ્કોમની રચના વખતે ૧૯૯૫ માં જણાવેલ કે ભારતમાં રહેલી આઇ.ટીની વિપુલ તકોમાથી થનારી આવક આવતાં બે દશકમાં ભારતની  ક્રુડઓઈલના કુલ  આયાત ખચૅથી બમણી હશે, જે આજે મહદઅંશે સત્ય સાબિત થઇ રહ્યું છે.નટરાજન એજ્યુકેશન ટ્રસ્ટના ગણેશ નટરાજને જણાવેલ કે આજે દિવંગતે દેવાંગભાઇની મહેનત અને દીઘૅદ્રષ્ટિનાં ફળ ભારતની આઇ.ટી ઇન્ડસ્ટૃીને વિશ્વફલક પર મળી રહ્યાં છે ત્યારે આવનારી પેઢીમાં દેવાંગભાઇના માદરે વતન ઉમરેઠથી બીજાં સો દેવાંગભાઇ પેદાં કરવાના હેતુથી “દેવાંગ મહેતા કૌશલ્ય વિકાસ કેન્દ્ર”નું નિમૉણ કરેલ છે જેનો શક્ય તેટલાં વધુ વિદ્યાથીનેૅ લાભ લે તે જરૂરી છે. આ પ્રસંગે અમદાવાદ મેનેજમેન્ટ એસો. પ્રમુખ રાજીવ મહેતા,નટરાજન એજ્યુકેશન ટ્રસ્ટના ગણેશ નટરાજન, માજી આરોગ્યમંત્રી સુભાષભાઇ શેલત, ઉ.ન.પા. પ્રમુખ સંગીતાબેન પટેલ, ઉ.ન.પા કાઉન્સિલરો હાજર રહેલ અને “દેવાંગ મહેતા કૌશલ્ય વિકાસ કેન્દ્ર” ના વિચારને બિરદાવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધરતી જોષી સહીત તેઓની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

%d bloggers like this: