આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: April 2018

ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ વિકાસ શિબિરનું આયોજન


swami01swami01n
ઉમરેઠના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રણ દિવસના બાળ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લઈ નિયમ ધર્મ,પુજા,શિક્ષણ તેમજ સેલ્ફ ડેવલોપમેન્ટના પાઠ ભણ્યા હતા. આ અંગે વધુમાં માહિતી આપતા કેયુર પટેલે જણાવ્યું હતુ કે, ઉનાળું વેકેશનમાં સત્સંગી બાળકોના સમયનો સદઉપયોગ થાય અને તે ઈતર પ્રવૃત્તિમાં નિપૂણ બને તે હેતુ થી બાળ પ્રવૃત્તિ અંતર્ગત બાળ વિકાસ શિબિર “મારે સ્વામિને રાજી કરવા છે.” થીમ હેઠળ યોજાયો હતો જેમાં મહંત સ્વામિનું મહત્વ અંગે પણ બાળકોને સમજ આપવામાં આવી હતી.

ઉમરેઠમાં વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ


ઉમરેઠ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણીના ભાગરૂપે મેલેરીયા સહીત ચીકન ગુનીયા, ડેન્ગ્યુ, જેવા તાવ સામે જનજાગૃતિ લાવવા માટે નર્સિંગ ઈન્સ્ટિટ્યુટ ચાંગા અને અર્બન હેલ્થ સેન્ટરના સહયોગ થી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર રેલીમાં પોસ્ટર દ્વારા વિવિધ તાવ સામે રક્ષણ મેળવવા માટે તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર રેલીનું પ્રસ્થાન ઉમરેઠ સી.એચ.સી સેન્ટરના અધિક્ષક ર્ડો.ઈમ્તિયાઝભાઈ વ્હોરાએ કરાવ્યું હતુ રેલી નગરના વિવિધ વિસ્તારમાં ફરી હતી.

અસ્થિર મગજની મહીનાને વ્હારે આવ્યું ૧૮૧ મહીલા હેલ્પલાઈન તંત્ર..!


સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે એક અસ્થિર મગજની મહીલા છેલ્લા કેટલા સમય થી રસ્તે રઝળતી ફરતી હતી. સદર મહીલાને બે ટંક ખાવાના પણ ફાંફા પડતા હતા. દૂકાને દૂકાને તેમજ રસ્તા પર ભીખ માંગી ને ગુજરાન ચલાવતી સદર અસ્થીર મગજની મહીલાની કરૂણ પરિસ્થીતી જોઈ એક જાગૃતજન દ્વારા મહિલા હેલ્પ લાઈન ૧૮૧ પર ફોન કરી આ મહીલા અંગે માહીતી આપી તેને મદદ કરવા વિનંતી કરી હતી જેને પગલે સદર વિસ્તારમાં ફરજ બજાવતી ૧૮૧ મહીલા હેલ્પ લાઈન ટીમ દ્વારા તે મહીલાને મળી હતી અને તેઓને સદર મહીલા અસ્થીર મગજની હોવાનું માલુમ પડતા તેને બહેતર જીવન અર્પણ કરવા માટે બાયડ ખાતે આવેલ જય અંબે મંદ બુધ્ધિ મહીલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે મુકી આવ્યા હતા તેમ ૧૮૧ મહીલા હેલ્પ લાઈનના કાઉન્સીલર ફોરમ રાઠોડે જણાવ્યું હતું.

થામણા ખાતે વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઈ


malaria_divas.jpg

વિશ્વ મેલેરીયા દિવસ તેમજ મેલેરીયા મુક્ત ગુજરાત -૨૦૨૨ અંતર્ગત ઉમરેઠ તાલુકાના થામણા ખાતે જનજાગૃતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેલેરીયા થી બચવા માટે માર્ગદર્શન આપવા માટે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટર દ્વારા ઉપસ્થીત લોકોને સમજ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમયે ર્ડો.શ્રુતિબેન વાઘેલાએ શરળ રીતે મેલેરીયા,ચિકન ગુનીયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગો અંગે સવિસ્તાર સમજ આપી હતી અને ઘરમાં પાણીના બિનજરૂરી સંગ્રહ ને કારણે થતા મચ્છરો કેટલા ઘાતક સાબીત થઈ શકે એ તે અંગે જણાવ્યું હતું. જે વિસ્તારમાં હંમેશા ખાબોચીયા ભરાઈ રહે છે તેવા વિસ્તારમાં અઠવાડિયામાં એક દિવસ ડ્રાઈ-ડે તરીકે ઉજવવાનું તેઓએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર્ડો.શ્રુતિના માર્ગદર્શન હેઠળ ર્ડો.જગજીવન મોર્ય અને સમગ્ર સ્ટાફે કર્યું હતું.

ઉમરેઠના શીલીમાં ઉજ્જવલા દિવસની ઉજવણી અંતર્ગત ૧૬૩ લાભાર્થીઓને એલ.પી.જી ગેસ જોડાણનું વિતરણ કરાયું.


ujjawala.jpg

ઉમરેઠના એચ.પી.ગેસ ડીલર એમ.જીતેન્દ્ર.શાહ દ્વારા તાલુકાના શીલી ખાતે માનબા માતાના મંદિર હોલ ખાતે સુમીત રોય (જનરલ મેનેજર,ઓ.એન.જી.સી)ની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રભાઈ ચૌહાણના મુખ્ય મહેમાન પદે ઉજ્જવલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ સમયે અતિથિ વિશેષ પદે રતનપુરાના સરપંચ ઘનશ્યામ પટેલ, અહીમાના સરપંચ સુરેન્દ્રસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહમાં ઉમરેઠ તાલુકાના ૧૬૩ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ જોડાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘરે બેઠા ગેસ જોડાણ મળતા મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેઓને રાંધણ ગેસનું સુખ આપવા બદલ સમગ્ર તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. સમારોહની શરૂઆતમાં એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી.ગેસ ઉમરેઠના મુકેશભાઈ દોશીએ ઉપસ્થીત મહેમાનોને શાબ્દીક તેમજ ફુલહાર થી સ્વાગત કર્યો હતો,ત્યાર બાદ મંચસ્ત મહાનુંભાવોએ દિપ પ્રાગટ્ય કરી સમારોહ ખુલ્લો મુક્યો હતો. આ સમયે સમારોહમાં ઉપસ્થીત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહીલા અધીકારીશ્રીએ એલ.પી.જી ગેસના ઉપયોગ થી થતા ફાયદા અંગે માર્ગદર્શન આપ્યું હતુ અને ઉપસ્થીત મહીલાઓને ગેસ સિલેન્ડર વાપરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. એચ.પી.ગેસના મુકેશભાઈ દોશીએ ઉજ્જવલા યોજના અંગે ઉપસ્થીત લાભાર્થીઓને વિસ્તૃત માહિતી આપી હતી અને જે લાભાર્થીઓ હજૂ પણ રાંધણ ગેસ મેળવવામાં નિષ્ફળ નિવળ્યા છે તેઓને માહીતી પુરી પાડી હતી. જિલ્લા પંચાયતના સભ્ય નરેન્દ્રસિંહ ચૌહાણે ઉજવલા યોજના થી સરકાર દ્વારા ઘરે ઘરે ગેસ પહોંચાળવા માટે જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેને હવે આંદોલનનું સ્વરૂપ ધારન કર્યું છે, આ આંદોલન દ્વારા ઘરે ઘરે રસોડામાં ક્રાંતિ આવી ગઈ છે. ઓ.એન.જી.સીના જનરલ મેનેજર સુમિત રોયએ પણ પોતાના વિચારો રજૂકરતા જણાવ્યું હતુ કે એલ.પી.જી ગેસ મેળવી મહિલાઓ ખુશ ખુશાલ થઈ ગઈ છે, ઉજ્જવલા યોજના ખરેખર એક અગત્યની યોજના છે જેનો સૌ કોઈ લાભાર્થી મહીલાએ લાભ લેવો જોઈયે. સમારોહમાં ઉપસ્થિત એલ.પી.જી વપરાશ કરતા ભાવનાબેન નરેન્દ્રભાઈ પંડ્યા તેમજ રક્ષાબેન કાંન્તિભાઈ પરમારએ એલ.પી.જી ગેસ મેળવ્યા બાદ પોતાના રસોડામાં કેવી રીતે પરિવર્તન આવ્યું અને તેઓનું જીવન કેવી રીતે શરળ બન્યુ તે અંગે ઉપસ્થિત નવા લાભાર્થિઓ સાથે ચર્ચા કરી હતી. ગેસ વાપરવા અંગે તકેદારી રાખવા માટે લોકો સજાગ અને જાગૃત બને તે માટે એમ.જીતેન્દ્ર શાહ એચ.પી ગેસ ડીલરના મિકેનીક બુરહાન વ્હોરા દ્વારા ઉપસ્થિત મહીલાઓ ને ગેસ સિલેન્ડર વાપરતા સમયે રાખવામાં આવતી તકેદારી અંગે વિસ્તૃત માર્ગ દર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એમ.જીતેન્દ્ર.શાહ એચ.પી.ગેસના મેનેજર વિજય કિરીટભાઈ દોશીએ કર્યું હતુ અને આભાર વિધિ મુકેશભાઈ દોશીએ કરી હતી. સમારોહને સફળ બનાવવા માટે હર્ષ શાહ (અંચી),પરેશભા દોશી તેમજ પાર્થ શાહ, દિપાલી સુથાર તેમજ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનના પ્રમુખની વરણી


screenshot_20180417-234609-124692895.jpg

screenshot_20180417-234502154461824.jpg

screenshot_20180417-234541129948941.jpg

ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનના પ્રમુખ પદે સામાજિક કાર્યકર કુસુમબેન કિરીટભાઈ ચોકસી (ગાભાવાળા)ની સર્વાનુંમતે  વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં મુખ્ય મહેમાન પદે જાગૃતિબેન સોની,રશ્મિભાઈ શ્રોફ,પૂર્વ પ્રમુખ સુધાબેન શાહ,રમેશભાઈ શાહ, તેમજ દિપીકાબેન જે શાહ અને જયશ્રીબેન શાહ વિશેષ ઉપસ્થીત રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં ઉપસ્થીત મહેમાનો અને આમંત્રીતોને શાબ્દીક આવકાર આપી તેઓનો પરિચર રજૂ કર્યો હતો. પ્રાસંગીક પ્રવચન કરતા પૂર્વ પ્રમુખ સુધાબેન શાહએ જણાવ્યું હતુ કે છેલ્લા ત્રણ વર્ષ થી ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠન અનેક સારા કાર્યો કરી રહ્યું છે. સંગઠનને મજબુત કરવા જ્ઞાતિની બહેનો દ્વારા આપવામાં આવેલ સહયોગ બદલ તેઓનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતુ કે જે રીતે જ્ઞાતિની બહેનોએ તેઓને પોતાના પ્રમુખ પદ દરમ્યાન સાથ સહકાર મળ્યો તેજ રીતે કુસુમબેન ચોકસીને પણ સૌ નો સાથ મળશે. તેઓએ ઉમેર્યું હતુ કે સંગઠન દ્વારા અત્યાર સુધીમાં ધાર્મિક, મનોરંજન સહીત, રસોઈને લગતી તેમજ ઈતર પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. તેઓએ અત્યાર સુધી વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠન દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. દિપકભાઈ શાહએ પ્રાસંગીક પ્રવચન કરતા મહીલાઓનું સમાજમાં સ્થાન અને તેઓની જવાબદારીઓ અંગે છનાવટ સાથે રજૂઆત કરી હતી. જયશ્રીબેન સોનીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતુ કે તેઓ કુસુમબેન ચોકસી સાથે સ્વામિનારાયણ મહીલા મંડળના સભ્ય પણ છે, તેઓની નેતૃત્વની કુશળતાનો વીશા ખડાયતા વયસ્ક મહીલા મંડળને લાભ મળશે અને તેઓના પ્રમુખ પદ દરમ્યાન વીશા ખડાયતા વયસ્ક મહીલા મંડળ પ્રગતિ કરશે તેવો તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કુસુમબેન ચોકસીએ પોતાને પ્રમુખ પદની જવાબદારી સોપવા બદલ ઉમરેઠ વીશા ખડાયતા વયસ્ક મહીલા સંગઠનની કારોબારી કમીટી તેમજ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ ઉમેર્યું હતુ કે મહીલાઓના શશક્તિકરણ માટે મહીલાઓએ જાતે આગળ આવવું પડશે અને સમાજમાં પોતાનું સ્થાન મજબુત કરવું પડશે તેઓએ આગામી સમયમાં મહીલાઓ માટે અનેક પ્રોજેક્ટ કરવાની ખાતરી આપી હતી સાથે સાથે તેઓને મળેલ જવાબદારી અંગે સકારાત્મકતા દાખવવા અને પ્રોત્સાહન પુરુ પાડવા માટે કિરીટભાઈ નટવરલાલ ચોકસીનો આભાર વ્યક્ત કર્યો હતો. કુસુમબેન ચોકસીને પ્રમુખ પદ મળતા ઉમરેઠના અગ્રણીઓ દ્વારા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. 

 

રેડ ચીલી, ગ્રીન ચીલી, અને સોયા સોસ આકર્ષક પેકિંગ અને અદભુદ સ્વાદ સાથે…

– હવે પિત્ઝા સોસ પણ ઉપલબ્ધ –

કદમ સ્ટોર્સ ,પરબડી પાસે,ઓડ બજાર ઉમરેઠ- ટીનાભાઇ
ભગત ચવાણાવાળા,કોર્ટરોડ-ઉમરેઠ

ઉમરેઠ શ્રી સંતરામ વડીલોનું વૃંદાવન દ્વારા મફત મેડીકલ કેમ્પ યોજાશે.


Camp1.jpg

શ્રી સંતરામ વડીલોનું વૃંદાવન ઉમરેઠ દ્વારા શ્રી કૃષ્ણ હોસ્પિટલના સહયોગ થી આણંદ જિલ્લા સિનીયર સીટીઝન ફોરમ ફેડરેશન પ્રેરીત મફત મેડીકલ કેમ્પનું આયોજન તા.૨૭.૪.૨૦૧૮ને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ દરમ્યાન નગરના કલ્યાણ હોલ,સંતરામ મંદિર ખાતે યોજવામાં આવશે. આ કેમ્પમાં કાન,નાક,ગળા,હ્દય,હાડકાં, બાળરોગ તેમજ ચામડીના રોગોના નિષ્ણાંત ર્ડોક્ટરશ્રીઓ પોતાની સેવા આપશે. જરૂરિયાતવાળા દર્દીઓને ર્ડોક્ટરશ્રીની ભલામણ મુજબ દવા પણ નિશુલ્ક આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લાભાર્થીઓને સંતરામ મંદિર કાર્યાલય,રીધ્ધી સિધ્ધી સ્ટોર-લાલ દરવાજા, જયમહારાજ જ્વેલર્સ-સુંદલ બજાર,પરાગ જ્વેલર્સ-ચોકસી બજાર, તેમજ સત્યમ જ્વેલર્સ, મોચીવાડ ખાતે નામ નોંધાવવા માટે નવનીતભાઈ સોની (પ્રમુખ)એ જણાવ્યું છે.

ભરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર “સ્વચ્છતા અભિયાન-કાયાકલ્પ” અંતર્ગત જિલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો.


આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ર્ડો.આલોકભાઈને એવોર્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયું

bharoda_n.jpg

ઉમરેઠ તાલુકાના ભરોડા ગામ ખાતે કાર્યરત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્વચ્છતા માટે જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થતા આરોગ્ય પરિવાર કલ્યાન વિભાગ દ્વારા ” સ્વચ્છતા અભિયાન-કાયાકલ્પ” એવોર્ડ તેમજ પ્રમાણ પત્ર આરોગ્ય કેન્દ્રના ર્ડો.આલોકભાઈ અને તેઓની ટીમને એનાયત કરવામાં આવ્યો હતો. વધુમાં આ અંગે આરોગ્ય કેન્દ્રના સુત્રોએ જણાવ્યું હતુ કે, આ પહેલા ભરોડા આરોગ્ય કેન્દ્રનો સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લામાં ત્રીજો નંબર હતો ત્યાર બાદ જરૂરીયાતવાળા વિભાગોમાં પણ વ્યવસ્થીત અને નિયમિત રીતે સફાઈ દ્વારા આરોગ્ય કેન્દ્રનો ખરા અર્થમાં કાયાકલ્પ કર્યો હતો આ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ર્ડો.આલોકભાઈ તેમજ તેઓના સ્ટાફના ભરતભાઈ અને કેવલ પટેલનો સવિશેષ ફાળો રહ્યો હતો.આરોગ્ય કેન્દ્રમાં પ્રસ્તુતિ વોર્ડ, લેબોરેટરી, વેઈટીંગ એરીયા સહીત પટાંગણ અને વિવિધ વિભાગો કાયમ સુંદર અને સ્વચ્છ રાખવામાં આવી રહ્યા છે. ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં બાળકોને રમવાના સાધનો અને ઉપવન પણ બનાવવામાં આવ્ય્ં છે. આ ઉપરાંત દર્દીને જરૂરિયાત ની તમામ વસ્તુઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ તમામ પાસાની નોંધ લઈ જિલ્લા અધિકારીશ્રીઓ દ્વારા ભરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રથમ ક્રમાંક આપ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભરોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો જિલ્લામાં સ્વચ્છતા માટે પ્રથમ નંબર આવતા પ્રાથમિક કેન્દ્રના વિકાસ માટે માતબર દાન આપનાર બચુભાઈ પુનમભાઈ પટેલ, રોગી કલ્યાન સમિતિના ચેરમેન દિલીપભાઈ ગોરધનભાઈ પટેલનો સૌ ગ્રામ્યજનો અને આરોગ્ય કેન્દ્રના પ્રશાશન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉમરેઠમાં શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વની ઉજવણી.


img-20180413-wa00571739450722.jpg

ઉમરેઠમાં મહાપ્રભુજી પ્રાગટ્ય પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે વૈષ્ણવ મંદિર થી પ્રભાતફેરી નિકળી હતી જેમાં વૈષ્ણવો જોડાયા હતા. બપોરે ૪ કલાકે વૈષ્ણવ મંદીરથી શોભાયાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે રાત્રીના વિવિધ વણિક તડમાં ઓચ્છવની ઉજવણી કરવામાં આવશે. એકંદરે ઉમરેઠમાં ભક્તિભાવ સાથે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરાઈ હતી.

#શ્રીનાથજી_મહાત્મ્ય_લીલા –


lila_n.jpg

૧૮૦ વિદેશી યુવાનો ૮૨ રીક્ષા દ્વારા કોચીન થી જેસલમેરના પ્રવાસે નિકળ્યા..!


મૂળ ઉમરેઠ તાલુકાના ત્રણ યુવાનોનું ભરોડા ખાતે ભવ્ય સ્વાગત તેમજ સન્માન કરાયું

b1.jpg

b2.jpg

યુવાધન હંમેશા લીન્ક થી હટી કાંઈ નવું કરવા માટે તત્પર રહે છે. તેમાં પણ હરવા-ફરવાના શોખ ધરાવતા યુવાનો પોતાના શોખ પુરા કરવા સાઈકલ, બાઈક જેવા ટુ-વ્હિલર પર મેરોથોન પ્રવાસે નિકળી જતા પણ અચકાતા નથી. આવીજ રીતે અમેરીકા, ઓસ્ટ્રીલીયા, યુ.કે જેવા દેશના કુલ ૧૮૦ જેટલા યુવાનો હાલમાં ભારત આવી પહોંચ્યા છે જેઓએ તા.૧.૪.૨૦૧૮ થી કોચીન થી પોતાની યાત્રા રીક્ષા દ્વારા શરૂ કરી છે જે તા.૧૪.૪.૨૦૧૮ના રોજ જેસલમેર પહોંચશે. આ દરમ્યાન તેઓ કેરેલા થી રાજસ્થાન વચ્ચે આવતા વિવિધ રાજ્યોના ગ્રામ્ય વિસ્તારોમાં રીક્ષા દ્વારા પહોંચી ગામડામાં વસતા ભારતના દર્શન કરી અનોખો અનુભવ કરશે. પહેલી એપ્રિલ થી ૧૮૦ જેટલા યુવાનો ૮૨ રીક્ષા દ્વારા કોચીન થી જેસલમેર સુધીનો લગભગ ૩૨૦૦ કી.મી ની મુસાફરી રીક્ષામાં પૂર્ણ કરશે આ માટે તેઓએ યાત્રા પ્રારંભ પણ કરી દીધી છે અને હાલમાં તેઓ ગુજરાતના ગામડા ખુદીને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યા છે. ૧૮૦ વિદેશી યુવાનો પોતાની રીતે જેસલમેર જવાના માર્ગે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં થી પસાર થઈ રહ્યા છે, ત્યારે આ ૧૮૦ વિદેશી યુવાનોના ગૃપમાં અમેરીકાના આકાશ પટેલ, અજય પટેલ અને રાજકુમાર પટેલ પણ સામેલ છે. જેઓ મૂળ આણંદ જિલ્લાના વતની હોવાને કારણે તેઓ પોતાની રીક્ષા લઈને આજે આણંદ પોતાના વતન આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું ગ્રામ્યજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ગ્રામ્યજનો દ્વારા મળેલા અભૂતપૂર્વ આવકાર થી ભાવવિભોર થયેલા એન.આર.આઈ યુવાનોએ ભારતના ગામડાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હોવાનું ઉમેર્યું હતું. વધુમાં ૧૮૦ વિદેશી યુવાનોના ગૃપમાં મૂળ ઉમરેઠના ભરોડા ગામના વતની આકાશ પટેલે જણાવ્યું હતુ કે તેઓનો પરિવાર વર્ષો થી અમેરીકામાં સ્થાહી થયેલ છે, તેનો જન્મ પણ અમેરીકામાં થયો હતો આ પહેલા તેઓ ભારતની મુલાકાત કરેલ છે પરંતુ ભારતના ગામડાનું જીવન જોવા માટે તેઓ અને તેઓના જૂદા જૂદા દેશના યુવાનોના ગૃપ દ્વારા ભારતના કેરેલા થી રાજસ્થાન સુધીનો રીક્ષા પ્રવાસ ગ્રામ્ય વિસ્તારના માર્ગે થી પુરો કરવાનું આયોજન કર્યું છે. તેઓએ ઉમેર્યું હતુ કે યુવાનો દ્વારા ભારતમાં ચેરીટી માટે પોતાના મિત્ર વર્તુળ તેમજ અન્ય સ્વજનો પાસે થી ખાસ ફંડ એકઠું કર્યું છે, જે ભારતમાં સ્માઈલ ફાઉન્ડેશન નામની સંસ્થાને સુપ્રત કરવામાં આવશે. આ ઉપરાંત અમેરીકાની કુલ અર્થ ફાઉન્ડેશનમાં પણ તેઓ અમુક ફંડ આપવાના છે. અમેરીકાની કુલ અર્થ ફાઉન્ડેશન જંગલ વિસ્તારના રક્ષણ માટે કામ કરે છે જ્યારે ભારતની સ્માઈલ ફાઉન્ડેશન બાળકોના શિક્ષણ માટે કાર્યરત છે. તેઓએ ઉમેર્યું હતુ કે ૧૮૦ યુવાનોના ગૃપમાં તેઓ સાથે મૂળ ભાલેજના અને અમેરીકા સ્થીત અજય પટેલ અને મૂળ ત્રણોલના અમેરીકા સ્થીત રાજકુમાર પણ સાથે છે. તેઓ ભરોડા સાથે ત્રણોલ અને ભાલેજ ગામની મુલાકાતે પણ પહોંચ્યા હતા અને ગ્રામ્ય વિસ્તારના જીવન થી રૂબરૂ થયા હતા. ભરોડા ખાતે ત્રણેય યુવાનનું કબીર મંદિર તેમજ પ્રણામી મંદિરના મહાંતશ્રીઓ દ્વારા અને નવયુવક મંડળ દ્વારા સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું.

રીક્ષામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરવાની સુગમતા રહે છે- રાજકુમાર
મૂળ ત્રણોલના અને હાલ અમેરીકા સ્થાહી થયેલ રાજકુમારે જણાવ્યું હતુ કે ભારતમાં રીક્ષા દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરવાની અનોખી મઝા છે. વિદેશમાં તેમજ સામાન્ય ટુરમાં લગઝરી કાર અને બસમાં ફરવાનું થતુ જ હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ફરવા માટે ભારતમાં રીક્ષા ખુબજ સુગમ માધ્યમ છે. તેઓએ ઉમેર્યું હતુ કે કેટલીક રીક્ષાઓમાં વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે જેથી પ્રવાસમાં માળખાગત સુવિધાઓ મળી રહે 

પ્રવાસની મઝા સાથે સેવાનો પણ લાહ્વો મળશે. – આકાશ પટેલ

મૂળ ભરોડાના અને હાલ અમેરીકા વસ્તા આકાશ પટેલે જણાવ્યું હતુ કે તેઓ ભીખુભાઈ પટેલ (ચેરમેન-ચારૂતર વિદ્યા મંડળ)ના ભત્રીજા છે, તેઓના પિતા વિદેશમાં રહીને પણ સતત વતન પ્રેમની વાતો વાગોળતા રહે છે જેને કારણે ભારતમાં સદર પ્રવાસ દરમ્યાન તેઓ ભરોડા આવી પહોંચ્યા હતા. તેઓએ ઉમેર્યું હતુ કે પ્રવાસ માટે અમે વિવિધ મિત્રો અને સહયોગીઓ પાસે થી ફંડ એકત્રીત કર્યું હતુ જે તેઓ જંગલ અને પર્યાવરન માટે કામ કરતી કુલ અર્થ ફાઉન્ડેશન (અમેરીકા) અને બાળકો માટે કામ કરતી સ્માઈલ ફાઉન્ડેશન (ભારત)ને સુપ્રત કરશે અને પ્રવાસ સાથે સેવાનો લાભ મેળવશે. 

ઉમરેઠ બેચરી માર્ગ પર સીમ વિસ્તારમાં વૃક્ષો કાપી નાખતા ખેડૂતોમાં રોષ


એમ.જી.વી.સી એલ દ્વારા વાયર પાસે થી પસાર થતા વૃક્ષો ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કાપી નાખ્યાનો આક્ષેપ

Screenshot_20180409-140108.jpg

ઉમરેઠ બેચરી માર્ગ પર આવેલ સીમ વિસ્તારમાં ખેતરો માંથી પસાર થતી વીજ લાઈન પાસેના વૃક્ષોને એમ.જી.વી.સી.એલ દ્વારા ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર કાપી નાખતા ખેડૂતોમાં રોષ ની લાગણી પ્રવર્તમાન થઈ છે. બીજી બાજૂ એમ.જી.વી.સી.એલના સૂત્રોએ જણાવ્યું હતુ કે પાંચ ફુટ સુધીના અડચણ રૂપ વૃક્ષો તેઓ સુરક્ષાની દ્રષ્ટીએ દૂર કરી શકે છે. પરંતુ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જો આ અંગે એમ.જી.વી.સી.એલ ખેડૂતોને જાણ કરી વૃક્ષો દૂર કરવા જણાવ્યું હોત તો જરૂરીયાત જે વૃક્ષ અડચણ રૂપ હોય તે જ વૃક્ષો ઉખેડી લેવામાં આવ્યા હોત પરંતુ આડેધડ વૃક્ષ છેદન કરી એમ.જી.વી.સી.એલ દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવ્યું હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે. સદર વિસ્તારમાં ખેતર ધરાવતા કવી પટેલે જણાવ્યું હતુ કે અમારા ખેતર માંથી વીજ લાઈન પસાર થાય છે તે વીજ લાઈન પાસે એક દુક્કલ વૃક્ષો વીજ લાઈન પાસે હતા જે માત્ર દાંડીઓ દૂર કરવા લાયક હતા પરંતુ આ વૃક્ષ અડદુ અડધ કાપી લેવામાં આવતા આ વૃક્ષ હવે નક્કામું થઈ ગયું છે. ઉપર થી બેજવાબદારી પૂર્ણ રીતે વૃક્ષ છેદન કરતા ખેતરમાં તારની બાંધેલી વાડ ને પણ નુકશાન થવા પામ્યું હતુ તેની ભરપાઈ કોણ કરશે તેમ પણ તેઓએ રોષ સાથે કહ્યું હતું. એક તો ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવે છે અને ત્યાર બાદ ખેતર માંથી વૃક્ષ છેદન કરવામાં આવે છે આવી પરિસ્થીતીમાં ખેડૂતોની દયનીય હાલત થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ઉમરેઠ સીવીલ કોર્ટને સિનિયર ડીવીઝન કોર્ટ બનાવવા ધારાસભ્યએ રજૂઆત કરી


ઉમરેઠમાં છેલ્લા સો વર્ષ થી સીવીલ કોર્ટ કાર્યરત છે. ઉમરેઠ સહીત આજૂબાજૂના ૫૨ ગામના લોકોને સીનીયર ડીવીઝનના કેસો માટે જિલ્લા મથક આણંદ સુધી  ૩૦ કી.મી દૂર જવું પડે છે. જેને પગલે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને રજઆત કરી હતી.

ઉમરેઠના ધારાસભ્યએ જેનેરીક દવાનો સ્ટોર ચાલુ કરવા રજૂઆત કરી.


ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોર કાનાણીને ઉમરેઠ વિસ્તારમાં જેનેરીક દવાનો સ્ટોર શરૂ કરવા માટે રજૂઆત કરી હતી. આ અંગે તેઓએ મંત્રીશ્રીને રજૂઆતમાં જણાવ્યું હતુ કે ઉમરેઠ તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ અને પછાત વર્ગની પ્રજા છે, જેઓને હાલમાં મોંઘા ભાવે દવા ખરીદ કરવી પડે છે જેને પગલે ઉમરેઠ વિસ્તારમાં સરકારી ધારાધોરણ મુજબ સત્વરે જેનેરીક દવાનો સ્ટોર શરૂ થાય તે માટે ઘટતુ કરવા તેેઓએ અપીલ કરી હતી. 

જાણો વૃધ્ધ મહિલા માટે કેવી રીતે આશિર્વાદ સાબીત થઈ ૧૮૧ હેલ્પ લાઈન..?


 

1811માતા-પિતાએ જે સંતાનોને ઉછેર કરી આંગળી પકડી ચાલતા શિખવ્યું તે જ સંતાન વૃધ્ધ અવસ્થામાં જ્યારે માતા-પિતા ચાલવા કે હરવા ફરવા સક્ષમ ન હોય અને તેઓની આંગળી પકડી તેમને સહારો આપવાની જરૂર હોય ત્યારે સંતાનો મોં ફેરવી નાખે છે, આવા સમાજમાં કેટલાય કિસ્સા બનતા આપણે સૌ જોઈયે છે. સંતાનો જે માતા-પિતા થી વિમુખ થઈ ગયા હોય અને વૃધ્ધ માતા-પિતાને સહારાની જરૂર હોય તેવી પરિસ્થીતીમાં ૧૮૧ હેલ્પ લાઈન ઉપર કોલ કરવા થી હવે તુરંત મદદ મળતી થઈ ગઈ છે. તાજેતરમાં ઉમરેઠ પંથકની ૧૮૧ હેલ્પ લાઈન નંબર પર કપડવંજ થી કોલ આવ્યો હતો, આ અંગે ફોરમ રાઠોડે જણાવ્યું હતુ કે ફોન પર અમને કહેવામાં આવ્યું હતુ કે બસ સ્ટેશન વિસ્તારમાં એક વૃધ્ધ મહીલા બેઠી છે જેને સહાયની જરૂર હોય તેમ લાગે છે. વાત ની જાણ થતા ૧૮૧ ટીમ તુરંત કપડવંજ પહોંચી હતી અને ૭૦ વર્ષની મહીલાનું કાઉન્સિલીંગ કર્યું હતુ જેમાં તેઓને મહીલાને પોતાના પરિવારે ત્યજી હોવાનો અંદાજ આવ્યો હતો અને મહીલા મંદ બુધ્ધિની હોવાનું પ્રતિત થતા તે મહીલાને બાયડ ખાતે મંદ બુધ્ધિ મહીલા સેવા ટ્રસ્ટમાં મુકવામાં આવી હતી. હવે આ વૃધ્ધ મહીલા જયઅંબે મંદ બુધ્ધિ મહીલા સેવા ટ્રસ્ટ ખાતે પોતાનું જીવન વિતાવશે. ૧૮૧ ની પ્રશંશનિય કામગીરીને કારણે અસહાય મંદ બુધ્ધિ મહિલાને નવજીવન મળ્યું હતું.

 

ઉમરેઠના સદાશિવ દવેને શ્રેષ્ઠ સંગીત કલાકાર તેમજ આર્ષ વિદ્યાકલા એવોર્ડ એનાયત કરાયો.


davedave2

ઉમરેઠના શીવનાદ વૃંદના સંચાલક અને નડિયાદ શારદા મંદિર સ્કૂલના સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવતા સદાશિવ દવેને તાજેતરમાં નડિયાદ ખાતે પોતાના સંગીત ક્ષેત્રે મહત્વના યોગદાન બદલ બાલકન જી બારી દ્વારા શ્રેષ્ઠ સંગીત કલાકાર-૨૦૧૮ તેમજ આર્ષ વિદ્યા આરણ્યમ ટ્રસ્ટ દ્વારા પુજ્ય સ્વામિ મુદિતવદનાનંદજી તથા નિર્ગુણદાસજી મહારાજ (સંતરામ મંદિર)ના હસ્તે આર્ષ  વિદ્યા કલા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં સદાશિવ દવેએ જણાવ્યું હતુ કે, સંગીત પ્રત્યે પહેલે થી તેઓને રૂચિ રહી છે અને મોસાળ પક્ષ તરફ થી સંગીત વારસામાં મળ્યું છે. પંડિત ઓમકારનાવ ઠાકુરના શિષ્ય શ્રી ગોવિંદપ્રસાદ ત્રિવેદીના તેઓ દોહિત્ર ભાણેજ છે. તેઓએ ઉમેર્યુ હતુ કે આણંદ સ્થીત પુજ્ય ઈશ્વરભાઈ પારેખ સાથે રહીને સંગીત વિશારદ પૂર્ણ કર્યા બાદ સંગીતને સદાય સજીવન રાખવાના ગુરુમંત્ર સાથે તેઓ હાલ છેલ્લા ૧૩ વર્ષ થી શારદા મંદિર સ્કૂલ નડિયાદ ખાતે વિદ્યાર્થીઓને સંગીતના પાઠ ભણાવી રહ્યા છે, તેમજ શીવનાદ વૃંદના તેઓ સફળ સંચાલક છે અને સમગ્ર ભારતમાં તેઓએ લગભગ ૪૬૯ થી પણ વધુ કાર્યક્રમો રજુ કરી લોકોની ચાહના મેળવી છે, ઉમરેઠમાં છેલ્લા બે-ત્રણ વર્ષ થી યુવાધનને ગરબે ઝુમવા તેઓનો જ કંઠ અને સંગીત મજબુર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શદાશિવ દવે પાસે થી સંગીત વિદ્યા મેળવનાર વિદ્યાર્થીઓ વાદન તેમજ ગાયન ની વિવિધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ચુક્યા છે અને શારદા મંદિરનું નામ રોશન કર્યું છે. પોતાની સંગીત યાત્રા અંગે વધુ તાલ સાથે શદાશિવ દવેએ જનાવ્યું હતુ કે મારા જીવનમાં હમસફર બનનાર સ્મુતિ દવે તેઓની સંગીત યાત્રામાં પણ તેઓ સાથે જોડાઈ ગયા છે, ઉમરેઠમાં તેઓ નવરાત્રિ દરમ્યાન તેમજ વિવિધ સંગીત કાર્યક્રમમાં તેઓ પણ પોતાના મધુર કંઠનો સાથ આપી સંગીતની આરાધનામાં મગ્ન બની ગયા છે. શિક્ષક સાથે તેઓએ સ્વરકાર તેમજ સંગીતકાર તરીકે પણ ભૂમિકા અદા કરી છે જેમાં તેઓએ ગીતો,ગઝલો,અને કાવ્યો થઈ ૨૫૦ થી વધુ રચનાઓ સ્વરાંકિત કરેલ છે. નડિયાદ સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ લિખિત રામમસ્તી પદસંગ્રહ ની રચનાઓ સ્વરાંકિત કરી તેને સંગીત નિર્દેશન કરી ઓડીયો આલ્બમ પણ પ્રસિધ્ધ કરેલ છે. આ સાથે અનુપમ મિશન મોગરી સ્થિત સંત ભગવંત પુજ્ય સાહેબદાદાના દિવ્ય સાનિધ્યમાં “અમે બ્રહ્મ જ્યોતિમાં ખિલ્યારે..શ્રીજીના ફુલ” ,ગઝલ આલ્બમ “અધુરે સપને” તેમજ બાળગીત “ફુલવારી” જેવા લોકપ્રિય આલ્બમ સંગીત આપી સંગીતકારની પણ ભૂમિકા અદા કરેલ છે. નડિયાદની બે નામાંકિત સંસ્થાઓ દ્વારા ઉમરેઠના સદાશિવ દવેને સન્માનીત કરી એવોર્ડ અર્પણ કરવા બદલ ઉમરેઠની પ્રજા અને નડિયાદ શારદા મંદિર-વિદ્યોજનક મંડળના મેનેજીંગ ટ્રસ્ટી પૂ.સુનિલભાઈ પંડ્યાએ ગૌરવની લાગની સાથે તેઓને અભિનંદન પાઠવ્યા હતા.