આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: March 2010

નવા નાણાકિય વર્ષની હાર્દિક શુભેચ્છા…!


નવા નાણાકિય વર્ષમાં તમારા બેન્ક બેલેન્સમાં અઢળક વધારો થાય અને મને જરૂર પડે તો ઉધાર આપવામાં તમારું મન ન કચવાય તેવી હાર્દિક અપેક્ષા..!!! LoL

Happy New Accouting Year…!

રવિવાર, લાઈટ ને પણ રજા…!


રવિવાર એટલે રજાનો અને મઝાનો દિવસ, પણ ગઈકાલનો રવિવાર મારા માટે સજાનો દિવસ હતો. બન્યું એવું કે રવિવારે સવારે ૯ કલાકની આસપાસ લાઈટો જતી રહી, અડધો કલાક સુધી લાઈટ આવશે તેવી રાહ જોયા કરી આખરે કંટાળી બજારમાં નિકળ્યો અને જાણવા મળ્યું કે એમ.જી.વી.સી.એલ વાળા રીપેરીંગ કરે છે એટલે લાઈટ છે..ક ચાર વાગે આવશે.

ઊનાળામાં પાણી અને લાઈટના ધાંધિયા થાય તે કેવી રીતે ચાલે…? ખેર..સહન કર્યા વગર બીજો કોઈ રસ્તો ન હતો. ૧૦ થી ૧૨ નો બે કલાકનો ટાઈમ તો રવિવાર હોવા છતા ઓફિસમાં થોડું પેન્ડીંગ કામ પતાવી પસાર કર્યો. રખડતા રખડતા ૧ વાગે ભજીયા લઈ ઘરે ગયો અને જમવાનું પતાવ્યું પછી પેપર વાંચ્યું ને પોળમાં મારા જેવા બે-ચાર નવરાં લોકોને ભેંગા કરી ગપ્પાબાજી શરું કરી, વોર્ડના મેમ્બરથી માંડી મોદી અને ગીલ્લી ડંડાથી માંડી આઈ.પી.એલ સુધીની વાતો કરી ચાર વાગ્યા પણ લાઈટનું કાંઈ ઠેકાણું ન હતું એટલે બસ સ્ટેશન ગયા ને ચા ની ચુસ્કી મારી અડધો કલાક પછી ઘરે ગયા ત્યારે લાઈટો આવી ને બસ પછી પાંચ પર પંખો કરી ઊંઘ લેવાનું શરું કરી દીધું…છેક સાંજે ૬.૩૦ કલાકે મોબાઈલ રણક્યો ત્યારે આંખ ખુલી.

અમારા ઉમરેઠ ગામમાં મોટાભાગે દર રવિવારે લાઈટો બંધ થઈ જાય છે. એટલું સારું છેકે એક રવિવારે પંચવટી ની ” પેલી બાજૂ ” ને એક રવિવારે પંચવટીની “આ બાજૂ” લાઈટ બંધ હોય છે જેથી પંદર દિવસે એકવાર લાઈટ બંધની સજા ભોગવવી પડે છે.

અર્થ અવર શનિવારે સાંજે હતો પણ અમારા ઉમરેઠમાં અર્થ અવર રવિવારે સવારે ૯ થી બપોરે ૪.૩૦ કલાક સુધી ઉજવાયો. જોયુંને અમે કેટલીબધી વીજળી બચાવીએ છે..!

ખાસ નોંધ – રવિવારે લાઈટો બંધ હોવાથી આ પોસ્ટ સોમવારે કરી છે.( હા…હા..હા)

બગાસા ખાતી મહિલા રીપોર્ટર


બગાસા ખાતી મહિલા રીપોર્ટર

આજે સવારે મોદી એસ.આઈ.ટી સમક્ષ હાજર થયા ત્યારે મીડીયા કર્મો કવરેજ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યારે એક ટી.વી ચેનલની મહિલા પત્રકાર રીપોર્ટીંગ કરતા સમયે કંટાળેલ હાલતમાં બગાસા ખાતા દેખાઈ હતી વિલંબનાની વાત તો એ છે કે જ્યારે મહિલા રીપોર્ટર બગાસા ખાતા સમયે માથે હાથ દઈ ઉભી હતી ત્યારે જ લાઈવ પીક્ચર ચાલુ થઈ ગયુ હતુ, જેનો મહિલા રીપોર્ટરને ખ્યાલ આવતા જ ખુબજ ચુસ્તી રાખી આ મહિલા રીપોર્ટરે સુંદર રીતે પોતાનો રીપોર્ટ સબમીટ કર્યો હતો.

માહિતી અધિકાર


ભારત દેશના નાગરીકોને માહિતી અધિકાર કાયદારૂપે એક શસ્ત્ર આપવામાં આવ્યું છે. માહિતી અધિકારનો કાયદો ખરેખર આમ આદમી માટે ખૂબ જ સારો છે. સરકારી તંત્રમાં પારદર્શીતા આવે અને સરકારી અધિકારીઓ નાગરિકોને આળા અવળા માર્ગે દોરતા હોય ત્યારે માહિતી અધિકારના કાયદા દ્વારા જે તે નાગરિક પોતાને જરૂરી તમામ કાયદા હેઠળ આવતી માહિતી માંગી શકે છે.
પરંતુ જ્યારે જનતા પોતાને આપેલ આ શસ્ત્રનો દૂર ઉપયોગ કરે છે ત્યારે સરકારી અધિકારીઓ માટે માહિતી અધિકારનો કાયદો માથાના દૂઃખાવા સમાન અને સરકારી સમય અને પૈસા વેડફનારો બની જાય છે.
કેટલાય લોક માહિતીના કાયદાના શસ્ત્રથી રીતસર સરકારી અધિકારીઓને હેરાન પરેશાન કરી દેતા હોય છે અને સરકારી સમય અને પૈસાવે વેડફતા હોય છે. બિનજરૂરી માહિતી માંગી જે તે અધિકારીઓને પરેશાન કરવા માટે મોટાભાગે લોકો માહિતીના અધિકારના કાયદાનો સહારો લેતા હોય છે.
કેટલાય લોકો પોતાનું ગેરકાયદેસર કામ કરાવવા સરકારી અધિકારી પાસે જાય છે અને કાયદેસરરીતે જો કોઈ સરકારી અધિકારી તેમનું કામ ન કરે તો પણ માહિતીના કાયદાથી ખોટી અને બિનજરૂરી માહિતી માગી જે તે વ્યક્તિ સરકારી અધિકારીને હેરાન કરે છે જ્યારે આ માહિતીના કાયદાના નિયમ નીચે દબાયેલ અધિકારીએ પોતાનો સમય અને સરકારી પૈસા બગાડી જે તે વ્યક્તિને માહિતી પૂરી પાડવી જ પડે છે.
જ્યારે સરકારી સમય અને પૈસાનો વ્યય થતો અટકાવવા માટે માહિતી અધિકારના કાયદા માં સંશોધન કરી તેમા કેટલાક સુધારા કરવા જરૂરી છે. જે તે વ્યક્તિ જે માહિતી માગે છે તે જે તે વ્યક્તિ શા માટે માગે છે..? તે માહિતીનો તે કઈ રીતે ઉપયોગ કરશે..? શું ખરેખર જે તે માહિતી તે વ્યક્તિને જરૂરી છે ખરી…? જેવા કેટલાય મુદ્દાની વિસ્તૃત જાણકારી પણ સરકારી તંત્ર માગે તોજ ખરા અર્થમાં માહિતી અધિકારનો કાયદો યથાયોગ્ય કહેવાશે.
બાકીતો સરકારી તંત્રના અધિકારીઓ માટે આ કાયદો માથાના દૂઃખાવા રૂપ સાબિત થાય તેમા કોઈ શંકા નથી…!
ભારત દેશના નાગરીકોને માહિતી અધિકાર કાયદારૂપે એક શસ્ત્ર આપવામાં આવ્યું છે. માહિતી અધિકારનો કાયદો ખરેખર આમ આદમી માટે ખૂબ જ સારો છે. સરકારી તંત્રમાં પારદર્શીતા આવે અને સરકારી અધિકારીઓ નાગરિકોને આળા અવળા માર્ગે દોરતા હોય ત્યારે માહિતી અધિકારના કાયદા દ્વારા જે તે નાગરિક પોતાને જરૂરી તમામ કાયદા હેઠળ આવતી માહિતી માંગી શકે છે.
પરંતુ જ્યારે જનતા પોતાને આપેલ આ શસ્ત્રનો દૂર ઉપયોગ કરે છે ત્યારે સરકારી અધિકારીઓ માટે માહિતી અધિકારનો કાયદો માથાના દૂઃખાવા સમાન અને સરકારી સમય અને પૈસા વેડફનારો બની જાય છે. કેટલાય લોક માહિતીના કાયદાના શસ્ત્રથી રીતસર સરકારી અધિકારીઓને હેરાન પરેશાન કરી દેતા હોય છે અને સરકારી સમય અને પૈસાવે વેડફતા હોય છે. બિનજરૂરી માહિતી માંગી જે તે અધિકારીઓને પરેશાન કરવા માટે મોટાભાગે લોકો માહિતીના અધિકારના કાયદાનો સહારો લેતા હોય છે.
કેટલાય લોકો પોતાનું ગેરકાયદેસર કામ કરાવવા સરકારી અધિકારી પાસે જાય છે અને કાયદેસરરીતે જો કોઈ સરકારી અધિકારી તેમનું કામ ન કરે તો પણ માહિતીના કાયદાથી ખોટી અને બિનજરૂરી માહિતી માગી જે તે વ્યક્તિ સરકારી અધિકારીને હેરાન કરે છે જ્યારે આ માહિતીના કાયદાના નિયમ નીચે દબાયેલ અધિકારીએ પોતાનો સમય અને સરકારી પૈસા બગાડી જે તે વ્યક્તિને માહિતી પૂરી પાડવી જ પડે છે.
જ્યારે સરકારી સમય અને પૈસાનો વ્યય થતો અટકાવવા માટે માહિતી અધિકારના કાયદા માં સંશોધન કરી તેમા કેટલાક સુધારા કરવા જરૂરી છે. જે તે વ્યક્તિ જે માહિતી માગે છે તે જે તે વ્યક્તિ શા માટે માગે છે..? તે માહિતીનો તે કઈ રીતે ઉપયોગ કરશે..? શું ખરેખર જે તે માહિતી તે વ્યક્તિને જરૂરી છે ખરી…? જેવા કેટલાય મુદ્દાની વિસ્તૃત જાણકારી પણ સરકારી તંત્ર માગે તોજ ખરા અર્થમાં માહિતી અધિકારનો કાયદો યથાયોગ્ય કહેવાશે. બાકીતો સરકારી તંત્રના અધિકારીઓ માટે આ કાયદો માથાના દૂઃખાવા રૂપ સાબિત થાય તેમા કોઈ શંકા નથી…!

ઉમરેઠના મોચીવાડ વિસ્તારની મહિલાઓએ પાણીના પ્રશ્ને પાલિકામાં રજૂઆત કરી


પાણીના પ્રશ્ને મહિલાઓની રજૂઆત

ઉમરેઠ નગરના પોષ ગણાતા વોર્ડનં-૮ના મોચીવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાથી કંટાળી ગયેલ મહિલાઓએ આખરે નગરપાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે ઉનાળાના આગમન સાથે જ નગરમાં પાણીનો કકળાટ શરૂ થતા નાગરીકો રોષની લાગની વ્યક્ત કરી રહ્યા છે.

વધુમાં ઉમરેઠના વોર્ડ નં-૮ માં આવેલ મોચીવાડ વિસ્તારમાં પાણી પહેલા કે બીજા માળ સુધી તો દૂર પણ ઘરના ગ્રાઊન્ડ ફ્લોર ઉપર પણ આવતું ન હોવાને કારણે મોચીવાડની મહિલાઓને રોજ બરોજના ગૃહ વપરાશ માટેના પાણી ભરવા માટે રસ્તા ઉપર મુકેલ પાણીના નળ ઉપર પાણી ભરવા આવું પડે છે. આ સમયે ઘરની બહારથી પાણીના ઘડા અને ડોલ લઈને જતી મહિલાઓ કેટલીક વાર પડી જતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારે મોચીવાડ વિસ્તારમાં પાણીનો ફોર્સ પણ જોઈએ તેટલા પ્રમાણમાં ન આવતો હોવાને કારણે પણ મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે. લાખ્ખોના ખર્ચે નગરમાં પાણીની ટાંકીઓ બનાવવામાં આવી હોવા અતા પણ પાણી પૂરવઠાને કારણે લોકોને હેરાનગતી સહન કરવી પડે તે કેટલું વ્યાજ્બી છે..?

અત્રેખાસ ઉલ્લેખનિય છે કે ઉમરેઠના વોર્ડ નં-૮માં મોચીવાડ સિવાયના કેટલાક અન્ય વિસ્તારમાં લોકોના ઘરોમાં છેક ત્રીજા માળ સુધી પણ પાણી સારા ફોર્સમાં આવે છે તો પછી મોચીવાડ વિસ્તારમાં ગ્રાઊન્ડ ફ્લોર પર પણ પાણી કેમ નથી આવતું જે એક યક્ષ પ્રશ્ન છે. ત્યારે મોચીવાડ વિસ્તારની પાણીની પાઈપલાઈન યોગ્ય રીતે સાફ કરાવી મોચીવાડ વિસ્તારની મહિલાઓનો પાણીનો પ્રશ્ન કાયમ માટે ઉકેલવામાં આવે તેવી સદર વિસ્તારની મહિલાઓ લાગણી વ્યક્ત કરી રહી છે.

ત્યારે આ મુદ્દે પાલિકાના સત્તાધીશોએ સકારાત્મક જવાબ આપતા ટૂંક સમયમાં મોચીવાડ વિસ્તારના પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા હૈયાધારના આપી હતી. જેથી મોચીવાડની મહિલાઓ શાંત થતા મામલો થાળે પડ્યો હતો પરંતુ આ સમયે પણ મોચીવાડની મહિલાઓએ જણાવ્યું હતુ કે નજીકના ભવિષ્યમાં જો મોચીવાડ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ ન હી થાય તો ઉગ્ર આંદોલન તેમજ આગળ રજુઆતો કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

જળ વેળફતા નળ…!

જળ વેડફતા નળ...!

વધુમાં આ મુદ્દે નગરના એક સિનિયર સિટીઝન નાગરીકે જણાવ્યું હતુ કે પાણી પૂરવઠો સતત મેળવવોએ તમામ નાગરીકોનો હક્ક છે. પરંતુ હક્ક સાથે નાગરિકોએ પોતાની ફરજો પણ અદા કરવી જોઈયે જ્યારે પાણી પુરતા પ્રમાનમાં મળે છે ત્યારે કેટલાય નાગરિકો પાણીનો બેફામ ઉપયોગ કરે છે અને ઠેર ઠેર જળ વેડફતા નળનું દ્રશ્ય જોવા મળે છે. આ સાથે નાગરિકોએ વેરા પણ પાલિકાને સમય સરભરપાઈ કરવા જરૂરી છે.

ઉપરોક્ત સમાચાર આણંદના પ્રસિધ્ધ દૈનિક સરદાર ગુર્જરીમાં વાંચવ અહિયા ક્લીક કરો

ઉમરેઠ એસ.બી.આઈ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.


રક્તદાન

રક્તદાન મોબાઈલવાન

ઉમરેઠ એસ.બી.આઈ દ્વારા સતત ત્રીજીવાર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત ૩૬૫ દિવસ રક્તદાન યજ્ઞના ભાગરૂપે ઉમરેઠ એસ.બી.આઈ બેન્ક દ્વારા રક્તદાનનું આયોજન થયું હતુ આ સમયે રેડક્રોસ સોસાયટીની મોબાઈલ રક્તદાન વાન ઉમરેઠ નગરમાં આવી પહોંચી હતી. ઉમરેઠ સહિત અન્ય આજુબાજુના ગામના લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ જ્યારે રક્તદાતાઓને એસ.બી.આઈ દ્વારા પ્રમાણપત્ર અને પ્રોત્સાહનરૂપે કીટ આપવામાં આવી હતી.

ઉમરેઠમાં સંતરામ મંદિરમાં સુંદરકાંડ પાઠ યોજાયા.


અશ્વીનભાઈ પાઠક

ભક્તજનો

ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજના જન્મ દિવસ નિમિત્તે તા.૧૬.૩.૨૦૧૦ને મંગળવારના રોજ સંતરામ મંદિર ખાતે અશ્વીનભાઈ પાઠકના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠ સહિત આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુંદરકાંડના પાઠનું પઠન કર્યું હતું. આ સમય શ્રી ગણેશદાસજી મહારાજને ભક્તોએ જન્મ દિવસની શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠ નગરપાલિકામાં ઉર્જા બચાવો વિષય ઉપર સેમિનાર યોજાયો.


ઉર્જા બચાવો

ઉમરેઠ નગર પાલિકામાં ઉર્જા બચાવો વિષય ઉપર સેમિનાર યોજાયો હતો જેમાં નગર પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા. જ્યારે આ સમયે વિજળીની બચાવ કેવી રીતે કરવો તેની વિશેષજ્ઞોએ વિગતવાર સમજ આપી હતી. નગરમાં સ્ટ્રીટ લાઈટ સોલર સિસ્ટમથી કાર્યરત કરવા સુચન આપ્યું હતું. ઉપસ્થીત નગર પાલિકાના સભ્યોને સોલરથી સ્ટ્રીટ લાઈટ કેવી રીતે ચલાવવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી. અને સોલર સિસ્ટમથી ચાલતી સ્ટ્રીટ લાઈટનું પ્રત્યક્ષ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે આવનારા સમયમાં વિજળી બચાવવા માટે ઉમરૅઠ પાલિકા સોલર સિસ્ટમથી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે તો નગરપાલિકાના વીજબીલમાં મોટ રાહત થાય તેમ છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે ગુજરાતમાં કેટલીક નગર પાલિકા સોલર સીસ્ટમથી વીજ બચાવવાનું કાર્ય હાલમાં કરી જ રહી છે. જ્યારે ઉમરેઠ પાસેના થામણા ગામમાં ઓછા વોલ્ટની નાની ટ્યુબ લાઈટ સ્ટ્રીટ લાઈટ તરીકે વાપરવામાં આવે છે જેથી પણ વીજનો ખાસ્સો બચાવ થાય છે.

ઉમરેઠના હર્ષદભાઈ પટેલ યુ.કે માં સંસદની ચૂંટણી લડશે..!


મૂળ ઉમરેઠના વતની અને વર્ષોથી લંડન સ્થાઈ થયેલ હર્ષદભાઈ પટેલ સંસદની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે હર્ષદભાઈ પટેલ યુ.કે ખાતે ખુબ જ લોકપ્રિય રાજકિય વ્યક્તિ છે તેઓ મેયર પદે પણ ફરજ બજાવેલ છે.

આ અંગે વધુ માહિતી માટે અહિયા ક્લીક કરો.

કોર્ટ કંપાઊન્ડ પાછળ આવેલ…ઉમરેઠ નગર પાલિકાની જૂની પાણીની ટાંકીની બિસ્માર હાલત


જૂની પાણીની ટાંકી

ઉમરેઠના કોર્ટ કંપાઊન્ડ પાછળ આવેલ નગર પાલિકાની જૂની પાણીની ટાંકીની બિસ્માર હાલતમાં હોવાને કારણે કોર્ટમાં ફરજ બજાવતા વકીલો સહિત કોર્ટમાં પોતાના કામ માટે આવતા નગરજનો ભારે ભયની લાગણી પ્રવર્તમાન બની છે. ત્યારે કોર્ટ કંપાઊન્ડ પાછળ આવેલ પાણીની ટાંકી સત્વરે ઉતારી લેવામાં આવે અને સંભવીત દૂર્ગટના નિવારવામાં આવે તેમ વકીલો માગણી કરી રહ્યા છે.

વધુમાં ઉમરેઠ નગરમાં કોર્ટ કંપાઊન્ડ પાછળ આવેલ જૂની ટાંકી બિસ્માર હાલતમાં અને પડું પડું હોવાને કારને પાણી પૂરવઠામાં કોઈ ખલેલ ન પડે તેથી પાલિકા દ્વારા નવી ટાંકી પણ બનાવવામાં આવી છે પરંતું જૂની જોખમી પાણીની ટાંકી જૈસે થે ની પરિસ્થીતીમાં રાખવામાં આવતા કોર્ટમાં ફરજ બજાવતા વકીલો સહિત ટાંકીની પાછળના ભાગમાં આવેલ ચોકસીની પોળ, ભટ્ટવાળી પોળના રહિશોમાં ભયની લાગણી દેખાઈ રહી છે જો આ પાણી ટાંકી આગળના ભાગમાં પડશે તો કોર્ટના મકાનને પણ નુકશાન થવાની આશંકા લોકોમાં વ્યાપી રહી છે જ્યારે પાછળ તરફ કે આજુબાજૂ આ પાણીની ટાંકી પડે તો નગરના ભટ્ટવાળી પોળ તેમજ ચોકસીની પોળના મકાનોને નુકશાન થાય તેમ છે.

બિસ્માર ટાંકી

હાલમાં આ જૂની પાણીની ટાંકીના સ્લેબમાં રીતસર સળીયા દેખાઈ રહ્યા છે તેમજ ટાંકીના પીલરો માંથી પણ સળીયા બહાર દેખાય છે. જેથી આવનારા ટૂક સમયમાં આ પાણીની ટાંકી કડળભૂસ થઈને પડી ભાગે તેવી ભયની લાગણી લોકોમાં વ્યાપી રહી છે. નગર પાલિકાના સત્તાધીશો પણ આ વાતથી અવગત છે, જેથી આ જૂની પાણીની ટાંકીના વિકલ્પ તરીકે નવી પાણીની ટાંકી પણ બનાવવામાં આવી છે. જ્યારે પાલિકા આ જૂની ટાંકીની સ્થિતી થી અવગત હોવા છતા આ બિસ્માર ટાંકીને ઉતારી લેવામાં શા માટે આળશ રાખી રહી છ તે યક્ષપ્રશ્ન નગરજનો કરી રહ્યા છે. શું પાલિકા તંત્ર કોઈ હોનહારતની રાહ જૂવે છે..? તેમ પણ લોકો વિચાર કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં પાલિકા તંત્ર દ્વારા આ જૂની પાણીની ટાંકી ઉતારી કોર્ટમાં ફરજ બજાવતા વકીલો અને આજૂબાજૂ રહેતા લોકોનો ભય દૂર કરે તે જરૂરિ બની ગયું છે.

નવી પાણીની ટાંકીની મુખ્ય પાઈપમાં લીકેજને કારણે ગંદકી…!

પાઈપ લીકેજને કારણે ગંદકી..!

કોર્ટ કંપાઊન્ડ પાછળ આવેલ જૂની પાણીની ટાંકીના વિકલ્પ રૂપે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી જેનું લોકાર્પણ ૨૦૦૮માં મંત્રીશ્રી ફકીરભાઈ વાઘેલાના હસ્તે વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. ત્યારે બે વર્ષ જેટલા ટૂકા ગાળામાં જ પાઈપ લાઈન લીકેજ થઈ જવાથી કોર્ટના પાછલા ભાગમાં ગંદકી વ્યાપી ગઈ છે અને મચ્છરોનો ત્રાસ થઈ ગયો છે જેના કારણે વકીલ અને કોર્ટમાં ફરજ બજાવતા સ્ટાફના લોકોને પણ ત્રાસ સહન કરવો પડે છે. ત્યારે ગામમાં કોઈ રહિશ કે હોટલ રેસ્ટોરંટના માલિક પોતાના મકાન કે દૂકાન બહાર કચરો ફેંકે કે પાણી ઢોળે તો તેને નોસટીશ ફટકારી દંડ પણ વસુલ કરવા સુધીની કાર્યવાહિ કરવામાં આવશે ત્યારે નગર પાલિકાની ટાંકીની પાઈપના કલીકેજ ને કારણે ફેલાયેલ ગંદકી સામે કોણ કોણે નોટીશ ફટકારશે તે જોવાનું રહ્યું.

ઉમરેઠમાં ગોધરાકાંડનો પડઘો (ભાગ-૩)


ગોધરાકાંડનો પડઘો ઉમરેઠમાં છેક ૨ મહિના પછી પડ્યો હતો. ગોધરાકાંડના પગલે ઉમરેઠમાં ફાટી નિકળેલ તોફાનને કારણે તંત્ર દ્વારા ઉમરેઠમાં લગભગ ૮ થી ૧૦ દિવસ સુધી કરફ્યુ રહ્યો હતો. જેના કારણે ઉમરેઠમાં વેપાર ધંધાને ખાસ્સી અસર પહોંચી હતી જે આજે આઠ વર્ષ પછી પણ ઉમરેઠના વહેપારીઓ અનુભવી રહ્યા છે.

ઉમરેઠમાં હાલમાં પરાસ્ત થતા વહેપાર ધંધા માટે ગોધરાકાંડ દરમ્યાન આઠ દશ દિવસ સુધી લાદવામાં આવેલ કરફ્યુ એક મહત્વનું કારણ છે તેમ ઉમરેઠમાં કેટલાય વહેપારી માની રહ્યા છે. આ પહેલા ઉમરેઠની આજુ બાજુ આવેલ લગભગ ૪૨ ગામડાના લોકો પોતાના રોજ બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે અચુક ઉમરેઠ આવતા હત પરંતુ ગોધરા કાંડ દરમ્યાન ઉમરેઠમાં લગભગ આઠ થી દશ દિવસ સુધી કરફ્યુ રહેતા ગામડાના લોકો ઉમરેઠમાં આવવાને બદલે ઉમરેઠ પાસેના પણસોરા અને સાવલી ગામ તરફ વળી ગયા હતા.

ઉમરેઠ પાસેના પણસોરા ગામમાં અને સાવલી ગામમાં હાલમાં ઉમરેઠના ગામડાના વિસ્તારના લોકો હવે પોતાની રોજ બરોજની જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા જઈ રહ્યા છે. જેના કારણે હાલમાં ઉમરેઠમાં વેપાર ધંધાને માઠી અસર થ છે. ગોધરાકાંડ દરમ્યાન આઠ થી દશ દિવસ સુધી કરફ્યુ રહ્યો હતો પછી પણ જ્યારે કરફ્યુ માં ઢીલ મુકવામાં આવી ત્યારે પણ સાંજના સમયે ફરી કરફયુ નાખવામાં આવતો જ હતો જે શીલશીલો ખાસ્સા સમય સુધી રહ્યો હતો.

ઉમરેઠમાં પહેલા સાડી , બુટ ચંપલ મમરા પૌવા સહિત અન્ય કિરાણાની વસ્તુ લેવા ઉમરેઠની આજુ બાજૂના ગામડાના લોકો મોટી સંખ્યામાં આવતા હતા હાલમાં મંદીનો સમય કહો કે હરિફાયનો યુગ પણ એક વાત તો ચોક્કસ જ છે કે ૨૦૦૨ મા ઉમરેઠમાં ફાટી નિકળેલ કોમી રમખાણને કારણે આજે પણ ઉમરેઠના વહેપારીઓ સહન કરી રહ્યા છે. હવે ઉમરેઠના વહેપાર ધંધા પૂનઃ ધમધમતા બને તે માટે વહેપારીઓ એજ પોતાની કૂનેહથી ગ્રાહકોને ઉમરેઠ તરફ આકર્ષવા રહ્યા…!

Top 21 Things Indians does when they return to India from the U.S.


  • Click Hear TO View Top 21 Things Indians does when they return to India from the U.S
  • Mostly Give Second Hand T-Shitrs ,Badam, Pista and Some Cookies To their  Relatives . (This One Is Added By Me…!)


બેવડી નિતી


અમારા ઉમરેઠ ગામમાં તંત્રની બેવડી નિતીએ ભારે કરી છે. નગરમાં આવેલ હોટલો અને રેસ્ટોરંટમાં સ્વચ્છા છે કે નહી…? હોટલ રેસટોરંટ વાળા કેવો ખાદ્ય સામાન વાપરે છે વિગેરે વિગેરે બધી જીંનવટભરી તપાસ કરવામાં આવે છે વળી તેમનું લાયસન્સ  ફાયર સેફ્ટી સહિત હોટલ રેસ્ટોરંટ બહાર પાર્કિંગ છે કે કેમ વગેરે તપાસ કરવામાં આવે છે.

પરંતુ ઉમરેઠના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઉભી રહેતી ખાણી પીણીની લારીઓ પાસે એક ખુલ્લો કાંસ છ જે સાફ કરવાની જવાબદારી સ્થાનિક તંત્ર નીજ હશે તે સાફ કરવામાં કે પછી આ ખાણી પીણીની લારીઓ આવી ગંદી જગ્યએ થી દૂર કરવામાં તંત્ર કોઈ રસ લેતું નથી તેઓને આ ગંદકીમાં ખાણી પીણીની લારીઓ ઉભી રહે તેમાં કોઈ વાંધો નથી (ના..જ હોયને ચર્ચા થાય છે તગડી રકમ વસુલવામાં આવે છે.) બોલો હવે ઉમરેઠમાં ચોખ્ખી હોટલ અને રેસ્ટોરંટ સામે તંત્રને વાંધો છે પણ આ ગંદી લારી અંગે તેમને કોઈ મુશ્કેલી નથી.

..અરે હા આણંદ જિલ્લાના દૈનિક સરદાર ગુર્જરીમાં આ અંગે કાંઈ લખવામાં આવ્યું છે જે જોવા માટે અહિયા ક્લિક કરો.

કોમ્યુટર


એકદમ વિચાર આવ્યો કે કોમ્યુટર ના હોત તો શું થાત…?

ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા રમત ગમત મહોત્સવની ઉજવણી


ઉમરેઠ દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા રમત ગમ મહોત્સવની દશા ખડાયતાની વાડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ સમયે મુખ્ય મહેમાન પદે જ્ઞાતિના પ્રમુખ નવનીતલાલ પરીખ (મુંબઈ) તેમજ ઉપ પ્રમુખ પંકજભાઈ શાહ અને રમણલાદ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં પ્રાસંગીક પ્રવચન કરતા જ્ઞાતિના પ્રમુખ ન.કે.પરીખએ જણાવ્યું હતુ કે જેમ રમત ગમતમાં જીતવા માટે દ્રઢ મનોબળ અને એકાગ્રતા સાથે જીતવાની ધગશ જરૂરી છે તેજ રીતે આપણી જીંદગીની રમતમાં પણ જીતવા માટે એકાગ્રતા, દ્રઢ મનોબળ જેવા ગુનોનો વિકાસ જરૂરી છે.

જ્ઞાતિના બાળકોના સર્વાંગી વિકાસ માટે ભણતર સાથે રમત ગમત પણ જરૂરી છે તેવા અભિગમ સાથે દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા રમ ગમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચો, દોડ સહિત અન્ય રમતોનું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું

આ સાથે જ્ઞાતિના અન્ય લોકો માટે પણ ઈનડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તોલ મોલ કે બોલ, હાઊસી અને અન્ય જ્ઞાન સાથે ગમ્મત શીખવતી વિવિધ રમતો રમાડવામાં આવી હતી આ રમતોમાં જ્ઞાતિના નાના મોટા સહિત વડિલોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

તમામ રમતોમાં વિજેયતા થયેલા બાળકો અને મોટેરાઓને જ્ઞાતિના પ્રમુખ ન.કે.પરીખ તેમજ ઉપ પ્રમુખ પંકજભાઈ શાહ અને રમણલાલ શાહના વરદ હસ્તે ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. રમત ગમત મહોત્સવને સફળ બનાવના માટે જ્ઞાતિના યુવા કાર્યકર ભાવેશભાઈ શાહ, પ્રકાશભાઈ શાહ, રાજેશભાઈ શાહ તેમજ અન્ય કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ઉપ પ્રમુખ રમણભાઈ શાહએ આભાર વિધિ કરી આવનારા દિવસોમાં પણ આવીજ રીતે જ્ઞાતિજનોના આનંદ માટે વિવિધ કાર્યક્રમો કરવા જ્ઞાતિના યુવા કાર્યકરોને અનુરોધ કર્યો હતો.

પી.ટી.આઈ,એ.એફ.પી ,એપી સંસ્થા શું છે..?


તમે સમાચાર પત્રોમાં કેટલાય સમાચાર પી.ટી.આઈ દ્વારા , એ.એફ.પી દ્વારા વાંચ્યું હશે સાથે સાથે ટી.વી પર પણ ન્યુઝ ચેનલોમાં પી.ટી.આઈના હવાલે ખબર મળી છે,એફ.પી ના હવાલે ખબર મળી છે તેમ શાંભળ્યું હશે.શું તમે જાણો છો..? પી.ટી.આઈ,એ.એફ.પી,એપી,યુ.એન.આઈ જેવી સંસ્થા કેવી રીતે કામ કરે છે તે તમે જાણો છો..? આ અંગે ઓરકૂટની ન્યુઝ પેપર છાપા કોમ્યુનિટીમાં રજનીભાઈ અગ્રવાતે પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના પ્રત્યુત્તરમાં ઉર્વિનભાઈ કોઠારીએ નીચે મુજબ વિસ્તૃત માહિતી આપી હતી જે નીચે મુજબ છે.

AP – The Associated Press – http://www.ap.org/

AFP – Agence France-Press – http://www.afp.com/afpcom/en/

PTI – Press Trust of India – http://www.ptinews.com/home.aspx

REUTERS – http://in.reuters.com/

UNI – United News Of India – http://www.uniindia.com/

જે તે વેબસાઇટ પર વધારે ઇન્ફો મળે પણ મૂળ વાત આ બધી ન્યુઝ એજન્સીઝ – ન્યુઝ ગેધરીંગનૂં કામ કરે અને સમાચાર વેચવાનું કામ કરે. અત્યારે સંચાર પ્રણાલી ની સુલભતાથી આ વાત સમજવી અઘરી લાગે પણ જ્યારે અત્યાધુનિક દૂર સંચાર પ્રણાલી નહોતી ત્યારે આ બધી સંસ્થાઓનો દબદબો હતો – અત્યારે પણ છે જ. દરેક વર્તમાનપત્રોમાં ટેલીપ્રિન્ટર હોય જે તે ન્યુઝ એજન્સીઝ ના અલગ અલગ. સાંજ પડે ને એની ઠ્કા ઠક ચાલુ થઈ જાય – સમાચારો અવતરતા જાય અને પછી સ્થાનિક વર્તમાન પત્રો એના આધારે અનુવાદ કરીને સમાચાર મઠારી ને આપે.
ખબરપત્રીઓ-સ્ટ્રીંજર્સ વર્તમાન પત્રની નાડી કહી શકાય- ગામે ગામથી ખબર પંહોચાડે – અવેતન હોય. સ્ટેશનરી વગેરે થોડી મદદ જે તે વર્તમાન પત્ર કરે – હવે તો સહેજ મોટા ગામ-નગર કહી શકાય એવામાં વર્તમાનપત્રની ઓફિસ જ હોય અને આ ખબરપત્રી સમાચારની સાથે જાહેરાત પણ ભેગી કરી આપે અને એ એની કમાણી.

ઈનામ


જીંદગીમાં ગઈકાલે પહેલીવાર મને ઈનામ મળ્યું, આમ તો પહેલેથી નસીબ આડે પાંદડું જ છે પણ કોણ જાણે કેમ ગઈકાલે એવો વાયરો આવ્યો  કે નસીબ આડે પાંદડું ખસી ગયું અને૧૫૦/૨૦૦ વ્યક્તિમાં મારું નસીબ જોર કરી ગયું.

ગઈકાલે અમારી જ્ઞાતિનો રમગ ગમત મહોત્સવ હતો જેમાં વિવિધ રમતો રમાડાવામાં આવી હતી હાઊસી ગેમ માં લાસ્ટ-રો માં ઈનામ મને મળી ગયું.

..અરે હા કહેવાનું રહી ગયું ઈનામમાં ડોકોમોનું લાઈફ ટાઈમ વેલીડીટી વાળું કાર્ડ મળ્યું..!

ઈનામ જીતવાની મજા કેવી હોય છે હવે ખબર પડી. આ પહેલા અમારા પરિવારમાં મારા સ્વ.મદનકાકાને ખુબ ઈનામો મળતા હતા તેઓનું નસીબ તો એટલુ બધુ જોર કરતું હતું કે ઈનામો સામે ચાલીને તેમની પાસે આવતા હતા.

તેમની ઈનામી યાત્રા અંગે વધુ જાણવા અહિયા ક્લીક કરો.

નથી કોઈ તેવી ખબર જેનાથી રહીયે અમે બેખબર…!


નથી કોઈ તેવી ખબર જેનાથી રહીયે અમે બેખબર...!

%d bloggers like this: