આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: September 2012

અપડેટ – આપણું ઉમરેઠ


દશા ખડાયતા જ્ઞાતિ દ્વારા ઈનામ વિતરણ સમારોહ

ઉમરેઠ – તાજેતરમાં નગરની ગણપતિની વાડી ખાતે દશા ખડાયતા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જ્ઞાતિના પ્રમુખ ગુરૂશરણભાઈ શાહ (અમદાવાદ), જગદીશભાઈ શ્રોફ(ઉમરેઠ), રાજનભાઈ શાહ (અમદાવાદ) હેતલભાઈ શાહ(અમદાવાદ), ધુવેનભાઈ શાહ (અમદાવાદ) તેમજ અતુલભાઈ શાહ (સી.એ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતુ અને ઈનામો એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ સમયે જ્ઞાતિના વડિલોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી

ઉમરેઠ – ઉમરેઠમાં ગણેશ મહોત્સવની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ઉમરેઠમાં સૌથી વધુ ૬૮ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપણા કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમ્યાન વિવિધ વિસ્તારમાં અનેક ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. ગણેશ મહોત્સવબાદ વિસર્જન માટે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં વિવિધ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. નગરના લાલ દરવાજા ખાતે આવેલ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ જે માટે પાલિકા તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોડી સાંજ સુધી ચાલેલા વિસર્જનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

(ફોટો – રીતેશ કા.પટેલ અને જય શાહ )

દાંતનું દવાખાનું.


ઉમરેઠ જીવન આધાર સેવા સંકુલનો આઠમા વર્ષમાં પ્રવેશ…


વધુ જાણકારી અને સેવા માટે નીચેના વ્યક્તિનો સંપર્ક કરી શકો છો.

– સ્થાપક –

(૧) હરિવદન કનૈયાલાલ શાહ (તેલવાળા) – મો.૯૩૨૭૯૬૪૮૧૩ અને ૯૪૨૯૬૬૩૭૩૭

– કાર્યકર –

(૧) નીતીનભાઈ રમણલાલ શાહ (ઘંટીવાળા) – મો.૯૪૨૬૫૨૪૦૦૯

(૨) અનિલ ટી.દેસાઈ – મો.૯૪૨૮૪૩૫૫૦૨

 

 

 

ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ઈનામ વિતરણ કરાયું


ઉમરેઠ સિનિયર સિટીઝન ફોરમ દ્વારા તાજેતરમાં તેજસ્વી તારલાઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશિર્વચનદાતા પૂ.હરિકૃષ્ણદાસજી મહારાજ, પ્રમુખ પદે ર્ડો.ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝનના પ્રમુખ સુરેશભાઈ શાહએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ કે બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ આવ અને તેઓને પ્રોત્સાહન મળે તેથી આવા કાર્યક્રમો કરવા તેઓ કટીબધ્ધ છે. મંત્રી ગોપાલભાઈ શાહએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ર્ડો. ભરતભાઈ શાહએ સિનિયર સિટીઝન ફોરમની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. સમારોહને સફળ બનાવવા માટે સિનિયર સિટીઝન ફોરમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ રોટરી ક્લબ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો.


ઉમરેઠ – રોટરી ક્લબ ઓફ ઉમરેઠ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શંકર આંખની હોસ્પિટલના ર્ડોક્ટરો દ્વારા સદર કેમ્પમાં પોતાની સેવા આપવામાં આવી હતી અને ઉમરેઠ તેમજ આજૂબાજૂના જરૂરિયાતમંદ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી. આ સમયે લગભગ ૫૦ જેટલા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને મફત મોતિયાનું ઓપરેશન કરી આપવમાં આવ્યું હતું. ઉમરેઠ થી હોસ્પિટલ સુધી લાવવા તેમજ લઈ જવા માટે પણ રોટરી કલબ ઉમરેઠ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. મફત ઓપરેશન કેમ્પ સમયે ક્લબના પ્રમુખ સેજલભાઈ શાહ, દિપકભાઈ ચોકસી, વિનોદભાઈ પ્રજાપતિ તેમજ અન્ય રોટરી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીના ખબર અંતર પુછ્યા હતા. જરૂરિયાત મંદ દર્દીઓએ રોટરી ક્લબ ઓફ ઉમરેઠની સદર સેવાકિય પ્રવૃત્તિને બિરદાવી હતી.

 

 

 

ઉમરેઠનું ગૌરવ


રા.સ્વયંમ સેવક સંઘની વિચારધારાને આગળ ધપાવવા માટે અને રા.સ્વ.સેવકસંગના મુખપત્ર સાધના સાપ્તાહિકના નેત્ર દિપક કામ તથા શ્રેષ્ઠ ટીમ ડેવલોપ કરવા બદલ અમદાવાદની મહાત્માગાંધી શ્રમસંસ્થા ખાતે ઉમરેઠના પરેશભાઈ શાહનું સન્માન પદમશ્રી પૂર્વ ડેપ્યુટી સ્પીકર અભિનય સમ્રાટ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પરેશભાઈ શાહ હાલમાં ઉમરેઠની અર્બન બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે અને સમાજમાં લોકો સ્વદેશી ચીજ વસ્તોનો શક્ય હોય તેટલો વધુ ઉપયોગ કરે તેવો પ્રચાર કરે છે. તેઓની આવી સમાજલક્ષી સુંદર કામગીરી માટે રા.સ્વ.સંઘ દ્વારા તેઓને સન્માનીત કરતા સમગ્ર ઉમરેઠના લોકો ગૌરવની લાગણી અનુભવે છે. આ અગાઊ પણ પરેશભાઈ શાહનું કેશુભાઈ પટેલ તેમજ નરેન્દ્ર મોદીના હસ્તે ભૂતકાળમાં સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

 

ઉમરેઠ બજાર સમિતિની ચુંટણીમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય


  • ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ

યોગેશભાઈ પટેલ

યોગેશભાઈ પટેલ

ઉમરેઠ બજાર સમિતિની અત્યંત પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં ભાજપ પ્રેરીત પેનલનો ભવ્ય વિજય થયો હતો. બજાર સમિતિની ચુંટણીમાં ચાલુ વર્ષે ત્રણેય વિભાગની કૂલ ૧૪ બેઠકો માટે ૨૭ ઉમેદવારો મેદાનમાં હતા. બજાર સમિતિમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રેરીત પેનલનું વરચસ્વ હતુ, પરંતુ ચાલુ વર્ષે યોજાયેલ ચુંટનીમાં ભાજપના કેટલાક અસંતુષ્ટ ઉમેદવારોએ કોગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતા ચુંટણી રસાકસી પૂર્ણ થઈ હતી અને કોગ્રેસ દ્વારા પરિવર્તન કરવા દિવસ રાત એક કરવામાં આવ્યા હતા પરંતું ભાજપે પૂર્ણાવર્તન કરી પોતાની શાખ બજાર સમિતિ ઉપર કાયમ રાખી હતી. ઉમરેઠ બજાર સમિતિના ચરમેન યોગેશ પટેલએ જણાવ્યું હતુ કે, વહેપારી, ખેડૂતો દ્વારા અમારા ઉપર વિશ્વાસ મુકવામાં આવ્યો તેની અમો સરાહના કરીએ છે અને ખેડૂતો અને વહેપારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અમો કટીબધ્ધ છે. સુજલભાઈ શાહએ જણાવ્યું હતુ કે, કોગ્રેસ અને એન.સી.પીને પ્રજાએ રીતસર જાકારો આપતા ભાજપ છાવણીમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

મત ગણતરી સ્થળે ખિસ્સા કાતરૂં સક્રીય બન્યા..!

ઉમરેઠ – ઉમરેઠ બજાર સમિતિની ચુંટણીની મતગણતરી હાથ ધરાઈ ત્યારે કોગ્રેસ તેમજ ભાજપના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, આ સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતા ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અન્ય એક ઈસમના ખિસ્સા કપાઈ જતા લોકો વિચારમાં પડી ગયા હતા.

ભાજપ પ્રેરીત વિજેયતા ઉમેદવારો નીચે મુજબ છે.

ખેડૂત વિભાગ

(૧) પટેલ યોગેશભાઈ રમેશભાઈ
(૨) પટેલ આશાભાઈ શનાભાઈ
(૩) ચૌહાણ સૂર્યસિંહ ગણપતસિંહ
(૪) પટેલ અર્જુનભાઈ લલ્લુભાઈ
(૫) પટેલ રમેશભાઈ રાવજીભાઈ
(૬) પટેલ ઠાકોરભાઈ ઈશ્વરભાઈ
(૭) પટેલ સુનિલભાઈ ભાનુભાઈ
(૮) પરમાર રમણભાઈ મંગળભાઈ

વેપારી વિભાગ

(૧) શાહ સુજલભાઈ મુકુંદભાઈ
(૨) શેઠ આશીષ ઠાકોરલાલ
(૩) પટેલ કૌશીકભાઈ અંબાલાલ
(૪) રાવ ઉપેન્દ્ર મનુભાઈ

સહકારી ખરીદ વેચાન વિભાગ

(૧) પટેલ વિનુભાઈ છોટાભાઈ
(૨) પટેલ સંજય અરવીંદભાઈ

 

 

ઉમરેઠમાં વરસાદ..


વરસાદમાં ફરવા જવાનું હોવાથી વધુ લખતો નથી ક્ષમા કરશો…

(ફોટો – ઉર્વેશ પટેલ અને રીતેશ કાછીયા.પટેલ)

%d bloggers like this: