આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2015

ઉમરેઠ બસ સ્ટેશનમાં અંધારપટ્ટને કારણે મહિલા મુસાફરો પરેશાન.


બસ સ્ટેશનમાં અપુરતી સ્ટ્રીટ લાઈટને કારણે સંધ્યાકાળ પછી મુસાફરો અસલામતીનો અહેસાસ કરે છે.

ઉમરેઠ બસ સ્ટેશન મુસાફરો માટે અસુવિધાનો અડ્ડો બની ગયું છે. હાલમાં ઉમરેઠ બસ સ્ટેશન પર માત્ર ચાર-કે પાંચ જ સ્ટ્રીટ લાઈટ ચાલતી હોવાને કારણે સમગ્ર બસ સ્ટેશનમાં અંધારપટ્ટ જેવી પરિસ્થિતી પેદા થઈ છે. જેના કારણે સંધ્યાકાળ પછી મુસાફરી કરતા મુસાફરો અસુરક્ષાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ઉમરેઠના બસ સ્ટેશનમાં સુલભ શૌચાલય,કેન્ટીન અને પુછપરછ બારી પર જ સ્ટ્રીટ લાઈટો મુકવામાં આવી છે અન્ય પ્લેટફોર્મ કે બસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે સ્ટ્રીટ લાઈટનો અભાવ હોવાને કારને મહિલા તેમજ વૃધ્ધ મુસાફરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સાંજના સમયે બસ જ્યારે બસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે ત્યારે લાઈટોના અભાવે બોર્ડ વાંચવામાં પણ મુસાફરોને અગવડતા પડે છે, ઉપર થી બસ નિયત પ્લેટફોર્મ પર ન ઉભી રહેતી હોવાને કારણે મુસાફરોએ અંધારામાં બસ પાછળ દોડાડોડી કરવાની ફરજ પડે છે. કેટલાક મુસાફરો તો આવા સમયે પડી ગયા હોવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે જેનો દાખલો લઈને પણ એસ.ટી તંત્ર હજૂ જાગ્યું નથી. ઉલ્લેખનીય છે કે સાંજે સાંત થી નવ વાગ્યાના સમયમાં ઉમરેઠ થી આણંદ,નડિયાદ સહીત અમદાવાદ અને વડોદરા જવા મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે, તેઓને અપુરતી સ્ટ્રીટ લાઈટને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે એસ.ટી તંત્ર આ અંગે ઘટતુ કરે તેવી લો લાગણી સાથે માગણી પ્રવર્તમાન બની છે. બસ સ્ટેશનમાં અપુરતી સ્ટ્રીટ લાઈટ સહીત પ્લેટફોર્મ પર બસ ન ઉભી રહેતી હોવાની પણ સમસ્યા મુસાફરોને હેરાન કરી રહી છે. પ્લેટફોર્મનું વ્યવસ્થીત એરેન્જમેન્ટ ન હોવાને કારણે ડ્રાઈવરો પ્લેટફોર્મ પર બસ ઉભી રાખતા નથી અને મુસાફરોએ બસ પાછળ પકડદાવ રમવો પડે છે, આ અંગે ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) સહીત નગરજનોએ એસ.ટી.તંત્ર સહીત વહીવટી તંત્રને પણ રજૂઆત કરી હોવા છતા કોઈ પરિણાત્મક પગલા આજદીન સુધી લેવાયા નથી. જો આમને આમ ઉમરેઠ બસ સ્ટેશન લોકો માટે અસુવિધાનો અડ્ડો જ બની રહેશે તો આવનારા સમયમાં ઉમરેઠના શાંતિ પ્રિય લોકો બસ રોખો આંદોલન પણ કરે તો નવાઈ નહી.

બસ સ્ટેશનમાં સ્ટ્રીલ લાઈટો પૂરતી છે. – ડેપો મેનેજર, ડાકોર

ઉમરેઠ બસ સ્ટેશનમાં અપુરતી સ્ટ્રીટ લાઈટ અંગે ડાકોર બસ ડેપોના મેનેજરને વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે, ઉમરેઠ બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઈટો ચાલુ જ છે, છતા પણ ઉમરેઠ બસ સ્ટેશનમાં સ્ટ્રીટ લાઈટો અપુરતી હશે તો તેની સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બસ સ્ટેશનમાં નિયત કરેલ પ્લેટફોર્મ પર બસ ન ઉભી રહેતી હોવાની ફરિયાદ અંગે ડેપો મેનેજરે મૌન સેવ્યું હતુ.

ઉમરેઠ પાસે યુવાનની હત્યા કરી પગ છુટા પાડી દીધેલી લાશ મળી


પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો : લૂંટના ઈરાદે ટ્રકના ચાલકની હત્યા કરાઈ હોવાની સેવાતી શંકા, ક્રીમ ભરેલી ટ્રકનો પણ કોઈ અત્તો પત્તો નથી.

ઉમરેઠ-ડાકોર રોડ ઉપર આવેલા અર્થ પેટ્રોલપંપ પાસેથી આજે સવારના સુમારે અત્યંત ઘાતકી રીતે હત્યા કરાયેલી એક યુવાનની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. પોલીસે જો કે હાલમાં તો અકસ્માતથી મોતનો ગુનો દાખલ કરીને પીએમ રીપોર્ટ પર બધુ મુલતવી રાખ્યું છે. પરંતુ પ્રાથમિક તપાસમા આ લૂંટ વીથ મર્ડરનો કેસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ-ડાકોર રોડ ઉપર આવેલા અર્થ પેટ્રોલપંપ પાસે લાઈવ ઢોકળાનો ધંધો કરતાં ભરતભાઈ મણીભાઈ પટેલ આજે સવારના સાતેક વાગ્યાના સુમારે પોતાની દુકાને જતા હતા ત્યારે રોડની સાઈડે એક યુવાનની લાશ પડી હતી. લાશ જોતાં ૪૨ વર્ષના પુરૂષની આ લાશના મોઢાના ભાગે , માથામાં તથા કમરના ભાગે ઈજાના તી-ણ હથિયારના ઈજાના ચીહ્નો મળી આવ્યા હતા તથા બન્ને પગ પેટના ભાગેથી છુટા પડી ગયેલા હતા. જેથી તેમણે તુરંત જ ઉમરેઠ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. જમાં પ્રાથમિક દ્રષ્ટીએ કોઈએ હત્યા કર્યા બાદ લાશ ઉપર ટ્રક ફેરવી દઈને પગ છુટા પાડી દીધાનું મનાઈ રહ્યું છે. પોલીસે મોતનંા કારણ જાણવા માટે લાશને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતુ. પરંતુ કોઝ ઓફ ડેથ જાણવા મળ્યુ નથી. ડોક્ટરોએ મંગળવારે પીએમ રીપોર્ટમાં તેનો ખુલાસો કરવાનું જણાવ્યું છે. જેથી હાલમાં પોલીસે કોઈ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસને કેટલીક કડીઓ પ્રાપ્ત થઈ છે તે અનુસાર આ યુવાન ટ્રક ચાલક હોવાનું ખુલવા પામ્યું છે તે જે ટ્રક લઈને નીકળ્યો હતો તે ટ્રક પણ ગાયબ છે. ટ્રકમાં ક્રીમ ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે ટ્રકના માલિકને શોધી કાઢીને લાશને ઓળખવિધિ માટે ઉમરેઠ બોલાવ્યા છે. જેઓ આવતીકાલ સુધીમાં આવી જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેઓ આવ્યા બાદ લાશ ખરેખર તેમના જ ટ્રક ચાલકની છે કે પછી બીજા કોઈની ? દમણ પાસીંગની ટ્રક પણ ગાયબ છ ેજેનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી જેથી એવું કહેવાઈ રહ્યું છે. લૂંટના ઈરાદે જ ટ્રકના ચાલકની તી-ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખ્યા બાદ અકસ્માતમાં ખપાવવા માટે લાશને રોડ ઉપર સુવડાવી દઈને પેટના ભાગે ટ્રક ફેરવી દેવામાં આવી જોઈએ.

કુરૂક્ષેત્ર અને રાજસ્થાનથી ડીઝલ ભરાવ્યાનું ખુલ્યું

ઉમરેઠ-ડાકોર રોડ ઉપર આવેલા એક પેટ્રોલપંપ પાસેથી મળેલી એક યુવાન ટ્રક ચાલકની સંદિગ્ધ લાશની તપાસ કરી રહેલી પોલીસને કેટલીક મહત્વપુર્ણ વિગતો પ્રાપ્ત થઈ છે. પોલીસને મરણ ગયેલા યુવાનના ખીસ્સામાંથી એક પેટ્રોલપંપની ચિઠ્ઠી મળી આવી છે જેમાં કુરુક્ષેત્ર ખાતે આવેલા ભારત પેટ્રોલિયમના કાવેરી ફ્યુઅલ સેન્ટરમાંથી ડિઝલ લીધુ છે આ ઉપરાંત રાજસ્થાનથી પણ ડિઝલ પુરાવ્યાની વિગતો જાણવા મળી છે. આ કડીઓના આધારે પોલીસની જુદી-જુદી ટીમો તપાસના કામે લાગી ગઈ છે.

ઉમરેઠમાં નહેરનું પાણી ખેતરોમાં ફરી વળતાં લાખોનું નુકસાન


તળાવમાં પાણી ભરવા બનાવેલ ભૂંગળામાં કચરા સહિતની વસ્તુઓ ભરાતાં વૈકલ્પિક વ્યવસ્થા માટે નહેરની પાળી તોડતાં બનેલો બનાવ.

ઉમરેઠ થામણા માર્ગ ઉપર આવેલ ઠાસરા મહીકેનાલના પેટા સિંચાઈ વિભાગની વીઆરબી પાઈપ પેટા નહેરમાંથી રામ તળાવમાં પાણી ભરવામાં આવે છે. જે માટે નહેરમાં ભૂંગળુ લગાવવામાં આવ્યુ હતુ. જેમાં કચરો ભરાઈ જતાં નહેરની પાળી તોડી પાણી રામ તળાવમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જતા મહામૂલો પાક નાશ થતાં લાખોનું નુકસાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

ઉમરેઠ થામણા માર્ગ ઉપર આવેલ ઠાસરા મહીકેનાલ પેટા સિંચાઈ વિભાગની વીઆરબી પાઈપ પેટા નહેરની આસપાસના ખેડૂતો ધવલભાઈ હર્ષદભાઈ પટેલ, અંબાલાલ પટેલ, નટુભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, રીતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પેટા નહેરમાં છેલ્લાં કેટલાય સમયથી દારૂની ખાલી બોટલો નાખવામાં આવી રહી છે. જેના કારણે આ નહેરના ભૂંગળા ખાલી બોટલો, કાંસનો કચરો, પ્લાસ્ટિકના ગ્લાસ અને બાઈટીંગના પેકેટોના કારણે જામ થઈ ગયા હતા. જેના કારણે પેટા નહેરનું પાણી આગળ જઈ શકતું ન હતું. પેટા નહેરમાં પાણીનો ભરાવો થઈ રહ્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ પાલિકાએ રામ તળાવમાં પાણી ભરવા માટેના ભૂંગળા કચરા સહિતની અન્ય વસ્તુઓના કારણે જામ થઈ જતાં વેકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે નહેરની પાળી તોડી હતી. જેના કારણે પાણી અમારા ખેતરોમાં ઘૂસી ગયા હતા અને અમારા તૈયાર થયેલ ઘઉં, ટામેટી તથા તમાકુના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા અને પાકને લાખોનું નુકસાન થયું છે.

આ અંગે ઠાસરા પેટા સિંચાઈ વિભાગના ડે.એન્જિનિયર બી.જી. પટેલે જણાવ્યુ હતું કે તળાવમાં પાણી ભરવાની મંજૂરી મૌખિક આપી હતી એની કોઈ લેખિત મંજૂરી આપી નહતી અને વીઆરબી પાઈપમાં દારૂની ખાલી બોટલો, કાંસનો કચરો તથા બાઈટીંગના પેકેટોના કચરાથી પાઈપ જામ થઈ જવાની બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે અમારી પાસે એટલો સ્ટાફ નથી માટે બધે ચેકિંગ રાખવું શક્ય નથી.

2002

ઉમરેઠની નવાજૂની..


2505

Exlusive dulha collection
Shervani Fabrics
available at :
GANDHI DHIRUBHAI JITENDRAKUMAR
Nr Bank Of Baroda , Kharadi Ni Kodh

Click Link to See More Image : http://aapnuumreth.org/gandhidj/

Note – Only Fabrics of all Shervanis are Available, We are able to make Ready as par yours requirement. you are free to make change in design and color as you like. feel free to contact us on Indian office time for any query. pls click on image to zoom.(you may change colour and design as par your choice) for more information you may call us.
(Indian office time only)

નાતાલ પર્વની ઉજવણી

ઉમરેઠમાં નાતાલ પર્વની ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ પર્વ નિમિત્તે ઉમરેઠના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચર્ચ ખાતે તેમજ સેંટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી. આ સમયે ખ્રિસ્તીભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક બીજાને શુભેચ્છા વ્યક્ત કરી હતી.

ઉમરેઠમાં ઈદ પર્વની ઉજવણી

ઉમરેઠમાં ઈદ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લીમ બિરાદરોએ એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. બપોર બાદ નગરના ઓડ બજાર, કસ્બા તેમજ વડાબજાર વિસ્તાર માંથી ઝુલુસ નિકળ્યા હતા જેમાં મુસ્લીમ બિરાદરોએ વિવિધ કરતબો કરી લોકોને મંત્રમુગ્ન કરી દીધા હતા. ઝુલુસ નગરના વિવિધ વિસ્તારમાં ફર્યું હતુ. ઝુલુસ શાંતિપૂર્ણ સંપન્ન કરાવવા માટે ઉમરેઠ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પટેલ સમાજનું ગૌરવ

ઉમરેઠના અરવિંદભાઈ એલ.પટેલ(વકીલ)સતત ત્રીજીવાર ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં વિજેયતા થયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ ત્રણેય વખત સૌથી વધુ લીડથી જીતવાનો વિક્રમ નોંધાવ્યો હતો. ભાજપ પક્ષના વફાદાર એવા અરવિંદભાઈ પટેલને ઉમરેઠ નગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે. અરવીંદભાઈ પટેલ નોટરી વકીલ તરીકે પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.

લાલ દરવાજા પીક-અપ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત

તાજેતરમાં ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ પીક-અપ બસ સ્ટેન્ડ પાસે સાયકલ સવારને ટ્રકે ટક્કર મારતા સાયકલ ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ગફલતભરી રીતે ટ્રક હંકારતા અકસ્માત સર્જાયો હતો,ઉમરેઠ પોલીસે આ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

કુબેર ભંડારી મહાદેવના નવનિર્માણ અર્થે શીલાપુંજન

ઉમરેઠ થામણા ચોકડી વિસ્તારમાં આવેલ કુબેર ભંડારી મહાદેવના જીર્ણોધ્ધાર અર્થે શીલાપુજન વિધિ કથાકાર પ.પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈશ્રી)ના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ઓફિસનું નવનિર્માણ

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખની ઓફિસનું નવનિર્માણ હાથધરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પ્રમુખની ઓફિસ નાની હતી જેમાં જુજ મુલાકાતીઓ બેસી સકતા હતા, હવે ઓફિસ સુવિધાજનક બનાવવા માટે કામ શરૂ થઈ ગયું છે.

ઉમરેઠ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં બ્લોગ નાખવમાં આવશે.

ઉમરેઠ તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં બ્લોગ નાખવામાં આવશે. તાજેતરમાં ઉમરેઠ તાલુકા પંચાયતના નવા વરણી પામેલ પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની હાજરીમાં ખાતમહુર્ત કરવામાં આવ્યું હતુ અને બ્લોગ નાખવાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. ખાતમહુર્ત વિધિ પ્રસંગે ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ પટેલ(બોસ્કી) ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

ભાજપના નવા ચુંટાયેલા સભ્યોને સન્માનીત કરાયા.

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપ માંથી વિજેયતા થયેલ ૨ સભ્યોનો સન્માન સમારોહ તાજેતરમાં કુસુમહરનાથ પાર્ટી પ્લોટ ખાતે વારાહી ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ જોષીના યજમાનપદે યોજાયો હતો. આ પ્રસંગે તમામ વોર્ડ માંથી ભાજપ પક્ષ માંથી ચુટાયેલા સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતુ તેમજ વારાહી માતાજીના મંદિર સામે વોર્ડનં.૫ના ભાજપ કાર્યલયને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ સમયે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

ખડાયતા સમાજ ધ્વારા સન્માન સમારોહ યોજાશે.

તાજેતરમાં યોજાયેલ ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં વિજેયતા થયેલ જ્ઞાતિના સભ્યોનો સન્માન સમારોહ આગામી ૨૯.૧૨.૨૦૧૫ના રોજ નાસિકવાળા હોલ ખાતે યોજાશે. આ પ્રસંગે જ્ઞાતિ રત્ન શ્રી જયંતિલાલ કાચવાળા ખાસ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપ માંથી ઉમેદવારી નોંધાવનાર જ્ઞાતિના ચાર સભ્યો વિજેયતા થયેલ છે જેમાં વોર્ડ નં.૪ માંથી જયપ્રકાશ શાહ (જે.પી), ગૌરાંગ ચોકસી (દેવ), તેમજ વોર્ડ નં.૬ માંથી કનુભાઈ શાહ (બેંગ્લોરી) તેમજ હર્ષ શહેરાવાળા(કે.સી)ને જ્ઞાતિજનો સન્માનિત કરશે. આ ઉપરાંત આણંદ ખડાયતા સમાજ દ્વારા પણ સદર સભ્યોને સન્માનીત કરવામાં આવશે.

ઉમરેઠ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો.

ઉમરેઠના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરનો ૧૪મો પાટોત્સવ ભક્તિભેર ઉજવાયો હતો. આ પ્રસંગે યોજાયેલ મહાપુજા તેમજ સત્સંગ સભામાં આણંદ મંદિરના કોઠારીજી પૂ.ભગવતચરણ સ્વામિ તયા પૂ.યોગોશ સ્વામિ અને પૂ.મંગલપ્રિયસ્વામિ ખાસ ઉપસ્થીત રહ્યા હતા અને આશિર્વચન પાઠવ્યા હતા. સમગ્ર પાટોત્સવને સફળ બનાવવા આટે સત્સંગ મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ તાલુકા પંચાયતમાં ભારે ખેંચતાણ બાદ કોંગ્રેસની જીત


કોંગ્રેસમાંથી બળવાખોરી કરી પ્રમુખનું ફોર્મ ભરનાર ગાયત્રીદેવી ચૌહાણને જ આખરે ઉમેદવાર બનાવ્યા : ઉપપ્રમુખપદે છત્રસિંહ ચૌહાણ ચૂંટાયા : કોંગ્રેસના બે સભ્યો ભાજપ તરફી હાજર રહ્યા પરંતુ ગાયત્રીદેવીને કોંગ્રેસે પ્રમુખપદે જાહેર કરતા બંને સભ્યોએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો : ભાજપની મહેનત પાણીમાં

 

Copy of sg01ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈ છેલ્લા બે દિવસથી ચાલતા હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવ્યો હતો અને કોંગ્રેસે બાજી મારી લેતા ભાજપે તાલુકા પંચાયત ગુમાવવાનો વારો આવ્યો હતો. ગઈ કાલે પ્રમુખ અને ઉપપ્રમુખના ફોર્મ ભરાયા ત્યારે કોંગ્રેસ તરફથી મકસુદાબીબી ઠાકોર પ્રમુખ પદ માટે તેમજ છત્રસિંહ ચૌહાણ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યા હતા. જેથી બળવો કરી કોંગ્રેસના ગાયત્રીદેવી ચૌહાણે ભાજપ તરફથી પ્રમુખ પદનું ફોર્મ ભરતા કોંગ્રેસ છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. કોંગ્રેસમાં થયેલા આંતરિક ડખાને મોવડી મંડળે થાળે પાળ્યો હતો અને મક્સુદાબીબી ઠાકોર પાસે ફોર્મ પરત ખેંચાવી લીધું હતું અને ગાયત્રીદેવી ચૌહાણને પ્રમુખ પદ માટે દાવેદાર તરીકે આગળ કર્યા હતા. જ્યારે બીજી બાજુ ભાજપ તરફથી પ્રમુખ માટે મધુબેન સુભાષભાઈ પરમાર (લીંગડા) અને જશવંતભાઈ પરમારને ઉપપ્રમુખ તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.

ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે ઉમરેઠ તાલુકા પંચાયતની કચેરી ખાતે સવારે ૧૧ કલાકે ટી.ડી.ઓ અને ઉમરેઠ તાલુકા મામલતદારની હાજરીમાં યોજાઈ હતી. ઉમરેઠ તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો પૈકી તમામ ઉમેદવાર પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે હાજર રહ્યા હતા. કોંગ્રેસના ઉપપ્રમુખ પદના ઉમેદવાર ગાયત્રીદેવી કરણસિંહ ચૌહાણ (અહીમા) અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર છત્રસિંહ ભીખાભાઈ ચૌહાણ (ઉંટખરી) ને ૧૪-૧૪ મત મળતા તેઓને વિજેયતા જાહેર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતનું કુલ ૨૨ બેઠકો પૈકી ભાજપનો ૮ અને કોંગ્રેસનો ૧૩ બેઠક પર વિજય થયો હતો, જ્યારે ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો. જેથી તાલુકા પંચાયતમાં સત્તાના સમિકરણ કોંગ્રેસ પ્રાપ્ત કરશે તેમ નક્કી જ હતું. પરંતુ છેલ્લા બે દિવસથી ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડવા સહિત અપક્ષ ઉમેદવારને પોતાના પક્ષમાં લાવવા માટે મરણિયો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે તેમજ આજે સવારે તો કોંગ્રેસના હાથમાંથી બાજી સરકી જશે તેવી ચર્ચાઓ પણ ભાજપમાં શરૂ થઈ ગઈ હતી. પરંતુ આખરે તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી થતાની સાથે કોંગ્રેસે બાજી મારી લીધી હતી અને કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની તરફેણમાં ૧૪ સભ્યોએ આંગળી ઊંચી કરી હતી. ઉમરેઠ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવતા ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય જયંતભાઈ બોસ્કીએ ખૂશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર ઉમરેઠ મત વિસ્તારનો વિકાસ કરવા કોંગ્રેસ અને એન.સી.પી. કટીબદ્વ છે. તાલુકા પંચાયતની ચૂંટણી અત્યંત રસાકસી પૂર્ણ હોવાને કારણે કોઈ અઘટીત બનાવ ન બને તે માટે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પાર પડાવી હતી.

ભાજપે ગોઠવેલા સોગઠા ઊંધા પડ્યા…!

ઉમરેઠ તાલુકા પંચાયત કબજે કરવા ભાજપ મરણીયું થયું હતું. ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ દ્વારા કોંગ્રેસના બે સભ્યોને ગઈ કાલે જ તાલુકા પંયાયત કચેરીથી ઉઠાવી લેવામાં આવ્યા હતા. તેઓને ભાજપ તરફી મતદાન કરવા માટે મનાવવા ભાજપના મોટા નેતાઓ સાથે બેઠક પણ કરાવી હતી. સવારે ચૂંટણીના સમયે કોંગ્રેસના ૧૧ સભ્યો ચૂંટણી હોલમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ભાજપ સાથે ગયેલ કોંગ્રેસના ૨ સભ્યોની સૂચક ગેરહાજરીને કારણે એક સમયે ભાજપ છાવણીમાં જીતની આશા જાગી હતી. આ ૨ સભ્યો ભાજપના સભ્યો તાલુકા પંચાયતમાં પ્રવેશ્યા પછી ગણતરીની મિનિટોમાં જ તેઓની પાછળ ગયા હતા. પરંતુ અંદર જઈ આખરે કોંગ્રેસ તરફી તે બે સભ્યોેએ આંગળી ઊંચી કરતા આખરે કોંગ્રેસનો વિજય થયો હતો. એવું પણ ચર્ચાય છે કે જો કોંગ્રેસે ગાયત્રીદેવીને પ્રમુખ માટે મંજૂર ન રાખ્યા હોત તો આ બે સભ્યો ભાજપ તરફી મતદાન કરત અને તે સંજોગોમાં ટાઈ પડવાની સ્થિતિ આવી શકત. પરંતુ કોંગ્રેસે અગમચેતી વાપરતા કોંગ્રેસના બે સભ્યોએ કોંગ્રેસ તરફી જ મતદાન કરતા ભાજપની બધી ગણતરી ઊંધી પડી ગઈ હતી.

ઉમરેઠમાં શ્રી નારાયણ આઈ કેર હોસ્પિટલનો ઉદ્ગાટન સમારોહ યોજાશે.


ઓડના પરમાનંદભાઈ જમનાદાસ પટેલ (સુર્યજર્દા પરિવાર)ના મુખ્ય દાતા પદે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલ છે

પ.પૂ.યોગીરાજ અવધુત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ-આશિર્વાદ અને પ.પૂ મહંતશ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી ઉમરેઠ અને આજૂબાજૂના ગામના લોકોની સેવા અર્થે તા.૨૩.૧૨.૨૦૧૫ને બુધવારના રોજ આંખને લગતી દરેક સમસ્યાના સમાધાન માટે શ્રી નારાયણ આઈ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે.

આ અંગે વધુ માહીતી આપતા ઉમરેઠ સંતરામ મંદિરના મહંતશ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, ઓડના પરમાનંદભાઈ જમનાદાસ પટેલ (સુર્યજર્દા પરિવાર)ના મુખ્ય દાતા પદે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલ છે. આ હોસ્પિટલમાં રાહતદરે આંખોને લગતા તમામ રોગનું નિદાન કરવામાં આવશે. આ માટે આંખોની રોગના નિષ્ણાંત ર્ડોક્ટરો સદર હોસ્પિટલમાં પોતાની સેવા આપશે. શ્રી નારાયણ આઈ કેર હોસ્પિટલમાં ઝામર,મોતિયા સહીતના ઓપરેશન પણ થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

હોસ્પિટલનું ઉદ્ગાટન તા.૨૩.૧૨.૨૦૧૫ના રોજ બપોરે ૪.૩૦ કેલાકે શ્રી સંતરામધામ ખાતે યોજાશે. સમારોહમાં આશીર્વચન દાતા પદે પ.પૂ.રમેશભાઈ ઓઝા(પૂ.ભાઈશ્રી),મુખ્ય મહેમાન પદે દેવાંગભાઈ પટેલ(ઈપ્કોવાળા) તેમજ સંતરામ મંદિરની વિવિધ ગાદીના મહંતશ્રીઓ પણ ખાસ ઉપસ્થીત રહેશે. ઉમરેઠમા આંખની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થતા સમગ્ર ઉમરેઠની જનતા હોસ્પિટલના દાતા પરમાનંદભાઈ પટેલ તેમજ સંતરામ મંદિરના મહંત શ્રી ગણેશદાસજીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ ઉપ-પ્રમુખની વરણી


pramukh-up-pramukhchargeઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ તથા ઉપ-પ્રમુખની વરણી આજે ઉમરેઠ નગરપાલિકાના સભાખંડમાં બપોરે બાર કલાકે જમીન સુધારણા ના.કલેક્ટર બી.એસ.બારડના ચુંટણી અધિકારી પદે કરવામાં આવી હતી. ભાજપને ઉમરેઠમાં સ્પષ્ટ બહુમતિ મળતા પક્ષ દ્વારા જીતેલા તમામ ઉમેદવાર ને વ્હીપ આપવામાં આવ્યો હતો. જયપ્રકાશભાઈ શાહ દ્વારા પ્રમુખ પદ માટે સંગીતાબેન પ્રકાશભાઈ પટેલની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને ગૌરાંગભાઈ શાહએ ટેકો આપ્યો હતો. જ્યારે ઉપ પ્રમુખ પદે જરીનાબેન ચૌહાનના નામની દરખાસ્ત ઈમ્તિયાઝભાઈ શેખે કરી હતી જેઓને કનુભાઈ શાહએ ટેકો જાહેર કર્યો હતો. પ્રમુખની ચુંટણીમાં પ્રમુખ પદે સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ તેમજ ઉપ-પ્રમુખ પદે જરીનાબેન મૈયુદ્દીન ચૌહાણ જાહેર કરાયા હતા. આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે અરવિંદભાઈ પટેલ, દંડક તરીકે કનુભાઈ શાહ, શાશક પક્ષના નેતા તરીકે હર્ષ શેહેરાવાલાની પસંદગી કરવામાં આવી હતી.કમુર્તા શરૂ થવાના હોવાને કારણે આજે જ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદનો કારભાર સંગીતાબેન પટેલે શંભાળી લીધો હતો.

ઉમરેઠમાં સિટી ફસ્ટ એપ્લીકેશનથી ગંદકીની ફરિયાદ થતા ૨૪ કલાક માંજ તંત્રએ સફા કામગીરી કરી.


  • જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાને લગતી ફરિયાદ કરવા માટે સિટી ફસ્ટ નામની એન્ડ્રોઈડ એપ્લીકેશન તૈયાર કરી છે.

10

ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ અમોધ પાર્ક અને પૃથ્વિપાર્ક સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે એક કચરા પેટી મુકવામાં આવેલ છે. આ કચરા પેટી જ્યારે કચરા થી ભરાઈ જાય છે ત્યારે કચરો બહાર આવી જાય છે અને રસ્તા વચ્ચે કચરો ફેલાઈ જાય છે. સોસાયટીની બાજૂ માંજ એક પાર્ટી પ્લોટ આવેલ છે જેથી પ્રંસંગોપાત આ પાર્ટી પ્લોટનો કચરો પણ આ કચરા પેટીમાં ઠાલવવામાં આવે છે. જ્યારે છેલ્લા કેટલાક દિવસ થી આ કચરા પેટી ભરાઈ ગઈ હોવા છતા ત્યા થી કચરો ઉઠાવવાની કામગીરી કરવામાં આવતી ન હતી. બીજી બાજૂ પાર્ટી પ્લોટમાં પ્રસંગોની ભરમારને કારણે કચરો પણ મોટા પ્રમાણમાં ઠલવાતો હતો. સુકો કચરો અને લીલો કચરો બંન્ને એક્જ જ જગ્યાએ ઠલવાતો હોવાથી સદર કચરા પેટી આસ પાસ કચરાનો મોટો ઢગલો થઈ ગયો હતો જેને કારણે અમોધ પાર્ક અને પૃથ્વીપાર્ક સોસાયટીના રહીશો અવર જવર દરમ્યાન ભારે દુરગંધનો સામનો કરતા હતા. આખરે એક જાગૃત નાગરીક દ્વારા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકાને લગતી ફરિયાદ શાંભળવા માટે બનાવવમાં આવેલ સીટી ફસ્ટ એપ્લીકેશન પર ફોટા અપલોડ કરી ગંદકી દૂર કરવા રજૂઆત કરવામાં આવતા, વહિવટી તંત્ર સફાળું જાગ્યું હતુ અને આ જગ્યા પર થી કચરો દૂર કરી સફાઈ હાથ ધરી હતી. એન્ડ્રોઈડ એપ્લીકેશન પર થી ફરિયાદ થતા માત્ર ૨૪ કલાક માં જ વહિવટી તંત્રએ પ્રતિક્રિયા આપતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. જો આજ રીતે વહિવટી તંત્ર ઈ-યુગમાં પબ્લિકને ટેક્નોલોજીના ઉપયોગ થી સર રીતે તેઓના પ્રશ્નોનું નિરાકરણ આપશે તો ખરા અર્થમાં ડીઝીટલ ઈન્ડીયાનું સૂત્ર સાર્થક બનશે.

ઉમરેઠમાં ગરીબો માટે બનાવેલા શૌચાલય ગટર લાઈન ના અભાવે શોભાના ગાઠીયા સમાન..!


વ્યાનાકૂવા વિસ્તારની ગરીબ ઘરની મહીલાઓ ખુલ્લામાં શૌચ કરવા મજબુર.

2સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્રામીન તેમજ તાલુકા અને જિલ્લા કક્ષાએ ગરીબોને હાજત માટે ખુલ્લામાં ન જવું પડે તે હેતું થી ટી.એસ.સી.(ટોટલ સેનીટેશન કેમ્પેઇન) હેઠળ સરકાર દ્વારા જરુરિયાત મંદ લોકોને સહાય કરી શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામીન વિસ્તારમાં સદર કામગીરી સરપંચ, તાલુકા વિસ્તારમાં આ કામગીરી તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કરે છે. ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાના અમલીકરણ કર્તાઓ સદર કામગીરી જેતે એજન્સીને સોપતા હોય છે. ઉમરેઠ પંથકમાં પણ આજ રીતે ગરીબોને ખુલ્લમાં હાજતે ન જવું પડે અને સ્વચ્છતા જળવાય તે હેતુ થી ગરીબોને ઘર આંગણે જ સરકારી સહાય થી શૌચાલય બનાવી આપવાની યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉમરેઠની કેટલીય ભાગોળ વિસ્તાર સહીત કસ્બા અને પરાંમાં સરકારી સહાય થી શૌચાલય બાંધવામાં આવ્યા છે. અને ગરીબો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આ સાથે ઉમરેઠ પંથકના કેટલાક વિસ્તારો તેવા પણ છે કે જ્યાં શૌચાલય બંધાઈ ગયા છે અને તે બાધવા બદલ જે તે એજન્સીને ચુકવણી પણ થઈ ગઈ હશે પણ હજૂ લાભાર્થીઓ આ શૌચાલયનો ઉપયોગ કરી શક્યા નથી. ઉમરેઠના વ્યાસના કૂવા વિસ્તારમાં બાંધવામાં આવેલ શૌચાલયોમાં ગટર લાઈનના અભાવે શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. શૌચાલય હોવા છતા આ વિસ્તારના રહીશો ખુલ્લામાં હાજત કરવા મજબુર છે. ખાસ કરીને મહીલાઓને શૌચાલય વગર ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાત્રીના સમયે મહીલાઓ એકલી ખુલ્લામાં શૌચ કરવા મજબુર બને છે. એક તરફ શૌચાલય બનાવી સરકાર પોતાની જવાબદારી માંથી છટકી જાય છે ત્યારે હવે ગટર લાઈન વગરના શૌચાલય જોઇ આ વિસ્તારના લોકો પોતાની મશ્કરી થઈ હોવાનો અહેસાસ કરી રહ્યા છે. આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા ઘટતુ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

આઠ મહીના પહેલા શૈચાલય બંધાયા હતા – ભરતભાઈ, સ્થાનીક

ઉમરેઠના જોશીકૂવા વિસ્તારમાં રહેતા ભરતભાઈએ જણાવ્યું હતુ કે લગભગ એપ્રિલ કે મે માસમાં જોશીકૂવા વિસ્તારમાં લગભગ વીશ જેટલા લાભાર્થીઓને સરકારી સહાય થી શૌચાલય બનાવી આપવામાં આવ્યા હતા, પરંતુ શૌચાલયમાં મળના નિકાલ માટે ગટર વ્યવસ્થા કે પાણી વ્યવસ્થા ન હોવાને કારણે તેઓ શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી જેથી તેઓના ઘરોની મહીલાઓને ખુલ્લામાં હાજત કરવા જવું પડે છે. નગરપાલિકા માંથી ગટરલાઈન મેળવી શકે તેવી પણ તેઓની આર્થિક સ્થીતી નથી, ત્યારે હવે તેઓની વ્હારે કોણ આવશે તે જોવાનું રહ્યું

લાભાર્થીઓને ગટર લાઈન આપવા યોગ્ય કાર્યવાહી કરાશે – સંદીપ પટેલ,

ચીફ ઓફિસર

ઉમરેઠના વ્યાસનાકૂવા વિસ્તારમાં સરકારે શૌચાલય તો બનાવ્યા પણ ગટર લાઈનના અભાવે લાભાર્થીઓ શૌચાલયનો ઉપયોગ કરી શકતા નથી તે અંગે ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસર સંદીપભાઈ પટેલે જણાવ્યું હતુ કે, શૌચાલય સાથે ગટર લાઈનની વ્યવસ્થા સરકાર જ કરી આપે છે ત્યાર બાદ ગટર લાઈનનો દર વર્ષે ચુકવવા પાત્ર ચાર્જ લાભાર્થીએ ભરવાનો રહે છે. વ્યાસકૂવા વિસ્તારમાં શૌચાલન બન્યા બાદ ગટરલાઈન નહી નાખવામાં આવી હોય તો સદર કામની સમીક્ષા કરી સત્વરે સકારાત્મક પગલા ભરી લાભાર્થીઓ શૌચાલયનો ઉપયોગ કરી શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

ઉમરેઠમાં કરવેરા જાગૃતિ અભિયાન યોજાયું.


કરવેરા અંગે વહેપારીઓની ગેરસમજ દૂર કરવા સેમિનાર યોજાયો

1

ઉમરેઠના કલ્યાણ હોલ ખાતે તાજેતરમાં કરવેરા અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન આણંદ ઈન્કમટેક્ષ વિભાગ તેમજ ઉમરેઠના વિવિધ વહેપારી મંડળના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ સમયે ઉમરેઠના ચોકસી મહાજન, કાપડ મહાજન, હોલસેલ તથા રીટેલ અનાજ એસોસિએશન,ઉમરેઠ ઇલેક્ટ્રોનિક એસોસિયેશન તથા ટિમ્બર મર્ચન્ટ એસોસિયેશન ના હોદ્દેદારો તથા સભ્યો મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા કરવેરા અંગે તેઓને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતુંં. કરદાતાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આણંદ કરવેરા વિભાગના રાજેશકુમાર, અનિલ ચાવડા,એસ એમ વશિષ્ઠ, એમ એસ સૈયદ, તથા એન કે શાહ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યુ હતુ. સમારોહ ના અંતે ઓપન હાઉસ અંતર્ગત વેપારીઓ ને પજવતા સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા. સમગ્ર સમારોહ નું આયોજન વિનોદભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દિવ્યેશભાઈ દોશી (પ્રમુખ-ચોકસી મહાજન) અને પરાગભાઈ ચોકસી(મંત્રી-ચોકસી મહાજન) તથા શ્રી નિલેશભાઈ (પ્રમુખ શ્રી કાપડ મહાજન ઉમરેઠ)એ કર્યું હતુ અને સમારોહ સફળ બનાવ્યો હતો.

વહેપારીઓએ નીલ રીટર્ન પણ ભરવું જોઈયે –ઈન્કમટેક્ષ વિભાગ આણંદ

ઈન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ વહેપારીઓને સંબોધતા જણાવ્યું હતુ કે, કરવેરાને લઈ વહેપારીઓમાં ખુબજ ભ્રમણાઓ ફેલાયેલ છે જે દૂર કરવા માટે જ આવા સેમિનાર યોજાય છે, તેઓએ ઉમેર્યુ હતુ કે,હાલમાં ફક્ત 3 ટકા કરદાતા છે, જેમા વધારો થાય તે જરૂરી છે, આ માટે તેઓએ વહેપારીઓને જણાવ્યું હતુ કે ઈન્કમ ટેક્ષના સ્લેબમાં તેઓ ન આવતા હોય છતા પણ પાન નંબર મેળવી નીલ રીટર્ન પણ ભરવું જોઈયે, આમ કરેલ હશે તો ભવિષ્યમાં લોન મેળવવા સહીત અન્ય વહેપારી કામકાજમાં શરળતા રહેશે. ખેતીની આવક અંગે વહેપારીઓનો ભ્રમ દૂર કરતા ઈન્કમટેક્ષના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, ખેતી ની આવક પર પણ ટેક્ષ બચી જાય,તેમ માનવુ નહી અને ખેતી ની આવક નુ મોટુ રોકાણ કરવાથી તમે કઈ રીતે ટેક્ષ ભરવો પડે તેની છનાવટથી સમજ આપી હતી. 

રતનપુરા (ઉમરેઠ) બ્રહ્મ સમાજનું ગૌરવ


1

તાજેતરમાં યોજાયેલ તાલુકા પંચાયતની ચુંટણીમાં રતનપુરા બેઠક પર મહેન્દ્રભાઈ કેશવલાલ જોષીએ કોગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી અને તેઓનો જલવંત વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે મહેન્દ્રભાઈ જોષીએ તેઓના પ્રતિસ્પર્ધી ભાજપના દિલીપભાઈ પી.પટેલને ૬૧૩ મત થી હાર આપી હતી. મહેન્દ્રભાઈ જોષી (કોગ્રેસ)ને ૨૦૨૦ જ્યારે દિલીપભાઈ પટેલ(ભાજપ)ને ૧૪૦૭ મત મળ્યા હતા. મહેન્દ્રભાઈ જોષીને વિજેયતા જાહેર કરતા બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહીત તેઓના ટેકેદારોએ તેઓને આવકાર આપી વિજયોત્સવ ની ઉજવણી કરી હતી. તસ્વીરમાં સમાજના અગ્રણી ર્ડો.વિજય ભટ્ટ અને દક્ષાબેન ભટ્ટ તેઓને વિજયમાળા અર્પણ કરતા નજરે પડે છે.

ઉમરેઠમાં નવું સિમાંકન ભાજપને ફળ્યું..!


ઉમરેઠ નગરપાલિકામાં જૂના સિમાંકન મુજબ કુલ ૯ વોર્ડ અને ૨૭ બેઠકો હતી, જેમાં ભાજપના ૧૮ અને કોગ્રેસ અપક્ષના મળીને સામે ૯ સભ્યો થી નગરપાલિકામાં ભાજપનું રાજ હતું. છેલ્લા બે દાયકા થી ચુંટનીમાં પ્રજાનો ભાજપ તરફી ઝુકાવ રહેતો હતો જે ચાલુ વર્ષે યોજાયેલ પાલિકાની ચુંટણીમામ પણ બરકરાર રહ્યો હતો. નવા સિમાંકન મુજબ ઉમરેઠ નગરપાલિકામાં કુલ ૭ વોર્ડ અને ૨૮ બેઠકો થઈ હતી. જેમાં થી કુલ ૨૨ બેઠક પર ભાજપને જ્યારે ૬ બેઠક પર એન.સી.પી ને વિજય મળ્યો હતો. જૂના સિમાંકનમાં વોર્ડ નં.૧માં પહેલે થી ભાજપનું વરચસ્વ રહેતું હતુ, આ વખતે પણ પહેલા અને બીજા વોર્ડમાં પણ ભાજપે પોતાનો દબદબો કાયમ રાખ્યો હતો. આ બંન્ને વોર્ડમાં ભાજપની પેનલ વિજય બની હતી. નવા સિમાંકનમાં ભાજપ વધારે લીડ સાથે આ બંન્ને વોર્ડમાં વધુ મજબુત થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૧માં કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન ન થતા કોગ્રેસ તરફી ઉમેદવારો અન્ય પાર્ટી માંથી ઉમેદવાર નોંધાવી હતી જેથી એન.સી.પીના કેટલાક સક્ષમ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. નગરમાં ચર્ચાઈ રહ્યું છે કે જો વોર્ડ નં.૧ માં અપક્ષો ગેરહાજર હોત તો એન.સી.પી એક સીટ મેળવવામાં સફળ રહ્યું હોત. વોર્ડ નં.૩માં પહેલા ભાજપનો દબદબો હતો પરંતુ આ વર્ષે એન.સી.પીએ વોર્ડ નં.૩ માંથી ત્રણ બેઠકો મેળવતા ભાજપને વોર્ડ નં.૩માં માત્ર એક બેઠક પર સંતોષ માનવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૩માં જયેશ બી.પટેલ વ્યક્તિગત રીતે પોતાની ઓળખ ઉભી કરવામાં સફલ રહ્યા છે તેઓ જે પક્ષ માં હોય તે પક્ષનો આ વોર્ડમાં વિજય થાય છે. ગત ચુંટણીમાં તેઓ ભાજપ તરફ્થી ચુંટણી લડ્યા હતા અને ભાજપની પેનલનો વિજય થયો હતો પરંતું સમીકરણો બદલાતા તેઓએ એન.સી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી અને ત્રણ બેઠકો સાથે તેઓનો વિજય થયો હતો જ્યારે ભાજપ માંથી સોમાભાઈ પટેલ પણ પોતાના વ્યક્તિત્વને કારણે વિજય બન્યા હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. વોર્ડ નં.૪ માં આ વર્ષે સૌ કોઈ ની નજર હતી, આ વોર્ડમાં બે પૂર્વ પ્રમુખ આમને સામને હતા તેમજ ખડાયતા જ્ઞાતિના બે અગ્રણીઓ એ પણ આ ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. નવા સિમાંકન બાદ વોર્ડ નં.૪માં વણિક,કાછીયા,રાણા અને પટેલ મતદારોનું ખાસ્સુ પ્રભુત્વ હતુ, ભાજપે જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખી બે વણિક એક કાછીયા અને એક પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા જેને કારણે ભાજપને ખાસ્સો ફાયદો થયો હતો. પૂર્વ પ્રમુખ સંજય પટેલ (લુલી) પુરુષ બેઠક પર ત્રીજા નંબરે રહ્યા હતા જ્યારે મહિલા અનામત બેઠક પર પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ પટેલના પત્નિ સંગીતાબેન પટેલ બીજા નંબરે રહ્યા હતા. સંજય પટેલ(લુલી)ના મત મહિલા ઉમેદવાર કરતા પણ વધારે હોવા છતા અનામત બેઠક પર બે મહિલાને વિજેયતા જાહેર કરવામાં આવી હતી અને સંજયભાઈ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો. વોર્ડ નં.૫માં જૂના સિમાંકન મુજબ કોગ્રેસનું પલડું હંમેશા ભારે રહેતુ હતું જે નવા સિમાંકન બાદ થોડું ઢીલુ પડ્યું હોય તેમ દેખાયું હતું. જૂના સિમાંકન મુજબ આ વોર્ડમાં કોગ્રેસની પેનલ જ વિજેયતા બનતી હતી અને ભદ્રેશભાઈ વ્યાસની આગેવાનીમાં આ વોર્ડની તમામ બેઠક કોગ્રેસને મળતી હતી. આ વર્ષે પણ ભદ્રેશભાઈ વ્યાસે એન.સી.પી માંથી ઉમેદવારી નોંધાવી હતી અને વોર્ડ નં.૫માં ત્રણ બેઠક પર વિજય મેળવ્યો હતો અને આ વોર્ડમાં ભાજપને એક બેઠકનો ફાયદો થયો હતો. ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં બ્રાહ્મણ મતનું વરચસ્વ હોવાને કારણે ભાજપની મહીલા ઉમેદવાર વિજેયતા થયા હતા. વોર્ડ નં.૬માં જૂના સિમાંકન મુજબ કોગ્રેસ અને ભાજપ બંન્નેને એક-બે સીટ મળતી હતી પરંતુ નવા સિમાંકન બાદ ભાજપે વોર્ડ નં.૬માં તમામ ચાર બેઠકો મેળવી એક હત્થુ વરચસ્વ કાયમ કરી દીધુ છે. વોર્ડ નં.૭માં ભાજપ અને કોગ્રેસ બંન્નેનું પલળું પહેલા સરખું રહેતું હતું. આ વર્ષે નવા સિમાંકન બાદ ભાજપને વોર્ડ નં.૭ની તમામ બેઠકો પર વિજય મેળવવામાં સફળતા મળતા હવે આ વોર્ડમાં પણ ભાજપ આગેકદમ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.૭માં સૌથી વધુ મુસ્લિમ મતદાર હોવાને કારણે એન.સી.પીને આ વોર્ડ પર સૌથી વધુ આશા હતી, પરંતુ સદર ચુંટણીમાં મતદારોનો માત્ર ભાજપ તરફી ઝુકાવ જ રહ્યો હતો.

ઉમરેઠ નગરપાલિકાનું પ્રમુખ પદ મેળવવા દાવેદારોની લોબીંગ પ્રક્રિયા શરૂ.


  • સંગીતાબેન પટેલ,નીતાબેન પટેલ અને શારદાબેન પટેલના નામ પ્રમુખ પદ માટે મોખરે.

ઉમરેઠ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપને ૨૨ તેમજ એન.સી.પીને ૬ સીટ મળતા ભાજપનો જલવંત વિજય થયો હતો. જીત બાદ હવે ભાજપ માંથી પ્રમુખ પદ કોણ મેળવશે તે પ્રશ્ન ચારેકોર ચર્ચાઈ રહ્યો છે. મુખ્યત્વે ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદ માટે વોર્ડ નં.૧ માંથી જીતેલા નીતાબેન રજનીકાન્ત પટેલ અને શારદાબેન રમણભાઈ પટેલ તેમજ વોર્ડ નં.૪ માંથી જીતેલ સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ મુખ્ય દાવેદારો ગણવામાં આવી રહ્યા છે. તમામ દાવેદારો પ્રમુખ પદ મેળવવા માતે લોબીંગ પ્રક્રીયા પણ શરૂ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉમરેઠના વોર્ડ નં.૧ માંથી જીતેલા નીતાબેન રજનીકાન્ત પટેલ આ પહેલા પણ વોર્ડ નં.૧ માંથી જીતેલા છે. તેઓ જે-તે સમયે પ્રમુખ પદનો લાહ્વો પણ લઈ ચુક્યા છે જેથી તેઓની પૂનઃ પ્રમુખ પદ ન મળે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બીજી બાજૂ તેઓની ચોખ્ખી છબી અને ઉમરેઠમાં ભાજપના ભિષ્મપિતા કહેવાતા વિષ્ણુભાઈ બોસ પરિવાર સાથે નિકટતા ને કારને તેઓને પ્રમુખ પદ મળે તે માટે ભાજપનો એક વર્ગ સક્રીય બની લોબીંગ કરે તેમ પણ લોકો ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓ પ્રમુખ હતા ત્યારે જ ઉમરેઠે વિકાસના માર્ગે પ્રયાણ કર્યું હતું. બીજી બાજૂ ઉમરેઠના વોર્ડ નં.૧ના જ શારદાબેન પટેલ પણ પ્રમુખ પદ માટે સક્ષમ દાવેદાર છે. ગત ચુંટણીમાં પણ તેઓનો વિજય થયો હતો, વોર્ડ નં.૧માં તેઓને સારુ એવું જનસમર્થન છે. વોર્ડ નં.૧માં તેઓએ અન્ય તમામ ઉમેદવારણી સરખામણીમાં સૌથી વધુ ૧૨૬૩ મત મળ્યા હતા. એક રાજકિય વર્ગ તો તેમ પણ કહી રહ્યો છે કે, શારદાબેન રમણભાઈ પટેલના વ્યક્તિત્વને કારણેજ વોર્ડ.૧માં ભાજપની પેનલ આગળ આવી છે. આ ઉપરાંત શારદાબેન પટેલ ને અત્યાર સુધી પ્રમુખ પદ ન મળ્યું હોવાને કારણે તેઓ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ બને તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

વોર્ડ નં.૪ માંથી વિજેયતા થયેલા સંગીતાબેન પ્રકાશભાઈ પટેલ પણ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પદ માટે મુખ્ય દાવેદાર છે.ઉલ્લેખનીય છે કે તેઓ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ પ્રકાશભાઈ પટેલના પત્નિ છે. ઉમરેઠમાં ભાજપના જલવંત વિજય પાછળ શહેર પ્રમુખ સુજલ શાહ, મહામંત્રી દિપલ પટેલ (બંટુ) સહીત મહામંત્રી પ્રકાશભાઈ પટેલની પણ સરખી ભૂમિકા છે. જેથી સંગઠનમાં સારી એવી પહોંચ ધરાવતા પ્રકાશભાઈ પટેલના પત્નિને ઉમરેઠ નગર પાલિકાના પ્રમુખનો તાજ મળે તેવી સૌથી વધારે સંભાવના નકારી શકાય તેમ નથી.  આગામી દિવસોમાં ભાજપ ના સંગઠન દ્વારા પ્રમુખ પદને લઈ બેઠકોનો દોર શરૂ થવાનો છે, જેમાં તમામ સંભવીતો પોત પોતાનું લોબીંગ કરી પોતાનો પક્ષ મજબુત કરવા ગોઠવણ કરી રહ્યા છે. ત્યારે એક તરફ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટ કર્યું હતુ કે મોવડી મંડળ જે વ્યક્તિને પ્રમુખ પદે બેસાડશે તે પક્ષના તમામ લોકોને શિરોમાન્ય રહેશે

ઉપ-પ્રમુખ પદ માટે બ્રાહ્મણ કે મુસ્લિમ ઉમેદવાર ચર્ચામાં..!

એક તરફ પ્રમુખ પદ માટે ત્રણ દાવેદારો સ્પષ્ટ રીતે ચર્ચામાં છે, ત્યારે ઉપ-પ્રમુખ મુસ્લીમ સમાજ માંથી આવે તેવી પણ ચર્ચા નગરમાં થઈ રહી છે. ખાસ કરીની ઉમરેઠ નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખ અલ્તાફભાઈ મલેકના પત્નિ અમીનાબીબી મલેકનું નામ ઉપ-પ્રમુખ પદ માટે મોખરે છે, પરંતું અલ્તાફભાઈ મલેક ગત બોર્ડમાં પૂર્વ પ્રમુખ સંજયભાઈ પટેલ(લુલી)નો સાથ આપ્યો હતો જેથી તેઓના પત્નિની ઉપ પ્રમુખ પદ માટે બાદબાકી થવાની શક્યતા નકારી શકાય તેમ નથી,એક તર્ક તેવો પણ છે કે વોર્ડ નં.૨ની પેનલને જીતાડવા માટે અલ્તાફ મલેકની ભૂમિકા સૌથી વધારે મહત્વની હતી જેથી જૂના સંસ્મરણો ભૂલી પક્ષ તેઓની પત્નિને જ ઉપ-પ્રમુખ તરીકે બિરાજમાન કરે તો નવાઈ નહી. પરંતુ જો ગત બોર્ડ દરમ્યાન સંજય પટેલને સાથ આપવાનો મુદ્દો પક્ષ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે તો જરીનાબીબી મલેકના ઉપ-પ્રમુખ બનવાના ચાન્સ વધે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે. એક તર્ક મુજબ ભાજપમાં બે બ્રાહ્મણ મહિલાઓનો વોર્ડનં.૫ અને વોર્ડ.૬ માંથી વિજય થયો છે. જો ખરેખર ઉપર થી એટલે કે મોવડી મંડળ માંથી પ્રમુખ કે ઉપ-પ્રમુખના નામ આવતા હશે તો,ઉમરેઠની રાજનિતિમાં સ્પષ્ટ દખલ ધરાવતા ભૂષણ ભટ્ટ ધ્વારા તેઓના સમાજના નિલાબેન જોષી(વોર્ડ.૫) તેમજ હેમાલી શુક્લ(વોર્ડ.૬)ને ઉપ પ્રમુખ બનાવવા માટે દબાણ આવે તેવી શક્યતા છે. ઉમરેઠમાં નગરપાલિકાની ચુંટણીના આગલા દિવસે ભૂષણ ભટ્ટની જાહેર સભાને ભાજપ તરફી ટર્નીગ પોઈન્ટ પણ ગણવામાં આવે છે જેથી તેઓના દબાણ ને ઉમરેઠના સ્થાનિક સંગઠનના હોદ્દેદારો પણ અવગણના ન કરે તે પણ દેખીતુ છે.

રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદીયાએ દત્તક લીધેલ ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં ભાજપનો પરાજય..!


બેચરીની તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર સામે હાર્યા.

એક તરફ ઉમરેઠ નગરપાલિકામાં ભાજપનું એક હથ્થુ વરચસ્વ રહ્યું ત્યારે બીજી બાજૂ તાલુકા પંચાયતમાં ભાજપે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તાલુકા પંચાયતમાં સારી પક્કડ ધરાવતા ભૃગરાજસિંહ ચૌહાણની અનામત બેઠકોના સમિકરને કારને બાદબાકી થતા ની સાથે કોગ્રેસ ખેમામાં જીતની આશાના સંચાર થયા હતા જે પરિનામના સમયે સાકાર બન્યા હતા અને તાલુકા પંચાયતની કુલ ૧૩ બેઠકો સાથે કોગ્રેસનો વિજય થયો હતો જ્યારે ભાજપને ૮ અને અપક્ષને ૧ બેઠક ઉપર સંતોષ માનવો પડ્યો હતો. ભાજપ માટે સૌથી શરમ જનક મુદ્દો તે રહ્યો કે, ખુદ રાજ્ય સભાના સાંસદ લાલસિંહ વડોદીયા દ્વારા દત્તક લેવામાં આવેલ બેચરી ગામમાં પણ ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવાર મેદાન મારી ગયો હતો. બેચરી બેઠક પર કોગ્રેસનો ઉમેદવાર પણ કાંઈ ખાસ ન ઉકાળી શક્યો હતો. બેચરીના ગ્રામ્યજનોની વાત ધ્યાનમાં લઈએ તો ભાજપ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યો કરવામાં ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. ગામના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવામાં પણ અરોવા કુજરોવાની નિતિ અપનાવવામાં આવે છે. જેથી ગ્રામ્ય જનો પહેલે થી ભાજપ વિરોધી શુર બોલતા હતા ભાજપ વિરોધી વાતાવરણનો કોગ્રેસ પણ વ્યવસ્થીત લાભ લઈ શક્યું ન હતુ, છેલ્લા કેટલાય સમય થી કોગ્રેસ સત્તાથી દૂર હોવાને કારણે આ વિસ્તારમાં કોગ્રેસનો “ક” બોલવા પણ તૈયાર ન હતુ જેને કારણે બેચરીમાં કોગ્રેસ ત્રીજા નંબર પર રહી હતી પરંતુ સાથે સાથે કોગ્રેસના ઉમેદવારે સન્માનજનક મત મેળવી કોગ્રેસને બેચરીમામ પૂનજીવિત પણ કરી હોવાની નકારી શકાય તેમ નથી. બેચરી તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના કનુભાઈ હરિજનને ૧૨૬૨ મત મળ્યા હતા જ્યારે કોગ્રેસના ચંદુભાઈ હરિજનને ૧૨૧૨ મત મળ્યા હતા જ્યારે સદર બેઠક પર વિજેયતા થયેલ અપક્ષ ઉમેદવાર શાંતિભાઈ હરિજનને ૧૪૦૦ મત મળ્યા હતા જેથી અપક્ષ ઉમેદવારનો તેઓના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર સામે ૧૩૮ મત થી વિજય થયો હતો. ખુદ રાજ્ય સભાના સાંસદ દ્વારા દતક લેવામાં આવેલા ગામમાં જ ભાજપનો પરાજય થતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, ત્યારે હવે ભાજપ દ્વારા સદર મનોમંથન નો મુદ્દો બની ગયો છે. આવનારી વિધાનસભાની ચુંટણીમાં પ્રવર્તમાન પરિનામો ભાજપ માટે માથાના દુખાવા સમાન સાબિત થાય તો નવાઈ નહી.

%d bloggers like this: