આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: January 2017

ઉમરેઠમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી


– ઉમરેઠ યુવા ક્રાંતિ મંચ –

ukm

vata_n ઉમરેઠ યુવાક્રાંતિ મંચ દ્વારા નગરના લાલ દરવાજાવિસ્તારમાં વારાહી ચોક ખાતે પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા ક્રાંતિમંચના સંયોજક મિલન વ્યાસના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ યુવાક્રાંતિ મંચના સભ્યો અને નગરના યુવાનો દ્વારા દેશ ભક્તિના ગીતો સાથે નગરમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી જે સમયે નગરમાં વાતાવરણ દેશ ભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું.

– વાંટા સ્ટ્રીટ –  ઉમરેઠની વાંટા સ્ટ્રીટ વિસ્તારમાં સ્થાનિક રહીશો દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાં પાસે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ઝંડા ને સલામી આપવા સ્થાનિક અગ્રણીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.

 

 

ઉમરેઠની જ્યુબિલિ સ્કૂલમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો


jub01.jpgઉમરેઠની ધી જ્યુબિલિ સ્કૂલ ખાતે ૬૮માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઉમરેઠ નગરપાલિકાના સભ્ય ગૌરાંગભાઈ ચોકસીના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઝંડા ગીત તેમજ રાષ્ટ્રીયગીત ગાવામાં આવ્યું હતું અને વાતાવરણ દેશ ભક્તિના માહોલ થી રંગાઈ ગયું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સંસ્થાના મંત્રી રશ્મિકાન્ત જે શાહ , એકેડેમિક માનદમંત્રી આશિષભાઇ કાંટાવાળા,ખજાનચી હિમાંશુંભાઈ ચોકસી,પત્રકાર નિમેષ ગોસ્વામી, ઘી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ઈ.આચાર્ય આર.એમ.પટેલ,ઘી ગર્લ્સ ઇન્સ્ટિટ્યુશન ના ઈ.આચાર્યા આર.આર.બારૈયા સહિત કારોબારી કમિટી તેમજ શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિરંગાને સલામી આપી હતી. કાર્યક્રમની શરૂઆત ગર્લ્સ સ્કુલની વિધાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી.મહેમાનોનું શાબ્દિક સ્વાગત ઈ.આચાર્યા શ્રીમતી રંજન બેને કર્યું હતું,તેમજ મહેમાનોનો પરિચય હેમંતભાઈ શાહએ આપ્યો હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે કે.જી.વિભાગ અને પૂર્વ પ્રાથમિક વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ સાથે ટ્રસ્ટની jub(2).jpgવિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકો ને આનંદીત કરી દીધા હતા, ત્યારબાદ આજ શાળા માં ૧૯૪૬ થી ૧૯૫૩ સુધી આ શાળામાં અભ્યાસ કરી વિદેશ સ્થાઈ થયેલ કાંતિભાઈ કલ્યાણ ભાઈ પાઠકે ધો.૧૦ અને ૧૨ માં પ્રથમ ,દ્વિતીય , અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને સિલ્વર મેડલ તેમજ ધો.૧૧ અને ૧૨ ને સ્કોલર શિપ આપવા હેતુ રૂ.અઢી  લાખનું દાન કર્યું હતું, જે બદલ તેઓને સ્મુર્તિ ચિન્હ આપી સન્માન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રમુખ સ્થાને થી પ્રવચન કરતા ગૌરાંગભાઈએ આઝાદીની ચળવળ ના લડવૈયાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ શાળા માં બ્લોક નાખી આપવાનું જણાવ્યું હતું જેને સંસ્થાના હોદ્દેદારોએ વધાવી લીધો હતો. આ ઉપરાંત આશિષ કાંટાવાલાએ જણાવ્યું હતું કે આઝાદી બાદ આપણે દેશ ને શું આપી શક્યા, દેશ લાંચરુશવત ,ભ્રસ્ટાચાર,ગરીબી,બેકારી,ગંદકી,થી પીડાઈ રહ્યો છે, ત્યારે દેશ ના અદના નાગરિક તરીકે ભારતને ઉચ્ચતમ શિખર ઉપર લઇ જવા પ્રયત્નશીલ થવા અને સ્વછ ભારત ના નિર્માણ માં યોગદાન આપવા અપીલ કરી હતી. મંત્રી રશ્મિકાન્ત ભાઈ જે શાહે કહ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ નાગરિકોએ ભાગીદારી કરવી પડશે , શતક જૂની જ્યુબિલી શાળામાં અભ્યાસ કરી દેશના ટોચના સ્થાને બેઠેલા વિધાયર્થીઓ ને યાદ કરી ચીફ જસ્ટિસ અહમદી તેમજ ગુજરાત રાજ્ય ના અગ્ર સચિવ ને યાદ કરી ઉપસ્થિત વિધ્યાર્થીઓ ને પ્રોસાહિત કર્યા હતા.

ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલમાં પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી


એન.સી.શાહ (રી.આર્મી ઓફિસર, યુ.એસ.એ) સાથે વિદ્યાર્થીઓએ વાર્તાલાપ કયો.

This slideshow requires JavaScript.

ઉમરેઠ ખાતે ૬૮માં પ્રજાસત્તાક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સરસ્વતિ વિદ્યાલય ખાતે એન.સી.શાહ (રીટાયર આર્મી ઓફિસર, યુ.એસ.એ) ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ સમયે શાળાના ચેરમેન ર્ડો.મધુસુદનભાઈ ભગત, આચાર્ય રાકેશ ગુરુજી, મુકેશભાઈ દોશી શાળાના શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ ઝંડાને સલામી આપી હતી અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો હતો. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજીત સમારોહમાં અતિથિ વિશેષ પદે એન.સી.શાહ અને મુખ્ય મહેમાન પદે મુકેશભાઈ દોશી ઉપસ્થીત રહ્યા હતા, તેઓનો શાબ્દિક પરિચય શાળાના ચેરમેન ર્ડો.મધુસુદન ભગતે આપ્યો હતો. પ્રાસંગિક પ્રવચન કરતા એન.સી.શાહએ પોતાની આગવી શૈલીમાં પોતાના દેશ અને ગામ સાથેના પોતાના જૂના સંસ્મરણો તાજા કર્યા હતા અને જણાવ્યું હતુ કે,પોતના ના વતનમાં પ્રજાસત્તાક દિવસ નિમેત્તે ધ્વજવંદન કરવાની અમુલ્ય તક મળી છે તે અવિસ્મરણીય છે. આ સાથે ભારત અને અમેરીકાની સરખામણી કરી આપણા દેશની સંસ્કૃતિ,સ્વભાવના ભારોભાર વખાણ કર્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને માતૃભાષા અને પુષ્ટીમાર્ગના મહત્વ, શોશિયલ મિડીયા, ભારતની વિજ્ઞાન ક્ષેત્રે અગ્રેસરતા અને યુ.એસ આર્મી અંગે સવિસ્તાર માહીતી આપવા માટે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ સાથે વિશેષ વાર્તાલાપ કર્યો હતો જેમાં વિદ્યાર્થીઓને પજવતા વિવિધ પ્રશ્નોનું શરળ રીતે તેઓએ માર્ગદર્શન આપ્યુ હતુ. ધ્વજ વંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ સહીત રમત ગમત ક્ષેત્રે આગવું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિદ્યાભારતી સંલગ્ન શાળાઓના વિદ્યાર્થીઓ માટે યોજાયેલ રમતોત્સવ કાર્યક્રમમાં ઉમરેઠની શ્રી સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ સંગીતવાદન, લાંબીકૂદ, કબ્બડી જેવી રમતોમાં અગ્રેસર રહ્યા હતા અને પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતુ, સદર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપનાર શિક્ષકો અને શિક્ષિકા બહેનોને પણ સંસ્થાના ચેરમેન ર્ડો.મધુસુધન ભગત અને પ્રધાનાચાર્ય રાકેશભાઈગુરૂજીએ અભિનંદન પાઠવ્યા હતા.

ઉમરેઠના રિક્ષા ચાલકે પ૦૦ ડોલર, ગ્રીન કાર્ડ અને રૂ. ૩પ હજાર ભરેલ પર્સ મૂળમાલિકને પરત કર્યુ


પ્રમાણિકતા હજીયે જીવંત છે… 

ઉમરેઠમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક એન.આર.આઈ. યુવકનું રૂા. ૩૫ હજાર સહિત ૫૦૦ યુ.એસ.ડોલર અને અગત્યના દસ્તાવેજ ભરેલું વોલેટ રીક્ષા ચાલકે પરત કરતા એન.આર.આઈ. યુવક ગદગદ થઈ ગયો હતો અને રીક્ષા ચાલક કનુભાઈ રાણાની પ્રમાણિકતાને પ્રણામ કર્યા હતાં.  ઉમરેઠમાં કાપડના વેપારી રાકેશભાઈ ગાંધીના પૂત્રના લગ્ન પ્રસંગે તેઓના સ્વજન જીજ્ઞેશભાઈ સુત્તરીયા વિદેશથી આવ્યા હતાં. ઉમરેઠમાં નાના અને સાંકડા માર્ગો હોવાના કારણે તેઓ કારને બદલે અવરજવર માટે રિક્ષાનો ઉપયોગ કરતા હતા. દરમ્યાન તેઓ રૂપિયા ૩૫ હજાર સહિત ૫૦૦ ડોલર અને અગત્યના દસ્તાવેજ ભરેલું પાકીટ એક રિક્ષામાં ભૂલી ગયા હતાં. આ અંગે યાદ આવતા તેઓએ રિક્ષા ચાલકને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

બીજી તરફ રિક્ષા ચાલકની નજર રિક્ષાની પાછલી સીટ પરના પાકીટ પર પડતા તેઓએ પણ મુસાફરને શોધવાનો પ્રયત્ન કર્યો હતો અને વડાબજાર સ્થિત એક દુકાનના માલિકને તેઓને મળેલા પાકીટ અંગે વાત કરી હતી. દરમ્યાન એન.આર.આઈ. યુવકના મિત્રો રિક્ષા શોધવા બજારમાં ફરતા હતા ત્યાં વડા બજાર વિસ્તારમાં દુકાનદારને આ અંગે જાણ થતા તેઓએ પાકીટ કનુભાઈ રાણા નામના રીક્ષા ચાલક પાસે સલામત હોવાનો સંદેશો આપ્યો હતો અને તેઓની મદદથી કનુભાઈ રાણાને પાકીટના માલિક જીજ્ઞેશભાઈ સુત્તરીયા મળ્યા હતાં. જ્યાં કનુભાઈ રાણાએ તેઓને પાકીટ હેમખેમ પરત કર્યા હતાં. એન.આર.આઈ. યુવકે રિક્ષા ચાલક કનુભાઈ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની પ્રશંસા કરતા સોશ્યલ મીડિયામાં પોતાની સાથે બનેલ પ્રસંગ લોકો સાથે શેર કર્યો હતો. એક તરફ યાત્રાધામ સહિત પ્રવાસન સ્થળ પર આવતા વિદેશીઓ સાથે છેતરપિંડી સહિતના ખરાબ બનાવ બની રહ્યા છે. જેને કારણે દેશની છબી ખરાબ થઈ રહી છે ત્યારે બીજી તરફ કનુભાઈ રાણા જેવા પ્રામાણિક લોકો ભારતીય સંસ્કૃતિ અને સ્વભાવના સાચા અર્થમાં દર્શન કરાવી રહ્યા છે.

ઉમરેઠ બાર એશોશિયેશનના હોદ્દેદારો વરાયા


1

ઉમરેઠ બાર એશોશિયેશનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં નવા વર્ષ થી બારએશોશિયેશન ના પ્રમુખ પદે એ.એલ.પટેલ, ઉપપ્રમુખ પદે પી.આર.સુતરીયા, સેક્રેટરી પદે બી.ડી.પરમાર અને જોઈન્ટ સેક્રેટરી પદે એઈન.પઠાણ ની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત લાઈબ્રેરીયન તરીકે પી.એલ પઠાણની નિમણુક કરવામાં આવી હતી. સર્વે હોદ્દેદારોને સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી.

ઉમરેઠમાં નોટબંધી વચ્ચે ગઠિયાએ કસબ કર્યો -બેંકમાંથી બોલું છું કહીને પાસવર્ડ મેળવીને ખાતામાંથી ૩૯ હજાર સેરવી લીધા


આરબીઆઇ દ્વારા વારંવાર પ્રચાર-પ્રસાર છતાંયે લોક જાગૃતતાના અભાવે ખેલ પાડતા ગઠિયાઓ

ઉમરેઠના ખાતેદારને આરબીઆઇમાંથી બોલું છું તેમ કહીને ફોન ઉપર જ બેંક ખાતાની વિગતો મેળવ્યા બાદ એટીએમનો પીન નંબર મેળવીને ગ્રાહકના ખાતામાંથી ૩૯,૮૪૮ રૂ. સેરવી લીધાની ફરિયાદ ઉમરેઠ પોલીસ મથકે નોંધાઇ છે. ઠગાઇ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધીને ઉમરેઠ પોલીસે તપાસ હાથ ધરી છે.

નોટબંધી બાદ ઓનલાઇન અને ફોન દ્વારા બેંકના ખાતાની વિગતો મેળવીને કરાતી ઠગાઇ સામે ગ્રાહકોને જાગૃત કરવા માટે આરબીઆઇ દ્વારા વિવિધ પ્રકારે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. છતાંયે લોકજાગૃતતાના અભાવે હજીયે ગઠિયાઓ ફોન દ્વારા ગ્રાહકના બેંક ખાતાની વિગતો, એટીએમનો પાસવર્ડ મેળવીને બારોબાર નાણાં ઓળવી જતા હોવાના કિસ્સા બનતા રહે છે. જેમાં વધુ એક કિસ્સાનો ઉમેરો ઉમરેઠમાં બનવા પામ્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતોનુસાર ગત તા. ર૯ ડિસે.ના રોજ બપોરે બે વાગ્યે ઉમરેઠની બાલાપીર સોસાયટીમાં રહેતા સિકંદરભાઇ રસુલભાઇ વહોરાના મોબાઇલ પર +૯૧ ૭૭૬૨૮ ૬૩૦૦૮ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારે પોતે આરબીઆઇ બેંકમાંથી બોલું છું તેમ જણાવીને ખાતેદાર સિકંદરભાઇ સાથે મીઠી વાતો કરીને નંબરો બદલવાના હોવાનું જણાવીને પીનકોડ નંબર અને એટીએમ કાર્ડનો પાસવર્ડ માંગ્યો હતો. ગઠિયાની માયાજાળથી અજાણ સિંકદરભાઇએ પીનકોડ અને પાસવર્ડ જણાવ્યા હતા.દરમ્યાન તેમના બેંક ખાતામાંથી રૂ. ૩૯,૮૪૮ બારોબાર ગઠિયાએ ઉપાડી લીધા હતા. આ અંગે ગત રોજ તા. ૩૧ ડિસે.ના રોજ સિંકદરભાઇને જાણ થતા તેઓએ બેંક ખાતામાં તપાસ કરતા પોતે છેતરાયાની જાણ થઇ હતી. આથી તેઓએ અજાણ્યા શખ્સ વિરુદ્વ ફરિયાદ નોંધાવતા ઉમરેઠ પોલીસે મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

હમીદપુરામાં દરબારો અને ખ્રિસ્તી જૂથ વચ્ચે દંગલમાં ૧૪ની અટકાયત


ઉમરેઠ તાલુકાના હમીદપુરામાં મોડી રાત્રિએ બે જૂથો વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા મારામારી, ટોળાઓ દ્વારા પથ્થરમારો અને વાહનોને નુકસાન કરવા સહિત હથિયારથી હુમલો કરાયો હતો. જેમાં ધારિયાથી ઇજાગ્રસ્ત એક વ્યકિતને કરમસદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજે બન્ને પક્ષોએ કરેલ સામસામે ફરિયાદોમાં પોલીસે ૧૪ વ્યકિતઓની અટકાયત કરી હતી અને ગામમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતોનુસાર મોડી રાત્રિએ હમીદપુરામાં કોઇક કારણોસર ખ્રિસ્તીઓ અને દરબારો વચ્ચે બોલાચાલી થઇ હતી. બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કરતા બન્ને જૂથોના ટોળેટોળા સામસામે આવી ગયા હતા. જેમાં મારામારી સાથે પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી ઉમરેઠ સહિત વાસદ, આણંદ અને વિદ્યાનગર પોલીસે હમીદપુરા પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

દરમિયાન ઉમરેઠ પોલીસ દ્વારા બન્ને પક્ષોની ફરિયાદ દાખલ કરીને બંને પક્ષોના ૧૪ વ્યકિતઓની અટકાયત કરી છે. જેમાં રોહિતભાઇ સોલંકી, જયેન્દ્ર સોલંકી, મહેન્દ્ર સોલંકી, દિનેશ સોલંકી, રામા સોલંકી,મુકેશ સોલંકી, કિશન સોલંકી, જગદીશ સોલંકી અને અશોક સોલંકી સામે ફરિયાદ દાખલ કરી હતી. જયારે સામાવાળા તરફે નોંધાયેલી ફરિયાદમાં રમેશ વાઘેલા, આનંદ, વિજય, દિપક અને વિનય (તમામ વાઘેલા) સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળ્યાનુસાર ડીવાયએસપી કોમલબેન વ્યાસે સમગ્ર મામલે તપાસ હાથ ધરીને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગામમાં હાલ શાંતિપૂર્ણ માહોલ હોવાનું જાણવા મળે છે.

પરવટા – ઉમરેઠ – ડાકોર માર્ગ પહોળોલ કરવા રજૂવાત – ઓડ ચોકડી મોટી કરી સર્કલ બનાવવાની માંગ


ઉમરેઠ તાલુકાનાં લીંગડા થી ઉમરેઠ સેંટ ઝેવિયર્સ સ્કૂલ સુધીનો રસ્તો પહોળો કરી ઉમરેઠની ઓડ ચોકડી મોટી કરી સર્કલ બનાવવા અંગે ઉમરેઠના જાગૃતજન સંદિપ જી ત્રિવેદીએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્ય મંત્રી કાર્યાલય તરફ થી માર્ગ અને મકાન વિભાગ ને સંદીપભાઈ ત્રિવેદીની રજૂઆતના પગલે અભિપ્રાય માગી અહેવાલ રજૂ કરવા પત્ર પાઠવ્યો હોવાનું જાણવા વળે છે.

વધુમાં પ્રાપ્ત માહીતી મુબજ લીંગડા પાસે પરવટા થી ઉમરેઠ સેંન્ટ ઝેવિયર્સ સ્કૂલ સુધી રસ્તો સાંકળો છે અને આ માર્ગ પર દિન પ્રતિદિન વાહન વ્યવહાર વધતો જાય છે. પરવટા થી ઉમરેઠ માર્ગ પર આવેલ દામોદરીયા વડ પાસે અકસ્માત ઝોન આવેલ છે જ્યાં વળાંક પર અવાર નવાર અકસ્માત થાય છે, આ વિસ્તારમાં સ્કૂલ પણ આવેલ છે. આ ઉપરાંત ઓડ ચોકડી પર સર્કલ બનાવવાનું કામ છેલ્લા કેટાલય સમય થી પેન્ડીંગ છે તે હાથ પર લેવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ઓડ ચોકડી પર લારી-ગલ્લા વાળાએ અડ્ડો જમાવી દીધો છે, ઓડ ચોકડી પાસે સરકારી અતિથિ ગૃહ પણ આવેલ છે આ વિસ્તારની ગરીમાં પ્રમાણે રસ્તા ખુબજ ટુકા હોવાને કારણે અકસ્માતો થવાની સંભાવના પણ વધી ગઈ છે જેથી રસ્તાઓ પહોળા કરવા માંગ ઉગ્ર બની છે.

અતિથિ ગૃહ આધુનિક બનાવવા માંગ – સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર પાસે આવેલ ઉમરેઠમાં વર્ષો જૂનું અતિથિ ગૃહ આવેલ છે, હાલમાં આ અતિથિ ગૃહનું નવનિર્માણ કરવાની ખૂબ જરૂરી છે, ઉમરેઠ ઓડ ચોકડી પાસે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી હોવાને કારણે વી.વી.આઈ.પી ની અવરજવર પણ રહેતી હોય છે પણ તાલુકા કક્ષાને છાજે તેવું અતિથિ ગૃહ ન હોવાને કારણે કોઈ ત્યાં રોકાતા નથી જેથી અતિથિ ગૃહ નું નવનિર્માણ કરવામાં આવે તે ખુબ જરૂરી છે.

ઉમરેઠના પરેશ શાહનું આર.એસ.એસના પુષ્ટિપૂર્તિ કાર્યક્રમમાં સન્માન કરાયું.


અમદાવાદ ખાતે સાધના સાપ્તાહિક નો પુષ્ટિપૂર્તિ કાર્યક્રમ યોજાયો હતો.

PARESH_BANK.jpg

તાજેતરમાં અમદાવાદ ખાતે આર.એસ.એસના સાધના સાપ્તાહિકનો પુષ્ટિપૂર્તિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંધ પ્રમુખ મોહન ભાગવત સહીત પુરષોત્તમરૂપાલા, નિતિન પટેલ અમદાવાદના ભાજપ તેમજ સંગના અગ્રણીઓ અને વરિષ્ઠ વકીલશ્રીઓ, તેમજ કલેક્ટરશ્રી ઉપસ્થીત રહ્યા હતા. સાધના સાપ્તાહિક માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર પાંચ કાર્યકરોનું વિશેષ સન્માન આ સમારોહમાં કરવામાં આવ્યું હતુ જેમાં પ્રથમ શ્રેષ્ઠ પાંચ કાર્યકર પૈકી ઉમરેઠના પરેશભાઈ શાહ (બેન્કવાળા)નું પણ સંઘના શ્રેષ્ઠી મોહનભાગવત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પરેશભાઈ શાહએ પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે આર.એસ.એસ દ્વારા સાધના સાપ્તાહિક દ્વારા પ્રજાજનોને શ્રેષ્ઠ વાંચન સામગ્રી પિરસવામાં આવે છે તેના પ્રચાર પ્રસાર માટે તેઓ હંમેશા તત્પર રહેશે તેઓએ સાથે સ્વદેશી ચીજોનો વપરાશ કરવા ઉપર ભાર મુક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા બે વખત પણ તેઓને સાધના સાપ્તાહિક માટે શ્રેષ્ઠ કામગીરી કરવાબદલ ભુતપુર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પણ એવોર્ડ પ્રાપ્ત થયો હતો

%d bloggers like this: