આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: February 2019

ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ પદે યુવા નેતા અમર જોષીની વરણી


પ્રમુખ પદ માટે બ્રાહ્મણ ઉમેદવારને મુકી કોગ્રેસે માસ્ટર સ્ટોક માર્યો.

IMG-20190221-WA0019 (1).jpg
 

ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિની આજે ઉમરેઠ ખાતે બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહીડા, આણંદ જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઈ ઠાકોર તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કપીલાબેન ચાવડા,પૂર્વ તાલુકા સમિતિના પ્રમુખ ગોપાલસિંહ ચાવડા તેમજ ગુજરાત કોગ્રેસ સમિતિના મંત્રી તેમજ પ્રભારી નિલેશભાઈ બ્રહ્મભટ્ટ, તાલુકા પંચાયત ઉમરેઠના પૂર્વ પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, આણંદ જિલ્લા માઇનોરિટી સેલ પ્રમુખ યુનુશભાઈ મુખી તથા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સરલાબેન પટેલ સહીત કોગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા. સદર બેઠકમાં આગામી લોકસભા ની ચુંટણીમાં ઉમરેઠ તાલુકાના સંગઠનની કામગીરી હાથ ધરાઈ હતી જેમા અમિતભાઈ ચાવડાની સુચણા મુજબ ઉમરેઠ તાલુકા કોગ્રેસ સમિતિના પ્રમુખ પદે તાજેતરમાં તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં વિજેયતા થયેલ અમરભાઈ જોષીની વરણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે અમર જોષી મૂળ રતનપુરાના અને વર્ષો થી ઉમરેઠમાં રહે છે તેઓ સ્થાનિક યુવાનો સાથે સારો ઘરેબો ધરાવે છે જેથી તેઓની પ્રમુખ પદે પસંદગી કરી કોગ્રેસ દ્વારા માસ્ટર સ્ટ્રોક મારવામાં આવ્યો હોવાનું પણ સ્થાનિક રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે. પોતાની પ્રમુખ પદે વરણી થતા અમરભાઈ જોષીએ જણાવ્યું હતુ કે, મને પાર્ટી દ્વારા જે જવાબદારી આપવામાં આવી છે તે હું નિષ્ઠા પૂર્વક નિભાવીશ આગામી દિવસોમાં અડાલજ ખાતે ઉમરેઠ તાલુકાના કાર્યકરો રાહૂલ ગાંધી અને સોનિયા ગાંધીની રેલીમાં જોડશે તેમજ આગામી દિવસોમાં સંગટન વધુ મજબુત કરવાની દીશામાં તેઓના પ્રયત્નો રહેશે તેમ ઉમેરી સૌ કોઈ તાલુકાના હોદ્દેદારોનો અને મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો

ઉમરેઠ – EVM તેમજ VVPAT મશીનોનું તાલીમ બાદ નિર્દેશનની કવાયત શરુ


20190219_15565620190219_16452320190219_171401

લોકસભ 2019 નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે તેથી તંત્ર પણ સજ્જ બન્યું છે, આ વખતે EVM તેમજ VVPAT મશીનોમાં  થોડા ઘણા ટેક્નિકલ ફેરફારો થયાં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે,લોક્સભા 2019ની સામાન્ય ચૂંટણી યોજાનાર છે તે અંતર્ગત મતદારો તેમજ નાગરિકોમાં EVM તેમજ VVPATનું કાર્ય તેમજ મતદાન કેવી રીતે કરવું ઉપરાંત ઝોનલ ઓફિસરો તેમજ પોલિંગ સ્ટાફને ટ્રેનિંગ ઉપરાંત નિર્દેશન કાર્યક્રમ આગામી તા.20થી 28 ફેબ્રુઆરી દરમ્યાન થવાનો હોઈ ઉમરેઠ ખાતે તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉમરેઠના સિનિયર સિટીજન હોલ ખાતે માસ્ટર ટ્રેનર 16 આણંદ સંસદીય મતદારમાં સમાવિષ્ટ 111 ઉમરેઠ વિધાનસભા માટે વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને આણંદ જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયાની નિગરાનીમાં EVM તેમજ VVPAT મશીનોનું નિર્દેશન તેમજ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં ઉમરેઠ મામલતદાર જે.પી.દવે,ના.મામલતદાર ઠક્કર ,ઝોનલ ઓફિસર,આસી.ઝોનલ ઓફિસર હાજર રહયા હતા આ અંગે માસ્ટર ટ્રેનર ગોપાલ બામણીયા એ માહિતી આપી હતી કે મતદારોમાં મતદાન કરવા જાગૃતિ આવે,અને મતદાન પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ભયમુક્ત બને તે અંગે મતદારોમાં વિશ્વાસ સંપાદિત થાય તે મુખ્ય હેતુ રહેલો છે,તેથી આગામી તા.20 થી 28 ફેબ્રુઆરી દરમ્યાન સવારના 10 થી 5 દરમ્યાન ગ્રામ્ય તેમજ નગરપાલિકા ક્ષેત્રોમાં જાહેર સ્થળોએ EVM તેમજ VVPATમશીનોની કામગીરીનું નિર્દેશન કરવામાં આવશે। આ અંગે રાજકીય પક્ષોને જાણ કરી દેવામાં આવી છે

ઉમરેઠ – બસની હળતાલ, છકડાને લીલા લેર..!


એસ.ટી બસની હળતાલના પગલે આજે ઉમરેઠ બસ સ્ટેન્ડ સુમસામ દેખાયું હતુ. સવાર થી નોકરી ધંધા માટે બસ થી મુસાફરી કરતા લોકોને સવારના પહોરમાં મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વડોદરા- અમદાવાદ જેવા શહેરો જવા ઈચ્છતા કેટલાક લોકો તો બસ હળતાલને પગલે સમયસર નોકરી ધંધે ન પહોંચી શકવાને કારણે રજા પાડવાનો વારો આવ્યો હતો જ્યારે આણંદ નડિયાદ જેવા ગામમાં જવા માટે લોકોએ છકડા રીક્ષાનો ઉપયોગ કર્યો હતો. બસ બંધ હોવાને પગલે આજે છકડા-રીક્ષા વાળાને લીલા લહેર પડી ગઈ હતી અને દિવસભર છકડા રીક્ષા રસ્તા પર આંટાફેરા કરતી દેખાઈ હતી.

%d bloggers like this: