આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: December 2017

જાણો ઉમરેઠમાં કેવી રીતે નાતાલ પર્વની થઈ ઉજવણી.


x2_n.jpg

ઉમરેઠમાં નાતાલ પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ સમયે ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માંથી નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા નિકળી હતી જેમાં શાળાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીજે ના તાલ સાથે લોકો ઝુમી ઉઠ્યા હતા. શાળા માંથી નિકળેલ ઝુલુસ નગરના વિવિધ વિસ્તાર માં ફર્યુ હતુ જેમાં વિવિધ ઝાંખીઓ પ્રદર્શીત કરવામાં આવી હતી જે આકર્ષનનું કેન્દ્ર બની હતી. અંતે શોભાયાત્રા પુનઃ સ્કૂલ ખાતે પહોંચી સમાપન કરાયું હતું. બીજી બાજૂ ગતરોજ ઉમરેઠના ચર્ચ ખાતે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો પ્રાર્થના અર્થે પહોંચ્યા હતા અને પોતાના ખ્રિસ્તી ભાઈ-બહેનોને નાતાલ પર્વની શુભેચ્છા વ્યક્ત કરી હતી. નગરના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તેમજ સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ચર્ચમાં સમુદાયના લોકોએ પ્રાર્થના બાદ નાતાલ પર્વ ઉજવ્યું હતુ. હવે સૌ કોઈ નવા વર્ષની ઉજવણી કરવા થનગનાટ કરી રહ્યા છે. નાતાલ પર્વને લઈ સમગ્ર ઉમરેઠ પંથકમાં ઉત્સાહનો માહોલ છે.

ઉમરેઠ – ટ્રક અને ટ્રક ચાલકનો જીવ થયો અધ્ધર…!


TRUCK.jpg

ઉમરેઠમાં સમી સાંજે લાલદરવાજા વિસ્તારમાં એક ટ્રક સાથે થયેલ વિચિત્ર બનાવને લઈ પ્રથમ દ્રષ્ટીએ લોકો ભયભીત થઈ ગયા હતા પણ ટ્રક નજદીક જઈ ખરી પરીસ્થીતી જોતા સૌ કોઈ હસવા લાગ્યા હતા. બન્યુ તેવું હતુ કે એક લાકડા ભરેલી ટ્રક લાલ દરવાજા વિસ્તારમાં વજન કાંટે લાકડાનું વજન કરાવવા જઈ રહી હતી જ્યાં રસ્તા ની બાજુમાં વજન કાંટા પર જવા ટ્રકે વળંક લીધો ને તરત ટ્રક આગળ ની બાજુ થી ઉંચી થઈ ગઈ હતી. અચાનક ટ્રક અધ્ધર થઈ જતા ડ્રાઈવર પણ વિસામણમાં મુકાયો હતો અને તેનો જીવ અધ્ધર થઈ ગયો હતો. હકીકતમા ટ્રકમાં લાકડા ઓવર વેઈટ હોવાને કારણે રસ્તા પર થી ટ્રક વજન કાંટા સાઈડ જતા પાછળની બાજૂ નમી પડી હતી ટ્રકની ટ્રોલી થી પણ લાકડા મોટા હોવાને કારણે લાકડા જમીન સુધી અડકે ત્યાં સુધી આગળની બાજુ થી ટ્રક ઉંચી થઈ જતા ડ્રાઈવર ગભરઈ ગયો હતો પરંતુ આખરે ટ્રક નમતી અટકી પડતા સમય સુચકતા વાપરી ટ્રક ડ્રાઈવર ઉતરી ગયો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો. દૂર થી સદર ઘટના જોતા સૌ કોઈ ચીંતાતુર થઈ ટ્રક નજદીક દોડી આવ્યા હતા પરંતુ ટ્રક આગળ ની બાજૂ અધ્ધર અને ડ્રાઈવરને સલામત જોઈ સૌ કોઈના મોઢે હાસ્ય નું મોજૂ ફરી વળ્યું હતું. (વિવેક દોશી, ઉમરેઠ)

બાકરોલ રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામનાર… મૈત્રી તલાટીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા હજારો લોકો રેલીમાં જોડાયા..!


– આણંદની સામાજિક તેમજ સ્વૈછીક સંસ્થા સહીત પૂર્વ ધારાસભ્ય રોહીતભાઈ પટેલ, મૈત્રીની સ્કૂલના આચાર્ય અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને ખડાયતા સમાજના અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા.

આણંદ બાકરોલ માર્ગ પર સ્પોર્ટ્સ રેસર બાઈકની ટક્કરે બે દિવસ પહેલા જ મૈત્રી તલાટી નામની એક યુવતિનું અકસ્માતમાં મોત થયું હતું. મૃતક મૈત્રી તલાટી ને શ્રધ્ધાંજલી વ્યક્ત કરવા માટે અને આણંદમાં બેફામ અને છાગટા બનેલા બાઈકર્સો સામે તંત્ર યથા યોગ્ય પગલા ભરી તેઓ ઉપર લગામ કશે તેવો સંદેશો આપવા માટે આણંદની સામાજિક સંસ્થાઓ દ્વારા ટાઉન હોલ ખાતે થી હાર્ટ કીલર મેદાન સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મૈત્રી તલાટીના સ્વજનો-મિત્રો સહીત આણંદના પૂર્વ ધારાસભ્ય રોહીતભાઈ પટેલ, ખડાયતા સમાજના અગ્રણીઓ, અને આણંદની વિવિધ સામાજિક સંસ્થા, મૈત્રીની સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા અને શાંતિ પૂર્ણ રીતે રેલી સ્વરૂપે “મીસ યુ મૈત્રી”, “લવ યુ મૈત્રી” , “જસ્ટીસ ટુ મૈત્રી” જેવા સાઈન બોર્ડ બેનર સાથે હાર્ટ કીલર મેદાન સુધી પહોંચ્યા હતા. મૈત્રીના માતા પિતાની આ સમયે આંખો ભીની થઈ ગઈ હતી. ર્રેલી હાર્ટ કીલર મેદાને પહોંચતા કેન્ડલ પ્રગટાવી ઉપસ્થીત લોકોએ મૈત્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માત કરનાર યુવાન એક યુવતિને બેસાડી સ્પોર્ટ રેસર બાઈક લઈને બેફામ રીતે બાઈક હંકારતો હતો. આ સમયે બાકરોલ રોડ પર વ્રજવંદન સોસાયટીમાં જવા માટે પોતાના ભાઈ સાથે રસ્તા પર રોડ ક્રોસ કરવા પોતાના એવીયેટર પર મૈત્રી રાહ જોઈ ઉભી હતી ત્યારે અચાના કાળબની આવેલા આ બાઈક સવાર યુવાને તેને ટક્કર મારતા મૈત્રી પચ્ચાસ ફુટ દૂર જઈ પડી હતી અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતુ જ્યારે તેના ભાઈ દેવને પગના અને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો મૈત્રીનો ભાઈ દેવ હજૂ પણ હોસ્પિટલમાં સારવાર પર છે અને તેની એક સર્જરી પણ કરાઈ છે. જ્યારે અકસ્માત કરનાર યુવાનને ઓછી વધતી ઈજા થઈ હતી જે અકસ્માત બાદ રસ્તા વચ્ચે ડીવાઈડર પર બેસી ગયો હતો પરંતુ તેને કોઈને કોલ કર્યાના થોડા જ સમય માં પોલીસના સાયરન સાથે એક કથીત કાર આવી તેને લઈ ગઈ હતી જ્યારે તેની પાછળ બેઠેલી યુવતિને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેને પણ એક કાર આવીને લઈ ગઈ હતી.

ગુન્હાઓ સામે અવાજ ઉઠાવવા સમાજે જાગૃત થવું જોઈયે – રોહીતભાઈ પટેલ

મૈત્રી તલાટીનું અકસ્માતમાં મોત થતા તેઓને શ્રધ્ધાંજલી અર્પણ કરવા રેલીમાં આણંદના પૂર્વ ધારાસભ્ય રોહીતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. આ સમયે તેઓએ જણાવ્યું હતુ કે ગુન્હાઓ સામે અવાજ ઉઠાવવા સમાજે જાગૃતતા લાવી જરૂરી છે, જો આમ થશે તો સમાજ માંથી આવા ગુન્હાઓ કરનાર ડરશે. તેઓએ મૈત્રીના માતા-પિતા અને પરિવારજનોને આશ્વાસન પાઠવી મૈત્ર્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. (બોક્સ મેટર)

ગેટ વેલ સુન દેવ..!

આણંદમાં મૈત્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરવા માટે માત્ર મૈત્રીના જ નહી પરંતુ મૈત્રીના ભાઈ દેવના પણ સહપાઠીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેવ સદર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલમાં તે આણંદ ઓર્થોપેડીક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેના જમના થાપે સર્જરી પણ કરવી પડી છે. ત્યારે દેવના મીત્રો ગેટ વેલ સુનના બેનર સાથે રેલીમાં જોડાઈ પોતાની સંવેદના પ્રગટ કરી હતી. (બોક્સ મેટર)

દેવને મૈત્રીના મૃત્યુ અંગે જાણ નથી કરી – રૂપેશ તલાટી

બાકરોલ રોડ ઉપર અકસ્માતમાં મોતને ભેટનાર મૈત્રીના  અવસાન અંગે હજૂ તેના ભાઈ દેવને જાણ કરાઈ નથી તેમ જણાવતા મૈત્રીના પીતા રૂપેશભાઈએ જણાવ્યું હતુ કે, દેવ હાલમાં સારવાર હેઠળ છે અને તેની સર્જરી પણ કરવામાં આવી છે જેથી તેને આઘાત ન લાગે તે હેતુ થી હજૂ તેને મૈત્રીના મૃત્યુ અંગે જાણ કરી નથી. ર્ડોક્ટરની સલાહ લઈને યથા યોગ્ય સમયે દેવને મૈત્રીન અવસાન અંગે જાણ કરીશું.

બાકરોલ રોડ પર અકસ્માતનો ભોગ બનનાર યુવતિની સ્મશાનયાત્રામાં સ્વજનોનું આક્રંદ


બાકરોલ રોડ પર ગત રાત્રીના થયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર મૈત્રી તલાટીની આજે સવારે ૧૦.૩૦ કલાકે બાકરોલ રોડ પર આવેલ વ્રજવંદન સોસાયટી ખાતે થી સ્મશાનયાત્રા નિકળી હતી. સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં સ્વજનો અને પરિવારજનો ઉમટી પડ્યા હતા. હસતી રમતી બાળકીને પલ વારમાં ખોવી દેતા તેના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું આ સમયે વાતાવરનમાં ગમગીનતા પ્રસરી ગઈ હતી અને સૌ કોઈના મોઢે અકસ્માત કરનાર નબીરા પર આક્રોશ દેખાઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજના સુમારે મૈત્રી તલાટી પોતાના ટુ-વ્હિલર પર ભાઈને ટ્યુશન થી લઈને ઘરે જઈ રહી હતી જ્યારે મુખ્ય માર્ગ થી ડીવાઈડર પાસે રોડ ક્રોસ કરવા રાહ જોઈને તે એક્ટીવા પર ઉભી હતી ત્યાં અચાનક એક સ્પોર્ટ્સ બાઈક લઈને લગભગ દોઢસો ની સ્પીડ થી કેવીન રીકીનભાઈ પટેલ (ઉ.૨૩) નામનો યુવાન ઘસી આવ્યો હતો અને મૈત્રીના એક્ટીવાને ટક્કર મારી હતી. બાઈક ચાલક યુવાન અને તેની પાછળ બેઠેલી અજાણી યુવતિને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી જ્યારે સામે બાજૂ એક્ટીવા પર સવાર મૈત્રી તલાટીને ટક્કર વાગતા લગભગ પચ્ચાસ સાઈઠ ફુટ ઉછડીને પડતા તેનું મોત નિપજ્યું હતુ જ્યારે તેના ભાઈને જમના થાપાના ભાગમાં ઈજા થતા આણંદ ઓર્થોપેડીક હોસ્પિટલમાં આજે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સ્કૂલમાં વાર્ષિકોત્સવ બંધ રહ્યો..!

મૈત્રી તલાટીનું અકસ્માતમાં મોત થતા આજે તેની સ્કૂલનો એન્યુઅલ ડે સ્કૂલ સંચાલકોએ રદ્દ કર્યો હતો. સ્કૂલના શિક્ષકો તેમજ શિક્ષિકાઓ અને તેના સહપાઠીઓ મોટી સંખ્યામાં સ્મશાનયાત્રામાં જોડાયા હતા. સ્મશાનયાત્રા નિકળી તે સમયે વાતાવરણ ગમગીન બની ગયું હતુ અને સૌ કોઈના ચહેરા પર બેફામ બાઈક હંકારનાર યુવક ઉપર આક્રોશ દેખાઈ રહ્યો હતો.

ફરિયાદ ન લેવા માટે રાજકિય અને ધાર્મિક અગ્રણીઓનું પોલીસને દબાણ

અકસ્માત કરનાર બાઈક ચાલક શ્રીમંત કુંટુંબનો નબીરો હોવાને કારણે તેને છાવરવા માટે રાજકિય તો ઠીક પરંતું કેટલાક ધાર્મિક અગ્રણીઓ પણ પોલીસ સ્ટેશનમાં ટાંટીયા અડાડવા લાગ્યા હતા. પરંતુ અકસ્માતનો ભોગ બનનાર યુવતિના પરિવારજનોની ફરિયાદ આખરે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ગઈ હતી. હવે પોલીસ તંત્ર આ નબિરાને છાવરશે કે પછી અકસ્માતનો ભોગ બનનાર યુવતિને ન્યાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરશે તે આવનારો સમય જ બતાવશે.

ઉમરેઠ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રભુ પધરામણી કાર્યક્રમ યોજાયો.


vyo02.jpg

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ઉમરેઠ દ્વારા ગતરોજ ઉમરેઠની દશ ખડાયતાની વાડી ખાતે મહીલા પાંખ દ્વારા પ્રભુ પધરામણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન ઉમરેઠ શાખાની મહીલાઓ દ્વારા ભજન-કિર્તન સહીત પ.પુ.ગો.શ્રી ૧૦૮ વ્રજરાજકુમાર મહોદયશ્રીનું વચનામૃત અંગે ચર્ચા વિચારણા કરી હતી અને મહીલાઓએ પોતાના ધર્મિક જ્ઞાનની આપ-લે કરી હતી. પ્રભુપધરામણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની મહીલાઓ ઉપસ્થીત રહી હતી.પ્રભુપધરામણી બાદ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની સામાન્ય સભા મળી હતી જેમાં ભૂતકાળમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા સહીત આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમ તેમજ શ્રીનાથજી પ્રવાસ અંગે ચર્ચા કરાઈ હતી. આ સમયે સભ્યો દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનને વધુ વેગવંતુ બનાવવા વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. ત્યારબા બાજરીની ખિચડીની મિજબાની કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ દિવ્યેશભાઈ દોશી, મહીલા વીંગના પ્રમુખ રાજેશ્રીબેન શાહ અને યુવા પાંખના પ્રમુખ કદમભાઈ દોશી અને પરાગભાઈ ચોકસી અને ભાવેશભાઈ શાહએ જહેમત ઉઠાવી હતી.

ઉમરેઠ બેઠક – ભાજપના ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારની જીત


ઉમરેઠ બેઠક પર આખરે ૨૦૦૨ બાદ ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ક્ષત્રિય મતદારોનું વરચસ્વ ધરાવતી ઉમરેઠ બેઠક પર આ વખતે ભાજપ કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપને જીત મળી હતી. ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારને ૬૮૩૨૬ જ્યારે કોગ્રેસના કપીલાબેન ચાવડાને ૬૬૪૪૩ મત મળતા ભાજપનો ૧૮૮૩ મત થી વિજય થયો હતો.  ઉલ્લેખનીય છે કે કોગ્રેસ અને એન.સી.પી વચ્ચે ગઠબંધન ન થતા પહેલે થી જીત માટે ભાજપ આશાવાદી હતુ ત્યારે ભાજપના ક્ષત્રિય ઉમેદવારની જીત થતા સમગ્ર ઉમરેઠ પંથકમાં ભાજપના ટેકેદારોમાં આનંદની લાગણી દેખાઈ હતી. નગરપાલિકા અને પંચવટી વિસ્તારમાં ભાજપની જીત સાથે ભાજપના કાર્યકરો એકઠા થયા હતા અને ફટાકડા ફોડી વિજયોત્સવ ની ઉજવણી કરી હતી. ઉમરેઠ શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, નગરપાલિકાના કાઉન્સિલર ગૌરાંગભાઈ ચોકસી, કનુભાઈ શાહ તેમજ ભાજપના કાર્યકરો અને ટેકેદારો મોટી સંખ્યામાં નગરપાલિકા ખાતે થી પંચવટી વિસ્તારમાં આવ્યા હતા અને ભાજપનો જયજય કાર કર્યો હતો.

ઉમરેઠમાં જલેબી ઉત્સવની ઉજવણી.


02n01

ઉમરેઠમાં ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ એટલે કે જલેબી મહોત્સવની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠમાં વૈષ્ણવ મંદિરોમાં વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. શ્રીજીને જલેબી ધરાવવામાં આવી હતી. નગરના વૈષ્ણવ મંદિર માંથી શોભા યાત્રા નિકળી હતી જેમાં વૈષ્ણવો જોડાયા હતા. શોભાયાત્રામાં મહીલાઓ દ્વારા શ્રી ગુંસાઈજીનો જયગોષ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. 

જાણો ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલે પાંચ વર્ષમાં શું કર્યું..?


Click Hear  To View Book

ઉમરેઠના ધારાસભ્ય જયંતભાઈ પટેલ ૨૦૧૨માં ઉમરેઠ વિધાનસભા ચુંટણીમાં જીત્યા બાદ તેઓએ શું કામ કર્યા તેવા સવાલો વારંવાર પુછાઈ રહ્યા છે, ત્યારે આજે એન.સી.પી દ્વારા એક ઈ-બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું હતુ જેમાં ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી ઉમરેઠના ધારાસભ્ય તરીકે જયંતભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલા કામની વિગતવાર છનાવટ કરવામાં આવી હતી. ઉમરેઠ એન.સી.પી કાર્યાલય ખાતે વિમોચીત કરાયેલ બુકલેટ અંગે ઉમરેઠ શહેર એન.સી.પી પ્રમુખ જયેશભાઈ પટેલે જણાવ્યું હતુ કે જયંતભાઈ પટેલ દ્વારા અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે જેથી પ્રજા તેઓને વ્યાપક પ્રતિસાદ આપી રહી છે અને તેઓને પ્રજા ભારે બહૂમતિ થી જીતાળશે. જયંતભાઈ પટેલ (બોસ્કી)એ જણાવ્યું હતુ કે, છેલ્લા પાંચ વર્ષ થી વિવિધ ગામો માં માતબર ગ્રાન્ટ ફાળવી વિકાસ કાર્યો કર્યા છે, કેટલાય સમયે તેઓની ગ્રાન્ટ પૂર્ણ થયેલ હોય તો પ્રફુલભાઈ પટેલની ગ્રાન્ટ માંથી પણ કાર્ય કર્યા છે. ધારદાર રજૂઆત ને પગલે તેઓના તમામ કાર્યો પરિનામ સાથે પૂર્ણ થયા છે. તેઓએ બુકલેટનું વિમોચન કરતા જણાવ્યું હતુ કે આ માત્ર બુકલેટ નથી આ ૨૦૧૨ થી ૨૦૧૭ સુધી મેં કરેલા કાર્યો નો હિસાબ છે.

%d bloggers like this: