આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

Monthly Archives: November 2013

ઉમરેઠમાં લોક અદાલત યોજાઈ


આજે દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલતની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે ઉમરેઠ કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ ખાતે યોજાયેલ લોક અદાલતનું સિવિલ જજ એમ.કે.ખેર, એડી.સિવિલ જજ પી.ડી.મોદી બાર એશોશિયેશનના પ્રમુખ પ્રફુલ્લભાઈ સુત્તરીયા,મંત્રી પી.એલ.મહીડા, ઉપ.પ્રમુખ ઝેડ.એસ.પઠાણ દ્વારા દીપ પ્રગટાવી ખુલ્લી મુકવામાં આવી હતી. સદર લોક અદાલતમાં સમાધાન લાયક કેસો સહીત  ૫૦૫ કેસ મુકવામાં આવ્યા હતા જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહીત બેંક ઓફ બરોડાના પ્રિલીટીગેશન કેસોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સદર કેસમાં નાના-મોટા લેતી દેતીના કેસોનો નિકાલ આવતા લેણદાર તેમજ બાકીદારમાં સંતોષની લાગણી દેખાઈ હતી. ઉમરેઠ કોર્ટ સંકૂલના કર્મચારીઓ સહીત બાર એશોસિયેશનના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ અને સમાધાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને લોક અદાલત સફળ બનાવી હતી.

બેસણું


ઉમરેઠ (હાલ વડોદરા)ના પંકજકુમાર ઓચ્છવલાલ શાહ તથા અલ્પેશ(અપ્પુ) ઓચ્છવલાલ શાહ(ઉમરેઠ)ના માતુશ્રી ગં.સ્વ.રાધાબેન ઓચ્છવલાલ શાહ તા.૧૧.૧૧.૨૦૧૩ના રોજ શ્રીજી શરણ પામ્યા છે.સદગત નું બેસણું તા 23.11.2013 ને શનિવારના રોજ રાખેલ છે.

સ્વ.રાધાબેન

સ્વ.રાધાબેન

સમય – સવારે ૯ થી ૧૦ દરમ્યાન રાખવામાં આવેલ છે.

સ્થળ – શ્રી દશા ખડાયતા પંચ ની વાડી – ચોકસી બજાર ઉમરેઠ

લી.

પંકજ (ટીનો) ઓચ્છવલાલ શાહ (વડોદરા) મો.૭૩૮૩૦૬૯૯૬૫

અલ્પેશ (અપ્પુ) ઓચ્છવલાલ શાહ (ઉમરેઠ) મો.૯૯૨૫૮૯૨૧૩૧

ઉમરેઠ પાસે અકસ્માત..!


ઉમરેઠના બસ સ્ટેશન પાસે આવેલ વળાંક ઉપર આજે સવારે મોટી ટ્રક વળાંક લેવા સમયે સંતુલન ગુમાવતા પલ્ટી ગઈ હતી અને ડીવાઈડર ઉપર અથડાઈ હતી, સમગ્ર ઘટનાના પગલે આજૂબાજૂ ઉભેલા લોકો સહીત વાહન ચાલકોના જીવ અધ્ધર થઈ ગયા હતા પણ સદનસીબથી કોઈ અઘટીત ઘટના બની ન હતી જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે સદર વળાંક ઉપર અવાર નવાર ટ્રક સહીતના વાહનો પલ્ટી મારે છે જેથી અહીયા બંપ મુકવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. (ફોટો સૌજન્ય – રાજ શાહ)

ઉમરેઠમાં તુલસી વિવાહની ઉજવણી થશે


  • રવીવારે શોભાયાત્રા બાદ તુલસી વિવાહ તેમજ સોમવારે અન્નકૂટનું આયોજન

ઉમરેઠના ત્રણપોળ ખાતે આવેલ કુંજ કીશોરી મંદિર (પૂ.સવિતામાસી) ખાતે તુલસી વિવાહ તા.૧૭.૧૧.૨૦૧૩ને રવીવારના રોજ યોજાશે. આ પ્રસંગે સાંજે ૯ કલાકે શોભાયાત્રા નિકળશે ત્યાર બાદ ત્રણપોળ ખાતે તુલસી વિવાહનું આયોજન થશે. આ વર્ષે યજમાન યદે ઉમરેઠના રણછોડભાઈ સેન તેમજ સંજયભાઈ ચોકસી પરિવાર બિરાજશે.

માન્યતા છે કે, પૂ.સવિતામાસીના મંદિરમાં લાલો હાજરા હજૂર છે, તેમજ ભક્તો માની રહ્યા છે કે સ્વ.સવિતામાસી જ્યારે જીવિત હતા ત્યારે તેઓ સ્વયંમ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લાલા સાથે વ્રજભાષામાં વાતો પણ કરતા હતા. સ્વ.પૂ સવિતામાસીની જૂની વાતો ધ્યાનમાં લઈએ તો શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ દેવ દિવાળીના દિવસે શોભાયાત્રામાં સ્વયંમ લીલા કરે છે અને ભક્તોને દર્શન આપવા વર્ષમાં માત્ર આજ દિવસે મંદિર બહાર આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ઉમરેઠમાં પૂ.સ્વ.સવિતા માસીને ત્યાંથી તુલસી વિવાહ વરઘોડો કાઢવાની પ્રથા ચાલી આવી રહી છે. પૂ.સવિતામાસીના દેહાંત પછી પણ હાલમાં મંદિરમાં મુખ્યાજી રાખી સવિતામાસીની ઈચ્છા મુજબ હાલમાં પણ વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો પહેલાની જેમ ઉજવવામાં આવે છે તેમ પ્રકાશભાઈ શાહએ જણાવ્યું હતુ.

આવું કેમ…?


જ્યારે ગરીબ બાળક પોતાનું અને પરિવારનું પેટીયું રડવા મજૂરી કે ચા ની કીટલી ઉપર કામ કરે તો તેને બાળ મજૂર કહેવાય અને કોઈ પૈસાદાર વ્યક્તિનો નાનો બાળક ટી.વી સિરીયલ કે પછી ફિલ્મમાં કામ કરે તો તેને ચાઈલ્ડ આર્ટીસ્ટ કહેવાય…! ખરેખર કામ કરવાની જરૂર કોણે છે..?

ઉમરેઠ શહેર કોગ્રેસનું સ્નેહ સંમેલન યોજાયું


  • આણંદ, સોજિત્રા, બોરસદના ધારાસભ્યો સાથે સંસદ સભ્ય ભરતભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા.

ઉમરેઠ શહેર કોગ્રેસનું સ્નેહ સમેલન અત્રે ગાયત્રી હોલ ખાતે યોજાયું હતું, જેમાં આણંદ જિલ્લા કોગ્રેસના અગ્રણી કાન્તિલાલ સોઢાપરમાર, સોજીત્રા તેમજ બોરસદના ધારાસભ્યશ્રીઓ અને આણંદના સંસદ સભ્ય ભરતભાઈ સોલંકી સહીત ઉમરેઠ તાલુકા કોગ્રેસના યુવા પ્રમુખ રવીભાઈ પટેલ સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભરતભાઈ સોલંકીએ આગામી લોકસભાની ચુંટણીને લઈ યુથ કોગ્રેસના કાર્યકરોને કામે લાગી જવા માટે આહ્વાન કર્યું હતુ, અને જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા ઉમરેઠની સદંતર ઉપેક્ષા થઈ રહી છે, તેઓએ ભાજપ સરકારને આડા હાથે લીધી હતી. તેઓએ ઉમેર્યું હતુ કે ઉમરેઠના સ્થાનિક પ્રશ્નો તેઓ સુધી ઝડપથી પહોંચે તે માટે સ્થાનિક કક્ષાએ કોગ્રેસનું કાયમી કાર્યલય શરૂ કરવાના આયોજન છે. ઉમરેઠના જાગૃત નાગરિકો દ્વારા આ સમયે સંસદ સભ્યશ્રી સમક્ષ ઉમરેઠ માટે આગવી ૧૦૮ ઈમરજન્સી વાન ફાળવવા રજૂઆત કરી હતી જે અંગે ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતુ કે ૧૦૮ની સેવા ખુબજ જરૂરી છે, અને ઉમરેઠને શક્ય હોય તેટલી જલ્દી ૧૦૮ ઈમરજન્સી વાન ફાળવવામાં આવે તે અંગે યોગ્ય સ્તરે રજૂઆત કરવામાં આવશે.

ઉમરેઠ વીશા ખડાયતા જ્ઞાતિનો સ્નેહ-મિલન સમારોહ યોજાયો.


20k

ઉમરેઠ વીશા ખડાયતા જ્ઞાતિનો સ્નેહ મિલન સમારોહ અત્રે નાસિકવાળા હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉમરે સહીત બહારગામ વસતા વીશા ખડાયતા જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે જ્ઞાતિના તેજસ્વી તારલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ અને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વીશા ખડાયતા જ્ઞાતિ દ્વારા દર વર્ષે લાભપાંચમના દિવસે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવે છે. સદર સમારોહને સફળ બનાવવા માટે જ્ઞાતિના યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવ હતી.

છેક દિલના તળીયેથી જણાવવાનું કે…


આવનારા નવા વર્ષમાં તમારી પ્રગતિનો ગ્રાફ ઉંચોને ઉંચો જાય તેવી શુભેચ્છા સહ..

  • આ વર્ષે ડોક્ટર તમારા ઘરથી દૂર રહે

  • તમારા છૈયા છોકરાની માર્કશીટમાં એક પણ લાલ લીટી ન પડે

  • તમે બસ સ્ટેશન જાવ ત્યારે બસ અને રેલ્વે સ્ટેશન જાવ ત્યારે ટ્રેન તમારી રાહ જોતી હોય..

  • તમારી દૂકાને ગ્રાહકોની લાઈનો પડે, અને નોકરીમાં બોસ તમારું કહેલું જ કરે

  • તમાર બ્લોગમાં લોકો અઢળક કોમેન્ટો કરે અને તમારા બ્લોગ માંથી કોઈ ઉઠાંતરી ન કરે

  • તમારું બેન્ક બેલેન્સ એટલું બધુ વધે કે બેન્ક વાળા તમારા ખાતા માંથી તમોને પૈસા ઉપાડી લેવા નોટીશ મોકલે

http://www.aapnuumreth.org

VIVEK DOSHI (UMRETH)

-HaPPy NeW YeAr –

કાળી ચૌદશ


This slideshow requires JavaScript.

ઉમરેઠમાં કાળી ચૌદશ પર્વની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. નગરના ઓડ બજાર તેમજ વડા બજાર વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિરમાં સવારથી ભક્તોની ભારે ભીડ દેખાઈ હતી. ભક્તોએ કાળી ચૌદશના પાવન પર્વ નિમિતે હનુમાનદાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત ઉમરેઠ પાસે આવેલ ઠાસરા તાલુકાના નેશ ગામના હનુમાનજીના દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં ભક્તો ગયા હતા.

%d bloggers like this: